SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૫. લોકસાર આ ભવમાં જ નાશ પામી જાય છે. પરંતુ જે કર્મ અજાણતાં ન થયું હોય, તેને જાણ્યા પછી સંયમીએ તેને વિવેક એટલે પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ. વેદવિત પુરુષો એ પ્રમાણે અપ્રમાદપૂર્વક કરેલા પ્રાયશ્ચિત્તને વખાણે છે. [૧૧૮] | સ્વહિતમાં તત્પર, બહુદશ જ્ઞાની, ઉપશાંત, સમ્યક પ્રવૃત્તિ કરનાર અને હંમેશાં યત્નવંત એ એ મુમુક્ષુ સ્ત્રીઓને જોઈને ચલિત ન થાય. તે પોતાના આત્માને સમજાવે કે લોકમાં જે સ્ત્રીઓ, છે તે મારું શું ભલું કરનાર છે ? તેઓ માત્ર આરામરૂપ છે. પુરુષાર્થ રૂપ નથી. [૧૫] મુનિએ કહ્યું છે કે, કઈ સંયમી કામવાસનાથી પીડાય, તે તેણે લૂખુંસકું ખાવાનું રાખવું, અને તે પણ ઓછું ખાવું; આખો દિવસ ધ્યાનમાં ઊભા રહેવું; પગે ખૂબ મુસાફરી કરવી; પણ સ્ત્રીઓ તરફ મનોવૃત્તિ ન જવા દેવી. કારણ કે, ભેગમાં પહેલું દંડાવું પડે છે અને પછી દુઃખ ભોગવવા પડે છે; અથવા પહેલાં દુ:ખ ભોગવવાં પડે છે અને પછી દંડાવું પડે છે. એ પ્રમાણે ભોગે માત્ર કલેશ અને મેહના કારણ છે. એ બરાબર સમજીને અને વિચારીને સંયમી પુરુષે ભેગો તરફ ન જવું, એમ હું કહું છું. [૧૫]. ભોગેના ત્યાગી પુરુષે કામથાઓ ન કરવી; સ્ત્રીઓ તરફ ન જેવું; તેઓ સાથે એકાંત ન સેવવું; તેઓ તરફ મમત્વ ન રાખવું; તેમને આકર્ષવા માટે ટાપટીપ ન કરવી; વાણીને સંયમમાં રાખવી; આત્માને અંકુશમાં રાખવું અને હંમેશાં પાપને ત્યાગ કરે. એ જાતના મુનિપણાની ઉપાસના કરવી, એમ હું કહું છું. [૧૫૯]. અસંયમરૂપ બાલિશતામાં આત્માને હરગિજ ન પડવા દે. જગતમાં જ્યાંત્યાં આરામ છે એમ સમજીને, ત્યાંથી ઈતિકને હટાવી, સંયમી પુરુષે જિતેંદ્રિય થઈને વિહરવું. જે પિતાનાં કાર્યો સાધવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004999
Book TitleMahavir swamino Achar Dharm
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy