________________
મહાવીરસ્વામીને આચારધમ કેટલાક શ્રદ્ધાળુ ગૃહસ્થાએ એવું સાંભળ્યું હોય છે કે, શ્રમણ ભગવાને પિતાને ઉદ્દેશીને બંધાવેલાં મકાનોમાં નથી રહેતા; તેથી તેઓ એવો વિચાર કરે છે કે, “આપણે પિતાને માટે મકાન વગેરે બંધાવીશું; અને પછી તે શ્રમણોને આપી દઈ આપણે માટે બીજો બનાવીશું.” આવું જાણ્યા બાદ જે કઈ સાધુ તેવાં મકાનમાં ઊતરે, તે તે વર્ષાકિયા દોષ કહેવાય. ૨/૧૦
તે જ પ્રમાણે કેટલાક શ્રદ્ધાળુ ગૃહસ્થોએ અમુક ગણતરીબંધ શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, કૃપણ વગેરે માટે મકાને તૈયાર કરાવ્યાં હોય છે. તેવાં મકાનમાં રહેવા જવું તે મહાવર્ધકિયા દેષ કહેવાય. [૨/૧૧]
તે જ પ્રમાણે અનેક શ્રમણ વર્ગોને માટે તૈયાર કરાવેલાં મકાનમાં ઊતરવું તે સાવઘક્રિયા દેવ કહેવાય. [૨/૧૨]
કેાઈ ગૃહસ્થ સમાનધર્મી અમુક એક શ્રમણને ઉદ્દેશીને, યે પ્રકારના જીવોની મેટી હિંસા કરીને, છાદન, લીંપણ, વગેરેથી મકાન તૈયાર કર્યું હોય, તેમાં ઠંડું પાણું ભરી રાખ્યું હોય, અને અગ્નિ સળગાવી રાખ્યું હોય, તેવા પિતાને માટે તૈયાર કરેલા મકાનમાં ઊતરવું એ મહાસાવઘક્રિયા દોષ કહેવાય. અને તેમ કરનાર નથી ગૃહસ્થ કે નથી સાધુ. [૨/૧૭
પરંતુ, જે મકાન ગૃહસ્થ પિતાને ઉદ્દેશીને લીંપણનૂપણ વગેરેથી તૈયાર કર્યું હોય, તેમાં જઈને રહેવું એ અપસાવઘક્રિયા દેવ કહેવાય. [૨/૧૪
કેટલાક સરળ, એક્ષપરાયણ તથા નિષ્કપટ ભિક્ષુઓ કહે છે કે, ભિક્ષુને નિર્દોષ અને જોઈતું રહેઠાણ મળવું સુલભ નથી. કારણ કે,
૧. “હવે તમનના ’ ટીકાકાર શ્રમણાના પાંચ વર્ગો જણાવે છે: નિગ્રંથ (જૈન), શાચ (બૌદ્ધ), તાપસ, ઐરિક અને આજીવિક.
૨. મકાનના બારીબારણાની ઉઘાડવાસ કરીને (હંયાજદુવાવિળો).
૩. ટીકાકાર જણાવે છે કે, અહીં સુધી વર્ણવેલાં નવ પ્રકારનાં રહેઠાણમાંથી અભિક્રાંતક્રિયા અને અલ્પસાવચક્રિયા એ બે દોષવાળું રહેઠાણ સ્વીકારવા યોગ્ય છે, અને બાકીનાં ત્યાગવા યોગ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org