SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ મહાવીર સ્વામીને આચારધર્મ પુરૂએ ગૃહસ્થ કે ત્યાગી સર્વને કહે છે. એ સત્ય છે, અને જિનપ્રવચનમાં એ જ રીતે કહેલું છે. [૧૬] પરંતુ જુદા જુદા વાદ પ્રવર્તાવતા કેટલાક શ્રમણે ને બ્રાહ્મણો એમ કહે છે કે, “અમારા જેવા, જાણવા, સાંભળવા અને માનવા મુજબ, તેમ જ ઊંચે, નીચે, બધી દિશાઓને બરાબર તપાસીને અમે કહીએ છીએ કે, સર્વ ભૂતકાણુને હણવામાં કે તેમની પાસે બળાત્કારે કામ લેવા વગેરેમાં કાંઈ દેશ નથી.” પરંતુ આર્યપુરુષે કહે છે કે, તેમનું એ કહેવું અનાર્યવચન છે, અને તે બરાબર નથી. સર્વ પ્રાણીઓને ન હણવાં જોઈએ, ન સંતાપવાં જોઈએ, ન મારવાં જોઈએ, કે તેમને ગુલામ કે નેકર બનાવી તેમના ઉપર બળાત્કારે હુકમ ન ચલાવવો જોઈએ.” એ આર્યવચન છે. પેલું કહેનારા શ્રમણબ્રાહ્મણમાંથી દરેકને બેલાવીને પૂછો કે, “ભાઈ! તમને સુખ એ દુઃખરૂપ છે કે દુઃખ એ દુઃખરૂપ છે? જે તેઓ સાચું કહે તો એમ જ કહે કે, “અમને દુઃખ એ દુઃખરૂપ છે. તો પછી તેમને કહેવું જોઈએ કે, “તમને જેમ દુઃખ એ દુઃખરૂપ છે, તેમ સર્વ ભૂતપ્રાણુને પણ દુઃખ એ મહા ભયરૂપ છે તથા અશાંતિકર છે.” જગતમાં ડાહ્યા પુરુષે તે અધર્મીઓની ઉપેક્ષા કરે છે. ધર્મા અને સરળ પુરુષ શરીરની પરવા કર્યા વિના, વિચારીને, હિંસાના ત્યાગપૂર્વક કર્મોને ત્યાગ કરે છે. દુ:ખમાત્ર આરંભ– સકામ પ્રવૃત્તિ અને તેને કારણે થતી હિસા – થી થાય છે, એમ સમજીને તેઓ તેમ કરે છે. દુઃખનું સ્વરૂપ સમજવામાં કુશળ એવા તે પુરુષે કર્મનું સ્વરૂપ બરાબર સમજીને, લોકેને સાચી સમજ આપી શકે છે. [૧૩૩-૪ ૧. મૂળમાં : “સત્ય માટે ઉદ્યત થયેલાઓને કે નહીં થયેલાઓને, હિંસાના ત્યાગીઓને કે અત્યાગીઓને, ઉપાધિવાળાઓને કે નિરુપાધિકાને, સંયોગમાં રત થયેલાઓને કે નહીં થયેલાઓને-એ સવને” ૨. મૂળ: (ધર્મથી) બાહ્ય” એટલે અધમ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004999
Book TitleMahavir swamino Achar Dharm
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy