________________
૮. વિમેહ
પપ તે પ્રમાણેની પ્રતિજ્ઞાને વળગી રહેવું શક્ય ન રહે, ત્યારે પ્રતિજ્ઞાનો ભંગ કરવાને બદલે ખાવાનું છોડી દઈ મરણ સ્વીકારવું, પરંતુ પ્રતિજ્ઞાને ન છોડવી. શાંત, ત્યાગી તથા મન અને ઈદ્રિને વશમાં રાખનાર ભિક્ષને માટે તે સંજોગોમાં એ જ શ્રેય છે; એ જ તેને મરણને અવસર છે. (વગેરે સૂત્ર ૨૧૫ મુજબ) [૧૭]
બુદ્ધિમાન ભિક્ષુ જેમ જીવિતની કામના ન કરે, તેમ મરણની પણ કામના ન કરે; મેક્ષના વાંછુ કે તટસ્થતાપૂર્વક પિતાની પ્રતિજ્ઞારૂપ સમાધિ સાચવવી, અને આંતર તથા બાહ્ય પદાર્થોની મમતા તેજી, આત્માને (પ્રતિજ્ઞાભંગથી) કલુષિત ન થવા દેવાની ઈચ્છા રાખવી. પિતાની પ્રતિજ્ઞારૂપ સમાધિના લેમન જે કાંઈ ઉપાય ધ્યાનમાં આવે, તે તેણે તરત જ અજમાવ. છેવટે અશક્ય થઈ જાય, ત્યારે તેણે ગામમાં અથવા જંગલમાં શુદ્ધ અને જંતુ વિનાની જગા જોઈને ત્યાં ઘાસની પથારી કરવી. પછી તે પથારી ઉપર આહારનો ત્યાગ કરીને તે ભિક્ષએ શરીરને રાખવું, અને મનુષ્ય વગેરે તરફથી જે કાંઈ સંકટ આવે તે સહન કરવાં, પણ મર્યાદાને ઉલ્લંઘવી નહીં. [૪-૮]
ઊંચનીચે ચાલનારાં તથા ત્યાં ફરતાં પ્રાણીઓ કે જંતુઓ તે ભિક્ષુનું માંસ અને લેહી ખાય, તો તે પ્રાણુઓને કે સ્તુઓને તેણે મારવાં પણ નહીં કે ઉરાડવાં પણ નહીં. તે બધાં દેહને પીડા આપે છે એમ સમજી, મુનિએ એક સ્થાનેથી બીજે સ્થાને પણ ન
૧. ટીકાકાર તેને એ અર્થ લે છે કે, પુત્ર, સ્ત્રી વગેરેના સંબંધથી તેમનું ચિંતન ન કરવું કે પ્રતિકૂલ સંકટને કારણે ગુસ્સે ન કરવો. બાકી, આ મરણવિધિમાં સ્થલની હેરફેર જાતિ કે બીજાની મદદથી કરી શકાય છે. જુઓ પાન ૫૬ નોંધ ૧.
૨. અહીંથી આગળ ૧થી ૨૫ સુધીના જે આંક છે, તે આઠમા શકના ઑકોના આંક સમજવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org