________________
૧૧૨
મહાવીરસ્વામીને આચારધર્મ
મિશ્ર, કે ત્રીજો બીજે મિશ્ર ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળ, પ્રત્યક્ષ અને પરેક્ષ,-એ સોળ પ્રકારમાંથી કોઈ પણ વાપરતી વખતે, વિચારપૂર્વક, ખાતરી કરીને, સાવધાનતાથી સંયમપૂર્વક તથા ઉપર જણાવેલા દેને ત્યાગ કરીને બોલવું. [૧]
.. ભિક્ષએ નીચે પ્રમાણે વાણીના ચાર પ્રકારે જાણવા: સત્ય, અસત્ય, કંઈક સત્ય અને કંઈક અસત્ય, ન સત્ય કે ન અસત્ય'. આ ચારે પ્રકારની વાણુઓમાંથી જે કઈ વાણી સદેવ, કર્મબંધન કરાવનાર, કર્કશ, કડવી, નિધુર, કઠેર, અનર્થકારી, પ્રાણીઓનાં છેદન-ભેદન તથા તેમને ઉપદ્રવ-પરિતાપ કરાવનારી હોય, તે ચાહીને ન બેલવી. પરંતુ જે વાણી સત્ય, સુમ, નહીં સત્ય કે નહીં અસત્ય, તથા ઉપર જણાવેલા દેથી રહિત હોય તે ચાહીને બોલવી. [૧/૪-૬]
૧. ટીકામાં “અધ્યાત્મને અથે પહેલે પુરુષ ન કરતાં, બીજ કહેવા જતાં મનની વાત નીકળી પડે તે’ –એ કર્યો છે. તથા ઉપનીરને અર્થ પ્રશંસાવચન કર્યો છે, અને “અપનીરને એ પ્રશંસાથી ઊલટું –એ કર્યો છે. તે જ પ્રમાણે મિશ્રનું પણ સમજવું.
૨. એ પ્રકાર એ રોજના વ્યવહારમાં બોલાતી વાણીને, એટલે કે, કેઈ ને બોલાવતી – આજ્ઞા કરતી વખતે વાણુને છે. મૂળમાં આની પછી નીચેનાં વાક્ય છે: વાણુના આ ચાર પ્રકાર ભૂત, વર્તમાન અને ભવિષ્ય કાળના તીર્થકરોએ કહ્યા છે, કહે છે અને કહેશે. એ ચારે પ્રકારની વાણુનાં પરમાણુઓ અચિત્ત, તથા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શયન, તથા વધઘટ અને વિવિધ પરિણામ પામનારાં છે, એમ પણ તીર્થ કરેએ કહ્યું છે. વાણી બોલતા પહેલાં અને બોલ્યા પછી વાણી નથી. હતી, પણ અ-વાણી હોય છે. આમ બોલાતી હોય તે જ વખતે તે વાણી કહેવાય છે. સંભવ છે કે, શબ્દ નિત્ય છે એવું માનનાર વાદીઓને જવાબરૂપે એ ભાગ હેય.
૩. ઉપરથી અસત્ય દેખાતી પણ કુશાગ્રબુદ્ધિથી જોનારને સત્ય લાગતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org