________________
મહાવીરસ્વામીને આચારધર્મ
કાઈ ગામમાં પેાતાનાં સગાં રહેતાં હોય; તે તેમને ઘેર ભિક્ષા માગવા જ્તી વખતે ભિક્ષાકાળ પહેલાં ન જવું; કારણ કે, તેને જોઈ, પેલાં તેને માટે ખાસ આહાર રાંધવા માંડશે. કદાચ ભિક્ષાકાળ અગાઉ ત્યાં જઈ ચડાય, તેા તેણે કાઈ દેખે નહીં તેને સ્થાને ઊભા રહેવું; અને પછી ભિક્ષાકાળ થતાં જુદે જુદે ઘેરથી નિર્દોષ આહાર માગીને ખાવા.
૪
મુનિ ભિક્ષા માટે જતાં કાઈ ગૃહસ્થ તેમને સારું ઉપકરણ કે આહાર તૈયાર કરવા માંડે, તે તેને તરત જ રાકવા; એમ ન વિચારવું કે હમણાં ભલે તૈયાર કરે, પણ લેતી વખતે ના પાડીશું. અને મનાઈ કર્યાં છતાં ગૃહસ્થ તેવું ખાનપાન તૈયાર કરીને આપવા માંડે, તે તેને હરગિજ ન લેવું. [૯/૨]
ગૃહસ્થને ધેર માંસ અે મત્સ્ય તળાતાં જોઈ, કે પાણા માટે તળાતી જોઈ, જલદી જલદી દોડી તે ચીજો માગવી નહીં; કાઈ ખીમાર મુનિ માટે લાવવાની હોય તે જુદી વાત છે. [૯/૩]
પૂરી
જે આહાર બીજાને આપવા માટે બહાર કાઢયો હાય, તે તેની રજા વિના ગ્રહણુ ન કરવા; પરંતુ તેણે રજા આપી હોય કે જાતે આપ્યા હાય તો લેવા. [૯/૭
કેટલાંક માયાસ્થાનો
ભિક્ષુ, કાઈ ઠેકાણે લગ્નમરણને કારણે જમણુવાર છે, એમ જાણી, તથા ત્યાં ચાક્કસ જમણુવાર છે' એમ નક્કી કરી, ભિક્ષા માટે ઉત્સુકતાપૂર્વક દોડી જાય; તો તે દોષને પાત્ર થાય. માટે તેમ ન કરવું, પરંતુ યાગ્ય કાળે ભિક્ષા માટે જુદાં જુદાં ધરામાં જઈ નિર્દેશ આહાર તેણે માગી લાવવા. [૩/૩]
માર્કેટ્ઠાન-માતૃસ્યાત્તમ્--- છળકપટ. અનુવાદમાં બધે માત્ર
૧. મૂળ દોષ' એટલું જ રાખ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org