SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીરસ્વામીના આચારધમ ન કરે, બીજા પાસે ન કરાવે, કે કઈ કરતે હોય તેને અનુમતિ ન આપે. હિંસામાંથી વિરામ પામેલો વિવેકી વસુમાન અકરણીય પાપકર્મોની પાછળ ન દેડે. પાપકર્મમાત્રમાં છમાંથી કઈ પણ જીવવર્ગની હિંસા કે દ્રોહ રહેલાં છે. [૩૯, ૬૧] છતાં, કેટલાય લે કે પિતાને “અનગાર' કહેવરાવતા છતાં, વિવિધ પ્રવૃત્તિઓથી જીવોની હિંસા કર્યા કરે છે. આ જીવિતનાં સત્કાર, માન અને પૂજન માટે, કે જન્મમરણને ફેરા ટાળવા માટે, કે દુઃખના પ્રતિઘાત માટે, કે વિષયાસક્તિને કારણે, તેઓ તે હિંસા કરે છે. તેવા લેકે પિતાને માટે બંધન જ ઊભું કરે છે. તેઓ આચારમાં સ્થિત નથી; અને હિંસા કરતા છતાં પિતાને “સંયમી કહેવરાવે છે. પરંતુ તે સ્વછંદી, પદાર્થોમાં આસક્તિવાળા, તથા પ્રવૃત્તિઓમાં મચેલા લોકો સંગ જ વધારે છે. [૬૦]. જે સરળ હોય, મુમુક્ષુ હોય, અને અદંભી હોય, તે જ સાચે અનગાર છે. જે શ્રદ્ધાથી માણસ ગૃહત્યાગ કરે, તે જ શ્રદ્ધાને, શંકાઓ અને આસક્તિ છેડી, હંમેશાં ટકાવી રાખવી જોઈએ. વીરપુરુષો એ મહામાર્ગે જ ચાલેલા છે. ૧૮-૨ ૧. અહીં વસુ એટલે ગુણસંપત્તિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004999
Book TitleMahavir swamino Achar Dharm
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy