________________
મહાવીરસ્વામીને આચારધમે નમસ્કાર કરીને કાંઈ માગવું નહીં, તેમ જ તે ન આપે તે કોર વચન કહેવું નહીં. [૬/૨-૩]
ભિક્ષા માગવા ક્યારે ન જવું? ગૃહસ્થને ઘેર ભિક્ષા માગવા જતાં માલૂમ પડે કે, ત્યાં હજુ ગાય દેવાય છે, ભોજન રંધાય છે તથા બીજા(યાચકો)ને હજ કાંઈ અપાયું નથી; તે ત્યાં ભિક્ષા માટે દાખલ થવું નહીં, પરંતુ આજુબાજુ ક્યાંક જવર અવર વિનાને સ્થાને કેઈની નજરે ન પડાય તેવી રીતે ઊભા રહેવું, પછી જ્યારે માલૂમ પડે કે, ગાયે દેવાઈ ગઈ, ભજન રંધાઈ ગયું અને યાચકોને અપાઈ ચૂકયું, ત્યારે સાવધાનતાપૂર્વક જવું. [૪ ૪.
કઈ ગામમાં વૃદ્ધાવસ્થાને કારણે સ્થિર વાસ કરનારા (સમાણુ') કે મહિને મહિને રહેનારા (“વસમાણુ”) ભિક્ષુકે ગામેગામ ફરતા ભિક્ષને એમ કહે કે, “આ ગામ ઘણું નાનું છે, અથવા મેટું હોવા છતાં સૂતક આદિને કારણે ઘણું ધર ભિક્ષા માટે બંધ છે; માટે, આપ બીજા ગામે પધારે” – તે ભિક્ષુએ તે સાંભળી તે ગામમાં ભિક્ષા માટે ન જતાં બીજા ગામે ચાલ્યા જવું. [૪/૫]
ગૃહસ્થને ઘેર ભિક્ષા માગવા જતાં એમ જણાય કે ત્યાં પુષ્કળ માંસ, મત્સ્ય વગેરેથી કાંઈ ઉજાણી કે જમણ થાય છે અને તેને નિમિત્તે વસ્તુઓ લવાય છે; તથા માર્ગમાં ઘણાં જીવજંતુ, બીજ તથા પાણી વગેરે પડેલ છે; અને ત્યાં શ્રમણ, બ્રાહ્મણ વગેરે યાચક્રની ઘણી ભીડ છે અથવા થવાની છે, અને તેથી ત્યાં પોતાનું જવું
૧. મૂળમાં તેના પ્રકાર આમ જણાવ્યા છે: આહણ – વરને ઘેર વહુ લગ્ન બાદ પ્રથમ વાર આવે ત્યારે થતું; પ્રહણ - દીકરીને વરને ઘેર એકલતાં દીકરીના બાપને ત્યાં થતું; હિંગેલ – મરણ પછીનું અથવા ચક્ષાદિની યાત્રાના નિમિત્તનું; તથા સંમેલ– પરિજનના સંમાનમાં કરેલું કે ગેાછી ભેજન.
૨. મળમાં પ્રાણે, બીજ, હરિયાળી, એસ, પાણી, કીડિયારાં, લીલ, ભીની માટી અને કરોળિયાનાં જાળાં –એટલા શબ્દ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org