SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ લોકવિજય જે કામગુણે છે, તે જ સંસારનાં મૂળસ્થાનો છે; અને સંસારનાં જે મૂળસ્થાને છે, તે જ કામગુણો છે. કારણ કે, તે કામગુણોમાં આસક્ત માણસ પ્રમાદથી માતપિતા, ભાઈબહેન, પત્નીપુત્ર, વહુદીકરી, મિત્રસ્વજન તેમ જ બીજી ભોગસામગ્રી તથા અન્નવસ્ત્ર વગેરેમાં મમતાપૂર્વક તપ્યા કરે છે. તે બધા વિષયેના સંગનો અર્થી તથા તેમાં જ લીન થયેલા ચિત્તવાળે તે માણસ રાતદિવસ પરિતાપ પામત, કાળ અકાળનો વિચાર કર્યા વિના સખત પરિશ્રમ ઉઠાવત, વગર વિચાર્યું અનેક પ્રકારનાં કાળાં કર્મો કરે છે; તથા અનેક જીવના વધ, છેદ, ભેદ તથા ચોરી, લૂંટ, ત્રાસ વગેરે પાપકર્મો કરવા તત્પર થાય છે, એટલું તે શું, કેઈએ ન કરેલું એવું કરવાને પણ ઈરાદો રાખે છે. [૬૨, ૬૬] સ્ત્રી અને ધનના કામી તથા દુઃખથી ડરતા એવા તે અજ્ઞાની જીવે પિતાના સુખ માટે શરીરબળ, જ્ઞાતિબળ, મિત્રબળ, પ્રત્યબળ, દેવબળ, રાજભળ, ચરબળ, અતિથિબળ, કૃપણુબળ અને શ્રમણબળ મેળવવા ગમે તેવાં કાર્યો કરે છે, અને તેમ કરતાં થતી અન્ય જીવોની હિંસાની જરાય પરવા કરતા નથી. [૭૫ ૧. મૂળ : આત્મબળ. ૨. પ્રેતાનિ - દાનવ વગેરેનું બળ ૩. શ્રમણબળ એટલે કે તેમની પાસેથી મેળવેલું મંત્રતંત્રનું બળ કે તેમની સેવા કરી મેળવેલું પુણ્યરૂપી બળ; કૃપણ એટલે ભિખારી અને અતિથિનું પણ તેમ જ સમજવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004999
Book TitleMahavir swamino Achar Dharm
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy