SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. શિક્ષા ૭૧ ભાવવું કે વાચન-મનન નિર્વિઘ્ને થઈ શકે તેમ નથી; તે ત્યાં તેણે ભિક્ષા માટે ન જવું. પરંતુ તે એમ જણાય કે ત્યાં માર્ગમાં જીવજંતુ આદિ ઘણાં નથી, તથા ભીડ પણ ઘણી થવાની નથી અને તેથી વાચન-મનન નિર્વિંદને થઈ શકશે, તે ત્યાં જવું. [૪/૧-૨] २ જમણવાર ભિક્ષુએ અમુક ઠેકાણે જમણવાર (સંખડિ) છે એમ જાણી, બે ગાઉ જેટલી મર્યાદાની અંદર પણ તેની આશાએ ભિક્ષા માટે ન જવું. પરંતુ, પૂર્વ દિશામાં જમણવાર છે એમ જાણી તેની લાલચ કર્યાં વિના પશ્ચિમમાં ચાલ્યા જવું; અને પશ્ચિમમાં છે એમ જાણી પૂર્વ તરફ ચાલ્યા જવું. એ જ પ્રમાણે ઉત્તર અને દક્ષિણ દિશાનું પણ સમજવું. ટૂંકમાં, ગામ, નગર કે કોઈ પણ ઠેકાણે જમણુવાર છે એમ જાણ્યા પછી ત્યાં ન જવું. કેવલી ભગવાને કહ્યું છે કે, ત્યાં જવું એ પાપ (કર્મબંધનનું સ્થાન) છે. કારણ કે, જમણવારમાં તેને ર ૧. મૂળમાં વાચન, પુઋણ, અનુપ્રેક્ષા(ચિંતન), પરિવર્તન (પુનરાવર્તન) અને ધર્માનુયોગચિંતા (જાણેલ વસ્તુનું રહસ્ય સમજાવવું – ધર્માંપદેશ) – એટલાં છે. ૨. ટીકાકાર અહીં એમ ઉમેરે છે કે, આવી માંસભિક્ષા મળવાને સ્થળે જવાનું પણ રાગ, દુર્ખળતા વગેરે અપવાદને કારણે જ હાય. ૩. મૂળમાં આટલાં નામ છે: ગ્રામ (ગ્રામધાં ત્યાં વધારે હોય છે માટે; અથવા કર વગેરે આપીને ત્યાં જઈ શકાય છે માટે. ~ ટીકા), નગર (કર ભર્યાં વિના જઈ શકાય તે નકર.— – ટીકા), ખેટ (માટીની દીવાલવાળું), કર્મેટ (નાનું નગર), મડંખ (ચારેબાજુ અર્ધા યાજન સુધી ખીજું ગામ ન હોય તેવું), પત્તન (મેટું શહેર), આકર (ખાણવાળું ગામ), દ્રોણમુખ (જળ-સ્થૂળતા અને માર્ગવાળું), નિગમ (વાણિયાઓનું સ્થાન), માશ્રમ (તીર્થસ્થાન), રાજધાની અને સંનિવેશ (ગામ બહારનું પૂરું અથવા કાકલાનો પડાવ). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004999
Book TitleMahavir swamino Achar Dharm
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy