________________
૨૨
મહાવીર સ્વામીને આચા૨ધર્મ
તથા પાપકર્મમાંથી વિરામ પામ. સંસારના આંટાફેરા સમજીને રાગ
અને દ્વેષથી અસ્પષ્ટ રહેતો પુરુષ આ સંસારમાં કશાથી છેદ નથી, ભેદા નથી, બળાતું નથી કે હણ નથી. [૧૧૪, ૧૧૬]
માયા વગેરે કષાવાળે તથા વિષયાસક્તિરૂપી પ્રમાદથી યુક્ત મનુષ્ય ફરી ફરીને ગર્ભમાં આવે છે. પરંતુ શબ્દ અને રૂપમાં તટસ્થ રહે, સમજદાર (સરળ) અને મૃત્યુથી ડરતો મનુષ્ય જન્મમરણમાંથી મુક્ત થઈ શકે છે. તે માણસ કામમાં અપ્રમત્ત, પાપકર્મમાંથી ઉપરત, વીર, આત્માનું સર્વ પ્રકારે (પાપમાંથી) રક્ષણ કરનાર, કુશળ, તથા સંસારનું ભયસ્વરૂપ સમજનાર અને સંયમી હેય છે." [૧૦૯, ૧૧૧]
લોકમાં જે અજ્ઞાન છે, તે અહિત માટે છે. દુઃખમાત્ર આરંભથી (સકામ પ્રવૃત્તિ અને તેને પરિણામે થતી હિંસાથી) ઉત્પન્ન થાય છે એમ સમજીને અને માનીને, એ આરંભે
અહિતકર છે એમ સમજે. કર્મથી આ બધી સુખદુઃખાત્મક ઉપાધિ પ્રાપ્ત થાય છે. નિષ્કર્મ માણસને સંસાર નથી. માટે કર્મનું સ્વરૂપ અને કર્મમૂલક હિંસાના સ્વરૂપને સમજીને, સર્વ પ્રકારે સંયમ સ્વીકારી, રાગ અને દ્વેષથી દૂર રહેવું જોઈએ. બુદ્ધિમાન પુરુષ લેકનું સ્વરૂપ સમજીને, કામિનીકાંચન પ્રત્યેની તેની
૧. સરખાવે ગીતા અ૦ ૨, પ્લે ૨૩. ૨. ધ, માન, માયા અને લાભ એ ચાર કષાય છે.
૩. ટીકાકાર એ અર્થ લે છે કે, જી વગેરે ભોગપદાર્થોને અન્યથા ન જાણવાથી વક્ર નહી તે.
૪. મૂળઃ (ખેદ - પરિશ્રમને જાણનાર, કુશળ). ૫. મૂળ: fzમg I
૬. મૂળમાં મુનિ' શબ્દ છે. પ્રવ્રન્યાપૂર્વક સંયમધર્મનું આચરણ તે જ મૌન અથવા મુનિને ધર્મ છે. તેથી સંયમી, મુનિ અને અનગાર (ગૃહત્યાગી) એ સમાનાર્થક શબ્દ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org