SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ પરક્રિયા ભિએ પોતાને લગતી, ગૃહસ્થોએ કરેલી, નીચેની કર્મબંધજનક ક્રિયાઓ ઈચછવી નહીં, તેમ અટકાવવી પણ નહીં. ૧] જેમ કે, કોઈ ગૃહસ્થ મુનિના પગ લૂછે, ચપે કે દાબે; તેમના ઉપર હાથ ફેરવે; તેમને રગે; તેમને તેલ, ઘી કે ચરબી મસળે; યા તે બધું પગ ઉપર પડે; યા પગને લેધ, કચ્છ, ચૂર્ણ કે વર્ણ વડે ખરડે, યા તેમને ગરમ કે ઠંડા પાણીથી પખાળે કે ધુએ; તેમને કશાને લેપ કરે કે ધૂપ કરે; પગમાંથી ખીલી કે કાંટો કાઢી નાખે, કે તેમાંથી પર, લેહી વગેરે કાઢી તેને ચેઓ કરે;– તો તેણે તે ઇચ્છવું પણ નહીં, તેમ અટકાવવું પણ નહીં. [૨-૧૦]. એ જ પ્રમાણે શરીરની બાબતમાં, તેમ જ તેમાં રહેલાં ત્રણ, ગડગૂમડ, ચાંદી, ભગંદર વગેરેની બાબતમાં પણ સમજવું. [૧૧-૪] કોઈ ગૃહસ્થ મુનિના શરીરને પરસેવે, મેલ, કે આંખ કાન અને નખનો કચરો સાફ કરે; કે કોઈ તેના વાળ, રામ, ભવાં, બગલ કે ગુહ્યપ્રદેશના વાળ લાંબા દેખી કાપી નાખે, કે નાના કરે; તે તે તેણે ઈચ્છવું પણ નહીં, તેમ અટકાવવું પણ નહીં. [૧૫-૭] કોઈ ગૃહસ્થ મુનિના માથામાંથી લીખ કે જ વી કાઢે, કે તેને ખેળામાં કે પલંગમાં સુવાડી, તેના પગ વગેરે દાબી – મસળે; ૧. મૂળમાં “ર નિયતિ' છે. ટીકાકાર એને અથ, શરીર અને વાણુ વડે બીજા પાસે કરાવવી પણ નહિ એ લે છે. પરંતુ તે ઠીક નથી લાગતા. કારણ કે, ગૃહસ્થ પિોતે અમુક વસ્તુ કરતા આવે, તે તે બાબતમાં કેમ વર્તવું, તેને અહીં આદેશ છે. “સાધુએ પોતે તેમને ઇવી નહિ ( માસ્વયે); પછી બીજ સેવા કરે કે ખાસડાં મારે, તેનું ફળ તે ભગવશે. (સૂત્ર ૨૩). પ્રો. એકાબી અને છે. રવજીભાઈ પણ ટીકાકારને અર્થ કણ નથી રાખતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004999
Book TitleMahavir swamino Achar Dharm
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy