________________
મહાવીરસ્વામીને ચારધર્મ શુદ્ધિ અર્થે સંશોધન (જવાબ), વમન, વિલેપન, સ્નાન અને દત પ્રક્ષાલન ન કરતાં. તેમ, શરીરના આરામ માટે ચંપી પણ ન કરાવતા. [૫૪-૫.
આમ કામસુખેથી વિરત થયેલા એ અબદુવાદી બ્રાહ્મણ વિહરતા હતા. એકાકીભાવને પામેલા તેમણે કષાયોની જવાળા શાંત કરી હતી અને તેમનું દર્શન વિશદ હતું. પોતાની સાધનામાં તે એટલા બધા નિમગ્ન હતા કે તેમણે આંખ પણ કદી ચોળી નથી કે શરીરને ખજવાળ્યું નથી. બહુ નહીં બેલનારા આકાંક્ષા વિનાના તે મતિમાન માહણે રતિ તથા અરતિને પરાજય કરી, આ લેકનાં તથા દેવમક્ષ વગેરેનાં અનેક ભયંકર સંકટ, તથા અનેક પ્રકારના શબ્દો અને ગધે સમભાવે સહન કર્યા. [૫૬, ૧૧, ૨૦, ૩૨-૩]
ચાંચલ્યરહિતપણે ભગવાન અનેક પ્રકારનાં આસન દ્વારા ધ્યાન કરતા; અને સમાધિદક્ષ તથા આકાંક્ષા વિનાને થઈને તે ઊર્ધ્વ, અધો અને તિર્યંગ લેકનો વિચાર કરતા. કષાય વિનાના, શબ્દ અને રૂપમાં મૂછ વિનાના તથા સાધકદશામાં પરાક્રમ કરતા તે ભગવાન જરા પણ પ્રમાદ ન કરતા. તે પિતાની મેળે, સંસારનું વરૂપ સમજીને આત્મશુદ્ધિમાં સાવધાન રહેતા હતા અને એ જ રીતે જિંદગી સુધી શાંત રહ્યા. [૬૭૯]
મુમુક્ષુઓ એ જ રીતે વર્તે છે, એમ હું કહું છું [૭૦]
૧. મૂળઃ કમર (છઘ0).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org