________________
૧૪૦
મહાવીરસ્વામીના આચારધર્મ
२
આચાર છે એમ માની, વર્ષાૠતુના ત્રીજા માસે, પાંચમા પક્ષે, આસા વદ તેરસે, ૮૨ દિવસ વીત્યા બાદ ૮૩મા દિવસે, ઉત્તરાકાલ્ગુની નક્ષત્રે કુંપુરના દક્ષિણ તરફના બ્રાહ્માવિભાગમાંથી ભગવાન મહાવીરના ગર્ભને ઉપાડી, કુંડપુરના ઉત્તર તરફના ક્ષત્રિયવિભાગમાં, સાતવંશી ક્ષત્રિયામાંના કાશ્યપગેાત્રી સિદ્ધાર્થ ક્ષત્રિયની વસિષ્ઠ ગાત્રવાળી ત્રિશલા ક્ષત્રિયાણીની કૂખમાં, અશુભ પરમાણુએ કાઢી નાખી, તેમની જગાએ શુભ પરમાણુઓ દાખલ કરીને મૂકી દીધા. અને જે ત્રિશલા ક્ષત્રિયાણીને ગર્ભ હતા, તેને દેવાનંદા બ્રાહ્મણીની કૂખમાં મૂકી દીધેા. [૪]
ૐ
નવ માસ ઉપર સાડા સાત દિવસ વીત્યા બાદ, ત્રિશલા ક્ષત્રિયાણીએ ઉનાળાના પહેલા મહિનામાં, બીજા પખવાડિયામાં, ચૈત્ર સુદ તેરસે ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં શ્રમણુ ભગવાન મહાવીરને ક્ષેમકુશળપણેજ
૧. ઝીમેન' ત્તિ છૂટ્ટ, । મહાવીરે પેાતાના આગલા કાઈ જન્મમાં ગાત્રમાં કર્યાં હતા, તેની શિક્ષારૂપે તેમને બ્રાહ્મણીના પેટમાં રહેવું પડ્યું. બાકી, તીર્થંકરો વગેરે, અંત્યકુલેમાં (શૂદ્રાદિકનાં), અધમકુલામાં, તુચ્છકુલામાં, દરિદ્રકુલામાં, કૃપણકુલામાં, શિક્ષકકુલામાં, બ્રાહ્મણકુલામાં' અવતરી શકે જ નહિ. પ્રકરણને અંતે જુએ ટિપ્પણ નં. ૬.
૧. દેવાનંદા માતાની ચૈાનિને માર્ગે બહાર કાઢી ત્રિશલા માતાની ગર્ભશય્યામાં સીધા સ્થાપી દીધા. [ક]
૭. દેવાનંદાને પણ આવા ગર્ભરત્નની હાનિ થઈ, તેના કારણમાં તેનું પૂર્વ જન્મનું કૃત્ય બતાવવામાં આવે છે. દેવાના અને ત્રિશલા બંને પૂર્વ જન્મમાં જેઠાણી દેરાણી હતાં. તે વખતે દેવાનાએ ત્રિશલાના રત્નના કરડિયા ચારી લીધેા હતા; માટે આ જન્મમાં રત્ન તેને ગુમાવવું પડયું. મૂળમાં અહીં એટલું વધારે છે કે, ત્રણ જ્ઞાનવાળા હાવાથી મહાવીર પેાતાનું ગાઁતરમાં સંતરણ થશે, થાય છે, અને થયું – એ ત્રણે કાળ જાણતા હતા. [૫]
૪. મોથાર થમ 1
Jain Education International
For Private & Personal Use Only
--
www.jainelibrary.org