________________
મહાવીરસ્વામીને આચારધર્મ આ આહાર મેં અહીં ઊભેલા તમે સર્વને આપે છે. તે તમે બધા ભેગા મળી ખાઈ લે કે વહેંચી લે.” હવે તે મુનિ મનમાં એમ વિચારે કે, “આટલો આહાર તે મારે એકલાને જ પૂરતું છે, તે તેને દોષ લાગે. માટે તેમ ન કરતાં, તે આહાર લઈ બીજા શ્રમણબ્રાહ્મણે પાસે જવું અને કહેવું કે, “આ આહાર બધાને માટે આપેલ છે. માટે તે ભેગા મળી ખાઈ લે કે વહેંચી લે.” હવે પેલામાંથી કઈ એમ કહે કે, હે આયુષ્યમ! તું જ બધાને વહેંચી આપ;” તે તેણે તે આહાર વહેંચતી વખતે પિતા તરફ ઝા કે સારો સારો આહાર ન નાખ; પણ લેલુપતા ત્યાગી, શાંતપણે બધાને સરખી રીતે જ વહેંચે. પરંતુ વહેંચતી વખતે કોઈ એમ કહે કે, “હે આયુષ્યમન તું વહેંચીશ મા; આપણે બધા એકઠા મળી ખાઈશું' તે તેમની સાથે તે આહાર ખાતી વખતે પણ કશું વધારે વધારે કે સારું સારું પોતે નહીં ખાતાં, સરખી રીતે શાંતપણે ખાવું. [૫૫] | મુનિ ભોજન માગી લાવ્યા બાદ, તેમાંનું સારું સારું ખાઈ બાકીનું નાખી દે, તો તેને દોષ લાગે. માટે તેમ ન કરતાં સારુંનરસું બધું ખાઈ જવું; નરસું નરસું છાંડવું નહીં. તેવું જ પાણીની બાબતમાં પણ સમજવું. મુનિ ખપ કરતાં વધુ ભેજન લઈ આવ્યા હેય અને નજીકમાં બીજા સમાનધર્મી મુનિઓ રહેતા હોય, તે તેમને તે વધારાને આહાર બતાવ્યા વિના કે તેમને જરૂર હોય તે લેવાનું કહ્યા વિના તેને નાખી દે, તે તેને દેષ લાગે. પેલાઓએ પણ તેમ પૂછવા આવનારને કહેવું કે, હે આયુષ્યમાન ! આમાંથી કેટલે અમારે જોઈતો હશે તેટલે વાપરીશું; અથવા બધો જોઈતો હશે તે બધે વાપરીશું.” [૬]
૧. મૂળમાં - ૩યં (શાકભાજી), સઢ (સારું સારુ), સિવું, મનુ ગિઢ સુd એટલાં ગણાવ્યાં છે.
૨. મૂળમાં:- અમુfજી, અનિદે, મrfએ માકણોવવાને વદુરના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org