________________
૪. ભાષા
૧૧૩
ભિક્ષ કોઈને બેલાવતે હેય, અને તે ન સાંભળે, તે તેને અવજ્ઞાપૂર્વક “ચાંડાળ, “કૂતરા’, ‘ચોર', “છિનાળ”, “જૂઠા” વગેરે સંબોધનથી ન ઉદ્દેશો; તેમ જ તેનાં માતપિતાને પણ તેવાં વિશેષણ લગાડી તેને ન સંબોધે; પરંતુ, “હે અમુક અથવા હે આયુષ્માન, હે શ્રાવક, હે ઉપાસક, હે ધાર્મિક, કે હે ધર્મપ્રિય, એમ કહીને સંબોધન કરવું. સ્ત્રીની બાબતમાં પણ એમ જ સમજવું. [૧/૮]
ભિક્ષએ આકાશ, ગર્જના અને વીજળીને દેવ ન કહેવાં. તેમ જ દેવ વરસ્ય, કે દેવ વરસતે બંધ થયે, એમ પણ ન કહેવું. વળી, વરસાદ પડે યા ન પડે, ધાન્ય નીપજે યા ન નીપજે, રાત અજવાળી થાઓ યા ન થાઓ, સૂર્ય ઊગો યા ન ઊગો. રાજા છતો યા ન છતે – એમ પણ ન બેસવું. આકાશ વિશે કાંઈ કહેવાનું હોય તે તેને નભોદેવ કે એવું કાંઈ કહેવાને બદલે, અંતરિક્ષ – એમ કહેવું. તેમ જ દેવ વરસ્ય એમ કહેવાને બદલે, વાદળ એક થયું કે વરસ્યું એમ કહેવું. [૧/૧ર-૩
મુનિ અથવા આર્યાએ કેટલાંક હીન રૂપ જોઈને તેમને તેવાં જ ન કહેવાં. જેમ કે સૂજેલા પગવાળાને હાથીપગે ન કહેવો; કે કોઢવાળાને કોઢિયે ન કહે વગેરે. ટૂંકમાં, જે કહી બતાવવાથી સામે માણસ ગુસ્સે થાય, તેવી વાણું ચાહીને ન બોલવી. [૨૧]
ભિક્ષએ કેટલાંક રૂડાં રૂપ જોઈને તેમને તેવાં જ કહેવાઃ જેમ કે એજરવીને ઓજસ્વી, તેજસ્વીને તેજસ્વી, યશસ્વીને યશસ્વી, વગેરે.
૧. મૂળમાં: હેલ, ગેલ, કુપક્ષ (ખેટાં માબાપને), ઘડદાસ (પાણી ભરનાર નોકર), દગાબાજ –એ વિશેષણે વધારે છે.
૨. મૂળમાં “જુદાજુgિ “ગુહ્ય દેવને વિચારવાનું સ્થાન” એ વિશેષણ વધારે છે.
૩. મૂળમાં મધુપ્રમેહ તથા તૂટેલા હાથ, પગ, નાક, કાન અને એકવાળાના દાખલા વધારે છે. મ. આ.-૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org