SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીરસ્વામીને આચારધમ જોઈએ કે, “હે આયુષ્યન્ ! તમે આણેલું આ ખાનપાન મને ખપે તેમ નથી.” ર૧૬ ! કોઈ ભિક્ષુનો એવો નિયમ હોય કે, “હું બીમાર પડું તોપણ બીજોને મારી સેવા કરવાનું કહું નહીં, પણ એ સ્થિતિમાં સમાન ધર્મવાળા જે આપમેળે મારી સેવા કરવાનું કહે તો તે સ્વીકારું; અને તે જ પ્રમાણે હું સારો હોઉં ત્યારે બીજો કોઈ સમાનધમી બીમાર હોય તે તે ન કહે છતાં મારે તેની સેવા કરવી,” – તે તે ભિક્ષુ તે પ્રકારે સ્વીકારેલા નિયમને બરાબર સમજીને વળગી રહે. [૧૧૭] - તે પ્રમાણે કઈ ભિક્ષુન એવો નિયમ હોય કે, બીજાની સેવા હું કરીશ, પણ મારી બીજા પાસે નહીં કરાવું; કે બીજાની સેવા હું નહીં કરું. પણ બીજા મારી કરશે તે ના નહીં પાડું; કે બીજાની સેવા હું નહીં કરું, તેમ જ બીજા પાસે મારી કરાવીશ પણ નહીં – તે તે દરેક નિયમને બરાબર સમજીને વળગી રહેવું. [૨૧] વળી કેઈ ભિક્ષુના મનમાં એમ હોય કે હું બીજા ભિક્ષુઓને ખાનપાન વગેરે લાવી આપીશ, અને તેમનું લાવેલું લઈશ પણ ખરે; અથવા બીજા ભિક્ષુને હું લાવી આપીશ પણ તેમનું લાવેલું લઈશ નહીં; અથવા હું બીજાને લાવી નહીં આપું, પણ તેમનું લાવેલું લઈશ ખરે; અથવા હું તેમને લાવી આપીશ પણ નહીં, તેમ જ તેમનું લાવેલું લઈશ પણ નહીં; અથવા મેં ગ્ય રીતે મેળવેલાં અને મારા ખપ કરતાં વધારાનાં ખાનપાન વગેરે દ્વારા જ સમાનધર્મીની સેવા કરીશ, અને બીજે પણ મારી તે રીતે સેવા કરશે તે જ સ્વીકારીશ, – તે તે ભિક્ષુએ તે પ્રકારે સ્વીકારેલા નિયમને બરાબર વળગી રહેવું. [૨૨૫. ૧. મૂળમાં : ધર્મને'. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004999
Book TitleMahavir swamino Achar Dharm
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy