________________
સુખ અને દુઃખ
જગતના લેકની કામનાઓને પાર નથી. તેઓ ચાળણીમાં પાણી ભરવાને પ્રયત્ન કરે છે. તે કામનાઓ પૂરી કરવા જતાં બીજા પ્રાણને વધ કરવો પડે, તેમને પરિતાપ આપવો પડે, તેમને તાબે કરવા પડે કે આખાં જનપદેને તેમ કરવું પડે, તે પણ તેઓ પાછું જેતા નથી. કામસૂઢ અને રાગદ્વેષમાં ફસેલા તે મંદ પુરુષે આ જીવિતનાં માન, સત્કાર અને પૂજનમાં આસક્ત રહે છે, અને વાસના ભેગી કરે છે. તે વાસનાઓ વડે સિંચાયેલા તેઓ ફરી ફરી ગર્ભમાં આવે છે. વિશ્વમાં મૂઢ બનેલો માણસ ધર્મને જાણી શક્તો ન હોવાથી જરા – મૃત્યુને જ વશ રહે છે. [૧૧૩, ૧૧૧, ૧૧૯, ૧૦૮]
એટલે, વીર પુરુષે વિષયસંગથી પ્રાપ્ત થતા બંધનના સ્વરૂપને અને પરિણામે પ્રાપ્ત થતા જન્મમરણરૂપી શેકને જાણીને સંયમી થવું, તથા મેટાં અને નાનાં – બધી જાતનાં રૂપમાં વૈરાગ્ય ધારણ કરવો. તે બ્રાહ્મણ. જન્મ અને મરણને સમજીને તું સંયમ સિવાય બીજી તરફ ન જા; હિંસા ન કર, કે ન કરાવ; તૃષ્ણામાં નિર્વેદ પામ; સ્ત્રીઓમાં વિરક્ત થઈ ઉચ્ચદશી થા;
૧. સીગોfકd (શીત અને ઉષ્ણ). ૨. રેસા .
૩. એટલે કે જન્મ અને મરણમાં રહેલા દુઃખને તથા તેના કારણરૂપી સકામ પ્રવૃત્તિ અને હિંસાને (આરને).
૪. મળ: જામ ! ૫. મળ: ના ૬. મૂળ: અખોરારી !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org