________________
મહાવીરસ્વાસીના આચારધર્સ
કરવી, ત બીજા પાસે કરાવવી, કુ કાઈ કરતા હોય તેને અનુમતિ ન આપવી. જે મુનિ વિવિધ પ્રવૃત્તિઓથી થતી પૃથ્વીની હિંસા બરાબર જાણે છે, તે જ સાચા કર્મજ્ઞ છે. [૧૬-૭
તે જ પ્રમાણે, પાણીમાં પણ અનેક પ્રાણા રહેલા છે. અહીં (જિનપ્રવચનમાં તે) સાધુઓને કહેલું છે કે, પાણી એ જ જીવ છે. તેથી તેના ઉપયેાગમાત્ર હિંસા જ છે. વળી, પાણી વાપરવા જતાં બીજા પણુ (પૃથ્વી, અગ્નિ, વાયુ કે ત્રસ એવા) અનેક જીવાતા નાશ થાય છે. ઉપરાંત, બીજાના શરીરના તેની મરજી વિરુદ્ધ ઉપયાગ કરવે એ ચારી પણ છે. કેટલાય લાÈા, પાણી અમારે પીવા માટે કે સ્નાન વગેરે માટે છે', એમ સમજી તેના ઉપયાગ કરે છે અને પાણીવાની હિંસા કરે છે. એ તેમને ઉચિત નથી. પાણીના ઉપયોગમાં રહેલી પાણીની હિંસાને જે બરાબર જાણે છે, તે જ મુનિ છે, તથા સાચા કર્મજ્ઞ છે માટે બુદ્ધિમાન પુરુષે ત્રણમાંથી એકે પ્રકારે પાણીની હિંસા ન કરવી. [૨૩-૩૦]
તે જ પ્રમાણે અગ્નિનું પણ સમજવું. જેએ અગ્નિઝવેનું સ્વરૂપ જાણુવામાં કુશળ છે, તે જ અહિંસાનું સ્વરૂપ જાણવામાં કુશળ છે, લેાકા વિષયભાગની આસક્તિને કારણે અગ્નિની અને સાથે બીજા પણ અનેક પ્રાણેાની હિંસા કર્યાં કરે છે. કારણ કે અગ્નિ સળગાવતાં, પૃથ્વી, તૃણ, પાંદડાં, લાકડાં, છાણાં, કચરા એ બધાને આશરે રહેતા, તથા બીજા આજુબાજુ ઊડનારા કે રનારા એમ અનેકવિધ પ્રાણા અગ્નિમાં પડે છે અને અગ્નિથી
૧. જાતે કરવું, ખીજા પાસે કરાવવું, કે કાઈ કરનારને અનુમતિ આપવી, ~એ ત્રણ પ્રકાશ છે.
૨. મૂળમાં અગ્નિ માટે ‘દીલેાગસન્થ' શબ્દ છે. ટીકાકાર તેને અર્થ એ પ્રમાણે કાઢે છે કે, દીર્ઘ શરીરવાળી વનસ્પતિ —— તેનું નાશક શસ્ત્ર — તે, અગ્નિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org