SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. હિંસાની સમજ પ્રાણેની હિંસા કરે છે, કારણ કે, ઊડનારા પ્રાણે બળાત્કારથી વાયુમાં પડે છે અને ત્યાં આઘાત, સંકેચ, પરિતાપ કે વિનાશ પામે છે. [૫૮-૯] જે માણસ વિવિધ પ્રાણેની હિંસામાં પિતાનું જ અનિષ્ટ અને અહિત જોઈ શકે છે, તે તેને ત્યાગ કરવા સમર્થ થઈ શકે છે. જે માણસ પોતાનું દુઃખ જાણે છે, તે બહારનાનું દુઃખ જાણે છે; અને જે બહારનાનું દુઃખ જાણે છે, તે પિતાનું દુઃખ પણ જાણે છે. એ બંને સરખી કેટી છે. શાંતિને પામેલા સંયમીઓ બીજા જીવની હિંસા કરીને જીવવાની ઈચ્છા નથી કરતા. [૫૫-૭]. પ્રમાદ અને તેને પરિણામે કામગુણેમાં આસક્તિ એ જ હિસા છે. માટે બુદ્ધિમાન પુરુષે “પ્રમાદથી જે મેં પહેલાં કર્યું તે હવેથી નહીં કરું એ નિશ્ચય કરવો જોઈએ. [૩૪-૫] હિંસાના મૂળરૂપ હેઈ, કામગુણો જ સંસારના ફેરા છે. સંસારના ફેરા છે તે કામગુણનું જ બીજું નામ છે. માણસ બધે ઠેકાણે અનેક પ્રકારનાં રૂપે જેતે અને શબ્દ સાંભળતે, રૂપિમાં અને શબ્દોમાં મૂછિત થાય છે. એનું નામ જ સંસાર છે. એવો માણસ જિનોની આજ્ઞાને અનુસરી શકતું નથી, પરંતુ ફરી ફરીને કામગુણેને આસ્વાદ લેત, હિંસાદિ વક્ર પ્રવૃત્તિઓ કરતે, પ્રમાદપૂર્વક ઘરમાં જ મૂછિત રહે છે. [૪૦-૪] વિવિધ કર્મોરૂપી હિસાની પ્રવૃત્તિઓ હું નહીં કરું, એ વૃત્તિથી ઉદ્યત થયેલે અને એમ જ માનનારો તથા અભયના સ્વરૂપને સમજનારે બુદ્ધિમાન પુરુષ તે પ્રવૃત્તિઓ નથી કરતે; તેવા પુરુષને (જિનપ્રવચનમાં) “ઉપર” અને “અનગાર કહેવામાં આવે છે. લેકમાં ચાલતી યે જીવકા(વગે)ની હિંસા જે બરાબર જાણે છે, તે જ મુનિ કર્મોને બરાબર સમજે છે એમ હું કહું છું. માટે બુદ્ધિમાન પુરુષ યે જવનિકાની હિંસા ૧. અગાર એટલે ઘરબાર, તે વિનાને – સંન્યાસી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004999
Book TitleMahavir swamino Achar Dharm
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy