SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫. ભાવનાઓ પમી ભાવનાઃ તે નિર્ચથ સ્ત્રી, માદાપશુ કે નપુંસકથી સેવાયેલ આસન કે શયન ન વાપરે. આટલું કરે, તે તે મહાવત બરાબર આચર્યું કહેવાય. પાંચમું મહાવ્રતઃ હું સર્વ પ્રકારના પરિગ્રહ૧ [આસક્તિ - યાવજજીવન ત્યાગ કરું છું. હું થોડી યા ઘણી, નાની મા મેટી, સચિત્ત કે અચિત્ત એવી કોઈ વસ્તુમાં પરિગ્રહબુદ્ધિ નહીં રાખું. [વગેરે ઉપર મુજબ.] તે મહાવ્રતની આ પ્રમાણે પાંચ ભાવનાઓ છે: ૧લી ભાવના: તે નિથ કાનથી મનહર શબ્દો સાંભળી, તેમાં આસક્તિ, રાગ કે મેહ ન કરે; તેમ જ ન ગમતા શબ્દ સાંભળી કેષ ન કરે. કારણ કે, તેમ કરવાથી ચિત્તની શાંતિને ભેદ થાય. અને કેવળીએ ઉપદેશેલા ધર્મથી ભ્રષ્ટ થવાય. કાનમાં શબ્દ પડતા અટકાવવા શક્ય નથી; પરંતુ, તેમાં જે રાગદ્વેષ, તે ભિક્ષુએ ત્યાગવા. ૨છ ભાવનાઃ તે નિર્ગથ આંખથી મનોહર રૂપ દેખી, તેમાં આસક્તિ વગેરે ન કરે; તેમ જ ન ગમતાં રૂપે દેખી દ્વેષ ન કરે. આંખે રૂપ ચડતાં અટકાવવા શક્ય નથી; પરંતુ તેમાં જે રાગદ્વેષ, તે ભિક્ષએ ત્યાગવા. ૩છ ભાવનાઃ તે નિગ્રંથ નાકથી મનહર ગંધ સુધી, તેમાં આસક્તિ ન કરે; તેમ જ ન ગમતા ગંધ સુંધી ઠેષ ન કરે. નાકે ગંધ આવતે અટકાવે શક્ય નથી; પરંતુ તેમાં જે રાગદ્વેષ, તે ભિક્ષએ ત્યાગવા. કથી ભાવનાઃ તે નિર્ગથ જીભથી મનગમતા સ્વાદ ચાખી, તેમાં આસક્તિ ન કરે; તેમ જ ન ગમતા સ્વાદ ચાખી દોષ ન કરે. ૧. પરિગ્રહ એટલે પળમાં રાગદ્વેષકૃદ્ધિ જુઓ આગળ તે વતની ભાવનાઓમાં શ્લોકની કડી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004999
Book TitleMahavir swamino Achar Dharm
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy