________________
૩. મુસાફરી
૧૦૯
કાદવમાં ખૂંચેલી ઉપર કઢાવી હોય – તેવી નાવમાં તેણે થોડે દૂર જવા કે લાંબે માર્ગ કાપવા પણ કદી ન બેસવું; પરંતુ જે નવ ગૃહસ્થાએ પિતે સામે પાર જવા તૈયાર કરી હોય, તે નાવને તેવી જાણી, ભિક્ષુએ તે ગૃહસ્થની પરવાનગી લીધા બાદ એકાંતમાં ચાલ્યા જવું, અને પિતાનાં વસ્ત્રપાત્રાદિ તપાસી લઈ, તથા તેમને એક બાજુ મૂકી, માથાથી પગ સુધીના શરીરને લૂછી સાફ કરવું; પછી, (સામે પાર પહોંચાય ત્યાં સુધી) ખાનપાનનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લેવી, અને એક પગ પાણીમાં તથા બીજો પગ બહાર, એમ સંભાળપૂર્વક વહાણ ઉપર ચડવું. [૧/૧૩-૪]
નાવ ઉપર ચડતી વેળા તે આગલા ભાગ ઉપર જઈને ન બેસે, છેડે પણ ન બેસે, કે મળે પણ ન બેસે, તથા વહાણનાં પડખાં પકડી, આંગળી કરી, કે ઉંચ નીચે થઈ અંદર કશું જેજે ન કરે. નાવવાળા જે તેને આવીને કહે કે, “હે આયુષ્યન, તુ આ વહાણને આમ ખેંચ કે ધકેલ, કે આ વસ્તુ તેમાં નાખ, કે તેને દેરડું પકડી ખેંચ, તે તેણે તેના તરફ ધ્યાન ન આપવું, પણ ચૂપ રહેવું. પેલે એમ કહે કે, “તારાથી એમ ન થઈ શકે, તે અમને નાવમાંથી દેરડું કાઢી આ૫, જેથી અમે ખેંચીએ; તે પણ તેણે કાંઈ ન કરવું. પેલે એમ કહે કે, “તું નાવને હલેસું, ચાટ, વાંસ, કે વળો લઈને ચલાવ; તોપણ તેણે કાંઈ ન કરવું. પેલે એમ કહે કે, “તું નાવમાં ભરાતા પાણીને હાથ, પગ, વાસણ
૧. ઉપરવટ જતી, નીચે વહેણે જતી, કે તીરછી જતી, એવાં નાવનાં વિશેષણ મૂળમાં વધુ છે; તથા જે જન સુધી, અર્ધ જન સુધી, થોડા યા વધુ માર્ગ કાપવા માટે પણ’, એવાં માર્ગનાં વિશેષણ વધુ છે. - ૨. મુદ્દો એ હોય છે કે, સામે પાર જીવતે પહોંચે, તે એ પ્રતિજ્ઞા મટી જાય; પણ અધવચ ડૂબી જાય, તે મરતાં પહેલાં અનશન સ્વી કાર્યાનું ફળ મળે. મૂળમાં તેને માટે સાગારિક ભક્તપ્રત્યાખ્યાન શબ્દ છે.
૩. મૂળમાં “અવલ્લભ” નામના નાવ હંકારવાના સાધનનું નામ વધારે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org