________________
૧૧૦
મહાવીરસ્વામીને આચારધર્મ કે પાત્ર વગેરેથી ઉલેચ; તે પણ તેણે કાંઈ ન કરવું. પેલે એમ કહે કે, નાવના આ છિદ્રને તું તારા હાથ, પગ, વગેરે અવયથી, કે (નાવમાં રહેતા ઉલેચવાના સાધન વડે, કે) વસ્ત્ર, માટી, કમળપત્ર કે કુરૂવિંદ ઘાસ વડે ઢાંકી રાખ; તેપણું કાંઈ ન કરવું. મુનિએ, છિદ્રમાં થઈને પાણી ભરાતું જોઈને, નાવિકને જઈને એમ ન કહેવું કે, “આ પાણી ભરાય છે;' તેમ જ પિતાના મનમાં પણ તે વાત લૂંટયા ન કરવી. પરંતુ વ્યાકુળ થયા વિના, તથા ચિત્તને બહાર જવા દીધા વિના, પિતાની જાતને એકાગ્ર કરી, સમાહિત કરવી. [૧/૧૫-૨૧]
વળી નાવમાં મુસાફરી કરતી વખતે નાવિક આવીને તેને બીજું કોઈ કામ બતાવે, જેમ કે: આ છત્ર પકડ, કે અમુક શસ્ત્ર પકડ, કે આ છોકરા-છોકરીને દૂધ કે પાણી પીવરાવ, – તે તેની વાત તેણે કબૂલ ન કરવી. આથી ચિડાઈને કોઈ એમ કહે કે, “આ તે નાવ ઉપર નકામે બે જ છે, માટે એને પકડી પાણીમાં ફેકી દે; તે એ સાંભળી તે મુનિએ તરત વસ્ત્રો અલગ કરી લેવાં, અથવા માથે વીંટી લેવાં, અને પેલા કરકમ લોકો તેને હાથ વડે પકડી પાણીમાં નાખવા આવે, તો તેણે તેમને કહેવું કે, “આયુષ્યમાન ગૃહસ્થ! મને હાથ પકડી ફેંકવાની કોઈ જરૂર નથી. હું પોતે જ પાણીમાં ઊતરી પડીશ.” એમ કહેવા છતાં પેલા તેને પકડીને ફેંકી દે, તો પણ તેણે મન ન બગાડવું, કે તેમની સામા ન થવું; પરંતુ વ્યાકુળ થયા વિના, સાવધાનીથી તે પાણી તરી જવું. [૨/૧૩
પાણીમાં તરતી વખતે હાથ પગ વગેરે અરસપરસ ન અફાળે, તેમ જ ડૂબકીઓ ન મારે; કારણ કે, તેમ કરવાથી પાણી નાક-કાનમાં પેસી નાહક વિનાશ પામે. મુનિ પાણીમાં તરતાં
૧. જાવાસ્તિવમેના ૨. મઢમારા ૩. ૩ ના 1
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org