SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૮. વિમેહ કેટલાક અધુવ કહે છે. કેટલાક તેને આદિવાળે કહે છે, તે કેટલાક તેને અનાદિ અનંત કહે છે. એ જ પ્રમાણે સુકૃત – દુષ્કૃત, કલ્યાણપાપ, સાધુ- અસાધુ, સિદ્ધિ – અસિદ્ધિ અને નરક - ન-નરકની બાબતમાં પણ તેઓ પોતપોતાની માન્યતા જણાવતા વાદવિવાદ કરે છે. તેમને એટલું જ કહેવું બસ છે કે તમારું કહેવું નિર્દેતુક છે. તરતપ્રજ્ઞાવાળા, જાણુતા અને જોતા ભગવાને જે પ્રમાણે ધર્મ કહેલે છે, તે પ્રમાણે તમારો ધર્મ સારી રીતે કહેવાયેલે તથા યથાર્થ નથી. [૧૯]. અથવા, આવા વિવાદને પ્રસંગમાં મૌન જ રાખવું એમ હું કહું છું. બધા ધર્મોમાં અહિંસારૂપી) પાપ સ્વીકાર્યું છે. એ પાપને વટાવીને હું વિચરું છું, એ જ મારી વિશેષતા કહેવાય, એમ સમજીને વિવાદ ન કર. [૨૦] વળી એ પણ નક્કી જાણવું કે, ખાન, પાન, વસ્ત્ર, પાત્ર, કંબળ કે પાદપ્રીંછન (રોપણું) મળે કે ન મળે તે પણ, માર્ગ છોડીને અવળે માર્ગે ચાલતા તે વિધર્મી લેકે કાંઈ આપે, (કશું લેવા માટે) નિમંત્રણ કરે, કે બીજી કઈ) સેવા કરે, તે તેને સ્વીકાર ન કર. [૧૯૮] - મતિમાન બ્રાહ્મણે કહેલા ધર્મને સમજ્યા પછી ભલે ગામમાં રહે કે અરણ્યમાં રહે, અથવા ગામમાં ન રહે કે અરણ્યમાં ન રહે; પરંતુ મહાપુરુષોએ વર્ણવેલાં અહિંસા, સત્ય અને અપરિગ્રહ એ ૧. મૂળઃ માશુકઇ – તરતબુદ્ધિવાળે. ૨. મળમાં માહણ' છે. એ બ્રાહ્મણ શબ્દનું પ્રાકૃત છે. બ્રાહ્મણ એટલે બ્રહ્મ – સત્ય-ને પામેલો” એવા અર્થમાં આ શબ્દ અહીં વપરાય છે. બ્રાહ્મણના આ સાચા અર્થમાં સૂત્રમાં ઘણી વાર માહણ શબ્દ વપરાય છે; પણ ટીકાકાર તેને મા+હણ એટલે અહિંસાને ઉપદેશ કરનાર જિન' એ અર્થ ઘટાડવા જાય છે. મ. આ.-૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004999
Book TitleMahavir swamino Achar Dharm
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy