SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ઊભા રહેવાનું સ્થાન ભિક્ષુ અથવા શિક્ષણને ઊભા રહેવા માટે સ્થાનની જરૂર પડે ત્યારે તેણે ગામ, નગર કે રાજધાનીમાં જવું. ત્યાં જે સ્થાન ઈડ કે જીવજંતુ વગેરેવાળું જણાય, તે સદેષ જાણુ, મળ્યા છતાં ન લેવું. (વગેરે બધું આગળ પા. ૯૨-૩ મુજબ, સમજવું.) [૧] ભિક્ષુએ એ બધા દોષ ત્યાગી, નીચે ચાર પ્રતિજ્ઞાઓમાંથી કોઈ એક મુજબ, ઊંભા રહેવાનું નક્કી કરવું? ૧. અચિત્ત સ્થળમાં ઊભા રહેવું, અચિત્ત વસ્તુનું અવલંબન લેવું, હાથ પગ લાંબા-ટૂંકા કરવા. તથા થોડું ફરવાનું રાખવું, એ પહેલી પ્રતિજ્ઞા. [૨] - ૨. બીજું બધું ઉપર પ્રમાણે, પણ કરવાનું ન રાખવું, એ બીજી પ્રતિજ્ઞા. [ ૩. બીજું બધું બીજ પ્રતિજ્ઞા પ્રમાણે, પણ અવલંબન કક્ષાનું ન કરવું, એ ત્રીજી પ્રતિજ્ઞા. [૪ ૪. અચિત્ત સ્થળ ઉપર ઊભા રહેવું, અવલંબન કશાનું ન કરવું, હાથપગ પણ લાંબા-ટૂંકા ન કરવા, હરવું-ફરવું પણ નહીં; તથા શરીર, કેશ, દાદી, રૂંવાડાં અને નખની દરકાર તજીને, (પરિમિત કાળ સુધી) હાલ્યાચાલ્યા વિના ઊભા રહેવું, એ ચોથી પ્રતિજ્ઞા. [૫] [આ ચારમાંથી કોઈ એક નિયમ લેનારે બીજાની અવગણના ન કરવી વગેરે બધું, આગળ પા. ૯૧ મુજબ) ૧. અહીંથી માંડીને ચૌદમા અધ્યયન સુધીનાં સાત અધ્યયને એ બીજી ચુડા છે. ૨. સૂત્ર ૬/૩ તથા તે પછીને કંદમૂળ સુધીને ભાગ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004999
Book TitleMahavir swamino Achar Dharm
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy