________________
મહાવીર સ્વામીને આચારધમ
તથા પવનમાં ઊપડ્યાં હોય, ઊપણતો હોય કે ઊપયુવાને હેય; તે તે પૌંવા વગેરે ભિક્ષુએ સજીવ અને સદેષ જાણી ન લેવા. તે જ પ્રમાણે તેવી શિલા ઉપર પીસેલાં બીડ, લૂણુ અથવા દરિયાઈ લૂણુનું પણ સમજવું. [૬/૮-૯]
ગૃહસ્થને ઘેર હજુ અગ્નિ ઉપર જ ચડેલે પડ્યો હોય તે આહાર ભિક્ષુએ સદેવ જાણી, આપવા છતાં ન લે. કારણ કે, ભિક્ષ માટે તેમાંથી આહાર કાઢતાં કે પાછો નાખવા જતાં, તેને હલાવતાં, કે તે વાસણને ઉતારતાં કે આવું પાછું કરતાં ગૃહસ્થ અગ્નિ-જીવોની હિંસા કરશે. [૬/૧૦] ' ગૃહસ્થ ભીંત ઉપર, થાંભલા ઉપર, માયા ઉપર, માળ ઉપર, અગાશી ઉપર કે એ બીજે ઊંચે સ્થળે રાખેલે આહાર લાવીને ભિક્ષને આપવા માંડે, તે તે સદેવ જાણીને ન લે. કારણ કે તે સ્થળેથી આહાર લાવી આપવા બાજઠ, પાટિયાં, નિસરણી કે ખાંડણિયે માંડી ચડવા જતાં ગૃહસ્થ પડી જાય, તો તેના હાથપગ વગેરે અવયવો ભાંગી જાય તેમ જ બીજા જીવજંતુ પણ હણાય. તે જ પ્રમાણે કેઠી, કે ભેયમાં બેઠેલા કેટલામાં મળે આહાર કે જેને લાવવા માટે ગૃહસ્થને ઊંચાનીચા કે આડા થવું પડે, તે પણ ન લે. [૭/૧૨]
માટીથી લીંપીને બંધ કરેલ આહાર પણ ન લે. કારણ છે. તેને કાઢવા જતાં અને ફરી પાછો તેને લીપી બંધ કરવા જતાં અનેક પૃથ્વી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસ જીવની હિંસા
૧. પાણી ૩ એટલું મૂળમાં વધારે છે.
૨. મૂળ: હાથ, પગ, બાહુ, ઊરુ, ઉદર, શીષ કે બીજા અવયવ. (વિકાસ). ૨ ૩. પ્રાણ, ભૂલ, જવ, સત્ત. તેમને ઈજા પહોંચવાનાં ક્રિયાપદે મળમાં આધ્યાં છે: અમિળે છે, વજન, એલેન, , સંઘm, ઘનિ , किलामेज्ज वा ठाणामओ ठाण संकामेज्ज वा।
૪. જેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org