________________
૧૪૨
મહાવીર સ્વામીને આચારધમ તથા એક ખોળામાંથી બીજા ખોળામાં જતા એવા ભગવાન, જેમાં પર્વતની ગુફામાં (પવનથી સુરક્ષિતપણે) ચંપક વૃક્ષ વૃદ્ધિ પામે, તેમ પિતાના રમ્ય મહેલમાં અનુક્રમે મોટા થવા લાગ્યા. [૧૩]
બાલ્યાવસ્થા પૂરી થતાં, સર્વકલાકુશળ એવા મહાવીર ભગવાન, અનુસૂકપણે પાંચ પ્રકારના ઉત્તમ માનુષિક કામગે ભોગવતા વિહરવા લાગ્યા. [૧૪]
ભગવાનનાં આ પ્રમાણે ત્રણ નામ હતાં: માબાપે આપેલું “વર્ધમાન પિતાના વૈરાગ્યાદિ સહજ ગુણેથી મળેલું “શ્રમણ અને મેટા ભયે તથા નગ્નત્વ આદિ મહા દુઃખ સહન કરવાને કારણે દેએ આપેલું “શ્રમણ ભગવાન મહાવીર.”
- ભગવાનના પિતાનાં પણ ત્રણ નામ હતાં. સિદ્ધાર્થ, શ્રેયાંસ, જસંસ (યશસ્વી). ભગવાનની માતાનાં પણ ત્રણ નામ હતાં? ત્રિશલા, વિદેહદિના, પ્રિયકારિણી. ભગવાનના કાકાનું નામ સુપાર્થ હતું; મેટાભાઈનું નામ નંદિવર્ધન હતું; અને મેટાં બહેનનું નામ સુદર્શના હતું. ભગવાનની ભાર્યા યશોદા કૌડિન્ય ગેત્રની હતી. તેનાથી
૧. મffટ્ટમત !
૨. મળમાં “પરિષહ’ શબ્દ છે. સ્વીકારેલા ધર્મમાર્ગમાં ટકી રહેવા, અને કર્મબંધનને ખંખેરી નાખવા માટે, જે જે સ્થિતિ સમભાવપૂર્વક સહન કરવી ઘટે છે, તે પરિષહ કહેવાય છે. સુધા, તૃષ્ણા, શીત, ઉષણ, દેશમશક, નગ્નત્વ, અરતિ, સ્ત્રી, નિંદા, સત્કાર, રંગ, યાચના, અલાભ વગેરે કુલ ૨૨ પરિષહ ગણાય છે. જુઓ ઉત્તરાધ્યયન અધ્ય૦ ૨.
- ૩. ત્રિશલા વૈશાલીના વિદેહવશી રાજા ચેટકનાં બહેન હોવાથી, તેમને વિદેહદિન્ના કહે છે. જુઓ આ માળાનું “મહાવીરકથા” પા. ૭૩.
છે. તેમનું લગ્ન તેમના મામા અને વૈશાલીન પ્રધાન અધિપતિ ચેટકની પુત્રી સાથે થયું હતું.
૫. તેમનું લગ્ન ક્ષત્રિયકુડપુરમાં જ થયું હતું, અને તેમને જમાલિ નામને પુત્ર હતો. તેને મહાવીરની પુત્રી પ્રિયદર્શના વેર પરણાવ્યો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org