________________
ખગોળ અને ભૂગોળનાં પરિમાણ વગેરેનું ગણિત, એ ગણિતાનુગ. “સૂર્યપ્રજ્ઞપ્તિ' વગેરે ગ્રંથનો વિષય ગણિતાનુગ કહી શકાય.
ક્રિયાકાંડના પરામર્શનું નામ ચરણકરણનુગ. બૌદ્ધોના વિનયપિટકમાં આ વિષય આવે છે.
- કલ્પિત કે ઐતિહાસિક કથાચરિતને સંગ્રહ, એ ચરિતાનુગ અથવા ધર્મકથાનુયોગ. બૌદ્ધોના સુત્તપિટકમાં આવો વિષય આવે છે. “ઉત્તરાધ્યયન” વગેરે ગ્રંથમાં આ વિષય છે.
શ્રીમદ્ રાજચંદ્ર આ ચાર વિભાગો વિશે લખતાં જણાવે છે: “મન જે શંકાશીલ થઈ ગયું હોય, તે દ્રવ્યાનુયોગ વિચારો યોગ્ય છે; પ્રમાદી થઈ ગયું હોય, તે ચરણકરણાનુગ વિચારો મેગ્ય છે; કષાયી થઈ ગયું હોય, તે ધર્મકથાનુગ વિચાર યોગ્ય છે; અને જડ થઈ ગયું હોય, તે ગણિતાનુયોગ વિચારો ગ્ય છે.”
આચારાંગસૂત્રને ચરણકરણનુગમાં સમાવેશ કરવામાં આવે છે. ટીકાકાર શીલાંકદેવ જણાવે છે: “ચરણકરણાનુગ જ ચારે યોગમાં પ્રધાનતમ છે. કારણ કે, બીજા યોગે તેને અર્થે જ છે. કહ્યું છે કે:
चरणपडिवत्तिहेडं जेणियरे तिण्ण अणुओगत्ति ... दविए दंसणसोही दसणसुद्धस्स चरणं तु ।
ચરણાનુગનું જ્ઞાન કરાવવા માટે જ બીજા ત્રણ વેગે છે. દ્રવ્યગથી દર્શનશુદ્ધિ થાય છે; અને જેનું દર્શન (શ્રદ્ધા – રુચિ) શુદ્ધ છે, તે જ આચરણને લાયક છે.” ગણુધરેએ પણ તેથી જ આ સૂત્રને સૌથી પ્રથમ રચ્યું છે.'
આચારાંગસૂત્રને બે ખંડમાં વહેંચી નાખવામાં આવ્યું છે. તેમાં પહેલા ખંડનું નામ જ “આચાર છે; જ્યારે, બીજાનું નામ આચારાગ્ર છે. “અને અર્થ જર્ણવતાં નિર્યુક્તિકાર અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org