SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ હક મહાવીરસ્વામીને આચારધમ જે મકાન ઘાસ કે પરાળના ઢગલાવાળું હોય અને તેથી ઘણું જીવજંતુવાળું હોય, તેમાં ભિક્ષએ ન રહેવું; પણ જે તે જીવજંતુ વિનાનું હોય, તે તેમાં રહેવું. [૨/૫ મુનિએ મુસાફરખાનાં, બગીચાઓમાં બાંધેલાં આરામગૃહો, તથા મઠ વગેરે, કે જ્યાં વારંવાર અનેક સાધુઓ આવતા-જતા હોય, ત્યાં ન રહેવું. [૨/૬] જે મકાનમાં જવા-આવવાની કે ભણવા-ગણવાની મુશ્કેલી હેય, તથા જ્યાં ચિત્તની સ્વસ્થતા રહી ન શકે તેવી હોય, તેવાં રહેઠાણમાં ભિક્ષુએ ન રહેવું. જેમ કે : જે મકાન ગૃહસ્થ, અગ્નિ અને પાણીવાળું હોય; જ્યાં જવાનો રસ્તે ગૃહસ્થના ઘરની વચ્ચે થઈને હોય; જ્યાં ગૃહસ્થના ઘરના માણસે અરસપરસ ઝઘડાબખેડા કરતા હોય કે અરસપરસ શરીરને તેલ વગેરેથી* ચૂળતા હોય, કે અરસપરસ સુગંધી દ્રવ્ય વગેરેનું વિલેપન કરતા હોય, કે, અરસપરસ સ્નાન કરતા-કરાવતા હોય, કે, નગ્ન થઈને ઉઘાડી રીતે કે ગુપ્ત રીતે સંભોગ સંબંધી વાતચીત કરતા હોય, કે બીજી ગુપ્ત વાતો કરતા હોય; અથવા જે ઘરમાં કામોદ્દીપક ચિત્ર હોય – એવાં મકાનોમાં મુનિએ ન રહેવું. [૩/૫-૧૨] રહેઠાણ કેવી રીતે માગવું? મુનિએ મુસાફરખાનાં વગેરેમાં જઈને પૂરતી તપાસ કર્યા બાદ રહેઠાણ માગવું. તેને જે ગૃહસ્વામી કે અધિષ્ઠાતા હેય તેની આ પ્રમાણે રજા લેવી: “હે આયુષ્મન ! તારી મરજી હોય તે આ મકાનના તું કહે તેટલા ભાગમાં તથા તું કહે તેટલા સમય સુધી અમે અહીં રહીશું; અથવા (વધુ વખત રહેવાનું હશે તોપણ). જ્યાં સુધી તે અહીં રહેવાનો હઈશ કે આ મકાન તારે કબજે હશે ૧. મૂળઃ ઓછાં છવજંતુવાળું હાય. ૨. મૂળઃ તેલ, ઘી, માખણ, ચરબી. ૩. જુઓ પા. ૯૪, [૧૮]. ૪. મા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004999
Book TitleMahavir swamino Achar Dharm
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy