________________
૧, શિક્ષા ઊલટાવીને જાતે લેવાનું કહે તે જાતે લેવું, અથવા પોતે આપે તે તે રીતે લેવું. નિર્જીવ છતાં જે પાણી જીવજંતુવાળી જમીન ઉપર કે જીવજંતુ ઉપર મૂકેલું હોય, અથવા જે પાણી ગૃહસ્થ ભીના, હવાયેલા કે ખરડાયેલા અને તેથી નિર્જીવ નહીં એવા) વાસણ વડે આપવા માંડે, કે ભિક્ષને ઉદ્દેશી તેમાં થોડું બીજું ઠંડું પાણી ઉમેરીને આપવા માંડે, તો તેને સદેવ જાણી ન લેવું. [૮-૯
આંબાનું, અંબાડાનું, કોઠનું, બિજેરાનું, દ્રાક્ષનું, દાડમનું, ખજૂરનું, નાળિયેરનું, કેરાંનું, બેરનું, આમળાંનું, આંબલીનું, તથા એવી જાતનું પીણું, ઠળિયા, છાલ કે બીજવાળું હેઈ, ગૃહસ્થ સાધુને માટે છાબ, કપડું કે વાળાની ચાળણમાં નિચોવી કે ગાળીને આપે, તે મુનિએ તે પીણું સદેષ જાણી ન લેવું. [૮/૧]
સાત પિંડેપણુઓ૪ અને પાનૈષણાએ ૧. વણખરડયા હાથે તથા પાત્રે આપેલું જ નિજીવ ભજન જાતે માગવું કે બીજે આપે તે ગ્રહણ કરવું, એ પ્રથમ પિડેષણ. [૧૧/૩]
૨. ખરડેલા હાથે અને પાત્રે આપેલું નિજીવ ભજન જ ગ્રહણ કરવું, એ બીજી પિંડેષણ. [૧૧/૪]
૩. ચોખ્ખા હાથે અને ખરડેલા પાત્રે, કે ખરડેલા હાથે અને ચેખા પાત્ર, હાથમાં કે પાત્રમાં આપેલું નિર્જીવ ભોજન જ, જાતે ભાગવું કે બીજો આપે તે ગ્રહણ કરવું, એ ત્રીજી પિંડેષણ. [૧૧/૫
૧. મુદિયા ! ૨. વર 13. /
૪. ભિક્ષાની વસ્તુઓમાં અને ક્ષેત્રમાં મર્યાદા બંધાય એ અર્થે ભિક્ષાદિના કેટલાક નિચમે શિષ્ટસંમત થયેલા છે. તે આ વિભાગમાં વર્ણવ્યા છે. એષણા એટલે માગવું તે – માગવાને વિધિ.
૫. મૂળમાં આટલું વધારે છે: થાળ, હાલ્લાં, સૂપડાં, છાબ કે બહુમૂલાં વાસણમાં શ્રદ્ધાળુ ગૃહસ્થને ઘેર અન્ન મૂકી રાખેલું હોય, તેમાંથી... .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org