Book Title: Jain Tattva Prakasha 3rd Edition
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
Catalog link: https://jainqq.org/explore/001094/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ♦ [ C[ S[/ દેવસી - રાઇઅ પ્રતિક્રમણનાં સૂત્રો અર્થ - વિવેચન સાથે વિવેચક ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ જૈન તત્ત્વ પ્રકાશ દેવસી-રાઇઅ પ્રતિક્રમણનાં સૂત્રો અર્થ-વિવેચન સાથે : વિવેચનકાર : ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા-સુરત. 步 : પ્રકાશક : જૈન ધર્મ પ્રસારણ ટ્રસ્ટ-સુરત. Page #3 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ પ્રસારણ ટ્રસ્ટ. ૭૦૨, રામશા ટાવર્સ ગંગા-જમના એપાર્ટમેન્ટ પાસે, અડાજણ પાટીયા, સુરત-૩૯૫૦૦૯. (INDIA) ફોન : ૨૬૮૮૯૪૩ ૨૯૨૨ શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા સ્ટેશનરોડ. રંગમહોલના નાકે, મહેસાણા.(ઉત્તર ગુજરાત) સરસ્વતી પુસ્તક ભંડાર હાથીખાના, રતનપોળ, અમદાવાદ. ફોન : ૧૩૫૬૬૯૨ ૨૯૨૨ ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા ૭૦૨, રામશા ટાવર્સ ગંગા-જમના એપાર્ટમેન્ટ પાસે, અડાજણ પાટીયા, સુરત-૩૯૫૦૦૯. (INDIA) ટે. નં. ૨૬૮૮૯૪૩ કમ્પોઝપ્રિન્ટીંગબાઇન્ડીંગ વિક્રમ સંવત્-૨૦૫૯ સેવંતીલાલ વી. જૈન ૨૦, મહાજનગલી. ઝવેરીબજાર, મુંબઇ. ફોન ઃ ૨૪૧૨૪૪૫ સુઘોષા કાર્યાલય ઃ શેખનો પાડો, ઝવેરીવાડ બસ સ્ટોપ સામે, રિલીફ રોડ, અમદાવાદ-૧. ફોન : ૨૧૩૧૪૧૮ વીર સં. ૨૫૨૯ તૃતીય આવૃત્તિ ત્રીજ ઇસ્વી. સન્. ૨૦૦૨ કિંમત- રૂા. ૪૦-૦૦ ૨૯ ૨૬ પ્ર કા ૪ શ વર્ષ ભરત ગ્રાફિક્સ ન્યુ માર્કેટ, પાંજરાપોળ, રિલીફ રોડ, અમદાવાદ-૧. ફોન : (૦.) ૨૧૩૪૧૭૬, (R.) ૨૧૨૪૭૨૩ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના પરમાત્માના શાસનમાં જ્ઞાન અને ક્રિયા આ બન્નેનો પરસ્પર સહયોગ એજ મુક્તિનો ઉપાય છે. જ્ઞાન એ ક્રિયા વડે જ શોભા પામે છે અને ક્રિયા એ જ્ઞાનપૂર્વકની હોય તો જ કલ્યાણનો હેતુ બને છે. છ આવશ્યક ક્રિયામાં પ્રતિક્રમણ” એ ચતુર્વિધ સંઘનું પરમ આવશ્યક કર્તવ્ય છે. અવશ્ય કરવા યોગ્ય જે હોય તે આવશ્યક કહેવાય છે. પ્રતિક્રમણ કુલ પાંચ છે. રાત્રિના પાપોની આલોચના રૂપે પ્રાતઃકાલે કરાતું પ્રતિક્રમણ એ રાઇઅ પ્રતિક્રમણ કહેવાય છે. દિવસના પાપોની આલોચના રૂપે સાયંકાલે કરાતું પ્રતિક્રમણ તે દેવસી પ્રતિક્રમણ કહેવાય છે. આ પ્રતિદિનના પ્રતિક્રમણ હોવાથી તેમાં આવતાં સૂત્રોનું અધ્યયન અત્યંત ઉપયોગી છે. પંદર દિવસે પ્રત્યેક ચૌદસે કરાતું પ્રતિક્રમણ તે પદ્ધિપ્રતિક્રમણ, કારતક, ફાગણ અને અષાઢ માસની શુક્લપક્ષની ચૌદસે કરાતું પ્રતિક્રમણ તે ચોમાસી પ્રતિક્રમણ અને પજુસણના અંતિમ દિવસે ભાદરવા સુદ ૪નું કરાતું પ્રતિક્રમણ તે સંવર્ચ્યુરી પ્રતિક્રમણ કહેવાય છે. દેવસી-રાઇઅ પ્રતિક્રમણનાં નવકારમંત્રથી સકલ તીર્થ સુધીનાં સૂત્રો શુદ્ધ રીતે કંઠસ્થ કરાવ્યાં હોય અને તેના અર્થો તથા મર્મો જાણેલા હોય તો પ્રતિક્રમણની ક્રિયા કરવાના કાલે ભાવનાની વૃદ્ધિનો પરમ હેતુ બને છે. તેવા આશયથી અમે બે પ્રતિક્રમણની ક્રિયાનાં સૂત્રો તથા તેના ઉપર કંઇક વિવેચન આ પુસ્તકમાં લખેલ છે જેની પ્રથમ આવૃત્તિ સં. ૨૦૫૦ માં છાપેલી પરંતુ થોડા જ સમયમાં નકલો ખલાસ થવાથી બીજી આવૃત્તિ પ્રકાશિત કરેલ અને આજે ફરી આ ત્રીજી આવૃત્તિનું પ્રકાશન કરીએ છીએ. સૂત્રોનો તથા અર્થોનો સારો અભ્યાસ કરીને દરેક જીવો પોતાના આત્માનું કલ્યાણ કરનારા થાઓ એ જ. ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા ૭૦૨, રામસા ટાવર્સ, ગંગા-જમના એપાર્ટમેન્ટ પાસે, રાંદેર રોડ, અડાજણ પાટીયા, સુરત-૩૯૫ ૦૦૯. ફોન : ૨૬૮૮૯૪૩ Page #5 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર મહામંત્ર ધર્મની ગહનતાને શબ્દોના માપદંડથી માપવી શકય નથી. ધર્મનાં સૂત્રોને અનુભવની એરણે ઓળખ્યા પછી જ એની સમજણ સાંપડે ! એમાંય જૈનદર્શનની ગહનતાને પામવી તો વિશેષ કપરી છે. બીજી બાજુ દેશ-વિદેશમાં જૈનધર્મને જાણવાની જિજ્ઞાસા પ્રબળ બનતી જાય છે. જૈન તત્ત્વદર્શનને પામવાની અને એની વ્યાપકતા સમજવાની આતુરતા જોવા મળે છે. આવે સમયે સાચી સમજણ હોય તો ધર્મક્રિયામાં પણ વિશેષ રસ અને ઉત્સાહ જાગે. આથી જૈનધર્મનાં પ્રાથમિક તત્ત્વોને જાણવાની ઇચ્છાવાળા આત્માર્થી જીવોને અનુલક્ષીને આ ગ્રંથશ્રેણીનું આયોજન કર્યું છે. આધ્યાત્મિક તત્ત્વોના ઉપદેશનું વ્યવહારુ સ્વરૂપ જૈનધર્મે ઘડી આપ્યું છે. આ આધ્યાત્મિકતાનો સંસ્પર્શ જીવનને નવી દિશા દેખાડે છે. ભૌતિક સમૃદ્ધિની એક મર્યાદા છે. બાહ્ય જીવનની સીમા છે. એને પાર આધ્યાત્મિક જીવ અપાર ઉલ્લાસ આપે છે અને સાધકને મોક્ષના સોપાન પર આગળ ધપાવે છે ! આ પુસ્તકમાં અમે નવકારમંત્રથી મૂળસૂત્રો ઉપર અર્થો આપ્યા છે, એને ભાવાર્થ સમજાવ્યા છે. વળી પ્રત્યેક સુત્ર પર ધર્મચર્ચા કરીને એનો મર્મ પ્રગટ કર્યો છે ! ક્યાંક સંશયના સમાધાન માટે કે જિજ્ઞાસા તૃપ્ત કરવા માટે પ્રશ્ન અને ઉત્તરની રીતે પણ આલેખન કર્યું છે. આજે ક્યાંક ધર્મને નામે વિપરીત પ્રવૃત્તિઓ થતી જોવા મળે છે! ક્યાંક આડંબર, ઉત્સવો, પ્રસિદ્ધિ કે પૈસામાં રાચવામાં આવે છે! જડતા કે બંધિયારપણે નિરખવા મળે છે, આવે સમયે સરળ ભાષામાં, રોચક દૃષ્ટાંતો અને રસાળ શૈલીનાં સૂત્રો સમજાવવાનો ઉપક્રમ રાખ્યો છે, જે વાચકને, સાધકને ધર્મતત્ત્વની ઝાંખી કરાવશે. રીતે પ્રતિક્રમણ સૂત્ર - ૧ - Page #6 -------------------------------------------------------------------------- ________________ | નવકાર એટલે જ શ્રી જિનશાસન. આ મહામંત્રમાં અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ - એ પાંચ ઉપાસ્ય પરમેષ્ઠીનાં પદ છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ એ ચાર ઉપાસનાના પદ છે. પરમેષ્ઠી એ ધર્મી અને ઉપાસના એ ધર્મ. આ ધર્મી અને ધર્મમય શ્રી જિનશાસન છે. નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણ, એસો પંચ નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વસિ, પઢમં હવઇ મંગલમ્. નમસ્કાર હોજો અરિહંતને એટલે કે તીર્થંકર દેવોને. નમસ્કાર હોજો શ્રી સિદ્ધ ભગવંતોને. નમસ્કાર હોજો આચાર્ય મહારાજાઓને. નમસ્કાર હોજો ઉપાધ્યાયજી મહારાજાઓને. નમસ્કાર હોજો લોકમાં રહેલા સર્વ સાધુઓને. આ પાંચને કરેલા નમસ્કાર તમામ પાપોનો સર્વથા નાશ કરનાર | છે. અને તે તમામ મંગલોમાં પહેલું (ભાવ) મંગલ છે. ગાગરમાં સાગર સમાન છે આ મહામંત્ર. એના પ્રત્યેક શબ્દમાં અર્થનું અગાધ ઊંડાણ છે. આથી તો આ મહાપ્રભાવક મંત્રના ગુણસ્તવનના પ્રારંભમાં યોગ્ય જ કહ્યું છે : “સમરો મંત્ર ભલો નવકાર, એ છે ચૌદ પૂરવનો સાર, એના મહિમાનો નહીં પાર, એનો અર્થ અનંત અપાર.” નવકાર આ નવ પદોનું બનેલું સૂત્ર હોવાથી એને નવકાર કહેવામાં આવે છે. આમાં પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરવામાં આવ્યા છે. નમસ્કાર એ સંસ્કૃત શબ્દ છે, પ્રાકૃત ભાષામાં “નમોક્કાર” કે “નમુક્કાર' થાય 0 રા જૈન તત્તપ્રકાશ Page #7 -------------------------------------------------------------------------- ________________ છે, જે આજે વ્યવહારમાં નવકાર તરીકે પ્રચલિત છે. એટલે નમસ્કાર ઉપરથી નવકાર શબ્દ બનેલ છે. પરમેષ્ઠી આમાં અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પાંચને નમસ્કાર કરવામાં આવ્યા છે. આ પાંચ પદોને પરમેષ્ઠી કહેવામાં આવે છે. પરમ એટલે ઊંચામાં ઊંચું સ્થાન. જેઓ ઊંચામાં ઊંચા સ્થાનમાં બિરાજમાન છે, તેઓને પરમેષ્ઠી કહેવામાં આવે છે. દેવ, ગુરુ અને ધર્મ આ નવકારમંત્રમાં પહેલું અને બીજું પદ દેવને (પરમાત્માને) દર્શાવે છે. ત્રીજું, ચોથું તથા પાંચમું પદ ગુરુને દર્શાવે છે અને બાકીનાં ચાર પદો ધર્મને જણાવનારાં છે, એમ આ નવકારમંત્રમાં દેવ, ગુરુ અને ધર્મ એમ ત્રણે તત્ત્વો સમજાવ્યાં છે. પરમાત્મા જૈનધર્મમાં દેવને પરમાત્મા', ભગવાન, ઇશ્વર, પ્રભુ, જિનેશ્વર વગેરે વિશેષણોથી ઓળખવામાં આવે છે. પરમાત્મા થનારા તમામ જીવો સંસારમાંથી જ ઉત્તમ ધર્માચરણ વડે પોતાના આત્માને પવિત્ર બનાવીને પરમાત્મા બને છે. સંસારમાં અનેક જન્મોમાં ફરતાં ફરતાં અંતે માનવભવ પ્રાપ્ત કરીને વીતરાગ બની, સર્વજ્ઞ થઇ પરમાત્મા બને છે. વીતરાગ અને સર્વજ્ઞા આ પરમાત્માઓની વિશેષતા એ છે કે તેઓ પોતાની પાસે સ્ત્રી, શસ્ત્ર, ધન કે અલંકારાદિ કાંઇપણ રાખતા નથી, એટલું જ નહીં બલ્ક સ્ત્રી, સંપત્તિ કે શસ્ત્ર તરફ કોઇપણ પ્રકારની મમતા રાખતા નથી કે એને માટે કોઇપણ પ્રકારની ઇચ્છા કે મૂર્છા રાખતા નથી. ૧ પરમાત્મા = ઊંચામાં ઊંચો આત્મા, ૨ ઉત્તમ = શ્રેષ્ઠ, સારામાં સારું. ૩ ધર્માચરણ = ધર્મનું આચરણ. ૪ પવિત્ર = શુદ્ધ, દોષ વગરનું. ૫ વીતરાગ = રાગ-દ્વેષ વિનાના. ૬ સર્વજ્ઞ==ણે કાળનું સર્વ જાણનારા. ૭ અલંકારાદિ =ધરેણાં દાગીના વગેરે. ની પ્રતિક્રમણ સૂત્ર ૩ , Page #8 -------------------------------------------------------------------------- ________________ આ કારણે તેઓ વીતરાગ કહેવાય છે. જેમના જીવનમાંથી રાગ –ષ - મોહ - કષાય વગેરે આત્માના અંદરના - આંતરિક શત્રુઓ ચાલ્યા ગયા છે, તે વીતરાગ કહેવાય છે. આ પરમાત્માઓ વીતરાગ છે, આથી વીતરાગની મૂર્તિ એમની વીતરાગતાને કેવી પ્રભાવક રીતે દર્શાવે છે. આ મૂર્તિને આંખો નમણી એટલે કે ઢળેલી છે, એમના હાથમાં કે દેહ પર કોઇ શસ્ત્ર નથી. એમની બાજુમાં પણ કોઈ નારી મૂર્તિ નથી. પરિણામે તેઓ સાચે જ વીતરાગ અર્થાત્ મોહ વિનાના પ્રભુ છે. વળી આવા વીતરાગ પરમાત્મા સર્વજ્ઞ પણ છે. તેઓ ત્રણે કાળના સર્વ પદાર્થોને જોઈ શકે તેવું જ્ઞાન તેમને થયેલું છે. આ બન્ને વિશેષણો વડે જૈનપરમાત્મા અન્ય ધર્મના દેવોથી જુદા છે. આ ભિન્નતા જ એમની આગવી ભાવનાઓની દર્શક બને છે. અરિહંત આ પરમાત્મા બે પ્રકારના હોય છે : (૧) અરિહંત, (૨) સિદ્ધ. જેઓ માનવદેહે જન્મ પામી, સંસારનો ત્યાગ કરી, સાધુ બની, અનેક ઉપસર્ગો, પરિષહો૧૦ સહન કરી, ચાર ઘાતી કર્મો ખપાવીને કેવળજ્ઞાન પામી તીર્થની સ્થાપના કરે છે તેમને અરિહંત કહેવાય છે, તથા તીર્થકર૧૪ પણ કહેવાય છે. જેમ કે આ ભરતક્ષેત્રમાં થયેલા ઋષભદેવથી માંડીને મહાવીરસ્વામી સુધીના ૨૪ પરમાત્માઓ જે થયા તે અરિહંત કહેવાય છે. મહાવિદેહ ક્ષેત્રમાં અરિહંત પરમાત્માઓ ઘણા થયા છે. ૧ રાગ = પ્રીતિ, પ્રેમ સંબંધ, મીઠાશ, ૨ ષ = અપ્રીતિ, કડવાશ, વેરઝેર. ૩ મોહ = અજ્ઞાન, અણસમજ. ૪ કષાય = ગુસ્સો, આવેશ વગેરે. ૫ નમણી = નમેલી, ઢળતી, ગુસ્સા વગરની. ૬ ત્રણે કાળના = વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળના. ૭ વિશેષણો = ભગવત્તની વિશેષતા-ખાસિયત બતાવતાં પદો. ૮ માનવદેહ = મનુષ્યભવના શરીરથી, ૯ ઉપસર્ગ = પશુ-પક્ષી, માનવ અને દેવો તરફથી આવતી આપત્તિઓ. ૧૦ પરીષહ = કુદરતી આવતી આપત્તિઓ. ૧૧ ઘાતકર્મ = આત્માના ગુણોનો નાશ કરનારાં. ૧૨ ખપાવીને = નાશ કરીને, તોડીને. ૧૩ તીર્થની = જેનાથી સંસાર તરાય તે. ૧૪ તીર્થકર = તીર્થને કરનારા ભગવંતો. Page #9 -------------------------------------------------------------------------- ________________ અરિ એટલે દુશ્મન અને હંત એટલે હણનારા. આત્માના દુશ્મનને હણનારા તે અરિહંત. જો કે તીર્થકર ન થનારા અને ઘાતકર્મોનો ક્ષય કરીને કેવળજ્ઞાન પામનારા જીવો સુધર્માસ્વામી, જંબૂસ્વામી વગેરે દુશ્મનોને હણનારા કહેવાય છે, છતાં તેઓ અરિહંત કહેવાતા નથી. આવું કેમ? આનાં બે કારણો છે : (૧) કેટલાક શબ્દો યોગરૂઢ હોય છે. તેનો અર્થ જેટલાને લાગુ પડતો હોય તે બધાને નહીં, પણ અમુકને જ લાગુ પડે છે. જેમ કે પંકજ શબ્દનો અર્થ “કાદવમાં ઉત્પન્ન થયેલું” તેવો થાય છે. પરંતુ હકીકતમાં, કાદવમાં ઉત્પન્ન થનારી તમામ વસ્તુઓને “પંકજ' કહેવાતી નથી. માત્ર કમળને જ પંકજ કહેવાય છે. આ રીતે સર્વે વીતરાગ-સર્વજ્ઞ થનારાને અરિહંત કહેવાતા નથી. ફક્ત તીર્થકરોને જ અરિહંત કહેવાય છે. | (૨) “અરિહંત' શબ્દ પ્રાકૃત છે. તેનો મૂળ શબ્દ સંસ્કૃત ભાષામાં (અહ) છે. અહિં એટલે યોગ્ય, જે ચોત્રીશ અતિશયોને યોગ્ય હોય તેઓ જ અરિહંત કહેવાય. તીર્થકર ભગવન્તોને જ ૩૪ અતિશયો હોય છે, આથી તીર્થકર ભગવન્તોને જ અરિહંત કહેવાય છે. ૩૪ અતિશયો પ્રશ્ન : અરિહંત ભગવન્તોના ૩૪ અતિશયો કયા કયા હોય છે? ઉત્તર : ૪ જન્મથી, ૧૯ દેવોએ કરેલા અને ૧૧ કર્મક્ષયથી એમ કુલ ૩૪ અતિશયો અરિહંત ભગવન્તોને હોય છે. પ્રશ્ન : જન્મથી જે ચાર અતિશયો હોય છે તે ક્યા કયા હોય છે? ઉત્તર : (૧) પરમાત્માના શરીરનો શ્વાસોશ્વાસ અત્યન્ત સુગંધિત હોય છે. (૨) પરમાત્માનું શરીર અદ્ભુત, રૂપવાન, સુગંધવાળું, નિરોગી ૧ યોગરૂઢ = જે શબ્દનો જેટલો અર્થ થતો હોય ત્યાં બધે ન વપરાય છે. ર પંકજ = કમળ-પુષ્પ હોઈ શકે એવી વિશેષતા. ૩ અતિશય = સામાન્ય માનવીમાં ન હોય તે. Page #10 -------------------------------------------------------------------------- ________________ તેમજ પરસેવા તથા મેલથી રહિત હોય છે. (૩) પરમાત્માના આહારનિહાર કોઈને દેખાતાં નથી. (૪) પરમાત્માના શરીરનું માંસ અને રુધિર દૂધ જેવું શ્વેત હોય છે. કોઇના મનમાં પ્રશ્ન ઊઠે, “માનવીના દેહમાં શું માંસ અને રુધિર સફેદ હોઈ શકે ખરું ?” આનો ઉત્તર એ છે કે, “સ્ત્રીને બાળક ન હોય ત્યાં સુધી તેના શરીરમાં રુધિર લાલ હોય છે, પરંતુ બાળક જન્મ્યા પછી બાળક પરના વાત્સલ્યભાવને કારણે તેમના સ્તનભાગમાં રુધિર પણ શું દૂધરૂપે સફેદ નથી બનતું ? પોતાના બાળક પ્રત્યેના વાત્સલ્યભાવને કારણે શરીરના ફક્ત સ્તનભાગમાં રુધિરનું શ્વેત દૂધરૂપે પરિવર્તન થાય છે, તો પછી સંસારના તમામ જીવો પર જેમને અપાર વાત્સલ્યભાવ છે તેવા અરિહંત પરમાત્માનું આખું શરીર દૂધરૂપ કેમ ન હોય ! પ્રશ્ન : બીજા અતિશયો કયા કયા હોય છે ? ઉત્તર : પરમાત્મા જ્યારે કેવળજ્ઞાન પામે ત્યારે ઘાતકર્મોનો ક્ષયથી ૧૧, અને દેવોએ ભક્તિથી બનાવેલા ૧૯ એમ બીજા ૩૦ અતિશયો તે વખતે થાય છે. તીર્થકર | પ્રશ્ન : તીર્થ એટલે શું ? પરમાત્મા તીર્થકર કેમ કહેવાય છે ? ; ઉત્તર : જેનાથી સંસાર તરાય, ભવસાગર તરી શકાય તેને તીર્થ કહેવાય છે. તેવાં તીર્થો બે પ્રકારનાં છે. : (૧) સ્થાવર૬, (૨) જંગમ જે તીર્થ એક ગામમાં એક સ્થળે જ સ્થિર રહે, હાલ-ચાલે નહીં, તે સ્થાવર તીર્થ કહેવાય છે. જેમકે શત્રુંજય, ગિરનાર, આબુ, સમેતશિખર વગેરે. ૧ આહાર = ભોજન, ખોરાક. ૨ નિહાર = મળ-મૂત્ર, ઝાડો-પેશાબ. ૩ રુધિરાદિ = લોહી વગેરે. ૪ સફેદ = ધોળુ (વ્હાઇટ). ૫ વાત્સલ્યભાવ = માતાનો સંતાન પ્રત્યેનો નેહ. ૬ સ્તનભાગ = સ્ત્રીની છાતીનો ભાગ. ૭ ભક્તિથી = હૈયાના ભાવથી. ૮ સ્થાવર = સ્થિર રહે તે.. ૯ ત્રસ = હાલે - ચાલે તે. Page #11 -------------------------------------------------------------------------- ________________ જે તીર્થ એક ગામથી બીજે ગામ હાલતું ચાલતું કે હરતું-ફરતું હોય, તેને જંગમ તીર્થ કહેવામાં આવે છે. જેમ કે સાધુ-સાધ્વી, શ્રાવક - શ્રાવિકા. પ્રશ્ન : સાધુ-સાધ્વી – શ્રાવક-શ્રાવિકાને તીર્થ કેમ કહેવાય ? ઉત્તર : સાધુ-સાધ્વી - શ્રાવક-શ્રાવિકા બીજા આત્માઓને | ધર્મોપદેશ આપે છે. વૈરાગી બનાવે છે. ત્યાગી બનાવે છે. એટલે સંસારથી તારે છે. માટે તે ચારેને તીર્થ કહેવામાં આવે છે. એક ગામથી બીજે ગામ તેઓ વિચરે છે, માટે જંગમ કહેવાય છે. ભગવાન આવા જંગમ તીર્થને સ્થાપે છે માટે ભગવાન તીર્થકર કહેવાય છે. આમ અરિહંત પરમાત્માઓને જ તીર્થંકર ભગવાન કહેવાય છે. અને તીર્થકર ભગવન્તોને જ અરિહંત પરમાત્મા કહેવાય છે. તેઓને પહેલા પદમાં નમસ્કાર કરવામાં આવ્યા છે. આ અરિહંત પરમાત્મા સશરીરી છે. હજુ ચાર અઘાતી કર્મોવાળા છે. નિરંજનછે, પરંતુ સાકાર છે. દેહધારી હોવાથી તેઓ સ્વમુખથી જ ધર્મદેશના આપે છે. જગતના જીવોને સંસાર તરવાનો સાચો રસ્તો બતાવે છે. જેઓ ભગવાનને નિરંજન-નિરાકાર૧૦ જ માને છે, એટલે જેમના પ્રભુ દેહધારી નથી, તેઓને ઉપદેશ પ્રભુએ આપ્યો છે, એમ કહેવાય નહીં કારણ કે દેહ વિના મુખ ન હોય, અને મુખ વિના બોલાય નહીં, તેથી પ્રભુએ ધર્મોપદેશ આપ્યો છે એમ કહી શકાય નહીં. કદાચ કોઈ એમ પણ કહે કે પ્રભુ મોક્ષે ગયા બાદ ધર્મનું રક્ષણ ૧ સાધુ = સંસારના ત્યાગી, વૈરાગી. ૨ શ્રાવક = ઘરમાં રહીને વ્રત કરનારા. ૩ ધર્મોપદેશ = ધર્મનો ઉપદેશ. ૪ વૈરાગી = વૈરાગ્ય ધારણ કરનાર. ૫ વિચરે છે = આવ -જા કરે છે. ૬ સશરીરી = શરીરવાળા, કાયાવાળા. ૭ અઘાતી = આત્માના ગુણોનો નાશ ન કરે તે. ૮ નિરંજન = રાગ વિનાના. ૯ સાકાર = શરીરવાળા. ૧૦ નિરંજનનિરાકાર = રાગ અને શરીર વિનાના. લાવે તો 2 ) Page #12 -------------------------------------------------------------------------- ________________ કરવા અને પાપી માણસોનું દમન કરવા પુનઃ સંસારમાં જન્મ ધારણ કરે છે અને તે વખતે શરીર હોવાથી ધર્મનો ઉપદેશ કરે છે. તો તે વાત પણ વ્યાજબી નથી, કારણ કે પ્રભુ મોક્ષે ગયા પછી રાગ, દ્વેષ અને મોહ વિનાના હોય છે. કર્મ વિનાના હોય છે. ફરીથી જન્મ શા માટે લે ? કારણ કે તેમને ધમ જીવો ઉપર રાગ નથી, પાપી જીવો ઉપર દ્વેષ નથી, આથી પ્રભુ મોક્ષે ગયા બાદ ફરી સંસારમાં જન્મતા નથી, તેથી મોક્ષે જતાં પહેલાં માનવદેહે ધર્મનો ઉપદેશ આપે છે. આવા તારક અરિહંત પરમાત્મા તીર્થંકર દેવને હું પ્રણામ કરું છું, તેમ નમસ્કાર મહામંત્રના પ્રથમ પદમાં કહ્યું છે ! સિદ્ધ ' જે આત્માઓ આઠે કર્મોનો ક્ષય કરી, શરીરનો ત્યાગ કરી, અશરીરીક બની, અનંતજ્ઞાનાદિગુણમય સહજાનંદી બન્યા છે, તેઓને સિદ્ધ કહેવાય છે. અરિહંત પરમાત્માઓ પણ કેવલજ્ઞાની બન્યા પછી આ મનુષ્યભવનું બાકી રહેલું આયુષ્ય પૂર્ણ કરી બાકીનાં ચાર અઘાતી કર્મો ખપાવી મોક્ષે જાય છે ત્યારે બાકીના સિદ્ધ બને છે. કોઈ જીવો તીર્થંકરપણું પામીને સિદ્ધ થાય છે જેમકે તીર્થકર શ્રી ઋષભદેવ પ્રભુથી તીર્થકર શ્રી મહાવીરસ્વામી પ્રભુ સુધીના તીર્થકરો. કોઇ જીવો તીર્થકર થયા વિના પણ સામાન્ય કેવલજ્ઞાની થઇને પણ સિદ્ધ થાય છે. જેમ કે સુધર્માસ્વામી, | પુંડરિકસ્વામી, ગૌતમસ્વામી, જંબુસ્વામી વગેરે. સિદ્ધ થયેલા આત્માઓ રાગાદિ વિનાના છે, માટે ફરીથી સંસારમાં જન્મ પામતા નથી, અશરીરી હોવાથી કોઈને દેખાતા નથી. ૧ દમન = દબાવવું, દમવું. ર વ્યાજબી = યોગ્ય, યુક્તિસંગત. ૩ તારક = તારનાર. ૪ અશરીરી = શરીર વિનાના. ૫ સહજાનંદી = સ્વાભાવિક આનંદવાળા. ૬ સામાન્ય કેવળજ્ઞાની = તીર્થકર થયા વિના જે કેવળજ્ઞાન પામે તે. Page #13 -------------------------------------------------------------------------- ________________ આવા મોક્ષે ગયેલા અનંતા જીવો છે, અને હજુ અનંતા મોક્ષે જશે. આ સિદ્ધ પરમાત્માઓ લોકના છેડે ઉપર જઈ વસે છે. પિસ્તાલીસ લાખ યોજનના વિસ્તારવાળી સિદ્ધશિલાથી પણ એક યોજન ઊંચા જાય છે. કોઇને જિજ્ઞાસાને કારણે પ્રશ્ન થાય, “શું જ્યોતમાં જેમ જ્યોત મળી જાય, તે રીતે મોક્ષમાં ગયેલા તમામ જીવો મળી જાય છે ખરા ? શું ત્યાં બધા આત્માઓનો એક આત્મા બની જતો હશે ?” આનો ઉત્તર છે : “ના, મોક્ષમાં સર્વ આત્માઓનો એક આત્મા બનતો નથી, સર્વ આત્માઓ જુદા-જુદા જ રહે છે. પરંતુ એક ખંડમાં એક દીવો પ્રગટાવીએ તો તે એક દીવાનો પ્રકાશ તે ખંડમાં રહે છે, અને એ ખંડમાં એકસો દીવા પ્રગટાવીએ તો એકસો દીવાનો પ્રકાશ પણ તે રૂમમાં જ સમાઈ જાય છે. તે બીજા સો દીવાના પ્રકાશને રહેવા માટે જુદું ક્ષેત્ર ન જોઇએ, તેમ સિદ્ધના જીવો અશરીરી હોવાથી તેટલા ક્ષેત્રમાં અનંતા છે તો પણ સમાઈ જાય છે, એમ સમજવું. જ્યારે અનંતા જીવોનો એક આત્મા બની જાય છે એમ ન સમજવું. ન્યાય-વૈશેષિક દર્શનકારી ઇશ્વર (પરમાત્મા) એક જ છે એમ માને છે. જે જે જીવો મોક્ષે જાય છે તે તમામ ઈશ્વરમાં મળી જાય છે, એમ કહે છે, પરંતુ તે અંગે જૈનદર્શનનો મત જુદો છે. જેમ અહીં સર્વે આત્માઓ સ્વતંત્ર છે, તેમ ત્યાં પણ સ્વતંત્ર રહે છે. જીવ જ્યારે મોક્ષે જાય ત્યારે તેનો પ્રારંભ થાય છે. તેને સાદિ કહેવાય છે, પરંતુ ત્યાંથી કદાપિ પાછું આવવાનું નથી, માટે અનંત કહેવાય છે. એમ એક સિદ્ધ પરમાત્મા સાદિ-અનંત છે, પરંતુ સર્વસિદ્ધોને આશ્રયી વિચારીએ તો અનાદિ-અનંત છે.” ૧ અનંતા = જેનો પાર ન આવે, છેડો ન આવે તે. ૨ સિદ્ધશિલા = સિદ્ધ પરમાત્માઓની નીચે જાણે તેમને રહેવા માટેની શિલા હોય તે. ૩ ન્યાય = ગૌતમઋષિનું બનાવેલું દર્શન. ૪ વૈશેષિક = કણાદઋષિનું બનાવેલું દર્શન. ૫ કદાપિ = કોઈ પણ દિવસ. ૬ સાદિ-અનંત = જેની આદિ છે, પણ અંત નથી. ૭ અનાદિ-અનંત = જેની આદિ પણ નથી અને અંત પણ નથી તે. ( પ્રતિકમણ સન ૯ Page #14 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન : જેમ એક આત્મા મોક્ષે જાય છે ત્યારે તેના મોક્ષની આદિ (આરંભ) થાય છે, તો પછી જે જીવ સૌથી પહેલો મોક્ષે ગયો હશે, ત્યારે મોક્ષની આદિ થઇ, તેમ કહેવાય કે નહિ ? અર્થાત્ મોક્ષ ક્યારેક તો ચાલુ થયો હશેને ? ઉત્તર : મોક્ષ અનાદિ છે. તેની આદિ નથી. જેમ એક વ્યકિત જન્મે, ત્યારે તેની આદિ છે. તેના જન્મદાતા પિતાની પણ આદિ છે અને તેના દાદાની પણ આદિ છે. દાદાના પિતાની આદિ છે. પરંતુ તે પેઢીના પ્રથમ પિતાની આદિ નથી. કારણ કે જેને પ્રથમ પિતા કહીએ તે પણ કોઇનાથી તો જન્મ પામેલા હશે જ. તેવી રીતે મોક્ષ પણ અનાદિથી છે. જે અનાદિ હોય તેને અનાદિ રીતે જ સમજવું જોઇએ. આવા અનંત સિદ્ધ પરમાત્માઓને હું નમસ્કાર કરું છું. આમ જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મોથી સંપૂર્ણ રીતે મુક્ત થયેલો વિશુદ્ધ આત્મા એટલે સિદ્ધ. તેના ગુણો આ પ્રમાણે છે : (૧) અનંત જ્ઞાન (૨) અનંત દર્શન (૩) અનંત અવ્યાબાધ સુખ (૪) અનંત ચારિત્ર (૫) અક્ષયસ્થિતિ (૬) અરૂપીપણું (૭) અગુરુલઘુત્વ અને (૮) અનંત વીર્ય. પ્રથમ નમસ્કાર અરિહંતને આમ અરિહંત ભગવંતો ચાર કર્મવાળા અને શરીરધારી છે, બીજી બાજુ સિદ્ધ પરમાત્માઓ આઠે કર્મોથી સંપૂર્ણ મુક્ત અને અશરીરી છે. તો મનમાં સ્વાભાવિક રીતે એવો સવાલ જાગે કે નમસ્કાર મંત્રમાં અરિહંત ભગવન્તોને પ્રથમ નમસ્કાર શા માટે કર્યો હશે ? ઉત્તર ઃ સિદ્ધ પરમાત્માઓને પણ સંસાર તરવાનો માર્ગ બતાવનાર ૧ આદિ ૩ જન્મદાતા = જન્મ આપનારા. = પ્રારંભ, શરૂઆત. ૨ અનાદિ ૧૦ = જેનો પ્રારંભ નથી. આદિ નહીં તે. જૈન તત્ત્વપ્રકાશ Page #15 -------------------------------------------------------------------------- ________________ - ઉપદેશ આપનાર તો અરિહંત ભગવન્તો જ છે, માટે મૂળ ઉપકારી" હોવાથી અરિહંત ભગવન્તોને પ્રથમ નમસ્કાર કર્યા છે. જેમ પહેલી ચોપડી ભણનારા બાળકને ભણાવનાર શિક્ષક-શિક્ષિકાનો અભ્યાસ માત્ર સાત ચોપડીનો જ હોય છે. પછી પહેલી ચોપડી ભણતો તે બાળક આગળ વધુ ભણીને કૉલેજ ગયા બાદ ગ્રેજ્યુએટ બને છે, આમ છતાં સાત-આઠ ચોપડી ભણેલા અને પોતાને ભણાવનારા તે પ્રાથમિક શાળાના શિક્ષકશિક્ષિકાને નમસ્કાર કરે છે, માન આપે છે. તેમ અરિહંત ભગવંતો ઉપકારી હોવાથી પ્રથમ વંદનીય છે. આ અરિહંત અને સિદ્ધ થનારા પરમાત્માઓ આપણી જેમ પહેલાં તો સંસારમાં ભ્રમણ કરતા હતા, તેઓ પણ જન્મ, જરા અને મરણમાં બંધાયેલા જ હતા. અનેક ભવોમાં ભ્રમણ કરતા હતા, પરંતુ પોતાની ભવિતવ્યતા પાકવાથી તેવા પ્રકારનાં શુભનિમિત્તો મળવાથી અને સારો પુરુષાર્થ કરવાથી આત્મા ધર્માભિમુખ બન્યા અને સુંદર ધર્મ-આરાધના કરી મનુષ્યભવ પામીને સર્વકર્મોનો ક્ષય કરી પછી મોક્ષે ગયા છે. ઇશ્વર જગત્કર્તા નથી આ પરમાત્માઓ જ્યારે કેવળજ્ઞાન પામે છે, ત્યારે ત્યારે સંસારી જીવોને ધર્મનો ઉપદેશ આપીને સંસારનું સ્વરૂપ બતાવે છે. આ પરમાત્માઓ સંસારનું સ્વરૂપ બતાવનારા છે, પરંતુ સંસારને બનાવનારા નથી. આ સંસાર અનાદિકાળનો સ્વયં છે જ. તેનો કોઈ કર્તા નથી. જે કંઈ રૂપાન્તરો થાય છે તે તેમાં ઉત્પન્ન થનારા જીવોએ કરેલાં છે. ૧ ઉપકારી = ઉપકાર કરનારા. ર વંદનીય = વંદન કરવાને લાયક. ૩ અનેક = ઘણા ભવોમાં. ૪ ભવિતવ્યતા = ભાવિમાં સારું થવાનો કાળ. ૫ પુરુષાર્થ = પ્રયત્ન-મહેનત. ૬ ધર્માભિમુખ = ધર્મ તરફ વળવું તે. ૭ રૂપાન્તરી = એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં આવવું તે. પ્રતિક્રમણ સૂત્ર - ૧૧ - Page #16 -------------------------------------------------------------------------- ________________ એક ઉદાહરણથી આનો વિચાર કરીએ. તમે એક સુંદર વૃક્ષ ઊગેલું જુઓ છો. આ વૃક્ષ કઈ રીતે બન્યું, તેનો વિચાર કરીએ. આ વૃક્ષમાં ઉત્પન્ન થનારા વનસ્પતિકાય જીવોએ આવું સુંદર વૃક્ષાત્મક શરીર બનાવ્યું છે. વરસાદ પડ્યો તો તે અપૂકાયના જીવોએ પાણીમય શરીર બનાવ્યું છે. પ્રકાશ થયો તો તે અગ્નિકાય જીવોએ પોતાનું શરીર બનાવ્યું છે. એમ સર્વત્ર સંસારી જીવોએ પોતાનું સર્જેલું સ્વરૂપ છે. આમાં કશું ઈશ્વરે સર્જેલું નથી. ઈશ્વર પરમાત્મા) અશરીરી હોવાથી અને મોહરહિત હોવાથી અકર્તા છે. વળી જો પરમાત્મા આ સંસાર સર્જનાર હોય, તો તે પરમાત્મામાં દયા હોવાથી દયાળુ છે અને સ્વતંત્ર છે. આવા દયાળુ અને સ્વતંત્ર એવા કર્તા કોઈ જીવને અત્યંત સુખી અને કોઈ જીવને ખૂબ દુઃખી બનાવે ખરા? કોઈને રાજા અને કોઇને રંક કેમ બનાવે ? કોઇને રૂપવાન અને કોઇને વિકલાંગ શા માટે બનાવે ? માટે આ જગત ઇશ્વરકક નથી. અરિહંત અને સિદ્ધ આ બે પ્રકારના થયેલા અનંતા પરમાત્માઓને હું ભાવથી નમસ્કાર કરું છું. તેઓ ધર્મોપદેશ આપીને જયારે મોક્ષે જાય છે, ત્યારે તેઓની ગેરહાજરીમાં તેઓનો ધર્મોપદેશ ગુરુભગવન્તો જગતના જીવોને પહોંચાડે છે, માટે તે અરિહંત અને સિદ્ધ પરમાત્મા પછી ત્રીજા, ચોથા અને પાંચમા પદમાં બિરાજમાન ગુરુભગવન્તોને નમસ્કાર કરવામાં આવ્યા છે. ગુરુતત્વ અરિહંત ભગવન્તો કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને પ્રથમ ધર્મદેશના (ધર્મઉપદેશ) આપે છે ત્યારે તેમની ભવ્ય વાણી સાંભળીને તે જ ૧ સર્જેલું = બનાવેલું. ૨ અકર્તા = કર્તા નહીં તે. ૩ રંક = ગરીબ. ૪ વિકલાંગ = ખોડખાંપણવાળો. ૫ ઇશ્વરકર્તૃક = ઇશ્વર-કર્તાવાળું, ઇશ્વરે સર્જેલું. ૬ ભવ્ય વાણી = ઉત્તમ વાણી. ૧ર - જેન તત્તપ્રકાશ – Page #17 -------------------------------------------------------------------------- ________________ સભામાં અનેક આત્માઓ આ અસાર સંસાર છોડીને સાધુ-સાધ્વી બને છે. તેઓમાં સૌથી શ્રેષ્ઠ અને વધુ જ્ઞાની આત્માઓ હોય છે, તેઓને ગણધર કહેવાય છે. આવા ગણધર ભગવાનની ધર્મદેશનાને શાસ્ત્રરૂપે સંકલિત કરે છે. જેમ ભૂમિ પર છૂટાં છૂટાં વેરાયેલા પુષ્પોને વીણીને માળી સુંદર હાર રચે છે, તેમ ગણધરભગવન્તો ભગવાનની વાણીને શાસ્ત્ર સ્વરૂપે રચે છે. આને દ્વાદશાંગી કહેવાય છે. તેમાં આચારાંગ વગેરે બાર અંગ હોય છે. માટે તેને દ્વાદશાંગી કહેવાય છે. તેમાંથી બારમું અંગ જેનું નામ દૃષ્ટિવાદસૂત્ર છે તે હાલ વિચ્છેદ ગયેલું છે. બાકીનાં ૧૧ અંગો મળે છે. આ દ્વાદશાંગી તથા તેના ઉપર રચાયેલાં બીજાં વિવિધ શાસ્ત્રો જેઓ ભણે છે. જેઓ આ સંસારના સંપૂર્ણ ત્યાગી અને વૈરાગી છે, તેમજ બીજાને ભણાવે છે, વળી શાસ્ત્રાનુસાર જે ધર્મદેશના આપે છે તેઓ ગુરુ કહેવાય. ગુરુ શબ્દનો અર્થ એવો છે કે ગૃહપતિ હિતમ્ એટલે કે જે શિષ્યોને હિત સમજાવે. આ ગુરુપદમાં આવનારા આત્માઓ પહેલાં પોતે બીજા ગુરુઓ પાસે ધર્મોપદેશ સાંભળીને સંસારનો રાગ ત્યજનારા બને છે, વૈરાગી બને છે. પછી સંજોગો સાનુકૂળ થતાં ઘરસંસાર છોડી દીક્ષા ગ્રહણ કરી સાધુ બને છે. પછી શાસ્ત્રોના અભ્યાસમાં લીન બની પોતાના આત્માને વધુ વૈરાગી-અધ્યાત્મી બનાવી પોતાને સાચા સાધક બનાવે છે. ૧ ગણધર = ગચ્છના નાયક. ૨ સંકલિત = ભેગું કરવું, ગૂંથવું. ૩ દ્વાદશાંગી = બાર અંગો. ૪ વિચ્છેદ = નાશ પામેલું. ૫ સંપૂર્ણ = પૂરેપૂરા. ૬ વૈરાગી = સંસાર ઉપરના રાગ વિનાના. ૭ અધ્યાત્મી = આત્માના જ લક્ષ્યવાળા. ૮ સાધક = આત્માની સાધના કરનારા. તેલ સત્ર સાફ કરો Page #18 -------------------------------------------------------------------------- ________________ સાધુપદ પ્રશ્ન : દીક્ષા એટલે શું ? સાધુ એટલે શું ? ઉત્તર : દીક્ષા શબ્દમાં ટ્રા અને ક્ષ ધાતુ છે. બંને ધાતુના સ્વરોનો બદલો થયો છે, તેથી દીક્ષા શબ્દ બન્યો છે. દાન અને ક્ષય એમ બે પ્રક્રિયા જેમાં હોય તે દીક્ષા કહેવાય છે. આ સંસારમાં ઘર, પૈસા, મિલકત, વસ્ત્ર, પાત્ર, અલંકાર વગેરે જે કંઈ પૌલિક ભોગસુખોનાં સાધનો હતાં, તે તમામનું દાન કરવું અર્થાત્ ત્યાગ કરવો, આત્માની સાથે એકમેક બનેલું જે શરીર અને કર્મ છે તે બંનેને બાળીને ઓગાળીને ક્ષય કરવો. આમ દાન અને ક્ષય એમ બે ક્રિયા જેમાં હોય તે દીક્ષા કહેવાય છે. આવી સાંસારિક તમામ ભોગસુખોના ત્યાગવાળી દીક્ષા જૈનમાર્ગમાં જોવા મળે છે. આમ જૈન સાધુ-સાધ્વી સાંસારિક તમામ પૌદ્ગલિક ભોગસાધનોથી દૂર રહેનારા છો, તેઓ અપેક્ષા વિનાના છે. અત્યન્ત નિર્લેપ છે. શરીર-સંરક્ષણ પૂરતા આહાર, વસ્ત્ર, પાત્ર લે છે અને તે પણ નિર્મમત્વભાવે. આથી તેઓ સાચા વૈરાગી અને આત્માના સાધક બની શકે છે. આત્માની સાચી સાધના કરે તે સાધુ કહેવાય છે. આવા સાધુપદને પાંચમા પદમાં નમસ્કાર કર્યા છે. સામાન્ય રીતે સાધુના નીચે મુજબ ૨૭ ગુણો ગણાવ્યા છે : પાંચ મહાવ્રતો રાત્રી-ભોજન ત્યાગ છકાયના જીવોની રક્ષા પાંચ ઇન્દ્રિયો પર સંયમ ત્રણ ગુપ્તિ લોભ રાખે નહીં ૧ પૌલિક =જડ-અજીવ વસ્તુઓનાં ૨ ભોગસુખોના=સાંસારિક સુખોના. ૩ સંરક્ષણ = સાચવવા પૂરતું જ. ૪ નિર્મમત્વભાવે = મમતા વિનાના ભાવે. ૧૪ જેને તવકાસ ) ૪ - ર ) - Page #19 -------------------------------------------------------------------------- ________________ ક્ષમા ધારણ કરે ચિત્ત નિર્મલ રાખે વસ્ત્ર વગેરેની શુદ્ધ પડિલેહણા કરે સંયમમાં રહે (અવિવેકનો ત્યાગ-પ્રેક્ષા-ઉપેક્ષાદિ સંયમ) પરીષહો સહન કરે. ઉપસર્ગો સહન કરે ઉપાધ્યાય - આ દીક્ષિત થયેલા સાધુસંતો જૈન-જૈનેતર શાસ્ત્રોનો અભ્યાસ કરતાં કરતાં ઘણા જ્ઞાની બને, અનુભવી બને, શાસ્ત્રોના અર્થોમાં કુશળ બને, બીજાને ભણાવી શકે તેવા બને, ત્યારે તેઓને ઉપાધ્યાય બનાવવામાં આવે છે. ઉપાધ્યાય એ એક પદાધિકાર છે, જેનાથી તેઓ ખાસ શિષ્યોને ભણાવવાનું કાર્ય કરે છે. તેમના ૨૫ ગુણો છે. ૧૧ અંગ ૧૨ ઉપાંગ ૧ ચરણસિત્તરી અને ૧ કરણસિત્તરી એમ ૨૫ શસ્ત્રોને ભણે અને ભણાવે તે ૨૫ ગુણો ઉપાધ્યાયના છે. “ઉપ” એટલે પાસે, અધ્યાય એટલે ભણવું, જેમની પાસે ખાસ ભણાવવાનું કાર્ય હોય, તેઓને ઉપાધ્યાય કહેવાય છે. તેઓના પચ્ચીસ ગુણોનું વર્ણન શાસ્ત્રમાં મળે છે. તેઓ ગચ્છની સારસંભાળ લેવાના કાર્યમાં આચાર્ય ભગવંતને મદદ કરે છે તથા સાધુઓને સૂત્ર - સિદ્ધાંતનું પદ્ધતિસર શિક્ષણ આપે છે. આથી તેઓનું કાર્ય ઘણું મહત્ત્વનું છે. શ્રમણ સંઘનું તેઓ મહત્ત્વનું અંગ ગણાય છે. તેઓ સાધુ કરતાં ૧ જૈનેતર = જૈનોથી જુદા - બીજા. ૨ પદાધિકાર = ઊંચા પ્રકારનો એક હોદો. Page #20 -------------------------------------------------------------------------- ________________ વિશિષ્ટ અભ્યાસી, ત્યાગી, વૈરાગી અને અધ્યાત્મી હોવાથી ચોથા પદે વંદનીય બને છે. આચાર્ય આત્મસાધના, જૈન-જૈનેતર શાસ્ત્રોનો અભ્યાસ તેમજ પઠનપાઠન કરાવતાં કરાવતાં જ્યારે આ સાધુ અને ઉપાધ્યાય પીઢ, અનુભવી, વિચક્ષણ, અને જૈન સમાજ પર પ્રભાવશાળી બને, પોતે આચારસંપન્ન અને બીજાને આચાર પમાડનાર બને, અત્તરથી શુદ્ધ, નિર્લેપ તથા અનાસક્ત બને ત્યારે ચતુર્વિધ શ્રીસંઘ તેઓને આચાર્ય પદ અર્પણ કરે છે. આ પદ સાંપડતાં તેઓ સંઘના અગ્રેસર, નાયક અને યથાર્થ માર્ગદર્શક બને છે. આ આચાર્ય ભગવંત ૩૬ ગુણવાળા હોય છે. આમાં પાંચ ઇંદ્રિયોને સંવર કરનાર તથા નવ પ્રકારની બ્રહ્મચર્યની ગુપ્તિને ધારણ કરનાર તથા ચાર પ્રકારના કષાયથી મુક્ત એમ અઢાર ગુણો વડે યુક્ત હોય છે. વળી તે પાંચ મહાવ્રતોથી યુક્ત, પાંચ પ્રકારના આચાર પાળવામાં સમર્થ અને પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિથી રક્ષિત હોય છે. આ પ્રમાણે કુલ ૩૬ ગુણવાળા હોય છે. આ આચાર્ય મહારાજને ત્રીજા પદમાં વંદન કરવામાં આવે છે. ઉત્પત્તિક્રમની દૃષ્ટિએ પ્રથમ સાધુ, પછી ઉપાધ્યાય અને પછી આચાર્ય એમ ક્રમિક સોપાન છે. અને પૂજ્યતાની દૃષ્ટિએ અરિહંત સિદ્ધ પછી આચાર્ય-ઉપાધ્યાય-સાધુ એવો ક્રમ છે. એટલે અરિહંત સિદ્ધ પછી આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ આ ત્રણે ગુરુપદમાં છે. તેઓ જૈનશાસનનાં શાસ્ત્રોના સાચા મર્મને સમજનારા અને સમજાવનારા ૧ વિશિષ્ટ અભ્યાસી = વિશેષ અભ્યાસવાળા. ૨ પઠન-પાઠન = ભણવું અને ભણાવવું. ૩ પીઢ = ગંભીર, ઊંડી સમજવાળા. ૪ વિચક્ષણ = હોંશિયાર. ૫ આચારસંપન્નર સદાચારોથી ભરેલા. ૬ અનાસક્ત = આસક્તિ વિનાના. ૭ યથાર્થ માર્ગદર્શક = સાચો માર્ગ બતાવનાર Page #21 -------------------------------------------------------------------------- ________________ છે. હૃદયથી તેઓ તદન નિર્લેપ હોય છે. શિષ્ય-પરિવાર, સમાજ કે ભક્તવર્ગના પ્રતિબંધ વિનાના હોય છે. જેમાં માતા-પિતા કે ભાઈબહેનોનો સંબંધ મોહ ઉત્પન્ન કરનારો હોવાથી તેને ત્યજીને તેઓ ત્યાગી બન્યા છે તેમ તેઓ “આ અમારા ભક્તો છે,” “અમે એમના ગુરુ છીએ', “આ અમારો સમાજ છે” જેવી આસક્તિવાળા સંબંધો પણ મોહજનક હોવાથી તેને પણ છોડી દેનારા હોય છે. આચાર્ય તો નદીના વહેણની જેમ અત્યંત નિર્લેપભાવે વિચરનારા હોય છે. ગુરુપદે બિરાજમાન આ ત્રણે મહાત્માઓ શ્રોતાવર્ગના ધન તરફ, વૈભવ તરફ, વસ્ત્ર તરફ તથા તેના ચળકાટ તરફ બિલકુલ જોનારા હોતા નથી. શ્રોતાવર્ગમાં જ્ઞાની, ધ્યાન, ચારિત્ર્યવાન, અને અધ્યાત્મી જીવો તરફ તેમની નજર હોય છે. તેઓને તારવું સુકર હોય છે. ગુણોને જ ધન માનનારા આ મહાત્માઓ ગુણો આપીને તે જગતને તારનારા હોવાથી ગુરુ કહેવાય છે. પાપનાશક નમસ્કાર આ પ્રમાણે નવકારમંત્રનાં પ્રથમ પાંચ પદોમાં (૧) અરિહંત, (૨) સિદ્ધ, (૩) આચાર્ય, (૪) ઉપાધ્યાય, (૫) સાધુ – એમ પાંચ પરમેષ્ઠીને નમસ્કાર કરવામાં આવ્યા છે. આમાં પ્રથમ બે પદો દેવતત્ત્વદર્શક છે. અને પછીનાં ત્રણ પદો ગુરુતત્ત્વ દર્શાવનારાં છે. આ પાંચે સંસારના ત્યાગી, વૈરાગી, અનાસક્ત, નિર્લેપ અને પાપો વિનાનાં છે. તેમજ પાપો ન કરવાનો જ ઉપદેશ આપનારાં છે. જગતના જીવોને હિંસા-જૂઠ-ચોરી-અબ્રહ્મ વગેરે પાપોથી મુકાવનારાં છે. તે કારણે જ તેઓને કરેલો આ નમસ્કાર સર્વ પાપોનો નાશ ૧ પ્રતિબંધ = આસક્તિભાવ, મોહવાળો સંબંધ. ૨ મોહજનક = મોહને ઉત્પન્ન કરનારા. ૩ વહેણ = પાણીનું પૂર. ૪ નિર્લેપ ભાવે = મોહ વિનાના હૃદયથી. ૫ શ્રોતાવર્ગ = સાંભળનારો સમાજ. ૬ સુકર = સહેલાઈથી થઈ શકે છે. ૭ મહાત્માઓ = મહાન પુરુષો. ૮ અનાસક્ત = આસક્તિ વિનાનું. ૮ અબ્રહ્મ મૈથુન, સ્ત્રી-પુરુષની સંસારક્રીડા. Page #22 -------------------------------------------------------------------------- ________________ કરનારો છે. જે મહાત્માઓ પોતે પાપોથી મુક્ત હોય છે અને જેમની ઉત્તમ વાણી બીજાને પણ પાપોથી મુક્ત કરાવનારી હોય છે તેવા અધ્યાત્મી સંત આત્માઓને કરાયેલો આ નમસ્કાર એ નમસ્કાર કરનારાઓનાં પાપોનો જરૂર નાશ કરે છે. સર્વ મંગલોમાં પ્રથમ મંગલ “પાપોનો નાશ થાય અને આત્મા શુદ્ધ થાય” એ જ આ જગતમાં મહામંગલ છે, તેથી આ નમસ્કાર તે બીજા સર્વ મંગલોમાં પ્રથમ મંગલ રૂપ છે. સંસારમાં લગ્ન, ઘરનું વાસ્તુ, ધંધાનો પ્રારંભ વગેરે વ્યાવહારિક શુભ કાર્ય સમયે અક્ષત, શ્રીફળ, કંકુ, દહીં, સાકર વગેરે શુભ પુદ્ગલોનો વ્યવહાર કરવામાં આવે છે, કારણ કે તેઓને વ્યવહારથી શુકનવંતા ગણવામાં આવે છે. અક્ષત = એટલે અ = નહીં, લત = ખંડિત, અર્થાત્ત અખંડિત ફળ અપાવે તે અક્ષત. શ્રીફળ = શ્રી = લક્ષ્મી, લક્ષ્મી એ જ છે ફળ જેનું તે. શ્રીફળ. કામોમાં લોકો શ્રીફળનો વ્યવહાર કરે છે, પરંતુ જાયફળનો વ્યવહાર કોઈ કરતું નથી, કારણ કે તેનું નામ જ અશુભ છે. “જાય ફળ જેનાથી, તે જાયફળ.” અક્ષત - શ્રીફળ વગેરે શુભ દ્રવ્યો શુભ શુકન છે, પરંતુ સાંસારિક ભોગસુખોનાં એ નિમિત્તો છે. જે સુખો નાશવંત છે, ક્યારેક પણ તે જવાવાળાં છે. છેવટે તે હોય તેમ છતાં આપણે જવાનું છે, માટે તે સુખોના સંયોગનો વિયોગ ચોક્કસ અને નિશ્ચિતપણે છે જ, તેથી તે, દ્રવ્યમંગલ છે. આ નમસ્કાર મહામંત્રોથી કરેલા નમસ્કાર તો એવા મોક્ષસુખને આપનાર છે કે જે આવેલું મોક્ષસુખ કદાપિ જતું નથી. ૧ મુક્ત = છુટ્ટો. ૨ સંત = સજ્જન, ઉત્તમ. ૩ મહામંગલ = મોટું મંગલ. ૪ શુકનવંતાં = લાભ આપનાર, ૫ દ્રવ્યમંગલ = સાંસારિક સુખ આપનાર. ૧૮ જૈન તત્ત્વકાશ છે, Page #23 -------------------------------------------------------------------------- ________________ જેનો વિયોગ થતો નથી, માટે ઉત્તમ ભાવમંગલ છે. પરિણામે સર્વે મંગલોમાં તે પ્રથમ મંગલ છે. પ્રશ્ન : “મંગલ” શબ્દનો અર્થ શું ? ઉત્તર :- “મંગલ” શબ્દમાં “મં” અને “ગલ” એમ બે શબ્દો છે. મેં એટલે મને અને ગલ એટલે ગાળે એટલે કે મને આ ભવસમુદ્રમાંથી જે ગાળે એટલે કે પેલે પાર ઉતારે તે મંગલ. જેમ ચા તૈયાર કરી હોય અને તેને પીવી હોય ત્યારે ગળણીથી ગાળવામાં આવે છે. આમ કરવાથી તેનો કચરો જુદો પડી જાય, અને નીચે ચોખ્ખી ચા મળે છે, તેમ જે નમસ્કાર આ આત્માને કર્મરૂપી કચરાથી ગાળીગાળીને ચોખ્ખો બનાવે તે નમસ્કાર મંગલ કહેવાય છે. નમો લોએ સવ્વસાહૂણ પ્રશ્ન : સાધુ થઈ તીર્થકર થયા વિના ઘાતકર્મ ખપાવી કેવલજ્ઞાની બનીને આ ભૂમિ ઉપર વિચારતા હોય તેવા શ્રી સુધર્માસ્વામી, જંબૂસ્વામી વગેરે સામાન્ય કેવલજ્ઞાની પુરુષો આ પાંચ પદમાંથી કયા પદમાં આવે છે ? ઉત્તર : “નમો લોએ સવ્વ સાહૂણં”- આ પદમાં આવે, કારણ કે ઉપર કહેલાં ચાર પદોમાં જે ન આવ્યા હોય, તે તમામ પરમેષ્ઠી પુરુષોનો પાંચમા પદમાં સમાવેશ થાય છે. આથી આ પદમાં બીજા પદો કરતાં અધિક એક સવ્વ” શબ્દ લખ્યો છે. વળી દીક્ષા લીધા વિના ભરત મહારાજા, ઈલાચી પુરુષ, ચિલાતીપુત્ર વગેરેની જેમ ગૃહસ્થરૂપે કેવળજ્ઞાન પામ્યા હોય તેવા મહાત્માઓ પણ પાંચમા પદમાં સમાવેશ પામે છે. ઉપાધ્યાય અને આચાર્યપદવી વિના બાકીની ગણિ' - પન્યાસ સ્થવિર - પ્રવર્તક આદિ શેષ પદવીઓવાળા ૧ ભાવમંગલ = આત્માનો મોક્ષ આપનાર. ૨ પેલે પાર = સામે કિનારે. ૩ ગૃહસ્થરૂપે = સંસારી કપડામાં. ૪ ગણિ = ગણના નાયક. ૫ પંન્યાસ = વિશિષ્ટ પદે બિરાજમાન. ૬ સ્થવિર = જ્ઞાનાદિમાં વૃદ્ધ. Page #24 -------------------------------------------------------------------------- ________________ મહાત્માઓ પણ આ પાંચમા પદમાં સમાવેશ પામે છે. તે સર્વ પ્રકારના શેષ મહાત્માઓના સમૂહ માટે “સબૂ” લખ્યું છે. પ્રશ્ન : “અરિ એટલે શત્રુઓને અને હંત એટલે હણનારા એવો અર્થ અરિહંતાણં પદનો કરીએ તો સામાન્ય કેવળજ્ઞાની અરિહંત પદમાં આવી શકે કે નહિ ? ઉત્તર : ઉપર કહેલા અર્થની વિવફા પ્રમાણે આવી શકે, પરંતુ તે વિવેક્ષાકૃત અર્થ છે. જેમ શ્રાવક શબ્દમાં શ્ર-વ-ક જોઈને શ્રદ્ધાવિવેક-ક્રિયા જેમાં હોય તે શ્રાવક કહેવાય એમ અર્થ કરીએ છીએ. પરંતુ તે અર્થ ગોઠવેલો છે. સમજાવવા માટે યોજેલો છે. ધાતુથી થયેલો સાચો અર્થ નથી. શબ્દ પરથી આવો અર્થ ફલિત થતો નથી. તેમ અરિહંત શબ્દનો અર્થ શત્રુઓને હણનારા એ અર્થ શબ્દોથી ગોઠવેલો છે. ધાતુથી સિદ્ધ થયેલો અર્થ નથી, કારણ કે “અરિહંત' શબ્દમાં ધાતુ “અ” છે. તેનો અર્થ ચોત્રીસ અતિશયોને યોગ્ય એવો થાય છે, માટે સામાન્ય કેવલી પરમાત્મા આદિ શેષ બધા પાંચમા પદમાં આવે છે. પ્રશ્ન : પાંચમા પદમાં લોએ પદ વધારે કેમ રાખવામાં આવ્યું છે ? ઉત્તર : “સાધુઓ વૈક્રિય અને આહારક લબ્ધિવાળા હોય છે. તથા જંધાચારણ - વિદ્યાચારણ લબ્ધિઓવાળા પણ હોય છે. આવી લબ્ધિવાળા લબ્ધિના બળે અઢીદ્વીપાત્મક મનુષ્યલોકની બહાર ૧ વિવેક્ષાકૃત = સમજાવવા માટે કલ્પેલો. ૨ ધાતુથી સિદ્ધ= ક્રિયાપદ ઉપરથી બનેલો. ૩ વૈક્રિય = જુદી જુદી ક્રિયા કરી શકે છે. ૪ આહારક = પૂર્વધરો જે શરીર બનાવે તે. ૫ અંધાચારણ = આ એક લબ્ધિ છે, જેના બળે કુંડલ, રૂચક અને પાંડુકવન સુધી જઈ શકે. ૬ વિદ્યાચરણ = આ પણ એક લબ્ધિ છે, જેના બળે નંદીશ્વર અને પાંડુકવન જઈ શકે. ૭ અઢીદ્વિીપાત્મક= જંબુદ્વીપ-ધાતકીખંડ અને અર્ધપુષ્કરવરદીપ. ૮ મનુષ્યલોક= મનુષ્યો જેમાં જન્મ અને મરે તે. . . Page #25 -------------------------------------------------------------------------- ________________ નંદીશ્વર, કુંડલ, રૂચક વગેરે દ્વીપોમાં પણ દર્શનાર્થે આવતા-જતા હોય છે. વળી ઊંચાઈમાં મેરુપર્વતના પાંડુકવનમાં તીચ્છલોકથી ઘણા ઊંચે પણ આવ-જા કરે છે. વળી દેવતાઓ રાગ-દ્વેષથી મુનિઓનું સંહરણ કરી અકર્મભૂમિઓમાં પણ લઈ જાય છે, એટલે લોકના કોઈપણ ભાગમાં વિચરતા મુનિઓને નમસ્કાર કરવા માટે “લોએ” પદ લખ્યું શેષ ચાર પદોવાળા મહાત્માઓને આવો વ્યવહાર પ્રાયઃ અસંભવિત છે. સર્વે તીર્થકર ભગવન્તોના કાળે ગણધરભગવન્તો સૂત્રોની રચના કરે છે. તેમાં અર્થો એના એ જ રહે છે, પરંતુ શબ્દરચના બદલાય પણ છે. જ્યારે નવકારમંત્રમાં શબ્દરચના પણ તેની તે જ રહે છે, માટે તેને શાશ્વત કહેવાય છે. નવકારમંત્રનાં નવ પદોનો અર્થ સંક્ષેપમાં સમાપ્ત કરીએ છીએ. આવો મહાન આ મંત્ર ગણવાથી અમરકુમાર, કમઠના કાષ્ઠમાં બળતો નાગ તથા સમળીવિહાર જ્યાં બંધાવવામાં આવ્યું છે ત્યાં સમળી વગેરે જીવો આપત્તિમાંથી ઊગર્યા હતા અને કલ્યાણ પામ્યા છે. માટે શ્રી નમસ્કાર મહામંત્ર સતત સ્મરણીય છે. નમસ્કાર મહામંત્રનો મહિમા અપરંપાર છે. સંસારરૂપી સમરાંગણમાં રહેલા આત્માઓને એ શરણરૂપ છે. અસંખ્ય દુઃખોનો એ ક્ષય કરે છે. અને કલ્યાણ-કલ્પતરુ છે. આથી ઉપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજશ્રીએ કહ્યું છે કે - “રતન-તણી જિમ પેટી, ભાર અલ્પ બહુમૂલ્ય, ચૌદ પૂરવનો સાર છે, મંત્ર એ તેહને તુલ્ય.” રિત્નની પેટીનું વજન થોડું અને મૂલ્ય ઘણું હોય છે, તે રીતે માત્ર ૬૮ અક્ષરપ્રમાણ આ મંત્રનું મૂલ્યફળ ઘણું જ છે અને તે ચૌદ ૧ સંહરણ = ગુપ્ત કરી નાખવું તે. ૨ અકર્મભૂમિ - યુગલિક ભૂમિઓ. ૩ અસંભવિત અકલ્પનીય, ન સંભવે તે. ૪ શબ્દરચના = શબ્દોની ગોઠવણી. ૫ શાશ્વત = કાયમ રહે તેવું. NI Ra Na : Page #26 -------------------------------------------------------------------------- ________________ પૂર્વના સારરૂપ છે.] ઉપદેશતરંગિણી' ગ્રંથમાં કહ્યું છે કે ભોજન સમયે, શયન સમયે, જાગવાના સમયે, પ્રવેશ સમયે, ભય કે કષ્ટના સમયે અને સર્વ સમયે નવકારમંત્રનું સ્મરણ કરવું જોઈએ. વળી મૃત્યુવેળાએ જેઓ આ મહામંત્રનું સ્મરણ કરે છે, તેની ભવાંત્તરને વિશે સદ્ગતિ થાય છે. અંતે “શ્રાદ્ધદિનકૃત્ય સૂત્રની” એક ગાથાથી આપણી વાત સમાપ્ત કરીએ. આ ગ્રંથમાં કહ્યું છે – नवकारओ अन्नो सारो, मंतो न अत्थि तियलोए ॥ तम्हा हु अणुदिणं चिय, पढियव्वो परमभत्तीए ॥ ત્રણ લોકમાં નવકારથી સારભૂત અન્ય કોઈ મંત્ર નથી; તેટલા માટે તેને પ્રતિદિન પરમ ભક્તિથી ભણવો જોઈએ.” (પંચિંદિય સૂત્ર - ૨ પંચિંદિય સંવરણો પંચ મહન્વય જુવો તહ નવ-વિહ બંભચેર-ગત્તિધરો, પંચવિહાયાર પાલણસમલ્યો ચઉવિહ કસાયમુક્કો પંચસમિઓ તિગુત્તો ઇઅ અઢારસ ગણેહિં સંજાનો છવીસ ગુણો ગુરુ મઝ સર્વ ધાર્મિક અનુષ્ઠાનો વિનય – વિવેકપૂર્વક કરવાં જોઈએ. આથી આ ધર્મકાર્યો કરતી વખતે ગુરુની હાજરી અનિવાર્ય છે. આપણે આપણા અનુભવથી સમજી શકીએ છીએ કે જ્યારે ભણાવનાર શિક્ષક સામે હાજર હોય, ત્યારે આપણી બેસવા, ઊઠવા અને બોલવાની બધી રીત વિવેકપૂર્ણ હોય છે. અને શિક્ષક ન હોય તો આ બધું અવ્યવસ્થિત અને અવિવેકવાળું હોય છે. આમ ધર્મગુરુની હાજરી અનિવાર્ય છે, પરંતુ સર્વ ઠેકાણે ગુરુની ઉપસ્થિતિ સાંપડતી નથી. આથી ગુરુ હાજર હોય તો પણ અને ગુરુ હાજર ન હોય તો પણ ગુરુના છત્રીસ ગુણો બતાવતું ઉપરનું “પંચિંદિય સૂત્ર” બોલીને ગુરુની સ્થાપના કરવામાં આવે છે. અર્થાત્ કલ્પિતગુરુ બનાવવામાં આવે છે. જેમ એકલવ્યને દ્રોણાચાર્ય વિદ્યાદાનની ના પાડતાં તેણે - ૧ અનુષ્ઠાનો = ધર્મક્રિયાઓ. ૨ અનિવાર્ય = અવશ્ય. ૩ કલ્પિતગુરુ = મનથી માનેલા ગુરુ. Page #27 -------------------------------------------------------------------------- ________________ દ્રોણાચાર્યની મૂર્તિ બનાવી કલ્પનાથી ગુરુ માનીને વિદ્યાભ્યાસ કર્યો, તેવી રીતે નવકાર પચિન્દ્રિય સૂત્રવાળું પુસ્તક મૂકી તે સૂત્રોનું ઉચ્ચારણ કરી ગુરુની કલ્પના કરવામાં આવે છે. જેથી “સામે આ મારા ગુરુજી બેઠા છે” એવો વિવેક આવતાં ધાર્મિક ક્રિયા વિનયપૂર્વક થાય છે અને તેમની સાક્ષી સાથે તથા તેમની આજ્ઞાપૂર્વક ધાર્મિક ક્રિયા આપણે કરીએ છીએ એમ લાગે છે. સ્થાનકવાસી અને તેરાપંથી સમાજ આ રીતે કલ્પિતગુરુ બનાવવાને બદલે હાલ જે સીમંધર સ્વામી તીર્થંકર પ્રભુ વિચરે છે તેમની એટલે કે સાક્ષાત્ કેવલજ્ઞાની પ્રભુની સ્થાપના કહ્યું છે અને તે પ્રભુ મહાવિદેહ ક્ષેત્રમાં આઠમી વિજયમાં ઈશાન ખૂણામાં વિચરે છે, એટલે ધર્મક્રિયા કરતાં ઈશાનખૂણા તરફ બેસે છે. તેઓનો મત એવો છે કે નિર્જીવની સ્થાપના (કલ્પના) કરવી, તેના કરતાં હાલ વિચરતા સાક્ષાત કેવલજ્ઞાની સજીવ ગુરુજીની કલ્પના કેમ ન કરવી? મૂર્તિપૂજક સમાજ પુસ્તકાદિમાં ગુરુજીની સ્થાપના કરે છે. તેઓનો મત એવો છે કે તીર્થંકર પ્રભુ હાલ વિચરે છે તે વાત સાચી છે, પરંતુ અત્યંત દૂર હોવાથી આપણી દષ્ટિ તેઓની સાથે મેળવી શક્ય નથી અને તેથી ધર્માનુષ્ઠાન કરતી વખતે વિવેકબુદ્ધિ આવવી દુષ્કર છે. આથી આપણામાં વિવેકબુદ્ધિ આવે તેટલા માટે દૃષ્ટિ પહોંચે તેમ કલ્પિત ગુરુ બનાવવા ઉચિત છે. આ કલ્પિત ગુરુજીની સ્થાપના કરતાં સ્થાપના સન્મુખ હાથ રાખવાનો આશય એ છે કે જાણે આપણે એ સ્થાપનામાં “પંચિદય સૂત્ર' બોલીને ગુરુપણું આરોપીએ છીએ, કલ્પીએ છીએ. તેમાં ઉમેરીએ છીએ અને સામાયિક પાળતી વખતે પોતાના મુખ સન્મુખ હાથ ૧ ઈશાન ખૂણામાં = ઉત્તર અને પૂર્વદિશા વચ્ચેનો ભાગ (નોર્થ અને ઇસ્ટ દિશા વચ્ચેનો ભાગ). ૨ દૃષ્ટિ = નજર. ૩ વિવેકબુદ્ધિ = વિવેક્વાળી બુદ્ધિ. ૪ દુષ્કર = દુઃખે કરી શકાય છે. પ સન્મુખ = સામે, ગુરુજીની સામે. Page #28 -------------------------------------------------------------------------- ________________ રાખવાનો આશય એ છે કે આ સ્થાપનાજીમાં મેં કલ્પેલું ગુરુજીપણું હું ઉઠાવી લઉં છું. આવો વ્યવહાર મનને વિવેકી બનાવવા માટે રાખવામાં આવ્યો છે. આ સૂત્રની પહેલી ગાથામાં ૧૮ ગુણોનું જે વર્ણન છે તે હેયના ત્યાગરૂપ ગુણો છે. અને બીજી ગાથામાં જે ૧૮ ગુણોનું વર્ણન છે તે ઉપાદેયના સ્વીકાર કરવારૂપ ગુણો છે. જેમ કોઈ માણસ બીડી, મદિરા` પીતો હોય, તેનો ત્યાગ કરે તો તે પણ ગુણ કહેવાય છે અને પ્રભુજીનાં દર્શન-વંદન-પૂજન ન કરતો હોય અને કરતો થાય તો તે પણ ગુણ કહેવાય છે. આમ કુટેવો છોડવી અને સુટેવોને સ્વીકારવી એમ બન્ને બાબતને ગુણ કહેવાય. તેવી રીતે આ પંચિંદિય સૂત્રમાં પ્રથમ ૧૮ ગુણો ફુટેવોના ત્યાગરૂપ છે અને પછીની ગાથામાં ૧૮ ગુણો સુટેવોના ગ્રહણ સ્વરૂપ છે. હવે આપણે તે ગુણોનો વિચાર કરીએ. પાંચ ઈન્દ્રિયોના વિષયને રોકનારા શરીરનાં જે અંગોથી જ્ઞાનપ્રાપ્તિ થાય તેને ઇન્દ્રિય કહેવાય છે. આપણા શરીરમાં આવી પાંચ ઇન્દ્રિયો છે : (૧) સ્પર્શનેન્દ્રિય (ચામડી), (૨) રસનેન્દ્રિય (જીભ), (૩) ધ્રાણેદ્રિય (નાક), (૪) ચક્ષુરિન્દ્રિય (આંખ), (૫) શ્રોત્રેન્દ્રિય (કાન) - આ પાંચે ઇન્દ્રિયોથી અનુક્રમે સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દનું જ્ઞાન થાય છે. આથી સ્પર્શ-રસ વગેરેને વિષયો કહેવાય છે. આ પાંચે ઇન્દ્રિયો એવી મોહપાશ છે કે તે ઇન્દ્રિયોને જ્યારે પોતાના મનગમતા પદાર્થો મળે છે ત્યારે અત્યંત રાજી થાય છે, રાગમાં આવી જાય છે. બીજી બાજુ જ્યારે અણગમતા પદાર્થો મળે છે, ત્યારે નારાજ થાય છે એટલે કે દ્વેષ કરે છે. જેમ કાનને સ્વપ્રશંસા સાંભળતાં ૧ મદિરા = દારૂ ૨ કુટેવો = ખરાવ ટેવો, ખરાબ સંસ્કારો. ૩ સુટેવો = સારી ટેવો, સારા સંસ્કારો, ૪ વિષયો – ઇન્દ્રિયોથી જાણવા લાયક ભાવો. ૫ અણગમતા = ન ગમે તેવા. www Page #29 -------------------------------------------------------------------------- ________________ ખૂબ આનંદ થાય છે અને એ જ કાનને કડવી ભાષા, પોતાની નિંદા સાંભળવા મળે છે ત્યારે તે ખૂબ નારાજ ને નિરાશ થશે. જીભને દૂધપાક, . શિખંડ, કેરી મળશે તો જીભમાંથી પાણી છૂટે છે. પણ ન ભાવતો સૂકો રોટલો કે કારેલાનું શાક મળે તો નારાજ થશે. આમ જીવ રાગ-દ્વેષ કરે છે અને કર્મો બાંધે છે, પરંતુ આચાર્ય મહારાજ ગમે તેવા મનગમતા પદાર્થો મળે તો પણ રાજી થતા નથી અને ગમે તેવા અણગમતા પદાર્થો મળે તો નારાજ થતા નથી. માટે આ પાંચે ઇન્દ્રિયોના વિષયોને જીતનારા છે. એટલે પાંચ ગુણો કહેવાય છે. સાંખ્યદર્શનમાં માનનારાઓ આ શરીરમાં ૧૧ ઇન્દ્રિયો છે તેમ માને છે. પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય, અને એક મન. જ્ઞાનેન્દ્રિયોથી જ્ઞાન થાય છે, જેમકે કાન વગેરે. કર્મેન્દ્રિયથી સંસારનાં કામો થાય છે. તે પાંચ છે. હાથ, પગ, સ્ત્રીચિહ્ન, પુરુષચિહ્ન, અને ગુદા. મન અંદર રહ્યું હોવા છતાં ચિંતન-મનન કરે છે. આમ કુલ ૧૧ ઇન્દ્રિયો છે. જૈનદર્શન ફક્ત પાંચ જ્ઞાનેન્દ્રિયોને જ ઇન્દ્રિયો કહે છે, કારણ કે હાથ, પગ વગેરે જે અવયવો છે, તે તે અવયવોથી થતાં કામકાજ બીજા અવયવોથી પણ કરી શકાય છે. માટે અસાધારણ કારણ નથી. જેમ હાથ પકડવાનું કામ કરે છે, પરંતુ કદાચ હાથ ન હોય તો પગથી પણ લોકો વસ્તુને પકડે છે. પક્ષીઓ ચાંચથી પણ વસ્તુ પકડે છે. એટલે હાથ એ પકડવાના કાર્યનું અસાધારણ કારણ નથી. જ્યારે કાન સાંભળવાના કાર્યનું અસાધારણ કારણ છે. તે કાર્ય બીજાં અવયવોથી નથી જ થતું. તેવી રીતે પગ ચાલવાનું કારણ છે, પરંતુ જેઓને પગ નથી તેઓ હાથથી ચાલે કે પેટથી ચાલે છે. અન્ય પાંખથી ચાલે છે, તેથી પગ એ કંઈ ચાલવાનું અસાધારણ કા૨ણ નથી. માટે કર્મેન્દ્રિયોને ઇન્દ્રિયો નથી માનતા. મન શરીરની અંદર કામ કરતું ૧ નારાજ - નાખુશ થવું તે. ૨ અસાધારણ = ખાસ કારણ. પ્રતિપદ સૂત્ર - ૨૫ Page #30 -------------------------------------------------------------------------- ________________ હોવાથી અભ્યન્તર' ઇન્દ્રિય કહેવાય છે, પરંતુ તે આ પાંચ જ્ઞાનેન્દ્રિયો સાથે કામ કરે છે, એટલે જુદી ગણી નથી. આ પ્રમાણે આચાર્ય મહારાજ આ પાંચ ઇન્દ્રિયોના વિષયો ગમે તેવા મળે તો પણ રાજી-નારાજી થતા નથી. બલ્કે તેઓ વિષયોને ત્યજે છે. માટે પાંચ ગુણો ગણાવ્યા છે. નવ પ્રકારની બ્રહ્મચર્યની વાડને પાળનારા આપણા જીવો અનાદિકાલીન મોહના વશથી અબ્રહ્મ (મૈથુનક્રીડા -સ્ત્રી-પુરુષનું સંસારસેવન) માં પડેલા છે. કોઈ મહાત્મા પુરુષના ધર્મોપદેશથી, સત્સંગથી અથવા ઉત્તમ વાંચનથી કદાચ તેના ઉપર કાબૂ રાખ્યો હોય તો પણ જરાક નિમિત્તો મળતાં પાછાં વિકાર અને વાસનાઓ હૃદયમાં ભડભડ સળગવા લાગે છે. કોઈ સ્ત્રીનું શરીર અર્ધ વસ્ત્રોવાળું, ખુલ્લાં અંગોવાળું અથવા નગ્ન જોઈએ ત્યારે તરત જ શરીરમાં વાસના જાગે છે. ગ્રહણ કરેલું બ્રહ્મચર્ય વ્રત તૂટી જાય તેવી સ્થિતિ ઊભી થાય છે. આથી ખેતરમાં ઊગેલા ધાન્યની સુરક્ષા માટે જેમ ચારે બાજુ કાંટાની વાડ બનાવવામાં આવે છે તેવી રીતે બ્રહ્મચર્ય વ્રતને પાળવા માટે નીચે મુજબ નવ વાડો બનાવવામાં આવી છે, g વાડોને આચાર્ય મહારાજશ્રી બરાબર પાળે છે. તેનાથી તેમનામાં ‘‘અબ્રહ્મ’નો દોષ આવતો નથી, એટલે આ ૯ ગુણો કહ્યા છે. (૧) સ્ત્રી-પશુ-નપુંસકો વસતા હોય ત્યાં અથવા તેમની અત્યંત નજીક વસવાટ કરવો નહીં. (૨) સ્ત્રી આદિ વિજાતીય વ્યક્તિની સાથે એકાન્તમાં બેસી વાતો કરવી નહિ. (૩) સ્ત્રીનાં અંગો (કામવિકારની દૃષ્ટિએ) જોવાં નહીં. ૧ અભ્યન્તર ઇન્દ્રિય = અંદરની ઇન્દ્રિય. ૨ વિજાતીય = વિપરીત જાતિ, - કોશ પ Page #31 -------------------------------------------------------------------------- ________________ (૪) જે આસન પર સ્ત્રી બેઠી હોય ત્યાં પુરુષે, અને જ્યાં પુરુષ બેઠો હોય ત્યાં સ્ત્રીએ અમુક સમય સુધી બેસવું નહિ. (૫) સ્ત્રી-પુરુષ (યુગલ-કપલ) જ્યાં એકાન્તમાં બેઠું હોય, સૂતું હોય અથવા વાતચીત કરતું હોય ત્યારે ભીંતના આંતરે ઊભા રહીને જોવું-જાણવું કે સાંભળવું નહીં. (૬) પૂર્વે સંસારમાં જે ભોગો ભોગવ્યા હોય તેને યાદ કરવા નહીં. (૭) માદક (વિકારક) પદાર્થો ખાવા નહીં. (૮) નીરસ આહાર પણ અધિક ખાવો નહીં. (૯) શરીરની શોભા-ટાપટીપ કે અતિશય શણગાર કરવાં નહીં. જ્ઞાની પુરુષોએ આપણા ગુણોની રક્ષા માટે કેવા કેવા ઉપાયો બતાવ્યા છે ! સિનેમામાં બતાવાતાં ચલચિત્રો' કે જે નિર્જીવ છે તે જોવાથી પણ જો આત્મામાં વિકારો થાય છે તો પછી સાક્ષાત સ્ત્રીપુરુષની ચર્ચા જોવાથી કેમ ન થાય ? માટે જ્ઞાનીઓએ આવા ઉપાયો બતાવ્યા છે. આચાર્ય મહારાજશ્રી પોતાના લીધેલા બ્રહ્મચર્યવ્રતને જરા પણ દોષ ન લાગે તેટલા માટે ઉપરની ૯ વાડો બરાબર પાળે છે. જેનાથી અલ્પ પણ અબ્રહ્મ આવતું નથી. અબ્રહ્મનો સર્વથા ત્યાગ થાય છે. માટે આ ૯ ગુણો ગણાવ્યા છે. ચાર પ્રકારના કષાયોથી મુકાયેલા કષ=સંસાર, આયવૃદ્ધિ, જેનાથી સંસારની વૃદ્ધિ થાય, જન્મમરણની પરંપરા વધે તે કષાય, તેના ચાર ભેદ છે. ક્રોધ - માન- માયા - લોભ ૧ માદક = શરીરમાં વિકાર કરે તેવા પદાર્થો. ૨ નીરસ =લુખ્ખો-રસવિનાનો. ૩શણગાર = શોભા – દેખાવ. ૪ ચલચિત્રો – પટ્ટીમાં દેખાડાતાં નિર્જીવ ચિત્રો. ૫ ચર્યા = આચરણપ્રવૃત્તિ. = પણ સુત્ર Page #32 -------------------------------------------------------------------------- ________________ આચાર્યમહારાજશ્રી આ ચારે કષાયોને જિતનારા છે. તેથી તેમના ૪ગુણો કહ્યા છે. ક્રોધ એટલે આવેશ, ગુસ્સો, ગરમી; માન એટલે અભિમાનમોટાઈ, હોઈએ તેનાથી અધિક દેખાવાની વૃત્તિ, માયા એટલે છળ-કપટછેતરપિંડી, હૈયામાં જુદુ હોય તેને હોઠથી જુદુ બોલવું તે. લોભ એટલે સ્પૃહા-ઇચ્છા તૃષ્ણા આશા ઝંખના આસક્તિ તે. આ ચાર કષાયોમાં ક્રોધકષાય બહારથી દેખાતો કષાય છે. કારણકે જે આત્મા ગુસ્સો કરે છે. તેને કોઈક વખત પાછળથી પસ્તાવો થાય છે. “મેં નાહક આવો ગુસ્સો કેમ કર્યો” એમ દુઃખ પણ થાય છે. શરીર તપી જાય છે. લોહી ઊકળી જાય છે. તાવ આવે છે. આડોશી-પાડોશી વચ્ચે પડીને ક્રોધથી રોકે છે. તેથી ક્રોધ બહારથી જણાતો કષાય છે. માન-માયા અને લોભ આ ત્રણ અંદરના કષાયો છે. જીવ આ ત્રણ કષાયો કરે છે. અને તેમાં પોતાનું બુદ્ધિચાતુર્ય માને છે. કષાયો એ કષાયો છે. એવી સમજ પણ રહેતી નથી. તેમાં વળી સત્તા અને સંપત્તિ ભળે તો આ કષાયો અમર્યાદિત થઈ જાય છે. આ માન-માયા-અને લોભથી ભરેલો આત્મા જે કંઈ કામકાજ કરે તે પોતાના સ્વાર્થ માટે અથવા પોતાના અતિનિકટના સગાના સ્વાર્થ માટે કરે અને ગામમાં ગાય એવું કે હું તમારા ભલા માટે દોડું છું. જુઓ તમને મારા આ કામથી કેટલા કેટલા લાભ થયા. બીજાને થયેલા થોડા લાભોને મોટા કરી ગાય, પોતાને થતા મોટા લાભને દબાવી દે. આત્મપ્રશંસા બહુ જોરશોરથી ગાય. હું વચ્ચે હતો તો તમારુ કેવું સરસ કામ થઈ ગયું. આમાં જ પોતાની કુશળતાની સફળતા માને. બીજા નબળા, ધાર્મિક, અને ભદ્રિક જીવોનો પરાભવ કરવામાં જ પોતાની શક્તિનો ઉપયોગ કરે. આવા પેટમાં ગુપ્તપણે રહેલા આ ત્રણ કષાયો અતિભયંકર છે. આચાર્યપદે બિરાજમાન મહાત્માઓ આવા કષાયોથી તદૃન અલિપ્ત રહે છે. તેઓ ધીર-વીર-ગંભીર-પ્રૌઢ અને ૧ બુદ્ધિચાયુર્ય = બુદ્ધિની હોશિયારી. ૨ અમર્યાદિત = મર્યાદા વિનાના. ૩ અતિનિકટના = અતિશય નજીકના. ૪ પરાભવ = અપમાન કરવું તે. ૫ ગુપ્ત = છાનું, ન દેખાય તેવું. ૬ અતિભયંકર = ઘણા જ ખરાબ, નુકસાન કરનારા. Page #33 -------------------------------------------------------------------------- ________________ સમભાવની મુદ્રાવાળા હોય છે. અને તેથી જ પ્રભાવસંપન્ન થાય છે. આ ચાર કષાયોમાં વ્યવહારથી પહેલો ક્રોધ જિતાય, પછી જ માન-માયા અને લોભ જિતાય; અને નિશ્ચયથી પહેલાં લોભ જિતાય પછી જ માયા-માન-અને ક્રોધ જિતાય છે. તે વાત કંઈક સૂક્ષ્મ બુધ્ધિથી વિચારીએ આપણે “લોભ” શબ્દનો “ધનની કરકસર એવો અર્થ ઘણું કરીને કર્યો છે. એટલે જે માણસો પાસે ધન છે પરંતુ તેને વાપરતો નથી તેને આપણે લોભિયા કહીએ છીએ. જે માણસો ધનની બહુકરકસર કરે, સંગ્રહ કરે, અવસરે બરાબર ખર્ચ નહિ, સમાજમાં પૈસા પ્રમાણે વર્તે નહિ એવા માણસોને દુનિયા લોભીયા કહે છે. પરંતુ આ અર્થ બરાબર નથી. કારણ કે કોઈ પણ માણસને ગમે તેટલું ધન હોય તો પણ પોતાનું ધન ઓછું જ લાગવાનું છે. બીજાનું જ ધન વધારે દેખાવાનું છે. પોતાની પાસે લાખ પહોંચે ત્યારે પાંચ લાખવાળાથી ઓછું છે. પાંચ લાખ પહોંચે ત્યારે પચ્ચીસ લાખવાળાથી ઓછું છે. અને પચ્ચીસ લાખ પહોંચે ત્યારે પચ્ચાસ લાખવાળાથી ઓછું છે. એમ લાગ્યા જ કરે છે. એટલે મારી પાસે ખાસ કંઈ ધન છે જ નહિ તો હું લોભ શેનો કરું? લોભ તો પેલા શેઠને છે એમ પરમાં જલોભ દેખાય. પોતાનામાં લોભ દેખાતો નથી. સંસારી તમામ જીવોમાંલક્ષ્મી બીજાની વધારે દેખાય અને સરસવતી પોતાની વધારે દેખાય હંમેશાં બુદ્ધિ પોતાનામાં જ વધારે દેખાય છે અને પૈસો બીજામાં જ વધારે દેખાય છે. એટલે જ્યાં પૈસો હોય ત્યાં જો લોભ હોય એમ અર્થકરીએ તો મારી પાસે તો ખાસ પૈસા જ નથી એટલે મને તો લોભ જ નથી. આમ પોતાને જાતને જીવ લોભવિનાની માને છે, બીજાને લોભી માને છે; જેથી પોતાની પ્રશંસા અને બીજાની નિંદા કરતો ફરે છે. 3 ૧ સમભાવની મુદ્રાવાળા= મોઢા ઉપર સમતાભાવ તરવરતો હોય તેવા. ૨ પ્રભાવસંપન્ન = તેજસ્વી પ્રભાવથી ભરેલા. ૩ સૂક્ષ્મબુદ્ધિથી = ઝીણી તીવ્ર બુદ્ધિથી. Page #34 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાની મહાત્માઓએ લોભનો અર્થ મૂચ્છ-મમતા-આશા-ઇચ્છાવાંછા-વાસના એવો કરેલ છે. કોઈ પણ પુદ્ગલ વસ્તુની ઈચ્છા થવી એ જ લોભ છે હૃદયમાં નિશ્ચયથી સૌ પ્રથમ ખાવા-પીવા-પહેરવા-ઓઢવા વગેરેની ઈચ્છાઓ જન્મે છે. તે લોભ છે. પછી તે ઈચ્છાઓ સિદ્ધ કરવા આ જીવ માયા ચાલુ કરે છે. કપટવૃત્તિ, છેતરપિંડી, જૂઠું બોલવું, ચોરી કરવી, ઈત્યાદિ દૂષણો ઇચ્છાત્મક લોભમાંથી જન્મે છે. એટલે લોભથી માયા જન્મ, તે માયા ધાર્યા પ્રમાણે સફળ થાય એટલે માન જન્મે, અને તે માયા નિષ્ફળ જાય તો ક્રોધ જન્મ, આ પ્રમાણે નિશ્ચયથી સૌ પ્રથમ લોભઇચ્છા જન્મે છેજેબાકીના ચારે કષાયોને લાવે છે. માટે “ઇચ્છાઓને જીતવીએ જ આત્મધર્મ છે. નિશ્ચયશુદ્ધ આત્મધર્મને ખાસ જાણવો જોઈએ. અત્યારે એટલું બધું અસત્ય ફાલ્યુંફુલ્યું છે કે “સત્ય કહેવુ તે પણ અસત્ય લાગે છે. પોતાની અજ્ઞાનતાથી, અને અજ્ઞાની ગુરૂના યોગથી જીવો “ધર્મ કરવાથી ધન મળે, અને ધન ખર્ચવાથી ધર્મ થાય” આ પંક્તિ સરસ જોડી દીધી છે. આ અણસમજના મહાપાપે “અન્યાયથી રળવું અને અભિમાનથી ખરચવું” આ મહા અસત્ય ચાલ્યું છે. ધનની પ્રાપ્તિ પૂર્વે બાંધેલા પુણ્યના ઉદયથી છે. પુણ્યકર્મજનિત છે. અને ધર્મનું ફળ કષાયોનો વિજય, મોહનો ત્યાગ,ક્ષમાદિ ગુણોની પ્રાપ્તિ છે. ધર્મ સાચા દિલથી કરવાથી જીવનમાં મોહ પાતળો પડે, સગુણો આવે, પુણીયા શ્રાવકમાં ભગવાને વખાણ્યું એવું સામાયિક હતું જે મહાન ધર્મ હતો છતાં પૂર્વબદ્ધ પાપના ઉદયથી ધન ન હતું. અને મમ્મણશેઠને પૂર્વબદ્ધપુણ્યના ઉદયથી ઘણું ધન હતું પરંતુ ધર્મ ન હતો. આવાં ઘણાં દૃષ્ટાન્ત છે. જૈનશાસ્ત્રોમાં ઠેકાણે ઠેકાણે ધનનું કારણ અને ધર્મનું ફળજુદુ ગણાવ્યું છે પુણ્યોદય એ ધનનું કારણ છે અને મોહ-કષાયનો ક્ષય - સગુણોની ૧ આત્મધર્મ =સાચો આત્માનો ધર્મ. ૨ નિશ્ચયશુદ્ધ = વાસ્તવિક નિર્મળ ધર્મ. ૩ યોગથી = સંયોગ-સમાગમથી. ૪ અણસમજ = અજ્ઞાનતા. બિનઆવડત. ૫ અન્યાયથી = નીતિમત્તા વિના. Page #35 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્તિ એ ધર્મનું ફળ છે. આમ હોવા છતાં ભવાભિનંદી જીવો ભવની અત્યન્ત પ્રીતિના કારણે ધર્મસ્થાનોમાં ધન ખરચતાં મોટાઈ, નામનો મોહ, પ્રતિષ્ઠાનો મોહ, સામાજિક મોભાનો મોહ, આગળ-પાછળનાં કલંકોને છાવરવાનો મોહ, સન્તાનોના વ્યવહારોનો મોહ, ઈત્યાદિ અનેક પાપોને પોષે છે. નિશ્ચય દૃષ્ટિ નહી સમજવાથી અને નિશ્ચય વિનાનો વ્યવહાર વધવાથી આવી સ્થિતિ જીવોની થઈ છે જે કરુણાસ્પદ છે. પૂજ્ય ઉપાધ્યાયજી યશોવિજયજી મ. સાહેબે સવાસો ગાથાના સ્તવનમાં કહ્યું છે કે : કુગુરુની વાસના પાસમાં, હરિણ પરે જે પડ્યા લોક રે ! તેહને શરણ તુજ વિણ નહીં, સ્લવલે બાપા ફોક રે / ઢળ. ૧; ગાથા ૨ | જ્ઞાન,દર્શન, ચરણ ગુણવિના, જે કરાવે કુલાચાર રે | લુંટે તેણે જન દેખતાં, કિહાં કરે લોક પોકાર રે || ગાથા.૩ જેહ નવિ ભવ તર્યા નિર્ગુણી, તારશે કેણી પેરે તેહ રે ! એમ અજાણ્યા પડે ફંદમાં, પાપ બંધ રહ્યા જેહ રે | ૪ || કામકું ભાદિક અધિકનું, ધર્મનું કો નવિ દુલ રે ! દોકડે ફરુ દાખવે, શું થયું એહ જગ સૂલ રે || ૫ || અર્થની દેશના જે દીએ, ઓળવે ધર્મના ગ્રન્થ રે | પરમપદનો પ્રગટ ચોર તે, તેથી કિમ વહે પંથ રે | | વિષયરસમાં ગૃહી માચિયા, નાચિયા કુગુરુ મદ પૂર રે | ધૂમ ધામે ધમાધમ ચલી, જ્ઞાનમારગ રહ્યો દૂર રે || ૭ || ક્લહકારી કદાગ્રહભર્યા, થાપતા આપણા બોલ રે | જિનવચન અન્યથા દાખવે, આજતો વાજતે ઢોલ રે | ૮ | કેઈ નિજ દોષને ગોપવા, રોપવા કે ઈ મત કંદ રે | ધર્મની દેશના પાલટે, સત્ય ભાષે નહિ મંદ રે || ૯ | આ ગાથાઓનો સાર જોઈશું તો સમજાશે કે જ્ઞાની પુરુષો કયાં ધર્મ સમજાવે છે ? અને આપણે કયાં ધર્મ સમજી બેઠા છીએ ? Page #36 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મદ્રષ્ટિ આવ્યા વિના સાચો ધર્મ સમજાવો ઘણો મુશ્કેલ છે. ૫. પાંચ મહાવ્રતોથી યુક્તા આચાર્યપદે બિરાજમાન મહાત્મા પુરુષો તીર્થકર ભગવન્તોએ ફરમાવેલાં પાંચ મહાવ્રતોને કાયમ પાળનારા હોય છે. પોતાના જીવનમાં નાનો પણ વ્રતભંગ ન થઈ જાય તેની પૂરેપૂરી કાળજી રાખનારા હોય છે. કારણ કે આ વ્રતો પોતે ઇચ્છાપૂર્વક લીધાં છે અને પોતાના માટે જ પાળવાનાં છે એમ મનથી સમજે છે. ૧. સર્વથા પ્રાણાતિપાત વિરમણવ્રત - નાના-મોટા, સૂક્ષ્મ-બાદર, ત્રણ-સ્થાવર કોઈપણ જીવોની વિરાધના-હિંસા કરવી નહિ. ૨. સર્વથા મૃષાવાદ વિરમણવતઃ- નાનું કે મોટું, સ્થૂલ કે સૂક્ષ્મ, બિલકુલ જૂઠું બોલવું નહિ, અપથ્ય બોલવું નહિ, અપ્રિય બોલવું નહિ. ૩. સર્વથા અદત્તાદાન વિરમણવ્રત-નાની કે મોટી કોઈ પણ જાતની ચોરી કરવી નહિ, પારકી વસ્તુ તેમની સંમતિ વગર લેવી નહિ. ૪. સર્વથા બ્રહ્મચર્યવ્રતઃ- (મૈથુન વિરમણવ્રત)-સ્વસ્ત્રી કે પરસ્ત્રીની સાથે સંસાર વ્યવહાર કરવો નહિ, તથા સ્પર્શ પણ કરવો નહિ. ૫. સર્વથા પરિગ્રહવિરમણ વ્રત - ધન-મિલ્કત-અલંકાર-ઘર વગેરે કંઈ રાખવું નહિ. તેમજ પૌદ્ગલિક પદાર્થો ઉપર મૂછ કરવી નહિ. આ પાંચ મહાવ્રતને પાલનારા હોવાથી આચાર્યશ્રીના આ પાંચ ગુણ કહેવાય છે. ૫. પાંચ પ્રકારના આચારને પાલવામાં સમર્થ આત્માના પાંચ ગુણોની વૃદ્ધિ કરે, પુષ્ટિ કરે એવા જે આચારો તેને પંચાચાર કહેવાય છે. તે પાંચે આચારોને સારી રીતે પાલનારા અને ૧ ફરમાવેલાં = જણાવેલાં, કહેલાં. ૨ કાળજી = ચિંતા-બંત-લાગણી. ૩ અપથ્ય = નુકસાન કરનાર. ૪ સંમતિ = રજા, પરવાનગી. ૫ પૌદ્ગલિક = જડ, નિર્જીવ વસ્તુઓ. હમ નેતના માત્ર મિ . $ Page #37 -------------------------------------------------------------------------- ________________ પળાવનારા આ મહાત્માઓ છે. પોતાના જીવનમાં - પ્રરૂપણામાં અને પ્રવર્તનમાં કયાંય આ આચારોની ક્ષતિઓ ન રહે તેનું સતત ધ્યાન રાખનારા છે. માટે આ પણ પાંચ ગુણો ગણાવ્યા છે. (૧) જ્ઞાનાચાર = પોતાનામાં અને બીજામાં સમ્યજ્ઞાન વધે એવી પ્રવૃત્તિઓ. ભણવું-ભણાવવું-વાંચવું-વંચાવવું-લખવું-લખાવવું, પુસ્તકો પ્રકાશિત કરવાં, ભંડારો (જ્ઞાનભંડારો) બનાવવા, જે જ્ઞાનભંડારો હોય તેને સુરક્ષિત કરવા, સાર-સંભાળ લેવી તે જ્ઞાનાચાર. (૨) દર્શનાચાર = જિનેશ્વર તીર્થંકર પરમાત્માઓએ બતાવેલાં તત્ત્વો ઉપર હૃદયથી રૂચિ કરવી, પ્રીતિ કરવી, શ્રદ્ધા કરવી, આ જ તત્ત્વ સાચું છે. એમ માની તેના તરફ આદર - બહુમાન કરવું. શંકાઓ ન કરવી તે દર્શાનાચાર. (૩) ચારિત્રાચાર = પોતે સાચા અને સારા આચારો પાળે અને બીજાને પળાવે, પાંચ સમિતિ અને ત્રણ ગુમિ અપનાવે તે ચારિત્રાચાર. (૪) તપાચાર = પોતાના જીવનમાં બની શકે તેટલું વધારે તપનું આસેવન કરે, તપના બે પ્રકાર છે બાહ્યતા અને અભ્યત્તરતા. જે તપ આ શરીરને તપાવે તે બાહ્યતા અને જે તપ આત્માનું દમન કરે તે અભ્યત્તર તપ, એમ બે પ્રકારો તપ આચરવો તે તપાચાર. (૫) વીર્યાચાર = શરીરની બોલવાની અને વિચારવાની જે શક્તિઓ મળી છે. તે તમામ શક્તિઓને છુપાવ્યા સિવાય ધર્મમાં વાપરે, જરા પણ પ્રમાદ ન કરે, આળસ ન કરે, અતિશય ઉંઘ ન લે તે વીર્યાચાર. આ પાંચે આચારો આચાર્ય મહારાજશ્રી પોતે પાળનારા અને બીજાને બની શકે તેટલા પળાવનારા છે. તેથી આ પણ પાંચ ગુણો ગણાવ્યા છે. ૧ સમ્યજ્ઞાન = સાચું જિનેશ્વરપ્રભુનું જ્ઞાન. Page #38 -------------------------------------------------------------------------- ________________ ૫ પાંચ સમિતિ પાળનાર આત્માનું જેનાથી કલ્યાણ થાય એવાં સારાં કામોમાં જયણાપૂર્વક પ્રવૃત્તિ કરવી તે સમિતિ કહેવાય છે. આચાર્યમહારાજશ્રી પોતાના જીવનને પૂર્ણ સમિતિવાળું બનાવે છે. તેથી આ પણ તેઓના ગુણો છે. સમિતિના કુલ પાંચ ભેદો છે. સમિતિ એ જીવનની પવિત્રતાનું પ્રધાનસાધન છે. (૧) ઈર્યા સમિતિ :- જ્યારે જ્યારે ભૂમિ ઉપર ચાલીએ ત્યારે ત્યારે સામેની ભૂમિ બરાબર જોતાં-જોતાં ચાલવું, પગની નીચે કોઈ જીવો હણાઈ ન જાય તેની પૂરેપૂરી કાળજી રાખવી. કીડી, મકોડા, ગરોળી, ઉંદર જેવા નાના જીવો ચગદાઈ ન જાય, મરી ન જાય, તથા સાપ-વીંછી-અજગર જેવા હિંસક જીવો ઉપર પગ આવી જવાથી આપણે ન મરી જઈએ. એમ બન્નેની રક્ષા માટે સામેની ભૂમિ જોતાં જોતાં ચાલવું. કારમાં જતા હોઈએ તો કોઈની પણ સાથે એક્સિડન્ટ ન થઈ જાય માટે જોઈને ચાલવું તે ઈર્યાસમિતિ. (૨) ભાષાસમિતિ=પાપ ન લાગે તેવાં નિર્દોષ વચનો બોલવાં, પોતાના અને પરના કલ્યાણને કરનારી ભાષા બોલવી, પ્રિય બોલવું, પથ્ય (હિતકારી) બોલવું, તથ્ય (સાચું) બોલવું અને તે પણ પરિમિત (માપસર) જ બોલવું તે ભાષાસમિતિ (૩) એષણા સમિતિ :- સાધુ-સાધ્વીજી મહારાજાઓ જ્યારે જ્યારે ગોચરી લેવા જાય, ત્યારે ત્યારે ગોચરીના દોષો ન લાગે તે રીતે આહાર લાવે અને વાપરે, ગોચરીના ૪૨ દોષો શાસ્ત્રમાં આવે છે. ન લાગે તેવી રીતે આહાર લાવે તે સાધુ-સાધ્વીજીને આશ્રયી એષણાસમિતિ કહેવાય, તેવી જ રીતે ગૃહસ્થને આશ્રયીને પણ બની શકે તેટલા દોષોનો ત્યાગ ૧ જયાણાપૂર્વક = જીવોની હિંસા ન થાય તેવી. ૨ પૂર્ણ સમિતિ = પૂરેપૂરી સમિતિવાળું. ૩ પ્રધાનસાધન = મુખ્ય કારણ. ૪ કાર = ટેક્ષી-ગાડી. ૫ ગોચરી = આહાર-ખોરાકભોજન. ૬ ગૃહસ્થ સંસારી શ્રાવક-શ્રાવિકા. = Page #39 -------------------------------------------------------------------------- ________________ કરી નિર્દોષ આહાર બનાવવા અને લેવો તે પણ કિંચિં એષણાસમિતિ છે. (૪) આદાનભંડમત્તનિખેવણા સમિતિ - પહેરવા માટેનાં વસ્ત્રો તથા ખાવાપીવા માટેનાં પાત્રો(વાસણો)નું જોઈ-પુંજીને આદાન-પ્રદાન કરવું. તેમાં નાના જીવો હોય તો તે મરી જાય, અને કોઈ મોટા જીવો અથવા વીંછી-નાનાસાપો ભરાયા હોય તો તેના ઝેરથી આપણે મરી જઈએ માટે પુંજીને જ ઉપયોગ કરવો તે આદાનભંડમત્ત નિમ્નવણા સમિતિ કહેવાય છે. આદાન-લેવું, ભંડમત્ત વાસણ માત્ર-અર્થાત દરેકવાસણો દરેક પાત્રો, નિબૅવણા=મુંકવું આવો શબ્દાર્થ જાણવો. (૫) પારિષ્ઠાપનિકા સમિતિ -પરઠવવા લાયક જે પદાર્થો શરીરના દરેક છિદ્રોમાંથી નીકળતા દુર્ગધ ભરેલા મળ-મૂત્ર-ઘૂંક લીંટવિગેરે પદાર્થો નિર્જીવ ભૂમિ ઉપર પાઠવવા, કીડીનાં નગરાં, મકોડા-ઉંદરના દરો, સર્પનાં બીલો ન હોય તેવી જગ્યાએ બેસવું, જેથી સ્વ-પરની જીવહિંસા ન થાય, નિશ્ચિતપણે શરીરની શુદ્ધિ થાય. આકુળ-વ્યાકુળતા ન આવે તે પારિષ્ઠાપનિકા સમિતિ. આચાર્યમહારાજશ્રી આ પાંચસમિતિઓ પાળનારા છે. માટે ૫ ગુણો કહેવાય છે. ૩. ત્રણ ગુપ્તિથી ગુમ આત્માનું જેનાથી અકલ્યાણ થાય તેવા માઠા વિચારો-માઠી વાણી, અને માઠું વર્તન છોડી દેવું તે ગુપ્તિ કહેવાય છે. ગુપ્તિ શબ્દ સંસ્કૃત ભાષાના ગુ, ધાતુ ઉપરથી બન્યો છે. ગોપવવું, સંતાડવું, છુપાવવું, અશુભવિચારાદિથી પાછા ફરવું તે ગુપ્તિ, કોઈ કોઈ ગ્રન્થોમાં અશુભથી ૧ નિર્દોષ = દોષ વિનાનો. ૨ યત્કિંચિત્ = કંઈક અંશે. ૩ આદાન-પ્રદાન = લેવું અને આપવું. ૪ પંજીને = સાફ-સૂફી કરીને. ૫ નિર્જીવ= જીવાત વિનાની. ૬ સ્વપરની= પોતાની અને બીજાની. ૭ નિશ્ચિતપણે= ચિંતા વિના, વ્યાધિ વિના. ૮ આકુળવ્યાકુળતા= મનની અસ્થિરતા. ( પ્રતિકમ9 ચત્ર ૩૫ Page #40 -------------------------------------------------------------------------- ________________ અટકવું અને શુભમાં જોડાવું એમ ઉભયને પણ ગુપ્તિ કહી છે. આચાર્ય મહારાજશ્રી આ ગુમિને પાળનારા છે. માટે આ ગુમિ પાળવારૂપ તેઓના ત્રણ ગુણો કહ્યા છે. (૧) મનગુક્તિઃ મનને ખરાબ વિચારોથી રોકવું (સારા વિચારોમાં જોડવું) (૨) વચનગુતિઃ વચનને ખરાબ ભાષાથી રોકવું (સારી ભાષા બોલાવી) (૩) કાયમુતિઃ કાયાને કુચેષ્ટાથી રોકવી (અને સારી ચેષ્ટામાં પ્રવર્તાવવી.) આચાર્ય મહારાજશ્રી આ ત્રણ ગુપ્તિને પાળનારા છે. માટે આ ત્રણ તેઓના ગુણો છે. આ પંચિંદિય સૂત્રમાં અનુક્રમે જણાવેલા ૫ + ૯ + ૪ + + + પ + ૫ +૩ =૩૬ એમ કુલ છત્રીસ ગુણો આચાર્યમહારાજશ્રીના છે. આ છત્રીસ ગુણોને દર્શાવતું પંચિંદિય સૂત્ર બોલવા વડે ગુરુજીની કલ્પિત સ્થાપના કરાય છે. આટલા માટે જ આ સૂત્રનું બીજું નામ “સ્થાપના સૂત્ર” રાખવામાં આવેલ છે. પ્રશ્ન :- આ સૂત્રમાં આચાર્યમહારાજના ૩૬ ગુણો ગણાવ્યા. તો નવકારમંત્રમાં કહેલા અરિહંત બીજા પદોના ગુણો કેટલા? ઉત્તર :- અરિહંતાદિ પરમાત્માના ૧૨, સિદ્ધપરમાત્માના ૮, આચાર્યમહારાજના ૩૬, ઉપાધ્યાયજીનારપ અને સાધુમહારાજના ૨૭ - એમ પાંચે પરમેષ્ઠિના મળીને કુલ ૧૦૮ ગુણો છે. આ ગુણો પણ યથાસ્થાને આગળ સમજાવીશુ. પ્રશ્ન :- નવકારવાળીના (માળાના) મણકા ૧૦૮ શા માટે રાખવામાં આવે છે? ઉત્તર :- ઉપર કહ્યા મુજબ પાંચ પરમેષ્ઠિના ગુણો ૧૦૮ છે. તે તમામ ગુણોને યાદ કરવા માટે ગુણોની સંખ્યા પ્રમાણે મણકા ૧૦૮ છે એકેક મણકો એકેક ગુણને સ્મરણમાં લાવવાનો છે. જેથી ગુણોની પ્રાપ્તિ થાય ૧ યથાસ્થાને = જ્યાં જ્યાં અવસર આવશે ત્યાં ત્યાં. Page #41 -------------------------------------------------------------------------- ________________ અને ગુણવાન મહાત્માઓ ઉપર બહુમાન વધે છે. પ્રશ્ન :- હાલ માળા ગણવામાં ગુણો ગણવાનો વ્યવહાર કયાંય જોવાતો નથી. ઉત્તર :- દરેક ગણનારાઓને ગુણો યાદ હોતા નથી, ગુણો યાદ હોય તો પણ ક્રમશઃ યાદ રહેતા નથી. તેથી આ ગુણો જેમાં ભરેલા છે એવા ગુણી પુરૂષોના સ્મરણ દ્વારા ગુણો યાદ કરવા આ વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રશ્ન :- પંચિંદિય સૂત્રથી સ્થપાતા “કલ્પિતગુરુજી” નિર્જીવ છે. પ્રેરક બનતા નથી પ્રશ્નો પુછીએ તેના ઉત્તર આપી શકતા નથી. તો પછી કલ્પવાની શી જરૂર? ઉત્તર :- જેમ પથ્થરની બનાવેલી ગાય દૂધ ન આપે પરંતુ ગાય કેવી હોય તેનું જ્ઞાન અવશ્ય કરાવે, પથ્થરનો બનાવેલો સિંહ ફાડી ન ખાય પરંતુ સિંહ કેવો હોય તેનું જ્ઞાન અવશ્ય કરાવે. પૃથ્વી ઉપર સાપોલિયામાંથી નીકળેલો સાપ ડંખ ન મારે પણ સાપ કેવો હોય તેનું જ્ઞાન અવશ્ય કરાવે, તેવી રીતે કલ્પિતગુરુ અને કલ્પિત પરમાત્મા પણ વૈરાગી ગુરુનું અને વીતરાગદેવનું જ્ઞાન-સ્મરણ અવશ્ય કરાવે . જિનેશ્વર પરમાત્માની વીતરાગાવસ્થા કેવી હોય ? તેનું જ્ઞાન મૂર્તિ અવશ્ય કરાવે. પ્રશ્ન :- એવાં કોઈ દષ્ટાન્તો છે કે જે નિર્જીવ હોય એવી પ્રતિકૃતિને જોવાથી તે મૂળ સજીવનું સ્મરણ કરાવે અને લાભ-નુકશાન કરે? ઉત્તર :- હા. અનેક દૃષ્ટાન્તો છે. સિનેમામાં બતાવાતાં ચલચિત્રો નિર્જીવ છે, છતાં કરુણરસનું ચિત્ર ચાલતું હોય તો જોનાર જાણે છે કે આ ચિત્રમાત્ર જ છે. છતાં તે ચલચિત્રમાં જેટલી વેદના-રુદન ન હોય તેથી કંઈક ગણું રુદન-વેદના જોનારાઓને થાય છે. આંખો અશ્રુભીની થાય છે. વીરરસનું ચિત્ર હોય તો જોનારાઓમાં વીરતા વ્યાપે છે. શૃંગારરસનું ચિત્ર ૧ બહુમાન = અંદરના હૈયાથી માન. ૨ ગુણી = ગુણોથી ભરેલા ગુણવાન પુરુષો. ૩ પ્રેરક = પ્રેરણા કરનાર. ૪ વીતરાગાવસ્થા = રાગ-દ્વેષ વિનાની અવસ્થ. ૫ પ્રતિકૃતિ = છબી-મૂર્તિ-ફોટો. ૬ અશ્રુભીની = આંસુઓથી ભીંજાયેલી. સિદણ સત્ર ૧ ) Page #42 -------------------------------------------------------------------------- ________________ હોય તો વિકાર-વાસના જન્મે છે. હવે જો આ ચલચિત્રો નિર્જીવ હોવા છતાં જોનારાઓમાં તેવા તેવા ભાવો પ્રગટ કરી શકે છે તો પછી વીતરાગમૂર્તિ અને કલ્પિતગુરુ દર્શન કરનારાઓમાં વૈરાગ અને વિવેક કેમ પ્રગટ ન કરી શકે ? પ્રશ્ન:- મૂર્તિને રાખવાથી મંદિર બનાવવું પડે, તેમાં આરંભ - સમારંભ લાગે, અનેક જીવોની હિંસા થાય. ભગવન્તોએ હિંસાનો સર્વથા નિષેધ બતાવ્યો છે. તથા જળ-પૂષ્પાદિ પૂજાઓમાં પણ હિંસા થાય તો આ વાત કેવી રીતે યુક્તિસંગત થાય ? સારાંશ એ છે કે મૂર્તિ માનવામાં, મંદિર બંધાવવામાં, અને જલ-પુષ્પાદિ પૂજા કરવામાં સર્વત્ર હિંસા રહેલી છે. અને “જ્યાં જ્યાં હિંસા ત્યાં ત્યાં નહિ જિન આણા” જ્યાં જ્યાં હિંસા હોય ત્યાં ત્યાં જિનેશ્વરની આજ્ઞા નથી, માટે મૂર્તિનો અને મૂર્તિપૂજાદિનો વ્યવહાર કેવી રીતે યુક્તિસંગત થાય? ઉત્તર :-મૂર્તિ અને મંદિરને સ્વીકારવામાં હિંસા થાય છે. આ વાત ચોક્કસ સત્ય છે. પરંતુ હિંસા બે પ્રકારની છેઃ (૧) દ્રવ્યહિંસા. અને (૨) ભાવહિંસા. બીજાના પ્રાણોની હિંસા થાય તે દ્રવ્યહિંસા કહેવાય અને આત્મામાં રાગ-દ્વેષ-મોહ અને અજ્ઞાન વધે તે ભાવહિંસા કહેવાય છે. દ્રવ્યહિંસા અવશ્ય તજવા યોગ્ય છે. પરંતુ જો ભાવહિંસાને દૂર કરવામાં કદાચ દ્રવ્યહિંસા કરવી પડતી હોય તો તે ગૌણ બની જાય છે. જેમ સાધુસંતો એક ગામથી બીજે ગામવિહાર કરે ત્યારે પગ નીચે છએ કાયાની હિંસા થાય. વચમાં નદી આવે તો અપકાયની વિશેષે હિંસા થાય. પરંતુ જો વિહાર ન કરે તો જ્યાં રહ્યા હોય તે સ્થાનનો ગામનો અને લોકોનો મોહ, રાગ-દ્વેષ વધે તે ભાવહિંસા છે. તે ભાવહિંસા ઘટાડવા માટે નદી ઊતરવાની વ્યહિંસા ગૌણ છે. તેવી રીતે સંસાર ઉપરનો આત્માને અનાદિનો મોહ, રાગ, દ્વેષ છે. તે ભાવહિંસા તોડવા માટે વીતરાગનું ૧ વીતરાગ મૂર્તિ = વીતરાગ પરમાત્માની મૂર્તિ. ૨ કલ્પિતગુરુ =કલ્પનાથી સ્થાપેલા Page #43 -------------------------------------------------------------------------- ________________ આલંબન લેવામાં કંઈક દ્રવ્યહિંસાવાળુ હોય તો તે ગૌણ છે. આ દ્રવ્યહિંસાથી આરંભ સમારંભ તો લાગે જ છે. પરંતુ નિરૂપાય હોવાથી આચરવાં પડે છે. અને એટલા માટે જ મંદિર-ઉપાશ્રયમાં જઈને ઈરિયાવહિયં કરવામાં આવે છે. પરંતુદ્રવ્યહિંસા માત્ર દેખીને ભાવહિંસાથી બચાવનાર અનુષ્ઠાનોને છોડી દેવા જોઈએ નહિ. જો આ અર્થને યુક્તિસંગત હોવા છતાં નહી સમજીએ તો ધર્મક્રિયા કરવા માટે સ્થાન બનાવવામાં અને આશ્રમ બનાવવામાં પણ આરંભ-સમારંભ થાય જ છે. તે પણ છોડી દેવાં પડે એવો અર્થ થાય, છતાં ધર્મક્રિયાનો હેતુ હોવાથી જેમ ત્યાં દ્રવ્યહિંસા ગૌણ થાય છે. તેવી જ રીતે મૂર્તિમંદિરમાં પણ દ્રવ્યહિંસા ચોકક્સ છે જ, છતાં અધિક્લાભ હોવાથી તેને ગૌણ કરવી જોઈએ. - વળી જે મહાત્માઓ બાહ્ય આલંબન વિના પોતાના આત્માના અધ્યાત્મ બળે મોહરાજાને જીતી શકે તેવા સમર્થ છે. તેવા મહાપુરુષોને આ બાહ્ય આલંબન જરૂરી નથી. જેમ કે મરૂદેવા માતા, ઈલાચીપુત્ર, ગુણસાગર, પૃથ્વીચંદ્ર, ચીલાતીપુત્ર, ઈત્યાદિ અનેક આત્માઓ મૂર્તિમંદિરના આલંબન વિના પણ પોતાના ઉત્કૃષ્ટવૈરાગ્યબળે પણ ભવસાગર તર્યા છે. માટે આલંબનનો સ્વીકાર અનેકાન્તિક છે. દરિયામાં પડેલાનો સ્વયં તરતાં આવડતું હોય તો પાટીયાની જરૂર નથી. અને જો સ્વયં તરતાં ન આવડતું હોય તો જરૂરીયાત પણ ચોકકસ છે જ માટે અનૈકાન્તિક વાતને એકાત્તિક કરવી તે ઉચિત નથી. ખોટાં આલંબન દેખાડી ભોળા જીવને ભોળવવા જોઈએ નહિ. “આલંબન કુડાં દેખાડી, મુગ્ધ લોકને પાડે ! આણાભંગતિલક તે કાળ, થાપ આપનિલા ડેરા સાડા ત્રણસોનું સ્તવન. ઢાળ પહેલી, ગાથા ત્રીજી. જૈન દર્શનમાં પ્રાથમિક જીવોને વીતરાગની મૂર્તિ તથા તેનું આલંબન સંસારસાગર તરવામાં જરૂરી છે. માટે હિંસા માત્ર દેખીને તેનો ૧ નિરૂપાય = ઉપાય વિના ( પ્રતિમા - ૩૯ કરો Page #44 -------------------------------------------------------------------------- ________________ ત્યાગ ન કરવો, તથા પ્રતિમાદિ સંસારસાગર તરવામાં નિમિત્ત માત્ર છે. કર્તા નથી. તેથી તે પ્રતિમાદિ મને તારશે એમ માની લેવું જોઈએ નહિ, પ્રતિમાદિન- આલંબનોને પ્રાપ્ત કરીને આત્મામાંથી સંસારનો મોહ કાઢવા માટે તેને નિમિત્તરૂપે જોડવાં જોઈએ. “સુથાર કુહાડા વડે લાકડુ કાપી શકે છે પરંતુ કુહાડાને લાકડું કાપવાનું ભળાવી દે તો કુહાડો લાકડું કાપી આપતો નથી. પરંતુ જ્યાંથી જે રીતે લાકડું કાપવું હોય ત્યાંથી તે રીતે કુહાડાનો ઉપયોગ સુથારે કરવો જોઈએ તે રીતે મૂર્તિપૂજક આત્માઓએ પણ સમજી લેવું જોઈએ કે મૂર્તિને તારવાનો હવાલો સોંપીશું તો મૂર્તિ તારતી નથી. પરંતુ આત્મામાંથી જ્યાંથી જે રીતે મોહ કાઢવો છે ત્યાંથી તે રીતે વીતરાગની મૂર્તિને આલંબનરૂપે જોડીશું તો મૂર્તિના આલંબનથી જરૂર સંસારતરાશે. આટલા જ માટે જૈનશાસ્ત્રોમાં પાંચ પ્રકારના યોગોમાં આલંબન અને નિરાલંબન એમ બે પ્રકારના યોગો આવે છે. પૂ. હરિભદ્રસૂરિજી મ. કૃત યોગવિંશિકામાં જણાવ્યું છે કે " ठाणुन्नत्थालंबण रहिओ तंतम्मि पंचहा एसो। दुगमित्थ कम्मजो, जहा यिं नाणजोगो उ॥२॥ (૧) સ્થાનયોગ, (૨) ઉર્ણયોગ, (૩) અર્થયોગ, (૪) આલંબન યોગ, અને (૫) નિરાલંબન યોગ- એમ જૈનશાસ્ત્રમાં પાંચ પ્રકારનો યોગ કહ્યો છે. તે પાંચમાં પ્રથમના બે પ્રકારનો યોગ તે કર્મયોગ છે ક્રિયાયોગ છે. અને પાછલો ત્રણ પ્રકારનો યોગ તે જ્ઞાનયોગ છે. એમ આલંબન અને નિરાલંબન બન્ને યોગોથી સંસાર તરી શકાય છે. (ઇચ્છામિ ખમાસમણો સૂત્ર - ૩) ઇચ્છામિ ખમાસમણો વંદિઉં જાવણિજાએ નિસીહિઆએ મFણ વધામિ. Page #45 -------------------------------------------------------------------------- ________________ આ સૂત્રદ્રારાપરમાત્માને અને ગુરુજીને વંદના કરવામાં આવે છે. હે ક્ષમાશ્રમણ હું આપશ્રીને સંસારવ્યવહાર ત્યજીને યથાશક્તિ વંદન કરવા ઈચ્છું છું. અહીં ગુરુજીમાં અનેક ગુણો હોવા છતાં ક્ષમાશ્રમણ નામના ગુણને પ્રધાન તરીકે જણાવ્યો છે. દસ પ્રકારના યતિધર્મોમાં પણ ક્ષમા ગુણને પહેલો ગણાવ્યો છે. કારણ કેનિશ્ચયનયથી (અધ્યાત્મદષ્ટિથી) પહેલો લોભ તજવા જેવો છે. પરંતુ વ્યવહારનયથી પહેલો ક્રોધ તજવા જેવો છે. ક્રોધ એ બહારથી દેખાતો કષાય છે. લોકોમાં અપ્રીતિ-અવિશ્વાસ અને અરુચિ ઉત્પન્ન કરનારો છે. જેમાં ક્રોધ વ્યાપ્ત હોય છે તે માણસથી લોકો વિખૂટાં પડે છે દૂર ભાગે છે. જેથી પરસ્પર મિલન બંધ થવાથી પરોપકાર કરવાનો યોગ નાશ પામે છે. માટે પરોપકાર કરવામાં સમર્થ આત્માઓએ તો ક્રોધને તિલાંજલી આપી દુનિયાનો પ્રેમ પ્રાપ્ત કરવો જોઈએ. જો લોકોની સાથે પ્રેમ કેળવાયો હોય તો પરોપકાર ધાર્યો હોય તેટલો કરી શકાય. માટે ક્રોધથી થતી ચિરાટ રોકવા માટે ક્રોધનો પ્રતિપક્ષી ક્ષમાગુણ જીવનમાં અવશ્ય કેળવવો જોઈએ. તેથી વ્યવહારદ્રષ્ટિએ એટલેકે બાહ્યદૃષ્ટિએ સાધુસંત-પુરૂષો ક્ષમાગુણ વડે વંદનીય છે. ગુરુજીને વંદન કરતાં વધારે એકાગ્રતા-સ્થિરતા-તન્મયતા આવે એટલે સૂત્રમાં “નિસાહિઆએ કહ્યું છે. ગુરુવંદન સિવાયના બાકીના તમામ સાંસારિક વ્યવહારોને ત્યજીને આ ધર્મક્રિયામાં એકાગ્ર બનીને હું વંદન કરું છે. વળી આ વંદન જઘન્ય, મધ્યમ, અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારનું હોય છે. તેમાંથી મારા સમય અને સંજોગને અનુસાર જે શક્ય વંદન છે. તે કરું છું. આ જણાવવા માટે “જાવણિwાએ” ૧ યથાશક્તિ = મારી શક્તિને અનુસારે. ૨ પ્રધાન = મુખ્ય. ૩ યતિધર્મોમાં =સાધુના આચારોમાં. ૪ વ્યાપ્ત = ભરેલો, વ્યાપેલો. ૫ વિખૂટા= છૂટા પડવું, જુદા થવું. ૬ પ્રતિપક્ષી =વિરોધી-દુશ્મન-શત્રુ. ૭ જઘન્ય = નાનામાં નાનું. ૮ મધ્યમ વચ્ચેનું. ૯ ઉત્કૃષ્ટ = મોટામાં મોટું. Page #46 -------------------------------------------------------------------------- ________________ પદ લખ્યું છે. મારી શારીરિક જેવી શક્તિ છે. તેને અનુસારે હું વંદન કરું છું. એમ દેવ-ગુરુ ઉપર પરમ ભક્તિભાવે વંદનાર્થે આ સૂત્ર રચાયું છે. આ સૂત્રનું બીજું નામ “પંચાંગ પ્રણિપાતસૂત્ર” કહેવાય છે. તેનો અર્થ એ છે કે જ્યારે જ્યારે આ સૂત્ર બોલીને ગુરુજીને વંદના કરાય ત્યારે ત્યારે પાંચ અંગો નમાવી ભૂમિને અડાડીને વંદન કરવું જોઈએ (૨ હાથ, ૨ પગ, ૧ મસ્તક). આ પ્રમાણે પાંચ અંગો ભૂમિ ઉપર સ્પર્શતાં હોવાથી “પંચાંગ પ્રણિપાત” નામ આપેલ છે. ( ઈચ્છકાર સુતરાઇ સૂગ - ૪ - ઇચ્છકાર સુહરા (સહદેવસિ) સુખતા શરીર નિરાભાઈ સુખસંયમ જાત્રા નિર્વહો છો જી? સ્વામી ! સાતા છે જી? ભાત પાણી નો લાભ દેજજી. આ સૂત્ર ગુરુજીને સુખસાતા પૂછવા માટેનું છે. ગુરુજી સંસારના સંપૂર્ણપણે ત્યાગી છે, વૈરાગી છે અને શારીરિક સગવડતાઓથી દૂર રહેનારા છે. એટલે આપણા આત્માની (અનુયાયી-ભક્તવર્ગની) એ ફરજ થાય છે કે આપણે આ મહાત્મા પુરુષોની શું ભક્તિ કરીએ? તેમ આ નાનુંસૂત્ર ધર્મ સમજાવનાર ઉપકારી ગુરુજીની સુખસાતા પૂછવા માટે બનાવેલ છે. ઈરિયાવહિયં સૂત્ર-૫ ઇચ્છાકારેણ સંદિસહ, ભગવન, ઇરિયાવહિયંપડિકનમામિ, ઇચ્છે ઈચ્છામિ પડિક્કમિઉં, ઇરિયાવહિયાએ વિરાણાએ ૧ ભક્તિભાવે= હૈયાના અત્યન્ત ભાવપૂર્વક. ૨ સુધરાઈ = રાત્રિ સુખે પસાર થઈ છે ને. ૩સુહદેવસિ = દિવસ સુખે પસાર થયો છે ને?૪ નિરાબાધ = શરીરની કોઈ પીડા નથી ને? પ ભાત-પાણી = ભોજન અને પાણી. Page #47 -------------------------------------------------------------------------- ________________ ગમણાગમણે પાણક્કમણે બીચક્કમણે હરિચકમણે ઓસા-ઉનિંગપણગદગ-મટ્ટી-મક્કા-સંતાણા-સંકમણે જે મે જીવા વિરાહિયાએબિંદિયા-બેઇજિયા, તેદિયા, ચઉરિદિયા, પંચિંદિયા, અભિહયાવરીયા-લેસિયા-સંધાઇચા-સંઘક્રિયા-પશિયાવિયા-કિલામિયા, ઉદ્દવિચા-ઠાણાએ ઠાણે સંકામિયા-જીવિયાઓ વવરોવિયા તસ્સ મિચ્છામિ દુક્કડં. જૈન શાસનને પામેલા સર્વે આરાધક સ્ત્રી-પુરુષો જ્યારે જ્યારે ઉત્તમ ધર્માનુષ્ઠાનો કરે છે. ત્યારે ત્યારે આ સૂત્ર બોલવા વડે આત્મશુદ્ધિ કરે છે. ધર્મક્રિયા કરવા માટે એક સ્થાનથી બીજા સ્થાનમાં જતાં-આવતાં જાણતાં-અજાણતાં નાના-મોટા જીવોની હિંસા થવાનો સંભવ છે. તેની ક્ષમા માગવા માટેની ક્રિયા આ સૂત્રમાં કરવામાં આવી છે. ધર્મક્રિયા કરતાં પહેલાં થયેલી જીવોની હિંસાની માફી માગી પોતાના મહાત્મા પુરુષોએ આત્માના હિત માટે કેવી સુંદર વ્યવસ્થા ગોઠવી છે. ? પ્રથમ ગુરુજી પાસે થયેલા પાપની ક્ષમા માગવા માટેની રજા માગવામાં આવે છે. કે હે ભગવાન ! આપશ્રી રજા આપો. હું મારાથી થયેલી જીવહિંસાની પાપક્રિયાની ક્ષમા માગવા ઇચ્છું છું. ગુરુજી તરફથી રજા મળે છે. ત્યારબાદ જીવ પોતાનાથી થયેલી આ પાપચેષ્ટાને બે-ચાર પ્રસંગો યાદ કરવા દ્વારા બોલે છે. તેમાં કયા ક્યા જીવો મરાયા હશે તેઓનાં નામોનો ઉલ્લેખ કરે છે. કેવી રીતે મેં હણ્યા હશે તે હણવાના પ્રકારોનો ઉલ્લેખ કરે છે. અને છેલ્લે આવાં પાપોથી હે પ્રભુ! તું ક્ષમા આપ. મારી ભૂલ થઈ છે. એવી અંતરની પસ્તાવાપૂર્વકની રજુઆત કરે છે. જેમ આ શરીરમાં રહેલો મારો જીવ મને વહાલો છે. તેમાં તમામ શરીરોમાં રહેલા સૌના જીવ સૌને વહાલા છે. મારા તુચ્છ સ્વાર્થ ખાતર તેઓની હિંસા કેમ થાય ? કોઈ પણ જીવનું મન મારાથી કેમ દુઃખી ૧ આરાધક = ધર્મારાધના કરનાર. ૨ ધર્માનુષ્ઠાનો = ધર્મનાં અનુષ્ઠાનો-ક્રિયાઓ. Page #48 -------------------------------------------------------------------------- ________________ કરાય? માટે મારે ક્ષમા માગવી જ જોઈએ. કોઈ એક મનષ્ય બીજા મનુષ્યનું ખૂન કરે તો તે ગુનો ગણાય. ખૂન કરનારને પકડવામાં આવે. જેલ અને ફાંસી વગેરેની સજા થાય. કારણ કે જેનું ખૂન થયું છે તે જીવ પણ આ દુનિયામાં સ્વતંત્ર જીવન જીવવા માટે જન્મ્યો હતો. તેનું જીવન ખૂનીએ છીનવી લીધું છે. તેથી તે ગુનેગાર ગણાય છે. તેવી જ રીતે પશુપક્ષીઓ-કીડી-મકોડા-ઝાડ-ફૂલ-ફળ વગેરેમાં પણ પ્રાણીઓ પોત-પોતાનું સ્વતંત્ર જીવન લઈને જન્મ્યાં છે. તેમનું જીવન આપણાથી કેમ લૂંટી લેવાય ! પારકાના જીવનને લૂંટવાનો આ પણ ગુનો કેમ ન ગણાય? સરકાર ભલે કદાચ તેને ગુનો નગણે પરંતુ કુદરતની રીતિએતો આ પણ ગુનો જ બને છે. માટે આત્મા કર્મોથી ભારે થાય છે. તેથી આવાં મહાપાપોથી સદા દૂર રહેવું જોઈએ. માંસાહાર-અભક્ષ્ય-અનંતકાય પદાર્થો જીવનભર ત્યજી દેવા જોઈએ. આ સૂત્ર પ્રાકૃત ભાષામાં છે. તેમાં આવેલા પારિભાષિક શબ્દોના અર્થો પણ જાણવા જેવા છે. તે શબ્દોના અર્થો આ પ્રમાણે છે : ઇચ્છાકારેણં = ઇચ્છાપૂર્વક, સંદિસહ રજા આપો, આજ્ઞા આપો. ભગવન્= હે ભગવન્ત, હે ગરુજી ! ઈરિયાવહિયંકરસ્તામાં લાગેલું પાપની પડિક્કમામિ=હું ક્ષમા માગવા ઈચ્છે =આપની આજ્ઞા સ્વીકાર્ય છે. ઈચ્છું છું? ઈચ્છામિ =હું પણ ઇચ્છું છું પડિક્કમિઉ = ક્ષમા માગવા માટે ઇરિયાવહિયાએ = ચાલવાની વિરાણાએ = વિરાધના-હિંસા ક્રિયામાં, કરી હોય. ગમણાગમણે= રસ્તામાં પાણક્રમણે= પ્રાણ ચાંપ્યા હોય. જતાં-આવતાં બીય%મણે= વૃક્ષોનાં બીજા હરિય%મણે= લીલી લીલી ચાપ્યા હોય, - હરિયાળી ચાંપી હોય. ઓસા = ઝાકળ ઉનિંગ = કીડિયારા, કીડીઓનાં Page #49 -------------------------------------------------------------------------- ________________ નગરાં પણ ગદગ= પાંચ રંગની લીલફૂલ. મટ્ટી =માટી, પથ્થર. મક્કડાસંતાણા= કરોળિયાની જાળ, સંકમણે= ચાંપ્યા હોય, હણ્યા હોય. જે મે જીવા = મેં જે કોઈ જીવોની વિરાહિયા = વિરાધના કરી હોય, હિંસા કરી હોય. એબિંદિયા = એક ઇન્દ્રિયવાળા, બેઇન્ડિયા =બે ઇન્દ્રિયો વાળા. તેઈન્ડિયા = ત્રણ ઈન્દ્રિયોવાળા, ચઉરિદિયા= ચાર ઇન્દ્રિયોવાળા, પંચિંદિયા= પાંચ ઇન્દ્રિયોવાળા, અભિહયા=લાતે તમાચાથી માર્યાહોય. વરિયા= ધૂળથી ઢાંક્યા હોય લેસિયા = ભૂમિ સાથે ઘસ્યા હોય. સંધાઈયા = શીશી વિગેરેમાં સંઘફિયા = પરસ્પર એકઠા કર્યા હોય, અથડાવ્યા હોય. પરિયાવિયા = સંતાપ આપ્યો હોય, કિલામિયા = કિલામણા ઉપજાવી હોય. ઉદૃવિયા= આંખથી ડરાવ્યા હોય, ઠાણાઓઠાણ = એક જગ્યાએથી બીજી જગ્યાએ. સંકામિયા= મુક્યા હોય, જીવિયાઓ = તેના પોતાના જીવનથી વવરોવિયા= જુદા કર્યા હોય તસ્સ = તે તમામ પ્રકારનું મિચ્છામિ = મિથ્યા થજો દુક્કડ = મારું પાપ. (મારું પાપ મિથ્યા થજો). આ પ્રમાણે આ સૂત્ર બોલીને આરાધક આત્મા પોતાનાથી રસ્તામાં થયેલી નાની-મોટી જીવહિંસાની ક્ષમાયાચના કરવા દ્રારા પોતાના આત્માની નિર્મળતા કરવા ઇચ્છે છે. સર્વક્રિયાઓમાં પ્રથણ આ સૂત્ર બોલાય છે. ૧ ક્ષમાયચના = માફી માહવીને. Page #50 -------------------------------------------------------------------------- ________________ (તસ્સ ઉત્તરી સૂત્ર -૬ તસ્ય ઉત્તરીકરણેણં, પાચત્તિ કરણેણં, વિસોહિકરણેણં, વિસલ્લીકરણેણંપાવાણંકમ્માણંનિષ્ણાયણકાએકામિકાઉસગ્ગ. પૂર્વે કહેલા ઇરિયાવહિયં નામના પાંચમા સૂત્રથી પાપોની ક્ષમા તો યાચી. પરંતુ આ જીવને તે કરેલાં પાપોનો ડંખ હૈયામાંથી જતો નથી. એ જીવને એમ થાય છે કે મેં આવી જીવહિંસા કરી છે. તો હવે મારું શું થાશે? એટલે તે જીવને ફરી ફરી આવાં પાપોની શુદ્ધિ કરવા માટે પોતાના આત્માને સ્વયં કંઈક પણ શિક્ષા કરવાનું મન થાય છે. જો હું આ જીવને કંઈ પણ શિક્ષા નહિ કરું તો આ જીવ ફરી આવાં પાપો કરશે. તેથી તે પાપોત્રી વધારે શુદ્ધિ કરવા, કરેલા પાપોનું પ્રાયશ્ચિત્ત કરવા, આત્માની વિશુદ્ધિ કરવા, અને આ જીવને શલ્ય (પાપ) વિનાનો બનાવવા માટે કરેલાં પાપોના નાશ માટે આત્માને શિક્ષા કરવા રૂપ હું કાઉસ્સગ્ન કરું છું. પ્રાચીનકાળમાં સ્કૂલમાં છોકરાઓ પોતાનો અભ્યાસ બરાબર ન કરે તો શિક્ષક સાહેબ છોકરાઓને ઊભા રાખતા, અંગૂઠા પકડાવતા, આંકણી મારતા, વારંવાર લખવા આપતા, આવી શિક્ષાઓથી જીવ બેદરકારી ન રાખે તેવી રીતે આ કાયોત્સર્ગ એ પણ કરેલી જીવહિંસાના પાપ માટે દંડ કરવા સ્વરૂપ છે. આવી શિક્ષાથી આત્માને કરેલા પાપનું પ્રાયશ્ચિત્ત થાય=પસ્તાવો થાય, આત્મા વિશુદ્ધ થાય, અને શલ્યરહિત થાય. માટે હવે સ્વયં પોતાને શિક્ષા આપે છે. કાઉસ્સગ્ન એ શિક્ષાત્મક છે. કાઉસ્સગ્ન આ શબ્દ પ્રાકૃત છે, કાયોત્સર્ગ આ શબ્દ સંસ્કૃત છે. કાયાની તમામ ચેષ્ટાઓ-પ્રવૃત્તિઓ-હલન-ચલન બંધ કરવાં અટકાવવા ૧ ડંખ = દુઃખ, પસ્તીવો. ૨ પ્રાચીનકાળમાં = ભૂતકાળમાં. ૩ આંકણી = લાકડાની સોટી. ૪ બેદરકારી = ઉપેક્ષા ૫. શલ્ય - ડંખ Page #51 -------------------------------------------------------------------------- ________________ તેને કાયોત્સર્ગ કહેવાય છે. મન-વચન- અને કાયાની તમામ પ્રવૃત્તિઓ અટકાવી સ્થિર થવું તે કાયોત્સર્ગ છે. પ્રશ્ન:- કાયોત્સર્ગમાં કાયાનો વેપાર અટકાવીને શું કરવાનું ! ઉત્તર :- પૂર્વે થઈ ગયેલા મહાત્મા પુરુષો કાઉસ્સગ્નમાં “તત્ત્વચિંતન” કરતા, આત્માનું સ્વરૂપ વિચારતા, લોકનુ, અને અસાર એવા આ સંસારનું સ્વરૂપ વિચારતા. પરંતુ સર્વ પ્રજાને આવો અભ્યાસ ન હોવાથી પરમ ઉપકારી એવા આ ચોવીશીના ચોવીશ તીર્થકર ભગવંતોની સ્તુતિ કરવારૂપલોગસ્સ ગણવામાં આવે છે. અને તે લોગસ્સ પણ જેને ન આવડે તેઓ પાંચ પરમેષ્ઠીના નમસ્કારરૂપ નવકાર મંત્રો ગણે છે. મહાપુરુષોને કરાતો નમસ્કાર ભાવમંગલ રૂપ છે. આ કાયોત્સર્ગમાં કાયાની તમામ ચેષ્ટા રોકીને સ્થિર થવાની પ્રતિજ્ઞા લેવાની છે. પરંતુ છીંક-ઓડકાર-ઉધરસ જેવી કેટલીક એવી કુદરતી શારીરિક ચેષ્ટાઓ છે કે જે ચેષ્ટાઓ રોકી શકાતી નથી. અને તેના દ્વારા શરીરનું હલન-ચલન થાય તેવો સંભવ છે. એટલે આવી ભાવિમાં થાય તેવી ચેષ્ટાઓ યાદ કરીને તેની પ્રથમથી છુટ લઈને કાયોત્સર્ગ કરવામાં આવે છે. છૂટને શાસ્ત્રમાં આગાર કહેવાય છે. આગાર (છૂટ) લઈને કાઉસ્સગ્ન કર્યો હોય તો કાયોત્સર્ગ ભાગે નહિ માટે હવે પછીના “અન્નત્થ” સૂત્રમાં આગારોનું વર્ણન કરવામાં આવે છે. (અન્નત્થ સૂત્રઅન્નત્થ ઉસસિએણે નીસસીએણે ખાસિએણે છીએણે જંભાઇએણે ઉડુએર્ણવાચનીસગ્ગખંભમલીએપીત્તમુછાએ સુહમેઢિ અંગસંચાલેહિં સુહમેહિં ખેલસંચાલેહિં સુહમેહિ દિદિસંચાલેહિં એવભાઇએહિંઆગારેહિંઅભગ્ગો અવિરહિઓ હમે કાઉસગ્યો જાવ અરિહંતાણં ભગવંતાણં નમુ કારેણંનપારેમિતાવકાર્યઠાણેણં મોણેણં ઝાએણે અપ્રાણ વોસિરામિ. આ જ છે કે HI, આ ક, Page #52 -------------------------------------------------------------------------- ________________ દરેક શબ્દોના અર્થો નીચે આપેલ છે. “અન્નત્થ = વિના, સિવાય આગારેહિં = આગારોથી ઉસસિએણં=ઊંચો શ્વાસ લેવો અભગોર ન ભાગે તેવો નીસસીએણે= નીચો શ્વાસ લેવો અવિરાહિઓ= અવિરાધિત ખાસીએણે= ખાંસી આવવી હુજ- હોજો છીએણ= છીંક આવવીએકાઉસ્સગ્ગો = મારો કાયોત્સર્ગ જંભાઈએણ= બગાસું આવવુંજાવ= જ્યાં સુધી ઉડૂએણે = ઓડકાર આવવો અરિહંતાણં= અરિહંત વાયનીસગેણં= વાછૂટ થવી ભગવંતાણં= ભગવંતોને ભમલીએ= ચક્કર આવવાનમુક્કારેણં નમસ્કાર કરવા વડે પીત્તમુચ્છાએ= પીત્તથી મુછ થવીન પારેમિ= ન પાળું સુહુમહિ અંગસંચાલેહિ= સૂક્ષ્મ અંગો તાવકાર્ય= ત્યાં સુધી મારી કાયાને ચાલવાથી ઠાણેણં=એકજ સ્થાને સુહુમહિં ખેલસંચાલેહિં= સૂક્ષ્મ શુકમોણેણં= મૌનપણે ચાલવાથી ઝાએણે એક જ ધ્યાને સુહુમેહિ દિઠ્ઠિસંચાલેહિ = સૂક્ષ્મ અપ્રાણ= મારા આત્માને દ્રષ્ટિ ચાલવાથી વોસિરામિક વોસિરાઉં એવભાઇએહિં= એ વગેરે આપણે આદરેલા કાર્યોત્સર્ગનો ભંગ ન થઈ જાય તે માટે કાયોત્સર્ગ કરતાં પહેલાં સંભવિત છૂટો લઈ લેવી જોઈએ તેને આગાર કહેવાય છે. તે બે પ્રકારના છે. (૧) લઘુ આગાર અને (૨) મહા આગાર. કાઉસ્સગ્ન કરતા હોઈએ ત્યારે તેનાતે જસ્થાને ઊભા રહીએ. સ્થાનાન્તર ન થઈએ અને છીંકાદિ વડે કાયા ચલિત થઈ જાય તે લઘુઆગાર અને એક સ્થાનથી બીજા સ્થાને જવું પડે છતાં કાર્યોત્સર્ગ ન ભાગે તે મહા આગાર કહેવાય છે. લઘુ આગાર કુલ ૧૨ છે અને મહા આગાર કુલ ૪ છે. આ બધા આગારોનું વર્ણન અન્નત્થ સૂત્રમાં છે. લઘુઆગાર ૧૨ આ પ્રમાણે છે : Page #53 -------------------------------------------------------------------------- ________________ (૧) ઊંચો શ્વાસ લેવો (૨) નીચો શ્વાસ લેવો (૩) ખાંસી-ઉધરસ ખાવી તે (૪) છીંક આવવી તે (૫) બગાસું આવવું તે (૬) ઓડકાર આવે તે (૭) વાછૂટ થાય તો (૮) ચક્કર આવે તો (૯) પિત્તાદિથી મૂછ આવે તો (૧૦) સૂક્ષ્મ અંગો ચાલે તો (૧૧) સૂક્ષ્મ થકાદિ ચાલે તો (૧૨) સૂક્ષ્મ દૃષ્ટિ ચાલે તો આ બાર આગારોને લઘુ આગાર કહેવાય છે. કાઉસ્સગ્ગ શરૂ કર્યા પછી આવી ૧૨ પ્રકારની શરીરની ચેષ્ટા કદાચ થઈ જાય તો પણ આપણો કરેલો કાઉસ્સગ્ન ભાગતો નથી, કારણ કે આ સૂત્ર બોલવા વડે પ્રથમથી જ છૂટ લીધેલી છે. પ્રશ્ન:- મહા આગાર ચાર ક્યા ક્યા? અને આ સૂત્રમાં કયાં આવ્યા છે? ઉત્તર :- (૧) જે જગ્યાએ આપણે કાઉસ્સગ્નમાં ઊભા હોઈએ ત્યાં જીવોની હિંસા થતી હોય, કતલખાનું હોય, ઉંદર-બિલાડીની દોડાદોડી હોય, એક જીવ બીજા જીવોને હણતા હોય, દેખી શકાય તેમ પણ ન હોય અને રોકી શકાય તેમ પણ ન હોય ત્યારે સ્થાનાન્તર થઈએ, છતાં કાઉસ્સગ્ન ભાગે નહિ. (૨) જ્યાં કાઉસ્સગ્ન કર્યો હોય ત્યાં આગ લાગે, પાણીનું પુર આવે, મકાન પડી જાય તેમ હોય, ઈત્યાદિ કારણોથી સ્થાનાન્તર થવું પડે તે. (૩) વાઘ-સિંહ-સર્પ-વર-વીંછી વગેરે પ્રાણઘાતક પ્રાણીઓનો ઉપદ્રવ થયો હોય તેના કારણે ચાલુ જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડે. . (૪) જ્યાં કાઉસ્સગ્ન કર્યો હોય તે સ્થાન (મકાન) રાજા, રાજપુરુષો અથવા મકાનમાલિક વિગેરે સત્તાધીશો ખાલી કરાવે તેના કારણે સ્થાનાન્તર થવું પડે તો આ ચાર મહા આગાર કહેવાય છે. અન્નત્થ સૂત્રમાં “એવભાઈએહિં” એવુ પદ આવે છે. તેનો અર્થ એવો છે કે “આ વગેરે આગારો, આ પદમાં જે આદિ શબ્દ છે કે જેનો વગેરે અર્થ થાય છે તે શબ્દથી Page #54 -------------------------------------------------------------------------- ________________ બાકીના ઉપર કહેલા ૪ આગારો સમજી લેવા. કદાચ કાઉસ્સગ્નમાં આ ૧૨+૪ =૧૬ આગારો સેવાઈ જાય તો પણ આપણો આદરેલો કાઉસ્સગ્ન ભાગી જતો નથી. પરંતુ આ ૧૬ ફૂટ સિવાય કાઉસ્સગ્નમાં જરા પણ હલન-ચલન કરી શકાતું નથી. જો હલન-ચલન કરીએ તો કાઉસ્સગ્ગ ભાંગી જાય છે જ્યાં સુધી અરિહંતભગવન્તોને નમસ્કાર કરીને ન પાળું ત્યાં સુધી હું કાઉસ્સગ્ન કરુ .- આમ પ્રતિજ્ઞા કરેલી હોવાથી જ્યારે કાઉસ્સગ્ન પૂર્ણ ગણાઈ જાય ત્યારે કંઈક ઉંચા અવાજે “નમો અરિહંતાણં” બોલવું જોઈએ. તે બોલ્યા પછી જ શરીરનું હલન-ચલન કરી શકાય છે. આ કારણથી કાઉસ્સગ્નમાં પગ હલાવવા- ખરજ ખણવી, ઊંચા-નીચા થવું, બીજો કોઈ જીવ સ્તુતિ આદિ બોલતો હોય ત્યારે ભૂલો કાઢવી- વગેરે પ્રક્રિયામાં આપણી પ્રતિજ્ઞા તૂટી જાય છે. માટે કાયાને જરા પણ હલાવાયા નહિ. કાયોત્સર્ગમાં આ કાયાને એક જ સ્થાને સ્થિર રાખવાની છે. મૌનપણે રાખવાની છે. અને ધ્યાનમાં ઊભી રાખવાની છે. તેથી લીધેલી છૂટો સિવાય જો કાયાને હલાવીએ તો પ્રતિજ્ઞાભંગ થાય છે. તેને દોષ કહેવાય છે. તેવા ૧૯ દોષો કાઉસ્સગ્નમાં ત્યજવા જેવા છે. એમ જ્ઞાનીઓએ કહ્યું છે. તે ૧૯ દોષો આ પ્રમાણે છે :(૧) ઘોટક દોષ = ઘોડાની જેમ એક પગ ઊંચો રાખવો અને વાંકો રાખવો તે. (૨) લતાદોષ = જેમ વેલડી વાયુથી હાલે તેમ શરીરને હલાવવું તે. (૩) ખંભાદિ દોષ = કાઉસ્સગ્નમાં થાંભલા વગેરેનું ઓઠીંગણ રાખીને ઊભા રહેવું તે. (૪) માલદોષ = ઉપર મેડી અથવા માળ હોય તેને મસ્તક ૧ પ્રતિજ્ઞા = નિયમ Page #55 -------------------------------------------------------------------------- ________________ ટેકવીને કાઉસ્સગ્નમાં ઊભા રહેવું તે. (૫) ઉધિદોષ = ગાડાની ઊધની પેઠે પગના અંગુઠા તથા પાની મેળવીને ઊભા રહેવું તે. (૬) શબરીદોષ= નગ્ન ભીલડીની પેઠે ગુહ્ય સ્થાને હાથ રાખવો તે. (૭) નિગડ દોષ = બેડીમાં નંખાયેલા પગની જેમ બન્ને પગો બહુ પહોળા રાખવા તે. | (૮) ખલિણદોષ= ઘોડાના ચોકડાની પેઠે રજોહરણયુક્ત હાથ રાખવો તે. (૯) વધૂદોષ= નવપરિણીત વધૂની જેમ માથું નીચે રાખવું તે. (૧૦) લંબૂત્તરદોષક નાભિથી ઉપર, અને ઢીંચણથી નીચે જાનુ સુધી લાંબું વસ્ત્ર રાખવું તે. (૧૧) સ્તનદોષ = ડાંસ-મચ્છરના ભયથી, અથવા લજા કે અજ્ઞાનતાથી સ્ત્રીની પેઠે હૃદયને વસ્ત્રથી ઢાંકી રાખવું તે. (૧૨) સંયતિદોષ= ઠંડી આદિના ભયથી સાધ્વીજીની જેમ બન્ને ખભા તથા સમગ્ર શરીર વસ્ત્રથી ઢાંકી રાખવું તે. (૧૩) ભ્રમુઅંગુલીદોષ =આલાવો ગણવા માટે તથા કાઉસ્સગ્નની સંખ્યા ગણવા માટે આંગળીના વેઢનું આલંબન લેવું. અથવા આંખના પાંપણના ચાલા કરવા તે. ૧ નવપરણિત વધૂ = નવી પરણેલી સ્ત્રી ૨. આલાવો = કાઉસ્સગ્નના નવકારો. Page #56 -------------------------------------------------------------------------- ________________ (૧૪) વાયસદોષ = કાગડાની પેઠે ડોળા ફેરવવા તે. (૧૫) કપિત્થદોષ= પહેરેલાં વસ્ત્રો પરસેવાથી મલીન થશે એમ સમજીને છુપાવી રાખવાં તે. (૧૬) શિર કંપદોષ= ભૂત વળગેલામનુષ્યની જેમ કાઉસ્સગ્નમાં માથું ધુણાવ્યા કરવું તે. (૧૭) મુકદોષ = મૂંગાની પેઠે કાઉસ્સગ્નમાં હું હું કરવું તે. (૧૮) મદિરા દોષ = દારૂ પીધેલા મુનષ્યની જેમ કાઉસ્સગ્નમાં આલાવો ગણવા બબડાટ કરવો તે. ' (૧૯) પ્રેક્ષ્યદોષ = વાંદરાની પેઠે આમતેમ જોયા કરવું તે. સાધુ અને શ્રાવકને આ ઓગણીસે દોષો કાઉસ્સગ્નમાં સંભવે છે. સાધ્વીજી મ. સ્ત્રી જાતિ હોવાથી શારીરિક તેવા પ્રકારના બંધારણના કારણે ૧૦-૧૧-૧૨ એમ ત્રણ દોષ વિના ૧૬ દોષો સંભવે છે અને શ્રાવિકામાં ૯-૧૦-૧૧-૧૨ એમ ચાર દોષ વિના ૧૫દોષો કાઉસ્સગ્નમાં સંભવે છે, જે છોડી દેવા જોઈએ. જુઓ. શ્રી દેવેન્દ્રસૂરિજી કૃત ભાષ્યત્રયમ્ માં ચૈત્યવંદન ભાષ્ય ગાથા. ૫૬-૫૭ ( લોગસ્સ સૂત્ર-૮ ) લોગસ્સ ઉજ્જો અગરે, ધમ્મતિ©ચરે જિણે | અરિહંતે કિન્નઇમ્પ્સ, ચઉવીસ પિ કેવલી || ૧ || ઉષભમજિઆં ચ વંદે, સંભવમભિસંદણં ચ સુમધું ચ પઉમ્માહ સુપાસ, જિર્ણ ચ ચંદuહું વંદે || ૨ || સુવિહિં ચ પુષ્કૃદંત, સીઅલ સિર્જસ વાસુપૂજંચ | વિમલ મહંત ચ જિર્ણ, ધમ્મ સંતિય વંદામિ | ૩ | ૧ શારીરિક = શરીર સંબંધી હાં . 1e . . . : Page #57 -------------------------------------------------------------------------- ________________ કુંથે આરં ચ મલ્લિ વંદે મુણિસુવ્યયં નમિનિણં ચ | વંદામિ રિટ્ટનેમિ પાસ તહ વદ્ધમાણે ચ || ૪ | એવં મએ અભિળ્યુઆ, વિહુયરયમલા પહાજરમરણા I ચઉવીસ પિ જિણવરા, તિસ્થયરા મે પસીચંતુ || ૫ II કિતીય વંદિર મહિયા, જે એ લોગસ્સ ઉત્તમ સિદ્ધા ! આરૂષ્ણ-લોહિ લાભ, સમાહિ વરમુત્તમ દિંતુ | ૬ | ચંદેસુ નિમ્પલચરા, આઇચ્ચેનુ અહિયં પચાસચરા 1 સાગરવર ગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ II • I જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણી કાળમાં થયેલા ચોવીસ તીર્થકર ભગવન્તોની આ સ્તુતિ છે. હાલ આપણે જેમાં જીવીએ છીએ તે જંબુદ્વીપ કહેવાય છે. તે પ્રમાણાંગુલથી એક લાખ યોજન લાંબો, એક લાખ યોજન પહોળો, થાળી જેવો ગોળ ભૂમિ ઉપર પથરાયેલો છે. તેમાં દક્ષિણદિશામાં ભરતક્ષેત્ર અને ઉત્તરદિશામાં ઐરાવત ક્ષેત્ર છે. વચ્ચે પૂર્વપશ્ચિમ લાંબું મહાવિદેહ ક્ષેત્ર છે. આ ત્રણે ક્ષેત્રોમાં અસિ-મસિ અને કૃષિનો વ્યવહાર હોય છે. તેથી કર્મભૂમિ કહેવાય છે. તે ત્રણે કર્મભૂમિમાંજ તીર્થકર ભગવન્તો, ચક્રવર્તીઓ, વાસુદેવો, બળદેવો, અને પ્રતિવાસુદેવો વગેરે મહાન પુરુષો થાય છે. આ ત્રણ સિવાયનાં બાકીનાં ક્ષેત્રો અકર્મભૂમિ કહેવાય છે. તેમાં ફક્ત યુગલિક મનુષ્યો જ થાય છે. જેઓ પુરુ કલ્પવૃક્ષોથી જ જીવનારા હોય છે. ત્રણ કર્મભૂમિમાંથી ભરત અને ઐરાવત આ બે ક્ષેત્રોમાં ચડતી-પડતો કાળ આવે છે. જે કાળમાં દિવસે દિવસે લોકોની ૧ પ્રમાણાંગુલ = એક માપનું નામ છે, ૩૨૦૦ માઈલનો ૧ યોજન થાય તે પ્રમાણણાંગુલ. ૨ અસિ = છેદવાનાં સાધન તરવાર વગેરે. ૩ મસિ = લખવાનાં સાધન ચોપડા વગેરે. ૪ કૃષિ = ખેતીનાં સાધન ખેતર વગેરે. ૫ યુગલિક = જોડલે જન્મે છે. ૬ કલ્પવૃક્ષ = મનગમતી ઇચ્છાઓ પૂરી પાડે તેવાં વૃક્ષો. ૭ ત્રણ કર્મભૂમિ = ભરત-ઐરાવત અને મહાવદિત ક્ષેત્રમાંથી. Page #58 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિ, આયુષ્ય, શરીરનું માપ, સજ્જનતા, સંસ્કારિમત્તા વધતી જાય તેને ચડતો કાળ અર્થાત્ ઉત્સર્પિણી કહેવાય છે. અને જે કાળમાં દિવસે દિવસે લોકોની બુદ્ધિ, આયુષ્ય, શરીરનું માપ વગેરે ઘટતાં જાય તેને અવસર્પિણી કહેવાય છે. ઉત્સર્પિણી (ચડતો કાળ), અવસર્પિણી (પડતો કાળ) ફક્ત ભરત-ઐરાવત એમ બે ક્ષેત્રોમાં જ હોય છે. તેના છ-છ ભાગ છે. તે છ-છ ભાગને આરા કહેવાય છે. બાર ભાગો મળીને ગાડાના પૈડાની જેમ કાળનું આ ચક્ર બને છે. એટલે તેને કાળચક્ર કહેવાય છે. એક કાળચક્રમાં એક ઉત્સર્પિણી અને એક અવસર્પિણી તથા તે બન્નેના મળીને બાર આરા આવે છે. તેમાંથી હાલ અવસર્પિણી કાળનો પાંચમો આરો ચાલે છે. પ્રશ્ન :- આ છએ આરાનાં વર્ષો કેટલાં કેટલાં ? છએનાં નામ શું ? ઉત્તર ઃ- અવસર્પિણીના પહેલા આરાનું નામ ‘સુષમા-સુષમા (સુખ જ સુખ) છે. બીજા આરાનું નામ “સુષમા' (અધિક સુખ) છે. ત્રીજાનું નામ ‘સુષમા-દુષમા” (વધુ સુખ અને ઓછું દુઃખ), ચોથા આરાનું નામ “દુષમા-સુષમા'' (વધુ દુઃખ અને ઓછું સુખ) છે. પાંચમા આરાનું નામ ‘દુ:ષમા’” (દુઃખ જ) છે. અને છઠ્ઠા આરાનુંનામ “દુઃષમા-દુઃષમા” (દુઃખ જ દુઃખ) છે આ છ નામો અવસર્પિણીનાં સમજવાં. તેના ઊલટાક્રમે છ નામો ઉત્સર્પિણીના છ આરાનાં સમજવાં. છએ આરાના કાળનું માપ આ પ્રમાણે છે. (૧) સુષમા-સુષમા આરો ઃ ચાર કોડા-કોડી સાગરોપમ પ્રમાણનો હોય છે. ૧ સાગરોપમ :- ચાર ગાઉ લાંબો, ચાર ગાઉ પહોળો, અને ચાર ગાઉ ઊંડો એવો કૂવો બનાવીએ, તેમાં મનુષ્યના માથાના વાળ ભરીએ, તે પણ મૂંડન કરાયા પછી સાત દિવસમાં ઊગેલા વાળ ભરવા એકેક વાળના અસંખ્ય ટુકડા કરીને ભરવા. પછી સો-સો વર્ષે એકેક ટુકડો કાઢતાં કાઢતાં જેટલા વર્ષે આ કૂવો ખાલી થાય, તેટલા વર્ષનું નામ એક પલ્યોપમ કહેવાય છે. તેવાં દસ કોડાકોડી પલ્યોપમોનું એક સાગરોપમ થાય છે. આવાં દસ કોડાકોડી સાગરોપમની ઉત્સર્પિણી અને દસ કોડાકોડી સાગરોપમની અવસર્પિણી થાય છે. -તેવપ્રકામ Page #59 -------------------------------------------------------------------------- ________________ (૨) સુષમા આરો : ત્રણ કોડા-કોડી સાગરોપમ પ્રમાણનો હોય (૩) સુષમા-દુષમા આરો : બે કોડા-કોડી સાગરોપમ પ્રમાણનો હોય (૪) દુષમા સુષમા આરો : એક કોડા-કોડી સાગરોપમમાં ૪૨૦૦૦ વર્ષ ન્યૂન હોય છે. (૫) દુષમા આરો : ૨૧000 વર્ષનો હોય છે. (૬) દુષમાં દુષમા આરો : ૨૧૦૦૦ વર્ષનો હોય છે. આ કાળમાપ અવસર્પિણી કાળના છ આરાનું સમજવું તથા ઉત્સર્પિણી કાળના છ આરાનું માપ તેનાથી ઊલટા ક્રમે સમજવું. એક ક્રોડને એક ક્રોડે ગુણવાથી જે આંક આવે તે કોડાકોડી કહેવાય છે. તેને ચારે ગુણવાથી ચાર કોડાકોડી કહેવાય છે. એમ ત્રણ કોડાકોડી વગેરે સમજવાં. ભરત-ઐરાવત ક્ષેત્રોમાં અવસર્પિણી કાળમાં ત્રીજા-ચોથા આરામાં કુલ ર૪ તીર્થકર ભગવંતો થાય છે. એવી રીતે ઉત્સર્પિણીમાં પણ સમજવું. અવસર્પિણીના ત્રીજા આરામાં ૧ ભગવાન અને ચોથા આરામાં ૨૩ ભગવાન થાય છે ત્રીજા આરાનાં ૮૯ પખવાડિયાં બાકી રહે ત્યારે પહેલા ભગવાન મોક્ષે જાય છે, અને ચોથા આરાનાં ૮૯ પખવાડિયાં બાકી રહે ત્યારે ચોવીસમા ભગવાન મોક્ષે જાય છે. એવી રીતે ઉત્સર્પિણી કાળમાં ત્રીજો આરો શરૂ થયા પછી નેવ્યાસી પખવાડિયાં જાય ત્યારે પહેલા ભગવાન જન્મે છે. અને ચોથા આરાનાં ૮૯ પખવાડિયાં જાય ત્યારે ચોવીસમા ભગવાન જન્મે છે. એમ કુલ ૨૪-૨૪ ભગવંતો થાય છે. આ સૂત્રમાં આ અવસર્પિણી કાળમાં થયેલા ઋષભદેવથી મહાવીર સ્વામી સુધીના ચોવીસ તીર્થકર ભગવંતોને નમસ્કાર કરવામાં આવ્યા છે. ચોવીસે Page #60 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકર ભગવન્તોની સ્તુતિ છે માટે આ સૂત્રનું બીજું નામ ચઉવીસત્યો પણ છે. ઋષભદેવ પ્રભુ ત્રીજા આરાના છેડે થયા છે. અને અજિતનાથ ભગવાનથી માંડીને ચોવીસમા શ્રી ભગવાન મહાવીરસ્વામી સુધીના તીર્થકર ભગવન્તો ચોથા આરામાં થયા છે તે ચોવીસે ભગવન્તોની આ સૂત્રમાં સ્તુતિ-પ્રાર્થના-વંદના કરવામાં આવી છે. એવી જ રીતે આવતી ચોવીસમાં પણ ઉત્સર્પિણીના ત્રીજા આરામાં પદ્મનાભ વગેરે ત્રેવીસ તીર્થકર ભગવત્તો થશે અને ચોથા આરામાં ચોવીશમા ભગવાન થશે. પહેલી ગાથામાં ચોવીસે ભગવન્તોનાં વિશેષણો છે કે લોકને વિષે ઉદ્યોત કરનારા, ધર્મતીર્થને સ્થાપનારા, રાગદ્વેષને જીતનારા ચોવીસે કેવલજ્ઞાની અરિહંત પરમાત્માઓની નામ લેવાપૂર્વક હું સ્તુતિ કરીશ. |૨ |. બીજી ત્રીજી અને ચોથી ગાથામાં ર૪ તીર્થકર ભગવન્તોનાં નામો છે: (૧) ઋષભદેવ, (૨) અજિતનાથ, (૩) સંભવનાથ, (૪) અભિનંદનસ્વામી, (૫) સુમતિનાથ, (૬) પદ્મપ્રભુ, (૭) સુપાર્શ્વનાથ, (૮) ચંદ્રપ્રભુજી, (૯) સુવિધિનાથ, (૧૦) શીતલનાથ, (૧૧) શ્રેયાંસનાથ, (૧૨) વાસુપૂજ્ય સ્વામી, (૧૩) વિમલનાથ, (૧૪) અનંતનાથ, (૧૫) ધર્મનાથ, ૧. સુવિધિનાથ = જેમનું બીજું નામ પુષ્પદંત છે તે. ૨. રજ અને મેલ વિનાના = આત્મા સાથે મંદ મંદ બંધાયેલા કર્મો તે રજ અને અતિશય તીવ્ર બંધાયેલા કર્મો તે મેલ કહેવાય છે. જેમ કપડા ઉપર પડેલી ધૂળને રજ કહેવાય છે. એ કપડું તેલના ડાઘવાળું હોય ત્યારે જે ધૂળ પડે તેને મેલ કહેવાય છે. તેમ મંદકર્મ તથા તીવ્રકર્મને રજ અને મેલ કહેવાય છે. ૩. આરોગ્ય = શરીર નીરોગી તે દ્રવ્યઆરોગ્ય, અને આત્માની નિર્મળતા તે ભાવઆરોગ્ય. ૪. બોધિબીજ = સમ્યક્ત સાચા ધર્મની રુચિ. * * * * * * * Page #61 -------------------------------------------------------------------------- ________________ (૧૬) શાન્તિનાથ, (૧૭) કુંથુનાથ, (૧૮) અરનાથ, (૧૯) મલ્લિનાથ, (૨૦) મુનિસુવ્રતસ્વામી, (૨૧) નમિનાથ, (૨૨) નેમિનાથ, (૨૩) પાર્શ્વનાથ, (૨૪) અને શ્રી મહાવીરસ્વામી. | ૨-૩-૪ પાંચ-છ અને સાત એમ પાછળની ત્રણ ગાથામાં આ ચોવીસે ભગવંતોની સ્તુતિ છે કે “આ પ્રમાણે મેં સ્તવેલા, રજ અને મેલ વિનાના, જરા અને મરણ વિનાના, રાગ-દ્વેષને જીતવાવાળા ચોવીસે તીર્થકર ભગવન્તો મારા ઉપર પ્રસન્ન થાઓ. કીર્તન કરાયેલા, વંદન કરાયેલા, પૂજન કરાયેલા તથા લોકમાંથી ઉત્તમ સિદ્ધિપદને પામેલા એવા હે તીર્થકર ભગવન્તો તમે મને આરોગ્ય, બોધિબીજ અને ઉત્તમ એવી સમાધિ આપો, જેઓ ચંદ્રથી વધારે નિર્મળ છે. સૂર્યથી અધિક પ્રકાશ કરનારા છે. સમુદ્ર જેવા ગંભીર છે, તે સિદ્ધભગવંતો મને સિદ્ધિપદ આપો. || પ-૬-૭ | પ્રશ્ન :- બીજા દર્શનકારો પ્રભુના ૨૪ અવતાર માને છે. તેની સાથે આ ૨૪ તીર્થકર ભગવન્તોની માન્યતાને શું સામ્ય ખરું ? ઉત્તર :- ના, બન્નેની માન્યતા તદ્ન જુદી છે. કારણ કે બીજા દર્શનકારો એમ માને છે કે ધર્મની ગ્લાનિ દૂર કરવા માટે તથા આસુરી તત્ત્વોનું દમન કરવા માટે પ્રભુ પોતે વારંવાર જન્મ ધારણ કરે છે. તેથી ભગવાનના ૨૪ અવતાર થાય એમ કહ્યું છે. જૈન દર્શનકારો એમ જણાવે છે કે જેઓ ઈશ્વર બન્યા-પરમાત્મા બન્યા તેઓ રાગ-દ્વેષ-મોહ વિનાના વીતરાગ છે. તેઓને ધર્મ કરનારાઓ ઉપર પ્રેમ અને આસુરી તત્ત્વ ઉપર દ્વેષ હોતો નથી. જગસ્વભાવે સારા-નરસા જીવો જન્મે છે, તથા મોક્ષે ગયેલા ભગવંતો કર્મ વિનાના છે એટલે ફરી સંસારમાં જન્મ લેતા નથી. માટે આ બન્ને માન્યતા તદ્દન જુદી છે. ૧. ગ્લાનિ = હાનિ, હીનતા. ૨. આસુરીતત્ત્વ = બીજાનો પરાભવ કરે તેવા જીવોનો ઉપદ્રવ. કરી Page #62 -------------------------------------------------------------------------- ________________ આ ચોવીશ ભગવન્તો જુદા-જુદા સંસારી જીવો જ હતા. ભવોભવમાં એટલે કે સંસારમાં રખડતા જ હતા. તેઓને કંઈક કંઈક ધર્મનાં સાધનો મળતાં ગયાં, તેનાથી ધર્મ-આરાધના કરતાં કરતાં ઊંચા-ઊંચા ગુણવત્તાવાળા ભવો મળતા ગયા, સંસારમાં ઉપર આવતા ગયા, છેલ્લેથી ત્રણ ભવો બાકી રહ્યા હોય ત્યારે આ મનુષ્યભવમાં વધુમાં વધુ તપ-સંયમ પાળી એવી ઊંચી ભાવના ભાવે છે કે એવી મારી શક્તિ ક્યારે આવે કે હું સર્વ જીવોને ધર્મના રસિક બનાવું, સર્વે જીવોને સંસારમાંથી તારું. આવી ભાવનાથી પરોપકાર કરવાના ફળવાળું “તીર્થકર નામકર્મ” બાંધી દેવ અથવા નરકના ભવમાં જન્મી, છેલ્લો મનુષ્યનો ભવ કરી, તીર્થંકર થઈ, મોક્ષે જાય છે. જે કોઈ સંસારી આત્મા આવી ઊંચી ધર્મ-આરાધના કરે, ઊંચી ભાવના ભાવે તે તીર્થંકર થઈ શકે છે. અને તે સંસારમાં ફરતા જીવોમાંથી જ થાય છે. પરમાત્મા થયેલ આત્મા ફરી સંસારમાં આવતા નથી. પ્રશ્ન :- દરેક ચોવીશીમાં ચોવીશ જ તીર્થકર ભગવત્તો કેમ થાય છે ? તથા ચોવીશ સિવાય બીજાઓએ આવી ધર્મઆરાધના કરી હોય અને પરોપકારની આવી ઉમદા ભાવના ભાવી હોય તો તેઓ શું તીર્થકર ન થાય ? ઉત્તર :- આવું મહાન પુણ્ય ઉપાર્જન કરનારા અને આખા જગતને તારવાની વિશાળ કરુણાવાળા જીવો બહુ થોડા જ હોય છે. ભરત-ઐરાવત એમ બે ક્ષેત્રોમાં ચોવીશ જ થાય તેવો નિયમ છે. પરંતુ ચોવીશથી વધારે જીવો જો આવું પુણ્ય ઉપાર્જન કરે તો મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થંકર ભગવાન થઈ શકે છે. ત્યાં ચોવીશનો નિયમ નથી. સદાકાળ તીર્થકર ભગવન્તો થયા કરે છે. વળી ભરત-ઐરાવતક્ષેત્રમાં ચડતી-પડતો કાળ છે પ્રથમના બે અને છેલ્લા બે એમ ચાર-ચાર આરા તો મોક્ષ વિનાના હોય છે. ફક્ત ત્રીજા-ચોથા આરામાં જ તીર્થંકરો થાય છે માટે અલ્પસંખ્યા છે. અહીં કેટલાક આચાર્યો એવી પણ યુક્તિ જણાવે છે કે ત્રીજા-ચોથા આરામાં Page #63 -------------------------------------------------------------------------- ________________ ફક્ત ચોવીસ વખત જ ઉચ્ચ પ્રકારના ગ્રહો અને નક્ષત્રોનો યોગ આવે છે. માટે ચોવીસ જ તીર્થંકર મહાત્માઓ જન્મે છે. કદાચ આ યુક્તિ સત્ય પણ હોય તો તે વિષયના જ્ઞાની મહાત્માઓ જાણે. કરેમિભંતે સૂત્ર - G કરેમિ ભંતે ! સામાઇયું, સાવ જોગં પચ્ચખ્ખામિ, જાવ નિયમ પશુવાસામિ, દુવિહં, તિવિહેણ, મણેણં વાયાએ, કાએણં, ન કરેમિ, ન કારવેમિ, તસ્સ ભંતે ! પડિમામિ, નિંદામિ, ગરિહામિ,અપ્પાણે વોસિરામિ ! આ સૂત્રમાં સામાયિક ગ્રહણ કરવાની પ્રતિજ્ઞા છે. સાવદ્ય યોગના ત્યાગનું પચ્ચખ્ખાણ આપવામાં આવે છે. જ્યાં સુધી હું આ સામયિકવ્રતમાં રહીશ. ત્યાં સુધી મન-વચન-કાયાથી પાપ કરીશ નહિ અને કરાવીશ નહિ. આવાં પાપોથી હું મારા આત્માને પ્રતિક્રમું છું. નિંદુ છું. વિશેષ નિંદુ છું અને પાપોથી આત્માને નિવૃત્ત કરું છું. આ સૂત્ર સામાયિકના પચ્ચખ્ખાણ સ્વરૂપ છે. જ્યારે આ સૂત્ર બોલીએ ત્યારે સામાયિક ચાલુ થાય છે. પૂજ્ય ઉમાસ્વાતિજી મ. તત્ત્વાર્થસૂત્રના પહેલા સૂત્રમાં ‘સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન અને સમ્યગ્યારિત્ર એ ત્રણને મોક્ષનો માર્ગ કહે છે. સમ્યગ્યારિત્રના પાંચ ભેદ છે. તેમાં પ્રથમ ભેદ સામાયિક છે. સમતાભાવની પ્રાપ્તિ તે સામાયિક કહેવાય છે જેમાં આત્મા હળવાશ અનુભવે છે. આ જીવ અનાદિકાળથી મનગમતી વસ્તુઓની પ્રાપ્તિમાં હર્ષ અને અણગમતી વસ્તુઓની પ્રાપ્તિમાં શોક કર્યા કરે છે. તે બન્નેને રોકી મનની સમતોલવૃત્તિ રાખવી તે સામાયિક કહેવાય છે. સંસારના સર્વથા ત્યાગી એવા સાધુ-સાધ્વીજી મહારાજાઓને ૧ સાવદ્યયોગના = પાપવાળાં કાર્યોના. ૨ સમતાભાવની= રાગ-દ્વેષ વિનાના મધ્યસ્થ સ્વભાવની. ૩ સમતોલવૃત્તિ= સરખું આચરણ. પ્રતિમ સુન Page #64 -------------------------------------------------------------------------- ________________ દીક્ષા ગ્રહણ કરે ત્યારથી જ જીવે ત્યાં સુધી આવું સામાયિક વ્રત આપવામાં આવે છે. અને ગૃહસ્થ શ્રાવક-શ્રાવિકાઓને પોતાના ધરના વ્યવસાયમાંથી નિવૃત્ત થઈ અલ્પ ટાઈમ માટે સંસારવ્યવહાર ત્યજી સાધુના જેવું આચરણ કરવારૂપ સામાયિક વ્રત આપવામાં આવે છે. અડતાલીસ મિનિટ સામાયિકમાં રહેલો ગૃહસ્થ પણ સાધુના જેવો આરંભ-સમારંભનો ત્યાગી છે. અને વ્રતવાળો છે. સમભાવમાં રહેવાવાળો છે. આ સૂત્ર તીર્થકર ભગવન્તોના મુખે બોલાએલું છે. કારણ કે તેઓ જ્યારે દીક્ષા લે છે ત્યારે આ સૂત્ર બોલે છે. - અવશ્ય કરવા લાયક જે કાર્યો તેને આવશ્યક કહેવાય છે. જૈનશાસ્ત્રોમાં ૬ આવશ્યક કહ્યાં છે (૧) સામાયિક, (૨) ચઉવીસન્થો, (૩) વંદન, (૪) પ્રતિક્રમણ, (૫) કાઉસ્સગ્ગ (૬) પચ્ચકખાણ. આ છ એ આવશ્યકો બહુ જ સૂક્ષ્મ રીતે કરેમિભંતે સૂત્રમાં ગૂંથેલાં છે, રચેલાં છે. તેનો અર્થ આ પ્રમાણે છે : (૧) સમતાભાવની પ્રાપ્તિ તે સામાયિકાવશ્યક, “કરેમિ સામાઇઅં” આ પદમાં પહેલું સામાયિકાવશ્યક આવે છે. હું સામાયિક કરું છું. (૨) ચોવીસે ભગવન્તોની સ્તુતિ તે ચકવીસત્યો આવશ્યક, “ભતે ” આવું કરેમિ પદના પાસેનું જે પદ છે તે બીજું આવશ્યક છે. હે ભગવન્તો. (૩) ગુરુજીને પ્રણામ કરવો તે વંદનાવશ્યક “ભતે” આવું તસ પછીનું જે પદ છે તે ત્રીજુ વંદનાવશ્યક. હે ગુરૂભગવન્તો ! હું તમને નમસ્કાર કરીને પાપો નહિ કરવાની પ્રતિજ્ઞા કરું છું. (૪) થઈ ગયેલાં પાપોની ક્ષમા માગવી તે પ્રતિક્રમણાવશ્યક, “પડિક્કમામિ” એ પદમાં પ્રતિક્રમણઆવશ્યક ચોથે આવે છે. હું ૧ ગૃહસ્થ= ઘરમાં રહેલા જીવો, ઘરવાળા. ૨ આરંભ= સમારંભ=પ્રાણીઓની હિંસા. ૩ સૂક્ષ્મ રીતે= ગર્ભિત રીતે. Page #65 -------------------------------------------------------------------------- ________________ પાપોની ક્ષમા માગું છું. (૫) પાપોનો ત્યાગ કરી આત્માને તેમાંથી દૂર રાખવા કાયાને સ્થિર કરવી તે કાયોત્સર્ગાવશ્યક, “અપ્પાણે વોસિરામિ” આ પદમાં પાંચમું કાઉસ્સગ્નાવશ્યક છે. હું મારા આત્માને આવાં પાપોની ક્ષમા માટે કાયાને સ્થિર કરું છું. (૬) સામાયિકમાં પાપો નહિ કરવાની પ્રતિજ્ઞા કરવી તે પચ્ચખાણાવશ્યક, “સાવરું જોગ પચ્ચખામિ” આ પદમાં છઠ્ઠું પચ્ચખાણાવશ્યક છે. હે પ્રભુ! હું આ સામાયિકમાં પાપવાળાં કામો નહિ કરવાની પ્રતિજ્ઞા કરું છું. જૈનધર્મ ત્યાગપ્રધાન છે. આહાર-અલંકાર-વસ્ત્રાદિ-ધનમિલકત પરિવારોનો ત્યાગ કરવો તે બાહ્યપદાર્થોનો ત્યાગ હોવાથી દ્રવ્યત્યાગ કહેવાય છે. અને રાગ-દ્વેષ-મોહ -માન-માયાદિ અંદરના વિકારોનો ત્યાગ કરવો તે ભાવત્યાગ છે. ભાવત્યાગ લાવવા માટે દ્રવ્યત્યાગ આવશ્યક છે. કારણ કે જો દ્રવ્યત્યાગ ન કર્યો હોય તો રાગાદિનો ત્યાગ થવો અતિશય દુષ્કર છે. આ સામાયિક દ્રવ્યત્યાગ અને ભાવત્યાગ એમ બન્ને સ્વરૂપવાળું છે. જ્યારે જ્યારે સામાયિક કરવામાં આવે છે ત્યારે ત્યારે આહાર-સંસારિક વસ્ત્રો, ધનનો સંયોગ વગેરે દ્રવ્યો પણ ત્યજાય છે. અને તેના વિષેનો મોહ પણ છોડી સમભાવ રાખવાની પ્રેક્ટિસ પણ કરાય છે. માટે આ સામાયિક ધર્મમય છે. જૈન ધર્મનાં પર્વો ત્યાગથી ઊજવાય છે. જ્ઞાનપંચમી, ચોમાસી ચૌદસ પજુસણ", નવપદની ઓળી વગેરે પર્વો જ્યારે આવે ત્યારે ચતુર્વિધ શ્રી સંઘ પોત પોતાની શક્તિને અનુસારે ઉપવાસાદિ તપ કરી ૧ અલંકાર= દાગીના, ઘરેણાં. ૨ પરિવાર= કુટુંબ-સ્ત્રી-પુત્ર-પુત્રી વગેરે. ૩ જ્ઞાનપંચમી= જ્ઞાની આરાધનાનો દિવસ કારતક સુદ પાંચમ. ૪ ચોમાસી ચૌદસ= ચાર ચાર મહિને આવતું પર્વ; કારતક-ફાગણ-અષાડ સુદ ચૌદસ. ૫ પજુસણ= શ્રાવણ-ભાદરવા માસમાં આવતા ધર્મારાધનના દિવસો. ૬ નવપદની ઓળી= અરિહંતાદિ નવે પદોની આરાધના માટેના દિવસો આસો-ચૈત્ર માસમાં આવે છે. S Page #66 -------------------------------------------------------------------------- ________________ આહાર છોડે છે. સામાયિકાદિ કરવા વડે સંસારનો સંબંધ ત્યજે છે. મદિરાદિમાં દર્શન કરવા જતાં ભંડારોમાં નાણું નાખવાથી ધન ત્યજે છે. યથાશક્તિ ઉછામણી લેવા વડે પૈસાનો મોહ ત્યજે છે. અર્થાત્ કંઈક ને કંઈક ત્યજે છે. ભોગોને પોષતો નથી પરંતુ ભોગો ત્યજે છે. જ્યારે અન્યદર્શનનાં પર્વો જેવાં કે રામનવમી, મહાશિવરાત્રિ, જન્માષ્ટમી વગેરેની ઉજવણી જુદી રીતે દેખાય છે. જૈનોમાં ભોગોના ત્યાગની સંસ્કૃતિ ગળથુથીથી જ વસેલી છે. આવો અમૂલ્ય અવસર ફરી પ્રાપ્ત થવો મુશ્કેલ છે. આ કરેમિ ભંતે સૂત્રમાં મન-વચન અને કાયા એમ ત્રણે પ્રકારે પાપોનો ત્યાગ કરવાનું જણાવ્યું છે. તથા ગૃહસ્થને “ન કરવું” અને “ન કરાવવું” એમ બે જ પ્રકારનો ત્યાગ જણાવ્યો છે. પરંતુ સાધુસાધ્વીજી ભગવન્તોને “ન કરવું, ન કરાવવું, અને ન અનુમોદવું” એમ ત્રણે પ્રકારે પાપનો ત્યાગ જણાવ્યો છે. એટલા માટે મૂલસૂત્રમાં તેઓના માટે “કરંત ન સમણુજાણામિ” આટલો પાઠ વધારે બોલાય છે. આ મન-વચન-કાયા તથા કરણ-કરાવણ-અનુમોદનની પરસ્પર જોડણીથી ૪૯ ભાંગા થાય છે. (૧) મનથી (૧) પાપ કરવું નહિ. (૨) વચનથી (૨) પાપ કરાવવું નહિ. (૩) કાયાથી (૩) પાપ અનુમોદવું નહિ. (૪) મન-વચનથી (૪) પાપ કરવું-કરાવવું નહિ. (૫) મન-કાયાથી (૫) પાપ કરવું-અનુમોદવું નહિ. (૬) વચન-કાયાથી (૬) પાપ કરાવવું-અનુમોદવું નહિ. (૭) મન-વચન-કાયાથી (૭) પાપ કરવું-કરાવવું-અનુમોદવું નહિ. આ પ્રમાણે પ્રથમના સાતને ક્રમશઃ પાછળના સાતની સાથે જોડવાથી ૭૮૭=૪૯ ભાંગા થાય છે. ભૂતકાળ-વર્તમાનકાળ-ભવિષ્યકાળ ૧ ગળથુથીથી= બચપણથી Page #67 -------------------------------------------------------------------------- ________________ આશ્રયી ફરી તે ભાંગાને ૩ વડે ગુણતાં ૪૯*૩=૧૪૭ ભાંગા પણ થાય છે. આવી પ્રતિજ્ઞા કર્યા પછી સામાયિકમાં સંસારિક બંધનો ત્યજીને અત્યન્ત સમભાવમાં સ્થિર થવું જોઈએ. અને વધારેમાં વધારે સ્વાધ્યાય કરવો જોઈએ. (સામાઇથવય પુરો - ૧૦) સામાઇ-વચ-જુનો, જાવ મણે હોઇ નિયમ-સંજુરો ! છિન્નઇ અસુહં કર્મ, સામાઇઅ જત્તિઆ વારા II 1 II સામાઇઅમેિ ઉકએ, સમણો ઇવ સાવઓ હવાઇ જહાT એએણ કારણેણં, બસો સામાઇએ II ૨ | સામાઇક વિધિએ લીધું, વિધિએ પાયું વિધિ કરતાં જે કોઈ ! અવિધિસ્તુઓ હોય, તે સવિહેમ-વચન-કાચાએ કરી મિચ્છામિ દુક્કડાયા આ સૂત્ર સામાયિક પારતી વખતે બોલાય છે. તે સૂત્રનો અર્થ એવો છે કે સામાયિક વ્રતથી સંયુક્ત એવો આ આત્મા જેટલી વાર પોતાના મનને નિયમોથી કંટ્રોલમાં રાખે છે તેટલી વાર તેનાં અશુભ કર્મો છેદાય છે. આ ગૃહસ્થ જીવ જ્યારે જ્યારે સામાયિક કરે છે ત્યારે ત્યારે સાધુના જેવો ગણાય છે. આ કારણથી બહુવાર આ સામાયિક કરવું જોઈએ. આ સામાયિક મેં વિધિપૂર્વક લીધું વિધિપૂર્વક પાળ્યું. છતાં વિધિ કરતાં જે કોઈ અવિધિદોષ સેવાયો હોય તે સંબંધી મારું પાપ મિથ્યા થજો. પ્રશ્ન :- સામાયિકનો ટાઇમ ૪૮ મિનિટ જ કેમ રાખેલ છે ? ઉત્તર :- છમસ્થ આત્માનો અધ્યવસાય કોઈ પણ એક વિષયમાં વધારેમાં વધારે અડતાલીસ મિનિટ જ સ્થિર રહી શકે છે. તેથી વધુ સ્થિર અધ્યવસાય રહેવો સંભવિત નથી. માટે સમય ૪૮ મિનિટ રાખેલ છે. પ્રશ્ન :- લગોલગ એકસાથે કેટલાં સામાયિક કરી શકાય ? ઉત્તર :- ઉપરાઉપરી એકસાથે વચ્ચે પાળ્યા વિના ત્રણ સામાયિક S Page #68 -------------------------------------------------------------------------- ________________ થઈ શકે. પરંતુ તે વખતે ‘સજ્ઝાય સંદિસાહું’’ ને બદલે ‘‘સજ્ઝાયમાં છું ''એમ બોલવું જોઈએ કા૨ણ કે આ આત્મા પહેલા સામાઈકથી જ સ્વાધ્યાયમાં છે.- તથા ત્રણ સામાઈક પછી પણ સામાયિક કરવું હોય તો પાળીને કરવું જોઈએ. કારણ કે શારીરિક અથવા સંસારિક કોઈ કામકાજ આવી પડ્યું હોય તો તે પતાવી શકાય. જેથી સ્થિરતામાં ભંગ ન પડે અને આ જીવને આર્તધ્યાન-રૌદ્રધ્યાન ન થાય. પ્રશ્ન :- “કરેમિભંતે સૂત્ર” સામાયિક લેતાં બોલાય છે. અને ‘‘સામાઇય વયાત્તો સૂત્ર સામાયિક પાળતાં બોલાય છે. તો સામાયિક લેવાની અને પાળવાની વિધિ શું ? તથા ‘સામાયિક સંદિસાહું” વગેરે બોલાતા શબ્દોના ભાવાર્થ શું ? ઉત્તર ઃ- સામાયિક લેવાની વિધિ આ પ્રમાણે છે. સામાયિકમાં આપણું બેસવું-ઊઠવું-બોલવું વગેરે વિવેકવાળું બને તેવા આશયથી સૌ પ્રથમ કલ્પિતગુરુજીની સ્થાપના કરવા માટે જ્ઞાનાદિનાં સાધનો પુસ્તકાદિ ઊંચા આસને સ્થાપીને નવકાર-પંચિંદિય સૂત્ર બોલવા વડે ગુરુજીની સ્થાપના કરવી. તે વખતે મુહપત્તી ડાબા હાથમાં રાખી જમણો હાથ ગુરુજીની સન્મુખ રાખવો. (જાણે સ્થાપનાચાર્યમાં ગુરુજીના ગુણોનું આરોપણ કરતા હોઈએ એવી હાથની મુદ્રા ક૨વી.) સામાયિક કરતાં શરીર ઉપર શુદ્ધ વસ્ત્રો પહેરવાં, ઉપકરણમાં ચરવળો, કટાસણું, મુહમત્તિ રાખવી. ચરવળો હાલતાચાલતા જીવોની રક્ષા માટે છે. મુહપત્તી વાઉકાય જીવોની રક્ષા માટે છે. અને કટાસણું કીડી આદિ સૂક્ષ્મ જીવોની રક્ષા માટે છે. સ્વાધ્યાય માટે સારું પુસ્તક પણ રાખવું. પછી એક ખમાસમણ બોલી ઇરિયાવહિયં-તસ્સ ઉત્તરી-અન્નત્થ સૂત્ર બોલી એક લોગસ્સનો કાઉસ્સગ્ગ ૧ સ્વાધ્યાય= આત્મચિંતન. ૨ આર્તધ્યાન= ઇષ્ટવસ્તુના વિયોગાદિથી થતી ચિંતા. ૩ રૌદ્રધ્યાન= હિંસાદિના વિચારો. ૪ કલ્પિતગુરુ= આ સાક્ષાત્ ગુરુ જ છે એવી કલ્પના. ૫ ઉપકરણ= સાધન, Page #69 -------------------------------------------------------------------------- ________________ કરવો (લોગસ્સ ન આવડે તો ચાર નવકાર ગણવા.) કાઉસ્સગ્ગ પાળી પ્રગટ લોગસ્સ બોલી ખમાસમણ કહી ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!સામાયિક મુહપત્તી પડિલેહું? અહીં ગુરુજી “પડિલેહેહ” એમ કહે ત્યારબાદ ગૃહસ્થ “ઇચ્છે” કહીને પચાસ બોલો બોલવાપૂર્વક મુહપત્તીનું પડિલેહણ કરવું. તેનો અર્થ એ છે કે હે ભગવાન! હું મુહપત્તીનું પડિલેહણ કરું? ગુરુજી જવાબ આપે છે કે તમે મુહપત્તીનું પડિલેહણ કરો, તે ઉત્તર સ્વીકારતાં ગૃહસ્થ “ઇચ્છે”= જેવી આપની ઇચ્છા છે. તેમ હું પણ ઇચ્છું છું એમ જણાવે છે. પછી મુહપતીનું પડિલેહણ કરવું. પ્રશ્ન :- મુહપત્તીના પડિલેહણમાં પચાસ બોલો કયા બોલવાના ? અને શી રીતે ? ઉત્તર :- આ વાત આગળ ઉપર સમજાવવામાં આવશે. મુહપત્તીનું પડિલેહણ કર્યા પછી શિષ્ય અને ગુરુજી વચ્ચે વિનીતભાવ બતાવવાપૂર્વક કેવા પ્રશ્નો અને ઉત્તરો કરાય છે તેની આપણે કંઈક સમાલોચના કરી. દરેક પ્રશ્નો પૂછતાં પહેલાં એકેક ખમાસમણ આપવું શિષ્ય :-ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સામાયિક સંદિસાહું ? હે ભગવાન્ ! આપશ્રી ઇચ્છાપૂર્વક આજ્ઞા આપો તો હું સામાયિક કરું ? ગુરુજી :- સંદિસાહેહ”= તમે તમારી ઇચ્છા પ્રમાણે સામાઇક કરો. શિષ્ય :- ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સામાયિક ઠાઉં? હે ભગવાન ! આપશ્રી ઇચ્છાપૂર્વક આજ્ઞા આપો તો હું સામાયિકમાં સ્થિર થાઉં. ગુરુજી :- “ઠાએહ”= તમે તમારી ઈચ્છા મુજબ સામાયિકમાં ભલે સ્થિર થાઓ. ૧ પડિલેહણ = જોવું તપાસવું ર વિનીતભાવ = નમ્રતા-વિનયપૂર્વક. ૩ સમાલોચના = વિચારણા. Page #70 -------------------------------------------------------------------------- ________________ શિષ્ય :- બે હાથ જોડીને નવકાર મહામંત્ર ગણીને બોલે છે કે ઇચ્છકાર ભગવાન્ પસાય કરી સામાયિક દંડક ઉચ્ચરાવોજી અર્થ= હે ભગવાન ! કૃપા કરી આપશ્રી અન્તરની ઇચ્છાપૂર્વક સામાયિક વ્રતનું પચ્ચખ્ખાણસૂત્ર ઉચ્ચરાવો (કહો). ગુરુજી :- શિષ્યની ઇચ્છાનુસાર “કરેમિ ભંતે’” સૂત્ર બોલી સામાયિક વ્રત આપે છે. હૈ શિષ્ય :- ઇચ્છાકારેણ સંદિસહ ભગવન ! બેસણે સંદિસાહું ? ભગવાન્ આપશ્રી ઇચ્છાપૂર્વક મને હવે બેસવાની રજા આપો ! ગુરુજી :- “સંદિસાહેહ’’– તમે તમારી ઇચ્છાપૂર્વક બેસી શકો છો. શિષ્ય :- ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! બેસણે ઠાઉં ? હે ભગવાન્! હું સામાયિક વ્રતમાં બેસીને સ્થિર થાઉં છું ? ગુરુજી :- “ઠાએહ’= તમે સામાયિકમાં સ્થિર થાઓ. શિષ્ય :- ઇચ્છાકારેણ સંદિસહ ભગવન ! સજ્ઝાય સંદિસાહું ? હે ભગવાન ! આપશ્રીની આજ્ઞા હોય તો સ્વાધ્યાય-આત્મચિંતન કરું ! ગુરૂજી :- “સંદિસાહેહ’= તું સામાયિકમાં સ્વાધ્યાય (ચિંતનમનન) કર. શિષ્ય :- ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! સજ્ઝાય કરું ? હે ભગવાન ! આપશ્રીની સંમતિ હોય તો હવે સ્વાધ્યાય કરું ગુરૂજી :- “કરેહ’– તમે સ્વાધ્યાય ચાલુ કરો. પછી ત્રણ નવકાર છું. ગણવા. કેવા મીઠા બોલો છે ! પરસ્પર ગુરુ-શિષ્યભાવ બતાવનારો કેવો સુંદર સંવાદ છે ? પ્રશ્નો અને ઉત્તરોમાં કેટલો સુંદર વિવેક દર્શાવ્યો ૧ પસાય = પ્રસાદ-મહેરબાની Page #71 -------------------------------------------------------------------------- ________________ છે. આવી વિવેકભરી સમાચારી શું બીજે ક્યાંય જોવા મળશે? ગુરુજી પણ કેવા નિર્લેપ છે ! ફક્ત શિષ્યો પોતાની ઇચ્છાથી ધર્મક્રિયામાં કેમ જોડાય અને તેમાં લયલીન બને એવી જ એક દૃષ્ટિ. નહીં કોઈ દબાણ, નહીં કોઈ ફરજ પાડવાની. આવી સમાચારી વીતરાગ શાસનમાં જ મળશે. સામાયિક પાળતી વખતે આથી પણ વિશેષ મધુર પ્રશ્નોત્તરી રહેલી છે. સામાયિક પાળવાની વિધિ પ્રથમ ખમાસમણ-ઇરિયાવહિયં-તસ્સઉત્તરી અત્રત્ય બોલી ૧લોગસ્સનો (અથવા ચાર નવકારનો) કાઉસ્સગ્ન કરી પાળીને પ્રગટ લોગસ્સ બોલી મુહપત્તીનું પડિલેહણ કરવાનું. ત્યારબાદ એક ખમાસમણ બોલી વિનયપૂર્વક નીચે મુજબ પૂછવાનું. શિષ્ય :- ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સામાયિક પાળું ? અર્થ= હે ભગવાન ! સામાયિક પાળું ? ગુરુજી :- “પુણો વિ કાયવ્યં ” આ સામાયિક ફરી ફરી કરવા જેવું છે. શિષ્ય :- ઉપરના ગુરુજીના ઉત્તરને જાણે પોતે સ્વીકારી લેતો હોય તેમ જવાબ વાળે છે કે “યથાશક્તિ” જેવી મારી શક્તિ=અર્થાત્ શક્તિ અનુસારે હું ફરીથી પણ આવું સામાયિક અવશ્ય કરીશ. શિષ્ય :- ફરી ખમાસમણ આપી ગુરુજીને પૂછે છે કે. ઇચ્છાકારેણ સંદિસહ ભગવત્ સામાયિક પાળ્યું =હે ભગવાન! મેં સામાયિક પાળ્યું. ગુરૂજી :- “આયારો ન મોતવ્યો” સામાયિક પાળીને ભલે તું ઘેર જાય, પરંતુ સામાયિકમાં મેળવેલો “આ આચાર-સ્વાદ મૂકવા જેવો નથી.” સમતાભાવ રાખવા જેવો છે. - શિષ્ય-ગુરુજીના આ ઉત્તરને પણ સ્વીકારી લેતો આત્મા જવાબ ૧ લયલીન= તન્મય, એકાગ્ર. Page #72 -------------------------------------------------------------------------- ________________ વાળે છે કે “તત્તિ”= હે ગુરુજી ! “હું તેમ જ કરીશ’” અર્થાત્ ઘરે જવા છતાં સામાયિકમાં મેળવેલો આ સ્વાદ હું મૂકીશ નહિ. કેવો સુંદર પરસ્પર વાર્તાલાપ છે. ! પછી જમણો હાથ ચરવળા ઉપર થાપી ‘સામાઇયવયાજ્ઞો’ સૂત્ર બોલી પોતાના હાથને મુખ સન્મુખ રાખી એક નવકાર ગણવો. જાણે સ્થાપનાચાર્યમાં સ્થાપેલી કલ્પિત સ્થાપના ઉઠાવી લેતા હોઈએ એવી મુદ્રા રાખવી. મૂર્તિપૂજક સમાજમાં ઉપર મુજબ વિધિ છે. સ્થાનકવાસી અને તેરાપંથી સમાજમાં સ્થાપનાની માન્યતા ન હોવાથી હાલ ભાવતીર્થંકર ભગવાન શ્રી સીમંધરસ્વામી મહાવિદેહક્ષેત્રમાં ઈશાન ખૂણામાં વિચરે છે. તેમની કલ્પના કરીને ઈશાનખૂણા તરફ મુખ રાખીને ધર્મક્રિયા કરે છે. આ સામાયિક અત્યન્ત સમતા ભાવની પ્રાપ્તિ માટે છે. માટે આત્માને સમભાવમાં રાખવો અને આધ્યાત્મિક સ્વાધ્યાયમાં અત્યન્ત એકાગ્ર કરવો. મુહપત્તીના પડિલેહણની વિધિ આ પ્રમાણે મુખમાંથી નીકળતો વાયુ શરીરની ગરમીના કારણે અચિત્ત છે. જગતમાં વ્યાપેલો વાયુ ચિત્ત છે. આ બન્ને વિજાતીય વાયુના સંઘર્ષથી જગતમાં વ્યાપેલા સચિત્તવાયુના જીવોની હિંસા થવાનો સંભવ છે. તે જીવોની રક્ષા કરવાના આશયથી મુખ આગળ મુહપત્તી રાખીને બોલવાનો વ્યવહાર છે. બન્ને વાયુના સંઘર્ષને રોકવાનો આશય છે. એક વેંત અને ચાર આંગળ લાંબી-પહોળી એનું પ્રમાણ છે. આઠઆઠ આંગળલાં બે પડ કરી બે આંગળને વાળી નાખવાથી તે ભાગમાં કુલ આઠ પડ થાય છે. જેથી મુખમાંથી નીકળેલો વાયુ=શ્વાસ બહારના વાયુ સાથે અથડાય નહિ, મુખમાંથી નીકળેલું થૂંક વિગેરે પુસ્તકને અડે નહિ, આશાતના થાય નહિ એવો આશય છે. મુખથી બે-ચાર આંગળ દૂર રાખવાથી સૂત્રો સ્પષ્ટ બોલી શકાય. મુખના શ્વાસાદિ અને થૂંક ચોટવા વડે જીવાત ન થાય તથા વિષય સમજાવવો સરળ પડે. માટે Page #73 -------------------------------------------------------------------------- ________________ દૂર રખાય છે. પ્રથમ મુહપત્તીના બન્ને છેડા જમણા-ડાબા હાથમાં પકડીમુહપત્તી પૂર્ણપણે ખુલ્લી કરી નજરથી જીવોની તપાસ કરવી. તથા મુહપત્તીનાં પડ જમણા-ડાબાહાથમાં બદલીને પણ જોઈ લેવું. તે બન્ને પડ જોતી વખતે (૧) સૂત્ર-અર્થ-તત્ત્વ કરી સદરહું, (જિનેશ્વર ભગવંતનાં બતાવેલાં સૂત્રો અને અર્થ એ જ સાચું તત્ત્વ છે એમ માનું છું) આ પહેલો બોલ છે. ત્યારબાદ જમણા હાથનો છેડો ત્રણ વખત ખંખેરવો અને તે વખતે (૨) સમ્યકત્વ મોહનીય (૩) મિશ્રમોહનીય (૪) મિથ્યાત્વ મોહનીય પરિહરું” (આ ત્રણે મોહનીયને હું ત્યજું છું) એમ બોલવું ત્યારબાદ જમણા-ડાબા હાથનાં પકડેલાં પડ બદલીને ફરીથી જમણા હાથનો છેડો ત્રણ વખત ખંખેરવો અને તે વખતે (૫) કામરાગ, (૬) સ્નેહરાગ, (૭) દૃષ્ટિરાગ પરિહરું (આ ત્રણે રાગ હું ત્યજું છું) એમ બોલવું એમ કુલ ૭ બોલ થાય. ત્યારબાદ જમણા હાથનો છેડો ડાબા હાથ ઉપર એવી રીતે નાખવો કે મુહપત્તીની વચ્ચેની ઘડી ઉપર આવે, પછી જમણા હાથથી મુહપત્તી ખેંચીને આંગળીઓમાં ભરાવવી. જેને શાસ્ત્રમાં “વધૂટક” કહેવાય છે. જમણા હાથમાં ત્રણ વર્ઘટક બનાવી ડાબા હાથ ઉપર તે મુહપત્તીને ફેરવવી. ત્રણ વખત અંદર લઈ જવી તે વખતે આદરવા લાયક ગુણોનું સ્મરણ કરવું. અને ત્રણ વખત બહાર લઈ જવી. તે વખતે ત્યજવા લાયક દુર્ગુણોને બોલવા અને અન્ને ખંખેરવું. પહેલી વખતે અંદર લઈ જતાં (2) સુદેવ, (૯) સુગુરુ, (૧૦) સુધર્મ આદરું અને બહાર નીકળતી વખતે (૧૧) કુદેવ, (૧૨) કુગુરુ, (૧૩) કુધર્મ પરિહરું. એમ બોલવું, બીજી વખતે અંદર જતાં (૧૪) જ્ઞાન, (૧૫) દર્શન, (૧૬) ચારિત્ર આદરું અને બહાર નીકળતી વખતે (૧૭) જ્ઞાનવિરાધના, (૧૮) દર્શન વિરાધના (૧૯) ચારિત્ર વિરાધના પરિહ એમ બોલવું. ત્રીજી વખતે અંદર જતાં (૨૦) મનગુમિ, (૨૧) * '* * Page #74 -------------------------------------------------------------------------- ________________ વચનગુપ્તિ, (૨૨) કાયગુપ્તિ આદરું એમ બોલવું તથા બહાર નીકળતી વખતે (૨૩) મનદંડ, (૨૪) વચનદંડ, (૨૫) કાયદંડ પરિė એમ બોલવું. આ પ્રમાણે મુહપત્તીના કુલ ૨૫ બોલ થયા. આ ૨૫ બોલમાં ૮થી ૨૫ વચ્ચે જે જે ત્રણ-ત્રણ આદરવા જેવા બોલો આવ્યા તેને અખ્ખોડા કહેવાય છે. અને જે જે ત્રણ ત્યજવા જેવા બોલો આવ્યા તેને પખ્ખોડા કહેવાય છે. હવે મુહપત્તી જમણા હાથમાં જ રાખીને ડાબા હાથને ઊંધો કરી અંદરથી બહાર નીકળવાના રૂપમાં મુહપત્તી લઈ જવી તે વખતે (૨૬) હાસ્ય, (૨૭) રિત, (૨૮) અરિત પરિહ્યું એમ બોલવું, ત્યારબાદ મુહપત્તી ડાબા હાથમાં લઈને જમણા હાથને અવળો રાખી અંદરથી બહાર નીકળવાના રૂપમાં મુહપત્તી લઈ જતાં (૨૯) ભય, (૩૦) શોક, (૩૧) દુર્ગંછા પરિ એમ બોલવું. ત્યારબાદ મુહપત્તીના બન્ને છેડા બન્ને હાથમાં પકડી કપાલ આગળ ધરતાં (૩૨) કૃષ્ણલેશ્યા, (૩૩) નીલલેશ્યા, (૩૪) કાપોતલેશ્યા પરિહ એમ બોલવું કારણ કે લેશ્યાઓ (એટલે વિચારો) મગજમાં હોય છે. એટલે મગજના ભાગમાંથી તેને ત્યજવાનું જણાવ્યું છે. . ત્યારબાદ મુખ આગળ તે મુહપત્તીને ધરતાં (૩૫) ૨સગારવ, (૩૬) ઋદ્ધિગારવ, (૩૭) સાતાગારવ॰ પરિહતું એમ બોલવું. કારણ કે ખાવા-પીવાના રસની આસક્તિ મુખમાં રહેલી જીભને હોય છે. એટલે ત્યાં પરિહરું એમ બોલાય છે. ત્યારપછી હૃદય આગળ મુહપત્તીને ધરતાં (૩૮) માયાશલ્ય, (૩૯) નિયાણાશલ્ય,૧૦ (૪૦) મિથ્યાત્વશલ્ય૧ પરિહરું એમ બોલવું. કારણ કે શલ્ય એટલે ૧ પરિહતું = તજ, છોડી દઉં છું. ૨ કૃષ્ણલેશ્યા = અતિશય ઘણાં ખરાબ પરિણામ. ૩ નીલલેશ્યા= ઘણાં ખરાબ પરિણામ. ૪ કાપોતલેશ્યા= ખરાબ પરિણામ. ૫ રસગારવ= ખાવાની બહુ લાલસા. ૬ ઋદ્ધિગારવ=પૈસા-ધનની બહુ લાલસા. ૭સાતાગારવ=શરીરના સુખની લાલસા. ૮ આસક્તિ=મમતા-મૂર્છા. ૯ માયાશલ્ય= ફૂડ-કપટ,માયા. ૧૦ નીયાણાશલ્ય= કરેલા ધર્મના ફળની સાંસારિક માગણી કરવી. ૧૧ મિથ્યાત્વશલ્ય= કુદેવ-કુગુરુની શ્રદ્ધા. જૈન તત્ત્વપ્રકાશ Page #75 -------------------------------------------------------------------------- ________________ ડંખ, માયાનો ડંખ, નિયાણ-મિથ્યાત્વ આ બધા દોષો હૃદયમાં હોય છે. માટે ત્યાંથી પરિહરવા જણાવ્યું. પછીથી મુહપત્તીને જમણા હાથમાં રાખીને ડાબા ખભા ઉપર અને નીચે પ્રમાર્જના કરતાં કરતાં (૪૧) ક્રોધ, (૪૨) માન પરિહરે, બોલીને મુહપત્તિી ડાબા હાથમાં લઈ જમણા હાથના ખભા ઉપર અને નીચે પ્રમાર્જના કરતાં (૪૩) માયા અને (૪૪) લોભ પરિહરું એમ બોલવું. ત્યારબાદ મુહપત્તી ઘડી પ્રમાણે વ્યવસ્થિત વાળી જમણા હાથમાં રાખી ઊભા થઈ જવું. અને ચરવળા વડે પગની નીચે પ્રમાર્જના કરવી. એક પગની નીચે પ્રમાર્જના કરતાં (૪૫) પૃથ્વીકાય, (૪૬), અકાય અને (૪૭) તેઉકાયની રક્ષા કરું એમ બોલી બીજા પગની નીચે પ્રમાર્જના કરતાં (૪૮) વાયુકાય (૪૯) વનસ્પતિકાય અને (૫૦) ત્રસકાયની જયણા કરું. એમ બોલવું જેથી મુહપતીના ૫૦ બોલો પૂરા થાય. અને બહુ જ સૂક્ષ્મ રીતે જીવોની રક્ષા થાય છે. સામાયિક પાળતી વખતે પોતાના આત્માની નિર્મળતા માટે સામાયિયવયજુત્તો સૂત્ર બોલ્યા પછી આ પ્રમાણે બોલવામાં આવે છે - ૧૦ મનના, ૧૦ વચનના, ૧૨ કાયાના એવં બત્રીસ દોસમાંહે જે કોઈ દોષ લાગ્યો હોય તે સવિ હું મન-વચન-કાયાએ કરી મિચ્છામિ દુક્કડ છે આ પદમાં સામાઈકની અંદર ૩ર દોષોનો ત્યાગ કરવાનું જણાવ્યું છે. ભૂલથી અથવા જાણતાં-અજાણતાં આ બત્રીસ દોષોમાંના કોઈપણ દોષો લગાડ્યા હોય, તો તેની આ સૂત્ર બોલવા વડે ક્ષમા માગવામાં આવી છે. તે બત્રીસ દોષો આ પ્રમાણે - મનના ૧૦ દોષો આ પ્રમાણે : (૧) દુશ્મન જોઈ તેના ઉપર દ્વેષ કરવો (૨) મનમાં અવિવેકવાળા વિચારો કરવા ૧ પ્રમાર્જના= જીવોની રક્ષા. Page #76 -------------------------------------------------------------------------- ________________ (૩) તત્ત્વનો વિચાર ન કરવો (૪) મનમાં ઉદ્વેગ (કંટાળો) લાવવો (૫) યશની ઇચ્છા કરવી (૬) ગુરુજી આદિનો વિનય ન વિચારવો (૭) મનમાં ભયના વિચારો કરવા (૮) ફળમાં શંકા કરવી (૯) નિયાણું કરવું (સાંસારિક ફળની માગણી કરવી) (૧૦) સામાયિકમાં વ્યાપારના વિચારો કરવા વચનના ૧૦ દોષો આ પ્રમાણે : (૧) ખરાબ વચનો બોલવાં (૨) હુંકારા કરવા (૩) પાપકર્મો કરવાનો આદેશ કરવો.૧ (૪) લવારો કરવો. (૫) કલહ કરવો. (કજિયા કરવો) (૬) ક્ષેમકુશળ પૂછી આગતા-સ્વાગતા કરવી (૭) ગાળ આપવી (અપશબ્દ બોલવા) (૮) બાળક રમાડવું (૯) વિકથા` કરવી (૧૦) હાંસી કરવી, મશ્કરી કરવી કાયાના ૧૨ દોષો આ પ્રમાણે ઃ (૧) આસન ચપળ રાખવું; એટલે વારંવાર બેઠક અદલબદલ કરવી (૨) ચારે તરફ જોયા કરવું (૩) સાવદ્યકર્મ કરવું ૧ આદેશ કરે= આજ્ઞા કરે, હુકમ કરે. ૨ લવારો= વારંવાર બોલબોલ કરવું તે. ૩ ક્ષેમકુશળ= સુખશાન્તિના સમાચારો. ૪ વિકથા= નિન્દા, રાજકથાદિ ચાર કથાઓ, ૫ સાવદ્યકર્મ= પાપવાળાં કામો. Page #77 -------------------------------------------------------------------------- ________________ (૪) શરીરની આળસ મરડવી. (૫) અવિનયપણે બેસવું (૬) ભીંત વગેરેનો ઓથ લઈને બેસવું (૭) શરીરનો મેલ ઉતારવો (૮) ખરજ ખણવી (૯) પગ ઉપર પગ ચડાવવો (૧૦) કામવાસનાથી અંગ ઉઘાડાં રાખવાં (૧૧) નિદ્રા લેવી (ઊંઘ કરવી) (૧૨) જંતુઓના ઉપદ્રવથી ડરીને શરીરનાં અંગો ઢાંકવાં. ઉપરના બત્રીસ દોષો સામાયિકમાં ટાળવા જોઈએ. જો દોષી સેવાઈ જાય તો અતિચાર લાગે. માટે દોષો ન લેવાય તે સારું જાગ્રત રહેવું. સામાયિક લેવા-પાળવામાં આવતાં સૂત્રો પૂરાં થાય છે. હવે જૈનમન્દિરમાં જઈ પ્રભુજીનાં દર્શન કરીને ચૈત્યવદન કરવા માટેના ઉપયોગમાં આવતાં સૂત્રો આવે છે. તે સૂત્રો તથા તેના અર્થો વિચારીએ, તે પહેલાં જૈનમૂર્તિ અને મન્દિર વિષે કંઈક વિચાર કરીએ સંસારી તમામ જીવો નિમિત્ત પ્રમાણે શુભ-અશુભ થાય છે. સારા નિમિત્તો મળે તો શુભ થાય. અને ખરાબ નિમિત્તો મળે તો અશુભ થાય. સિનેમામાં, કરુણરસનું ચિત્ર દેખે ત્યારે જોનારાઓ રડી પડે. વીર રસનું (લડાઈનું) ચિત્ર દેખે તો જોનારાઓ શૂરાતનમાં આવે. અને અતિશય શૃંગારરસનું ચિત્ર દેખે તો જોનારાઓ વિકાર અને વાસનાવાળા બને. આ વાત જાણીતી છે. તે જ રીતે શાન્તરસથી* ભરેલી વીતરાગમુદ્રાવાળી પ્રભુની મૂર્તિ જોવાથી આત્મા શાન્તરસમાં ૧ ઓથ= ઓઠીંગણ, ટેકો, આધાર, ૨ ટાળવા= ત્યજવા જોઈએ. ૩ અતિચાર- પાપ, દોષ. ૪ શુભ-અશુભ = સારો અને ખરાબ. પવાસનાવાળા = સંસારિક ભોગસુખોવાળા. ૬ શાન્તરસથી= સમતારસથી ભરપૂર. ૭ વીતરાગમુદ્રા = રાગ-દ્વેષ વિનાની આકૃતિ. Page #78 -------------------------------------------------------------------------- ________________ આવે અને સંસારથી કંઈક પણ વૈરાગવાળો બને. જેમ સુગન્ધિત તેલ અને અત્તર વગેરેના સંયોગથી આ કપડું સુગંધિત બને અને વિષ્ટામળ-મૂત્રાદિના સંયોગથી આ જ કપડું દુર્ગન્ધિત બને. તથા સારા મિત્રોના સહવાસથી માણસ સારો બને અને દુષ્ટ મિત્રોની સોબતથી માણસ દુષ્ટ બને. તેની જેમ પ્રભુની મૂર્તિના નિમિત્તથી આ આત્મા શુદ્ધ બને છે. સંસારના રાગ-દ્વેષને ભૂલે છે, છોડે છે. અને પવિત્ર બને છે. તેથી આલંબનરૂપે પ્રભુદર્શન-પૂજન કરવાં જોઈએ. અને જે જે આત્માઓ ધીમે ધીમે સ્વયં અધ્યાત્મી બન્યા હોય, આત્માને વગર આલંબને વૈરાગમાં રાખી શકતા હોય, સંસારના બહુધા ત્યાગી હોય, યોગી હોય, સંત હોય, નિરાલંબન બન્યા હોય તેવા મહાત્માઓને તે અવસ્થામાં પ્રતિમાનાં દર્શન-વંદન-પૂજન કરવાનાં હોતાં નથી. પોતાના સ્થાનમાં રહી આત્મધ્યાનથી પણ કર્મો તોડી શકે છે અને કલ્યાણ પામી શકે છે. પગ થાકેલા હોય, ભાગેલા હોય ત્યારે લાકડીના અવલંબનથી ચલાય છે. અને ચાલતાં ચાલતાં પગ સારા થઈ જાય ત્યારે લાકડી છોડી દેવાની હોય છે. જેની આંખ કાચી હોય છે તેને ચશ્માંનો સહારો લેવો પડે છે. જેને પોતાની આંખો સારી હોય છે. તેને આ આલંબન નથી લેવું પડતું, નદી કે સમુદ્રમાં માણસને સ્વયં તરતા આવડતું હોય તો પાટિયાનું આલંબન લેવાનું નથી હોતું. અને જેને તરતાં નથી આવડતું તેને પાટિયાનું આલંબન લેવાનું હોય જ છે. તેવી રીતે આપણા જેવા જીવો (પ્રાથમિક જીવો) આલંબન વિના શાન્ત રસમાં નથી આવે તેમ, મોહની સંજ્ઞા અનાદિની વળગેલી છે. અને ધર્મસંજ્ઞા" તાજી પ્રાપ્ત થયેલી છે. માટે આવું શુભ આલંબન સેવવું જોઈએ. અને યોગીમહાત્મા-સંત થાય ત્યારે છોડી દેવું જોઈએ. પ્રભુની પ્રતિમા એ ૧ અધ્યાત્મી= આત્મા તરફની દૃષ્ટિ. ૨ બહુધા= ઘણું કરીને. ૩ નિરાલંબન= નિમિત્ત વિના અધ્યાત્મમાં રહે. ૪ મોહની સંજ્ઞા= મોહના સંસ્કાર. ૫ ધર્મસંજ્ઞા= ધર્મના સંસ્કારો. .#: Page #79 -------------------------------------------------------------------------- ________________ શાન્તરસનું નિમિત્તકારણ છે. પ્રશ્ન :- જો પ્રભુની પ્રતિમાને સ્વીકારીશું તો તેના રક્ષણ માટે મંદિર બનાવવું પડશે અને તેમાં છએ કાયાની હિંસા થશે, વળી દરરોજ જલપૂજા-પુષ્પપૂજા વગેરે કરવામાં પણ જીવોની વિરાધના-હિંસા થશે. અને ભગવાને હિંસા તો ત્યજવાની કહી છે. “અહિંસા પરમો ધર્મ એવું ભગવાનનું કથન છે. ઉત્તર :- આ વાત તદન સાચી છે કે મંદિર બનાવવામાં, જલપૂજા-પુષ્પપૂજાદિ કરવામાં હિંસા થાય છે. અને આરંભ-સમારંભ થાય છે. પરંતુ આવા શુભ આલંબનોથી શાન્તરસમાં આવી વૈરાગી બની કાયમના માટે હિંસાથી વિરામ પામે છે. સંસારના ત્યાગી થાય છે. છ કાયની હિંસામાંથી સદાને માટે વિદાય લે છે. એટલે થોડું નુકસાન અને ઝાઝો લાભ હોવાથી બાદબાકી કરતાં સરવાળે આત્માને લાભ જ થાય છે. પ્રશ્ન:- પ્રભુ વીતરાગ છે. ખુશ-નાખુશ થવાના નથી. તો તેમને પૂજવાથી શું લાભ? જેઓ ખુશ થવાના નથી. કંઈ આપવાના નથી. તેમની પૂજા શા માટે કરવી ? ઉત્તર :-આ પ્રભુ વીતરાગ છે. ખુશ-નાખુશ થતા નથી. એટલે જ પૂજવા જેવા છે. કારણ કે “આપનારા છે માટે પૂજવાના છે” એમ નથી. જે દેવો સેવા-ભક્તિથી ખુશ થઈ શિષ્યો ઉપર આશીર્વાદ વરસાવે તે દેવો આશાતના આદિથી નાખુશ થઈ શ્રાપ પણ આપે. અને આવા તો સંસારી જીવો પણ હોય જ છે. જો પ્રભુ પણ ખુશનાખુશ થાય તો તેઓમાં પ્રભુત્વ શાનું? માટે તેવા દેવો પૂજવા યોગ્ય નથી પરંતુ આ પ્રભુ વીતરાગ છે. એટલે પોતાના આત્માને તેવો વીતરાગ બનાવવા અરીસાની જેમ સેવવાના હોય છે. જેમ પોતાના શરીરની શુદ્ધિ માટે સામે કંઈ નહિ આપતો કાચ (અરીસો) રખાય ૧ નિમિત્તકારણ= કાર્ય કરવામાં સહાયક-મદદગાર. Page #80 -------------------------------------------------------------------------- ________________ છે. તેમ આત્માની નિર્મળતા લાવવા માટે કંઈ નહીં આપનારા પણ વીતરાગ પ્રભુ રખાય છે. પ્રશ્ન :- પરંતુ જે પ્રભુ હતા તે વીતરાગ હતા. તેઓનાં દર્શનપૂજન કરવાં એ તો વ્યાજબી છે. પરંતુ આ પ્રતિમા તો જડ છે. પથ્થરની બનેલી છે. એકેન્દ્રિય છે. તેના દર્શન-પૂજન-વંદનથી શું લાભ થાય ? ઉત્તર :- આ પ્રતિમા જડ છે. પથ્થરની બનેલી છે એ વાત સાચી છે. પરંતુ જેમ પથ્થરની ગાય દૂધ ન આપે પરંતુ ગાય કેવી હોય તેનું જ્ઞાન અવશ્ય આપે જેમ પથ્થરનો સિંહ ફાડી ન ખાય, પરંતુ સિંહ કેવો હોય તેનું જ્ઞાન અવશ્ય કરાવે જેમ પથ્થરનો સર્પ ડંખ ન મારે, પરંતુ સર્પ કેવો હોય તેનું ભાન-ભય અવશ્ય કરાવે તેમ પ્રભુની પ્રતિમા પ્રભુને ઓળખાવનારી છે. માટે દર્શનીય છે. પ્રશ્ન:-પ્રભુની પ્રતિમા એ પ્રતિમા જ છે પ્રભુ નથી એમ માનીએ તો શું? કારણ કે એમાં પ્રભુનો આત્મા ક્યાં છે? ભક્તિ કે આશાતનાથી શું લાભ-નુકસાન ? ઉત્તર :- જેમ પોતાના માત-પિતાના ફોટા એ ફોટા જ છે. માત-પિતા નથી. પરંતુ તેના ઉપર કોઈ ચૂકે-પગ મૂકે તો દુઃખ થાય છે. ફાડી-તોડી નાખે તો પણ દુઃખ થાય છે. તે બધું શા માટે ! તે ફોટાઓમાં માતા-પિતાનો આત્મા કયાં છે ? છતાં માતા-પિતાના ગુણોનું અને ઉપકારોની સ્મૃતિનું કારણ છે. માટે સેવા-ભક્તિ કરવાનું મન થાય છે. અને આશાતનાથી દુઃખ થાય છે. તેવી રીતે પ્રભુની પ્રતિમા પણ પ્રભુના ગુણોના અને ઉપકારોના સ્મરણનું કારણ છે. પ્રભુની વીતરાગતાને જણાવનારી છે. પોતાના આત્માને પણ તેવા પ્રકારના શાન્ત રસમાં લઈ જનારી છે. માટે માત-પિતાના ફોટાની જેમ દર્શનીય- પૂજનીય છે. પ્રશ્ન :- જો આ રીતે પ્રભુની પ્રતિમા પૂજનીય હોય તો સાધુમહાત્મા કેમ પૂજતા નથી ? Page #81 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર :- સાધુને સંસારનો રોગ દૂર થયેલો છે. જેને રોગ થયો હોય તે દવા લે છે. ડૉક્ટર સાહેબ દર્દીને દવા આપે છે. પરંતુ પોતે લેતા નથી. તેમ સાધુઓ સંસારના દર્દથી મુક્ત થયેલા છે. માટે પૂજા કરવારૂપ દવા લેતા નથી. વળી આરંભ-સમારંભના સર્વથા ત્યાગી છે. માટે ઊંચા ગુણઠાણે હોવાથી નીચા ગુણઠાણાનાં આલંબન તેઓ સેવતા નથી. છતાં ડૉકટર પોતે જો માંદા પડે તો દવા લે જ છે. તેમ સાધુ પોતે જો પતિત થાય તો અવશ્ય પૂજા કરે જ. આ રીતે દર્દીને દવા જેમ ઉપકારી છે તેમ સંસારી જીવોને પ્રભુની પ્રતિમાની પૂજા આલંબન સ્વરૂપે ઉપકારી અને ઉપયોગી છે. અને સંત-યોગી થયેલા અને નિરાલંબન અવસ્થાને પામેલા મહાત્માઓને આ તજવા લાયક છે. તેવી દશા આવે ત્યારે અંતે છોડવા લાયક છે. પ્રશ્ન :- જ્યારે નિરાલંબન અવસ્થા આવે ત્યારે અંતે જે છોડવા લાયક છે તે ખરેખર છોડવા લાયક જ બને, તો પ્રથમથી જ શા માટે છોડવી ન જોઈએ? જે અંતે (છેવટે) પણ છોડવાનું જ છે તે પ્રથમથી જ છોડવું જોઈએ. ઉત્તર :- એવો નિયમ નથી કે “જે અંતે છોડવા જેવું હોય તે પ્રથમથી છોડવું જોઈએ. જેમ પગમાં વાગેલા કાંટાને કાઢવા માટે નખાતી સોય અંતે કાઢવા જેવી છે છતાં પ્રથમથી નખાય છે. બીજા દિવસે છોડી દેવા જેવો શરીરના ઘા ઉપરનો પાટો પહેલા દિવસે છોડી દેવાતો નથી. જિંદગીના છેડે અવશ્ય કરવાનું છે જ તેથી પહેલા દિવસે મરવાનું કાર્ય કરાતું નથી. માટે એવો નિયમ નથી કે જે અંતે છોડવાનું હોય તે પહેલેથી છોડવું જોઈએ, પરંતુ એવો નિયમ છે કે જે લાભકર્તા હોય છે તે સ્વીકારવા જેવું છે અને જે નુકસાનકર્તા છે અથવા લાભર્તા નથી તે ત્યજવા જેવું છે” એટલે જેમ એક ગામથી બીજા ગામ જવા માટે ઘોડો લાભકર્તા છે એટલે સ્વીકારવા જેવો છે. અને બહારગામ પહોંચ્યા પછી મકાનની અંદર જવામાં કે માળ ઉપર ચડવામાં ઘોડો Page #82 -------------------------------------------------------------------------- ________________ લાભકર્તા નથી એટલે ત્યાં છોડવા જેવો છે. આ પ્રમાણે જે વસ્તુ જ્યાં આદરવા જેવી-ઉપકારક હોય ત્યાં તે આદરવી જોઈએ અને જે વસ્તુ જ્યાં લાભકર્તા ન હોય તે વસ્તુ ત્યાં ત્યજવા જેવી છે. તેવી રીતે આ આત્મા જ્યાં સુધી નિમિત્તવાસી છે. નિમિત્તોના આધારે શુભ-અશુભ થાય છે. ત્યારે તેને અશુભમાંથી શુભ કરવા અલ્પ હિંસા હોવા છતાં અત્તે ત્યજવાનાં હોવા છતાં મૂર્તિ-મદિર જરૂરી છે. અને જ્યારે નિરાલંબન દશાવાળો બને ત્યારે સ્વાવલંબી હોવાથી આવાં પરનિમિત્તો સેવવાનાં હોતાં નથી. હવે જગચિંતામણિ સૂત્ર સંબંધી કેટલાક વિચારો કરીએ. આ સૂત્ર ભગવાન મહાવીર સ્વામીના પ્રથમ શિષ્ય-પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામીજીએ બનાવ્યું છે. અષ્ટાપદ પર્વત ઉપર જ્યાં ઋષભદેવ પરમાત્માના પુત્ર ભરત મહારાજાએ ચોવીસે ભગવન્તોની પ્રતિમાઓવાળું મંદિર બનાવરાવ્યું છે ત્યાં આ ચૈત્યવંદન બનાવ્યું છે. ગૌતમસ્વામી પોતાની લબ્ધિથી અષ્ટાપદ પર્વત ઉપર ગયા હતા. (જગચિંતામણિ સૂત્ર-૧૧) ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ? ચૈત્યવદન કરું ? (ગુરુજી કહે કે “કરેહ') ઇછે જગચિંતામણિ, જગનાહ, જનગર, જગરખણ, જગબંધવ, જગસથવાહ, જગભાવવિખણ, અઠ્ઠાવયસંડવિયરૂવ, કમ્મવિણાસણ, ચઉવીસંપિ જિણવર જયંતુ અપડિહય સાસણ I 1 II. - શબ્દાર્થ :ઇચ્છાકારેણ = ઇચ્છાપૂર્વક સંદિસહક આજ્ઞા આપો ભગવન્= હે ભગવાન ચૈત્યવંદન કરું =ચૈત્યવંદન કરું ? ઇચ્છે= આપની જેવી આજ્ઞા જગચિંતામણિ= જગતમાં ચિંતામણિ=રત્ન જેવા જગનાહક જગતના નાથ જગગુરુ= જગતના ગુરુ જગબંધવ= જગતના બંધુ ૧ ગણધર = ગચ્છના નાયક, પ્રથમ શિષ્ય. ૨ લબ્ધિથી = પોતાની શક્તિથી. માણી શકો કt ::: Page #83 -------------------------------------------------------------------------- ________________ જગસત્યવાહ=જગતમાં સાર્થવાહ તુલ્ય જગભાવવિઅખ્ખણ = જગતનાભાવો જાણવામાં વિચક્ષણ અઠ્ઠાવય'સંઠવિય રૂવ= અષ્ટાપદપર્વત ઉપર જેમની પ્રતિમાઓ સ્થાપન કરી છે એવા કમ્મદ વિણાસણ =આઠ કર્મોનો વિનાશ કરનારા જિણવર જિનેશ્વર ભગવન્તો જયંતુ = જય પામો અડિહય સાસણ = જેમની આજ્ઞા કોઈનાથી ન હણાય તેવા છે તે = આ પહેલી ગાથામાં ચોવીસે જિનેશ્વર ભગવન્તોની સ્તુતિ છે. ભગવાનને ચિંતામણિરત્નતૂલ્ય, ત્રણ જગતના નાથ, ત્રણ જગતના ગુરુ, ત્રણ જગતનું પાપોથી રક્ષણ કરનારા, જગતના બંધુ, જગતના સાર્થવાહતુલ્ય, ત્રણે જગતના ત્રણે કાળના ભાવોને જાણવામાં વિચક્ષણ, અષ્ટાપદપર્વત ઉપર જેમની મૂર્તિઓ સ્થાપિત થઈ છે એવા તથા જ્ઞાનાવરણીયાદિ આઠે કર્મોનો નાશ કરનારા હે જિનેશ્વરભગવન્તો ! તમે જય પામો કે જેમની આજ્ઞા અખંડિત છે. આવા પ્રભુને મારા નમસ્કાર હોજો. = કમ્મભૂમિહિં કમ્મભૂમિહિં પઢમસંઘયણી ઉક્કોસય સત્તરિસય જિણવરાણ વિહરંત લબ્બઇ નવકોડિહિં કેવલિણ કોડિ સહસ નવ સાહુ ગઇ, સંપઇ જિણવર વીસમુણિ બિહું કોડિહિં વરનાણ સમણહ કોડિ સહસ દુઅ થુણિTM નિચ્ચવિહાણિ || ૨ || -ઃ શબ્દાર્થ:કમ્મભૂમિહિં = અસિ-મસિ અને કૃષિનો જ્યાં ઉપયોગ છે એવાં ક્ષેત્રો કમ્મભૂમિહિં = પાંચ ભરતક્ષેત્રો, પાંચ ઐરાવત ક્ષેત્રો, અને પાંચ મહાવિદેહ ક્ષેત્રો પઢમસંઘયણી = પહેલા સંયણવાળા ઉક્કોસય = ઉત્કૃષ્ટ, વધુમાં વધુ સત્તરિસય =એકસો સિત્તેર, ૧૭૦ જિણવરાણ = જિનેશ્વર ભગવંતો ૧ અઠ્ઠાવય = અષ્ટાપદ પર્વત ઉપર. ૨ સંઠવિય= સ્થાપિત કર્યાં છે. ૩. કમ્મ૪= આઠ કર્મોનો. ૪ અપ્પડિહય = અપ્રતિહત-અસ્ખલિત, Page #84 -------------------------------------------------------------------------- ________________ વિરહંત લમ્ભઇ, = વિચરતા હોય છે નવક્રોડિહિ કેવલણ = નવ ક્રોડ કેવળજ્ઞાની કોડિસહસ્સ નવસાહુ = નવહજાર ક્રોડ સાધુઓ ગમ્મદ = હોય છે, વિચરતા હોય છે સંપઈ = હાલ, અત્યારે, હમણાં જિણવરવીસ = જિનેશ્વર ભગવત્તો વીસ (૨૦) મુણિ બિહુકોડિહિં વરનાણ = શ્રેષ્ઠ એવા કેવળજ્ઞાનવાળા બે ક્રોડ મુનિઓ સમણહકોડિસહસદુઅ = બેહજાર ક્રોડ સાધુ મહારાજાઓ યુણિજ્જઈ = હું સ્તુતિ કરું છું. નિચ્ચવિહાણિ = નિત્ય પ્રભાતે, પ્રભાતના સમયે દરરોજ આ ગાથામાં તીર્થંકરભગવન્તો, કેવળજ્ઞાની ભગવન્તો અને મુનિ મહાત્માઓ એમ ત્રણેની જઘન્ય અને ઉત્કૃષ્ટ સંખ્યાને નમસ્કાર કરવામાં આવ્યો છે. અસિ (છેદવાનાં સાધનો- તરવાર, છરી, ચપ્પ, ભાલાં વગેરે), મસિ (લખવાનાં સાધનો કાગળ-પેન, સાહી, પેન્સિલ વગેરે), કૃષિ (ખેતીનાં સાધનો હળ વગેરે), આ ત્રણે વસ્તુઓનો જ્યાં વપરાશ છે. તે કર્મભૂમિ કહેવાય છે એવી કર્મભૂમિઓ જંબૂદ્વીપમાં ૧ ભરત, ૧ ઐરાવત, અને ૧મહાવિદેહક્ષેત્ર એમ કુલ ૩ કર્મભૂમિ છે. ધાતકી ખંડમાં ૨ ભરત, ર ઐરાવત અને ૨ મહાવિદેહક્ષેત્ર એમ કુલ ૬ કર્મભૂમિ છે. અને અર્ધપુષ્કરવરદ્વીપમાં પણ ૨ ભરત, ૨ ઐરાવત તથા ૨ મહાવિદેહ ક્ષેત્ર એમ કુલ ૬ કર્મભૂમિઓ છે. અઢીદ્વીપની બધી મળીને ૫ ભરત, ૫ ઐરાવત અને ૫ મહાવિદેહ ક્ષેત્ર એમ કુલ ૧૫ કર્મભૂમિઓ છે. આ ૧૫ કર્મભૂમિઓમાં જ તીર્થંકરભગવન્તો, કેવળજ્ઞાની પુરુષો, અને સાધુમહાત્માઓ જન્મે છે. આ સિવાઈનાં બીજાં ક્ષેત્રોમાં RSS Page #85 -------------------------------------------------------------------------- ________________ યુગલિકમનુષ્યો જન્મે છે. તેને અકર્મભૂમિ કહેવાય છે. પાંચ ભરતક્ષેત્રમાં તથા પાંચ ઐરાવત ક્ષેત્રમાં એકેક જિનેશ્વર પ્રભુ હોય છે. અને મહાવિદેહ ક્ષેત્રમાં ભારત જેવા બત્રીસ-બત્રીસ ખંડો હોવાથી બત્રીસ-બત્રીસ તીર્થંકર પરમાત્મા થાય છે. એમ પાંચ મહાવિદેહમાં ૩૨*૫=૧૬૦ તથા ભરતના ૫, ઐરાવતના ૫, એમ કુલ ૧૭૦ તીર્થકર ભગવંતો વધુમાં વધુ વિચરતા આ ભૂમિ ઉપર હોય છે. જ્યારે આ ભરતક્ષેત્રમાં અજિતનાથ ભગવાન હતા ત્યારે સર્વ ક્ષેત્રોમાં તીર્થંકર પ્રભુ હતા એટલે ૧૭૦ તીર્થકર ભગવાન ઉત્કૃષ્ટથી હોય છે. તેમના કાળે તીર્થંકર ન થયેલા પરંતુ મોહનીય કર્મને તોડી કેવળજ્ઞાન પામેલા સામાન્ય કેવળજ્ઞાની પુરુષો વધુમાં વધુ નવ ક્રોડ હોય છે. આ તીર્થંકર ભગવન્તો તથા સામાન્ય કેવલજ્ઞાની પુરુષો પહેલા સંઘયણવાળા હોય છે. સંઘયણ એટલે હાડકાનો બાંધો હાડકાંની રચના હાડકાંની મજબૂતાઈ વગેરે. પહેલા સંઘયણનું નામ વજ ઋષભનારાજ છે. શરીરની અત્યન્ત મજબૂતાઈ કે જે ગમે તેવા ઉપસર્ગો-પરિષદોમાં પણ ચલાયમાન ન થાય. આવા પ્રથમ સંઘયણવાળા ઉત્કૃષ્ટ ૧૭૦ તીર્થંકર પરમાત્મા, અને ૯ ક્રોડ કેવળજ્ઞાની ભગવન્તોને હું નિત્યપ્રભાતે ઉઠીને નમસ્કાર કરું છું તથા તેઓના કાળમાં સાધુપણામાં વિચરતા મુનિભગવન્તો વધુમાં વધુ નવહજાર ક્રોડ અઢી દ્વીપમાં મળીને હોય છે તેઓને પણ હું નિત્યનમસ્કાર કરું છું. ત્રણેની આ ઉત્કૃષ્ટસંખ્યા છે. તે મહાપુરુષોને અમારા નમસ્કાર હોજો. હવે ઓછામાં ઓછા=જઘન્યથી કેટલા તીર્થંકરાદિ હોય છે તે જણાવે છે. અઢીદ્વીપના પાંચ મહાવિદેહ ક્ષેત્રોમાં એકેક મહાવિદેહમાં ૧ યુગલિક મનુષ્યો = જોડકે જન્મ, પુત્ર-પુત્રી બે સાથે જન્મે છે. ૨ અકર્મભૂમિ = જ્યાં અસિ, મસિ અને કૃષિનો વ્યવહાર ન હોય તે. ૩ ઉપસર્ગ = દેવ-માનવ-તિર્યંચ સર્જિત મુશ્કેલીઓ. ૪ પરિષહ = કુદરતી આવેલી મુશ્કેલીઓ. ૫ અઢી દ્વીપમાં = જંબુદ્વીપ ૧, ધાતકીખંડ ૨, પુષ્કરવર દ્વીપ અર્ધા એમ કુલ અઢી દ્વીપ. ** Page #86 -------------------------------------------------------------------------- ________________ ચાર ચાર તીર્થકર ભગવન્તો જઘન્યથી હોય છે. એટલે ૫૪=૨૦ તીર્થકર પરમાત્મા જઘન્યથી હોય છે. એકેક તીર્થંકરભગવાનની નિશ્રામાં ૧૦ લાખ કેવળજ્ઞાની અને ૧૦૦ ક્રોડ સાધુ-મુનિમહારાજાઓ હોય છે. એટલે ૨૦ તીર્થંકર પરમાત્માઓના મળીને ૧૦૪૨૦=૨૦૦ બસો લાખ એટલે બે ક્રોડ કેવળજ્ઞાની પુરુષો હોય છે. અને ૧૦૦૪૨૦=૨૦૦૦ બે હજાર ક્રોડ મુનિ મહાત્માઓ હોય છે. આ જઘન્ય સંખ્યાવાળા ૨૦ તીર્થંકર પરમાત્મા, ૨ ક્રોડ કેવળજ્ઞાની ભગવન્તો, અને ૨ હજાર ક્રોડ સાધુભગવન્તોને અમારા દરરોજ પ્રભાતસમયે પ્રણામ હોજો. આ રીતે આ ગાથામાં મહાપુરુષોને નમસ્કાર કરવામાં આવે છે. આ પ્રમાણે જઘન્ય ઉત્કૃષ્ટ સંખ્યાવાળી પંચપરમેષ્ઠીને નમસ્કાર થાય છે. જ્યઉ સામિા, જયઉ સામિઅ, રિસહ સપ્તજિ ઉર્જિત પહુનેમિજિણ જયઉ વીર સચ્ચઉરિમંડણ ભરૂઅચ્છહિં મુણિસુવચ મુહરિ પાસ દુહ દુરિઆ ખંડણ અવરવિદેહિં તિલ્થચરા ચિહું દિસિ વિકિસિ ક્રિકેવિ તીઆણાગર સંપઇઆ વંદું જિણ સવ્વવિ II ૩ II - -- શબ્દાર્થ :જયઉ સામિઅ = હે સ્વામી ! તમે જય પામો, જયઉ સામિઅ = હે સ્વામી ! તમે જય પામો ! રિસહ સત્તજિ = શત્રુંજય ઉપર શ્રી ઋષભદેવપ્રભુ ઉર્જિત પહુ નેમિણિ = ગિરનાર ઉપર શ્રી નેમિનાથ પ્રભુ જય વીરસચ્ચઉરિમંડણ = સાચોર નગરના આભૂષણ સમાન વીર પ્રભુ જય પામો ભરૂઅચ્છહિં મુણિ સુવ્રય = ભરૂચ નગરમાં શ્રી મુનિસુવ્રતસ્વામી મુહરિ પાસ = ટીટોઈ નગરમાં પાર્શ્વનાથ પ્રભુ દુહ-દુરિઅ-ખંડણ = દુઃખ-દુરિતનો નાશ કરનારા અવરવિદેહિં તિસ્થયરા = બીજાં ક્ષેત્રોમાં પણ જે તીર્થકર ભગવન્તો Page #87 -------------------------------------------------------------------------- ________________ હોય તે ચિહું દિસિ વિદેસિ = ચારે દિશા અને વિદિશાઓમાં જિં કેવિ = જે કોઈ પણ તીર્થંકર ભગવત્તો તીઆણાગયસંપઇઅ = અતીત-અનાગત અને સંપ્રતિ કાળમાં વિચરતા. વંદું જિણ સલૅવિ = સર્વેજિનેશ્વર પ્રભુને હું વંદન કરું છું. આ ત્રીજી ગાથામાં આ જગચિંતામણિ જ્યારે બનાવાયું ત્યારના પ્રસિદ્ધ તીર્થોને યાદ કરીને ત્યાં સ્થાપિત જિનેશ્વરપ્રભુઓને પ્રણામ કરેલા છે. જેમાંનું કોઈ તીર્થ આજે અપ્રસિદ્ધ પણ બન્યું છે અને આ સૂત્રમાં ન લખેલાં બીજાં તીર્થો આજે પ્રસિદ્ધ પણ થયાં છે. અશાશ્વત તીર્થોમાં કાળના પ્રતાપે પ્રસિદ્ધ-અપ્રસિદ્ધ થયા કરે છે. છતાં છેલ્લું એક પદ એવું ગ્રંથકારે મૂક્યું છે કે જેમાં ત્રણે કાળના સર્વે દિશાવિદિશામાં વિચરતા તીર્થંકરભગવન્તોને પ્રણામ થાય છે. હે સ્વામિ ! તમે જય પામો, હે સ્વામી ! તમે જય પામો, તમારો વિજય હો. (૧) શત્રુંજય પર્વત ઉપર શ્રી ઋષભદેવ પ્રભુ (જે સૌરાષ્ટ્ર = પાલીતાણામાં આવેલ છે) (૨) ગિરનાર પર્વત ઉપર શ્રી નેમિનાથ પ્રભુ (જે સૌરાષ્ટ્રમાં જૂનાગઢની અંદર છે). (૩) સાચોર નગરમાં શ્રી મહાવીર સ્વામી પ્રભુ (જે રાજસ્થાનમાં છે. ડીસા-થરાદથી જવાય છે). (૪) ભરૂચ નગરમાં શ્રી મુનિસુવ્રતસ્વામી (જે સુરત-વડોદરા વચ્ચે ગુજરાતમાં આવેલ છે). (૫) ટીંટોઈ શહેરમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુ ( જે ઈડર તાલુકામાં સાબરકાંઠા-ગુજરાતમાં છે ). ઉપર જણાવેલાં પાંચ તીર્થોમાં બિરાજમાન પાંચ તીર્થંકર પ્રભુ, ૧ અશાશ્વત તીર્થ= કાયમ ન રહેનારું તીર્થ. Page #88 -------------------------------------------------------------------------- ________________ તથા દુઃખ અને પાપોનો નાશ કરનારા બીજા પણ જે કોઈ પ્રસિદ્ધ ક્ષેત્રોમાં દિશા-વિદિશામાં અતીત અનામત વર્તમાન કાળમાં તીર્થકર ભગવન્તો હોય તે સર્વને હું પ્રણામ કરું છું. સત્તાણવઇ સહરસા, લખ છપ્પન્ન અઠકોડિઓ | બત્તીસર બાસિઆઇ, તિઅલોએ ચેઇએ વંદે | ૪ પનારસ કોડિ સચાઇ, કોડ બાયાલ લખ અડવન્ના | છત્તીસ સહસ અસિઇ, સાસય લિંબાઇ પણમામિ | ૫ II - શબ્દાર્થ :૧ સત્તાણવઇ સહસ્સા સત્તાણું હજાર ૨ લખ્યા છપ્પન્ન = છપ્પન્ન લાખ ૩ અઠકોડિઓ = આઠ ક્રોડ ૪ બત્તીસય બાસિઆઈ =બત્રીસો વ્યાશી ૫ તિઅલોએ ત્રણે લોકમાં ૬ ચેઈએ વંદે મૈત્યોને વંદન કરું છું ૭ પનરસકોડિસયાઈ=પંદરસો ક્રોડ ૮ કોડિ બાયાલ = બેતાલીશ ક્રોડ ૯ લમ્બ અડવત્રા = અઠ્ઠાવન લાખ ૧૦ છત્તીસ સહસ અસિઈ = છત્રીસ હજાર અને એંશી ૧૧ સાસય બિંબાઈ=શાશ્વત પ્રતિમાને ૧૨ પણમામિ =હું પ્રણામ કરું છું આ બન્ને ગાથાઓમાં ઊર્ધ્વલોક-અપોલોક અને તિલોકમાં મળીને કુલ જેટલાં શાશ્વત મંદિરો-જિનાલય-દેરાસરો છે. તથા તેમાં જેટલી શાશ્વતી ભગવાનની મૂર્તિઓ છે તે બન્નેની સંખ્યા જણાવી તેમને નમસ્કાર કરેલા છે. ત્રણે લોકમાં થઈને વધુમાં વધુ શાશ્વત ૮,૫૭,૦૦,૨૮૨ જિનાલયો છે. અને ૧૫,૪૨,૫૮,૩૬,૦૮૦ શાશ્વત પ્રતિમાજી છે. તેઓને હું પ્રણામ કરું છું. ૧ અતીત= ભૂતકાળમાં થયેલા. ર અનાગત= ભવિષ્યમાં થવાવાળા. ૨ ઊર્ધ્વલોક = ઉપરના લોકમાં સ્વર્ગમાં. ૩ અધોલોક=નીચેના લોકમાં; પાતાળમાં. ૪ તિર્જીલોકમાં = વચ્ચેના લોકમાં=મનુષ્યલોકમાં Page #89 -------------------------------------------------------------------------- ________________ ઊર્ધ્વલોક-અપોલોક- તિલોક એમ ત્રણે લોકોમાં એકેક લોકની અંદર કેટલા જિનાલયો છે ? અને કેટલી મૂર્તિઓ છે ? તે વિગત સકલતીર્થ નામના છેલ્લા સૂત્રમાં આવે છે. તેનું સંક્ષિપ્ત સ્વરૂપ આ પ્રમાણે છે : ઊર્ધ્વલોકમાં ૮૪,૯૭,૦૨૩ ૧,૫૨,૯૪,૪૪,૭૬૦ અધોલોકમાં ૭,૭૨,૦૦,૦૦૦ ૧૩,૮૯,૬૦,૦૦,૦૦૦ તિસ્કૃલોકમાં ૩,૨૫૯ ૩,૯૧,૩૨૦ ૮,૫૭,૦૦,૨૮૨ ૧૫,૪૨,૫૮,૩૬,૦૮૦ નિત્ય પ્રભાતે ઊઠીને ત્રણે લોકમાં રહેલાં તમામ શાશ્વત ચૈત્યો તથા તેમાં બિરાજમાન શાશ્વતબિંબોને હું પ્રણામ કરું છું. જંકિંચિ સૂત્ર - ૧૨) અંકિચિ નામતિë, સચ્ચે પાયાલિ માણસે લોએ જાઇ જિણબિંબાઇ, તાઇ સવ્વાઇ વંદામિ || 1 || સ્વર્ગલોક, પાતાળલોક અને મનુષ્યલોક, એમ ત્રણે લોકમાં જે કોઈ પણ નામમાત્રથી તીર્થ તરીકે પ્રસિદ્ધ હોય અને તેમાં જે કોઈ જિનેશ્વર પરમાત્માનાં બિંબો બિરાજમાન હોય, તે સર્વ જિનબિંબોને હું પ્રણામ કરું છું. || ૧ || જગચિંતામણિમાં શાશ્વત જિનાલયો અને જિનબિંબોને પ્રણામ કરવામાં આવેલ છે. તેમ આ સૂત્રમાં અશાશ્વત જે કોઈ તીર્થો હોય તેને પ્રણામ કરેલ છે. આ નાનું એક ગાથાનું પણ ચૈત્યવંદન છે. જે દરેક ચૈત્યવંદનોને અત્તે બોલાય છે. ( પ્રતિક્રમણ પર તપ Page #90 -------------------------------------------------------------------------- ________________ નમુથુણં સૂત્ર-૧૩ નમુત્થણ અરિહંતાણં ભગવંતાણ આઇગરાણ તિસ્થયરાણ સયંસંબુદ્ધાણં પુરિસુરમાણ પુરિસસીહાણ, પુરિસવરપુંડરીઆણં, પરિવરગંધહસ્થીર્ણ, લોગરમાણે, લોગનાહાણ, લોગહિઆણં, લોગપદવાણ, લોગપોઅગરાણ, અભયદયાણ, ચખુલ્યાણ, મમ્મદયાણ, સરણદયાણ, બોદિયાણ, ધમ્મદયાણ, ધમ્મદેસાણં, ધમ્મનાયગાણ, ધમ્મસારહી, ધમ્મરચારિતચક્રવીણ, અપડિહચવરનાણદંસણધરાણ વિઅછઉમાણે, જિણાણે જાવયાણ તિનાë તારયાણ. બદ્ધાણં બોહચાણ મુત્તાણું મોઅગાણ સબંન્નણ સવ્યદરિસીણ સિવામચલમરૂઅમરંત મફખયમવ્યાબાહમપુણરાવિત્તિ સિદ્ધગઇ નામધેયં કાણું સંપત્તાણં નમો જિહાણ જિભચાણ જે આ અડ્યા સિદ્ધા જે આ ભવિરતિસાગરે કાલે સંપઇઆ વરુમાણા રાત્રે તિવિહેણ વંદામિ વિશે આ સૂત્રમાં વિચરતા તીર્થંકર ભગવન્તોને પ્રણામ કરવામાં આવેલ છે. ભગવન્તનાં તમામ વિશેષણો છે. સૌધર્મ દેવલોકમાં રહેલા ઇન્દ્રમહારાજા આ સૂત્રથી ત્યાં રહ્યા છતા ભગવાનને નમસ્કાર કરે છે. માટે જ આ સૂત્રનું બીજું નામ “શસ્તવ” પાડવામાં આવેલ છે. શક્ર=એટલે ઈન્દ્ર, તેના વડે કરાયેલી સ્તુતિ તે શક્રસ્તવ, ભગવત્ત જ્યારે માતાની કુક્ષિમાં આવે અથવા જન્મ પામે ત્યારે ઈન્દ્ર અવધિજ્ઞાનથી જોઈને આ સૂત્ર વડે સ્તુતિ કરે છે. તેથી શક્રસ્તવ કહેવાય છે. સૂત્રમાં ભગવત્તોનાં બધા જ વિશેષણો છે. છેલ્લાં વિશેષણો મોક્ષનાં છે. સૂત્રમાં આવેલાં એકેક પદોના અર્થો આ પ્રમાણે છે : નમુત્થણે અરિહંતાણં ભગવંતાણ” = અરિહંત ભગવન્તોને મારા નમસ્કાર થજો. તે અરિહંત ભગવત્તો કેવા છે? હવે તેઓનાં એકેક વિશેષણો Page #91 -------------------------------------------------------------------------- ________________ સમજાવાય છે. આઇગરાણું = દ્વાદશાંગી પ્રકાશિત કરવારૂપ ધર્મની આદિ કરનારા. જ્યારે જ્યારે તીર્થંકરભગવન્તો કેવળજ્ઞાન પામે છે. ત્યારે ત્યારે પ્રથમ ધર્મદેશના એવી આપે છે કે જેમની દેશના સાંભળીને ગણધર ભગવન્તો દ્વાદશાંગી રચે છે. માટે તે તે તીર્થકર ભગવન્તોને આશ્રયી દ્વાદશાંગી રૂપ શ્રતધર્મની આદિ કરનારા એવા અરિહંત ભગવન્તો, તિસ્થયરાણ = તીર્થ સ્થાપનારા, જંગમ અને સ્થાવર એમ બે પ્રકારના તીર્થમાંથી, સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘમય અથવા પ્રથમ ગણધર રૂપ જંગમતીર્થને કરનારા, તીર્થની સ્થાપના કરનારા એવા અરિહંત ભગવન્તો. સયંસંબુદ્ધાણં = બીજા કોઈ ગુરુજી વિના સ્વયં પોતાની મેળે જ અન્તિમભવમાં બોધ પામેલા. તીર્થકર તરીકેના છેલ્લા ભવમાં તેવા પ્રકારના તીવ્ર પુણ્યોદયથી જન્મે ત્યારથી જ સ્વયં પોતાની મેળે સંસારની અસારતાને જાણનારા એવા તીર્થકર ભગવંતો. પુરિસુત્તમાર્ણ =સર્વ પુરુષોમાં ઉત્તમ સંસારી સર્વ જીવો કરતાં નીચે લખેલા ગુણો વડે અરિહંત પરમાત્મા, ઉત્તમ છે. એમ શ્રી હરિભદ્રસૂરિકૃત ‘લલિતવિસ્તરામાં જણાવ્યું છે. (૧) કાયમ પરોપકાર કરવાવાળા, (૨) સ્વાર્થ ગૌણ કરનારા, (૩) સર્વત્ર ઉચિત ક્રિયા કરનારા, (૪) સર્વદા દીનતા વિનાના, (૫) ફળ આવે જ એવાં કાર્યોનો આરંભ કરનારા, (૬) અપકારી ઉપર અત્યંત ગુસ્સા વિનાના, (૭) કૃતજ્ઞતા ગુણથી યુક્ત, (૮) દુષ્ટ વૃત્તિઓ વિનાના ચિત્તવાળા, (૯) દેવ-ગુરુ ઉપર અત્યન્ત બહુમાનવાળા, (૧૦) ગંભીર આશયવાળા. પુરિસસીહાણું = પુરુષોમાં સિંહ જેવા. જેમ બીજાં પશુઓ કરતાં સિંહ શૂરવીર છે તેવી રીતે અરિહંત ભગવન્તો કર્મરૂપી શત્રુઓનો વિનાશ કરવામાં અત્યન્ત શૂરવીર છે. Page #92 -------------------------------------------------------------------------- ________________ પુરિસવરપુંડરીઆણું =પુરુષોમાં શ્રેષ્ઠ પુંડરીક કમળ સમાન. જેમ કમળ કાદવમાં ઉત્પન્ન થાય છે અને જલથી વૃદ્ધિ પામે છે. છતાં કાદવ અને જલને છોડીને ઉપર-અધ્ધર રહે છે. તેવી રીતે અરિહંત ભગવત્તો સંસારરૂપી કાદવમાં જ જન્મે છે. અને અનુપમ ભોગસુખોરૂપી જલથી સિંચાય છે. છતાં સંસાર અને ભોગસુખોને ત્યજીને નિઃસ્પૃહ થઈને વિચરે છે. તથા કમળ જેમ સ્વભાવે સુગંધી, આનંદદાયક છે તેમ પ્રભુ પણ ચારિત્રની સુવાસવાળા અને પવિત્ર જીવન વડે પરમ આનંદ આપનારા છે. પુરિસવરગંધહસ્થીરું = પુરુષોમાં ગંધહસ્તી સમાન. જે હાથીમાં ઘણો મદ ઝરતો હોય છે. અને જે મદની ગંધથી બીજા હાથીઓ પરાભવ પામે છે તે હાથીને ગંધહસ્તી કહેવાય છે. સર્વ હાથીઓમાં જેમ ગંધહસ્તી શ્રેષ્ઠ છે તેવી રીતે સર્વપુરુષોમાં ઉત્તમોત્તમ, કે જેમના વિહારરૂપી પવનની ગંધથી સાત ઈતિઓના ઉપદ્રવો ચાલ્યા જાય લોગનાહાણ = ભવ્ય જીવોરૂપ લોકના નાથ, નાથ શબ્દનો અર્થ શાસ્ત્રોમાં એવો આવે છે કે “યોગ અને ક્ષેમ કરનારા જે હોય તે નાથ”. જે વસ્તુ ન મળી હોય તેને મેળવી આપે તે યોગ, અને જે વસ્તુ મળેલી હોય તેનું આપત્તિઓથી રક્ષણ કરી આપે તે ક્ષેમ. અરિહંત ભગવત્તો જે જીવો ધર્મમાર્ગમાં જોડાયા નથી તેઓને ધર્મમાર્ગમાં જોડે છે માટે યોગ કરનારા છે. અને જે જીવો ધર્મ માર્ગમાં જોડાયેલા છે તેમનું અધર્માદિ આપત્તિઓથી રક્ષણ કરનારા છે માટે શ્રેમ કરનારા છે. તેથી લોકના નાથ છે. લોગહિયાણ = લોકોનું કલ્યાણ કરનારા. અરિહંત ભગવત્તો ૧ સાત ઇતિઓ= સાત જાતના ઉપદ્રવો = (૧) અતિવૃષ્ટિ, (૨) અનાવૃષ્ટિ, (૩) ઉંદરોની વૃદ્ધિ, (૪) તીડાદિ જીવાતની વૃદ્ધિ, (૫) પોપટાદિ પક્ષીઓની વૃદ્ધિ, (૬) પોતાના રાજ્યનો ભય અને (૭) પરાજયનો ભય, બીજા રાજાના સૈન્યનો ભય. Page #93 -------------------------------------------------------------------------- ________________ ધર્મની પ્રરૂપણા કરવા વડે પ્રાણી માત્રનું હિત=કલ્યાણ કરનારા છે. લોગપઈવાણ = લોકમાં દીપકસમાન. જેમ દીપક જગતમાં વ્યાપેલા અંધકારને દૂર કરી પ્રકાશ પાથરે છે તેમ તીર્થંકરભગવન્તો હેય-શેય અને ઉપાદેયની ધર્મદેશના આપવા વડે જીવોમાં અનાદિકાળથી વ્યાપેલા અજ્ઞાનરૂપ અંધકારનો નાશ કરનારા છે. તેથી અરિહંત ભગવત્તો લોકમાં દીપકસમાન છે. - લોગપોઅગરાણું =લોકમાં પ્રદ્યોત કરનારા. પૂર્વના વિશેષણમાં દીપકની જેમ પ્રકાશ કરનારા અને આ વિશેષણમાં પ્રદ્યોત કરનારા કહ્યા. તે બન્નેમાં આ પ્રમાણે તફાવત સમજવો. ધર્મદેશના સાંભળનારા તમામ સંજ્ઞી પંચેન્દ્રિય જીવ રૂપ જે લોક તેમાં અજ્ઞાન દૂર કરી દીપકની જેમ પ્રકાશ પાથરનારા. એવો અર્થ પ્રથમ વિશેષણનો કરવો. અને અહીં ચૌદ પૂર્વધર તથા ગણધર આદિ વિશિષ્ટ શ્રુતજ્ઞાની એવા જે લોકો, તેમના હૈયામાં રહેલા જીવ-કર્મ આદિ વિષયક પ્રશ્નો, તેને દૂર કરી પ્રદ્યોત કરનારા અર્થાત્ વિશિષ્ટ પ્રકાશ પાથરનારા, સૂક્ષ્મ સંદેહો પણ દૂર કરનારા. એવો અર્થ બીજા વિશેષણનો કરવો. અભય દયાણું = અભયદાન આપનારા. આ સંસારમાં ફરતા નાના-મોટા તમામ જીવોને મોહનીયકર્મના ઉદયથી સાત પ્રકારના ભયો હોય છે. (૧) ઈહલોકભય = આ ભવમાં આવનારી આપત્તિઓનો ભય. (૨) પરલોકભય = આવતા જન્મમાં આવનારા નારકાદિનાં દુઃખોનો ભય. (૩) આદાન ભય = ધન-મિલકતાદિ ચોરો વડે લુંટાઈ જવાનો ભય. (૪) અકસ્માત્ ભય = આગ લાગે, જલપ્રલય આવે, મકાન બેસી જાય ઇત્યાદિ ભય. (૫) વેદનાભય =શારીરિક ટીબી, કેન્સર, આદિ રોગોનો ભય. અથવા ૧ હેય-શેય અને ઉપાદેય= આ સંસારમાં ત્યજવાલાયક શું? જાણવાલાયક શું ! અને આદરવાલાયક શું? તેની ધર્મદેશના આપનારા. ૨ જલપ્રલય= પાણીનું પુર આવે, વગેરે. Page #94 -------------------------------------------------------------------------- ________________ આજીવિકાભય પોતાનું જીવન જીવવાનો ધસંસાર ચલાવવાનોઆવકનો ભય. (૬) મરણભય = મરવાનો ભય. મૃત્યુનાં કારણો આવે તેનાથી ડરતા રહેવું તે. (૭) અપયશભય =જગતમાં સાચાંખોટાં કોઈ પણ કારણસર અપકીર્તિ ફેલાય તેનો ભય. આ સાતે ભયોથી અરિહંતપરમાત્મા જગતના જીવને ધર્મોપદેશ વડે મુકાવનારા છે તેથી ભયરહિત જે સ્થિતિ તે અભય આપનારા એવા અરિહંત ભગવંતો. ચખુદયાણું = અન્તર્થક્ષ આપનારા, જગતનાં તત્ત્વો ઉપરની યથાર્થ શ્રદ્ધા-રુચિ અરિહંત ભગવન્તોની દેશનાથી જ પ્રગટ થાય છે માટે તેઓ અંતર્થક્ષુ ખોલનારા છે. મગ્નદયાણું = સાચો માર્ગ આપનારા. આત્માને અપુનબંધકાદિ અવસ્થાના ક્રમે સમ્યકત્વ-સંયમ- ક્ષપકશ્રેણી-કેવળજ્ઞાનાદિ પ્રાપ્ત કરવાના સાચા માર્ગને બતાવનારા. સરણદયાણું = સાચું શરણ આપનારા. સંસારમાં જેમ રોગથી પીડાતાને વૈદ્ય શરણરૂપ છે તેમ રાગ-દ્વેષ-મોહ-અજ્ઞાનાદિ આંતરિક શત્રુઓથી પીડાતા આ જીવોને અરિહંત ભગવન્તો તત્ત્વદર્શન-મુક્તિઉપાયાદિ બતાવવા વડે શરણ આપનારા છે. બોડિદયાણું = બોધિબીજ આપનારા. બોધિબીજ એટલે સમ્યક્ત્વ=વીતરાગ ભગવંતપ્રણીત તત્ત્વની પ્રાપ્તિ. અરિહંત ભગવંતો તીર્થંકર નામકર્મના ઉદયથી સહજપણે જ પરોપકારરસિક અને અચિત્ત્વશક્તિમાન હોય છે તેમની અપૂર્વ વાણીથી જીવોને બહુધા બોધિબીજની અવશ્ય પ્રાપ્તિ થાય છે. માટે બોધિબીજ આપનારા. ધમ્મદયાણું = ધર્મ આપનારા. એટલે દુર્ગતિમાં પડતા આત્માને બચાવે એવો સમ્યજ્ઞાન અને સમ્યગ્યારિત્ર સ્વરૂપ જે ધર્મ, તે આપનારા. ૧ અપુનબંધકાદિ = ફરીથી કર્મોની દીર્ધ સ્થિતિ ન બંધાય તે; લધુકર્મીપણું ૨ બહુધા= ઘણું કરીને. Page #95 -------------------------------------------------------------------------- ________________ ધમ્મદેસયાણ = ધર્મની દેશના આપનારા. જગતના સામાન્ય માનવીમાં ન સંભવી શકે એવા અદ્ભુત ૩૫ ગુણોથી ભરેલી એવી ભવ્ય ધર્મદેશના આપનારા. જેમની દેશના માત્રથી અતિશયઘણા અહંકારાદિવાળા ઇન્દ્રભૂતિ આદિ પણ ધર્મ પામ્યા. ધમ્મનાયગાણું = ધર્મના નાયક, અરિહંત ભગવંતો તીર્થંકર નામકર્મના ઉદયથી ધર્મદેશના આપવા દ્વારા ચતુર્વિધ શ્રી શ્રમણસંઘની સ્થાપના કરનારા છે. ચતુર્વિધ શ્રી શ્રમણ સંઘ તથા ગણધરાદિ મહાત્માઓ તેમનાથી પ્રતિબોધ પામ્યા છે. તેથી તે સર્વે સંઘ અરિહંત ભગવંતોને ધર્મના નાયક=ધર્મ આપનાર નેતા તરીકે સ્વીકારે છે. ધમ્મસારહી = ધર્મના સારથી, ઉન્માર્ગે જતા રથને સારથિ જેમ માર્ગે લાવે છે તેમ અરિહંત ભગવન્તો સંસારી જીવોને ધર્મોપદેશ દ્વારા ઉન્માર્ગમાંથી માર્ગે લાવે છે. અધર્મમાંથી ધર્મમાં વાળે છે. માટે ધર્મના રસ્તે ચડાવવામાં સારથિ સમાન છે. ધમ્મવર-ચાઉસંત ચક્કવટ્ટીણું = ચારે ગતિ રૂપ સંસારનો અંત કરનારા એવા ધર્મરૂપી ચક્રરત્નવાળા. જેમ ચક્રવર્તી ચક્રરત્ન વડે પૂર્વ-પશ્ચિમ-ઉત્તર અને દક્ષિણ એમ ચારે દિશામાં રહેલા શત્રુરાજાઓને જીતીને છ ખંડનું અખંડ રાજ્ય પ્રાપ્ત કરે છે. તેવી રીતે તીર્થંકર ભગવંતો ધર્મદેશનારૂપ ચક્ર વડે ચારે ગતિનો અંત કરીને અક્ષય અખંડ અનંત શાશ્વત સુખ પામનારા છે. માટે ધર્મચક્ર વડે ચક્રવર્તી સમાન. અપ્પડિહય-વરનાણદંસણધરાણું = અપ્રતિહત એવાં શ્રેષ્ઠ જ્ઞાન-દર્શનને ધારણ કરવાવાળા. અરિહંત ભગવંતોને કેવળજ્ઞાન અને કેવળદર્શન હોય છે. તે જગતના ખૂણે ખૂણે રહેલા સૂક્ષ્મ-બાદર તમામ પદાર્થોને જોવા-જાણવામાં ક્યાંય સ્કૂલના પામતાં નથી. માટે અપ્રતિહત કહ્યાં છે. વળી બીજાં જ્ઞાન-દર્શનો ક્ષયોપશમભાવનાં ૧ અપ્રતિકત= કોઈનાથી ન હણાય તેવું. છે. * * Page #96 -------------------------------------------------------------------------- ________________ પરિમિત વિષયવાળાં છે; અને આ કેવળજ્ઞાન-કેળદર્શન ક્ષાયિક ભાવનાં તથા અપરિમિત વિષયવાળાં છે માટે શ્રેષ્ઠ કહ્યાં છે. વસ્તુને સામાન્ય ધર્મથી જાણવું તે દર્શન અને વસ્તુને વિશેષથી જાણવું તે જ્ઞાન કહેવાય છે. છદ્મસ્થને પ્રથમ દર્શન અને પછી જ્ઞાન હોય છે. અને કેવલજ્ઞાની ને પ્રથમ જ્ઞાન અને પછી દર્શન હોય છે. અથવા બંને સાથે પણ અપેક્ષાવિશેષ હોય છે. માટે અપ્રતિહિત એવા શ્રેષ્ઠ જ્ઞાન-દર્શનને ધારણ કરવા વાળા. વિટ્ટછઉમાણ = છક્વસ્થ અવસ્થા જેમની ચાલી ગઈ છે એવા. કેવલજ્ઞાન જ્યાં સુધી ન થાય ત્યાં સુધી જીવ છદ્મસ્થ અવસ્થાવાળા હોય છે. ફરીથી કદાપિ તેઓને છહ્મસ્થ અવસ્થા આવતી નથી. જિણાણું-જાવયાણું = સંસાર પરિભ્રમણનું મૂલકારણ રાગવૈષ-મોહ અને અજ્ઞાન છે. આવા પ્રકારના ભાવશત્રુઓને અરિહંત ભગવન્તોએ જીત્યા છે. તથા ઉત્તમ ધર્મદેશના વડે બીજાને પણ રાગાદિ દોષોમાંથી જિતાડનારા છે. તિજ્ઞાણે તારયાણું = પોતે સંસારથી તરેલા અને બીજાને તારનારા. અરિહંત ભગવન્તો મોહનીય કર્મનો નાશ કરવા વડે સંસારથી તરેલા છે અને અપૂર્વ ભવ્ય ધર્મદેશના વડે સંસારી જીવોને પણ તારનારા છે. બુદ્ધાણં બોયાણ = પોતે બોધ પામેલા અને બીજાને બોધ પમાડનારા. અરિહંત ભગવત્તો સ્વયંસંબુદ્ધ હોવાથી જન્મે ત્યારથી જ નિત્ય- વૈરાગી હોય છે. તેથી સ્વયં પોતે બોધ પામેલા છે. અને અભુત ધર્મદેશના વડે બીજાને બોધ પમાડનારા છે. મુત્તાણું મોઅગાણું = પોતે મોક્ષે ગયેલા અને બીજાને મોક્ષ ૧ ભાવશત્રુઓને= આત્માના આન્તરિક શત્રુઓ. ૨ સ્વયંસંબુદ્ધ= સ્વયં પોતાની મેળે બોધ પામેલા. ૩ નિત્યવૈરાગી= કાયમ વૈરાગવાળા. Page #97 -------------------------------------------------------------------------- ________________ અપાવનારા, અરિહંત ભગવન્તો આઠે કર્મોનો ક્ષય કરી સર્વથા બંધનથી મુક્ત થયેલા છે. અને તે જ પ્રમાણે બીજા જીવોને પણ કર્મબંધનમાંથી મુકાવનાર છે. સબન્નુર્ણ સવદરિસર્ણ - સર્વ પદાર્થોને જાણનારા અને સર્વ પદાર્થોને જોનારા. અરિહંત ભગવન્તો જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મોનો સર્વથા નાશ કરનારા હોવાથી જીવાજીવાદિ સર્વ દ્રવ્યોને, લોકાલોકાદિ સર્વ ક્ષેત્રોને, અતીત-અનાગતાદિ સર્વ કાળને અને સર્વ પર્યાયોને જાણનારા તથા જોનારા છે. અહીં કેટલાક દર્શનકારો એમ માને છે કે સર્વજ્ઞાન અને સર્વદર્શન કોઈને થતું નથી. ફક્ત ભગવન્તો વધારે જ્ઞાન-દર્શનવાળા હતા. પરંતુ આ કલ્પના બરાબર નથી. જ્ઞાન-દર્શન એ આત્માનો ગુણ છે. કર્મો દૂર થયે છતે તે સંપૂર્ણપણે પ્રગટ થાય છે માટે સર્વજ્ઞ અને સર્વદર્શી પરમાત્મા હોઈ શકે છે તેમાં જરા પણ સંદેહ નથી. - વળી આ અરિહંત પરમાત્માઓ “સિદ્ધિગતિ નામના સ્થાનને પામેલા” છે અર્થાત મોક્ષે ગયેલા છે. સિદ્ધશિલા ઉપર જઈ લોકાગ્રભાગે સ્થિર થયેલા છે. સંસારના બંધનમાંથી છૂટવા રૂપ મોક્ષગતિને પામેલા છે. પ્રશ્ન :- જો અરિહંત ભગવંતો મોક્ષગતિને પામેલા છે તો તે મોક્ષગતિ કેવી છે ? ઉત્તર :- તે મોક્ષગતિનું સ્થાન કેવું છે ! ? તેનું વર્ણન હવે પછીનાં પદોમાં જણાવે છે. શિવમ્ = ઉપદ્રવ વિનાનું. સર્વ ઉપદ્રવોથી રહિત. કલ્યાણસ્વરૂપ એવું સ્થાન. અયલમ્ = અચલ, સ્થિર; જ્યાં ગમનાગમનાદિ ચલનપ્રક્રિયા જેમાં નથી તે. અરૂઅમ્ : વ્યાધિ અને વેદનાઓથી રહિત, રોગ વિનાનું. Page #98 -------------------------------------------------------------------------- ________________ રોગનાં મૂળ કારણ એ છે શરીર અને મન. મોક્ષમાં શરીર ન હોવાથી વ્યાધિ વિનાનું સ્થાન છે અને મન ન હોવાથી વેદના વિનાનું સ્થાન છે. અનન્તમ્ = જે આવેલું મોક્ષસ્થાન કદાપિ જવાનું નથી. કાયમ રહેવાનું જ છે એવું. અક્ષયમ્ = જેનો કદાપિ ક્ષય થવાનો નથી. એટલે જેમાં કદાપિ ઓછાશ થવાની નથી. અવ્યાબાધમ્ = પીડા વિનાનું. કર્મોના ઉદયથી આવનારી પીડાઓથી રહિત. અપુનરાવિત્તિ = જ્યાં ગયા પછી ફરી પાછું આવવાનું નથી એવું જે સ્થાન છે. સિદ્ધિગઇ નામધેયં = સિદ્ધિગતિ અથવા મોક્ષગતિ એવું છે નામ જેમનું તે. ઠાણ સંપત્તાણું = સ્થાન પામેલા. મોક્ષસ્થાને પહોંચેલા. એવા તથા નમો જિણાણે જિઅભયાણું = સાતે પ્રકારના ભયો જેમણે જીતી લીધા છે. એવા અરિહંત ભગવન્તોને મારા નમસ્કાર હોજો. ઉપરોક્ત તમામ વિશેષણો અરિહંત ભગવન્તોનાં છે. તે વિશેષણો વડે અરિહંત ભગવન્તોનું સ્વરૂપ જણાવ્યું છે. તેઓ સર્વજ્ઞ છે. સર્વદર્શી છે. લોકાગ્રભાગે સ્થિર છે. પરંતુ જગવ્યાપી નથી. ફરીથી સંસારમાં આવનારા નથી. મોક્ષે ગયા પછી અનુયાયીઓનો અનુગ્રહ કરવા માટે અને અસુરોનું દમન કરવા માટે પુનઃ જન્મ લેનારા નથી. અહીં સુધીનાં પદો વડે “ભાવજિનેશ્વર”ને વંદના થાય છે. હવે પછીની જે એક ગાથા આવે છે તેમાં “દ્રવ્યજિનેશ્વર”ને વંદના Page #99 -------------------------------------------------------------------------- ________________ કરાય છે. નામ-સ્થાપના-દ્રવ્ય અને ભાવ એમ ચાર પ્રકારના નિપાઓમાં દ્રવ્ય-ભાવ બે નિપા છે. ભાવ નિક્ષેપાની જે પૂર્વાપરાવસ્થા હોય છે તેને દ્રવ્ય કહેવાય છે. જેઓ અતીતકાળમાં સિદ્ધ થયા છે અને જેઓ ભવિષ્યકાળ સિદ્ધિપદને પામશે અને હાલ જેઓ તીર્થંકરપણે વિચરે છે તે ત્રણે કાળ સંબંધી અરિહંત ભગવન્તોને (હાલ જ્યાં હોય, જે અવસ્થામાં હોય, ત્યાં તે અવસ્થામાં) હું ત્રિવિધ(મન-વચન અને કાયાથી) વંદના કરું છું. (જાવંતિ ચેઇઆ સૂત્ર - ૧૪ જાવંતિ ચેઇઆઇ, ઉર્ફે આ અહે આ તિરિઅલોહે અ, સબ્બાઇ તાઇ વંદે, ઇહ સંતો તલ્થ સંતાઇ || ૧ || ઊર્ધ્વલોકમાં, અધોલોકમાં અને તિચ્છલોકમાં જે કોઈ ચૈત્યો (મૂર્તિઓ) હોય તે ત્યાં રહેલી તમામ જિનમૂર્તિઓને અહીં રહ્યો છતો હું વંદના કરું છું III જગચિંતામણિમાં શાશ્વત જિનાલયો અને જિનબિંબોને વંદના કરવામાં આવી છે. જંકિંચિ સૂત્રમાં અશાશ્વત પરંતુ તીર્થ તરીકેના નામથી પ્રસિદ્ધ જિનાલયોને અને જિનબિંબોને વંદના કરવામાં આવી છે. અને આ જાવંતિ ચેઈઆઈ સૂત્રથી ત્રણે લોકમાં શાશ્વત-અશાશ્વતપ્રસિદ્ધ અને અપ્રસિદ્ધ એમ તમામ જિનાલયો અને જિનબિંબોને વંદના કરવામાં આવી છે. આ પ્રમાણે ત્રણે સૂત્રોમાં વિશેષતા સમજવી. આ ત્રણે સૂત્રોમાં જિનબિંબોને વંદના સ્તુતિ કરેલી છે. તેથી સાગરમાં પડેલાને લાકડાનું પાટિયું જેમ કરવામાં નિમિત્તકારણ હોવાથી ઉપકારી છે અને ઉપયોગી છે તેવી જ રીતે સંસારસાગરમાં ફસાયેલા અને રંગરાગમાં અબ્ધ બનેલા જીવોને વીતરાગ પરમાત્માની ૧ અતીતકાળમાં= ભૂતકાળમાં. ર રંગરાગમાં= સંસારના સુખમાં. Page #100 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિ સંસારનો રાગ ઓછો કરવામાં નિમિત્તભૂત હોવાથી તેટલી જ ઉપકારી છે અને ઉપયોગી છે. તથા મૂર્તિપૂજક આત્માઓએ પણ એમ સમજવું જોઈએ કે વીતરાગ પ્રભુની મૂર્તિના આલંબનથી સંસારનો રાગ ઓછો કરવા યોગ્ય છે. પરંતુ સંસારનો રાગ પોષવો કે સંસારસુખની માગણી કરવી તે યોગ્ય નથી . આ સૂત્રમાં ચૈત્યોને વંદના હોવાથી ચૈત્યવંદન સૂત્ર પણ કહેવાય છે. જાવંત કે વિ સાહુ સૂત્ર ૧૫ જાવંત કે વિ સાહૂ, ભરહેરવય મહાવિદેહે અ I સન્થેસિ તેસિં પણઓ, તિવિહેણ તિર્થંડ વિચાણં || ૧ ॥ ભરત-ઐરાવત તથા મહાવિદેહ ક્ષેત્રમાં જે કોઈ સાધુભગવન્તો મન-વચન અને કાયાના દંડોથી (પાપોથી) અટકેલા વિચરે છે તે સર્વને હું ત્રિવિધે વંદના કરું છું. ॥ ૧ ॥ જગતમાં હીનાધિક ગુણોવાળા અનેક પ્રકારના સાધુપુરુષો હોય છે. જિનકલ્પી સ્થવિકલ્પી, જંઘાચારણ”, વિદ્યાચારણ, દશપૂર્વી, વગેરે. તે સર્વે પ્રકારના સાધુસંતોને આ સૂત્રથી વંદના કરવામાં આવી છે. આવા સાધુસંતો ભરત-ઐરાવત અને મહાવિદેહ એમ ત્રણ ક્ષેત્રોમાં વિચરતા હોય છે. જંબુદ્વીપ, ધાતકીખંડ, અને અર્ધપુષ્કરવદ્વીપ, એમ અઢી દ્વીપમાં આ ક્ષેત્રો આવેલાં છે. તે ક્ષેત્રોને કર્મભૂમિ કહેવાય છે. પાંચ ભરત, પાંચ ઐરાવત તથા પાંચ મહાવિદેહ એમ કુલ ૧૫ કર્મભૂમિક્ષેત્રો છે. તેમાં જ સાધુસંતો વિચરતા હોય ૧ હીનાધિક ઓછા-વત્તા ગુણોવાળા. ૨ જિનકલ્પી જિનેશ્વર પ્રભુના જેવું આચરણ કરનારા. ૩ સ્થવિરકલ્પી= વૃદ્ધોની સાથે સમુદાયમાં રહીને યત્કિંચિત્ અપવાદમાર્ગ સેવીને પણ સંયમ પાળનારા. ૪ બંધાચારણ= આ એક લબ્ધિ છે જેના બળે આકાશમાર્ગે ઉડી શકાય છે. મેરુના શિખર સુધી જઈ શકાય છે. ૫ વિદ્યાચારણ= આ પણ એક લબ્ધિ છે જેના બળે નંદીશ્વર અને મેરુ પર જઈ શકાય છે. વર્ષાંશ = = Page #101 -------------------------------------------------------------------------- ________________ છે. તે સિવાઈના અકર્મભૂમિનાં ક્ષેત્રોમાં તથા સમુદ્રાદિ સ્થાનોમાં સંકરણથી અથવા વૈક્રિયાદિ લબ્ધિથી ગમનાગમન કરતા સંભવે છે. પરંતુ જન્મથી હોતા નથી. આત્મા જેના વડે કર્મોથી ભારે થાય, દંડાય તેને દંડ કહેવાય છે. મન-વચન અને કાયા આ ત્રણ પાપબંધનાં મુખ્ય સાધનો છે. તેથી તે ત્રણને દંડ કહેવાય છે. સાધુમહાત્માઓ સતત સ્વાધ્યાય વડે પવિત્ર મનવાળા હોવાથી ઉપરોક્ત ત્રણ દંડથી સદાકાળ વિરમેલા હોય છે. તેઓને હું ત્રિવિધ પ્રણામ-વંદના કરું છું. આ સૂત્રમાં સર્વ સાધુમહાત્માઓને વંદના કરેલી હોવાથી આ સૂત્રનું બીજું નામ “સર્વસાધુવંદન સૂત્ર” પણ કહેવાય છે. વીતરાગ પરમાત્મા મૂલ ઉપદેશક હોવાથી જેમ પ્રથમ ઉપકારી છે. તેવી રીતે તેઓનો આપેલો ઉપદેશ ગુરુભગવંતો આપણા સુધી પરોપકારભાવે નિઃસ્વાર્થવૃત્તિએ પહોંચાડે છે. માટે દેવની જેમ ગુરુ પણ નિરંતર વંદનીય છે. (નમોહત્ સૂત્ર-૧૬ નમોહ-સિદ્ધાચાયપાધ્યાયસર્વસાધુવ્ય” અહંતુ એટલે અરિહંતભગવન્તો, સિદ્ધભગવત્તો, આચાર્ય ઉપાધ્યાય-અને સર્વસાધુ મહારાજાઓને મારા નમસ્કાર હોજો. આ સૂત્ર વિક્રમ રાજાના પ્રતિબોધક એવા સિદ્ધસેનદિવાકરસૂરિજીએ બનાવેલ છે. નવકારમંત્રમાં જે પાંચ પરમેષ્ઠીને નમસ્કાર કરવામાં આવ્યો છે. તે જ નમસ્કાર અતિશય સંક્ષિપ્ત રીતે આ સૂત્રમાં કરવામાં આવેલ છે. પાંચ પરમેષ્ઠીના પહેલા-પહેલા અક્ષરો લઈને “અસિ-આ-ઉ-સાય નમઃ” આવો નમસ્કારપાઠ બનાવવામાં આવે છે. તે પણ સંક્ષેપ જ છે. તથા સિદ્ધભગવન્તો ૧ સંદરણથી = કોઈ દેવ દૈવિક શક્તિથી સાધુને ઉપાડી જાય અને બીજા ક્ષેત્રમાં મૂકે તે સંહરણ. કરે ફ્રી Page #102 -------------------------------------------------------------------------- ________________ શરીર વિનાના હોવાથી અશરીરી કહેવાય છે. અને સાધુને મુનિ કહેવાય છે. એમ બે નામો પર્યાયવાચી બદલીને = “અ+ અ+ આ+ ઉ મ્”= પહેલા અક્ષરો જોડીને સંસ્કૃત ભાષાના નિયમ પ્રમાણે સંધિ કરતાં ઓં પણ બને છે. “ૐ નમઃ” સિદ્ધસેન દિવાકરસૂરિજી સંસ્કૃત ભાષામાં પ્રકાન્ડ વિદ્વાન્ હતા. તેઓને સંસ્કૃત ભાષામાં બોલવું ઘણું જ રુચતું. એક વખત બે પ્રતિક્રમણનાં પ્રાકૃતભાષામાં રચાયેલાં આ બધાં સૂત્રોને સ્થાને સંસ્કૃત રચવાનો તેમને ભાવ ઉત્પન્ન થયો. પોતાના હૈયાની આ વાત પોતે ગુરુજીને કરી. ગુરુજીએ તેમને શિક્ષા કરી અને કહ્યું કે અગાધ બુદ્ધિના ભંડાર એવા ગણધરભગવંતોએ બાળકો-સ્ત્રીઓ અને મંદબુદ્ધિવાળાઓ પણ સુખે સુખે ઉચ્ચારણ કરી શકે તે માટે સૂત્રો પ્રાકૃતમાં રચ્યાં છે. તેઓની તમે અવગણના કરી છે. માટે શાસનપ્રભાવનાનું કોઈ મહારાજાને પ્રતિબોધકરવાનું મહાન કામ કરી આવો પછી જ સમુદાયમાં લેવાશે. પછી તેઓ ઉજ્જૈણી નગરીમાં ગયા. ક્ષિપ્રાનદીના કાંઠે કલ્યાણમંદિર સ્તોત્રની રચના કરી શિવલિંગની નીચે રહેલી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા પ્રગટ કરી વિક્રમ રાજાને પ્રતિબોધી જૈનશાસનની અપૂર્વ પ્રભાવના કરી પુનઃ સમુદાયમાં આવ્યા. આ મહાત્માએ જૈનદર્શનના મૂલને સમજાવનારા સન્મતિપ્રકરણ” આદિ ઘણા અદ્ભુત ગ્રન્થો બનાવ્યા છે. (ઉવસગ્ગહર સ્તોત્ર -૧૭) ઉવસગ્ગહર પાસે, પાસે વંદામિ કળણમુક્યું ! વિસહરસિનિન્ના, મંગલ-કલ્યાણ-આવાસ | ૧ || વિસહરકુલિંગ મંત, કંઠે ધારેઇ જો સવા મણુઓ ! તસ્સ ગહ-રોગ મારી, દુકજરા જંતિ ઉવસામ II ૨ || ચિઠ્ઠઉ દૂરે મંતો, તુઝ પણામો વિ બહુફલો હોઇ ! નરતિરિએસુ વિ જીવા, પાવંતિ ન દુફખદોગથ્ય || ૩ || તુહ સમ્મત્તે લબ્ધ, ચિંતામણિ-કપ્પપાયવભહિએ ! પાવંતિ અવિધેણં, જીવા અજરામર ઠાણું || ૪ || Page #103 -------------------------------------------------------------------------- ________________ ઇઅ સંશુઓ મહાયશ, ભત્તિ-ભર નિભારેણ હિયણ ! તા દેવ ડિજ બોહિ ભવે ભવે પાસ ! જિયચંદ ! ! ! ! આ સ્તોત્ર શ્રી ભદ્રબાહુસ્વામીએ બનાવ્યું છે. તેમના ભાઈ વરાહમિહિરે જૈન દીક્ષા ગ્રહણ કર્યા પછી કોઈ અગમ્ય કારણવશાત્ દીક્ષા છોડી જ્યોતિષ બતાવવા દ્વારા જીવનનિર્વાહ કરતા. પરંતુ એક વખત રાજાના પુત્રનું આયુષ્ય જણાવવા બાબતમાં તેમનું જ્યોતિષ ખોટુ પડતાં લાચાર બનેલા તે મૃત્યુ પામી વ્યંતરદેવ થયા. અને જૈનસંઘમાં મહાન રોગ ફેલાવ્યો. તે વખતે પૂ. શ્રી. ભદ્રબાહુસ્વામીએ આ ઉવસગ્ગહર સ્તોત્રની રચના કરી અને સંઘને મુખપાઠ કરવાનું કહ્યું. તેના પ્રભાવથી મહાન ઉપદ્રવ દૂર થયો. ઉપસર્ગોને દૂર કરનારા એવા, પાર્થ નામનો યક્ષ છે જેમને એવા, કર્મોના સમૂહથી મુકાયેલા, ઝેરી સર્પોના પણ વિષનો નાશ કરનારા, મંગલ અને કલ્યાણના ભંડાર એવા શ્રી પાર્શ્વનાથ ભગવત્તને હું વંદન કરું છું. મેં ૧ | પાર્શ્વનાથ પ્રભુનો પાર્શ્વ નામનો યક્ષ છે. દેવ-મનુષ્ય-પશુ અને પક્ષીઓ વડે કરાયેલી આપત્તિઓને ઉપસર્ગ કહેવાય છે. પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ કરનારાઓ ઉપર ભક્તિના પ્રભાવે ખુશ થયેલો પાર્શ્વયક્ષ ઉપસર્ગોને દૂર કરે છે. પાર્શ્વનાથ પ્રભુનું નામસ્મરણ પણ ઝેરી સર્પોના ઝેરને દૂર કરનાર છે. એટલું જ નહિ પરંતુ વિષધર એવા કોઈ પણ પ્રાણીઓ વીંછી વગેરેના વિષને પણ દૂર કરનાર છે. આપત્તિઓનો વિનાશ એ મંગલ, અને સંપત્તિઓની પ્રાપ્તિ એ કલ્યાણ, પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ મંગળ અને લ્યાણને કરનારી છે. ૧ / વિષધર અને ફલિંગ શબ્દો જેમાં આવે છે એવો ૧૮ અક્ષરોનો બનેલો પાર્શ્વનાથ ભગવન્તનો મંત્ર જે મનુષ્ય હંમેશાં કંઠમાં ધારણ ૧ આપત્તિઓ મુશ્કેલીઓ, સંકટો. Page #104 -------------------------------------------------------------------------- ________________ કરે છે તે મનુષ્યોને ગ્રહ-રોગ-મરકી અને ભયંકર તાવ પણ શાન્તિ પામે છે. તે ૨ ! આ ઉવસગ્ગહરં સ્તોત્ર સૂચક હોવાથી આ ગાથામાં એવું સૂચન કરે છે કે વિષધર અને કુલિંગ આવા શબ્દો જેમાં આવે છે તે ૧૮ અક્ષરોનો બનેલો મંત્ર જે મનુષ્યો કંઠમાં ધારણ કરે છે એટલે કે મંત્રજાપ કરવા વડે સતત કંઠમાં યાદ કરે છે અથવા તે મંત્રનું માદળિયું બનાવી કંઠમાં પહેરે છે તેના ગ્રહો વિપરીત હોય તો શાન્ત થાય છે. તથા રોગાદિ ઉપદ્રવ શમી જાય છે. મંત્રજાપથી સર્વત્ર શાન્તિ પ્રસરે છે. પ્રશ્ન : ૧૮ અક્ષરોનો આ મંત્ર કેવી રીતે બને ? ઉત્તર : “મિડળ પાસ વિસર વદ ના નં." ઉપરોક્ત ૧૮ અક્ષરોનો બનેલો મંત્ર સૂત્રકારને માન્ય છે. આ મંત્રમાં વિસહર અને કુંલિંગ શબ્દો આવે છે. આ સૂત્રના ટીકાકારોએ બીજાં બીજવાચક (મંત્રમય) પદો ઉમેરીને આ મંત્રને વિશાળ કરેલ છે. ‘૩% હૈં મેં માઁ નમિડ પાસ વિસર વદ પુર્તિા નમ: " આ ઉમેરાયેલા બીજાક્ષરોમાં 3ૐ શબ્દ તારબીજ છે. હીં શબ્દ રૈલોક્યબીજ છે, શ્રી શબ્દ કમલાબીજ છે, અહં શબ્દ અબ્રીજ છે. છેલ્લે ગોઠવેલો હીં શબ્દ તત્ત્વબીજ છે. અને નમઃ શબ્દ પ્રણિપાતબીજ છે. આ રીતે પાર્શ્વનાથ પ્રભુનો મંત્ર ગ્રહાદિને દૂર કરનાર છે. જે ૨ | તમારો ૧૮ અક્ષરનો બનેલો મંત્ર તો દૂર રહો, પરંતુ તમને કરેલો પ્રણામ પણ બહુફલવાળો થાય છે. કારણ કે તમને પ્રણામ માત્ર કરવાથી જીવો મનષ્ય અને તિર્યંચના ભાવોમાં દુઃખ અને દૌર્ભાગ્ય પામતા નથી. ૩ / ૧ માદળિયું= ગળામાં પહેરાતું એક જાતનું આભૂષણ. Page #105 -------------------------------------------------------------------------- ________________ સૂર્ય જ્યારે ઉદય પામે ત્યારે તો અંધકાર દૂર થાય જ તેમાં શું નવાઈ, પરંતુ સૂર્યોદય થયા પહેલાં થયેલો અરુણોદય' પણ અન્ધકારનો નાશ કરે છે. તેવી રીતે હે પ્રભુ ! ૧૮ અક્ષરોનો બનેલો તમારો મંત્ર તો (વિધિપૂર્વક જાપ કરવાથી) બહુ ફળ આપે તેમાં શું નવાઈ ? પરંતુ તમને ભાવથી કરેલો નમસ્કાર પણ બહુ ફળ આપનાર બને છે. જે નમસ્કારના પ્રભાવથી જીવો મનુષ્યના કે તિર્યંચના ભવમાં દુ:ખ અને દરિદ્રતા પામતા નથી. અહીં શરીર સંબંધી અને મન સંબંધી દુ:ખો, તથા નિર્ધનતા પામતા નથી એમ અર્થ જાણવો ॥ ૩ ॥ ચિંતામણિરત્ન, અને કલ્પવૃક્ષથી પણ અધિક એવું તમારું સમ્યક્ત્વ મળે છતે જીવો વિના વિઘ્ને અજરામર સ્થાનને પામે 9. 118 11 ચિંતવેલા અર્થને આપનારું એવું દેવાધિષ્ઠિત એક પ્રકારનું જે રત્ન તે ચિંતામણી રત્ન, તથા સુષમા કાળમાં મનવાંછિત ફળને આપનારું એવું વૃક્ષ તે કલ્પવૃક્ષ. આ બન્નેથી તમારું સમ્યક્ત્વ હે પ્રભુ ! અધિક છે. કારણ કે ચિંતામણિરત્ન અને કલ્પવૃક્ષ આ લોકસંબંધી સાંસારિક સુખ આપનારાં છે. જ્યારે તમારું સમ્યક્ત્વ આત્માના ગુણને આપનારુ હોવાથી ભવોભવ સુધારનારું છે. માટે સર્વોત્તમ એવું તમારું સમ્યક્ત્વ મળે છતે મનુષ્યો જલ્દી જલ્દી અજરામર (જ્યાં જરા અને મરણ નથી એવા) સ્થાનને પામે છે. અર્થાત્ જલ્દી જલ્દી મોક્ષપદ પ્રાપ્ત કરે છે. || ૪ || હે મહાયશસ્વી પાર્શ્વનાથ પ્રભુ ! ભક્તિના સમૂહથી ભરેલા હૈયા વડે મેં આ પ્રમાણે આપની સ્તુતિ કરી, તેથી જિનોમાં ચંદ્રસમાન એવા હે દેવ ! મને ભવોભવમાં બોધિબીજ (સમ્યક્ત્વ) આપજો. ॥ ૫ ॥ બધા જ તીર્થંકરભગવન્તો તીર્થંકર નામકર્મના ઉદયવાળા હોવાથી યશવાળા જ હોય છે. પરંતુ સર્વેનો યશ સમાન હોતો ૧ અરુણોદય= સૂર્ય ઊગ્યા પહેલાં જે પ્રભા ચોતરફ વિસ્તરે તે. પ્રતિમા નું 100 Page #106 -------------------------------------------------------------------------- ________________ નથી. તેમાં પાર્શ્વનાથ પ્રભુ વધારે યશવાળા હતા તેથી જ આજે પણ ગામેગામ પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિઓ, ૧૦૮ નામો, અડ્રમાદિ તપો, વગેરે વિશેષારાધન જોવાય છે. તેમની આ સ્તોત્ર વડે અત્યન્ત ભક્તિભરેલા હૈયે સ્તુતિ કરી છે. તેથી હે પ્રભુ ! હું બીજું કશું આપની પાસે માગતો નથી. ફક્ત એક જ માગું છું કે મને ભવોભવમાં આપનો ધર્મ (સમ્યક્ત) મળજો. જે મળવાથી મારા આત્માનો અલ્પકાળમાં નિસ્તાર થાય.|| ૫ | પ્રશ્ન : જૈનદર્શનમાં મંત્ર-તંત્ર-વિદ્યા-જડીબુટ્ટી-ઔષધિ વગેરેનું વર્ણન શું છે ? ઉત્તર : હા. ચૌદ પૂર્વોમાંના વિદ્યાપ્રવાદપૂર્વમાં મંત્ર-વિદ્યાદિનું સવિસ્તર વર્ણન છે. પૂર્વધરમહાપુરુષો આ સર્વવિષય જાણે છે. છેલ્લા ભદ્રબાહુસ્વામી ચૌદપૂર્વધર હતા. પ્રશ્ન :- શાસ્ત્રોમાં તો જૈન સાધુસંતો મંત્ર-તંત્ર-વિદ્યા-જડીબુટ્ટી નહીં કરનારા એવું વર્ણન આવે છે. ઉત્તર : મંત્ર-તંત્ર-વિદ્યા અને જડીબુટ્ટી-આદિના પ્રયોગો આજીવિકા માટે, પોતાના સ્વાર્થ માટે, કોઈ વ્યક્તિ પ્રત્યેના રાગ કે દ્વેષને પોષવા માટે, અથવા આ ભવસંબંધી સાંસારિક વાસનાઓ પૂરવા માટે વર્ય કહ્યા છે. પરંતુ ધર્મી જીવો ઉપર, શાસન ઉપર, ચતુર્વિધ શ્રીસંઘ ઉપર, ચૈત્યાદિ ઉપર જ્યારે જ્યારે આપત્તિઓ આવે ત્યારે ત્યારે પૂર્વાચાર્યોએ આ મંત્રાદિ દ્વારા આપત્તિઓનું નિવારણ કરેલું છે અને કરવાનું છે. આ ઉવસગ્ગહરં સ્તોત્રની પાંચે ગાથાઓના પહેલા બે બે અક્ષરોનાં પદોમાંથી પાંચ પરમેષ્ઠી અર્થ થાય છે એમ ટીકાકારોએ કહ્યું છે તે આ પ્રમાણે છે. પહેલી ગાથાના ઉવ શબ્દથી ઉપાધ્યાયજી સમજવાના છે. જે ચોથા પરમેષ્ઠી પદે છે. બીજી ગાથાના વિસ શબ્દથી સાધુભગવંતો સમજવાના છે. જેમ વિષ સર્વ રસાત્મક કહેવાય છે તેવી રીતે Page #107 -------------------------------------------------------------------------- ________________ સાધુસંતો અતિશય અભ્યાસી હોવાથી સર્વરસોના જાણકાર છે માટે વિસતુલ્ય છે. ભદ્રબાહુસ્વામીની બનાવેલી દશવૈકલિકની નિયુક્તિમાં આ ઉલ્લેખ છે. ત્રીજી ગાથાના ચિટ્ટ શબ્દથી આચાર્યમહારાજ સમજવાના છે. અરિહંતભગવંતો મોક્ષે ગયા પછી શાસનના છેડા સુધી આચાર્યો ચિટ્ટ=રહેનારા છે. ચોથી ગાથાના દુહ શબ્દથી અરિહંતભગવંતો લેવાના છે. તુહુ ધાતુનો અર્થ નાશ કરનાર થાય છે. તેથી ઘાતકર્મોનો નાશ કરનારા એવા અરિહંતભગવંતો જાણવા. પાંચમી ગાથાના ય શબ્દથી સિદ્ધ પરમાત્મા જાણવા. ઇય=એટલે, ઇત=ગયેલા. એટલે કે જે એવા મોક્ષે ગયા છે કે જ્યાંથી પાછા આવવાનું નથી એવા. આ પ્રમાણે પાંચે પદોમાં પંચ પરમેષ્ઠી સમાયેલી છે. નવ સ્મરણોમાં નવકાર પછી આ ઉવસગ્ગહર બીજું સ્મરણ છે. વિધિપૂર્વક, ભક્તિ અને ભાવપૂર્વક આ સ્તોત્ર ગણવાથી આત્માનાં પૂર્વબદ્ધ મહાકર્મો પણ તૂટી જાય છે. (જ્યવીરરાય સૂગ - ૧૮ જ્ય વીસરાય ! જગરૂ! હોઉ મર્મ તુહ પભાવઓ ભચવા ભવનિબૅઓ મગાણુસારિઆ ઇફલ સિદ્ધી | ૧ || લોગવિરુદ્ધચ્ચાઓ, ગુરુજણપૂબ પરત્થકરણ ચ | સુહગુરુજોગો તથ્વચણ, સેવણા આભવમખેડા || ૨ વારિઇ જઇ વિ નિચાણ-બંધણું વીસરાય તુહ સમ ! તહ વિ મમ જ સેવા, ભવે ભવે ન્હ ચલણાઈ | ૩ | દુખખઓ કમખઓ, સમાહિ મરણં ચ ગોહિલાભો આ I સંપજી મહ એએ, તુહ નાહ પણામકરણેણં || ૪ || સર્વમંગલ માંગલ્ય, સર્વ કલ્યાણ કારણમ્ | પ્રધાન સર્વશમણાં, જેન જયતિ શાસનમ્ | ૫ | Page #108 -------------------------------------------------------------------------- ________________ અર્થ : હે વીતરાગ પ્રભુ ! તમે જય પામો. હે જગતના ગુરુ ! તમે જય પામો હે પ્રભુ ! તમારા પ્રભાવથી મને ભવોભવમાં નીચેની વસ્તુઓ પ્રાપ્ત થજો. (૧) ભવનિર્વેદ, (૨) માર્થાનુસારિતા, (૩) ઈષ્ટફલની સિદ્ધિ, (૪) લોકવિરુદ્ધનો ત્યાગ, (૫) ગુરુજનની પૂજા, (૬) પરોપકાર કરવાપણું, (૭) ઉત્તમ ગુરુજીનો યોગ, (૮) તે ગુરુજીના વચનોને અનુસરવાપણું, (૯) જ્યાં સુધી મારે ભવો કરવા પડે ત્યાં સુધી અખંડપણે આ વસ્તુઓ મને પ્રાપ્ત થજો. | રા હે વીતરાગ દેવ ! જો કે તમારા શાસ્ત્રોમાં “નિયાણું બાંધવું” તેનો નિષેધ કરેલો છે. તો પણ ભવોભવમાં તમારા ચરણોની સેવા મને હોજો. | ૩ | - હે નાથ ! તમને પ્રણામ કરવાથી મને “દુઃખનો ક્ષય, કર્મોનો ક્ષય, સમાધિપૂર્વકનું મૃત્યુ, અને સમ્યકત્વનો લાભ, આટલી વસ્તુઓ પ્રાપ્ત થજો. | ૪ || સર્વ મંગલોમાં મંગલભૂત, સર્વ કલ્યાણોનું કારણ, અને સર્વ ધર્મોમાં પ્રધાન એવું જૈન શાસન સદાકાળ જયવંતું વર્તે છે. ૫ આ સૂત્રનું બીજાં નામ પ્રાર્થનાસૂત્ર છે. કારણ કે આ સૂત્રમાં ઉપર લખેલ નવ વસ્તુઓની માગણી કરવામાં આવી છે. કદાચ અહીં કોઈને એવી શંકા થાય કે “મને પરભવોમાં આવી આવી આટલી વસ્તુઓ મળજો” આવી માગણી કરવી તેને નિયાણું કહેવાય છે. અને નિયાણાનું બાંધવાનો જૈનશાસ્ત્રોમાં નિષેધ કરેલો છે. તો આ સ્તોત્રમાં માગણીઓ કેમ કરવામાં આવી છે ? તેનો ઉત્તર એ છે કે “પરભવમાં સાંસારિક સુખોની માગણી કરવી” તેનો શાસ્ત્રોમાં નિષેધ કર્યો છે. કારણ કે તેને નિયાણું કહેવાય છે. પરંતુ “પરભવમાં ધર્મની પ્રાપ્તિ માગવી તે નિયાણું નથી. આ સૂત્રમાં ધર્મની પ્રાપ્તિ માગવામાં આવી છે. Page #109 -------------------------------------------------------------------------- ________________ એટલે દોષ નથી. આ સૂત્રમાં જે નવ વસ્તુઓની પ્રભુ પાસે માગણી કરવામાં આવી છે તેના અર્થ આ પ્રમાણે : (૧) ભવનિર્વેદ = સંસાર ઉપર કંટાળો આ સંસારમાં દુઃખ અને સુખ એમ બન્ને હોય છે. તેમાં દુઃખ ઉપર અપ્રીતિ હોવાથી કંટાળો હેજે હેજે હોય જ છે. પરંતુ સુખો તે સાચાં સુખો નથી. સુખાભાસ માત્ર છે. અનેક ઉપાધિઓથી ભરેલાં છે. માટે સુખો ઉપર કંટાળો તે ભવનિર્વેદ. (૨) માર્થાનુસારિતા = “જિનેશ્વરપ્રભુના માર્ગને અનુસરવાપણું.” અનંત ઉપકારી જિનેશ્વર ભગવન્તોએ જે માર્ગ સંસાર તરવાનો બતાવ્યો છે તે સંપૂર્ણપણે સત્ય હોવાથી તેને અનુસરવાની બુદ્ધિ થવી તે માર્ગાનુસારિતા. - (૩) ઇષ્ટફલસિદ્ધિ = “આત્માનું ઈષ્ટફળ જે મોક્ષ, તેની સિદ્ધિ. ” આ અપાર સંસારમાં જે કંઈ સંસારસુખ ઇચ્છીએ છીએ તે વિનાશી અને દુઃખમિશ્રિત હોવાથી તુચ્છ અને અસાર છે. તેથી આત્માનું અત્યન્ત ઈષ્ટફળ સર્વોત્તમ એવું જે મોક્ષસુખ છે તેની પ્રાપ્તિ થવી તે ઈષ્ટફળસિદ્ધિ. (૪) લોકવિરુદ્ધનો ત્યાગ= લોકાચારની દૃષ્ટિએ જે વિરુદ્ધ ગણાતું હોય તેનો જીવન પર્યન્ત ત્યાગ જેમ દુષ્ટાચાર, વ્યભિચાર, મદિરાપાન, જુગાર, ચોરી કરવી, પરસ્ત્રીસેવન ઈત્યાદિ લૌકિક દૃષ્ટિએ જે વિરુદ્ધાચાર કહેવાય તેનો ત્યાગ કરવો તે લોકવિરુદ્ધનો ત્યાગ. (અહીં લોકો જેનો વિરોધ કરે તેનો ત્યાગ એવો અર્થ ન કરવો. કારણ, જે ઘણું સર્વોત્તમ કાર્ય હોય પરંતુ મોહવશ લોકોને ન ગમતું હોય એટલે વિરોધ પણ કરે. જેમ કોઈ વ્યક્તિ દીક્ષા લેતી હોય તો દીક્ષા જેને નથી ગમતી એવા મોહાધીન જીવો તેનો વિરોધ પણ કરે. પરંતુ તેનો ત્યાગ એવો અર્થ ન કરવો. ફક્ત લોકાચારથી જે વિરુદ્ધ ગણાતું હોય તેનો જ ત્યાગ અને હોજો.) Page #110 -------------------------------------------------------------------------- ________________ (૫) ગુરુજનપૂજા = “આપણા ઉપર જેનો જેનો ઉપકાર છે. એવા વડીલો તે માતા-પિતા-ધર્મગુરુ-વિદ્યાગુરુ ઈત્યાદિ ગુરુજન કહેવાય છે. તેઓની પૂજા સત્કાર-સન્માન કરવાની ભાવના, તેઓ પ્રત્યે અહોભાવ તે ગુરુજનપૂજા (૬) પરથકરણમ્ = “પરોપકારકરવા પણું.” આ મનુષ્યભવ, જૈનત્વ અને ઉચ્ચ પ્રકારનું સમ્યજ્ઞાન પ્રાપ્ત કરીને જેટલું વધારે બની શકે તેટલું બીજાનું ભલુ કરવું. પરોપકાર કરવો. તે પરFકરણમ્. (૭) શુભગુરુનો યોગ= “સાચો ધર્મ પ્રાપ્ત કરાવે એવો સદાચારી. અત્યન્ત પવિત્ર એવા ધર્મગુરુનો સંયોગ મળવો તે શુભગુરુનો યોગ. (૮) તદ્વચન સેવના= “તેવા ઉત્તમ ગુરુજીનાં વચનોનું સેવન કરવાપણું.” આવા ઉત્તમ ધર્મગુરુજી જે સમજાવે, તે વચનોનો આદરમાન કરવો તે તર્વચનસેવના. | (૯) આભવમખંડા = જ્યાં સુધી હું આ સંસારમાં હોઉં ત્યાં સુધી ભવોભવમાં મને અખંડપણે ઉપરોક્ત વસ્તુઓની અખંડપણે પ્રાપ્તિ થજો તે. - આ પ્રમાણે ઉત્તરોત્તર ધર્મની પ્રાપ્તિ થાય એવી વસ્તુઓની જે માગણી થાય તે નિયાણું કહેવાય નહિ. માટે જો કે જૈનશાસ્ત્રોમાં નિયાણું કરવાનું વાર્યું છે. તો પણ આ નવ વસ્તુઓ મને ભવોભવમાં પ્રાપ્ત થજો. તથા (૧) દુઃખનો ક્ષય, (૨) કર્મોનો ક્ષય, (૩) સમાધિ મરણ અને (૪) બોધિબીજની પ્રાપ્તિ. આ ચાર વસ્તુઓ પણ મને પ્રાપ્ત થજો. આ ચારે પણ ધર્મની સાધનામાં શ્રેષ્ઠ કારણો છે. માટે તેની માગણી કરવામાં આવી છે. આ જૈનધર્મ સર્વમંગલોમાં મંગલભૂત છે. કારણ કે શ્રીફળ૧ સમાધિમરણ સમતાભાવપૂર્વકનું જે મરણ તે. ૨ બોધિબીજની પ્રાપ્તિ= શુદ્ધ નિર્મળ સમ્યકત્વગુણની પ્રાપ્તિ કિરી Page #111 -------------------------------------------------------------------------- ________________ અક્ષત-કંકુ ઇત્યાદિ જે દ્રવ્યમંગલો છે તે સાંસારિક સુખો આપે છે. અને તે નાશવંત છે તથા દુઃખથી મિશ્રિત છે. માટે સાચાં યથાર્થમંગળ નથી. જ્યારે આ ધર્મ તે અવિનાશી અને દુઃખરહિત એવા આત્મિક સુખને આપનાર છે. માટે સર્વમંગલોમાં પ્રથમ મંગલ છે તથા સંસારનાં દુઃખ અને સુખોથી મુકાવી આત્માનું જે સાચું કલ્યાણસુખ છે. તેને અપાવનાર છે તેથી સર્વકલ્યાણોનું કારણ છે. તથા વીતરાગ અને સર્વજ્ઞ પ્રભુએ જ આ ધર્મ બતાવેલો છે તેથી સર્વધર્મોમાં પ્રધાન છે. આવું જૈનશાસન (જૈનધર્મ) સદાકાળ જયવંતું હોજો. પ્રશ્ન : “આ જૈનધર્મ સર્વધર્મોમાં પ્રધાન છે” એમ કહેવાથી બીજા ધર્મોની નિન્દા થાય છે. માટે સૂત્રકારને આવું લખવાની શી જરૂર ? ઉત્તર : કાચને કાચ કહેવો, અને હીરાને હીરો કહેવો તેમાં કાચની નિન્દા નથી અને હીરાની પ્રશંસા નથી. ફક્ત યથાર્થનિરૂપણ માત્ર છે એવી રીતે જે ધર્મના બતાવનાર પરમાત્માઓ સ્ત્રીવાળા, શસ્ત્રવાળા, પુનર્જન્મવાળા અને રાગ-દ્વેષાદિથી ભરેલા તથા અપૂર્ણજ્ઞાની છે. તેઓએ બતાવેલા ધર્મો તેવા પવિત્ર નથી હોતા કે વીતરાગ અને સર્વજ્ઞપ્રણીત ધર્મો જેટલા પવિત્ર હોય છે. માટે કાચ અને હીરાના પ્રતિપાદનની જેમ આ સત્યકથન માત્ર છે. નથી કોઈની નિન્દા કે નથી કોઈની પ્રશંસા. ન “શ્રી અરિહંત ચેઇઆણં' સૂત્ર -૧૯ અરિહંત ચેચાણ, કરેમિ કાઉસગ્ગ, વંદણવરિયાએ, પૂઅણવરિઆએ સકારવરિઆએ, સમાણવરિઆએ, બહિલાભવરિઆએ, નિરવસગ્નવરિઆએ સદ્ધાએ, મેહાએ, વીઈએ, ધારણાએ, અણુપેહાએ, વફ્ટમાણીએ કામિકાઉસગ્ગા S :: Page #112 -------------------------------------------------------------------------- ________________ અરિહંત પરમાત્માના ચૈત્યોની આરાધના નિમિત્તે હું કાઉસ્સગ્ન કરું છું તે પ્રતિમાઓને વંદન કરવા માટે, પૂજન કરવા માટે, સત્કાર કરવા માટે, સન્માન કરવા માટે, બોધિબીજ(સમ્યત્વ)ની પ્રાપ્તિ કરવા માટે, તથા નિરૂપસર્ગ (મોક્ષસ્થાન)ની પ્રાપ્તિ કરવા માટે, શ્રદ્ધા-બુદ્ધિ-ધીરજ-ધારણા અને અનુપ્રેક્ષાઆ પાંચે ગુણો દિનપ્રતિદિન વૃદ્ધિ પામે તે રીતે હું કાયોત્સર્ગ કરું છું. આ સૂત્ર અરિહંત પરમાત્માનાં ચૈત્યોની આરાધના માટે છે. જેમ માતા-પિતા-દાદા-દાદી આદિ વડીલો મૃત્યુ પામ્યા પછી તેઓએ કરેલા ઉપકારોની સ્મૃતિ માટે તેઓના ફોટાઓ-મૂર્તિઓ ઉપકારી બને છે. તેમ અરિહંત પરમાત્માની મૂર્તિઓ પણ તેઓના ઉપકારો અને જીવનચર્યાની સ્મૃતિનો હેતુ હોવાથી અત્યન્ત ઉપકારી બને છે. જો કે તે મૂર્તિઓની સુરક્ષામાં યત્કિંચિત હિંસા છે. પરંતુ થોડું નુકસાન અને વધુ લાભના ન્યાયે તે ઉપેક્ષણીય છે. આવી પરમોપકારી મૂર્તિઓને વંદન-પૂજન-સત્કાર-સન્માનાદિ ધર્મક્રિયાઓ માટે હું કાયોત્સર્ગ કરું છું. વળી તે કાયોત્સર્ગ દિવસે દિવસે વધતી શ્રદ્ધાપૂર્વક, બુદ્ધિપૂર્વક, ધીરજ-ધારણા અને ચિંતનમનનપૂર્વક હું આ કાઉસ્સગ્ન કરું છું. એટલે કે સમજી-વિચારીને હું કાઉસ્સગ્ન કરું . (“શ્રી કલ્યાણકંદની સ્તુતિ' સૂત્ર - ૨૦) કલ્યાણકદ પઢમં જિણિ, સંતિ તઓ નેમિનિણં મુશિંદે ! પાસે પચાસ સુગણિકાણું ભાવીઇ વરે સિવિદ્ધમાણે | ૧ અપાર સંસાર સમુદપાર, પત્તા સિવ રિંતુ સુઇકસારું ! સર્વે જિયા સુરવિંદદા, કલાણ વલીણ વિસાલકંદા ૨ / ૧ ચેત્યો= મૂર્તિઓ. ૨ સત્કાર= હૈયાનો પૂજ્યભાવ. ૩ સન્માન= કોઈ પણ વસ્તુઓથી ભક્તિ કરવી તે. ૪ નિરૂપસર્ગઃ જ્યાં કોઈ પણ જાતની તકલીફો નથી, દુઃખો નથી એવું સ્થાન. ૫. અનુપ્રેક્ષા = ચિંતન, મનન. Page #113 -------------------------------------------------------------------------- ________________ નિવ્વાણમન્ગે વરજાણકરૂં, પણાસિયાસેસ કુવાઇદü | મર્ચ જિણાણં સરણં બુહાણું, નમામિ નિસ્યં તિજગપ્પહાર્ણ ॥ ૩ ॥ કુરિંદુ ગોક્ખીર-તુસાર-વન્ના, સરોજહત્થા કમલે નિસન્ના 1 વાએસિરિ પુયવગહત્થા, સુહાચ સા અન્હ સા પસા | ૪ | કલ્યાણના ભંડાર એવા પ્રથમ શ્રી ઋષભદેવપ્રભુ, તથા જિનેશ્વરમાં ચંદ્ર સમાન શાન્તિનાથ પ્રભુ, તથા મુનિના ઇન્દ્રસમાન શ્રી નેમિનાથ પ્રભુ, પ્રકાશ કરનારા શ્રી પાર્શ્વનાથ પ્રભુ, તથા સારા ગુણોના એક ભંડારભૂત એવા શ્રી મહાવીરસ્વામી પ્રભુ, એમ પાંચે તીર્થકર પરમાત્માઓને હું ભક્તિથી વંદના કરું છું. || ૧ || અપાર એવા સંસારરૂપી સમુદ્રના પારને પામેલા, તથા દેવોના સમૂહ વડે વંદાયેલા, કલ્યાણરૂપી વેલડીના વિશાલ મૂળસમાન એવા સર્વે સિદ્ધ પરમાત્માઓ સર્વે પવિત્ર વસ્તુઓમાં એક સારભૂત એવું મોક્ષપદ મને આપો. ॥ ૨ ॥ મોક્ષના માર્ગમાં શ્રેષ્ઠ ૨થતુલ્ય, નાશ કર્યું છે સર્વે કુવાદિઓનું અભિમાન જેણે એવા, પંડિતપુરુષોને શરણ લેવા યોગ્ય, અને ત્રણે જગતમાં પ્રધાન એવા જિનેશ્વર પ્રભુઓના આગમને હું નિત્ય નમસ્કાર કરું છું. ॥ ૩ ॥ મચકુંદનું ફૂલ, ચંદ્ર, ગાયનું દૂધ, અને હિમના જેવા વર્ણવાળી, કમલ છે હાથમાં જેને એવી, કમલ ઉપર બેઠેલી, પુસ્તકોનો સમૂહ છે હાથમાં જેને એવી, શ્રી વાગેશ્વરી (સરસ્વતી) દેવી હંમેશાં અમારા સુખ માટે પ્રશસ્ત હોજો. || ૪ || આ ચાર ગાથાની સ્તુતિ છે. કોઈ પણ થોયના જોડાની પહેલી ગાથા એક પ્રભુની અથવા ઉપરોક્ત પાંચ પ્રભુની હોય છે. બીજી ગાથા સર્વે જિનેશ્વરોની હોય છે. ત્રીજી ગાથા આગમની હોય છે. અને ચોથી ગાથા શાસનાધિષ્ઠાયક દેવ-દેવીની હોય છે. પહેલી ગાથામાં ઋષભદેવાદિ પાંચ જિનેશ્વરોને વંદના કરેલી છે अति सूत्र- १०८ Page #114 -------------------------------------------------------------------------- ________________ તથા પાંચે પ્રભુઓનાં એકેક વિશેષણો છે. બીજી ગાથામાં સર્વે જીનેશ્વરોનાં ત્રણ વિશેષણો અને એક મોક્ષનું વિશેષણ છે. ત્રીજી ગાથામાં આગમનાં ચાર વિશેષણ છે. તથા ચોથી ગાથામાં સરસ્વતી દેવીની સ્તુતિ છે. અને ચારથી પાંચ તેનાં વિશેષણો છે. પ્રશ્ન : શાસનાધિષ્ઠાયક દેવ-દેવીઓ અવિરતિ હોવાથી અને સાંસારિક સુખોના ભોગી હોવાથી સ્તુતિ અને નમન કરવા યોગ્ય કેવી રીતે હોઈ શકે ? ઉત્તર : શાસનાધિષ્ઠાયક દેવ-દેવીઓ અવિરત અને ભોગી જરૂર છે. પરંતુ તેઓ નિયમા સમ્યગ્દષ્ટિ છે. અને અધિક દૈવિક શક્તિવાળા છે. તથા શાસન પ્રત્યેની અતિશય લાગણીવાળા છે. તેથી જેમ કોઈ એક શ્રાવક ધર્મની લાગણીવાળા, ધર્મપ્રેમી, અને અધિક શક્તિ ધરાવતા બીજા શ્રાવકોને “જ્ય જિનેંદ્રાદિ” શબ્દોથી સ્તુતિ કરે છે. સર્વવિરતિ નહીં હોવા છતાં ઉપરોક્ત ગુણે કરી પ્રણામ કરે છે. ધર્મકાર્યોમાં તેનો સાથ-સહકાર ઇચ્છે છે. તેવી રીતે દેવો પણ ઉપરોક્ત ગુણોવાળા હોવાથી સાધર્મિક હોવાના કારણે અને સહાયક હોવાના કારણે સ્તવનીય અને વંદનીય છે. પરંતુ જે મહાત્માઓ પરની સહાય વિના કલ્યાણ સાધી શકે તેમ હોય, નીડર હોય, ઉપસર્ગ-પરિષહોમાં અવિચલિત હોય, મોહનો લગભગ ક્ષય કર્યો હોય તેવા સબળ મુનિઓ દેવ-દેવીઓની સહાય ન લે તો તેમાં કશું ખોટું નથી. સારાંશ કે આપણે આત્મકલ્યાણ સાધવું છે. જો સ્વયં બળવાન હોઈએ તો પ્રભુ મહાવીરે જેમ ઇન્દ્રની સહાય ન લીધી તેમ સબળ એવા દેવોની પણ સહાય ન ઇચ્છીએ એ પણ બરાબર છે. અને નિર્બળ હોઈએ તો યશોવિજયજી, હેમચંદ્રાચાર્યાદિ મહાત્માઓએ શ્રુતપ્રાપ્તિ આદિ કાર્યોમાં સરસ્વતી આદિ દેવીઓની સાધના કરી તે પણ ઉચિત જ છે. અનેકાન્તસૃષ્ટિના ન્યાયે સબળાત્માઓએ બીજાની Page #115 -------------------------------------------------------------------------- ________________ સહાય ન લેવી, અને નિર્બળાત્માઓએ બીજાની સહાય લઈને પણ કાર્ય સાધવું તે બન્ને માર્ગો યશોચિત સ્થાને વ્યાજબી છે. બન્નેની એકાન્તદષ્ટિ બરાબર નથી. ચૈત્યવંદન કરવાની વિધિ ત્રણ વખત ભૂમિ પ્રમાર્જના કરી, નિશીહિ બોલી, એક ખમાસમણ આપી “ઇરિયાવહિયં” “તસ્સ ઉત્તરી” “અન્નત્ય” સૂત્ર બોલી એક લોગસ્સ અથવા ચાર નવકારનો કાઉસ્સગ્ન કરી, પાળીને પ્રગટ લોગસ્સ કહેવો. ત્યારબાદ ત્રણ ખમાસમણ આપી કોઈ પણ ભગવાનનું ચૈત્યવંદન બોલી “સકલકુશલવલ્લી” કહી, નમુત્યુષ્ય, “જાવંતિ ચેઇયાણ” કહી એક ખમાસમણ આપી “જાવંત કેવિ સાહુ” બોલી નમોહત્ સૂત્ર કહી ગંભીર ઉત્તમાર્થવાળું એક સ્તવન કહેવું. ત્યારબાદ જયવીયરાય, અરિહંતચેઈયાણ, અન્નત્ય કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરી પાળીને કોઈપણ ભગવાનની એક થોય કહેવી. આ વિધિમાં ગર્ભિત રીતે છ આવશ્યક સમાયેલાં છે. અરિહંત પરમાત્માઓનો આપણા ઉપર પરમ ઉપકાર હોવાથી તેઓની ગેરહાજરીમાં તેઓની મૂર્તિઓ (દ્વારા પરંપરાએ તેઓ) પણ પૂજ્ય છે. ભાવોલ્લાસ તથા સંસાર ઉપરના વૈરાગ્યનું પરમકારણ છે. તેઓ વીતરાગી છે. એટલે તેઓનું પ્રતિબિંબ પણ વીતરાગતા અને વૈરાગ્યતાનું જ સૂચક અને કારણ છે. જિનદર્શન-પૂજનની વિધિ (૧) જે વસ્ત્રોથી વડીનીતિ લઘુનીતિ ન કરી હોય તેવાં શુદ્ધ વસ્ત્ર પહેરી દહેરાસરે જવું. (૨) દહેરાસરના પ્રથમ દરવાજે “નિશીહિ ” કહેવું. તેનો અર્થ સાંસારિક તમામ વાતોનો ત્યાગ. ૧ વડી નીતિ = સંડાસ. ૨ લઘુનીતિ = બાથરૂમ. ૩ નિસાહિ= પાપવ્યાપારનો ત્યાગ. Page #116 -------------------------------------------------------------------------- ________________ . (૩) દૂરથી પ્રભુને જોતાં બે હાથ જોડીમસ્તકે લગાવી “નમો જિણાણ” કહેવું. (૪) પ્રભુપૂજા કરવાની હોય તો ભગવાનની આજ્ઞા શિરોમાન્ય કરવારૂપ કપાલે તિલક કરવું. (૫) જ્યાં પ્રદક્ષિણા કરી શકાય તેમ હોય તો ત્યાં પ્રભુને ત્રણ ગુણોની પ્રાપ્તિ માટે ત્રણ પ્રદક્ષિણા દેવી. (૬) પુરુષોએ પ્રભુની જમણી બાજુ, અને સ્ત્રીઓએ પ્રભુની ડાબી બાજુ ઊભા રહી સ્તુતિ કરવી. (૭) સ્નાનાદિ કરેલાં હોય તો “દહેરાસરની વાતનો પણ ત્યાગ કરવા”રૂપ નિશીહિ બોલી ગભારામાં પ્રવેશ કરવો. (ગભારામાં પ્રવેશ્યા પછી દહેરાસર સંબંધી પણ વાતચીત કરાય નહિ) (૮) પ્રભુની જલપૂજા, ચંદનપૂજા, અને પુષ્પપૂજા કરવી. (૯) બહાર આવી ધૂમપૂજા, દીપકપૂજા, અક્ષતપૂજા, નૈવેદ્યપૂજા, અને ફળપૂજા કરવી. (૧૦) પછી ચામર દ્વારા નૃત્યાદિ-હર્ષોલ્લાસાદિ કરી, નિશીહિ કહી ચૈત્યવંદન કરવું. (૧૧) ચૈત્યવંદન પછી ઘંટનાદાદિ કરી, આવસ્સહી કહી બહાર નીકળવું. અહીં જલાદિ પ્રથમ આઠ પ્રકારની જે પૂજા છે તે પુદ્ગલસંબંધ દ્વારા છે તેથી દ્રવ્યપૂજા કહેવાય છે. અને ચૈત્યવંદન તે ભાવપૂજા કહેવાય છે. દ્રવ્યપૂજાઓમાં જરૂર યત્કિંચિત્ હિંસા છે. પરંતુ પરંપરાએ અહિંસાનો હેતુ હોવાથી તથા રાગાદિમાંથી મુકાવવારૂપ ભાવાહિંસાનું કારણ હોવાથી સર્વથા ત્યાજ્ય નથી. જેમ પગમાં વાગેલા કાંટાને કાઢવા માટે સોય કાઢવાની હોવા છતાં પ્રથમ નાખવી પડે છે તેમ આ દ્રવ્યપૂજા અત્તે ત્યાજ્ય હોવા છતાં પ્રથમ સ્થાને ત્યાજ્ય ૧ નમો જિણાણ = જિનેશ્વર ભગવન્તોને મારા નમસ્કાર થાઓ. Page #117 -------------------------------------------------------------------------- ________________ નથી. તેમ જ અવિવેકથી જળ ઢોળવું, અવિવેકથી ફૂલોના ઢગલા કરવા વગેરે પણ અવિવેકના કારણે ઉચિત નથી. જયણાપૂર્વક ભાવદયા સહિત યથોચિત કાર્ય કરવું તે ઉચિત છે. દૂધાદિ પંચામૃતનો અભિષેક કરતાં બોલવાના દુહા : મેરુશિખર નવરાવે, હો સુરપતિ, મેરુશિખર નવરાવે ! જન્મકાળ જિનવરજીક જાણી, પંચરૂપ કરી આવે તો 1 સુરપતિ. ૧. રતન પ્રમુખ અડજાતિના કળશા, ઔષધિ ચૂરણ મિલાવે ! ખીરસમુદ્ર તીર્થોદક આણી, સ્નાત્ર કરી ગુણ ગાવે, હો 1 સુરપતિ. ૨. એણી પરે જિનપ્રતિમાકો હવણ કરી, બોધિબીજ માનુ વાવે, અનુક્રમે ગુણરત્નાકર ફરસી, જિન ઉત્તમ પદ પાવે, હો સુરપતિ. ૩. ઇન્દ્રો પ્રભુને મેરુપર્વતના શિખર ઉપર લઈ જઈને નવરાવે છે. અવધિજ્ઞાન વડે પ્રભુનો જન્મ થયો છે એમ જાણીને પાંચ રૂપો કરીને ઈન્દ્ર આવે છે. રત્નના, સોનાના વગેરે આઠ જાતના કળશાઓ બનાવી ઘણી પવિત્ર ઔષધિઓ અંદર મેળવીને ક્ષીરસમુદ્રાદિ પવિત્ર તીર્થોમાંથી પવિત્ર જળ લઈ આવીને ભગવાનનો સ્નાત્રાભિષેક કરી પ્રભુના ગુણો દેવો-ઇન્દ્રો ગાય છે. આ પ્રમાણે જિનેશ્વપ્રભુની પ્રતિમાનું હવણ કરીને જે જીવો બોધિબીજને પોતાના આત્મામાં વાવે છે તેઓ ક્રમશઃ ગુણોરૂપી સાગરને પ્રાપ્ત કરી ઉત્તમ એવું તીર્થંકરપદ પ્રાપ્ત કરે છે. (૧) જલપૂજા કરતી વખતે બોલવાના દુહા : “જલપૂજા જાગતે કરો, મેલ અનાદિ વિનાશ | જલપૂજા ફળ મુજ હોજ, માંગો એમ પ્રભુ પાસ / ૧ Page #118 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનકળશ ભરી આતમા, સમતા રસ ભરપૂર I શ્રી જિનને નવરાવતાં, કર્મ હોય (થાય) ચકચૂર ॥ ૨ ॥ આ જળપૂજા આત્મામાં અનાદિકાળથી રહેલાં કર્મરૂપી મેલ દૂર કરવા માટે છે. ભગવાનને જળનો અભિષેક-પ્રક્ષાલ કરતાં કરતાં જલથી જેમ શરીરનો મેલ દૂર થાય છે તેમ જિનેશ્વરપ્રભુની જળપૂજા કરવાથી મારા આત્માનો કર્મમેલ દૂર થાઓ'' એવી ભાવના રાખવાની છે. જ્ઞાનરૂપી કળશાઓ સમતાભાવ રૂપી પાણીથી ભરપૂર ભરીને શ્રીજિનેશ્વર પ્રભુને એવા નવરાવો કે જેથી આપણાં કર્મો ચકચૂર (વિનાશ) થાય. (૨) ચંદનપૂજા કરતી વખતે બોલવાના દુહા : શીતલ ગુણ જેહમાં રહ્યો, શીતલ પ્રભુ મુખરંગ । આત્મશીતલ કરવા ભણી, પૂજો અરિહા અંગ ॥ ૧ ॥ ચંદનપૂજા કરતી વખતે નીચે મુજબ ભાવના ભાવવાની છે કે જેમ ચંદનમાં શીતળતા ગુણ છે પ્રભુના મુખ ઉપર પણ શીતળતાની છાયા છે તેમ મારા આત્મામાં રહેલા કષાયો રૂપી અગ્નિ-તાપ દૂર થાઓ અને ક્ષમાદિ ગુણોની શીતળતા વ્યાપો. આ ચંદનપૂજા પ્રભુના નવ અંગે કરવાની હોય છે. તેમાંના એકેક અંગે પૂજા કરતાં કરતાં નીચેના દુહા બોલવાપૂર્વક નીચે જણાવ્યા મુજબ ભાવના ભાવવાની હોય છે. અંગૂઠ ઢીંચણે કાંડ ૧ સંપુટ = 66 “ જળ ભરી સંપુટ પત્રમાં યુગલિક નર પૂરુંત । ઋષભ ચરણ અંગુઠડે, દાયકર ભવજળ અંત ॥ ૧॥ જાનુ બળે કાઉસ્સગ્ગ રહ્યા, વિચર્યા દેશ-વિદેશ। ખડા ખડા કેવળ લહ્યું, પૂજો જાનુ નરેશ ॥ ૨ ॥ લોકાંતિક વચને કરી, વરસ્યા વરસી દાન । કરકાંઠે પ્રભુ પૂજના, પૂજો ભવિ બહુ માન ॥ ૩ ॥ 66 બે હાથ જોડવા તે. ૨ દાયક= આપનાર. ૩ જાનુ = ઢીંચણ. Page #119 -------------------------------------------------------------------------- ________________ ખભે મસ્તકે કપાળે કંઠે માન ગયું દોય અંશથી, દેખી વીર્ય અનંત, ભુજાબળે ભવજળ તર્યા, પૂજો બંધ મહંત ॥ ૪ ॥ “સિદ્ધશીલા ગુણ ઊજળી, લોકાંતે ભગવંત । વસિયા તેણે કારણ ભવી, શિરશીખા પૂરુંત ॥ ૫ ॥ “તીર્થંકર પદ પુન્યથી, ત્રિભુવન જન સેવંત । ત્રિભુવન તિલકસમા પ્રભુ ભાલતિલક જયવંત ॥ ૬ ॥ સોળ પહોર પ્રભુ દેશના, કંઠે વિવર વર્તુળ । મધુર ધ્વનિ સુરનર સુત્રે, તિણે ગળે તિલક અમૂલ || ૭ || “હૃદયકમળ ઉપશમ બળે, બાળ્યા રાગ ને રોષ । હિમ દહે વન ખંડ ને, હૃદય તિલક સંતોષ ॥ ૮ ॥ નાભિએ રત્નત્રયી ગુણ ઊજળી, સકલ સુગુણ વિશરામ | નાભિકમળની પૂજના, કરતા અવિચલ ધામ | ૯ | ભગવાનની નવ અંગે પૂજા કરતી વખતે એકેક અંગે એકેક દુહો બોલવાનો છે. દરેક અંગોથી પ્રભુએ કષાયોને જીતીને આત્મકલ્યાણ સાધ્યું તેનું વર્ણન આ દુહામાં કર્યું છે. (૩) પુષ્પપૂજા કરતી વખતે બોલવાનો દુહો : હૃદયે છે “સુરભિ અખંડ કુસુમ ગ્રહી, પૂજો ગતસંતાપ । સુમનજંતુ ભવ્ય જ પરે, કરીએ સમક્તિ છાપ ॥ ૧ ॥ જેમ પુષ્પોથી ચોતરફ સુવાસ પ્રસરે છે અને સંતાપ દૂર થાય છે તેવી રીતે જિનેશ્વરપ્રભુની પુષ્પપૂજા કરવા વડે મારા આત્મામાં સુગુણોરૂપ સુવાસ પ્રસરો અને સંસારનો તાપ વિનાશ પામો એવી ભાવના ભાવવાની છે. (૪) ધૂપપૂજા કરતી વખતે બોલવાનો દુહો : ધ્યાનઘટા પ્રગટાવીએ, વામ નયન જિન ધૂપ । મિચ્છત્ત દુર્ગંધ દૂરે ટળે, પ્રગટે આત્મસ્વરૂપ ॥ ૧ ॥ જેમ ધૂપથી સુગંધ પ્રસરે છે અને દુર્ગંધ દૂર થાય છે તેમ ખભાથી. ૨ ભૂજાબળે= બે હાથોના બળથી. ૧ અંશથી = 66 "" Page #120 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વરપ્રભુની ધૂપપૂજા કરવાથી મારા આત્મામાં મિથ્યાત્વરૂપ દુર્ગધ દૂર થાઓ અને સમ્યગ્દર્શન રૂપ સુગંધ પ્રસરો” એવી ભાવના ભાવવાની છે. (૫) દીપક પૂજા કરતી વખતે બોલવાનો દુહો : “દ્રવ્ય દીપ સુવિવેકથી, કરતાં દુઃખ હોય ફોક | ભાવ પ્રદીપ પ્રગટ હુએ, ભાસિત લોકાલોક / ૧ / જેમ દીપક કરવાથી અંધકાર નાશ પામે અને પ્રકાશ પથરાય છે તેમ જિનેશ્વર પ્રભુની દીપકપૂજા કરવાથી મારામાં અજ્ઞાન રૂપી અંધકારનો નાશ થાઓ અને કેવળજ્ઞાનરૂપી પ્રકાશ પથરાઓ” એવી ભાવના ભાવવાની છે. (૬) અક્ષત પૂજા કરતી વખતે બોલવાના દુહા : “શુદ્ધ અખંડ અક્ષત ગ્રહી, નંદાવર્ત વિશાળ | પુરી પ્રભુ સન્મુખ રહો, ટાળી સકળ જંજાળ ! ૧ | ચિંહુ ગતિ ભ્રમણસંસારમાં, જન્મમરણ જંજાલ | અષ્ટકર્મ નિવારવા, માર્ગ મોક્ષફળ સાર || ૨ | દર્શન જ્ઞાન ચારિત્રના, આરાધનથી સાર | સિદ્ધશિલાની ઉપરે, હોજો મુજ વાસ શ્રીકાર | ૩ | જેમ શુદ્ધ અને અખંડ એવા અક્ષત નામથી અક્ષત છે તેમ તેના વડે જિનેશ્વર પ્રભુની પૂજા કરતાં અખંડ = અક્ષતઃકદાપિ નાશ ન પામે તેવું ફળ આપનાર થજો. એવી ભાવના ભાવવાની છે. તથા ચોખાનો સાથિયો કરવાની પાછળ એવો આશય છે કે જેમ સાથિયાને ચાર પાંખડાં છે તેમ હું આ સંસારની ચારે ગતિમાં ઘણું જ રખડ્યો છું, થાકી ગયો છું, નીકળવું છે. તેના ઉપરની | ત્રણ ઢગલીનો એવો અર્થ છે કે તે સંસારમાંથી તરવા માટે મને “જ્ઞાન-દર્શન અને ચારિત્રરૂપી રત્નત્રયીની આરાધના એવી આપો કે જેથી ઉપર દોરેલી સિદ્ધશિલાના અગ્રભાગે રહેલા સિદ્ધોમાં મારો વસવાટ હો. આવી ભાવના ભાવવાની છે. Page #121 -------------------------------------------------------------------------- ________________ (૭) નૈવેદ્ય પૂજા કરતી વખતે બોલવાનો દુહો : | “અણહારી પદ મેં કર્યા, વિગ્રહ ગઇ અનંત દૂર કરી તે દીજીયે, અણહારી શિવસંત // ૧ | હે પ્રભુ ! આ સંસારમાં દરરોજ આહાર કરી કરીને હું થાકી ગયો છું. એક ભવથી બીજા ભવમાં જતાં વિગ્રહગતિમાં થોડો ટાઇમ ૧-૨-૩ સમય પૂરતું અણાહારીપણું મળે છે. પરંતુ તે ક્ષુલ્લક હોવાથી નકામું છે. આવું અણાહારીપણું મેં અનંતીવાર પ્રાપ્ત કર્યું, પરંતુ તે દૂર કરીને હવે મોક્ષસંબંધી અણાહારીપણું મને આપો. / (૮) ફળપૂજા કરતી વખતે બોલવાનો દુહો : ઇન્દ્રાદિક પૂજા ભણી, ફળ લાવે ધરી રાગ | પુરુષોત્તમ પૂજી કરી, માગે શિવફળ ત્યાગ છે ૧ | ભગવત્તની સમક્ષ ફળપૂજા કરવા માટે હૈયામાં ઘણો રાગ ધારણ કરીને ઇન્દ્રાદિક દેવો ઘણા પ્રકારનાં ફળો લાવી પ્રભુ પાસે ધરીને તે તમામ ફળોના ભોગવવાનો ત્યાગ કરવારૂપ “મોક્ષફળ” માગે છે. | પ્રશ્ન : પ્રભુ વીતરાગી છે. તેમને કોઈ પુગલની જરૂર નથી. તો પછી તેમની સામે અક્ષત નૈવેદ્ય અને ફળ મૂકવાની શી જરૂર ? અંતે તો તે બધું પૂજારી જ લઈ જાય છે. ઉત્તર : પ્રભુ વીતરાગી છે અને તેઓને અક્ષતાદિની જરૂર નથી. એ વાત તદન સાચી છે, પરંતુ “તેઓને જરૂરિયાત છે માટે પૂજા કરીએ છીએ અને અક્ષતાદિ મૂકીએ છીએ” આ કલ્પના જ ખોટી છે. પરંતુ હે પ્રભુ અનંતભવોમાં મેં અક્ષત-નૈવેદ્ય-મેવામીઠા અને વિવિધ ફળો બહુવાર ખાધાં છે છતાં ધરાયો નથી. ૧ વિગ્રહગતિ = એક ભવથી બીજા ભવ વચ્ચેની ગતિ. ૨ અણાહારી = આહાર વિનાનું સ્થાન. ૩ સુલ્લક= તુચ્છ. Page #122 -------------------------------------------------------------------------- ________________ ભૂખ્યો જ થાઉં છું. માટે આપ ત્યાગી છે. તેઓની સમક્ષ હું પણ આ પૌદ્ગલિક સુખોનો ત્યાગ માગું છું. એમ ત્યાગ માગવા માટે નૈવેદ્યાદિનો ત્યાગ કરવામાં આવે છે. જે દેવો ભોગના ઇચ્છુક હોય છે તેઓ રાગાદિથી ભરેલા હોવાથી ખરેખર પરમાત્મા જ નથી માટે પૂજ્ય જ નથી અને આ પરમાત્માઓ વીતરાગ હોવાથી નૈવેદ્યાદિ ભોગોથી પૂજ્ય નથી. પરંતુ આવા ભોગોના ત્યાગથી પૂજ્ય છે. માટે જ નૈવેદ્યાદિનો તેમની સમક્ષ ત્યાગ કરવામાં આવે છે. ભાવનાશીલ શ્રાવક-શ્રાવિકાઓ વડે પ્રભુ સન્મુખ ત્યજાયેલાં નૈવેદ્ય અને ફલાદિમાં જીવાત થવાથી વધુ જીવહિંસા ન થાય તે માટે પૂજારીને આપવાની સંઘે વ્યવસ્થા કરી છે. જેઓએ પોતાના હૈયેથી સમર્પિત કર્યું તેને તે કલ્પ નહિ માટે પૂજારીને આપવાની આ સંઘવ્યવસ્થા છે. ચામર ઢાળતી વખતે બોલવાનો દુહો : “બે બાજુ ચામર ઢાળે, એક આગળ વજ ઉલાળે IT જઈ મેરુ ઘરી ઉસંગે, ઇન્દ્ર ચોસઠ મળીચા રંગે | પ્રભુ પાસનું મુખડું જોવા, ભવોભવનાં પાતિક ખોવા. ૧ પ્રદક્ષિણા કરતી વખતે બોલવાના દુહા : કાળ અનાદિ અનંતથી, ભવભ્રમણનો નહીં પાર ! તે ભવભ્રમણ નિવારવા પ્રદક્ષિણા દઉં ત્રણ વાર || ૧ | ભમતીમાં ભમતાં થકાં ભવ ભાવઠ દૂર પલાય ! દર્શન-જ્ઞાન-વ્યાત્રિ રૂપ, પ્રદક્ષિણા ત્રણ દેવાય || ૨ || જન્મ મરણાદિ ભચ ટળે, સીઝે જે દર્શન કાજ | રહેનારાય પ્રાપ્તિ ભણી, દર્શન કરો જિનરાજ || ૩ | જ્ઞાન વડું સંસારમાં, જ્ઞાન પરમ સુખ દેત જ્ઞાન વિના જગજીવડા, ન લહે તત્વસંકેત | ૪ || Page #123 -------------------------------------------------------------------------- ________________ ચય તે સંચય કર્મનો, રિક્ત કરે વળી જેહ . ચારિત્ર નિર્યુક્તિએ કહ્યું, વંદો તે ગુણગેહ [ પ ! જ્ઞાન-દર્શન-ચારિત્ર એક રનત્રયી શિવહાર | ત્રણ પ્રદક્ષિણા તે કારણે, ભવદુઃખભંજનહાર || ૬ | આ પ્રમાણે ચૈત્યવંદનની, દર્શનની તથા પૂજાની વિધિ, દુહાઓ બતાવીને હવે સંસારદાવાની સ્તુતિના અર્થ વિચારીએ. શ્રી સંસારદાવા સૂત્ર-૨૧ સંસારદાવાનલદાહ નીર, સંમોહ ધૂલીહરણે સમીર | માયા-રસા-દારણ-સાર-સીરં, નમામિ વીર ગિરિ-સાર-ધીરમ્ II ૧ ભાવાવનામ-સુર-દાનવ-માનવેન, ચૂલાવિલોલ-કમલાવલિ માલિતાનિ | સંપૂરિતાભિનત-લોક-સમીહિતાનિ, કામ નમામિ જિનરાજપદાનિ તાનિ || ૨ || બોધાગાર્ધ સુપદ-પદવી-નીરપૂરાભિરામ, જીવહિંસા-વિરલ-લહરી-સંગમાગાહદેતું ! ચુલાવેલ ગુરુ-ગમ-મણિ-સંકુલ દૂર-પાર, સાર વીરાગમ જલનિધિ સાદર સાધુ સેવે | ૩ | “આમુલાલોલ-ધુલી-બહુલ-પરિમાલા-લીટ-લોલાલિમાલા ! ઝંકારારાવસારા-મલ-દલ-કમલા-ગારભૂમિ-નિવાસે || છાચા-સંભાર-સારે, વર-કમલ-કરે, તારહારાભિરામે ! વાહ સંરોધે ભવ-વિરહ દેહિ મે દેવ સાક્ષ ૪ મ આ સૂત્ર પૂજ્યપાદ શ્રી હરિભદ્રસૂરીશ્વરજીનું બનાવેલું છે. ભગવાન્ મહાવીર સ્વામીની સ્તુતિરૂપ છે. આ સૂત્રમાં વપરાયેલા Page #124 -------------------------------------------------------------------------- ________________ તમામ શબ્દો સંસ્કૃત-પ્રાકૃત બન્ને ભાષામાં એકસરખા છે. તેથી “સમસંસ્કૃત” કહેવાય છે. આ સૂત્રમાં ક્યાંય એક પણ જોડાક્ષર ન આવે તેવી ગ્રંથકારશ્રીએ રચના કરી છે. પૂજ્યપાદ શ્રી હરિભદ્રસૂરિજીને તેઓના પરમવિનીત અને શ્રુતબહુલ એવા હંસ-પરમહંસ નામના બે શિષ્યોના અકાલ અવસાન અને પરના પરાભવથી ઉત્પન્ન થયેલા ક્રોધના નિવારણ માટે યાકિની નામનાં સાધ્વીજી મ. સાહેબના ઉપદેશથી શાન્ત થયેલા આચાર્યશ્રીને ૧૪૪૪ અપૂર્વ ગ્રંથો રચવાનો દંડ કરવામાં આવેલો. તેઓએ તેમના જીવનમાં સમરાઇઍકહા, અષ્ટક, ષોડશક, અનેકાન્ત જયપતાકા, શાસ્ત્રવાર્તાસમુચ્ચય, ષદર્શન સમુચ્ચય, યોગવિંશિકા, યોગશતક, યોગદષ્ટિસમુચ્ચય, યોગબિન્દુ, ધર્મબિન્દુ, ઈત્યાદિ અનેક ગ્રંથો ચમત્કારિકશ્રુતિવાળા બનાવ્યા છે. મૃત્યુની અંતિમ વેળાએ આ સંસારદાવા બનાવ્યા છે. તે બનાવતાં બનાવતાં ચોથી ગાથાની પ્રથમ એક કડી બનાવ્યા બાદ દેહાંત થઈ જવાથી બાકીની ત્રણ કડી તેમની ભાવનાને અનુરૂપ સંઘે ભેગા મળીને બનાવી છે. એટલે આજે પણ પષ્મી આદિ પ્રતિક્રમણોમાં છેલ્લી ત્રણ કડી સંઘ સાથે મળીને ઉચ્ચસ્વરે બોલે છે. દેવસી તથા રાઈઅ પ્રતિક્રમણોમાં પણ પુરુષોને બોલાતા નમોસ્તુ અને વિશાલલોચનની જગ્યાએ સ્ત્રીઓ આ સંસારદાવા સૂત્ર બોલે છે. તેની ચારે ગાથાઓના અર્થ અનુક્રમે આ પ્રમાણે સંસારરૂપી દાવાનલ ના તાપને બૂઝવવામાં પાણી સમાન, મોહરૂપી ધૂળને દૂર કરવામાં પવનસમાન, કપટરૂપી પૃથ્વીને ખોદવામાં તીર્ણ હળસમાન, અને મેરૂપર્વત જેવા ધીરસ્વભાવવાળા પ્રભુ મહાવીરસ્વામીને મારા નમસ્કાર હોજો. ના ભક્તિપૂર્વક નમસ્કાર કરનારા એવા દેવ-દાનવ અને માનવોના ૧ દાવાનલ = અગ્નિ, Page #125 -------------------------------------------------------------------------- ________________ સ્વામીના મુગુટોમાં રહેલાં વિકસ્વર એવાં જે કમલો, તે કમલોની પંક્તિ વડે પૂજાએલા એવા તથા નમસ્કાર કરનારાઓના પૂર્યા છે મનોવાંછિતો જેમણે એવા જિનેશ્વર ભગવંતોના તે ચરણોને હું મારી ઇચ્છાપૂર્વક ભાવથી નમસ્કાર કરું છું. ! ૨ || જ્ઞાન વડે અગાધ (ઊંડું), સારા-સારા શ્લોકોની રચનારૂપી પાણીના પૂર વડે મનોહર જીવોની અહિંસારૂપી પાણીના સતત તરંગો મળવાથી અગાધર બન્યું છે શરીર જેનું એવા, સિદ્ધાન્તોની ચૂલિકારૂપી વેલવાળા, મોટા-મોટા પાઠોરૂપી મણિઓથી ભરપૂર, દૂર છે કાંઠો જેનો એવા વીરપ્રભુના આગમરૂપી સમુદ્રને હું આદર સહિત સેવું છું. ૩ છે. ઠેઠ મૂળ સુધી ડોલતા એવા ફૂલની રજમાં ઘણી સુગંધને લીધે ચોંટી ગયેલા એવા ભમરાઓની પંક્તિના ઝ-ઝ એવા અવાજવાળાં સારાં અને નિર્મળ પાંદડાંવાળા કમળના ઘરની ભૂમિમાં નિવાસ કરનારી, કાન્તિના સમૂહથી સુશોભિત એવી, શ્રેષ્ઠ કમળ છે હાથમાં જેને એવી, ચમકતા હારોથી સુશોભિત, વાણીના સમૂહરૂપ શરીરવાળી, હે દેવી ! આ સંસારમાં સારરૂપ અને ઉત્તમ, એવો સંસારનો વિરહ (મોક્ષ) મને આપો | ૪ પૂ. હરિભદ્રસૂરિજીની કોઈપણ કૃતિમાં છેલ્લે “વિરહ” શબ્દ આવે છે. તે તેઓની કૃતિનું સૂચક છે. પોતાને અકાળે થયેલા શિષ્યોના વિરહના સૂચક આ શબ્દો લખ્યા છે. (શ્રી પુફખરવરદીવડ્યું સૂત્ર - ૨૨) પુફખર-વર-દીવફ્ટ, વાઇ-સંડે-અ-જંબુદી અ I ભરઠેરવચવિદેહે, ધમ્માઈગરે નમંસામિ || 1 || - ----- - - ૧ પંક્તિ = લાઈન, હારમાલા. ૨ અગાધ = ઊંડું. ૩ કૃતિ = રચના. Page #126 -------------------------------------------------------------------------- ________________ તમ-તિમિર-પાલ-વિદ્ધસણસ, સુર-ગણ-નરિદ-મહિસા સીમા-ધરસ વંદે, પફોડિઅ-મોહ-જાલસ II ૨ || જાઇ-જરા-મરણ-સોગ-પણાસણરસ, કલ્યાણ-પુફખલ-વિસાલ-સુહાવહરસ | કો દેવ-દાણવ-નરિદ-ગણશ્ચિઅસ, જન્મરસ સારમુવલભ કરે પમાય || ૩ સિદ્ધ ભો ! પચઓ ણમો જિણમએ, નદી સયા સંમે | દેવં નાગ-સુવા-કિન્નર-ગણ-રસ્તાક્યુઅ-ભાવએિ . લોકો જલ્થ પઇઠિઓ જગમિણ, તેલુકકમથ્યાસુર | દખ્ખો વઉ સાસઓ, વિજ્યઓ વઉ |૪ || સુઅરસ ભગવઓ કરેમિ કાઉસગ્ગ. વંદણ વરિઆએ. II આ સૂત્રમાં શ્રુતજ્ઞાનની સ્તુતિ છે, તેથી આ સૂત્રનું બીજું નામ “શ્રુતસ્તવ” પણ છે. ચારે ગાથાના અર્થો આ પ્રમાણે છે. અર્ધ પુષ્કકવર દ્વીપ, ઘાતકીખંડ તથા જંબુદ્વીપ એમ કુલ અઢી દ્વીપમાં આવેલાં પાંચ ભરતક્ષેત્રો, પાંચ ઐરાવતક્ષેત્રો અને પાંચ મહાવિદેહ ક્ષેત્રો એમ કુલ ૧૫ કર્મભૂમિમાં શ્રુતધર્મની આદિ કરનારા, એવા તીર્થકરોને હું પ્રણામ કરું છું. આવા અજ્ઞાનરૂપી અંધકારના સમૂહનો નાશ કરનારું, દેવોના સમૂહ વડે તથા રાજાઓ વડે પૂજાએલું, મર્યાદાઓને બતાવનારું, અને મોહની જાળને તોડી નાખનારું એવું ભગવાનનું જે શ્રુતજ્ઞાન (આગમ) તેને હું વંદન કરું છું. ૨ જન્મ, ઘડપણ, મરણ અને શોકનો નાશ કરનારા, પુષ્કળ કલ્યાણ | અને વિશાળ સુખને આપનારા, દેવ-દાનવ અને મનુષ્યોના રાજાઓ વડે પૂજાએલા, એવા ધૃતધર્મના સારને પામીને ક્યો મનુષ્ય પ્રમાદ કરે ? || ૩ || હે ભવ્યજીવો ! આ જગતમાં શ્રેષ્ઠ તરીકે સિદ્ધ થઈ ચૂકેલા, આ જ છે Page #127 -------------------------------------------------------------------------- ________________ એવા જૈનસિદ્ધાંતને ખૂબ જ ભાવપૂર્વક તમે પ્રણામ કરો, જે શ્રુતધર્મ સંયમમાર્ગમાં આગળ વધવામાં હંમેશાં મંગળમય છે; વૈમાનિક, ભવનપતિ, જ્યોતિષ્ક અને વ્યંતર એમ ચારે નિકાયના દેવોના સમૂહ વડે જે શ્રુતધર્મ પૂજાયેલો છે; જે શ્રુતધર્મમાં સર્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાલાદિમય લોકનું વર્ણન કરેલું છે, તથા સ્વર્ગ મૃત્યુ અને પાતાલમાં રહેલા મનુષ્યો તથા દેવાદિ જીવોરૂપ આખું જગત જેમાં બતાવેલું છે એવો શાશ્વત શ્રુતધર્મ સદાકાળ વિજય પામો. ॥ ૪ ॥ આવા પવિત્ર અને પૂજ્ય શ્રી શ્રુતધર્મની આરાધના કરવા માટે હું કાઉસ્સગ્ગ શરૂં કરું છું. II તીર્થંકરભગવન્હો કેવળજ્ઞાન પામ્યા પછી ધર્મદેશના આપે છે. તેઓની ધર્મદેશના સાંભળીને ગણધરભગવન્તો શાસ્ત્રોની રચના કરે છે. તેને આગમ કહેવાય છે. તે આગમ પંદરે કર્મભૂમિમાં જુદા જુદા ગણધર ભગવન્તો જુદાં જાદાં રચે છે. તે આગમને હું ભાવથી વંદના કરું છું. આ આગમ અત્યન્ત પવિત્ર છે. અજ્ઞાનનો નાશ કરનારું, દેવાદિ વડે પૂજાયેલું, મોહને તોડી નાખનારું, જન્મજરાદિને ટાળનારું, પુષ્કળ કલ્યાણ અને સુખ આપનારું, જીવનને મર્યાદામાં રાખનારું છે. તેમાં સમસ્ત લોક તથા ત્રણે ભુવનનું વર્ણન કરેલું છે. માટે તેની આરાધના કરવા લાયક છે. આ સૂત્ર ચાર સ્તુતિઓવાળા દેવવંદન વખતે ત્રીજી સ્તુતિના પ્રસંગે બોલાય છે. શ્રી સિદ્ધાણં-બુદ્ધાણં સૂત્ર - ૨૩ ૩ સિદ્ધાણં બુદ્ધાણં, પાર ગચાણ પરંપરગયાણં । લોઅગ્ગમુવગચાણં, નમો સચા સવ્વસિદ્ધાણં ॥ ૧ ॥ જો દેવાણ વિ દેવો, જં દેવા પંજલી નમંસંતિ । તં દેવ-દેવ-મહિઅં, સિરસા વંદે મહાવીરૂં ॥ ૨ ॥ Page #128 -------------------------------------------------------------------------- ________________ ઇક્કો વિ નમુક્કારો, જિણવર-વસહસ્સ વન્દ્વમાણસ । સંસાર સાગરાઓ, તારેઇ નરં વ નારિ વા | ૩ || ઉર્જિત સેલ સિહરે, દિફા નાણું નિસીહિઆ જસ્સ 1 તું ધમ્મ-ચવર્ષિં, અરિટ્ઠનેમિઁ નમંસામિ || ૪ || ચત્તારિ અટ્ઠ દસ દોય, વંદિયા જિણવરા ચઉવ્વીસં । પરમટ્ન નિદ્ઘિ અટ્ઠા સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ ॥ ૫ ॥ આ સૂત્રમાં સિદ્ધભગવન્તોની સ્તુતિ મુખ્યત્વે કરેલી છે તેથી આ સૂત્રનું બીજું નામ ‘‘સિદ્ધસ્તવ’ છે. તથા બીજી-ત્રીજી ગાથામાં ભગવાન મહાવીરસ્વામીની, ચોથી ગાથામાં નેમનાથ ભગવાનની, અને પાંચમી ગાથામાં અષ્ટપદાદિ તીર્થોની સ્તુતિ કરેલી છે. નમુન્થુણં, અરિહંત ચેઇયાણું, લોગસ્સ, પુક્ષરવરદીવર્ડ્સે અને સિદ્ધાણં બુદ્ધાણં આ પાંચ સૂત્રો દેવવંદનનાં મુખ્ય સૂત્રો છે. તેથી તે પાંચને દંડકસૂત્રો કહેવાય છે. તે પાંચેનાં બીજાં નામો અનુક્રમે શક્રસ્તવ, ચૈત્યસ્તવ, નામસ્તવ, શ્રુતસ્તવ, અને સિદ્ધસ્તવ છે. આ સૂત્રની પાંચે ગાથાઓના અર્થ આ પ્રમાણે છે. સિદ્ધ થયેલા, કેવળજ્ઞાન પામેલા, સંસારના પારને પામેલા, અનુક્રમે પરંપરાએ મોક્ષે ગયેલા, લોકના અગ્રભાગે જઈને વસેલા, એવા સર્વ સિદ્ધ ભગવન્તોને મારા હંમેશાં નમસ્કાર થજો. ॥ ૧ ॥ જે દેવોના પણ દેવ છે, જેમને દેવો પણ હાથ જોડી નમસ્કાર કરે છે, વળી જે દેવોના દેવો(ઇન્દ્રો)થી પણ પૂજાયેલા છે તે ભગવાન મહાવીર સ્વામીને હું મસ્તક વડે વંદન કરું છું. ॥ ૨ ॥ જિનેશ્વરોમાં વૃષભસમાન (સર્વોત્તમ) એવા ભગવાન મહાવીર સ્વામીને કરાયેલ એક પણ નમસ્કાર સંસારરૂપી સાગરથી સ્ત્રી તથા પુરુષોને અવશ્ય તારે છે || ૩ || ઉજ્જયંત (ગિરનાર) પર્વતના શિખર ઉપર જે ભગવાનની દીક્ષા કેવળજ્ઞાન અને નિર્વાણ એમ ત્રણ કલ્યાણક થયેલાં છે તે ધર્મચક્રવર્તી Page #129 -------------------------------------------------------------------------- ________________ એવા નેમનાથ પ્રભુને હું નમસ્કાર કરું છું. || ૪ || ચાર, આઠ, દસ અને બે, આ સંખ્યા વડે જ્યાં ચોવીશે જિનેશ્વર ભગવન્તો વંદાયેલા છે તથા પરમાર્થ (અન્તિમ મોક્ષફળ) પામવા વડે જેઓ કૃતકૃત્ય બની ચૂક્યા છે તેવા હે સિદ્ધ ભગવન્તો ! મને હંમેશાં સિદ્ધિપદઆપો. ।। ૫ ।। આ સૂત્રની પાંચમી ગાથામાં “ચત્તારિ-અટ્ઠ,દસ-દોય” ૪-૮-૧૦-૨ જે પદો છે તેનો જુદા-જુદા ગણિત પ્રમાણે અર્થ કરવાથી અનેક તીર્થોને નમસ્કાર થાય છે. તે અર્થો આ પ્રમાણે છે :(૧) ૪ + ૮ + ૧૦ + ૨ = એમ ચારે આંકનો સરવાળો કરવાથી ૨૪ થાય છે. અષ્ટાપદ પર્વત ઉપર ભરતમહારાજાએ ચારે દિશામાં આ પ્રમાણે ચોવીશે ભગવાનની મૂર્તિઓ ભરાવી છે. તેથી “અષ્ટાપદ”ને વંદન થાય છે. (૨) ૪×૮, + ૧૦૪૨ - ચારને આઠે ગુણતાં ૩૨, દસને બે વડે ગુણતાં વીસ, પછી બત્રીસ અને વીસનો સરવાળો કરતાં પર નો આંક બને છે. નંદીશ્વર દ્વીપમાં ચારે દિશામાં તેરતેર એમ બાવન (૫૨) જૈનચૈત્યો શાશ્વત આવેલાં છે. તેથી તે શાશ્વત જૈન ચૈત્યોવાળા નંદીશ્વરને વંદન થાય છે. (૩) પહેલું પદ જે ‘“ચત્તારિ” છે તેનો અર્થ ૪ ન કરતાં, ચત્ત એટલે ત્યજ્યા છે અને અરિ એટલે દુશ્મનો જેણે એવા ‘“ચત્તઅરિ’ દુશ્મનોનો ત્યાગ કરનારા એવા ૮ + ૧૦ + ૨ =૨૦ વીસ તીર્થંકર ભગવન્તો સમેતશિખર ઉપર નિર્વાણ પામ્યા છે. તેથી સમેતશિખરને વંદના થાય છે. તથા હાલ વર્તમાનકાળે વીસ વિહરમાન ભગવંતો વિચરે છે તેમને નમસ્કાર થાય છે. (૪)_૪ + ૮ ×૧૦× ૨ ૨૪૦ ચાર-આઠનો સરવાળો કરી તેને દસ વડે અને પછી બે વડે ગુણવાથી કુલ બસો ચાલીસ ૧. કૃતકૃત્ય જેમનાં સઘળાં કાર્યો થઈ ચૂક્યાં છે તે. ૨ શાશ્વત = નિત્ય-સદાકાયમી. ૩ વિહરમાન = વિચરતા - હાલ વિદ્યમાન, પ્રતિસ્પદ સ્ત્ર- ૧૨૫ = = = Page #130 -------------------------------------------------------------------------- ________________ થાય છે. પાંચ ભરત તથા પાંચ ઐરાવત ક્ષેત્રમાં હાલ જે ચોવીસ ચોવીસ તીર્થકર ભગવન્તો થાય છે તે દસે ક્ષેત્રોના ચોવીસ ચોવીસ એમ બસો ચાલીસ તીર્થકરોને વંદના થાય છે. (૫) ૪ + ૮નો વર્ગ + ૧૦નો વર્ગ + ૨ = અહીં આઠનો વર્ગ ૬૪, અને દસનો વર્ગ ૧૦૦ લઈએ અને પછી સરવાળો કરીએ તો ૪ + ૬૪ + ૧૦૦ + ૨ = ૧૭૦ થાય છે. અઢી દ્વીપમાં વધુમાં વધુ એક સાથે વિચરતા તીર્થકરભગવત્તો ૧૭૦ હોય છે તેમને નમસ્કાર થાય છે. (૬) “ચત્તારિ” જે પહેલું પદ છે તેનો અર્થ ચત્ત+ અરિત્યજ્યા છે દુશ્મનો જેઓએ એવો અર્થ કરી ૮ + ૧૦ + ૨ = ૨૦ સરવાળો પછી ફરીથી આ ચારે સંખ્યા લેવી. ૨૦૪ વીસ ભાગ્યા ચાર બરાબર પાંચ, પ+૮+ ૧૦= ૨૩, દોય પદનો અર્થ અંકો બેવાર ગણવા આવો અર્થ થવાથી શત્રુંજ્ય પર્વત ઉપર ત્રેવીસ તીર્થંકરભગવન્તો પધાર્યા છે એને અર્થથી શત્રુંજ્યને પણ વંદના થાય છે. આવી રીતે અંકોની જુદી જુદી ગણિતની રીતિ મુજબ અનેક અર્થો થાય છે. ( શ્રી વેચાવચ્ચગરાણં સૂત્ર - ૨૪) વેચાવણ્યગરા, સતિગરાણ સન્મદિકિમાહિષ્ણરાણું કરેમિકાઉસગ્ગા. જૈન શાસનની વૈયાવચ્ચ (સાર-સંભાળ) કરનારા, ચતુર્વિધ શ્રીસંઘને શાત્તિ કરનારા, સમ્યગ્દષ્ટિજીવોને સમાધિ આપનારા એવા શાસનાધિષ્ઠાયક (શાસનરક્ષક) દેવોની આરાધના માટે હું કાઉસગ્ન કરું આ સ્તોત્ર શાસનરક્ષક દેવોની આરાધના માટે છે. પ્રથમનાં ત્રણ પદો તેઓનાં વિશેષણો છે. ચોથી થોય દેવોની આરાધના માટે છે. તેથી ચોથી થાય બોલતી વખતે સિદ્ધાણં બુદ્ધાણં સૂત્રની પછી આ સૂત્ર બોલાય છે. શાસનરક્ષક દેવો અવિરતિ હોવા છતાં નિશ્ચિત સમ્યકત્વવાળા છે. Page #131 -------------------------------------------------------------------------- ________________ અને શાસન પ્રત્યે તથા તેના આરાધકો પ્રત્યે ભક્તિભાવવાળા છે. તથા શક્તિશાળી છે તેથી ધર્મઆરાધના વખતે વારંવાર તેઓને સંભાળવામાં આવે છે. – શ્રી ભગવાનદં સૂત્ર - ૨૫ ) ભગવાનé, આચાર્જહ, ઉપાધ્યાયહ, સર્વસાધુહા અરિહંત અને સિદ્ધ એમ બન્ને પ્રકારના ભગવન્તોને, તથા આચાર્ય મહારાજાઓને, ઉપાધ્યાયજી મહારાજાઓને, અને સર્વસાધુભગવન્તોને મારા વારંવાર નમસ્કાર હોજો || આ નાના સૂત્રમાં પાંચ પરમેષ્ઠીને નમસ્કાર કરવામાં આવ્યો છે. પ્રથમ પદમાં બન્ને પ્રકારના દેવો (પરમાત્માઓ) લીધા છે. બાકીનાં ત્રણે પદમાં ત્રણ પ્રકારના ગુરુમહારાજાઓ લીધા છે. એમ સંક્ષેપથી પાંચ પરમેષ્ઠીને નમસ્કાર કરેલા છે. (શ્રી દેવસિઅ-પફિક્કમ હાઉ સૂત્ર-૨૬) ઇચ્છાકારેણ સંસિહભગવાદેવસિસ(સઈ) પડિ કમાણે ઠાઉં ? ઇચ્છ, સવ્વસ્સવિ દેવસિસ, દુઐિતિએ, દુભાસિઅ, દુિિકઅ, મિચ્છા મિ દુકડા આ સૂત્રમાં દિવસ (અથવા રાત્રિ) સંબંધી લાગેલાં તમામ પાપોની અત્યંત સંક્ષેપમાં માફી (મા) માગવામાં આવી છે. તેનો અર્થ એ પ્રમાણે : હે ભગવાન ! તમે ઇચ્છાપૂર્વક આજ્ઞા આપો તો હું આજના દિવસનાં લાગેલાં પાપોનું પ્રતિક્રમણ કરવા ઇચ્છું છું (અહીં ગુરુજી વચ્ચે “ઠાએહ” = તું પાપોની આલોચના કર.” એમ અનુમતિ (રજા) આપે છે) પછી શિષ્ય “ઇચ્છે” કહી તમારી અનુમતિને હું સ્વીકારું છું એમ કહીને પોતાનાં પાપોની ક્ષમા માગે છે મેં આજના આખા દિવસ દરમ્યાન જે કંઈ પણ દુષ્ટ ચિંતવન કર્યું હોય, દુષ્ટ ભાષણ કર્યું હોય, અને કાયાથી દુષ્ટચેષ્ટા :::: , , , , Page #132 -------------------------------------------------------------------------- ________________ કરી હોય, તે સર્વપાપોની હું ક્ષમા માગું છું. II - શ્રી ઇચ્છામિ કામિ સૂગ - ૨૭) ઇચ્છામિ કામિ કાઉસગ્ગ, જો મે દેવસિઓ આઈઆરો કઓ, કાઈઓ, વાઇઓ, માણસિઓ, ઉસરો, ઉમ્મગ્ગો, અકખો, અકરણિયો, દુઝાઓ, દુર્વિચિંતિઓ, આણાચારો, અણિચ્છિાળ્યો, અસાવગપાઉો , નાણે, દંસણે, ચરિત્તાચરિત્ત, સુચે સામાઈએ, વિહે ગુણ ચકહે કસાયાણ, પંચમહમણુવજાણં, તિણ ગુણવ્યવાણું, ચહ્રિસિફખાવયાણ, બારસવિહરસસાવગધખસ્સ જં ખંડિ, જે વિસહિઅં, તસ્સ મિચ્છા મિ દુકકડ II આ સૂત્રમાં દિવસ (તથા રાત્રિ) સંબંધી લાગેલાં પાપોનાં પ્રાયશ્ચિત સ્વરૂપે કાયોત્સર્ગ કરવાની ઇચ્છા વ્યક્ત કરવામાં આવે છે. તથા જે જે પ્રકારે પાપોથયાં હોય, અથવાપાપોથવાનો સંભવ છે તે પ્રકારોનું વર્ણન કરીને તેવા તેવા પ્રકારો વડે બંધાયેલા પાપોની ક્ષમા માગવામાં આવે છે. - હે પ્રભુ! હું કાઉસ્સગ્ન કરવાને ઇચ્છું . મારા આત્માએ દિવસ સંબંધી જે કોઈ અતિચાર (પાપો) કર્યો હોય, તે કાયાથી વચનથી અથવા મનથી કર્યા હોય, ભગવન્તના સૂત્રવિરુદ્ધ પ્રરૂપણા કરવાથી, ન કરવા યોગ્ય એવાં દુષ્ટ કાર્યો કરવાથી, આર્તધ્યાન તથા રૌદ્રધ્યાન જેવાં દુષ્ટ ન કલ્પે તેવાં (ઘાણી ચલાવવી, ઘંટી ચલાવવી વગેરે) કાર્યો કરવાથી, અનિચ્છનીય કાર્યો કરવાથી, જે કંઈ પાપો લગાડ્યાં હોય, તથા જ્ઞાન, દર્શન, દેશવિરતિ ચારિત્ર, શ્રુતજ્ઞાન અને સામાયિકાદિ ધર્માનુષ્ઠાનો કરવા-કરાવવામાં તથા ત્રણ પ્રકારની ગુપ્તિ પાળવામાં જે કંઈ ભૂલચૂક કરી હોય, તથા ચાર પ્રકારના કષાયો કર્યા હોય, તથા શ્રાવક જીવનનાં પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રતો અને ચાર શિક્ષાવ્રતો, એમ બાર પ્રકારના શ્રાવકધર્મના વ્રતોમાં જે કંઈ ખંડના કરી હોય તથા જે કંઈ વિરાધના – આશાતના કરી હોય, તે સંબધી સર્વે મારા પાપ મિથ્યા થજો. તે પાપો : :: Page #133 -------------------------------------------------------------------------- ________________ સંબંધી હું મિચ્છા મિ દુક્કડં માગું છું. અણુવ્રત, ગુણવ્રત અને શિક્ષાવ્રતનું સ્વરૂપ હવે પછી આવનારા વંદિત્તા સૂત્રમાં સમજાવીશું. ગુપ્તિ અને અને કષાયનું સ્વરૂપ પંચેન્દિયસૂત્રમાં કહેલું છે. જ્ઞાન-દર્શનાદિ આરાધનાના યોગો બરાબરસેવ્યા ન હોય, અને વિરપાનાનાં કાર્યો કર્યા હોય તે સંબંધી લાગેલાં પાપોની હું ક્ષમા માગું છું. (શ્રી નારંમિ-દંસણમિ = પંચાચાર સૂત્ર - ૨૮નાસંમિ દંસણંમિ અ, ચરસંમિ, તવોમિતરાવરિચંમિ આચરણે, આયારો, ઈસ એસો પંચહા ભણિઓ ૧ . આ સૂત્રની કુલ ૮ ગાથા છે. તેમાં જ્ઞાનાચારાદિ પાંચ આચારોનું વર્ણન છે. તેમાં જણાવ્યા પ્રમાણે પ્રવર્તન કરીએ તો આચાર કહેવાય એટલે આ સૂત્રનું નામ “પંચાચાર”ની આઠ ગાથા એમ કહેવાય છે. અને જો તેમાં કહ્યા કરતાં ઊલટું આચરણ કરીએ તો અતિચાર (પાપ-દોષ) લાગે. તેથી તે પ્રમાણે ન વર્તીએ તો “અતિચાર”ની આઠ ગાથા એમ પણ કહેવાય છે. (૧) જ્ઞાન, (૨) દર્શન, (૩) ચારિત્ર, (૪) તપ, તથા (૫) વીર્ય આત્માના આ પાંચે ગુણોની વૃદ્ધિ કેમ થાય એવી જે જે આચરણા તેને શાસ્ત્રકારો આ પાંચ પ્રકારનો આચાર કહે છે. (જ્ઞાનની વૃદ્ધિ થાય તેવી પ્રવૃત્તિ તે જ્ઞાનાચાર, (૨) દર્શનની વૃદ્ધિ થાય તેવી પ્રવૃત્તિ તે દર્શનાચાર, એમ પાંચમાં સમજવું. હવે પછીની ગાથાઓમાં એકેક આચારનું વર્ણન સમજાવે છે. તે ૧ || “કાલે વિણએ બહુમાણે, ઉવહાણે તલ અનિવણી વંજણ અલ્થ તદુભ, અઠવિહો નાણમાચારો | ૨ || (૧) જે કાળે જે ભણવાની શાસ્ત્રાજ્ઞા હોય તે કાળે તે ભણવું તે કાલાચાર, (૨) જ્ઞાની પુરુષોનો બરાબર વિનય કરવો તે વિનયાચાર, (૩) જ્ઞાની પુરૂષો, ભણાવનાર, તથા જ્ઞાન અને જ્ઞાનનાં સાધનો પ્રત્યે અંદરનો Page #134 -------------------------------------------------------------------------- ________________ પ્રેમભાવરાખવો તે બહુમાનાચાર, (૪) સૂત્રો ભણવા માટે યથાયોગ્ય તપાનુષ્ઠાન કરવું. તે ઉપધાનાચાર. (૫) ભણાવનાર ગુરુજીને ન ઓળવવા તે અનિcવણાચાર, (૬) સૂત્રો અત્યંત સ્પષ્ટ ઉચ્ચારપૂર્વક બોલવાં તે વ્યંજનાચાર, (૭) સૂત્રોના અર્થો શુદ્ધ વિચારવા તે અર્થાચાર, (૮) સૂત્ર તથા અર્થ એમ ઉભય યથાર્થ વિચારવાં તે ઉભયાચાર. આ બીજી ગાથામાં જ્ઞાનાચારના આઠ આચારો જણાવ્યા છે. તેમાં કહ્યા મુજબ યોગ્યકાળ, વિનય-બહુમાન-તપપૂર્વ ભણીએ, ગુરુજીને ન ઓળવીએ, સૂત્ર-અર્થ-ઉભય સ્પષ્ટ બોલીએ તો જ્ઞાનાચાર આરાધ્યો કહેવાય, તે પ્રમાણે જ્ઞાનાચારના આઠભેદો સમજવા. અને જો તેમાં લખ્યા મુજબ ન વર્તીએ તો જ્ઞાનાચારના આઠ અતિચારો કહેવાય છે. એમ સર્વગાથાઓમાં સમજી લેવું. ૫ ૨ | નિરસંઅિ નિર્કખિઅ, નિવિનિગિરછા અમૂટ્રિઠિ આ ઉવધૂહ થિરીકરણે, વચ્છલ્લ પભાવણે અટક || ૩ || આ ગાથામાં દર્શનાચારના આઠ આચારો બતાવેલા છે. તે આ પ્રમાણે છે. (૧) જિનેશ્વરપ્રભુનાં કહેલાં વચનોમાં બિલકુલ શંકા કરવી નહિ તે નિઃશંકિતાચાર. (૨) ગમે તેવા ચમત્કારો દેખાય તો પણ અન્ય મતની ઇચ્છા કરવી નહિ, તે નિશંકિતાચાર. (૩) સાધુ-સાધ્વીજી મ.નાં મલ-મલીન વસ્ત્રો દેખી તેમના પ્રત્યે દુર્ગછા ન કરવી તે અથવા ધર્મના ફળમાં સંદેહ ન કરવો તે નિર્વિતિગિચ્છાચાર. (૪) મિથ્યા મતિઓના ઠાઠમાઠ દેખી સાચા માર્ગથી ડામાડોળ ન થવું તે અમૂઢદષ્ટિ આચાર. ૧ ઓળવવા = છુપાવવા. ર અન્ય મતની = બીજાના ધર્મની, બીજા મતની, ૩ દુર્ગછા = ધૃણા-નિન્દા, ટીકા. ૪ મિથ્યામતિ = મિથ્યાષ્ટિ. ૫ ડામાડોળ = અસ્ત-વ્યસ્ત, ચલિત Page #135 -------------------------------------------------------------------------- ________________ (૫) સમ્યગ્દષ્ટિ જીવોના થોડા પણ ગુણોની પ્રશંસા કરવી તે ઉપબૃહણાચાર. (૬) ધર્મનપામેલા,અને ધર્મથી પતિત થતા જીવોને સ્થિર કરવા તે સ્થિરીકરણાચાર. (૭) સાધર્મિક ભાઈઓનું અનેક પ્રકારે હિત વિચારવું, તે વાત્સલ્યાચાર. (૮) બીજા લોકો પણ જૈન ધર્મની અનુમોદના કરે તેવાં કાર્યો કરવાં તે પ્રભાવનાચાર. ઉપરોક્ત આઠ આચારો પાળવાથી પોતાનામાં, અને પોતાના સંપર્કમાં આવનારા બીજામાં પણ ધર્મશ્રદ્ધા વધે છે. રુચિ-પ્રીતિ વધે છે. દર્શનશુદ્ધિ નિર્મળ થાય છે. માટે આ દર્શનાચારના આઠ ભેદો કહેવાય છે. ૩ II “પણિહાણ જોગ જતો, પંચહિં સમિઈહિં તીહિં ગુનાહિં ! એસ ચરિત્તાયારો, અઠવિહો હોઈ નાયબ્બો ૪ || આ ગાથામાં ચારિત્રાચારના આઠ આચારોનું વર્ણન કરેલું છે. તે આ પ્રમાણે છે. મન-વચન અને કાયાની એકાગ્રતા-સ્થિરતા તેને પ્રણિધાન કહેવાય છે. તે ત્રણે યોગોની સ્થિરતા રૂપ પ્રણિધાનયોગથી યુક્ત એવા આત્માઓ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું જે પાલન કરે તે જ આઠ પ્રકારનો ચારિત્રાચાર સમજવો. તેનાથી ધર્મરૂપી પુત્રની ઉત્પત્તિ થાય છે. માટે આ આઠને માતા કહેવાય છે. તે જ ! “બારસવિહંમિતિ તવે, સર્ભિતર બાહિરે કુસલદિઠે ! અગિલાઈ અણાજીવી, નાયબ્દો સો તવાચારો || ૫ ચોથો જે આચાર તે તપાચાર, તેના બે ભેદ છે. (૧) બાહ્ય અને (૨) અભ્યત્તર, જે તપ શરીરને તપાવે, બહારથી દેખી શકાય, જે જોઈને ૧ અનુમોદના= પ્રશંસા. Page #136 -------------------------------------------------------------------------- ________________ લોકો આપણને તપસી કહે, જેનાં માન-બહુમાન થાય તે બધો બાહ્યતા કહેવાય છે. બાહ્ય અને અભ્યત્તર એમ બન્ને પ્રકારના તપના છ-છ ભેદો છે. કુશલ (એવા જ્ઞાની) મહાપુરુષોએ બતાવેલા (૬) બાહ્ય અને (૬) અભ્યત્તર એમ બારે પ્રકારના તપોને વિષે ખેદ ન થાય તેમ, તથા આજીવિકાની બુદ્ધિ ન થાય તેમ પ્રયત્ન કરવો જોઈએ. તે જ તપાચાર કહેવાય છે. તપતેવો અને તેટલો કરવો કે જેથી તેમાં ખેદ-કંટાળો-ઉદ્વેગ કે ક્રોધાગ્નિ ન આવે તે “અગિલાઈ” કહેવાય છે. અને બે-ચાર દિવસના ઉપવાસ કરીશું તો તેટલા દિવસ તો ખાવાનું બચશે એવી બુદ્ધિ ન રાખીને તપ ઉપરના ઘણા જ બહુમાનથી તપ કરવો તે “અણાજીવી” કહેવાય છે. હવે પછીની બે ગાથાઓમાં ૬ બાહ્ય અને ૬ અભ્યત્તર તપના ભેદો જણાવે છે. તે ૫ || “અણસણ મુણોઅરિયા, વિત્તીસંખેવણ રસચ્ચાઓ કાચકિલેસો સલીણચાય, બન્નો તવો હોઈ || ૬ | આ ગાળામાં બાહ્યતાના ૬ ભેદોનાં નામો છે. તે આ પ્રમાણે છે : (૧) અણસણ = આહારનો સર્વથા ત્યાગ કરવો તે, તેના ૨ ભેદ છે. સર્વઅણસણ અને દેશઅણસણ. ચોવિહાર ઉપવાસ-છઠ્ઠ, અઠ્ઠમ વગેરે જે કરાયતેમાં બધા જ આહારનો ત્યાગ કરવાથી “સર્વઅણસણ” કહેવાય છે. અને તિવિહાર ઉપવાસ-એકાસણું-આયંબિલ-બેસણું વગેરે જે તપ કરાય તેમાં અંશે આહારનો ત્યાગ છે માટે “દેશઅણસણ” કહેવાય છે. આહારના ચાર પ્રકાર છે જે ખાવાથી પેટ ભરાય. રોટલા-રોટલીભાત-ભાખરી-કીચડી વગેરેને અણશન કહેવાય છે. જે પીવાય તે પાણી પાન કહેવાય છે. જે ખવાય પરંતુ પેટ ન ભરાય તે ખાદિમ મેવા-ધાણી ચણા-સીંગ-ફુટ વગેરે, અને જે સ્વાદ પૂરતું ચપટી જ ખવાય પરંતુ વધારે ન ખવાય તે સ્વાદિમધાણાની દાલ, વરિયાળી, સોપારી, એલચી વગેરે આ ચારે આહારનો જેમાં ત્યાગ કરાય તે ચોવિહાર અર્થાત્ સર્વઅણસણ ક . .. Page #137 -------------------------------------------------------------------------- ________________ કહેવાય છે. એ જ પ્રમાણે એકાસણાદિને પણ દેશઅણસણ કહેવાય છે કારણ કે તેમાં અંશે આહારનો ત્યાગ છે. (૨) ઉણોદરિકા = પેટમાં જે કંઈ ભૂખ હોય તેના કરતાં કંઈક પણ ઓછું ખાવું તે. શાસ્ત્રમાં પુરુષનો ખોરાક ૩૨ કવલ, અને સ્ત્રીઓનો ખોરાક ૨૮ કવલ કહેલો છે. તેનાથી બે-પાંચ પણ કોળિયા ઓછા ખાવા તે ઉણોદરિકા તપ. (૩) વૃત્તિ સંક્ષેપ = ઇચ્છાઓને રોકવી, ટુંકાવવી તે વૃત્તિસંક્ષેપ. જેમ કે આખા દિવસમાં ૨૫ દ્રવ્યોથી વધારે ખાવાં નહિ, બે કે ત્રણ ટાઈમથી વધુ ભોજન કરવું નહિ. લારી-ગલ્લા ઉપર ખાવું-પીવું નહિ, ચાલતાં ચાલતાં કે ઊભાં ઊભાં ખાવું-પીવું નહિ ઇત્યાદિ ઈચ્છાઓને ટુંકાવવી તે. (૪) રસત્યાગ = રસવાળી, માદક અથવા વિશિષ્ટ વસ્તુઓનો ત્યાગ કરવો તે મધ-માંસ-મદિરા અને માખણ આ ચાર મહાવિગઈઓનો સંપૂર્ણત્યાગ, તથા ઘી-તેલ-દૂધ-દહીં-ગોળ-પકવાન આ છ વિગઈઓનો પણ યથાયોગ્યત્યાગ તથા કેરી-શિખંડ-બાસુદી કે મીઠાઈજેવી મહત્વવાળી વસ્તુનો ત્યાગ તે. (૫) કાયકલેશ= કાયાને કષ્ટ આપવું તે. ઊભા-ઊભા કાઉસ્સગ્ન કરવો, વિહાર કરવો, માથે લોચાદિ કરવા, શરીરની ટાપટીપ ન કરવી વગેરે. (૬) સંલીનતા = મનમાં થતી વિષયોની વાસના રોકવી. અથવા શરીરના અવયવો અને અંગ-ઉપાંગને સંકોચી રાખવાં. બિભત્સ લાગે તેમ ન વર્તવું તે. આ છ પ્રકારનો તપ શરીરને શોષે છે. આ તપ કરનાર તપસી કહેવાય છે. લોકો તેનાં માન-સન્માન કરે છે. માટે બાહ્યતપ કહેવાય છે. આ ૬ ! “પાયશ્ચિત્ત વિણઓ, વેચાવચ્ચે તહેવ સજાઓ ઝાણ ઉસગ્ગો વિચ, અભિંતર તવો હોઈ I ૭ II આ ગાથામાં છ પ્રકારના અભ્યત્તર તપનું વર્ણન છે. જે તપ Page #138 -------------------------------------------------------------------------- ________________ શરીરને ન તપાવે પરંતુ આત્માને તપાવે, જેને લોકો ન જોઈ શકે તે અભ્યત્તર તપ કહેવાય છે. (૧) પ્રાયશ્ચિત = કરેલી ભૂલોની ક્ષમા માગવી, ભૂલોના બદલામાં દંડ સ્વીકારવો. ફરીથી આવી ભૂલો ન થાય તે માટે જાગ્રત રહેવું. તેના દશ ભેદો છે. (૨) વિનય = ગુણવાન વ્યક્તિઓ પ્રત્યે નમ્ર સ્વભાવ રાખવો. આપણામાં જ્ઞાનાદિ ગુણો કેમ આવે તે માટે તેમના આજ્ઞાંક્તિ બનવું તે. (૩) વૈયાવચ્ચ = ગુણવાન વ્યક્તિઓ, ઉપકારી પુરુષો અને વડીલો વગેરેની આહારાદિથી સેવાભક્તિ કરવી, માંદગીમાં શારીરિક શુશ્રુષા કરવી તથા સામાન્ય કોઈપણ ધર્મી જીવની સેવા-ભક્તિ-શુશ્રુષા કરવી તે. (૪) સ્વાધ્યાય = જેમાં આત્માનું હિત થાય તેવું અધ્યાત્મ અને વૈરાગ્યને વધારનાર જ્ઞાન ભણવું, શાસ્ત્રો વાંચવાં, ચિંતન-મનન કરવું, મહાપુરુષોએ બનાવેલા ગ્રન્થો કંઠસ્થ કરવા. અર્થો વિચારવા, આત્મા સંસારથી પર બને તેવું જ્ઞાન મેળવવું તે. (૫) ધ્યાન = જેમ જેમ ઉત્તમ સ્વાધ્યાય વધતો જાય તેમ તેમ એકાગ્રતાપૂર્વક તેનું મનન કરવું. તે વિષેના વિચારોમાં અત્યંત સ્થિર થવું (૬) કાયોત્સર્ગ = અધ્યાત્મ અને વૈરાગ્યને વધારનાર જ્ઞાન દ્વારા શારીરિક સ્થિરતા વધતાં તેમાં વધુ ને વધુ લયલીન બનવા માટે કાયાની તમામ ચેષ્ટાઓ ત્યજી દઈને અત્યંત એકાગ્ર બનવું તે. આ છ પ્રકારના અત્યંતર તપ વડે આત્માનાં ઘણાં કર્મો ક્ષય થાય છે. બન્નેને પ્રકારનાં તપો પરસ્પર ઉપકારક છે. બાહ્યતા એવો કરવો કે જેનાથી અત્યંતર તપની વૃદ્ધિ થાય. અને અત્યંતરતપ એવો કરવો કે ૧ કંઠસ્થ = મુખપાઠ કરવો તે. ૨ અધ્યાત્મ = આત્મા ભણી જે દૃષ્ટિ. ૩ વૈરાગ્ય = સંસારનો રાગ ઘટી જવો. Page #139 -------------------------------------------------------------------------- ________________ જેનાથી બાહ્યતા પ્રાપ્ત થાય. / ૭ II અણિગુહિઅબાલવીડિઓ, પરમ્પઈ જો જહુમાઉનો. જઈ આ જહાયામ, નાચવ્યો વીરિઆચારો || ૮ || મન-વચન અને અને કાયાના બળને બિલકુલ છુપાવ્યા વિના, તીર્થંકરભગવત્તોએ એમ કહ્યું છે તેમ, જે ઉદ્યમ કરે છે તથા શક્તિ પ્રમાણે ધર્મકાર્ય કરે છે તે વીર્યાચાર જાણવો. || ૮ || આ પાંચમો વીર્યાસ્ચર છે. આત્મામાં પ્રગટ થયેલી વીર્યશક્તિનો શક્તિને અનુસારે પણ ધર્મકાર્યોમાં ઉપયોગ કરવો. તેના ત્રણ ભેદ છે. (૧) મન-વચન અને કાયાના બળને બિલકુલ છુપવાનું નહીં, સંતાડવું નહીં. (૨) તીર્થંકરભગવન્તોએ એમ કહ્યું છે તેમ ધર્મકાર્યોમાં જે ઉદ્યમ કરવો તે. (૩) પોતાની શક્તિને અનુસાર ધર્મકાર્યોમાં પ્રવૃત્તિશીલ બનવું. પરંતુ શક્તિનો અતિરેક ન કરવો. ૫ ૮ / (“શ્રી સુગુરુવંદન સૂત્ર - ૨૯) ઇચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવાણિજાએ નિસાહિઆએ અણજાણહ મે મિઉગ્રહ, નિાસીહિ, “અહો-કાર્ય-કાર-સંફા”, ખમણિજો ભકિલામો, અપ્પ કિલંતાણં બહુભેણ બે દિવસો વઇક્કતો ? જત્તા ભે? જવણિ ચ ભે? ખામેમિ ખમાસમણો, દેવસિ વઈકમાં આવેક્સિઆએ પડિકમામિ ખમાસમણાણ દેવસિઆએ આસારાણાએ તિતસન્નચરાએ જે કિંચિ મિચ્છાએ મણકુકડાએ વય દુકડાએ, કાયદુડાએ કોહાએ માણાએ માયાએ લોહાએ સવ્વકાલિઆએ, સવ્વામિચ્છોયારાએ સવ્વાધમાઈક્કમણા આસાયણાએ જો મે આઈચારો કસો તરસ ૧ પ્રવૃત્તિશીલ = વધારે પ્રયત્નવાળા. ૨ અતિરેક = અધિક. :::: : ' Page #140 -------------------------------------------------------------------------- ________________ ખમાસમણો: પડિકમામિ નિંદામિ ગરિવામિ અખાણ વોસિરામિા જે મહાત્માઓએ આપણને ધર્મ, ધર્મનું સમ્યજ્ઞાન, ધર્મના સંસ્કારો અત્યંત કરુણા કરીને આપ્યા છે તે મહાત્માઓને હૈયાના અતિશય ઉલ્લાસપૂર્વક વિનયથી વંદન કરવું તે સુગુરુવંદન.તેના ત્રણ ભેદ છેઃ (૧) જઘન્ય, (૨) મધ્યમ, (૩) ઉત્કૃષ્ટ, આ ત્રણેનાં બીજાં પણ ત્રણ નામો છે : (૧) ફેટાવંદન, (૨) થોભવંદન, (૩) દ્વાદશાવર્તવંદન. જ્યાં “મસ્થએ વંદામિ” એટલું જ માત્ર બોલી મસ્તક નમાવી પ્રણામ માત્ર કરવામાં આવે તે જઘન્યવંદન અથવા ફેટાવંદન કહેવાય છે. જ્યાં બેખમાસમણ આપી ઇચ્છકારસૂત્ર બોલીખમાસણપૂર્વક અભુઠિઓ ખામી વંદન કરવામાં આવે છે તે મધ્યમવંદન અથવા થોભવંદન કહેવાય છે અને જયાં આ સૂત્ર બે વાર બોલવાથી વિધિપૂર્વક ગુરુજીને વંદન કરાય તે ઉત્કૃષ્ટવંદન અથવા દ્વાદશાવર્તવંદન કહેવાય છે. વંદન કરવા યોગ્ય સુગુરુ પાંચ પ્રકારના હોય છે. (૧) આચાર્ય, (૨) ઉપાધ્યાય, (૩) પ્રવર્તક', (૪) સ્થવિર, (૫) રત્નાધિક. આ સુગુરુવાંદણાં” સૂત્રમાં બાર વખત બન્ને હાથના આવર્તો આવે છે. તેથી તેનું નામ “દ્વાદશાવર્તવંદન” કહેવાય છે. (૧) પ્રતિક્રમણ કરવાના અવસરે, (૨) સ્વાધ્યાય કરવાના અવસરે, (૩) કાયોત્સર્ગ કરવાના અવસરે, (૪) અપરાધો ખમાવવાના અવસરે, (૫) ગુરુજીની પાસે આલોચના સ્વીકારતાં, (૬) પચ્ચકખાણ કરતી વખતે, (૭) મહેમાન સાધુ બહારથી વિહાર કરીને પધારે ત્યારે, (૮) વિશિષ્ટ ઉત્તમ એવું ધર્મકાર્ય કરતી વખતે, એમ આઠ જગ્યાએ આ સૂત્ર બોલવા વડે ગુરુજીને વંદન કરાય છે. આ ગુરુવંદન કરવાથી આત્મામાં છ ગુણોની પ્રાપ્તિ થાય છે. (૧) વડીલોનો વિનય, (૨) નિરભિમાનતા, (૩) ગુરુજનોની સેવા, (૪) તીર્થંકર ભગવન્તોની ૧ પ્રવર્તક =બીજાઓને ધર્મમાં પ્રવર્તાવે તે. ૨ સ્થવિર = ઉંમર વૃદ્ધ. ૩ રત્નાધિક = સંયમપર્યાયથી અધિક. Page #141 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાનું પાલનપણું, (૫) શ્રુતધર્મ-સમ્યજ્ઞાનની આરાધના, (૬) મોક્ષપદની પ્રાપ્તિ. આ ગુરુવંદન કરતી વખતે પચીસ પ્રકારની વિધિ અવશ્ય સાચવવાની હોય છે. તેને ૨૫ આવશ્યક કહેવાય છે. (૨) અવનત : આ સૂત્ર બન્ને વખત જ્યારે બોલીએ ત્યારે કંઈક ગુરુજીને મસ્તક નમાવવું તે. (૧) યથાજાત : જન્મ વખતે શરીરની જેવી આકૃતિ છે તેવી આકૃતિ વંદન વખતે રાખવી તે. કપાળે હાથ જોડેલા, તથા ગુપ્તાંગને ઢાંકવા પૂરતું એક જ વસ્ત્ર પહેરવું તે. (૧૨) આવર્તા: અહો-કાર્ય-કાય વગેરે પદો બોલતાં હાથ ઉપર નીચે લઈ જવા તે. (૪) શીર્ષનમનઃ સંફાસ અને ખામેમિ ખમાસમણો એમ બન્ને પદ બોલતી વખતે પહેલા અને બીજા વંદનમાં એમ ચાર વાર શિષ્યોએ ગુરુજીને નમન કરવું તે. (૩) ગુતિ : ગુરુવંદન કરતી વખતે મન-વચન અને કાયાને અશુભવૃત્તિથી રોકવાં. (૨) પ્રવેશ: “અણજાણહ મે મિઉગ્નહં પદ બોલતાં ગુરુજીની વંદનાર્થે સમ્મતિ મળવાથી અવગ્રહની અંદર પ્રવેશ કરવો. કટાસણાની પાછળલી કિનારી ઉપરથી અંદરની કિનારી ઉપર આવવું. એમ બે વંદનમાં કરવું તે. (૧) નિષ્ક્રમણ : પહેલા વંદન વખતે “આવસ્સિઆએ પદ બોલતાં બહાર નીકળવું તે. આ ગુરુવંદન કરતી વખતે અનાદૃત વિગેરે ૩૨ દોષો તજવાના હોય છે. તે દોષોનું વર્ણન દેવેન્દ્રસૂરિકૃત ભાષ્યત્રયમાં બીજા ભાષ્યમાં લખેલ છે તથા આ સૂત્ર બે વાર બોલવાનું હોય છે. તેમાં બીજીવાર ૧ આકૃતિ = આકારવિશેષ. ર અનાદત = ગુરુજીનો અનાદર કરવો તે દોષ. Page #142 -------------------------------------------------------------------------- ________________ “આવસ્ટિઆએ” એ પદ બોલવાનું હોતું નથી અને તે કારણથી કટાસણાની આગલી ધરીમાં ઊભા-ઊભા બીજું વંદન સૂત્ર પૂર્ણ કરવાનું હોય છે. પૂર્ણ થયા પછી જ પાછલી ધરી ઉપર જવાનું હોય છે. તથા ‘‘અહો-કાર્ય-કાય” આ બે બે અક્ષરોનાં ત્રણ પદો જ્યારે બોલાય છે ત્યારે પહેલા અક્ષર વડે ગુરુજીના ચરણોનો સ્પર્શ કરવારૂપ ચરવળા ઉપર મૂકેલી મુહપત્તીને હાથથી સ્પર્શ કરવાનો હોય છે. અને બીજો અક્ષર બોલતાં તે બન્ને હાથો અધવચમાં સવળા કરી કપાળે લગાડવાના હોય છે. ચરવળા અને કપાળ વચ્ચે અંતર હોવાથી હાથ ત્યાં સુધી લઈ જતાં સમય લાગે છે. માટે પહેલો અક્ષર લંબાવીને બોલાય છે. એમ ત્રણે પદ વખતે પહેલા અને બીજા વંદનમાં કરાય છે. તેને ૬ આવર્ત કહેવાય છે. તથા ‘‘જત્તા ભે, જવણિ જજંચભે’. આ ત્રણ પદો ત્રણ ત્રણ અક્ષરોનાં બનેલાં છે. પહેલો અક્ષર બોલતાં હાથ ચરવળે અડાડવાના, બીજો અક્ષર બોલતાં અધવચમાં હાથ સવળા કરવાના અને ત્રીજો અક્ષર બોલતાં હાથ કપાળે લગાડવા. એમ ત્રણે પદો બે વંદનમાં બે વાર બોલતાં છ આવો બીજાં પણ થાય છે એટલે કુલ ૧૨ આવો કહેવાય છે. આ સુગુરુવંદન સૂત્રનાં પદોનો અર્થ આ પ્રમાણે છે : હે ક્ષમાશ્રમણ ગુરુજી ! હું તમને (જાવણિજ્જાએ =) મારી શક્તિને અનુસારે (નિસીહિઆએ =) પાપવ્યાપારોનો ત્યાગ કરીને વંદન કરવા ઇચ્છું છું. તમારા પરિમીત` અવગ્રહમાં અંદર આવવાની રજા આપો. (અહીં ગુરુજી અણુજાણેહ પદ કહે છે તે વડે અંદર આવવાની રજા આપે છે.) અંદર આવતાં ફરીથી પાપવ્યાપારનો ત્યાગ કરી તમારી કાયાને મારી કાયા વડે સ્પર્શ કરતાં કદાચ કંઈ પણ કિલામણા (દુ:ખ) થાય તો હે ગુરુજી ! ક્ષમા કરજો. મનથી અત્યંત અલ્પગ્લાનિ વાળા એવા આપને આજનો દિવસ બહુ સુખે સુખ વ્યતીત થયો છે ને ? સંયમયાત્રા થોડામાં ૧ પરિમીત થોડો ખેદ, ૪ વ્યતીત = પસાર થયો. = માપસર, માપવાળો. ૨ અવગ્રહ = જગ્યા. ૩ અલ્પજ્ઞાનિ જેને તમાશ Page #143 -------------------------------------------------------------------------- ________________ સારી ચાલે છે ને? આપનું શરીર અને મન બાધેન્દ્રિયોથી પીડા તો નથી પામતું ને ? હે ક્ષમાશ્રમણ ! દિવસ સંબંધી મારાથી થયેલા અપરાધો હું ખમાવું છું. અવશ્ય કરવા લાયક કાર્યોમાં જે દોષો લગાડ્યા હોય તેને પણ હું ખાવું છું. આપ જેવા ક્ષમાશ્રમણમુનિઓની દિવસ સંબંધી તેત્રીસ આશાતનાઓમાંથી જે કોઈ આશાતના દ્વારા દોષ લગાડ્યો હોય, તથા વળી મિથ્યાત્વના કારણે જે કોઈ દોષ લગાડ્યો હોય, વળી મનથી પાપ કર્યું હોય, વચનથી પાપ કર્યું હોય, કાયાથી પાપ કર્યું હોય, ક્રોધ-માનમાયા અને લોભથી જે કંઈ પાપ કર્યું હોય, ત્રણે કાળ સંબંધી જે પાપકર્મ કર્યું હોય, મિથ્યાત્વ દોષના જોરે જે પાપકર્મ કર્યું હોય, ધર્મનું સર્વથા ઉલ્લંઘન કરવા વડે જે પાપકર્મ કર્યું હોય, આ પ્રમાણે કોઈ પણ જાતની આશાતના કરવા દ્વારા મારા જીવે જે કોઈ અતિચાર લગાડ્યો હોય તે અતિચારનું હે ક્ષમાશ્રમણ ! હું પ્રતિક્રમણ કરું છું, નિન્દા કરું છું. ગુરુજી સમક્ષ વિશેષ નિન્દા કરું છું. અને આવાં પાપોથી મારા આત્માને વોસિરાવું આ સૂત્ર જ્યારે સવારના “રાઈઅ” પ્રતિક્રમણમાં બોલાતું હોય ત્યારે દિવસો વઈઝંતો, દેવસિએ વઈક્કમ, અને દેવસિઆએ આ ત્રણે પદોને બદલે અનુક્રમે રાઈવઈઝંતા રાઈએ વઈક્કમે અને રાઈએ એવાં પદો બોલવાં, તેવી જ રીતે પખી પ્રતિક્રમણ વખતે “પફખો વઈkતો, પખિએ વઈક્કમૅ પખિઆએ એમ બોલવું ચોમાસી પ્રતિક્રમણ વખતે ચોમાસી વઈkતા, અને ચોમાસિએ વઈક્કમ્મ, ચોમાસિઆએ એમ બોલવું તથા વાર્ષિક સંવચ્છરી પ્રતિક્રમણ વખતે “સંવછરો વઈર્ષાતો, સંવચ્છરિએ વાઈક્રમ્મ, અને સંવચ્છરિઆએ એ પ્રમાણે પદો બોલવાં. - શ્રી દેવસિઅં આલોઉં સૂત્ર - ૩૦ ઇચ્છાકારેણ સંદસિહ ભગવદ્ ! દેવસિ આલોઉં! ઇચ્છ, આલોએમિ જે મે દેવાસિઓ. છે ? : : : : Page #144 -------------------------------------------------------------------------- ________________ આ સૂત્રથી દિવસમાં લાગેલા અતિચારોની આલોચના કરવાનો ગુરુજી પાસે આદેશ માગવામાં આવે છે. તેનો અર્થ પણ એવો છે કે હે ગુરુજી ! આપ ઇચ્છાપૂર્વક આજ્ઞા આપો તો આખા દિવસમાં લાગેલાં પાપોની હું આલોચના કરું. (ગુરુજી આલોએહ કહીને વચ્ચે રજા આપે છે પછી) શિષ્ય આગળ સૂત્ર બોલે છે કે મેં દિવસ સંબંધી જે અતિચાર કર્યો હોય ઈત્યાદિ પાઠ “ઇચ્છામિ ઠામિ' સૂત્ર પ્રમાણે સમજી લેવો. (શ્રી સાત લાખ સૂત્ર - ૩૧ સાત લાખ પૃથ્વીકાચ, સાત લાખ અપકાય, સાત લાખ તેઉકાય, સાત લાખ વાકાચ, દશલાખ પ્રત્યેકવનસ્પતિકાય, ચૌદ લાખ સાધારણ વનસ્પતિકાર બેલાબેલિાખ તેથલ્લિ બેલ ખચઉરિત્ર્ય, ચારલાખધ્યતા, ચરલાખનારસ્કી ચાર લાખતિપંચિ , ચૌદ લાખ મનુષ્ય એવંકારે ચોરાશી લાખ જીવયોનિમાંહી હારે જીવે જે કોઈ જીવા હણો હાથ, હણાવ્યો હોય, હણતાં પ્રત્યે અનુમોદ્યો હોય તે સવિહુમાનવચન-કાયાએ કરી મિચ્છામિ દુકકડા આ સૂત્રમાં આખા જગતમાં ચોરાશી લાખ યોનિઓમાંથી ઉત્પન્ન થતા તમામ સંસારી જીવોમાંના જે જીવોની મેં વિરોધના કરી હોય તે બાબત મિચ્છામિ દુક્કડં દેવામાં આવે છે. આ સૂત્રમાં ગણાવેલી “યોનિ” કેવી રીતે ગણવી? તે બાબત આવી પરંપરા છે કે જેના વર્ણ-ગંધ-રસસ્પર્શ અને સંસ્થાન સરખાં હોય તે પદાર્થો જુદા હોવા છતાં યોનિ એક ગણવી. અને જેના વર્ણાદિ ભિન્ન-ભિન્ન હોય તેની યોનિ જુદી જુદી ગણવી. વળી જે કાયની જેટલી યોનિ સૂત્રમાં કહી છે તેનાથી અડધા સો જેટલી મૂળ જાતો હોય છે એમ સમજવું. દાખલા તરીકે પૃથ્વીકાયની યોનિ સાત લાખ કહી છે. તેમાં સાતનું અડધું સાડા ત્રણ થાય છે. તેટલા સો એટલે ૩૫૦-સાડાત્રણસો જાત પૃથ્વીકાયની છે એમ સમજવું. પથ્થર, કાંકરા, રેતી, સુરમો, હિંગળોક, હડતાળ, માટી, સ્ફટિક, રત્ન, રૂપ્ય, ઈત્યાદિ મૂળ Page #145 -------------------------------------------------------------------------- ________________ જાતો ૩૫૦ છે. તેમાં કોઈપણ એક જાતમાં કૃષ્ણ, નીલ, લોહિત, પીત, અને શ્વેત એમ પાંચ પ્રકારનાં વર્ષો હોય છે. એકેક વર્ણની સાથે સુરભિગંધ અને દુરભિગંધ એમ બે ગંધ હોય છે. એકેક ગંધની સાથે તિક્ત-કટુકષાય-આસ્લ અને મધુર એમ પાંચ પ્રકારનો રસ હોય છે. તે એકેક રસની સાથે શીત-ઉષ્ણ-સ્નિગ્ધ-રૂક્ષ-ગુરુલઘુ-મૃદુ-કર્કશ એમ આઠ જાતિનો સ્પર્શ હોય છે. અને એકેક પ્રકારનાં સંસ્થાન હોય છે. તેનો ગુણાકાર કરતાં ઉપરોક્ત સંખ્યા આવે છે. ૩૫૦xuxx૫x૮૪૫ = ૭,૦૦,૦૦૦ આ પ્રમાણે અપકાયની મૂળજાત ૩૫૦ કલ્પીને વર્ણાદિના ભિન્ન-ભિન્નપણાને લીધે ઉપરોક્ત યોનિ જાણવી. વસ્તુતઃ યોનિસ્થાનો (એટલે જીવોને ઉત્પન્ન થવાનાં સ્થાનો) અસંખ્યાતા છે. એક શરીરમાં એક જીવ હોય તે પ્રત્યેક વનસ્પતિકાય કહેવાય છે. જેમ કે કાકડી-ભીંડા; અને એક શરીરમાં અનંતા જીવો હોય તે સાધારણ વનસ્પતિકાય કહેવાય છે. જેમ કે ડુંગળી-લસણ-ગાજર બટાકા વગેરે. પૃથ્વીકાય, અપકાય, તેઉકાય અને વાઉકાયની યોનિ સાતસાતલાખ, વનસ્પતિકાયમાં જે પ્રત્યેક છે તેની યોનિ દસ લાખ, અને જે સાધારણ છે તેની યોનિ ચૌદ લાખ, બેઈન્દ્રિય-તેઈન્દ્રિય-અને ચૌરિન્દ્રિય જીવોની યોનિ બે બે લાખ, દેવતા-નારકી તથાપંચેન્દ્રિય તિર્યંચોની યોનિ ચાર-ચાર લાખ અને મનુષ્યોની યોનિ ચૌદ લાખ એમ કુલ ચોરાશી લાખ યોનિ છે. તે યોનિઓમાં ઉત્પન્ન થયેલા જીવોમાંથી મારા જીવે જે કોઈ જીવ હણ્યો હોય, હણાવ્યો હોય, અને હણતાંને સારો માન્યો હોય તે સર્વે પાપો હું મન-વચન અને કાયાથી ખમાવું છું. ( શ્રી અટાર-પાપરસ્થાનક સૂત્ર - ૩૨) પહેલેપ્રાણાતિપાત, બીજે મૃષાવાદ, ત્રીજે દવાદાના, ચોથે મૈથુન, પાંચમેપરિગ્રહ, ઙે ક્રોધ, સાતમે માના, આઠમેમાયા, નવમેલોભ, દશમે રાગ, અગ્યારમેષ, બારમે કલહ તેરમે આવ્યાખ્યાન, ચૌદમે પશુન્ય Page #146 -------------------------------------------------------------------------- ________________ પંદરમે રતિ-અરતિ, સોલમે પર-પરિવાદ, સત્તરમે માયામૃષાવાદ, અઢારમે મિથ્યાત્વશલ્ય, એ અઢાર પાપથાનકમાંહિ મ્હારે જીવે જે કોઈ પાપ સેવ્યું હોય, સેવરાવ્યું હોય, સેવતાં પ્રત્યે અનુમોદું હોય તે સવિ હુંમન-વચનકાચાએ કરી મિચ્છામિ દુક્કડં II આ સૂત્રમાં પાપો થવાનાં અઢાર કારણોનાં નામો બોલીને તે દ્વારા જે કંઈ પણ પાપ થયું તેની ત્રિવિધે ક્ષમા માગવામાં આવી છે. આ સંસારી જીવમાં ઉપરોક્ત અઢાર પ્રકારનાં પાપો વત્તા-ઓછા પ્રમાણમાં આવી જાય છે અને તેનાથી પાપ બંધાઈ જાય છે. માટે બની શકે તેટલા તેનાથી સજાગ-સાવચેત રહેવું જોઈએ. આત્માને અત્યંત કોમળ-નિર્મળ-નિષ્પાપ બનાવવા પ્રયત્ન કરવો જોઈએ. પ્રાણાતિપાત= જીવોની હિંસા કરી હોય, આરંભ-સમારંભ સેવ્યા હોય, કોઈના પણ પ્રાણો દુહવ્યા હોય, મૃષાવાદ = જૂઠું બોલ્યા હોઈએ, અદત્તાદાન = બીજાની માલિકની ચીજ તેના પૂછ્યા વિના લીધી હોય, મૈથુન = સંસારસેવન કર્યું હોય-વિષયભોગો સેવ્યા હોય, પરિગ્રહ = મમતા-મૂર્છા કરી હોય, ક્રોધ-માન-માયા-લોભ-રાગ અને દ્વેષ કરી પાપકર્મો કર્યાં હોય. કલહ એટલે કરજીયા-ઝઘડાં-ટંટા કર્યા હોય, અભ્યાખ્યાન - કોઈના પણ ઉપર આળ ચડાવ્યું હોય, કલંક આપ્યુંહોય, પૈશુન્ય એટલે ચાડી ખાધી હોય, કોઈનો પણ નાનો દોષ મોટો કરીને વગોવ્યો હોય, અંદરની પ્રીતિ-અપ્રીતિ કરી હોય, સમય આવે પારકાની નિંદા કરી હોય, કપટપૂર્વક જૂઠું બોલ્યા હોય, અને કુદેવ-કુગુરુ અને કુધર્મની શ્રદ્ધા કરી મિથ્યાત્વ ખૂબ પોપ્યું હોય, આ અઢારે-પાપસ્થાનકોમાંથી મારા જીવે જે કોઈ પાપકર્મ કર્યું હોય, કરાવ્યું હોય, અને કરતાંને સારું માન્યું હોય તે સઘળાં પાપકર્મોનું હું આજે મિચ્છામિ દુક્કડં આપું છું II અનાદિકાળના અસાર એવા સંસારના રાગને ઓછો કરવા આ જીવને શાસ્ત્રના સતત ચિંતન-મનનમાં ગોઠવી ઉપરોક્ત પાપસ્થાનો જીવનમાંથી નાબૂદ કરવા પ્રયત્ન કરવો. આવું સુંદર ઉત્તમ જ્ઞાન આ Page #147 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શનમાંથી જ મળે છે. માટે આવાં તત્ત્વોનો સતત અભ્યાસ કરવો. આ જ્ઞાન જ આત્માની પરિણતિને નિર્મળ બનાવે છે. અને પ્રવૃત્તિને સુધારે છે. માટે અભ્યાસના સતત રુચીવાળા અવશ્ય બનવું. I (શ્રી સબસવિ પ્રતિક્રમણ સૂત્ર - ૩૩) સબ્સ્સવિ દેવસિઅ દુઐિતિઆ દુભાસિઅ, દુચ્ચિદ્ધિા, ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! ઇચ્છે. તસ્સ મિચ્છામિ દુક્કડં II આખા દિવસ દરમ્યાન મનથી ખરાબ વિચાર્યું હોય, વચનથી દુર ભાષણ કર્યું હોય, અને કાયાથી દુષ્ટચેષ્ટા કરી હોય, તે સઘળું પાપ હે ભગવાન્ આપશ્રી ઇચ્છાપૂર્વક મને આજ્ઞા આપો તો મિચ્છામિ દુક્કડમ્ ઇચ્છું છું તે પાપોની ક્ષમા ચાહું છું. સાત લાખ અને અઢાર પાપસ્થાનક સૂત્ર બોલ્યા પછી અને વંદિત્ત બોલતાં પહેલાં આ નાનું સૂત્ર બોલી દિવસ સંબંધી લાગેલાં પાપોની ટૂંકમાં ક્ષમા યાચવામાં આવી છે. (શ્રી ઇચ્છામિ પડિકમિઉં સૂત્ર - ૩૪ ઇચ્છામિપડિમિઉં. જો મેદેવસિઓ આઈઆરો કઓ કાઈઓ, ઈત્યાદિ. આ સૂત્ર વંદિતુ શરૂ કરતાં પહેલાં અને નવકાર તથા કરેમિ ભંતે સૂત્ર બોલ્યા પછી બોલાય છે. આ સૂત્રમાં પણ ઈચ્છામિ ઠામિ સૂત્રમાં બતાવ્યા મુજબ દિવસમાં લાગેલાં પાપો જે વિવિધ પ્રકારે થઈ ચૂક્યાં હોય તેની ક્ષમાયાચના કરી આત્માને શુદ્ધ-પવિત્ર બનાવી પછી વંદિતુ સૂત્ર બોલવા દ્વારા વ્રતોની શુદ્ધિ કરવામાં આવે છે. ૧ પરિણતિ = આત્માના પરિણામ, વિચારધારા, અધ્યવસાય. ર પ્રવૃત્તિ = કાયિક ક્રિયા, વ્યવહાર, પ્રર્વતન, ચેષ્ટા. ૩ વિવિધ = જુદા જુદા પ્રકારોથી પાપો થઈ ચૂક્યાં હોય તે. Page #148 -------------------------------------------------------------------------- ________________ શ્રી વંદિg (શ્રાદ્ધપ્રતિક્રમણ) સૂગ - ૩૫ “વંદિતુ'' સૂત્ર એ દેવસિ અને રાઈઅ એમ બન્ને પ્રતિક્રમણોનું સૌથી મુખ્ય અને મોટું સૂત્ર છે. આ સૂત્રમાં શ્રાવકજીવનમાં પંચાચાર અને શ્રાવકનાં બાર વ્રતો પાળવા-પળાવવામાં લાગેલા દોષોની ક્ષમાયાચના કરવામાં આવી છે. અને સમ્યગ્દષ્ટિજીવો કઠોર હૃદયથી પાપ કરતા નથી જેથી ચીકણાં કર્મો બંધાય નહિ, તથા સર્વે જીવોની ક્ષમાયાચના કરી આત્માને અત્યંત પવિત્ર કરવાની વિચારણા આ સૂત્રમાં છે. “વંદિતુ સવ્વસિદ્ધ, ધમ્માચરિએ આ સવ્વસાહૂ આ ઇચ્છામિ પડિક્કમિ, સાવગધમ્માઈઆરસ્સા ૧ આ પ્રથમ ગાથામાં મંગળાચરણ છે કે “સર્વસિદ્ધપરમાત્માઓ, ધર્માચાર્ય, અને સર્વ સાધુભગવન્તોને વંદન કરીને શ્રાવકધર્મમાં લાગેલા અતિચારોનું હું પ્રતિક્રમણ કરવા ઇચ્છું છું. ૧ || જે મે વચાઈચારો, નાણે તહ દંસણે ચરિતે આ સુહમો આ બાયરો વા, તે નિંદે તં ચ ગરિરામિ ૨ | શ્રાવકજીવનનાં બાર વ્રતોને વિષે, જ્ઞાનાચાર, દર્શનાચાર અને ચારિત્રાચાર (તથા ગાથામાં લખેલા છેલ્લા અ= ચ શબ્દથી બાકીના તપાચાર અને વીર્યાચાર એમ કુલ પાંચ આચારો)ને વિષે સૂક્ષ્મ અથવા બાદર એવો જે કોઈ અતિચાર મેં લગાડ્યો હોય તે સંબંધી દોષની હું નિંદા કરું છું. / ૨ / સ્થૂલદષ્ટિએ દેખાય એવા જે અતિચારો તે બાદર, અને ન દેખાય એવા જે અતિચારો તે સૂક્ષ્મ. મેં મારા શ્રાવકજીવનના બારવ્રત પાળવામાં અને જ્ઞાનાચારાદિ પાંચ આચારો પાળવામાં સૂક્ષ્મ અથવા સ્કૂલ જે દોષ લગાડ્યો હોય તેની ક્ષમા માગું છું. / ૨ / દુવિહેપરિગ્નેહમિ, સાવજે બહુવિએ આ આરંભે કારાવણે આ કારણે, પડિક્કમે દેસિએ સવ્વ | ૩ Page #149 -------------------------------------------------------------------------- ________________ બે પ્રકારનો પરિગ્રહ અને બહુપ્રકારના પાપવાળા આરંભસમારંભો કરવામાં અને કરાવવામાં આખા દિવસ સંબંધી જે કોઈ પાપ લાગ્યાં હોય તેનું હું પ્રતિક્રમણ કરું છું. / ૩ / સર્વે વાતોમાં અને પંચાચારોમાં લાગતા અતિચારો ઘણું કરીને પરિગ્રહ અને આરંભ-સમારંભથી લાગે છે. તે પરિગ્રહ બે પ્રકારનો છે : (૧) સચિત્ત, (૨) અચિત્ત. નોકર-ચાકર-ગાય-ઘોડા-ઊંટ-બકરાં રાખવામાં આવે તે સચિત્ત પરિગ્રહ અને ધન-ધાન્ય-ઘર-હાટ-જમીનદાગીના વગેરે જે રાખવામાં આવે તે અચિત્તપરિગ્રહ. અથવા ઉપરોક્ત બાહ્યપરિગ્રહ, અને વિષયોની વાસના, ક્રોધાદિ કષાયો, અને રાગાદિ પરિણામો તે અંદરનો પરિગ્રહ હોવાથી અત્યંતર પરિગ્રહ એમ પણ પરિગ્રહના બે પ્રકારો છે. જેમાં જીવોની હિંસા થાય તે આરંભ, ચૂલો સળગાવવો, શાક સમારવું. પાણી વાપરવું, લાઇટ-પંખાઓનો ઉપયોગ કરવો વગેરે ઘણા પ્રકારના આરંભ-સમારંભો છે તેમાં ધર્મકાર્ય કરવા માટે, અથવા ધર્મસ્થાનોની રક્ષા માટે ધર્મબુદ્ધિએ કરાતા આરંભ-સમારંભોને મૂકીને બાકીના સાવદ્ય એટલે પાપકારી સાંસારિક આરંભ-સમારંભને કરવા કરાવવામાં જે દોષો લાગ્યા હોય તેની આ ગાથામાં હું ક્ષમા માગું છું. ૩ “જંબદ્ધમિદિએહિ, ચઉહિં કસાહિં અપ્રસન્થહિંા રાગેણ વ દોસણ વ, તે નિંદે ચં ચ ગરિહામિ I II શરીરમાંની પાંચ ઇન્દ્રિયો વડે, અને અપ્રશસ્ત એવા ચાર કષાયો વડે, તથા રાગ અને દ્વેષ વડે મારા આત્માએ જે કર્મો કર્યા હોય તેની હું નિન્દા કરું છું અને ગુરુજી સમક્ષ વિશેષ નિંદા કરું છું. // ૪ સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, અને શ્રોત્રેન્દ્રિય એ પાંચ બાલ્વેન્દ્રિયો મનગમતા વિષયો મળતાં રાજી-રાજી થઈ જાય છે. અને અણગમતા વિષયો મળતાં ઉદાસ અને નારાજ થઈ જાય છે. એમ રાગ તથા ષ વડે આ જીવ કર્મો બાંધે છે. તથા ક્રોધાદિ ચારે કષાયો સંસારવર્ધક હોવાથી અપ્રશસ્ત જ છે. તથાપિ ધર્મની કે ગુણોની રક્ષા માટે Page #150 -------------------------------------------------------------------------- ________________ કરાયેલા કષાયો પરંપરાએ ગુણોની પ્રાપ્તિ દ્વારા જીવને અકષાયી બનાવનાર છે. માટે તેવા કષાયોને ઉપચારથી (આરોપથી) પ્રશસ્ત કહેવાય છે. તેવા પ્રશસ્ત કષાયોને મૂકી બાકીના સંસારબુદ્ધિએ કરાયેલા કષાયોથી મેં જે કર્મો બાંધ્યા હોય, તથા સાંસારિક સુખોના રાગથી અને તેમાં આવતાં વિઘો ઉપરના દ્વેષથી મેં જે કર્મો બાંધ્યાં હોય તેની હું નિંદા અને વિશેષ નિંદા કરું છું. તે ૪ || આગમણે નિગમણે, ઠાણે ચંકમણે આણાભોગે ! અભિયોગે આ વિયોગે, પડિક્કમે દેસિએ સવ્વ પII મિથ્યાદષ્ટિજીવોના સ્થાનોમાં વારંવાર આવવામાં, જવામાં, ઊભા રહેવામાં તથા આમતેમ ફરવામાં ઉપયોગની શૂન્યતાથી જે કર્મો બાંધ્યા હોય, તથા રાજા-મંત્રી અને સરકારી મામસોના દબાણથી, તથા નોકરી, આદિના કારણે પરવશતાથી. જે કર્મો બાંધ્યા હોય તે દિવસસંબંધી પાપકર્મોનું હું આજે પ્રતિક્રમણ કરું છું. ૫ “સંકા કંખ વિગિચ્છા, પસંસ તહ સંગવો કુલિંગીસ !! સમ્મરન્સઈઆરે, પડિકમે દલિએ સબ્ધ II ૬ II આ ગાળામાં સમ્યકત્વવ્રતના પાંચ અતિચારો સમજાવ્યા છે. અનંત ઉપકારી જિનેશ્વરભગવન્તોના શાસન ઉપરની અચલ શ્રદ્ધા-વિશ્વાસ-પ્રેમ તે સમ્યકત્વ છે. આવું સમ્યકત્વ આવ્યા પછી પણ મોહનીય કર્મના ઉદયથી (૧) જિનેશ્વર ભગવન્તોનાં વચનોમાં શંકા કરી હોય, (૨) અન્યધર્મીઓના ચમત્કારાદિ દેખી તેમની ઇચ્છા કરી હોય, તથા (૩) સાધુ-સાધ્વીજીનાં મલ-મલીન વસ્ત્રો દેખી દુર્ગછા કરી હોય, (૪) મિથ્યાદૃષ્ટિ આત્માઓની પ્રશંસા કરી હોય, તથા (૫) તેઓનો પરિચય - સહવાસ કર્યો હોય, આ પ્રમાણે સમ્યકત્વ વ્રતના આ પાંચ પૈકી જે કોઈ અતિચાર લગાડ્યા હોય તે સર્વ દેવસિક પાપોની હું ક્ષમા માગું છું. // ૬ . “છલકાય સમારંભે, પરણે આ પચાવણે આ જે દોસા1 અરઠાય પરા , ઉભચઠ ચેવ તે નિંદે || ૭ II Page #151 -------------------------------------------------------------------------- ________________ પોતાના માટે, બીજાના માટે, તથા ઉભયના માટે, રસોઈ કરતાં તથા રસોઈ કરાવતાં છએ કાયોના જીવોને સંતાપ ઉપજાવવામાં મને જે કોઈ દોષો લાગ્યા હોય તેની હું નિંદા કરું છું. // ૨ // આ સંસારમાં આપણો જીવ પોતાના માટે, બીજાના માટે તથા ઉભયના માટે આરંભ સમારંભ સેવે છે તથા રસોઈ કરવી અને કરાવવી એ તો એક આરંભ-સમારંભનો ગાથામાં ઉલ્લેખ છે. તેના આધારે તેવાં બીજાં પણ આરંભ-સમારંભોમાં મેં છકાયના જીવોને જે કંઈપણ દુઃખસંતાપ આપ્યાં હોય તેની હું નિંદા કરું છું. બીજાના જીવને મારી નાખવાની હૈયામાં ઈચ્છા થવી તે સંરંભ, તેને દુઃખ દેવું-પીડવો, તે સમારંભ, અને તેને મારી નાખવો તે આરંભ. એમ ત્રણે પ્રકારનાં જે પાપો કર્યા હોય તેને હું નિંદું છું. ૭ “પંચહમણુવ્રયાણ, ગુણવયાણં ચ હિમઈઆર સિખાણં ચ ચરિહં, પરિકકર્મ દેસિ સવ્વ | ૮ || પાંચ અણુવ્રતો, ત્રણ ગુણવ્રતો તથા ચાર શિક્ષાવ્રતો એમ કુલ શ્રાવકજીવનનાં બાર વ્રતોમાં મેં જે કોઈ અતિચારો લગાડ્યા હોય તે દેવસિક પાપોનું હું પ્રતિક્રમણ કરું છું. ૮ સાધુ-મહાત્માઓ પોતાના જીવનમાં સર્વથા હિંસા-જૂઠ-ચોરીમૈથુન અને પરિગ્રહ ત્યજીને જે વ્રતો પાળે છે તે મહાવ્રત કહેવાય છે. શ્રાવક-શ્રાવિકા તેવાં મહાવ્રતો પાળી શકતા નથી. તેથી સ્થૂલ હિંસાદિ પાંચ આશ્રવોનો ત્યાગ કરે છે. તેને અણુવ્રત કહેવાય છે. આ પાંચ અણુવ્રતોને ગુણ કરનારાં-ફાયદો કરનારાં બીજાં ત્રણ વ્રતો તે ગુણવ્રત કહેવાય છે. તથા જીવનમાં પ્રેક્ટિસ રૂપ= શિક્ષણરૂપ જે ચાર વ્રતો તે શિક્ષાવ્રત કહેવાય છે. એમ શ્રાવકનાં કુલ બાર વ્રતો છે. તેમાં મેં નાનોમોટો જે કોઈ દોષ લગાડ્યો હોય તેનું આજે પ્રતિક્રમણ કરું છું. | ૮ || “પઢમે અણુબચંમિ, થુલગ-પાણાઈવાય-વિરઈઓ! આચરિચમપ્રસન્થ, ઇલ્ય પમાયપ્રસંગેણં ! ૯ II ૧ ઉભય = બન્ને - સ્વ તથા પર. ૨ સંતાપ =દુઃખ-પીડા. ૩ અણુવ્રત = નાનાં વ્રતો. Page #152 -------------------------------------------------------------------------- ________________ આ ગાથાથી હવે ક્રમસર બારે વ્રતોના અતિચારોની આલોચના સમજાવે છે. તેમાં પણ ગાથા ૯-૧૦ માં પહેલ “શૂલપ્રાણાતિપાત વિરમણવ્રત”નામના પહેલા અણુવ્રતને વિષે પ્રમાદને (મોહને) પરવશ થઈને મેં જે કંઈ અપ્રશસ્ત આચરણ કર્યું હોય જેમકે : //૯ I વહ-બંધ-છવિચ્છેએ, આઈ-ભારે ભત્ત-પાણ-વુચ્છેએ પટમ- વસઈઆરે, પડિક્કમે દેસિ સબ્ધ II ૧૦ || આ ગાથામાં પહેલા વ્રતના પાંચ અતિચારો જણાવ્યા છે. તે આ પ્રમાણે : (૧) વધ = કોઈપણ જીવની હત્યા કરી હોય, (૨) બંધ = કોઈપણ જીવને દોરડા સાથે સાંકળાદિ વડે બાંધ્યો હોય, (૩) જીવોના શરીરનાં અંગ-ઉપાંગાદિ કોઈપણ અવયવો છેદ્યાં હોય, (૪) મનુષ્ય તથા પશુઓ ઉપર શક્તિ કરતાં અધિક ભાર નાખ્યો હોય, તથા (૫) નોકર-ચાકર અને પશુ-પક્ષીઓને ભોજનપાણીનો અંતરાય કર્યો હોય. એમ પહેલા વ્રતના આ પાંચ અતિચારોમાં મેં જે કંઈ પાપકાર્ય કર્યું હોય, તેનું હું પ્રતિક્રમણ કરું છું. મેં ૧૦ | “બીએ અણુવર્યામિ, પરિશુલગ-અલિચ-વચણ-વિરઈઓ ! આચરિઅમપ્રસન્થ, ઇલ્થ પમાયપ્રસંગેણં ! ૧૧ || આ ગાથામાં તથા ૧૨મી ગાથામાં બીજા વ્રતના પાંચ અતિચારો સમજાવે છે. કે “સ્કૂલ અલિકવચન (મૃષાવાદ) વિરમણવ્રત નામના બીજા અણુવ્રતને વિષે પ્રમાદને-મોહને પરવશ થવાથી અહીં મેં જે કંઈપણ અપ્રશસ્ત આચરણ કર્યું હોય જેમકે : // ૧૧ “સહસા રહસદારે, મોસુવએસે આ કુડલેહે આ બીચવચસઈઆરે, પડિક્કમે દેસિ સવ્વ | ૧૨ II ૧ અપ્રશસ્ત = અશુભ-માઠું-દુષ્ટ આચરણ. Page #153 -------------------------------------------------------------------------- ________________ આ ગાથામાં બીજા વ્રતના પાંચ અતિચારો જણાવે છે. (૧) સહસા = વગર વિચાર્યું કોઈના પણ ઉપર ઉતાવળે-ઉતાવળે જૂઠું આળ-કલંક-આક્ષેપ મૂક્યું હોય તે. (૨) રહસ્ય = કોઈ વિશ્વાસુ વ્યક્તિએ એકાંતમાં જે વાત કહી હોય તે ઉઘાડી પાડી હોય. (૩) દારે = સ્ત્રીએ પુરુષ ઉપર વિશ્વાસ રાખી જે વાત કહી હોય તે ઉઘાડી કરી હોય, ખુલ્લી પાડી હોય. (૪) મોસુવએસ= કોઈને પણ જૂઠો = ખોટો ઉપદેશ આપ્યો હોય. (૫) કુડલેહે = જૂઠા લેખ તથા દસ્તાવેજો તથા કાગળો કર્યા હોય. આ પ્રમાણે બીજા વ્રતના પાંચ અતિચારોમાં દિવસ સંબંધી જે અતિચારો (પાપો) લાગ્યાં હોય તે તમામ પાપકર્મોનું આજે હું પ્રતિક્રમણ કરું છું. ૧૨ “તઈએ અણુવ્યચંમિ, થુલગ-પરદવ્ય-હરણ-વિરઈઓ! આચરિઅમપ્રસન્થ, ઇલ્થ પમાય પસંગેણં | ૧૩ II આ ગાથા તથા આના પાછીની ૧૪મી ગાથામાં ત્રીજા વ્રતના પાંચ અતિચારો જણાવે છે. “શૂલ પરદ્રવ્ય-હરણ-વિરમણ (પારકાનું દ્રવ્ય ચોરવું નહીં એવા) નામવાળા ત્રીજા અણુવ્રતને વિષે, પ્રમાદને (મોહને) પરવશ થવાથી મારા વડે જે કંઈપણ અપ્રશસ્ત (અશુભ) આચરણ કરાયું હોય. જેમકે / ૧૩ II “તેનાહડપ્પાઓગે, તપ્પડિરૂવે વિરુદ્ધગમણે આ I ફૂડતુલ ફૂડમાણે, પડિક્કમે દેસિ સબૈ / ૧૪ II આ ગાથામાં ત્રીજા વ્રતના પાંચ અતિચારો જણાવ્યા છે... (૧) તેનાત = ચોરે ચોરી કરીને લાવેલી વસ્તુ લેવી. (૨) સ્તનપ્રયોગ : ચોરને ચોરી કરવામાં મદદ કરવી. (૩) ત–તિરૂપક = ખોટી વસ્તુને ખરી વસ્તુ જેવી કરીને વેચવી. ભેળસેળ કરવું. (૪) વિરુદ્ધગમન = રાજ્યના કાયદા વિરુદ્ધ વર્તન કરવું. (૫) ખોટાં તોલ તથા ખોટા માપ રાખવાં. એમ ત્રીજા વ્રતના પાંચ અતિચારોને વિષે મારા ગમન કી જ Page #154 -------------------------------------------------------------------------- ________________ જીવે જે કંઈ અતિચારો લગાડ્યા હોય તેનું હું પ્રતિક્રમણ કરું છું. ૧૪ | ચોરોએ ચોરી કરીને લાવેલી વસ્તુઓ ઓછી કિંમત આદિના કારણે લેવી કે તેને ચોરીના ધંધામાં સહાયક થવું તે બન્ને પરંપરાએ તો ચોરીને ઉત્તેજન આપનાર હોવાથી દોષ જ છે. તથા ખોટી વસ્તુની ખરી જેવી બનાવીને ખરારૂપે વેચવી કે ખોટી વસ્તુની ખરી વસ્તુને સાથે ભેળવીને ખરી વસ્તુરૂપે વેચવી તે પણ વિશ્વાસઘાત છે. રાજ્ય વિરુદ્ધાચરણ કરવું તે પણ ઉચિત નથી. તથા ખોટાં તોલ- માન-માપાં રાખવા તે પણ વિશ્વાસઘાત હોવાથી યોગ્ય નથી. એમ આ પાંચે આચરણો વ્રતમાં દૂષણ આપનાર હોવાથી અતિચાર છે. તે ૧૪ || ચઉલ્થ અણુવ્યવમિ, નિચ્ચે પરદારગમણ-વિરઈઓ! આયરિઅપ્પસન્થ, ઇલ્થ પમાચપ્પલંગણ | ૧૫ I આ ૧૫-૧૬ એમ બે ગાથામાં ચોથા વ્રતના પાંચ અતિચારો છે. પરદારાગમન-વિરમણ (પારકાની સ્ત્રીનો વ્યવહાર કરવો નહિ)) એ નામવાળા ચોથા અણુવ્રતને વિષે પ્રમાદને (મોહને) પરવશ થવાથી મારા વડે જે કંઈ પણ અપ્રશસ્ત (અશુભ) આચરણ કરાયું હોય જેમકે: એ ૧૫ | “અપરિગ્દહિઆ-ઇત્તર, અણગ-વિવાહ-તિબપુરાગા ચઉલ્યવયસઈયારે, પડિકમે દેસિ સવ્વ + ૧૬ II આ ગાથામાં ચોથા વ્રતના પાંચ અતિચારો છે તે આ પ્રમાણે : (૧) અપરિગૃહીતામન જે સ્ત્રી કોઈપણ પુરુષ વડે પરણાયેલી નથી એવી કુંવારી સ્ત્રી અથવા વેશ્યા સ્ત્રી આદિ સાથે સંસારવ્યવહાર કરવો તે. (૨) ઈત્રપરિગૃહીતાગમનઃ અમુક ટાઇમ સુધી બીજા પુરુષ વડે ભાડાથી ખરીદ કરીને રખાયેલી એવી સ્ત્રી સાથે સંસાર વ્યવહાર કરવો તે. (૩) અનંગક્રીડા : પારકી સ્ત્રીનાં અંગ-ઉપાંગ કામ-વિકારની દૃષ્ટિથી જોવાં તથા સૃષ્ટિવિરુદ્ધ કાર્ય કરવું = અયોગ્ય અંગોથી કામસેવન કરવું તે. (૪) પર-વિવાહ-કરણ = પોતાના પુત્ર-પુત્રી સિવાય પારકાના Page #155 -------------------------------------------------------------------------- ________________ પુત્ર-પુત્રીઆદિના લગ્નાદિ કરવા-કરાવવા. તેમાં ૨સ લેવો. = (૫) કામભોગતીવ્રાભિલાષ = વિષયસેવનની તીવ્ર ઉત્કંઠા ક૨વી. આ ચોથું વ્રત બે જાતનું હોય છે : (૧) સ્વદારાસંતોષ નાતજાતના વ્યવહારોથી પ્રાપ્ત થયેલી પોતાની સ્ત્રીના ઉપભોગમાં જ સંતોષમાનવો તે. આવા વ્રતવાળાને ઉપરોક્ત પાંચમાંથી પાછળના ત્રણ જ અતિચારો છે. પ્રથમના બે દોષો જો સેવે તો વ્રતભંગ જ થાય અર્થાત્ અનચારા જ છે. અતિચાર નથી. (૨) પરદારાવિરમણવ્રત : પારકાની માલિકીની બનેલી સ્ત્રીની સાથે સંસારના ભોગોનોત્યાગ એવા વ્રતવાળાને પાંચે પાંચ અતિચારો છે. આ પાંચે અતિચારોમાં મેં દિવસસંબંધી જે અતિચાર લગાડ્યો હોય તેનું પ્રતિક્રમણ કરું છું. II ૧૬ II “ઈત્તો અણુવ્વએ પંચમમ્મિ, આયરિઅમસëમિ 1 પરિમાણ-પછૈિએ', ઇત્થ પમાયપ્પસંગેણં || ૧૭ || આ ગાથા ૧૭/૧૮ મીમાં પાંચમા વ્રતના પાંચ અતિચારોનું વર્ણન કરે છે કે “પરિગ્રહ પરિમાણ' નામે પરિચ્છેદ એટલે જણાતા એવા પાંચમા અણુવ્રતને વિષે પ્રમાદના પ્રસંગથી મારા જીવ વડે જે અપ્રશસ્ત આચરણ કરાયું હોય જેમકે ઃ II ૧૭ II “ઘણ-ઘા-ખિત્ત-વત્યુ, સુખ-સુવણે અ કુવિઅ પરિમાણે । દુપએ ચઉપચમિ ય, પડિક્કમે દેસિઅં સર્વાં II ૧૮ ॥ (૧) ધન-ધાન્ય પ્રમાણાતિક્રમ : રોકડ નાણું, શેરો, ડિપોઝીટો, તે ધન; ઘઉં-ચોખા, વગેરે તે ધાન્ય, ધન તથા ધાન્ય રાખવાનું જે માપ ધાર્યું હોય તેના પ્રમાણનું ઉલ્લંઘન કર્યું હોય તે. (૨) ક્ષેત્ર-વાસ્તુ પ્રમાણાતિક્રમ : ખુલ્લી જગ્યા તે ખેતર, અને બાંધકામવાળી જગ્યા તે વાસ્તુ, એમ બન્ને પ્રકારની જગ્યાના ધારેલા માપનું ઉલ્લંઘન કરવું તે. (૩) રૂપ્ય-સુવર્ણ પ્રમાણાતિક્રમ : સોના અને ચાંદીને રાખવા પરિચ્છેદ એટલે જ્ઞાન, બોધ જાણવું. ૧ પરિચ્છેદ = Page #156 -------------------------------------------------------------------------- ________________ માટેનું ધારેલું જે માપ, તેના પ્રમાણનું ઉલ્લંઘન કર્યું હોય. (૪) કુષ્ય પ્રમાણાતિક્રમ તાંબુ-કાંસુ-પિત્તળ વગેરે શેષ ઘરવખરીના ! ધારેલા માપનું ઉલ્લંઘન કરવું તે. તથા (૫) દ્વિપદ-ચતુષ્પદ પ્રમાણાતિક્રમ : બે પગાં પ્રાણીઓ નોકરચાકર, તથા ચારપગાં પ્રાણીઓ ગાય-ભેંસ વગેરે રાખવાના ધારેલા માપથી ઉલ્લંઘન કરી અધિક રાખ્યાં હોય. આ પાંચે અતિચારોમાં જે જે દોષો લગાડ્યા હોય તે અતિચારો સંબંધી સર્વદેવસિકપાપનું હું પ્રતિક્રમણ કરું છું. // ૧૮ || “ગમણરસ ઉપરિમાણે, ડિસાસુ ઉદ્દે અહે અ તિરિએ ચા વૃડિટસઈ અંતરદ્ધા, પઢમભિ ગુણવ્વએ નિંદે il ૧૯ II પાંચ અણુવ્રતના પાંચ પાંચ એમ પચીસ અતિચારોનું વર્ણન સમાપ્ત થયું. હવે છઠ્ઠા વ્રતના (એટલે ત્રણ ગુણવ્રતો પૈકી પહેલા ગુણવ્રતના) અતિચારો આ ગાળામાં જણાવે છે કે : દિશાઓમાં ગમન કરવાના પરિમાણવાળા આ પહેલા ગુણવ્રતમાં ઊર્ધ્વ-અધો અને તિર્જી દિશામાં પ્રમાણથી અધિક ગયા હોઈએ, એકદિશાનું માપ બીજી દિશામાં ઉમેર્યું હોય, ધારેલું માપ ભૂલી ગયા હોઈએ તો અતિચારોની નિંદા કરું છું. / ૧૯ II છઠ્ઠા વ્રતના (અર્થાત્ પહેલા ગુણવ્રતના) આ પ્રમાણે પાંચ અતિચારો છે : (૧) ઊર્ધ્વદિશા પ્રમાણાતિક્રમ = ઉપર જવાના નિયમનું ઉલ્લંઘન કર્યું હોય તે. (૨) અધોદિશા પ્રમાણાતિક્રમ = નીચેની દિશામાં જવાના નિયમનું ઉલ્લંઘન કર્યું હોય તે. (૩) તિર્યદિશા પ્રમાણાતિક્રમ=તિર્થોચારેબાજુની દિશાઓમાં જવાના નિયમનું ઉલ્લંઘન કર્યું હોય તે. (૪) દિવૃદ્ધિ = એક દિશાનું માપ બીજી દિશામાં ઉમેર્યું હોય. ૧ પરિમાણ = માપવાળા, પ્રમાણવાળા. Page #157 -------------------------------------------------------------------------- ________________ (૫) ઋત્યન્તર્થન = દિશાઓમાં જવાનું ધારેલું માપ ભૂલી ગયા હોઈએ. “મમ્મિ આ મંસન્મિ અ, પુફે અ ફ્લે આ ગંધમલે આ ઉપભોગ-પરિભોગે, બીયામિ ગુણવએ નિંદે || ૨૦ || સાતમા વ્રતના (અર્થાત્ બીજા ગુણવ્રતના) પાંચ અતિચારો ગાથા ૨૦-૨૧માં જણાવે છે. ઉપભોગ-પરિભોગ પરિમાણ નામના બીજા ગુણવ્રતમાં મદિરા-અને માંસ વગેરે અભક્ષ્ય પદાર્થોનું સેવન કરવામાં, તથા પુષ્પ-ફળ અને સુગંધી માળાઓ વગેરેનો વારંવાર ઉપયોગ કરવાથી લાગેલા અતિચારોની હું નિંદા કરું છું. | ૨૦ || જે વસ્તુ એકવાર વપરાયતે ઉપભોગ, જેમ કે રાંધેલું ધાન્ય. જે વસ્તુ વારંવાર વાપરી શકાય તે પરિભોગ; જેમ કે ઘર, પુષ્પ, માળા, સ્ત્રી વગેરે, ઉપભોગ અને પરિભોગને યોગ્ય વસ્તુઓનું પ્રમાણ રાખવું તે સાતમું વ્રત છે. આ ગાથાના પહેલા પદમાં મદિરા અને માંસનો જે ઉલ્લેખ છે તે ઉપભોગયોગ્ય પદાર્થોનો ઉલ્લેખ છે. અને બીજા પદમાં જે પુષ્પ-ફળસુગંધી માળાનો ઉલ્લેખ છે તે પરિભોગને યોગ્ય પદાર્થોનો ઉલ્લેખ છે. ઉપભોગ અને પરિભોગને યોગ્ય જે જે પદાર્થો છે તેના પરિમાણવાળા આ સાતમા વ્રતમાં (અર્થાત બીજા ગુણવ્રતમાં) લાગેલા અતિચારોને હું બિંદુ છું. તે ૨૦ .. “સચિત્ત પડિબદ્ધ, અપોલ દુષ્પોલિએ ચ આહારે | તુચ્છો સહિ-ભખણયા, પડિકકમે દેસિએ સવ્વા ૨૧ II આ ગાળામાં સાતમા વ્રતના પાંચ અતિચારો જણાવ્યા છે તે આ પ્રમાણે છે : (૧) સચિત્તાહાર: સચિત્ત વસ્તુનો ત્યાગ હોવા છતાં સચિત્ત વસ્તુ વાપરી હોય, અથવા સચિત્ત વસ્તુનો જે નિયમ કર્યો હોય તેનાથી અધિક વસ્તુ વાપરી હોય. (૨) સચિત્તપ્રતિબધ્ધાહાર : સચિત્ત વસ્તુનો ત્યાગ હોવા છતાં વાત Page #158 -------------------------------------------------------------------------- ________________ તેનાથી જોડાયેલી અથવા મિક્ષ કરાયેલી વસ્તુનો ઉપયોગ કર્યો હોય, જેમકે લીંબુ નિચોવેલાં દાળ-શાક. (૩) અપકવાહારભોજન : તદ્દન કાચી ચીજોનો ઉપયોગ કર્યો હોય તે. (૪) દુષ્પાહારભોજન ઃ અડધો પાકેલો પદાર્થ ખાવો તે જેમકે ઓળો-પોંક-થોડો શેકેલો મકાઈનો ડોડો, વગેરે વાપરવાથી. (૫) તુઔષધિભક્ષણ : તુચ્છ પદાર્થોનું ભક્ષણ કરવું. જેમાં ખાવાનું થોડું હોય અને ફેંકી દેવાનું વધારે હોય તે તુચ્છ કહેવાય. જેમકે બોરસીતાફળ. આ પ્રમાણે આ બીજા ગુણવ્રતમાં લાગેલા અતિચારોનું હું પ્રતિક્રમણ કરું છું. આ ઉપભોગ-પરિભોગપરિમાણ વ્રત ભોગ-ઉપભોગના પદાર્થોના પરિમાણરૂપ છે. તેથી ભોગ અને ઉપભોગના પદાર્થો મેળવવા માટે અર્થની (ધનની) અવશ્ય જરૂર રહે છે. અને ધન તે વ્યવસાયથી (વ્યાપારથી) પ્રાપ્ત થાય છે. તેથી શ્રાવક-શ્રાવિકાએ કેવા-કેવા વ્યવસાયો (વેપારો) ન કરવા. તે જણાવવા માટે આ સાતમા વ્રતના (એટલે કે બીજા ગુણવ્રતના) પ્રસંગમાં ૧૫ કર્માદાન જણાવે છે. આ પંદર પ્રકારનાં વેપારો ઘણાં કર્મો બંધાવનારા છે. તેમાં ઘણી હિંસા-ચોરી વગેરે રહેલું છે. માટે ઉત્તમ આત્માઓએ હવે જણાવાતા ૧૫ કર્માદાન ત્યજવા જોઈએ. જો ન ત્યજે તો પંદર અતિચારો લાગે છે. ॥ ૨૧ II " “ઈંગાલી વણ-સાડી-ભાડી-ફોડી-સુવએ કમ્મ । વાણિ ચૈવ દંત, લક્ષ્મ રસ-કેસ-વિસ-વિસર્ચ II ૨૨ II (૧) અંગારાકર્મ = અગ્નિ-અંગારા અને ભઠ્ઠા જેમાં કરવા પડે તેવો વેપાર, જેમકે કુંભાર-ભાડભુંજા અને ચુનારાનો વ્યવસાય. જેનાથી કર્મો બંધાય તે. ૨ ભાડભુંજા – ધાણી-ચણા શેકનાર, વેચનાર ૩ ચુનારા = ચૂનો ગરમ કરનારા. ૧ કર્માદાન = Page #159 -------------------------------------------------------------------------- ________________ (૨) વનકર્મ = વનસ્પતિ-ઝાડ-પાન ઉગાડવાં તથા છેદવાં, માળી, ખેડૂત કઠિયારાનો વ્યવસાય. (૩) શકટકર્મ : ગાંડા-૨થ-બળદ-ઘોડાં વેચવાં-વેચાવવાં વગેરે. (૪) ભાટકકર્મ : ગાંડાં-૨થ-ઘોડાં-ઊંટ-ગધેડાં ભાડે ફેરવવાં. વણઝારા, રાવળનો વ્યવસાય. (૫) સ્ફોટકકર્મ = કૂવા-વાવ-તળાવ વગેરે ખોદવાં-ખોદાવવાં, ઓડ-કોન્ટ્રાક્ટરનો વ્યવસાય, આ પાંચ કર્મ કહેવાય છે. તે સાવદ્ય છે. માટે ત્યજી દેવાં જોઈએ. (૬) દંતવાણિજ્ય = દાંતનો વેપાર, હાથીદાંત, શીંગડાં, મોતી વગેરેનો વ્યાપાર. (૭) રસવાણિજ્ય = ઘી-તેલ-ગોળ-મદિરા વગેરેનો વ્યાપાર તે. (૮) લક્ષ્મવાણિજ્ય = લાખ-કસુંબો-હડતાળ જેવા પદાર્થોનો વેપાર કરવો તે. (૯) કેશવાણિજ્ય = મોર-પોપટ-ગાય-ઘેટાં-બકરાં વગેરેના વાળનો વેપાર કરવો તે. (૧૦) વિસવિષયકવાણિજ્ય = અફીણ-સોમલ-તમાકુ-બીડીસિગારેટ જેવા કેફી પદાર્થોનો વ્યવસાય કરવો તે, અથવા તરવાર-છરીચપ્પાં વગેરેનો વ્યવસાય કરવો તે. આ પાંચ વાણિજ્ય (વેપાર) કહેવાય છે. તે પણ સાવદ્ય છે માટે ત્યજી દેવાં જાઈએ. II ૨૨ II • “એવું ખું જંતપિલ્લણ, કર્માં નિલંછણં ચ દવદાણં I સરદહ તલાય સોર્સ, અસઈપોર્સ ચ વજ્જિા II ૨૩ II આ ગાથામાં ૫ સમાન્યકર્મ બતાવેલ છે. તે પણ પાપયુક્ત હોવાથી ત્યજવાયોગ્ય છે. (૧૧)યંત્રપિલણકર્મ =ઘંટી-ચરખા-ઘાણી-મિલ ચલાવવાં, અથવા ૧ કઠિયારા = લાકડાં કાપી લાવી વેચનાર. પરિક સૂત્ર - ૧૫૫ Page #160 -------------------------------------------------------------------------- ________________ આવાં કારખાનાં કરવાં તે. (૧૨) નિર્લાઇનકર્મ = ઊંટ-બળદ-છોકરાં-છોકરીઓનાં નાકકાન વીંધવાં અંગો છેદવાં તે. (૧૩) દવદાહકર્મ= જંગલ, ઘર ચોક વગેરેમાં આગ લગાડવી તે. (૧૪) સરદહતલાયસોસ = સરોવર, દ્રહ-અને તળાવ વગેરેને શોષવાં, ખાલી કરવાં-કરાવવાં તે. (૧૫) અસતિપોષણ = કૂતરાં-બિલાડાં વગેરે હિંસક પ્રાણીઓ તથા દુરાચારી સ્ત્રી-પુરુષ, આદિ જીવોનું પોષણ કરવું તે. આ પ્રમાણે પસાવદ્યકર્મ, પવાણિજ્ય,અને પસામાન્યકર્મ મળીને કુલ ૧૫ કર્માદાન કહેવાય છે. તથા સાતમા વ્રતના ૫ અતિચાર પ્રથમ કહ્યા છે. તથા આ સાતમું વ્રત ધારણ કરનાર શ્રાવક-શ્રાવિકાઓએ ૨૨ અભક્ષ્ય અને ૩૨ અનંતકાય છોડી દેવા જોઈએ. જે વધુ જીવહિંસાદિના કારણે ખાવા માટે અયોગ્ય હોય તે અભક્ષ્ય કહેવાય છે. તથા જેમાં અનંતા જીવો છે તે અનંતકાય કહેવાય છે. તેનાં નામો આ પ્રમાણે છે. પ્રથમ ૨૨ અભક્ષ્ય આ પ્રમાણે છે : (૧) મધ, (૨) મદિરા, (૩) માખણ, (૪) માંસ, (૫) ઉંબરાનાં ફળ, (૬) વડના ટેટા, (૭) કોઠીંબડાં, (૮) પીપળાની પીપડી, (૯) પીપળાના ટેટા, (૧૦) બરફ, (૧૧) અફીણ વગેરે ઝેર, (૧૨) બોળ અથાણું, (૧૭) દ્વિદળ, (૧૮) રીંગણાં, (૧૯) અજાણ્યાં ફળ, (૨૦) તુચ્છફળ, (૨૧) ચલિતરસ, (૨૨) અનંતક. ૩૨ અનંતકાયનાં નામો આ પ્રમાણે છે: (૧) સૂરણ, (૨) લસણ, (૩) લીલી હળદર, (૪) બટાટા, (૫) લીલો કચુરો, (૬) શતાવરી, (૭) હીરલી કંદ, (૮) કુંવર, (૯) થોર, (૧૦) ગળો, (૧૧) સક્કરીયાં, (૧૨) વંશકારેલાં, (૧૩) ગાજર, (૧૪) લુણી, (૧૫) લોઢી, (૧૬)ગિરિકર્ણિકા, (૧૭) કુમળાં પાંદડાં, (૧૮) ખરસૈયો, (૧૯) થેકની ભાજી, (૨૦) લીલીમોથ, (૨૧) લુલીના ઝાડની મોથ, (૨૨) ખીલોડાં, Page #161 -------------------------------------------------------------------------- ________________ (૨૩) અમૃતવેલી, (૨૪) મૂળા, (૨૫) ભૂમિફોડા, (૨૬) નવા અંકુરા, (૨૭) વથુલાની ભાજી, (૨૮) સુવેરવેલ, (૨૯) પાલખની ભાજી, (૩૦) કૂણી આંબલી, (૩૧) રતાળું, (૩૨) પીંડાળું . ૨૩ | “સસ્થગ્નિમુસલ-જંતગ, તણકઠે મંત-મૂલ-ભેસાજે ! દિન્ને દવાવિએ વા, પડિક્કમે દેસિ સર્ષે | ૨૪ II આઠમું વ્રત અર્થાત્ ત્રીજું ગુણવ્રત “અનર્થદંડવિરમણવ્રત” લીધા પછી બિનજરૂરી ચીજો જેમકે શસ્ત્ર, અગ્નિ, સાંબેલું, ઘંટી, ઘેટુડો, ઘાસ, કાષ્ઠ સાપને ખીલવવાનો મંત્ર, જડીબુટ્ટી અને ઔષધ વગેરે જરૂરિયાત વિનાની ચીજો આપી હોય અથવા અપાવી હોય તે સંબંધી દિવસ સંબંધી લાગેલાં પાપોનું પ્રતિક્રમણ કરું છું. તે ૨૪ II આ ગાથામાં શસ્ત્ર-અગ્નિ-સાંબેલું વગેરે કેટલીક જ ચીજોનો ઉલ્લેખ કરેલ છે. તો પણ તેને અનુસારે બીજી પણ આવી કોઈ પણ બિનજરૂરી ચીજો આપવા-અપાવવાથી નિરર્થક હિંસાદિ દોષોનું જ ઉત્તેજન થાય છે. માટે તે ત્યજી દેવું જોઈએ. I ૨૪ વ્હાણુ-વણ-વજ્ઞગ, વિલેણે-સહ-વ-રસ-ગંધે ! વત્થાસણ-આભરણે, પડિકમે દેસિ સબ્ધ II ૨૫ II અનર્થદંડ વિરમણવ્રત” નામનું આઠમું વ્રત ગ્રહણ કરીને જરૂરિયાત વિનાનું પ્રમાદવાળું આચરણ આચરવું જોઈએ નહિ, તે સંબંધી બીજી પણ કેટલીક હકીકતો આ ગાથામાં ગ્રંથકારશ્રી જણાવે છે: (૧) સ્નાન = અળગણ પાણીએ, અથવા અપરિમિતિ પાણીએ સ્નાન કર્યું હોય તથા તળાવ-નદી-સમુદ્રાદિ સ્થાનોમાં બહોળા પાણીથી સ્નાન કર્યું હોય, તથા નળ નીચે પણ અગણિત પાણીથી સ્નાન કર્યું હોય તે. (૨) ઉદ્વર્તન = પીઠી ચોળી હોય, મેલ ઉતાર્યો હોય, (૩) વર્ણક = અબીલ-ગુલાલ તથા તેવા પ્રકારના શૃંગારવર્ધક રંગોથી શરીરે રંગ ૧ અપરિમિત = જેનું કોઈ માપ ન હોય તે. ૨ શૃંગારવર્ધક = શણગાર શોભા વધારનાર, Page #162 -------------------------------------------------------------------------- ________________ લગાવ્યો હોય, (૪) વિલેપન = કેશર-ચંદન-તેલ-અત્તર વગેરેથી શરીરે વિલેપન કર્યું હોય, (૫) ટીવી,વીડીયો, રેડિયો તથા વાજિંત્રાદિના શબ્દોને રસપૂર્વક સાંભળ્યા હોય, (૬) ધારી ધારીને રૂપનિરખ્યું હોય, (૭) ખારાખાટા-મીઠા-સ્વાદોમાણ્યા હોય, (૮) અનેક જાતના સુગંધી પદાર્થો સૂધ્યા હોય, (૯) મનગમતાં મનમોહક ભપકાદાર વસ્ત્રો, આસનો અને અલંકારો પહેર્યો હોય. આવા અનેક પ્રકારના અનર્થદંડોમાં લાગેલા અતિચારોના દિવસસંબંધી પાપોની હું ક્ષમા માગું છું. ગાથા ૨૪૨૫મીમાં બિનજરૂરી અનર્થદંડોનો ઉલ્લેખ કરીને તેનો ત્યાગ કરવાની આપણને શીખ આપે છે. અને હવે આ વ્રતના પાંચ અતિચારો જણાવે છે. તે ૨૫ / “કંદખે કુકકુઈએ, મોહરિ અહિગરણ ભોગ-આઈરિક્તા દંડામિ આણઠાએ, તઈચંમિ ગુણવએ નિદે II ૨૬ II (૧) કંદર્પ = કામવિકાર-વાસના વધે તેવી વાતો કરવી, (૨) કૌકુચ્ય = કામવાસના ઉત્પન્ન થાય તેવા હાથ-પગ-મુખ અને આંખ વગેરેથી ઈશારાઓ કરવા. (૩) મોહરિ = વાચાળતાથી અઘટિત વચન બોલવું તે. અથવા મુખની ચેષ્ટાઓ કરવાપૂર્વક હાસ્યાદિકથી જેમતેમ બોલવું તે. (૪) અધિકરણ = પોતાની જરૂરિયાત કરતાં વધારે શસ્ત્રો (છરીચપ્પાં, કાતર, તરવાર, બંદૂક, વગેરે) ઘરમાં રાખવાં. (૫) ભોગાતિરિક્ત = ઉપભોગ અને પરિભોગમાં વપરાતી ચીજો ખપ કરતાં વધારે તૈયાર કરવી તે. આ પ્રમાણે અનર્થદંડ વિરમણવ્રત નામના ત્રીજા ગુણવ્રતને વિષે ઉપરોક્ત જે અતિચાર લગાડ્યા હોય તે દિવસ સંબંધી સર્વ પાપોની હું નિંદા કરું છું. ! ૨૬ II ૧ મનમોહક = મનને મોહ પમાડે તેવું. ૨ ભપકાદાર = દેખાવડાં, શોભાકારી. Page #163 -------------------------------------------------------------------------- ________________ “તિવિહે દુપ્પણિહાણે, અણવટ્ઠાણે તહા સઈ વિહૂણે । સામાઈચ વિતહકએ, પઢમે સિફખાવએ નિંદે II ૨૭ II આ ગાથામાં નવમું વ્રત, એટલે કે પહેલું શિક્ષાવ્રત જે ‘સામાયિક વ્રત’” તેના પાંચ અતિચારો કહે છે. બે ઘડી અર્થાત્ ૪૮ મિનિટ સુધી સંસારવ્યવહાર ત્યજી સાધુના જેવું બાહ્યજીવન, અને સમભાવવાળું આંતરિક જીવન સ્વીકારવું તે સમય દરમ્યાન ગમે તેવા ઇષ્ટ સંજોગો મળે તો પણ રાજી ન થવું, અને ગમે તેવા અનિષ્ટ સંજોગો આવી મળે તો પણ નારાજ ન થવું. તે સામાયિક વ્રત છે. આ વ્રત સ્વીકાર્યા પછી સામાયિકના કાળમાં નીચેના પાંચ અતિચારો ત્યજવા જોઈએ. (૧) મનદુપ્રણિદાન = મનમાં માઠા વિચારો કરવા, (૨) વચનદુપ્રણિધાન = દુષ્ટ વચનો બોલવાં, (૩) કાયદુપ્રણિધાન = કાયાથી કુચેષ્ટા કરી હોય. એમ મન-વચન તથા કાયાનો દુષ્ટ ઉપયોગ કર્યો હોય, (૪) અનવસ્થાન = અવિનયપણે સામાયિકમાં બેઠા હોઈએ, લાંબા પગ કરીને, સ્થાપનાચાર્યાદિથી ઊંચા આસને, પગ ઉપર પગ ચડાવી બેઠા હોઈએ, (૫) સ્મૃતિ અન્તર્ધાન = સામાયિકનો ધારેલો ટાઇમ ભૂલી ગયા હોઈએ. વહેલું-મોડું પળાયું હોય. આ પ્રમાણે કોઈ પણ રીતે સામાયિક વ્રતને વિપરીત કર્યું હોય, અર્થાત્ દોષિત કર્યું હોય તો તે સંબંધી સઘળાં પાપોની પહેલા શિક્ષાવ્રતને વિષે હું નિંદા કરું છું. ॥ ૨૭ II “આણવણે પેસવણે, સદે રૂપે અ પુગ્ગલખેવે । દેસાવગાસિઅંમિ, બીએ સિફખાવએ નિંદે ॥ ૨૮ ॥ C આ ગાથામાં ‘દેશાવગાસિક'' નામના દસમા વ્રતના અર્થાત્ બીજા શિક્ષાવ્રતના પાંચ અતિચારોનું વર્ણન છે. દેસાવગાસિવ્રતનો કંઈક અર્થ, આપણે વિચારીએ. હાલ આખા દિવસ દરમ્યાન ૮-૧૦સામાયિક કરવાં, અથવા બે પ્રતિક્રમણ સાથે ૧૨ સામાયિક કરવાં તેને દેશાવગાસિક પતિ પર Page #164 -------------------------------------------------------------------------- ________________ માનવાનો વ્યવહાર છે. પરંતુ જો આજ અર્થ બરાબર હોય તો આ ગાથામાં કહેલા અતિચારો તેમાં સંગત થતા નથી. કારણ કે સામાયિક માત્ર કરવામાં નિયમિતભૂમિ ધારવાની વાત આવતી જ નથી કે તે નિયમિતભૂમિ કરતાં બહારથી કંઈ લાવતાં અને મોકલતાં અતિચાર લાગે. માટે દેશાવગાસિકનો અર્થ સામાયિક માત્ર કરવાં તે નથી. પરંતુ કંઈક બીજો “એક દિવસ પૂરતી પણ ભૂમિ અત્યંત સંક્ષેપવી.” આજનો દિવસ ઘરની બહાર ભૂમિનો ઉપયોગ કરવો નહિ, અથવા પોળની બહારની ભૂમિનો ઉપયોગ કરવો નહિ ઈત્યાદિ રીતે ભૂમિનો અત્યંત સંક્ષેપ તે દેસાવગાસિક વ્રત છે. આ વ્રત લીધા પછી ગામમાં કે બીજા ગામમાં ટેલિફોન થાય નહિ, ટપાલ લખાય નહિ, બહારથી આવેલા ટેલિફોનો લેવાય નહિ, બહારથી આવેલી ટપાલો વંચાય નહિ, અર્થાત્ ઘર કે પોળ સંબંધી ભૂમિ સિવાઈની બહારની કોઈ પણ ભૂમિની વસ્તુઓ કે વ્યક્તિઓ સાથે વ્યવહાર થાય નહિ. આ સાચું યથાર્થ “દેશાવગાસિક” વ્રત છે. પરંતુ અનાદિની મોહની વાસનાના જોરે જીવ ભૂમિની નિયમિત ધારણા કર્યા પછી આવા દોષો ઉતાવળી પ્રકૃતિથી સેવે નહિ, એટલા માટે દિવસ દરમ્યાન સામાયિકો જ કરવી. જેથી જેમ કાંટાની વાડ વડે ખેતરનું ધાન્ય સુરક્ષિત રહે છે તેમ આ સામાયિકો વડે ધારેલો ભૂમિનો નિયમ સચવાય છે. માટે સામાયિક કરવાનો વ્યવહાર ચાલે છે. પરંતુ આવા સૂક્ષ્મજ્ઞાનના અભાવે આપણે સામાયિકને જ દસમું વ્રત માની લીધું છે અને ભૂમિ ધારવાનો મૂલ વ્યવહાર ભૂલી ગયા છીએ જે સુધારવું ખાસ જરૂરી છે. દેશાવગાસિક વ્રતમાં તે દિવસ પૂરતી જેટલી ભૂમિનો ઉપયોગ કરવાની ધારણા કરી હોય તેના કરતાં (૧) આનયનપ્રયોગ = બહારની ભૂમિથી કંઈ પણ વસ્તુ મંગાવી હોય, (૨) પ્રેસવણપ્રયોગ = બહારની ભૂમિમાં કંઈ પણ વસ્તુ મોકલાવી હોય, (૩) શબ્દાનુપાત = ધારેલી ૧ ઉતાવળી પ્રકૃત્તિ = ઉતાવળિયો સ્વભાવ. Page #165 -------------------------------------------------------------------------- ________________ ભૂમિની અંદર ઊભા રહી ઉધરસ-ખોંખારો ખાઈને કે તાલી પાડી, ટેબલ ખખડાવીને ભૂમિની મર્યાદા બહાર ઊભેલી વ્યક્તિનું ધ્યાન ખેંચ્યું હોય, તેની સાથે વાતચીત કરી હોય, (૪) રૂપાનુપાત = બહારની ભૂમિમાં ઊભેલી વ્યક્તિને બારી કે કાચમાંથી પોતાનું મુખ દેખાડી જાણકારી કરી હોય, તથા (૫) પુદ્ગલપ્રક્ષેપ = બહારની ભૂમિમાં ઊભેલી વ્યક્તિ ઉપર કાંકરો-પથ્થર કે કોઈ પણ પદાર્થ નાખી તેનું ધ્યાન દોર્યું હોય. એમ દેશાવગાસિક નામના દસમા વ્રતમાં અર્થાત્ બીજા શિક્ષાવ્રતમાં લાગેલા અતિચારોની હું નિંદા કરું છું. ॥ ૨૮ ॥ “સંથારુચ્યાવિહિ, પમાય તહ ચૈવ ભોયણાભોએ 1 પોસહવિહિવિવરીએ, તઈએ સિફ્નાવએ નિંદે ॥ ૨૯ II આ ગાથામાં અગ્યારમા ‘‘પૌષધવ્રતના’” અર્થાત્ ત્રીજા શિક્ષાવ્રતના પાંચ અતિચારોનું વર્ણન છે. આત્મામાં ધર્મની પુષ્ટિ કરે તે પૌષધ. આ પૌષધ એટલે એક દિવસ સાધુ જેવું જીવન જીવવું, ઘરનો ત્યાગ કરી ઉપાશ્રયે જઈ સામાયિકવ્રત ઉચ્ચરી આખો દિવસ સતત ધર્મધ્યાનમાં લીન થવું તે પૌષધ. સામાયિકવ્રત ૪૮ મિનિટનું હોય છે. અને પૌષધવ્રત ઓછામાં ઓછું એક દિવસનું એટલે ૪ પ્રહરનું હોય છે. અને રાતદિવસનો પૌષધ કરીએ તો ૮ પ્રહરનું હોય છે. આ રીતે સાધુ-મહાત્મા જેવું સંસારના ત્યાગસ્વરૂપ આ પૌષધવ્રત સ્વીકારીને પછી મોહને વશ પાંચ અતિચારો થઈ ચૂક્યા હોય તો તેની આ ગાથામાં હું નિંદા કરું છું. (૧) સંસ્થારવિધિવિપરીત = બેસવાનું આસન, અને ઊંઘવાનું માટેનું વસ્ત્ર તે સંથારો કહેવાય, તે જ્યાં પાથર્યો હોય તે ભૂમિ જોઈ ન હોય, પૂંજી ન હોય, બરાબર ન જોઈ હોય, એમ પૌષધના વ્રતથી જે કંઈ વિપરીત આચરણ કર્યું હોય; (૨), (૩) ઉચ્ચારવિધિવિપરીત લઘુનીતિ તથા વડીનીતિપ = ૧ ખોંખારો = ઉધરસ. ૨ પ્રહર = ત્રણ ક્લાક. ૩ અતિચારો = દોષોભૂલો ૪ લધુનીતિ માતૃ કરવું, પેશાબ કરવો, બાથરૂમ જવું. ૫ વડીનીતિ સંડાસ જવું, સ્થંડિલ જવું. = = = Page #166 -------------------------------------------------------------------------- ________________ કરવાની ભૂમિને જોઈ ન હોય, પૂંજી ન હોય, બરાબર જોઈ-મૂંજી ન હોય, એમ જે કંઈ વિપરીત કર્યું હોય; (૪) પ્રમાદાચરણસેવન = પૌષધમાં પ્રમાદ કર્યો હોય, ઘણી આળશ ઊંઘનિંદા કરી હોય; (૫) ભોજનાભોગ = તે દિવસના, અથવા પારણાના દિવસના ભોજનની ચિંતા કરી હોય. આ પ્રમાણે આ વ્રતના પાંચ અતિચારોમાં લાગેલા દોષોની હું નિંદા કરું છું કે ૨૯ | “સચ્ચિત્તે નિકિખવણે, પિહિણે વવસ મચ્છરે જેવા કાલાઈકમાણે, ચઉલ્થ સિફખાવએ નિન્દા ૩૦ || અતિથિસંવિભાગ” નામના બારમા વ્રતમાં અર્થાત્ ચોથા શિક્ષાવ્રતમાં જે જે અતિચારો લાગ્યા હોય, તેનું આ ગાથામાં વર્ણન છે. એક રાત્રિ-દિવસનો ઉપવાસપૂર્વક પૌષધ કરી બીજા દિવસે પારણામાં એકાસણું કરવું. તે એકસણાના ટાઈમે કોઈ અતિથિને (સાધુમહારાજને, સાધ્વીજીમહારાજને વહોરાવી, તે ન હોય તો ઉત્તમ વ્રતધારી શ્રાવકશ્રાવિકાને) જમાડી પછી પોતે જમવું તે અતિથિસંવિભાગવ્રત કહેવાય છે. અતિથિ = તિથિ જોઈને ન ચાલે, પરંતુનદીના વહેણની જેમ ગામાનુગામ વિચરતા વિચરતા ગમે ત્યારે જાણ કરાવ્યા વિના આવી જાય તે અતિથિ તેમની સંવિભાગ એટલે ભક્તિ કરવી તે અતિથિસંવિભાગવત કહેવાય છે. પારણાના દિવસે એકાસણાના ટાઈમે સાધુ-સાધ્વીજીને વહોરવા બોલાવ્યા હોય ત્યારે નીચે મુજબ પાંચ અતિચારો સેવાયા હોય તો તેની હું નિંદા કરું છું. (૧) સચ્ચિત્તનિક્ષેપ = સાધુને આપવા યોગ્ય વસ્તુ સચિત્ત વસ્તુ ઉપર મૂકી હોય. (૨) સચ્ચિત્તપિધાન = સાધુને આપવા યોગ્ય વસ્તુ ઉપર સચિત્ત વસ્તુ ઢાંકી દીધી હોય, આ રીતે સચિત્ત વસ્તુ ઉપર અને નીચે વહોરાવવા ૧ સંવિભાગ = ભક્તિ કરવી પતિ છે . Page #167 -------------------------------------------------------------------------- ________________ યોગ્ય વસ્તુ મૂકી હોય. (૩) પરવ્યપદેશ =વહોરાવવા યોગ્ય વસ્તુ પોતાની હોય અને (ન વહોરાવવાની બુદ્ધિથી) પારકાની કહી હોય, તથા પારકાની હોય અને વહોરાવવાની બુદ્ધિથી પોતાની કહી હોય. (૪) માત્સર્ય = વહોરાવતી વખતે માત્સર્ય = ઈર્ષાભાવ, દાઝ, લેષ રાખીને વહોરાવી હોય. (૫) કાલાતિક્રમ = વહોરાવવાના કાળનું ઉલ્લંઘન કર્યું હોય, ગુરુજી વહોરીને આવી ગયા પછી વહોરવા આવવાનું કહીએ, અથવા ખબર પડે કે વહોરીને આવી ગયા છે હવે આપણે ઘેર વહોરવા આવવાના નથી એટલે સારું લગાડવા વધારે જોરથી આવવાનો આગ્રહ કરીએ. આ પાંચે અતિચારોને ચોથા શિક્ષાવ્રતમાં હું નિંદા કરું છું. || ૩૦ || સુહિએસ અ દુહિસુ અ, જા મે અરજએસુ અણુમુકપા! રાગેણ વ દોષણ વ, તે નિંદે ત ચ ગરિહામિ I ૩૧ / જ્ઞાનાદિ ગુણોથી ભરપુર એવા જે સાધુ તે સુનિહિત અર્થાત્ સુખી સાધુ કહેવાય છે અને જ્ઞાનાદિ ગુણોથી હીન એવા જે સાધુ તે દુઃખી, અથવા શરીરના રોગોથી રહિત તે સુખી અને શરીરના રોગોથી સહિત તે દુઃખી આવા સુખી અને દુઃખી સાધુને વિષે, તથા પાર્શ્વસ્થાદિ શિથિલાચારી અસંયત સાધુઓને વિષે આ મારા સગા સંબંધી-સ્નેહી છે એવા રાગથી, અથવા અંદર દુશ્મનાવટ રાખીષથી જે દયા કરી હોય તેની નિંદા અને વિશેષ નિંદા કરું છું.” સાધુ-સાધ્વીજી ભગવન્તો, સંસારનાત્યાગી, નિઃસ્પૃહ અને નિર્લેપ છે માટે ભક્તિનું પાત્ર છે. અનુકંપાનું માત્ર નથી, વળી પૂજ્ય હોવાથી વંદનીયતાનું પાત્ર છે પરંતુ રાગ દ્વેષનું પાત્ર નથી. તેથી જેમ માતાને ભક્તિથી ખવડાવાય છે. પરંતુ બિચારી ડોશી માનીને ખવડાવાતું નથી તેમ સાધુ-સાધ્વીજીને ભક્તિથી ૧ સચિત્ત =જીવવાળી વસ્તુ. ૨ શિથિલાચારી= ઢીલા, શિથિલ આચારવાળા. ૩ અસંયત= અવિરત= વિરતિ વિનાના. ૪ દુશ્મનાવટ = દ્વેષભાવ-શત્રુભાવ રાખી. ૫ નિસ્પૃહ = સ્પૃહા વિનાના. Page #168 -------------------------------------------------------------------------- ________________ બહુમાનથી વહોરાવવું જોઈએ તેને બદલે બિચારા મહારાજને વહોરાવું, અથવા સગાસંબંધી સમજી રાગ-દ્વેષથી વહોરાવવું તે ઉચિત નથી. તેની આ ગાથામાં નિંદા કરેલી છે. સાધુ-સાધવીજીને વહોરાવવાની નિંદા નથી. પરંતુ તેમાં રહેલા દયાના ભાવની, રાગભાવની તથા દ્વેષભાવની આ ગાથામાં નિંદા કરેલી છે. તે ૩૧ | “સાહસુ સંવિભાગો, ન કઓ તવ-ચરણ-કરણપુસુ સંતે ફાસુ.દાણે, તે નિંદે ચ ગરિફામિ II ૩૨ II ઘરમાં આપવા યોગ્ય આહાર તૈયાર હોય, તથા તપશ્ચર્યા-ચારિત્ર અને ક્રિયાથી યુક્ત એવા સાધુભગવન્તો પધાર્યાોય,છતાં મંતેઓનું આતિથ્ય ન સાચવ્યું હોય તેની નિંદા અને વિશેષ નિંદા કરું છું. ૩ર // ઉત્તમ મહાત્માઓ આપણા આંગણે પધારે ત્યારે તેઓના ગુણો ઉપરના બહુમાનને લીધે “હું શું સેવા કરી છૂટું” એવી ભાવના હોવી જોઈએ તેને બદલે કોઈ પણ અગમ્ય કારણસર હું તેઓની ભક્તિબહુમાન ન કરી શક્યો હોઉં તો તેની આ ગાથામાં હું નિન્દા-વિશેષ નિન્દા કરું છું ૩૩ “ઈઅલોએ પરલોએ, જીવિઆ મરણે આ આસંસપઓગ પંચવિહો અઈચારો, મા મઝ હુઝ મરણંતે II ૩૩ II આ ગાથામાં સંલેખના વ્રતના પાંચ અતિચારોનું વર્ણન કરેલું છે. સંલેખના એટલે સંક્ષેપ કરવો, સંસારમાં હોવા છતાં સાંસારિક ભાવો ટૂંકાવવા, ઓછા કરવા, અત્યંત જરૂરિયાત સિવાયના ભાવોનો ત્યાગ કરવો તે સંખના.જેમ બારવ્રત લેતાં પહેલાં સમ્યકત્વવ્રત મૂળભૂત હોવાથી શોભાકારી છે તેમ આ સંખનાદ્રત બારવ્રતના ફળરૂપ હોવાથી શિખરતુલ્ય શોભાકારી છે. તે વ્રત ગ્રહણ કર્યા પછી નીચે મુજબ પાંચ અતિચારો સેવાયા હોય તો તેની નિંદા કરું છું. ૧ બહુમાન = અન્દરનો પૂજ્યભાવ. ૨ પ્રાસુકદાન = નિર્દોષ આહારનું દાન. ૩ આતિથ્ય = મહેમાનગીરી. ૪ અગમ્ય = ન કહી શકાય, ન જાણી શકાય તેવું કારણ. દિક Page #169 -------------------------------------------------------------------------- ________________ (૧) ઈહલોકારશંસાપ્રયોગ =આ લોકમાં ધર્મના પ્રભાવથી સુખી થવાની ઇચ્છા થવી તે. (૨) પરલોકાશંસાપ્રયોગ =ધર્મના પ્રભાવથી પરભવમાં દેવ થવાની, સુખી થવાની, અથવા રાજા-મહારાજા કે ચક્રવર્તી થવાની ઇચ્છા થવી તે. (૩) જીવિતાસંસાપ્રયોગ =સંસારનું સુખ આવે ત્યારે લાંબું લાંબુ જીવન ઇચ્છવું તે. (૪) મરણશંસાપ્રયોગ =સંસારનું દુઃખ આવે ત્યારે મરણ ઇચ્છવું તે. (૫) કામભોગાશંસાપ્રયોગ =અતિશય કામ-ભોગોની તથા તેનાં સાધનોની ઇચ્છા કરવી તે. સંલેખનાવ્રતના આ પાંચ અતિચારોની હું નિન્દા તથા વિશેષનિન્દા કરું છું તથા આવા અતિચારો મને મરણાન્ત પણ ન હજો એમ ઇચ્છું છું. ૩૩ કાણ કાઇઅસ, પડિકમે વાઇઅર્સ વાયાએ ! માણસા માણસિઅરસ, સવાસ વગાઇઆરસ ૩૪ . આ ગાળામાં સમ્યત્વવ્રત, શ્રાવકનાં બારવ્રત, તથા સંલેખનાવ્રત એમ સર્વે પણ વ્રતોના અતિચારોનું એકીસાથે પ્રતિક્રમણ કરેલું છે. ઉપરોક્ત સર્વે વ્રતોના જે કોઈ નાના-મોટા અતિચારો મેં કાયાથી કર્યા હોય, ભાષાથી બોલ્યો હોઉં, અને મનથી વિચાર્યા હોય, તે સર્વે અતિચારોનું હું પ્રતિક્રમણ કરું છું. // ૩૪ | “વંદણ-વય- સિખા, ગારસુ સનના-સાય દંડેસુલ ગુનીસુ આ સમિલ્સ અ, જે આ આઇઆરો તે નિટે ૩૫ . આ ગાળામાં કરવા લાયક ઉત્તમ ધર્મકાર્યોમાં મારાથી જે કોઈ દોષ સેવાઈ ગયો હોય તેની નિન્દા કરું છું. એકેક ધર્મકાર્યને યાદકરીને અતિચારોની નિંદા કરું છું. (૧) વંદનકાર્ય =બે પ્રકારનું છે. દેવને વંદન અને ગુરુને વંદન. આ બન્ને કાર્યો કરવામાં Page #170 -------------------------------------------------------------------------- ________________ (૨) વ્રતકાર્ય =શ્રાવકજીવનનાં પાંચ અણુવ્રતાદિ ઉપરોક્ત બાર વ્રતોનું પાલન કરવામાં; (૩) શિક્ષાકર્મ =શાસ્ત્રોનો અભ્યાસ કરવો તે ગ્રહણશિક્ષા, અને તે પ્રમાણે પોતાનું જીવન બનાવવું તે આસેવનશિક્ષા, એમ બે પ્રકારની શિક્ષા પાળવામાં; (૪) ગારવ =ત્રણ જાતની લાલસાને ગારવ કહેવાય છે. (૧) ઘીદૂધ-દહીં વગેરે રસવાળી વસ્તુઓ ખાવાની ઇચ્છા તે રસગારવ, (૨) ધનધાન્યાદિ સમૃદ્ધિની ઇચ્છા તે ઋદ્ધિગારવ, અને (૩) સુખ-આરોગ્ય વગેરેની ઇચ્છા તે સાતાગારવ આ ત્રણ પ્રકારના ગારવ (લાલસાઓ) મેં કર્યા હોય; (૫) સંજ્ઞા =આહાર, ભય, મૈથુન અને પરિગ્રહાદિ સંજ્ઞાઓ તથા બીજી ૧૦-૧૬ સંજ્ઞાઓ સેવી હોય; (૬) કષાય =જેનાથી સંસાર વધે તે ક્રોધ-માનાદિ ચાર કષાયો કર્યા હોય; (૭) દંડ =જે અશુભયોગોથી આત્મા ધર્મભ્રષ્ટ થાય તે દંડ, મનદંડ, વચનદંડ, કાયદંડ કર્યા હોય; (૮) ગુપ્તિ =મનગુપ્તિ વગેરે ઉત્તમ એવી ત્રણ ગુપ્તિઓ પાળી ન હોય; (૯) સમિતિ =ઈર્યાસમિતિ વગેરે ઉત્તમ એવી પાંચ સમિતિ બરાબર પાળી ન હોય; - આ પ્રમાણે ઉપરોક્ત ધર્મકાર્યોમાં મારા જીવે જે કોઈ અતિચારો અથવા દોષો લગાડ્યા હોય તે તમામ અતિચારોની હું નિન્દા કરું છું. ૩૫ | અહીં વ્રતોના અતિચારોની, તથા પ્રાસંગિક ધર્માનુષ્ઠાનોના ૧ પ્રાસંગિક = પ્રસંગને અનુરૂપ. ૨ ધર્માનુષ્ઠાન = ધર્મક્રિયાઓ. Page #171 -------------------------------------------------------------------------- ________________ અતિચારોની નિન્દા-ગર્હા-પ્રતિક્રમણાદિની વાત પૂર્ણ થાય છે. શ્રાવકશ્રાવિકાનાં કુલ બારવ્રતો છે. અને તેના ૧૨૪ અતિચારો છે. તેની ટૂંકી સમજ આ પ્રમાણે છેઃ (૧) જ્ઞાનાચારના ८ (૩) ચારિત્રાચારના ८ (૫) વીર્યાચારના ૩ (૭) સમ્યક્ત્વ મૂલવ્રતના ૫ (૯) કર્માદાનના ૧૫ (૨) દર્શનાચારના ८ (૪) તપાચારના ૧૨ (૬) બારવ્રતના પાંચપાંચ ૬૦ (૮) સંલેખના વ્રતના ૫ ૧૨૪ એમ ૧૨૪ અતિચારો સમજવા. વંદિત્તાની પાંત્રીસ ગાથા સુધીમાં ઉપરોક્ત ૧૨૪ અતિચારોનું વર્ણન કર્યું. હવે પછીની ગાથાઓમાં આવો ધર્મપ્રિય સમ્યગ્દષ્ટિ જીવ કેવો હોય તેનું વર્ણન કરે છે. “સમ્મÊિદ્ધિ જીવો, જઇવિ હુ પાપં સમાયરે કિંચિ 1 અપ્પો સિ હોઇ બંધો, જેણ ન નિદ્વંસણં કુણઇ II ૩૬ II સમ્યગ્દષ્ટિ એવો આત્મા (ગૃહસ્થ હોવાથી) જો કે કંઈક પાપાચરણ કરે છે. તો પણ તે આત્માને અલ્પકર્મબંધ થાય છે. કારણ કે તે આત્માના પરિણામ નિધ્વંસ હોતા નથી અર્થાત્ કોમળ હોય છે. માટે ચીકણાં કર્મ બંધાતાં નથી. II ૩૬ ॥ “તં પિ હું સપડિક્ષ્મણં, સમ્પરિઆવું સ ઉત્તરગુણં ચ । ખિમાં ઉવસામેઇ, વાહિવ્વ સુસિખિઓ વિો II ૩૭ II સારો સુશિક્ષિત વૈદ્ય જેમ વ્યાધિને જલ્દી શાન્ત કરે છે તેમ આ સમ્યગ્દષ્ટિ જીવ થોડા પણ તે કરેલા પાપને પ્રતિક્રમણ, પશ્ચાત્તાપ, અને પ્રાયશ્ચિત્ત કરવા દ્વારા બહુ જલ્દી નાશ કરે છે. II ૩૭ II ૮૧ પાપાચરણ = પાપવાળાં આચરણો. ૨ અલ્પકર્મબંધ = બહુ જ થોડું કર્મ બંધાય તે. ૩ નિર્ધ્વસ = કઠોર, આકરાં. ૪ સુશિક્ષિત = ભણેલો-ગણેલો વૈદ્ય, ૫ વ્યાધિને = રોગને. ૬ પ્રાયશ્ચિત્ત = કરેલા પાપના દંડ રૂપે તપાદિ કરવા તે. (પ્રતિક્ષણ સૂત્ર Page #172 -------------------------------------------------------------------------- ________________ જહા વિસ કુક-ગચં, મંત-મૂલ-વિસારયામાં વિજા હાંતિ મંતહિં, તો તે હવઇ નિલ્વિસ ૩૮ | જેમ શરીરમાં વ્યાપ્ત થયેલા સર્પાદિના વિષને મંત્ર તથા જડીબુટ્ટીની જાણકારીમાં વિશારદ એવા વૈદ્યો મંત્રો વડે હણે છે અને તેથી આ શરીર જેમ નિર્વિષ બને છે, વિષવિનાનું નિરોગી બને છે. “એવું અઠવિહં કર્મ, રાગદોસસમજિ. આલોખંતો અ નિદંતો, ખિપ્પ હાઇ સુસાવઓ II ૩૯ II એ પ્રમાણે રાગ અને દ્વેષ વડે બંધાયેલાં આઠ પ્રકારનાં કર્મોની આલોચના અને નિંદા કરતો આ સુશ્રાવક કર્મોને જલ્દી જલ્દી હણે છે. ll “કચપાવો વિ મયુરસો, આલોઇડ્ય" નિંદિયા ગુરુસગાસે હોઇ અઇરેગ લઘુઓ, ઓહરિઅ“ભવ્ય ભારવહોr ૪૦ II ભાર ઉપાડનારો મજૂર જેમ ભાર ઉતારીને ઘણો હળવો થાય છે તેમ પાપ કર્યું છે જેણે એવો પણ મનુષ્ય ગુરુની પાસે પોતાના પાપની આલોચના કરીને તથા આત્મસાક્ષીએ પોતાના પાપની નિંદા કરીને અત્યન્ત હળવો થાય છે. તે ૪૦ || “આવસએણ" એએણ, સાવ જઇવિ બહુરઓ હોઇ I દુકખાણમંત-કિરિઅર કાઢી અગિણ કાલણ II ૪૧ || કદાચ શ્રાવક (ભૂતકાળમાં કરેલા પાપોની અપેક્ષાએ) બહુ પાપવાળો હોય તો પણ આ આવશ્યક એવી પ્રતિક્રમણની ક્રિયા વડે અલ્પ કાળમાં જ દુઃખોની અંતક્રિયા(વિનાશ) કરનારો બનશે. / ૪૧ || ૧ વિશારદ = પંડિત, વિદ્વાન. ૨ નિર્વિષ= ઝેર વિનાનું. ૩ આલોચના = નિંદા અથવા પ્રાયશ્ચિત્ત. ૪ કપાવો = પાપ કર્યું છે જેણે એવો મનુષ્ય. પ આલોઈય = આલોચના કરવા દ્વારા. ૬ નિંદિય = નિંદા કરવા દ્વારા. ૭ અરેગલહુઓ = અત્યન્ત હળવો. ૮ ઓહરિઅભરૂવ= ઉતારેલા ભારવાળાની જેમ. ૯ ભારવહો=મજૂર. ૧૦ આવસ્સએણ =અવશ્ય કરવાલાયક. ૧૧ બહુરઓ=ઘણા પાપવાળો પણ. ૧૨ અંતકિરિઅં=વિનાશ. ૧૩ અચિરણ = જલ્દી. Page #173 -------------------------------------------------------------------------- ________________ “આલોયણા બહુવિહાર, નય સંભરિયા પડિકમણકાલે ! મૂલગુણ-ઉત્તરગુણે, તે નિંદે તં ચ ચરિવામિ ૪૨ || આ જીવે ભૂતકાળમાં નાનાં-મોટાં ઘણા પ્રકારનાં પાપકર્મો કર્યા છે. તેથી તે તમામ પાપોની આલોચના પણ ઘણા પ્રકારની છે. શ્રાવકજીવનના પાંચ અણુવ્રત સ્વરૂપ મૂલગુણ અને ૩ ગુણવ્રત તથા ૪ શિક્ષાવ્રત સ્વરૂપ ઉત્તરગુણોને વિષે જે જે આલોચના પ્રતિક્રમણના ટાઈમ નસંભાળી હોય તે તે પાપોની હુંનિંદા કરું છું. આત્મસાક્ષીએ વિશેષ નિંદા કરું છું. તે ૪૨ // તજ્ઞ ધમ્મરસ કેવલી, પન્નવસ્ત્ર અશુદ્ધિઓમિ આરાણાએ. વિરઓસિ વિરાહાર એ ડિવિહેપક્તિ વંદામિચિઉસ ૪૩ કેવલજ્ઞાની પરમાત્માઓએ બતાવેલા તે શ્રાવકધર્મની આરાધના કરવા માટે હું તૈયાર થયો છું અને વિરાધનાઓથી અટકેલો છું. આ પ્રમાણે પાપોનું ત્રિવિધ પ્રતિક્રમણ કરતો એવો હું ચોવીસે જિનેશ્વરભગવન્તોને વંદન કરું છું. ૪૩ | “જાવંતિ ચેઇઆઇ, ઉફ આ અહે અતિરિઅલોએ આ સવ્વાઇં તાઇ વંદે, ઇહ સંતો તલ્થ સંતાઇ જ || જીવંત કે વિ સાહ, ભરઠેરવચમહાવિદેહે આ 1 સબેસિં તેસિપણઓ, તિવિહેણ તિદંડવિયાણ I ૪૫ II આ બન્ને ગાથાના અર્થો પૂર્વે આવી ગયા છે. ઊર્ધ્વલોક, અધોલોક અને તિછલોકમાં જે કોઈ ચેત્યો છે તે સર્વને અહીં રહેલો એવો હું ત્યાં રહેલા ચૈત્યોને વંદન કરું છું. ભરત-ઐરાવત અને મહાવિદેહ એમ ત્રણે ક્ષેત્રોમાં મન-વચન અને કાયાનાં પાપોથી અટકેલા જે કોઈ સાધુભગવન્તો છે તે સર્વેને હું ત્રિવિધ પ્રણામ કરું છું. // ૪૪-૪૫ / ૧ બહુવિહા = બહુપ્રકારની. ૨ પન્નસ્સર કહેલા, જણાવેલા. ૩ અભુઠિઓ = તૈયાર થયો છું, ઉપસ્થિત બન્યો છું. ૪ વિરઓમિ = અટક્યો છું. ૫ તિવિહેણ = ત્રિવિધે, મનવચન-કાયાથી. Page #174 -------------------------------------------------------------------------- ________________ ચિર-સંચિઅ-પાવ-પણાસણીઇ, ભવ-સચ-સહસ્સ-મહણીએ 1 ચઉવીસ-જિણ-વિણિગ્ગય-કહાઇ, વોલંતુ મે દિઅહા || ૪૬ || ચિરસંચિઅ =લાંબા કાળનાં બાંધેલા, પાવપણાસણીઇ–પાપોનો નાશ કરનારી ભવસયસહસ્સ = લાખો ભવોનું, મહણીએ =મથન કરનારી, કાપનારી ચઉવીસજિણ–ચોવીસ જિનેશ્વર પ્રભુના, વિણિગ્ગયકહાઇ =મુખથી નીકળેલી ધર્મકથા વોલંતુ =પસાર થજો મે=મારા દિઅહા=દિવસો લાંબા કાળનાં બંધાયેલાં પાપોનો નાશ કરનારી, લાખો ભવોનું મથન કરનારી,ચોવીસ જિનેશ્વરભગવન્તોના મુખથી નીકળેલી ધર્મકથાઓ કરતાં કરતાં મારા દિવસો પસાર થજો. ॥ ૪૬ ॥ “મમ મંગલ મરિહંતા, સિદ્ધા સાહૂ સુબં ચ ધર્મો અ। સમ્મÉિટ્ઠિ દેવા, દિંતુ સમાહિં ચ બોહિં ચ || ૪૭ || (૧) અરિહંત પરમાત્મા, (૨) સિદ્ધ પરમાત્મા, (૩) સાધુભગવન્તો, (૪) શ્રુતધર્મ આ ચારે મને મંગલભૂત હોજો, તથા સમ્યગ્દષ્ટિ દેવો મને સમાધિ અને બોધિબીજ આપજો. ૫૪૭ || “પડિસિદ્ધાણં કરણે, કિચ્ચાણ મકરણે પડિક્કમણં 1 અસદહણે અ તહા, વિવરીય પરૂવણાએ અ II ૪૮ ॥ આ ગાથામાં પ્રતિક્રમણ શા માટે કરાય છે તેનાં ચાર કારણો બતાવેલ છે. તે આ પ્રમાણે છે : (૧) પડિસિદ્ધાણં કરણે =શાસ્ત્રોમાં પ્રતિષેધ કરેલાં અશુભ કામો આપણે કર્યાં હોય, (૨) કિચ્ચાણમકરણે =કરવા લાયક ધર્મકાર્યો ન કર્યા હોય, (૩) અસદૃહણે =શાસ્ત્રોમાં કોઈ પણ જગ્યાએ મેં અશ્રદ્ધા કરી હોય, (૪) વિપરીત પ્રરૂપણા=શાસ્ત્રથી વિરુદ્ધ પ્રરૂપણા કરી હોય; એમ આ ચાર કારણોસર મેં જે કંઈ પણ ૧ સમાધિ = સમતાભાવ. ૨ બોધિબીજ = સમ્યક્ત્વ. 190-34 શ Page #175 -------------------------------------------------------------------------- ________________ અઘટિત કર્યું હોય તેના નિવારણ અર્થે મારે પ્રતિક્રમણ કરવું અત્યન્ત જરૂરી છે. II૪૮ || “ખામેમિ સવ્વજીવે, સવ્વ જીવા ખમંતુ મે | મિત્તી મે સવભૂએસ, વેર મર્જ ન કેણઇ | ૪૯ I સર્વ જીવોને હું ખમાવું , સર્વે જીવો મને ખમાવો, મારે સર્વ જીવોની સાથે મૈત્રી છે. એટલે કે કોઈની પણ સાથે વૈર નથી. આ ગાથામાં મારે સર્વ જીવોની સાથે મૈત્રી છે. એ પદનો જ અર્થ એવો કરવો કે મારે કોઈની પણ સાથે વૈમનસ્ય નથી. વૈરનો અભાવ તે જ મૈત્રી એમ અર્થ કરવો, કારણકે જેમ વૈર-દ્વેષ ત્યજવા લાયક છે તેમ મૈત્રી સ્નેહ પણ ત્યજવા લાયક છે. માટે મૈત્રીનું વિધાન ન કરવું. પરંતુ વૈમનસ્યનો નિષેધ કરવો. ૪૯ || એવમહં આલોઇએ, નિદિઆ ગરહિએ દુક સમ્મા તિવિહેણ પડિકંતો, વંદામિ જિણે ચઉવ્વીસ I ૫૦ || આ પ્રમાણે મારાં કરેલાં પાપોની મેં આલોચના કરી, નિંદા કરી ગુરુસાક્ષીએ વિશેષ નિંદા કરી, સમ્યપ્રકારે દુર્ગછા પણ કરી, તેથી મનવચન અને કાયાએ કરી પાપોનું પ્રતિક્રમણ કરતો છતો અત્યન્ત શુદ્ધનિર્મળ થઈને હું ચોવીસે જિનેશ્વરભગવન્તોને (ભાવથી) વંદના કરું છું. છે ૫૦ || આ પ્રમાણે વંદિતાસૂત્રથી શ્રાવક-શ્રાવિકાના જીવનમાં વ્રતોસંબંધી લાગેલા અતિચારોની આલોચના કરી અત્યન્ત પવિત્ર થઈ, વિરાધનાથી બચી, આરાધનામાં જોડાવું એ જ યથાર્થ હિતોપદેશ છે. (શ્રી અભુઠિઓ (ગુરૂખામણાં) સૂગ - ૩૬) ઇચ્છાકારે સંદિસહ ભગવન્! અભુઠિઓમિ અભિંતર દેવસિ પામેલું ઇચ્છે. ખામેમિ દેવસિએ, અંકિંચિ અપત્તિ, ૧ અપત્તિએ = અપ્રીતિ થાય તેવું. Page #176 -------------------------------------------------------------------------- ________________ પરપત્તિ, ભજે, પાણે, વિણએ, વેયાવચ્ચે, આલાવે, સંલાવે, ઉચ્ચાસણે, સમાસણે, અંતરભાસાએ, ઉવરિભાસા, અંકિંચિ મઝ વિણચ-પરિહણ સુહમં વા વારંવા તુર્ભે જાણહ, અહં ન જાણામિ, તરસ મિચ્છામિ દુક્કડં ૩ાા આ સૂત્રમાં આપણને ધર્મ સમજાવનારા ધર્મગુરુની સાથે જે કંઈ પણ અવિનય-આશાતના થઈ હોય તેની ક્ષમા માગવામાં આવે છે. એટલા જ માટે આ સૂત્રનું બીજાં નામ “ક્ષમાપના” સૂત્ર પણ કહેવાય છે. તેનો અર્થ આ પ્રમાણે છે : હે ભગવાન!તમે ઈચ્છાપૂર્વક આજ્ઞા આપોતો આપશ્રીની સાથે આખા દિવસ દરમ્યાન જે કોઈ અપરાધો થયા હોય તે તમામ અપરાધોને ખમાવવા હું ઇચ્છું છું. (અહીં ગુરુજી “ખામેહ''કહીને ખમાવવાની રજા આપે છે). પછી શિષ્ય આગળ કહે છે, “ઇચ્છે.” આપની આજ્ઞા હું સ્વીકારું છું =આખા દિવસમાં જે કંઈ પણ અપ્રીતિ ઉત્પન્ન થાય એવું કાર્ય કર્યું હોય તથા વધુ પડતી અપ્રીતિ ઉત્પન્ન થાય એવું કામ કર્યું હોય, અથવા આપના પ્રત્યે દ્વેષભાવ રાખનારા એવા વિરોધી=પરને પ્રીતિ ઉત્પન્ન થાય એવુ કામ કર્યું હોય, ભોજન, પાણી, વિનય, અને વૈયાવચ્ચના કામકાજમાં જે કંઈપણ વિનયરહિત કાર્ય કર્યું હોય, આપશ્રીએ મને એકવાર બોલાવ્યો હોય, અથવા વારંવાર બોલાવ્યો હોય છતાં મેં જવાબ આપીને અવિનય કર્યો હોય, આપશ્રીના આસનથી હું ઉચ્ચાસને બેઠો હોઉં, અથવા સમાન આસને બેઠો હોઉં, તમે બોલતા હો તેમાં હું વચ્ચે વચ્ચે બોલ્યો હોઉં, તમે બોલી રહ્યા પછી તમારી કહેલી વાત વિશેષથી હું બોલ્યો હોઉં આ રીતે જે કંઈપણ આપશ્રીના વિનય વિનાનું સૂક્ષ્મ અથવા બાદર વર્તન મેં કર્યું હોય કે જે વર્તનતમે જાણતા હો અને હું જાણતો હોઉં તો તે મારું સઘળું ૧ પરપતિએ = વિરોધીને પ્રીતિ થાય તેવું. ૨ આલાવે = એક્વાર બોલાવ્યો હોય. ૩ સંલાવે =વારંવાર બોલાવ્યો હોય. ૪ અંતરભાસાએ = વચમાં બોલ્યો હોઉં. ૫ ઉવરિભાસાએ = તમે બોલી રહ્યા પછી વધુ બોલ્યો હોઉં. Page #177 -------------------------------------------------------------------------- ________________ પાપ મિથ્યા થજો. ગુરુજીની સાથે આપણો જે કંઈ અવિનય થયો હોય તેની આ સૂત્ર બોલવા દ્વારા ક્ષમા માંગવામાં આવી છે. ।। ૩૬ ॥ શ્રી આયરિય-ઉવજ્ઝાયે સૂત્ર - ૩૭ “આયરિય ઉવજ્ઝાએ, સીસે સાહમિએ કુલ ગણે આ જે મેં કેઇ કસાયા, સવ્વ તિવિહેણ ખામેમિ ॥ ૧ ॥ સવ્વસ સમણસંઘમ્સ, ભગવઓ અંજલિ કરિય સીસે સર્વાં ખમાવત્તા, ખમામિ સવ્વસ અહયંપિ || ૨ || સવ્વસ્ત જીવરાસિમ્સ, ભાવઓ ધમ્મનિહિય નિયચિત્તો, સર્વાં ખમાવઇત્તા, ખમામિ સવ્વસ અહયંપિ || ૩ || આ સૂત્ર સવાર-સાંજના પ્રતિક્રમણમાં વંદિત્તા પછી ૨+ ૨ =૪ વાંદણાં બોલ્યા પછી બોલાય છે. પહેલી ગાથામાં આચાર્યાદિ વિશિષ્ટ સાધુઓની સાથે થયેલા અપરાધોની તથા બીજી ગાથામાં સમસ્ત સાધુ સમુદાયની સાથે થયેલા અપરાધોની અને ત્રીજી ગાથામાં સમસ્ત જીવોની સાથે થયેલા અપરાધોની ક્ષમા માગવામાં આવે છે. આચાર્યમહારાજ, ઉપાધ્યાયજીમહારાજ, તેમનો શિષ્યસમુદાય, સાધર્મિક તથા કુલ એટલે એક આચાર્યમહારાજનો પરિવાર, અને ગણ એટલે ઘણા આચાર્યમહારાજાઓના પરિવાર, આ સર્વે પૂજ્ય વ્યક્તિઓ પ્રત્યે મેં કંઈ પણ કષાયો કર્યા હોય, તે સર્વને હું ત્રિવિધ ખમાવું છું. ॥ ૧ ॥ ભગવઓ એટલે પૂજ્ય એવા શ્રી સમસ્ત સાધુસમુદાય પ્રત્યે લલાટે બે હાથ જોડીને મારાથી થયેલા સર્વ અપરાધોની ક્ષમા માગીને, તેઓએ કરેલા સર્વ અપરાધોની હું પણ ક્ષમા આપું છું. અત્યન્ત વંદનીય એવા સમસ્ત સાધુસંઘ પ્રત્યે મેં જે કોઈ અપરાધો કર્યા હોય તેની કપાળે હાથ જોડીને ક્ષમા માગું છું અને તેઓએ કોઈએ મારો અપરાધ કર્યો હોય તો તે સર્વને હું ક્ષમા આપું છું. ॥ ૨ ॥ પ્રાણ સને - ૧૭ Page #178 -------------------------------------------------------------------------- ________________ ભાવથી અત્યન્ત થાપ્યું છે ધર્મમાં ચિત્ત જેણે એવો હું સંસારના તમામ જીવરાશિ પ્રત્યે મારાથી જે કોઈ અપરાધો થઈ ચૂક્યા હોય તે સર્વ અપરાધોને ખમાવું છું. એટલે થયેલા અપરાધોની હું ક્ષમા માગું છું. અને તે સમસ્ત જીવરાશિએ મારા પ્રત્યે જે જે અપરાધો કર્યા હોય તેની હું ક્ષમા આપું છું. | ૩ || આચાર્યાદિ કોઈપણ પૂજ્યવર્ગ, સમસ્ત સાધુસમુદાય તથા સંસારનો તમામ જીવરાશિ, આ ત્રણે પ્રત્યે મેં જે કોઈ અવિનય, આશાતના, ભૂલચૂક કરી હોય તેની ક્ષમા માગું છું અને તેઓએ જે કંઈ અવિનય આશાતના મારા પ્રત્યે કરી હોય તેની ક્ષમા આપું છું. કોઈની પણ સાથે વેર-ઝેર, વૈમનસ્ય ન રહે, કષાયો ન થાય, અને તેથી જન્મમરણની પરંપરા ઘટે, એવા મહાન આશયથી સ્વ-પરની ક્ષમાયાચના અને ક્ષમાપ્રદાન કરવામાં આવે છે. // ૩૭ . નશ્રી નમોસ્તુ-વર્ધમાનાય સૂત્ર - ૩૮) ઇરછામો અણુસ હિં, નમો ખમાસમણાણ નમોહસિદ્ધાચાયોંપાધ્યાય સર્વસાવ્યા નમોસ્તુ વર્ધમાનાય, સ્પર્ધમાનાય કર્મણા ! તજવાનમોક્ષાચ, પરોક્ષાય કુતીર્થનામ I ૧ | ચેષાં વિચારવિંદરાજ્યા, જ્યાયઃ કમ કમલાવલિ દઇત્યા સદરિતિ સંગત પ્રશસ્ય, કથિત સંતુશિવાય તે જિનેશ્વર I 2 II કષાય તાપાર્દિત જવુ નિવૃતિ, કરોતિ ચો નમુખાસ્તુદોત્રત સ શુઝ માસોભવ-વૃષ્ટિ-સરિભો, દાતા મચિ વિર ગિરમાં ૩ Page #179 -------------------------------------------------------------------------- ________________ પહેલી ગાથામાં ભગવાન મહાવીર સ્વામીની, બીજી ગાથામાં સમસ્તજિનેશ્વરપરમાત્માની, અને ત્રીજી ગાથામાં જિનેશ્વરભગવન્તોની વાણીની સ્તુતિ છે. દૈવિસક-પષ્મી આદિ સાંજના પ્રતિક્રમણોમાં છ આવશ્યકો નિર્વિને પૂર્ણ થયા પછી તેની નિર્વિઘ્ન પૂર્ણતા થઈ તે માટે હર્ષોલ્લાસ પ્રગટ કરવા રૂપે ચૈત્યવંદન સ્વરૂપે સમસ્ત સંઘ સાથે મળીને આ સ્તુતિ બોલે છે. ઈચ્છામો =અમે ઇચ્છીએ છીએ અણુસદ્ઘિ =ગુરુજીની આજ્ઞાને નમો ખમાસમણાણું =સાધુ ભગવન્તોને નમસ્કાર થાઓ નમોસ્તુ =મારા નમસ્કાર હોજો, વર્ધમાનાય =શ્રી વર્ધમાન સ્વામીને સ્પર્ધમાનાય કર્મણા =કર્મોની સાથે સ્પર્ધા કરનારા તજ્જયા =તે કર્મોને જીતીને અવાપ્તમોક્ષાય =પ્રાપ્ત કર્યો છે મોક્ષ જેમણે એવા પરોક્ષાય =સમજાય નહિ તેવા, કુતીર્થિનામ્ =કુતીર્થિકોને, મિથ્યાદૃષ્ટિઓને કર્મોની સાથે સ્પર્ધા કરનારા કર્મો જીતવાથી પ્રાપ્ત ક્ય છે મોક્ષ જેમણે એવા અને મિથ્યાદૃષ્ટિઓને ન સમજાય તેવા શ્રી વર્ધમાન સ્વામીને મારા નમસ્કાર હોજો. આ ગાળામાં પ્રભુશ્રી મહાવીર સ્વામીને નમસ્કાર કરેલ છે. તેઓનાં ત્રણ વિશેષણો છે: (૧) કર્મોની સાથે હરીફાઈ કરનારા, કર્મો સંસારના લગભગ તમામ જીવોને દુઃખ આપે છે. નચાવે છે એટલે બળવાન છે જ, પરંતુ પ્રભુ તો બળવાન એવા પણ તે કર્મોને હરાવનારા છે તેથી જાણે કર્મોની સાથે હરીફાઈ આદરી હોય તેવા; (૨) તે કર્મોને જીતીને તેનો સંપૂર્ણપણે વિનાશ કરીને પ્રાપ્ત કર્યો છે મોક્ષ જેમણે એવા; (૩) મિથ્યાદૃષ્ટિ, અજ્ઞાની એવા જે જીવો છે તેઓને ન સમજાય તેવા ઉત્તમોત્તમ મહાત્મા શ્રી મહાવીર પ્રભુને હું વંદન કરું છું. / ૧ // ૧સ્પર્ધા = હરીફાઈ. રમિથ્યાષ્ટિજીવોને=જેમને ભગવાનના ધર્મ ઉપર રુચિ નથી-પ્રીતિ નથી તેઓને. ૩ ઉત્તમોત્તમ = સર્વથા ઉત્તમ. ( પ્રતિક્રમણ સૂત્ર ૧૭પ Page #180 -------------------------------------------------------------------------- ________________ યેષાં =જેઓના, વિકચ =વિસ્વર, ખીલેલ, અરવિંદ =કમળો, રાજ્યા =પંક્તિ વડે, જ્યાય =પ્રશંસનીય, ક્રમ =ચરણ, કમલાવલિ =કમલોની પંક્તિને, દધત્યા =ધારણ કરવા વડે, સંદેશઃ=સરખાઓની સાથે, ઈતિ =આ પ્રમાણે, સંગત =મળવું, પ્રશસ્ય =વખાણવા લાયક, કથિત =કહ્યું છે. જાહેર કર્યું છે, સન્ત =હોજો, શિવાય =કલ્યાણ માટે, તે જિનેન્દ્રા: તે જિનેશ્વર પ્રભુ તીર્થકર ભગવત્તો કેવળજ્ઞાન પામ્યા પછી જ્યારે જ્યારે ભૂમિ ઉપર ચાલે છે ત્યારે ત્યારે દેવો તેમના પ્રત્યેની અથાગ ભક્તિથી પ્રેરાઈને સોનાનાં ૯ કમળો રચે છે. પ્રથમનાં બે કમળો ઉપર પ્રભુ બે પગ મૂકે છે અને બાકીનાં ૭ સુવર્ણકમળો પાછળ ચાલે છે. તેમાંથી પ્રભુ જેમ પગ ઉપાડી આગળ ચાલે છે તેમ તેમ છેલ્લે છેલ્લું કમળ આગળ આવે છે અને તેના ઉપર પ્રભુ પગ મૂકે છે. એમ સુવર્ણકમળ ઉપર પ્રભુ ચાલે છે. ભગવન્તનાં ચરણો પણ કમળ જેવા કોમળ અને સુગંધિત છે, તથા પગ નીચે દેવોએ ધરેલાં સુવર્ણકમળો પણ કમળો છે એમ સુવર્ણકમળ તથા ચરણકમળ બન્નેની સરખેસરખાની જોડી મળી છે. જે અત્યન્ત પ્રશંસનીયર છે, એમ સુવર્ણકમળો જાણે જાહેર કરતાં હોય તેમ તે પ્રભુઓ હંમેશાં અમારા કલ્યાણ માટે થજો. સુવર્ણકમળો એ દેવોની બનાવેલી રચના છે. તે કંઈ બોલતાં નથી. પરંતુ કવિની આ ઘટના છે. ગાથાર્થ =સરખે-સરખાની સાથે મળવું તે અત્યન્ત પ્રશંસનીય છે. આ પ્રમાણે જેઓના શ્રેષ્ઠ ચરણકમળની પંક્તિને ધારણ કરનારી, વિકસ્વર કમળોની પંક્તિ વડે જાહેર કરાયું છે તે જિનેશ્વર પ્રભુઓ હંમેશાં અમારા કલ્યાણ માટે થજો. રા. કષાય =ક્રોધાદિ ચાર કષાયો, તાપsઉગ્રતા, અર્દિત =પીડાયેલા, જજુ =જીવો, નિવૃત્તિ =શાન્તિ, કરોતિ =કરે છે, યો =જે, જૈનમુખ ૧ અથાગ = અપાર-ઘણી. ૨ પ્રશંસનીય = વખાણવા લાયક. ( ૩૬, જૈન સ્તવમકારા Page #181 -------------------------------------------------------------------------- ________________ =જિનેશ્વરપ્રભુનામુખરૂપી, અબુદ=મેઘ, વાદળ, ઉદ્ગતિઃ=નીકળેલો, સઃ =તે, શુક્રમાસ =જેઠમાસ, ઉદ્ભવ =ઉત્પન્ન થયેલો, વૃષ્ટિ =વરસાદ, સન્નિભો =સરખો, દધાતુ =આપો, તુષ્ટિ =પ્રસન્નતા, સંતોષ, મયિ =મારા ઉપર, વિસ્તરો=વિસ્તાર, ગિરામ્ =વાણીનો, અનંત ઉપકારી તીર્થંકર ભગવન્તોની વાણીનો જે વિસ્તાર ચાર કષાયોના તાપથી પીડાયેલા જીવોને શાન્તિ કરે છે. વળી જે જિનેશ્વરના મુખરૂપી મેઘઘટામાંથી નીકળેલ છે. અને વળી જે જેઠમાસના ઉત્પન્ન થયેલા પ્રથમ વરસાદ તુલ્ય છે તે વાણીનો વિસ્તાર મારા ઉપર હંમેશાં પ્રસન્નતા કરો. જેમ જેઠમાસ એ ચોમાસાનો પ્રારંભ છે તેમાં થયેલો વરસાદ તુરત અનાજરૂપી ફળને આપે છે. તેમ પ્રભુની વાણીનો આ વિસ્તાર મારું કલ્યાણ કરનાર હોજો. ૩ | શ્રી વિશાલ લોચન સૂર - ૩૯) “વિશાલ-લોચન-દલ, પ્રોપદંતાં સુકેસરમ્ | પ્રાતત્વ જિનેન્દ્રસ્ય, મુખપ પુનાતુ નઃ || ૧ II ચેષામભિષેક કર્મ કુવા, મત્તા હર્ષ-ભરાતું સુખ સુરેન્દ્રાઃ | તૃણમપિ ગણચંતિ નૈવ નાકે પ્રાતઃ સન્તુ શિવાચ તે જિનેe In In કલંક-નિર્મુક્તમમુક્તપૂર્ણત, કુતર્કરાહુ-ગ્રસનાં સદોદયું ! અપૂર્વચન્દ્ર જિનચંદ્ર ભાષિત, દિનાગમે નૌમિ નમસ્કૃતમ / ૩ / આ સૂત્રમાં પહેલી ગાથામાં ભગવાન મહાવીરસ્વામીની, બીજી ગાથામાં સર્વેજિનેશ્વરોની, અને ત્રીજી ગાથામાં જિનેશ્વપ્રભુની વાણીની સ્તુતિ છે. સવારના રાઇઅ પ્રતિક્રમણમાં છ આવશ્યકો પૂર્ણ થયા પછી તેના હર્ષોલ્લાસ રૂપે આ ચૈત્યવંદન બોલાય છે. વિશાલ =વિકસ્વર, લોચન =નેત્ર રૂપી, દલ =પત્ર છે જેમાં, પ્રોદ્યત્ =ચમકતા. દંત =દાંતોના, અંશુ =કિરણોરૂપી, કેસર Page #182 -------------------------------------------------------------------------- ________________ =કેસરાઓ છે જેમાં એવું, પ્રાતઃ =પ્રભાત સમયે વીરજિનેન્દ્રસ્ય =વીરભગવાનનું, મુખપત્તું =મુખરૂપી કમળ, પુનાતુ =પવિત્ર કરો, વઃ =તમને : પ્રભાતના સમયે શ્રી વીર ભગવન્તનું મુખરૂપી કમળ તમને (અમને) પવિત્ર કરો. તે મુખરૂપી કમળ કેવું છે ? તેનાં બે વિશેષણો છે : (૧) વિશાળ એવાં બન્ને નેત્રોરૂપી છે પાંખડી જેમાં એવું, તથા દાંતના કિરણો રૂપી કેસા છે જેમાં એવું મુખકમળ (અમને) તમને પવિત્ર કરો. ॥ ૧ ॥ યેષાં –જેઓના, અભિષેક =સ્નાત્રાભિષેકનું, કર્મ =કામ, કૃત્વા =કરીને, મત્તા =મસ્ત થયેલા, હર્ષભરાત્ =હર્ષના સમૂહથી, સુખં =સુખપૂર્વક, સુરેન્દ્રા =દેવેન્દ્રો, તૃણમપિ =ધાસતુલ્ય પણ, ગણયન્તિ ન એવ =ગણતા નથી જ, નાક =સ્વર્ગને, પ્રાતઃ =પ્રભાતસમયે, સન્તુ =થજો, શિવાય =કલ્યાણ માટે, તે જિનેન્દ્રાઃ તે જિનેશ્વરભગવન્તો જે જિનેશ્વર પરમાત્માઓના સ્નાત્રાભિષેકની ક્રિયા સુખપૂર્વક કરીને હર્ષોલ્લાસના અતિરેકથી મસ્ત થયેલા દેવેન્દ્રો સ્વર્ગને તૃણસમાન પણ ગણતા નથી તે જિનશ્વર પરમાત્માઓ પ્રભાત સમયે હંમેશાં અમારાતમારા કલ્યાણ માટે થજો. ।। ૨ II કલંક =કલંક, નિર્યુક્તમ્ =મુકાયેલા, અમુક્ત =નથી ત્યજી દીધી, પૂર્ણતાં =પૂર્ણતા જેણે, કુતર્ક =ખોટા ખોટા તર્કો દલીલોરૂપી, રાહુ =ગ્રહોને, ગ્રસનું =ગળી જનાર, સદોદય =હંમેશાં ઉદય પામનારું, અપૂર્વચન્દ્ર =દુનિયાના ચંદ્ર કરતાં જુદી જાતના ચંદ્રતુલ્ય, જિનચંદ્ર =જિનેશ્વર પ્રભુઓ વડે, ભાસિતં =કહેવાયેલા, દિનાગમે =પ્રભાતના સમયે, નૌમિ =હું નમસ્કાર કરું છું, બુધૈ: =પંડિતો વડે, નમસ્કૃતમ્ =નમસ્કાર કરાયેલું. ૧ સ્નાત્રાભિષેક – મેરુપર્વતના શિખર ઉપર નવરાવવાની ક્રિયા. ૨ અતિરેક = અત્યન્ત અધિક . ૩ મસ્ત થયેલા = તન્મય થયેલા, એકાગ્ર બનેલા. Page #183 -------------------------------------------------------------------------- ________________ આ ગાથામાં ભગવાનના આગમને (શાસ્ત્રને) ચંદ્રની સાથે સરખાવ્યું છે. પરંતુ ચંદ્રમાં જે જે ખામીઓ છે તે તે ખામીઓ ભગવાનના આગમમાં નથી. તેથી ભગવાનનું આગમ સંસારના ચંદ્ર કરતાં જુદી જાતનો અપૂર્વ ચંદ્ર છે તે આ પ્રમાણેઃ (૧) સંસારનો આકાશમાં ફરતો ચંદ્ર (હરણના ડાઘરૂપ) કલંકથી યુક્ત છે. ભગવાનનું આગમ કલંકથી મુક્ત છે. (૨) આકાશનો ચંદ્ર ફક્ત પૂનમના દિવસે જ પૂર્ણતા ધારણ કરે છે. શેષ દિવસોમાં પૂર્ણતાને ત્યજે છે. જ્યારે ભગવાનનું આગમ સદા પૂર્ણતાને ધારણ કરે છે. કદાપિ પોતાની પૂર્ણતાને ત્યજતું નથી.(૩) આકાશનો ચંદ્ર ગ્રહણ વખતે રાહુઓથી ગળી જવાય છે જ્યારે ભગવાનનું આગમ કુતર્કોરૂપી રાહુઓને જ ગળી જાય છે. પરંતુ રાહુઓથી તે ગળાતું નથી. (૪) આકાશનો ચંદ્ર ફક્ત શુક્લપક્ષમાં જ ઊગે છે. અને તે પણ રાત્રે જ ઊગે છે જ્યારે ભગવાનનું આગમ સદા=શુક્લ-કૃષ્ણ એમ બન્ને પક્ષોમાં અને રાત્રે તથા દિવસે એમ સદાકાળ ઉદય પામે છે. આવું અપૂર્વચંદ્ર સરખું પ્રભુનું આગમ છે કે જે પંડિતો વડે નમસ્કાર કરાયેલું છે. તેને પ્રભાત સમયે હું નમસ્કાર કરું છું. || ૩ | આ નમોસ્તુવર્ધમાનાય અને વિશાલલોચનની ગાથાઓ પૂર્વોમાંથી ઉધૃત કરેલી છે. અને પૂર્વે ભણવાનો સ્ત્રીઓને નિષેધ છે. માટે સ્ત્રીઓ વડે નથી બોલાતી. તેને બદલે ભગવાન મહાવીર સ્વામીની સ્તુતિરૂપ સંસારદાવાની ત્રણ ગાથા બોલાય છે. પ્રશ્ન : શાસ્ત્રોમાં સ્ત્રીઓને પૂર્વો ભણવાનો નિષેધ કેમ કર્યો છે? સ્ત્રી કે પુરુષ જીવપણે તો બન્ને સમાન જ છે. તો પછી આવો ભેદભાવ કેમ? બન્નેનો સમાન હક્ક હોવો જોઈએ. ઉત્તર: સ્ત્રી અને પુરુષ “જીવપણાની અપેક્ષાએ જરૂર સમાન છે. પરંતુ સ્ત્રીત્વ અને પુરુષત્વ ધર્મની અપેક્ષાએ બન્ને ભિન્ન પણ છે. કોઈ ૧ યુક્ત = સહિત. ૨ શુક્લપક્ષ = અજવાળિયું. ૩ કૃષ્ણપક્ષ = અંધારિયું. - પ્રતિ મણ જુન ૧૭૮ tity Page #184 -------------------------------------------------------------------------- ________________ પણ બે વસ્તુ એક ધર્મથી સમાન હોય એટલે બધા જ ધર્મથી સમાન હોય એવું નથી બનતું. એક ધર્મથી સમાન હોય તે જ વસ્તુ બીજા ધર્મથી ભિન્ન પણ હોય જ છે. જો બન્ને સમાન જ હોય તો સ્ત્રીમાં ગર્ભધારણ, માસિક, અને સ્તનવૃદ્ધિ છે તે પુરુષમાં કેમ નથી? અને પુરુષમાં દાઢી-મૂછ સબળતા જે છે તે સ્ત્રીમાં કેમ નથી?એટલે જીવત્વનું જ્યારે પ્રયોજન હોય ત્યારે બન્ને સમાન છે પરંતુ સ્ત્રીત્વ અને પુરુષત્વની અપેક્ષાએ ચોક્કસ ભિન્ન જ છે. સ્ત્રી-પુરુષ એ બે જ ભિન્નભિન્ન છે એમ નહિ પરંતુ સંસારના તમામ પદાર્થો પરસ્પર ભિન્નભિન્ન છે. એક જ ઘરમાં રહેલી માતા અને પત્ની સ્ત્રીપણે સમાન હોવા છતાં માતાપણે અને પત્નીપણે ભિન્ન પણ છે. માતાની સાથે માતાનો વ્યવહાર થાય પણ પત્નીપણાનો વ્યવહાર નથાય, માટે તમામ પદાર્થો જેમ સમાન છે તેમ અસમાન પણ છે જ. તેથી સ્ત્રીઓમાં “તુચ્છા ગારવ બહુલા” ઈત્યાદિ ગાથામાં કહેલા સ્ત્રી જાતિના જાતિસ્વભાવો (ઘણા દોષો) હોવાથી અતિશયવાળાં અધ્યયનો ભણાવવાની શાસ્ત્રોમાં ના કહી છે. (સુઅદેવતાની સ્તુતિ - ૪૦) સુઅદેવઆએ કરેમિ કાઉસગ્ગ અન્નત્થ. સુઅદેવયા ભગવઇ, નાણાવરણીયકમ્મસંઘાર્યા તેસિં ખલેઉ સચચં, જેસિં સુચસાયરે ભરી II શ્રુતદેવતાની આરાધના માટે હું કાઉસ્સગ્ન કરું છું. જે મહાત્મા પુરુષોને શ્રુતજ્ઞાન(આગમ)રૂપી સાગરને વિષે અતિશય ભક્તિભાવ પ્રવર્તે છે તેઓનાં જ્ઞાનાવરણીયાદિકર્મોનો સમૂહ ક્ષય કરવામાં ભગવતી એવી શ્રુતદેવી (સરસ્વતી દેવી) સહાયક થજો અર્થાત્ ભગવતી સરસ્વતીદેવી તેઓના કર્મસમૂહનો નાશ કરજો. / ૧ // ૧ સુઅદેવયા = સરસ્વતી દેવી. ૨ ભગવાઈ = પૂજ્ય. ૩ કમ્મસંઘાય = કર્મોનો સમૂહ. ૪ સયકં = સતત, નિરંતર. ૫ જેસિં = જેઓની. ૬ સુયસાયરે = શાસ્ત્રરૂપ સાગર પ્રત્યે. Page #185 -------------------------------------------------------------------------- ________________ આ શ્રુતદેવતાની સ્તુતિ છે. તે પુરુષો જબોલે છે. સ્ત્રીઓ તેને બદલે કમલદલની સ્તુતિ બોલે છે જે આગળ આવે છે. (શ્રી ક્ષેત્રદેવતાની સ્તુતિ- ૪૧ પિત્તદેવઆએ કરેમિ કાઉસગ્ગ અન્નત્થ. જિસે ખિન્ને સાહુ દંસણ-નાણેહિં ચરણસહિઅહિં સાણંતિ મુખમમ્મ, સા દેવી હરઉ દુરિઆઇ / ૧II આ ક્ષેત્રના અધિષ્ઠાયક દેવની સ્તુતિ છે : જે ક્ષેત્રદેવતાના સુરક્ષિત ક્ષેત્રમાં સાધુ-મહાત્માઓ ચારિત્રથી સહિત એવા જ્ઞાન અને દર્શન વડે મોક્ષમાર્ગને સાધે છે. તે દેવી તે સાધુમહાત્માઓનાં પાપોનો નાશ કરવામાં સહાયક થાઓ અર્થાત પાપોનો નાશ કરો. જે ક્ષેત્ર જેની માલિકીનું હોય તે ક્ષેત્રમાં તે માલિક (રાજા-મંત્રી-રાજપુરુષો વગેરે) સાનુકૂળ હોય તો ઉત્તમાત્માઓ સારી રીતે ધર્મારાધન કરી શકે છે. તેવી રીતે જે ક્ષેત્રનો માલિક સંરક્ષક જે ક્ષેત્રાધિષ્ઠાતા દેવ હોય તે સાનુકૂળ થાય. તેની સહાયથી ધર્માત્માઓ સારી રીતે ધર્મારાધન કરી શકે છે. માટે આ ગાથામાં દેવની સ્તુતિ કરેલી છે. ધર્મારાધન કરવામાં રાજા-મંત્રીરાજપુરુષોની સત્તા હોવાથી સહાય લેવાય છે. રજપૂત-દરબાર, ભૈયાજી વગેરે સબળ હોવાથી સહાય લેવાય છે. છરી પાળતા સંઘોમાં તંબૂ અને યાત્રાળુ આદિની સુરક્ષા માટે વોચમેનોની સહાય લેવાય છે. તો પછી અધિક શક્તિશાળી, ધર્મપ્રેમી, અવધિજ્ઞાની, વૈક્રિયશરીરી એવા દેવોની સહાય શા માટે ન લેવાય ? સતીને જંગલમાં સિંહનો ઉપદ્રવ આવ્યો ત્યારે તે સતીએ પોતાના પ્રાણની સુરક્ષા માટે ક્ષેત્રપાલ દેવને જ વિનંતિ કરેલી, અને તેના સતીત્વના પ્રભાવથી આકર્ષાઈ અષ્ટાપદનું રૂપ કરીને ક્ષેત્રપાળે તે ઉપદ્રવ ૧ અધિષ્ઠાયક = માલિક-સંરક્ષક. ૨ સુરક્ષિત = સારી રીતે રક્ષણ કરાયેલા. ૩ સાનુકૂળ = મદદગાર, સહાયક. Page #186 -------------------------------------------------------------------------- ________________ ટાળેલો. શ્રીપાળ મહારાજાની પ્રથમની બે રાણીઓએ (મયણાસુંદરી પછીની) શ્રીપાળ દરિયામાં નખાયા પછી ધવળશેઠ તરફથી આવેલ ઉપદ્રવને ટાળવા ચક્રેશ્વરી-વિમલેશ્વર યક્ષની પ્રાર્થના કરતાં તેઓએ આ ઉપદ્રવ ટાળેલો છે. સુભદ્રાસતી ઉપર આવેલા કલંકનું પણ શાસનદેવીએ નિવારણ કરેલું છે. ઇત્યાદિ દષ્ટાન્તોથી નિર્બળ આત્માઓ ધર્મારાધન માટે સબળની સહાય ઈચ્છે તે કંઈપણ અઘટિત નથી તથા સબળ આત્માઓ દેવની સહાય ન લે તે પણ બરાબર છે. જેમ કે પ્રભુએ ઇન્દ્રની સહાય ન લીધી. સનસ્કુમારે રોગ મટાડવામાં દેવની સહાય ન લીધી. આ સ્તુતિ પુરુષો જ બોલે છે. સ્ત્રીઓ તેને બદલે “યસ્યાઃ ક્ષેત્ર”ની સ્તુતિ બોલે છે. –નશ્રી કમલદલની સ્તુતિ સૂગ - ૪૨ “કમલ-દલ-વિપુલ-નયના, કમલમુખી-કમલ-ગર્ભ-સમગીરી કમલે થતા ભગવતી, દદાતુ શ્રુતદેવતા સિદ્ધિ II II - આ ગાથા પણ મૃતદેવીની (સરસ્વતી દેવીની) સ્તુતિરૂપ છે. પુરુષો “સુયદેવઆ ભગવઇ”એ સ્તુતિ જ્યાં બોલે છે તે જ જગ્યાએ સ્ત્રીઓ તે સ્તુતિને બદલે આ સ્તુતિ બોલે છે. આ ગાથામાં સરસ્વતી દેવીનાં ચાર વિશેષણો કહેલા છે. ભગવતી =ભાગ્યશાળી એવી સરસ્વતી દેવી અમને સિદ્ધિપદ આપો. અર્થાત્ સિદ્ધિપદ મેળવવામાં સહાયક થાઓ. આ સરસ્વતી દેવી કેવી છે? તેનાં ચાર વિશેષણો આ પ્રમાણે છે. (૧) કમલદલવિપુલનયના =કમળની પાંખડીઓ જેવી વિશાળ આંખો વાળી એવી આ દેવી; (૨) કમલમુખી =કમળના જેવા મુખવાળી એવી આ દેવી; (૩) કમલગર્ભસમગૌરી =કમલના ગર્ભભાગ સમાન ૧ અઘટિત = અયોગ્ય, અજાગતું. ૨ ગર્ભભાગ = મધ્યભાગ. Page #187 -------------------------------------------------------------------------- ________________ ગૌરવર્ણવાળી; ' (૪) કમલે સ્થિતા =કમલ ઉપર બેઠેલી. આ પ્રકારના ચાર વિશેષણોવાળી ભાગ્યશાળી સરસ્વતીદેવી અમને સિદ્ધિપદ આપો. પ્રશ્ન: સરસ્વતી દેવી પોતે સંસારી હોવાથી સિદ્ધિપદ પામ્યાં નથી. તો પછી તેમની પાસે સિદ્ધિપદ માગવાની જરૂર શી? શું તે દેવી સિદ્ધિપદ આપવાનાં છે? ઉત્તર : સરસ્વતી દેવી પોતે સિદ્ધિપદ પામ્યાં નથી અને આપી શકે તેમ પણ નથી. આત્મા પોતે જ સંસારનો મોહ છોડી વૈરાગી બને તો જ આગળ જતાં વીતરાગ-સર્વજ્ઞ બનવાથી સિદ્ધિપદ પામે છે. પરંતુ સંસારનો મોહ ઓછો કરવામાં અને વૈરાગ્યની વૃદ્ધિ કરવામાં જ્ઞાનની જરૂર રહે છે. અને આ જ્ઞાન પ્રાપ્ત કરવામાં સરસ્વતી દેવી સહાયકમદદગાર-નિમિત્ત છે. એટલે જે સરસ્વતી દેવીની કૃપાથી શ્રુતજ્ઞાન મળે. તે જ દેવી શ્રુતજ્ઞાન આપવા દ્વારા વૈરાગ્ય-વીતરાગતા ને સર્વજ્ઞતા તથા સિદ્ધિપદનું પણ કારણ બને છે. તેથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને સરસ્વતી દેવીને પણ સિદ્ધિપદને આપનારી કહી શકાય છે. શ્રી ભુવનદેવતાની સ્તુતિ - ૪૩ ભુવણ-દેવયાએ કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ. જ્ઞાનાદિ-ગણ-ચતાનાં, નિત્યં સ્વાધ્યાય-સંચમ-રતાનામ T વિદધાતુ ભુવન-દેવી, શિવ સદા સર્વસાધૂનામ ૧ || ધર્મપ્રેમી મહાત્મા પુરુષો જે મકાનમાં વસવાટ કરીને ધર્મારાધન કરે છે તે મકાનના (ભવનના) અધિષ્ઠાયક દેવની આરાધના માટે હું કાઉસ્સગ્ન કરું છું. - જ્ઞાન-દર્શન અને ચારિત્ર વગેરે ગુણોથી યુક્ત, હંમેશાં સ્વાધ્યાય તથા સંયમમાં જ રક્ત એવા સર્વ સાધુભગવન્તોને ભવનની અધિષ્ઠાયક દેવી હંમેશાં કલ્યાણ કરનારી હોજો. ૧ / જેમ કોઈ પણ વિશિષ્ટ કાર્ય કરવામાં ન્દ્ર સરકાર, પ્રાન્તીય ૧ કૃપાથી = દયા છે . આ t Page #188 -------------------------------------------------------------------------- ________________ સરકાર, જિલ્લાધિકારી, તાલુકાધિકારી અને ગામ પંચાયતાધિકારીની સહાય લેવી પડે છે. તેવી રીતે ક્ષેત્રદેવતા આખા ક્ષેત્રના સહાયક હોવા છતાં તે તે ભવનરૂપ પરિમિત જગ્યાના અધિષ્ઠાયક ભુવનદેવીની પણ સહાય ઈચ્છવામાં આવી છે. તમામ સબળજીવોની સહાય ચાલુ રહે તો ધર્મકાર્ય નિર્વિને પૂર્ણ થાય. ૧T. (શ્રી ક્ષેત્રદેવતાની સ્તુતિ - ૪૪) “સચ્ચાર ક્ષેત્રે સમાશ્રિય, સાધુભિઃ સાધ્યતે ક્યા! સા ક્ષેત્રદેવતા નિત્યં, ભયાન્નઃ સુખદાયિની II ૧ | જે દેવીના ક્ષેત્રનો આશ્રય કરીને સાધુમહાત્માઓ વડે ધર્મક્રિયા કરાય છે તે દેવી હંમેશાં અમને સુખ આપનારી (ધર્મક્રિયા કરવામાં સહાયક થવા દ્વારા આનંદ આપનારી) હોજો. ૧ છે. આ બન્ને ૪૩-૪૪ ભુવનદેવતા અને ક્ષેત્રદેવતાની સ્તુતિઓ પક્ખી ચોમાસી અને સંવર્ચ્યુરી પ્રતિક્રમણ વખતે બેલાય છે. (શ્રી અઠ્ઠાઇજેસુ (મુનિચંદન) સૂત્ર - ૪૫) અફાઇજેસુદીવસમુદે સુપનરસસુ કન્મભુમિસુ જાવંત કે વિ સાહૂ યહરણગુચ્છ પડિંગહધારા, પંચમહવ્વચધારા, અાસ-સહસ સીડંગધારા, અફખયાચારચરિતા, તે સબ્ધ સિરસા મણસા મલ્યુએશ વંદામિ III ગાથાર્થ : અઢી દ્વીપ અને બે સમુદ્રની અંદર, પંદર કર્મભૂમિમાં રજોહરણ, ગુચ્છો અને પાત્રોને ધારણ કરવાવાળા, પાંચ મહાવ્રતને ધારણ કરનારા, અઢાર હજાર શીલાંગરથને ધારણ કરનારા, અખંડિત આચાર અને ચારિત્રને પાળનારા એવા જે કોઈ સાધુભગવન્તો છે. તે સર્વને હું મસ્તકથી વંદન કરું છું. || ૧ || જંબુદ્વીપ, ધાતકીખંડ, અને અર્ધપુષ્કરદ્વીપ, એમ અઢીદ્વીપમાં મનુષ્યોની વસ્તી છે. તેમાં પણ સાધુ-મહાત્માઓ ફક્ત ૧૫ કર્મભૂમિમાં જ થાય છે. પાંચ ભરતક્ષેત્ર, પાંચ ઐરાવત ક્ષેત્ર, અને પાંચ મહાવિદેહક્ષેત્ર, ૧ પરિમિત જગ્યા= માપસરની જગ્યાના. Page #189 -------------------------------------------------------------------------- ________________ એમ ૧૫ કર્મભૂમિ કહેવાય છે. જ્યાં અસિ-મસિ અને કૃષિનો વ્યવહાર હોય તે કર્મભૂમિ અને શેષ અકર્મભૂમિ કહેવાય છે. અરિહંતાદિ પાંચે પરમેષ્ઠી પુરુષો કર્મભૂમિમાં જ થાય છે. તે મહાત્માઓ જીવરક્ષાના નિમિત્તે રજોહરણ અને ગોચરી માટે ગુચ્છો તથા પાત્રમાં રાખનારા હોય છે. સાધુપણાના મુખ્ય આચારરૂપ પાંચમહાવ્રતને ધારણ કરનારા હોય છે તથા અઢારહજાર શીલાંગરથને ધારણ કરવા વાળા છે. તે આ પ્રમાણે ક્ષમા, નમ્રતા, સરળતા, નિઃસ્પૃહતા, તપ, સંયમ, સત્ય શૌચ, અકિંચન્ય અને બ્રહ્મચર્ય એ ૧૦યતિધર્મને પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય, અને સંજ્ઞી પંચેન્દ્રિય, એમ ૧૦ પ્રકારના જીવભેદો વડે ગુણતાં ૧૦×૧૦=૧૦૦, તે પાંચ ઈન્દ્રિયો વડે ગુણતાં ૫૦૦, તેને આહાર ભયમૈથુન અને પરિગ્રહ એમ ચાર સંજ્ઞા વડે ગુણતાં ૨૦૦૦, તેને મન-વચન અને કાયા વડે ગુણતાં ૬૦૦૦, અને તેને કરણ-કરાવણ તથા અનુમોદન વડે ગુણતાં ૧૮૦૦૦ એમ સાધુસંત પુરુષો ૧૮૦૦૦ શીલાંગરથને પાળનારા હોય છે. તેવા અખંડિત આચાર અને ચારિત્રને પાળનારા મહાપુરુષોને હું મસ્તક વડે પ્રણામ કરું છું. તે ૧ | આ સૂત્ર વડે મુનિ પુરુષોને નમસ્કાર કરવામાં આવે છે તેથી આ સૂત્રનું બીજું નામ “મુનિવંદન” સૂત્ર પણ છે. (શ્રી વરકનક સૂત્ર - ૪૬) વર-કનક-શંખ-વિદ્ધમ, મરકત-ધન સ-લિંવિગતમોહમા સપ્તતિશત જિનાનાં, સવમર પુજિત વંદે || ૧ | અઢી દ્વીપમાં વધુમાં વધુ ઉત્કૃષ્ટથી ૧૭૦ તીર્થંકરભગવન્તો વિચરતા હોય છે. તેઓને આ સૂત્ર વડે વંદના કરવામાં આવી છે. કોઈ તીર્થંકરભગવન્તો શ્રેષ્ઠકનક (સ્વચ્છસોના)ના જેવા પીળાવર્ણવાળા, કોઈ શંખના જેવા ધોળા વર્ણવાળા, કોઈ પરવાળાંના જેવા લાલ વર્ણવાળા, કોઈ Page #190 -------------------------------------------------------------------------- ________________ મરકત મણિના જેવા લીલા વર્ણવાળા, અને કોઈ ઘન (વાદળ) ના જેવા કાળા વર્ણવાળા ભગવન્તો, તથા ચાલ્યો ગયો છે મોહ જેઓનો, તથા સર્વ દેવો વડે પૂજાયેલા એવા ઉત્કૃષ્ટ ૧૭૦ તીર્થંકર ભગવન્તોને હું પ્રણામ કરું છું. ॥ ૧ ॥ પાંચ ભરત તથા પાંચ ઐરાવત એમ ૧૦કર્મભૂમિમાં એકેક તીર્થંકર ભગવન્તો હોય છે. અને પાંચ મહાવિદેહક્ષેત્રમાં ભરત જેવી ૩૨/૩૨ વિજયો હોય છે. અને દરેક વિજયોમાં એકેક તીર્થંકરભગવાન્ વિચરતા હોઈ શકે છે એટલે ૫૪૩૨=૧૬૦ તીર્થંકરભગવન્તો મહાવિદેહમાં હોય છે. એમ કુલ ૧૭૦ થાય છે. અજિતનાથ ભગવાનના કાળે ઉત્કૃષ્ટ ૧૭૦ તીર્થંકરભગવન્તો હતા. આ સ્તુતિ પણ સ્તવન પછી પુરુષો જ બોલે છે. શ્રી લઘુશાન્તિસ્તવન૧ - ૪૭ શાંતિ શાન્તિનિશાન્ત, શાન્ત શાન્તાશિવં નમસ્કૃત્ય સ્તોતુઃ શાન્તિનિમિત્તે, મન્ત્રપદૈઃ શાન્તયે સ્તૌમિ I ૧ II શાન્તિના ભંડાર, શાન્તસ્વભાવવાળા, શાન્ત થયા છે ઉપદ્રવો જેમના એવા શાન્તિનાથ ભગવનને નમસ્કાર કરીને સ્તુતિ કરનારાની શાન્તિના નિમિત્તે મન્ત્રવાચી પદો વડે હું શાન્તિનાથ ભગવાનની સ્તુતિ કરું છું. ।। ૧ ।। ૧ રાજસ્થાનમાં નાડોલ નગરમાં પ્રસિદ્ધ પ્રભાવક શ્રી માનદેવસૂરિજી મ.ચાતુર્માસ હતા. તે વખતે શાકંભરી નગરીમાં “શાકિની” દેવીએ કરેલી મરકીથી જૈનસંઘ પીડાવા લાગ્યો, તેથી શ્રીસંઘે માણસો મોકલી શ્રી માનદેવસૂરિજીને આ વૃત્તાંત જણાવી ઉપદ્રવ શાન્ત કરવા વિનંતી કરી. પરમકૃપાળુ એવા સૂરિજીએ ઉપદ્રવ નિવારવા માટે આ લઘુશાન્તિની રચના કરી. આ સૂરિજીને જયા, વિજયા, પદ્મા અને અપરાજિતા એ ચાર દેવીઓનું સાન્નિધ્ય હતું. તેના પ્રભાવથી શાનિીએ કરેલો ઉપદ્રવ નાશ પામ્યો, આ સ્તવન ભણવાથી, સાંભળવાથી અથવા તેનાથી મંત્રેલું જળ છાંટવાથી સર્વ ઉપદ્રવો નાશ પામવા લાગ્યા. તેથી સર્વત્ર આ સ્તવન ભણાવા લાગ્યું. હાલ દૈવસિક પ્રતિક્રમણમાં અંતે આ સ્તવન બોલાય છે તેમાં એવો વૃદ્ધવાદ છે કે પાંચસો વર્ષ પૂર્વે ઉદેપુરમાં રહેલા પતિ પાસે શ્રાવકો વારંવાર મંગલિક અર્થે શાંતિ સાંભળવા આવતા હતા. તેમાં તેમનો ઘણો સમય જતો હતો. તેથી સર્વને સાથે સંભળાઈ જાય અને સક્લ સંઘની શાન્તિ થાય એટલે તેઓએ દેવસિ પ્રતિક્રમણમાં ગોઠવી, જે આજ સુધી ચાલી આવે છે. Page #191 -------------------------------------------------------------------------- ________________ “ઓમિતિ નિશ્ચિત વચસે, નમો નમો ભગવતેહત પૂજામ્T શાતિજિનાર જયવતે, ચશનિ સવામિને દમિના” I ૨I ૐ” એ મન્ચાક્ષર છે. એવા મન્ચાક્ષરની જેમ નિશ્ચિત વચનવાળા, અથવા ૩ૐ શબ્દ સંસ્કૃતમાં છે. તેનો ગુજરાતીમાં અર્થ “હા” થાય છે. એટલે ભગવાન સર્વજ્ઞ હોવાથી તેમનાં કહેલાં તમામ વચનો નિશ્ચિતયથાર્થ-સંપૂર્ણસત્ય હોવાથી “હા” જ કહેવા જેવા છે એવા વચનવાળા, પૂજાને યોગ્ય, જયવાળા, યશવાળા, મુનિઓના સ્વામી એવા શાન્તિનાથ ભગવાનને મારા વારંવાર નમસ્કાર હોજો. || ૨ || સકલાવિશેષકમહા-સંપત્તિસમવિતાય શસ્યાય"T મૈલોક્ય પૂજિતાય ચ, નમો નમઃ શાન્તિદેવાયા ૩II સંપૂર્ણ એવા ૩૪)અતિશયોરૂપી મહાન સંપત્તિથી યુક્ત એવા, પ્રશંસા કરવાને યોગ્ય, ત્રણે લોક વડે પૂજાયેલા એવા શાન્તિનાથ પ્રભુને વારંવાર નમસ્કાર હોજો. | ૩ | સવમર-સુસમૂહ, સ્વામિક-સંપૂજિતાય ન જિતાયા ભુવનજનપાલનોધત*, તમાય સતતં નમસ્તરમે II૪|| | સર્વે પ્રકારના (ચારે પ્રકારના) દેવોના ઘણા સમૂહો વડે તથા તેમના સ્વામી એવા ઇન્દ્રો વડે સારી રીતે પૂજાયેલા એવા, કોઈનાથી પણ ૧ નિશ્ચિત વચસે = સર્વદોષ રહિત નિશ્ચયાત્મક વચનો છે જેમનાં એવા શાન્તિનાથ. ૨ પૂજાં અહંતે = પૂજાને યોગ્ય. ૩ દમિનામ્ = ઇન્દ્રિયોનું દમન કરનારા એવા મુનિ. ૪ સકલ =સંપૂર્ણ, અતિશેષક = અતિશયોરૂપી, મહાસંપત્તિ = મહાન સંપત્તિથી, સમન્વિતાય =સહિત. ૫ શસ્યાય =વખાણવા લાયક. ૬ àલોક્યપૂજિતાય= ત્રણે લોકો વડે પૂજાયેલા. ૭ સર્વ = સર્વે પ્રકારના, અમર = દેવો, સુસમૂહ = ઘણા સમૂહો વડે, સ્વામિક તથા તે દેવોના સ્વામી એવા ઇન્દ્રો વડે, સંપૂજિતાય= સારી રીતે પૂજાયેલા. ૮ ભુવનજનપાલન = ત્રણે ભુવનના મનુષ્યોનું પાલન કરવામાં. ઉધતતમાય = તત્પર. પશિ. નેત્ર , Page #192 -------------------------------------------------------------------------- ________________ નજીતાય તેવા, ત્રણે ભુવનના મનુષ્યોનું પાલન કરવામાં ઉદ્યતતમ એવા તે શાન્તિનાથ પ્રભુને મારા સતત નમસ્કાર હોજો. | ૪ સર્વદુરિતીઘનાશનર, કરાય સવશિવપ્રશમનાય ! "દુષ્ટગ્રહ-ભૂત પિશાચ, શાકિનીનાં પ્રમથનાય" II ૫ II સર્વે પાપોના સમૂહનો નાશ કરનારા, સર્વ ઉપદ્રવોને શાન્ત કરનારા, પીડા કરનાર એવા દુષ્ટગ્રહ-ભૂત-પિશાચ અને શાકિનીને શિક્ષા કરનારા એવા શાન્તિનાથ પ્રભુને નમસ્કાર હોજો. | ૪ || “ચચેતિ નામમંત્ર પ્રધાન વાકયોપયોગકૃતતોષા | વિજયા કુરુતે જનહિત, મિતિ ચ નુતા નમત તું શાંતિ ૬ll જે શાન્તિનાથ ભગવાનના પૂર્વોક્ત એવા નામરૂપી મન્નમય એવું સર્વોત્તમ વાક્ય વારંવાર બોલવાનો ઉપયોગ કરવાથી અત્યન્ત ખુશ થયેલી, તથા સ્તુતિ કરાયેલી એવી વિજયાદેવી લોકોનાં હિત કરે છે. તે શાન્તિનાથ ભગવાનને તમે નમસ્કાર કરો. | ૬ || “ભવતુ નમસ્ત ભગવતિ, વિયે સજયે પરાપરેરાજિતે અપરાજિતે જગત્યાં, જયતીતિ ચાવહે ભવતિ || ૭ II હે ભગવતી વિજયાદેવી, સુજયાદેવી, અન્ય દેવોથી નહિ જિતાયેલી એવી અજિતાદેવી, કોઈ સ્થાને પરાભવ ન પામેલી એવી છે અપરાજિતા દેવી! તમો ચારે દેવીઓ આ પૃથ્વીને વિષે વિજય પામો છો. આ પ્રમાણે સ્તુતિ કરવાથી સ્તુતિ કરનારાઓને જય આપનારી છો. એવી હે ચારે દેવીઓ ! તમને અમારા નમસ્કાર થાઓ. // ૭ . સર્વચાપિ ચ સંઘસ્ય, ભદ્ર-કલ્યાણ-મંગલ-મદદે ! સાધૂનાં ચ સદા શિવ, સુષ્ટિ-પુષ્ટિ-પ્રદ જીયાઃ II ૮ll ૧ ઉદ્યતતમ = તત્પર, તન્મય. ૨ સર્વદુરિત = સર્વે પાપોના, ઓઘ= સમૂહનો, નાશનકરાય= નાશ કરનારા. ૩ સર્વ = બધા, અશિવ= ઉપદ્રવોને, પ્રશમનાય= શાન્ત કરનારા. ૪ દુષ્ટગ્રહ= ખોટા અથવા વિરુદ્ધ ગ્રહ વગેરે. ૫ પ્રમથના =શિક્ષા આપનારા એવા. ૬ નામમંત્ર = શાન્તિનાથ ભગવાનના નામરૂપી મંત્રમય એવું, પ્રધાન= સર્વોત્તમ, વાક્યોપયોગ= વાક્યને વારંવાર બોલવું, કૃતતોષા = થયો છે સંતોષ જેણીને એવી દેવી. ૭ નુતા = સ્તુતિ કરાયેલી. ૮ પરાપરૈઃ = બીજા દેવોથી, અજિતા નહિ જિતાયેલી ૯ જયાવહ = જયને આપનારી. ૧૦ ભદ્ર = સુખ કલ્યાણ = નિરૂપદ્રવત્તા, મંગલ = મંગલમયતા, મદદે = આપનારી. Page #193 -------------------------------------------------------------------------- ________________ સમસ્ત એવા પણ સંઘને ભદ્ર-કલ્યાણ અને મંગલ આપનારી, તથા હંમેશાં સાધુઓને શિવ-સંતોષ અને પુષ્ટિ આપનારી એવી હે દેવી ! તમે જય પામો. | ૮ | “ભવ્યાનાં કૃતસિદ્ધ, નિવૃત્તિ-નિર્વાણ-જનની સત્તાનાં આ અભયપ્રદાનવિરતે, નમોસ્તુ સ્વરિપ્રદે તુચ્ચમ્ | ૯ || ભવ્ય પ્રાણીઓને સિદ્ધિ આપનારી, નિવૃત્તિ (ચિત્તની સમાધિ) અને નિર્વાણ (મોક્ષપદ) આપનારી, અભયપણું (નિર્ભયતા) આપવામાં તત્પર તથા સ્વતિ (કલ્યાણ) આપનારી એવી હે દેવી! તમને અમારા નમસ્કાર હો. || ૯ || “ભક્તાનાં જનુનાં, શુભાવ" નિત્યમુધ દેવિ | સખ્યષ્ટિનાં ધૃતિ, રતિ-મતિ-બુદ્ધિwદાનાય“ ૧૦ || ભક્તિભાવવાળા જીવોને કલ્યાણ આપવામાં નિત્ય ઉદ્યમવાળી, તથા સમ્યગ્દષ્ટિ જીવોને ધીરજ-પ્રીતિ-મતિ અને બુદ્ધિ આપનારી એવી હે દેવી! તમને અમારા નમસ્કાર હોજો. જે દેવી સંઘના જીવોને શાન્તિ આપનારી છે તેને અમારા નમસ્કાર હોજો. || ૧૦ || “જિનશાસન વિરતાનાં, શાક્તિનતાનો ચ જગતિ જનતાનાં 1 શ્રી સંપત્કીર્તિ યશોવર્ધનિ, જયદેવિ વિજયસ્વ || ૧૧ NI જૈન શાસનમાં ઓતપ્રોત એવી અને શાન્તિનાથ ભગવાનને નમસ્કાર કરનારી એવી જનતાને આ જગતમાં લક્ષ્મી, સંપત્તિ, કીર્તિ અને યશને વધારનારી હે જયાદેવી તમે જય પામો. I ૧૧ || ૧ કુતસિદ્ધ = સિદ્ધિને કરનારી ૨ નિવૃત્તિઃ શાન્તિ, નિર્વાણ = મોક્ષ, જનની =આપનારી. ૩ અભય = નિર્ભયતા, પ્રદાન = આપવામાં, નિરતે = તત્પર એવી. ૪ સ્વતિ = કલ્યાણ, પ્રદે = આપનારી. ૫ શુભાવહ = સુખ આપનારી. ૬ નિત્યમ્ = હંમેશાં, ઉઘતે = ઉદ્યમવાળી. ૭ સમ્યગ્દષ્ટિનાં = જૈન ધર્મ ઉપર અત્યન્ત રુચિ-પ્રીતિવાળા જીવોને. ૮ ધૃતિ = ધીરજ, રતિ = પ્રસન્નતા, મતિ = મનનશક્તિ, બુદ્ધિ = ચિંતનશક્તિ, પ્રદાનાય = આપનારી. ૯ જિનશાસન = જૈનશાસનમાં, નિરતાનાં = રક્ત, આસક્ત. ૧૦ શાનિતાનાં = શાન્તિનાથ ભગવાને નમસ્કાર કરનારી જનતા. છે. Page #194 -------------------------------------------------------------------------- ________________ “સલિલાનલ-વિષ-વિષધર, દુષ્ટગ્રહ, રાજરોગરણ ભયતઃT રાક્ષસરિયુગણમારી', ચીતિ વ્યાપદાદિબ્ધઃ ૧૨ | પાણી-અગ્નિ-ઝેર, સર્પ, દુષ્ટ એવા ગ્રહ, રાજા, રોગ, અને યુદ્ધના ભયોથી, તથા રાક્ષસ, દુશમનસમૂહ, મરકી, ચોરો સાત ઇતિઓ તથા શિકારી પશુઓથી, - || ૧૨ | “અથ રક્ષા રક્ષ સુશિવ", કુરુ કુરૂ શાતિં ચ કુરુ કુરુ સદેઢિા તુષ્ટિ કુરકુર પુષ્ટિ, કુરુ કુર રવર્તિ ચ કુર ફુર II ૧૩ II ઉપરની ગાથામાં કહેલા ભયોથી હે દેવી!તમે અમારું રક્ષણ કરો રક્ષણ કરો, તમે હંમેશાં અમારું કલ્યાણ કરો કલ્યાણ કરો, શાન્તિ કરો શાન્તિ કરો; તમે અમને સંતોષ કરો સંતોષ કરો, પોષણ કરો પોષણ કરો; હે દેવી ! તમે અમારું સ્વસ્તિ કરો સ્વસ્તિ (ઉપદ્રવરહિતપણું) કરો. | ૧૩ . “ભગવતિ ગુણવતિ, શિવ-શાંતિ-સ્તુષ્ટિપુષ્ટિ-વરસીહ સુર સુર નાના ઓમિતિ નમો નમો હૂ હી હું, ચ, ક્ષઃ હી કર દ્ સ્વાહા II ૧૪ II ગુણોથી ભરેલી હે ભગવતી દેવી! તમે અમારું કલ્યાણ-શાન્તિસંતોષ-પોષણ તથા નિરુપદ્રવતા કરો કરો, ઓં એવા મન્તાક્ષરપૂર્વક તથા હો હી વગેરે મત્રારપૂર્વક સ્તુતિ કરાયેલી એવી હે દેવી!તમને અમારા વારંવાર નમસ્કાર હોજો. તે ૧૪ || “એવં ચનામાક્ષર, પુરસાર સંરતા યાદેવી ! કુરતે શાંતિ નમતાં, નમો નમઃ શાન્તયે તા ૧૫ II આ પ્રમાણે જે શાન્તિનાથ ભગવાનના નામાક્ષરપૂર્વક સ્તુતિ ૧ સલિલ = પાણી, અનલ = અગ્નિ, વિષ = ઝેર, વિષધર =સર્પ, દુષ્ટગ્રહ= ખરાબ ગ્રહો, રાજ-રોગ =રાજાનો અને શારીરિક રોગોનો ભય, રણભયતા=યુદ્ધના ભયથી. ૨રિપુગણ= શત્રુઓના સમૂહથી. ૩ શ્વાપદ = શિકારી પશુઓથી. ૪ ર ર = રક્ષણ કરો કરો. ૫ સુશિવ = કલ્યાણ-કલ્યાણ. ૬ કરૂ-કરૂ = કરો કરો. ૭ ગુણવતિ = ગુણવાળી એવી દેવી ૮, હી, હવિગેરેમન્તાક્ષરો છે. તે મન્નાક્ષરો બોલવાપૂર્વકસ્તુતિ કરાયેલી દેવી ભક્તોની ભક્તિથી આકર્ષાઈને ભક્તોને બધી રીતે સહાયક થાય છે. ૯ યનામાક્ષર = જે શાન્તિનાથ ભગવાનનું નામ લેવા રૂપ અક્ષરોનું વારંવાર ઉચ્ચારણ પુરસ્સર = પૂર્વક ૧૦ સંસ્તુતા = સ્તુતિ કરાયેલી. Page #195 -------------------------------------------------------------------------- ________________ કરાયેલી જયાદેવી નમસ્કાર કરનારાની શાન્તિને કરે છે. તે શાન્તિનાથ ભગવાનને મારા નમસ્કાર થાઓ. / ૧૫ / “ઇતિ પૂર્વસૂરિદર્શિત, મંત્રપદ વિદર્ભિતઃ સ્તવઃ શાન્ત ! સલિલાદિ ભયવિનાશી, શાત્યાદિકર" ભક્તિમતાં II૧૬II આ પ્રમાણે પૂર્વસૂરિઓએ બતાવેલા મંત્રવાચી પદોથી રચાયેલું એવું શાન્તિનાથ ભગવાનનું આ સ્તવન પાણી વગેરેના ભયોને વિનાશ કરનારું અને ભક્તિવાળા જીવોની શાન્તિ આદિને કરનારું છે. જે ૧૬ | “પદ્મન" પઠતિ સદા, ધૃણોતિ ભાવસતિ વા યથાયોગી સ હિ શાંતિપદ યાયાત્, સૂરિ શ્રીમાનદેવશ્વ II ૧૭ II જે મનુષ્ય આ લઘુશાન્તિસ્તવનને હંમેશાં સાંભળે છે. અથવા યથાયોગ્ય રીતે ચિંતવે છે. તે મનુષ્ય, તથા આ લઘુશાન્તિસ્તવનના કર્તા શ્રીમાનદેવસૂરિજી મહારાજા (જલ્દી જલ્દી) શાન્તિપદને પામો. // ૧૭ છે. “ઉપસગર સર્ચ ચાન્તિ, છિદ્યન્ત વિજ્ઞવલ્લય* મનઃ પ્રસન્નતામેતિ, પૂજ્યમાને જિનેશ્વરે II ૧૮ જિનેશ્વર ભગવાનની પૂજા કરાય છતે ઉપસર્ગો ક્ષય પામે છે. વિપ્નોની વેલડીઓ છેદાય છે. અને મન પ્રસન્નતાને પામે છે. // ૧૮ || “સર્વમંગલ માંગલ્ય, સર્વ કલ્યાણ કારણમ્ પ્રધાન સર્વશમણાં, જેને જ્યતિ શાસનમ્. ૧૯ II સર્વમંગલોમાં મંગલભૂત એવું, સર્વકલ્યાણોનું કારણ, અને સર્વધર્મોમાં પ્રધાન, એવું જૈન શાસન જયવંતું વર્તે છે. તે ૧૯ || ૧ પૂર્વસૂરિદર્શિત = પૂર્વના આચાર્યોએ બતાવેલ. ૨ મંત્રપદવિદર્ભિત = મંત્રવારી પદોથી રચાયેલ. ૩ સલિલાદિભયવિનાશી = પાણી વગેરેના ભયોનો વિનાશ કરનારું ૪ શાત્યાદિકર = શાન્તિ આદિને કરનારું એનં =આ. ૬ શાન્તિપદયાયાત્ = શાન્તિના સ્થાનને પામો. ૭ વિજ્ઞવલ્લયઃ = વિનોની વેલડીઓ. ૮ પ્રસન્નતામતિ = પ્રસન્નતાને પામે છે. ક Page #196 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચઉક્કસાય - સૂત્ર - ૪૮ “ચઉસાય પડિમલ્લુલ્લુરણ, દુચ-મયણ-બાણ-મુસુમુરણું | સરસ-પિયં-વત્તુ-ગય-ગામિઉ, જયઉ પાસુ ભુવણત્તચ સામિઉ II ૧ II ચઉક્કસાય –ચાર કષાયોરૂપી, પડિમલ્લ =જે શત્રુઓ, ઉલ્લુરણુ =તેનો નાશ કરનારા એવા, દુજ્જુય –દુઃખે જિતાય તેવા, મયણ-બાણ =કામદેવનાં બાણોને, મુસુમુરણુ =ભાંગી નાખનારા, સરસ =રસવાળી, પિયંગુ =લીલી લીલી રાયણના, વલ્લુ =જેવા વર્ણવાળા, ગય-ગામિઉ =હાથીના જેવી ચાલવાળા, જયઉ =જય પામો, પાસુ =પાર્શ્વનાથ ભગવાન, ભુવણત્તય ત્રણે ભુવનના, સામિઉ =સ્વામી ગાથાર્થ : ચાર કષાયોરૂપી જે શત્રુઓ, તેનો નાશ કરનારા, તથા દુઃખે જીતી શકાય તેવા કામદેવનાં બાણોને ભાંગી નાખનારા, રસવાળી લીલી લીલી રાયણના જેવા વર્ણવાળા, હાથીના જેવી ચાલવાળા, ત્રણ ભુવનના સ્વામી એવા પાર્શ્વનાથ પ્રભુ તમે જય પામો. । ૧ ।। “સુ તણુ કંતિ કડપસિણિદ્ધઉ, સોહઇ ફણિ મણિ કિરણાલિદ્ધઉ 1 ને નવજલહર તડિલચ લછિઉં, સો જિષ્ણુ પાસુ પચરછક વંછિઉં ॥ ૨ ॥ જસુ =જેમના, તણુ =શરીરની, કંતિ =કાન્તિ, કડપ્પ =નો સમૂહ, સિણિદ્ધઉ =સ્નેહાળ છે. સોહઇ =શોભે છે, ફણિ =સર્પની ફણા ઉપર રહેલ, મણિ =રત્નના, કિરણ =કિરણોથી, આલિદ્ધઉ –યુક્ત-વ્યાપ્ત, નવ = નવીન, જલહર = મેઘ, તડિલ્લય = વીજળીના ચમકારાથી, લંછિઉં આલિદ્ધઉ યુક્ત-વ્યાપ્ત, નવ = નવીન, જલહર = મેઘ, તડિલ્લય - વીજળીના ચમકારાથી, લંછિઉં = યુક્ત-વ્યાપ્ત, સો = તે, વાય = Page #197 -------------------------------------------------------------------------- ________________ જિણ=જિનેશ્વર, પાસુ પાર્શ્વનાથ, પયચ્છઉ =આપો, વંછિઉં =મનવાંછિત. ગાથાર્થ : જે પાર્શ્વનાથ ભગવાનના શરીરની કાન્તિનો સમૂહ સ્નેહાળ છે, વળી જે સર્પોની ફણાઓ ઉપરનાં રત્નોનાં કિરણોથી યુક્ત છે. તથા નવીન મેઘમાં રહેલી વીજળીના ચમકારાથી સહિત છે. તે શ્રી પાર્શ્વનાથ પ્રભુ અમારા મનવાંછિત આપો. ॥ ૨ ॥ આ બે ગાથાનું પાર્શ્વનાથ ભગાવનનું ચૈત્યવંદન છે. પ્રાકૃતભાષામાંથી રૂપાન્તર થયેલી અપભ્રંશભાષામાં આ સૂત્ર છે. દૈવસી આદિ પ્રતિક્રમણોમાં સામાયિક પાળતી વખતે બોલાય છે. શ્રી ભરહેસરની સજ્ઝાય સૂત્ર - ૪૯ આભરહેસરની સજ્ઝાય સવારના રાઇઅપ્રતિક્રમણમાં બોલાય છે. તેમાં ભરત મહારાજાથી માંડીને આજ સુધી થયેલા કેટલાક સત્પુરુષો અને સતી સ્ત્રીઓનાં નામો છે, કે જેઓએ પોતાના જીવનમાં અપૂર્વસત્ત્વ બતાવી શાસન-પ્રભાવના કરી છે. અથવા કલંક નિવારણ કર્યાં છે. અથવા મહાસંકટોમાંથી પસાર થયાં છે. આવા મહાત્મા સ્ત્રી-પુરુષોનાં પ્રભાતસમયે નામો લેવાથી, તેઓના જીવનની આધ્યાત્મિક દૃષ્ટિ સ્મૃતિગોચર થવાથી આપણા આત્માનું કલ્યાણ થાય. આ સૂત્રમાં લખેલાં તમામ સ્ત્રી-પુરુષોની કથા સંક્ષેપમાં સૂત્રના અન્ને લખી છે. ભરહેસર બાહુ-બલી, અભયકુમારો અ ઢંઢણકુમારો સિરિઓ અણિયાઉત્તો, અમુત્તો નાગદત્તો અ II ૧ | મેઅજ્જ થૂલિભદો, વચર-રિસી નંદિસેણ સિંહગિરી 1 કયવનો અ સુકોસલ, પુંડરિઓ કેસિ કરકુંડૂ ॥ ૨ ॥ (૧) ભરતમહારાજા, (૨) બાહુબલિજી, (૩) અભયકુમાર, (૪) ઢંઢણકુમાર, (૫) શ્રીયક, (૬) અર્ણિકાપુત્ર, (૭) અતિમુક્તકુમાર, (૮) નાગદત્ત, ॥ ૧ ॥ Page #198 -------------------------------------------------------------------------- ________________ | (૯) મેતારજમુનિ, (૧૦) સ્થૂલિભદ્ર, (૧૧) વજસ્વામી, (૧૨) નંદિષેણ, (૧૩) સિંહગિરિ, (૧૪) કૃતપુણ્ય, (૧૫) સુકોશલમુનિ, (૧૬) પુંડરિકમુનિ, (૧૭) કેશીકુમાર, (૧૮) કરકંડુ મુનિ, // ૨ // * “હલ્લ-વિહલ્લ-સુદંસણ, સાલ-સહાસાલ-સાલિભદો આ ભદો દસન્નાભદો, પસન્નચંદો અ જસાભો || ૩ | જંપત્ વંકચૂલો, ગજસુકુમાલો અવંતિકુમાલો ! ધન્નો ઇલાઇ પુરો, શિલાઇ પુરો અ બાહકુણી II ૪ | (૧૯) હલ્લકુમાર, (૨૦) વિહલ્લકુમાર, (૨૧) સુદર્શન શેઠ, (૨૨) શાલમુનિ, (૨૩) મહાશાલમુનિ, (૨૪) શાલિભદ્રશેઠ, (૨૫) ભદ્રબાહુસ્વામી, (૨૬) દશાર્ણભદ્રરાજા,(૨૭)પ્રસન્નચંદ્રમુનિ,અને (૨૮) યશોભદ્રસૂરિ || ૩ || (૨૯) જંબુસ્વામી, (૩૦) વંકચૂલ, (૩૧) ગજસુકુમાલ, (૩૨) અવંતિસુકુમાલ, (૩૩) ધન્નાશેઠ,(૩૪) ઈલાચીપુત્ર, (૩૫) ચિલાતીપુત્ર, (૩૬) યુગબાહુમુનિ, | ૪ || “આજગિરિઅજજરાફિખા, અાજ સુહથી ઉદાસગોમણગો કાલયસૂરિ સંબો, પાક્યો ભૂલદેવો આ || ૫ | પભવો વિહુકુમારો, અદકુમારો દૃઢપહારી આ I સિજર્જસ લુગડુગ, સિજજૈભવ મેહકુમારો આ II ૬ II (૩૭) આર્યમહાગિરિજી, (૩૮) આર્યરક્ષિતસૂરિજી, (૩૯) આસુહસ્તિસૂરિજી, (૪૦) ઉદાયીરાજા, (૪૧) મનકપુત્ર, (૪૨) કાલિકાચાર્ય, (૪૩) શાંબકુમાર, (૪) પ્રદ્યુમ્રકુમાર, (૪૫) મૂલદેવરાજા, પ / (૪૬) પ્રભવસ્વામી, (૪૭) વિષ્ણુકુમાર, (૪૮) આદ્રકુમાર, (૪૯) દઢપ્રહારી, (૫૦) શ્રેયાંસકુમાર, (૫૧) કુરગડુમુનિ, (૫૨) શથંભવાચાર્ય, તથા (૫૩) મેઘકુમાર | ૬ || એમાઇ મહાસત્તાક દિનુ સુલં ગુણગૉહિં સંજાના જેલિનામગાહણે, પાવખબધા વિલાં જતિ | Page #199 -------------------------------------------------------------------------- ________________ ઇત્યાદિ ઉપરોક્ત તથા આવા પ્રકારના મહાન સત્ત્વવાળા બીજા પુરુષો પણ કે જેઓ ગુણસમૂહથી ભરેલા છે તેઓ અમને સુખશાન્તિ આપો કે જેઓનાં નામ માત્રના ગ્રહણથી પાપના પ્રબંધો વિનાશને પામે છે. || ૭ || સુલસા ચંદનબાલા, મણોરમા મચણરેહા દમયંતી ! નામચા સુંદરી સીચા, નંદા ભદ્રા સુભદા ચ || ૮ || રાઇમઇ રિસીદતા, પઉમાવઇ અંજણા સિરીદેવી ! જિક સુજિઠ મિગાવઇ, પભાવઇ ચિલ્લણા દેવી I ૯I આ ગાથાથી હવે સતી સ્ત્રીનાં નામો જણાવે છે. (૧) સુલતા, (૨) ચંદનબાળા, (૩) મનોરમા, (૪) મદનરેખા, (૫) દમયંતી, (૬) નર્મદાસુંદરી, (૭) સીતાસતી, (૮) નંદા, (૯) ભદ્રાશેઠાણી, (૧૦) સુભદ્રા, II & II. (૧૧) રાજિમતી, (૧૨) ઋષિદત્તા, (૧૩) પદ્માવતી, (૧૪) અંજના, (૧૫) શ્રીદેવી (૧૬) જયેષ્ઠા, (૧૭) સુજયેષ્ઠા, (૧૮) મૃગાવતી, (૧૯) પદ્માવતી અને (૨૦) ચેલ્લણા રાણી. || ૯ || બંભી સુંદરી રૂપિણી, રેવઇ કુંતી-સિવા યંતી આ 1 દેવઇ દોવઇ ધારણી, કલાવઇ પુફચૂલા ચ || ૧૦ || પઉમાવાચ ગોરી, ગંધારી લકમણા સૂસીમા ચ | જંબૂવઇ સચ્યભામા, રૂપિણી કહઠ મહિસીઓ II ૧૧ II (૨૧) બ્રાહ્મી, (૨૨) સુંદરી, (૨૩) રુક્મિણી, (૨૪) રેવતી શ્રાવિકા, (૨૫) કુંતી, (૨૬) શિવા, (૨૭) જયંતી, (૨૮) દેવકી, (૨૯) દ્રૌપદી, (૩૦) ધારિણી, (૩૧) કલાવતી તથા (૩૨) પુષ્પચૂલા. | ૧૦ || (૩૩) પદ્માવતી, (૩૪) ગૌરી, (૩૫) ગધારી, (૩૬) લક્ષ્મણા, (૩૭) સુસીમા, (૩૮) જંબૂવતી, (૩૯) સત્યભામા, (૪૦) રુક્ષમણી, Page #200 -------------------------------------------------------------------------- ________________ એમ આઠ કૃષ્ણ મહારાજાની પત્નીઓ છે. । ૧૧ || “જક્ષા ય જદિના, ભુઆ તહ ચેવ ભૂઅદિન્ના અ। સેણા-વેણા-રેણા, ભયણીઓ થૂલિભદૃસ્સ || ૧૨ || ઇચ્ચાઇ મહાસઇઓ, જ્યંતિ અકલંક સીલ કલિઆઓ 1 અજ્જવિ વજ્જઇ જાસિં, જસપડહો તિહુઅણે સચલે II ૧૩ II (૪૧) યક્ષા, (૪૨) યક્ષદિશા, (૪૩) ભૂતા, (૪૪) ભૂતદિન્ના, (૪૫) સેણા, (૪૬) વેણા, (૪૭) રેણા આ સાત સ્થૂલિભદ્ર મુનિની બહેનો હતી. ૧૩૫ ઇત્યાદિ મહાસતીઓ કે જેઓ અકલંકિત શીયળથી યુક્ત છે તેઓ જય પામે છે. આજે પણ જેઓનો યશપડહ ત્રણે ભુવનમાં વાગે છે. ॥ ૧૩ ॥ આ સજ્ઝાયમાં કુલ ૫૩ સત્પુરુષો, અને ૪૭ મહાસતીઓનાં નામસ્મરણ લખેલાં છે. તેઓનો અતિશય સંક્ષિપ્ત પરિચય આ પ્રમાણે છે ઃ Page #201 -------------------------------------------------------------------------- ________________ કથાઓ (૧) ભરત મહારાજા ૠષભદેવપ્રભુના પ્રથમ પુત્ર હતા. આ ભરતક્ષેત્રના છએ ખંડો સાધીને ચક્રવર્તી બન્યા હતા. તેમના બીજા ભાઈ બાહુબલિ સાથે મહાયુદ્ધ થયું હતું. એક વખત આરિસાભુવનમાં પોતાના શરીરની એક આંગળીમાંથી વીંટી પડી જતાં શરીર શોભા વગરનું લાગ્યું. ધીમે ધીમે બધા જ અલંકારો ઉતારી બધું જ અનિત્ય છે એમ અનિત્યભાવના ભાવતાં તેઓ ત્યાં જ કેવળજ્ઞાની થયા. અંતે અષ્ટાપદ પર્વત ઉપર મોક્ષે ગયા. (૨) બાહુબલિજી ૠષભદેવ પ્રભુના બીજા પુત્ર, ભરતના નાનાભાઈ હતા. પ્રભુએ બાહુબલિજીને તક્ષશિલાનું રાજ્ય આપ્યું હતું. પૂર્વભવની આરાધનાથી તેમનામાં બાહુબલ ઘણું જ હતું. તેઓએ ભરતની આજ્ઞા ન માનતાં લડાઈ થઈ. ભરતને મારવા બાહુબલિજીએ મૂઠી ઉપાડી પરંતુ વિચાર આવ્યો કે મોટાભાઈને હણવા તે વ્યાજબી નથી. તેથી તે જ મૂઠી વડે પંચમુષ્ટિ લોચ કરી દીક્ષા લીધી. પોતાના નાના ૯૮ ભાઈઓએ પ્રથમ દીક્ષા લીધેલી હતી અને કેવળી થયેલા હતા. તેથી વિચાર્યું કે જો હું ત્યાં જઈશ તો મારે નાના ભાઈઓને વંદન કરવું પડશે. માટે અહીં જ તપ કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી પછી ત્યાં જાઉં ? એમ વિચારી કાઉસ્સગ્ગધ્યાનમાં એક વર્ષ સુધી ઉગ્રતપમાં સ્થિર રહ્યા. પરંતુ ‘‘નાના ભાઈને વાંદું નહીં’’ એ પરિણામથી કેવળજ્ઞાન થયું નહીં. પ્રભુ શ્રી ઋષભદેવે બ્રાહ્મી અને સુંદરી એમ બે સાધ્વીજીને (કે જેઓ તેમની બહેનો હતી તેમને) ત્યાં પ્રતિબોધ માટે મોકલી. સાધ્વીજીએ કહ્યું કે ‘‘વીરા મોરા ગજ થકી ઊતરો, ગજ ચઢે કેવળ ન હોય રે.’’- હે ભાઈ ! અભિમાનરૂપી હાથી ઉપરથી નીચે ઊતરો, અભિમાનરૂપી હાથી ઉપર ચઢે છતે કેવળજ્ઞાન થતું નથી એ સાંભળી અભિમાન છોડી નાના ભાઈઓને વંદના કરવા જ્યાં પગ ઉપાડ્યો કે તરત Page #202 -------------------------------------------------------------------------- ________________ જ કેવળજ્ઞાન થયું. પછી ઋષભદેવ પ્રભુ પાસે જઈનાના ભાઈઓને પણ વંદના કરી કેવલીની પર્ષદામાં પધાર્યા. અંતે મોક્ષે ગયા. (૩) અભયકુમાર શ્રેણિક મહારાજાના પુત્ર હતા. તેમની માતાનું નામ સુનંદા હતું. શ્રેણિકરાજાના મુખ્યમંત્રી હતા, અગાધબુદ્ધિના સ્વામી હતા. પિતાનાં ઘણાં કાર્યોમાં સહાય કરી હતી. અંતે પ્રભુમહાવીર પાસે દીક્ષા લઈ ઉત્કૃષ્ટ તપ કરી અનુત્તર વિમાનમાં ગયા છે. (૪) કંટણકુમાર શ્રી કૃષ્ણમહારાજા અને ઢઢણાના પુત્ર હતા. તેમનાથ ભગવાન પાસે દીક્ષા લીધી હતી. પૂર્વબદ્ધ અંતરાયકર્મના ઉદ્યથી શુદ્ધ ગોચરી મળતી ન હતી. તેથી “લબ્ધિથી આહાર મળે તો જ લેવો” એવો અભિગ્રહ ધારણ કર્યો હતો. એક વખત કૃષ્ણમહારાજાએ પોતાના વાહનમાંથી ઊતરી વંદન કર્યું. તે જોઈ કોઈ શ્રેષ્ઠીએ ઢંઢણમુનિને આહાર વહોરાવ્યો, પરંતુ આ આહાર સ્વલબ્ધિથી નથી મળ્યો એમ પ્રભુ પાસે જાણતાં તે આહારને પરઠવતાં પરઠવતાં ઉત્તમ ભાવનાથી કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. (૫) શ્રીચક શકડાયમંત્રીના પુત્ર, અને સ્થૂલિભદ્રજીના નાના ભાઈ હતા. પિતાના મૃત્યુ પછી નંદરાજાનું મંત્રીપદ તેમને પ્રાપ્ત થયું હતું. ધર્મ ઉપર અનુપમ રાગ હોવાથી અનેક જિનમંદિરો અને જૈન ધર્મશાળાઓ બનાવી હતી. અન્ને દીક્ષા લઈ પજુસણ પર્વની આરાધના કરતાં ઉત્તમ ભાવનાપૂર્વક કાળધર્મ પામ્યા હતા. (૬) અર્ણિકાપુત્ર ઉત્તર મથુરા નગરીમાં દેવદત્ત નામના પિતાનો અને અર્ણિકા Page #203 -------------------------------------------------------------------------- ________________ નામની માતાનો પુત્ર તે અર્ણિકાપુત્ર કહેવાયો. યોગ્ય ઉંમર થતાં જયસિંહ આચાર્ય પાસે દીક્ષા લીધી. એક વખત દુષ્કાળ પડતાં બીજા મુનિઓ દેશાંતર ગયા. રાજાના આગ્રહથી વૃદ્ધાવસ્થાના કારણે અર્ણિકાપુત્ર ત્યાં જ રહ્યા.બીજા સાધુઓ ન હોવાથી અને વૃદ્ધાવસ્થા હોવાથી જંઘાબળ ક્ષીણ થવાથી પુષ્પચૂલા સાધ્વીજી તેમને આહારાદિ લાવી આપી વૈયાવચ્ચ કરતાં હતાં. તેમ કરતાં સાધ્વીજીને કેવળજ્ઞાન થયું. આચાર્યશ્રીને ખબર પડી, તેઓએ સાધ્વીજીની ક્ષમા યાચના કરી. પોતાને કેવળજ્ઞાન ક્યારે થશે તે પૂછ્યું. “ગંગા નદી ઊતરતાં તમને કેવળજ્ઞાન થશે” એમ ઉત્તર સાંભળી એક વખત અન્ય લોકોની સાથે હોડીમાં બેસી નદી ઊતરતાં જે બાજુ પોતે બેઠેલા છે તે બાજુનો ભાગ વારંવાર નદીમાં ઢળવા લાગ્યો, તેથી અન્ય લોકો તેમના ઉપર ખિજાયા. અને ઊંચકીને તેમને નદીમાં નાખ્યા. તે વખતે સમભાવ રાખતાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. પછી કેટલાક સમય બાદ મોશે પધાર્યા. (૦) અતિમુક્તમુનિ. પેઢાલપુર નગરમાં વિજયરાજાને શ્રીમતી રાણીથી જે પુત્ર થયો તે અતિમુક્તક, આઠવર્ષની ઉંમરે ગૌતમસ્વામીની પાસે માતા-પિતાની સમ્મતિથી દીક્ષા લીધી. એક વખત વરસાદ પડ્યા પછી ભરાયેલા પાણીમાં અન્ય બાળકોની સાથે બાલમુનિ પણ કાગળની હોડી પાણીમાં તેરવવા લાગ્યા. તે જ વખતે ગૌતમસ્વામીજી ત્યાંથી નીકળ્યા. તેમણે તેમને ઠપકો આપ્યો. મુનિ શરમિંદા બન્યા. મહાવીર પ્રભુ પાસે જઈ વારંવાર “ઇરિયાવહિયં બોલી આલોચના કરતાં પરમવિશુદ્ધ પરિણામથી કેવળજ્ઞાન પામી કાળાંતરે મોક્ષે પધાર્યા. (૮) નાગદત્ત વારાણસી નગરીમાં યજ્ઞદત્ત શેઠની ધનશ્રી નામની પત્નીનો પુત્ર નાગદત્ત. તેની પત્નીનું નામ નાગવસુ, અત્યન્ત ધર્મપરાયણ સત્યનિષ્ઠ Page #204 -------------------------------------------------------------------------- ________________ હતો. એક વખત રાજા ઘોડા ઉપર જતો હતો ત્યારે તેના કાનમાંથી કુંડળ પડી ગયું. પાછળ આવતા નાગદત્તે તે જોયું. પરંતુ પારકી વસ્તુ હોવાથી તેણે કુંડળ ન લીધું. આ જ રાજાના કોટવાળે આ કુંડલ લીધું તે કોટવાળ નાગદત્તની પત્ની ઉપર મોહિત હતો. એટલે નાગદત્તને શિક્ષા કરાવવા તે કુંડળ નાગદત્ત જ્યાં ઉપાશ્રયમાં ધર્મક્રિયામાં સ્થિર છે ત્યાં મૂક્યું. રાજા કુંડળની શોધ કરે છે ત્યારે કોટવાળ જ આ કુંડળ “નાગદત્ત પાસે છે એમ કહી નાગદત્તને પકડાવ્યો, શૂળીની શિક્ષા થઈ. નાગદત્તને શૂળી ઉપર ચડાવતાં તેના સત્યના પ્રભાવથી શાસનદેવી પ્રગટ થઈ. “આ કુંડલ કોટવાળે જ લીધું છે નાગદત્ત ઉપર ખોટુ કલંક આપ્યું છે” એમ આકાશવાણી થઈ. અને શૂળીનું સિંહાસન થઈ ગયું. રાજાએ કોટવાળને શિક્ષા કરી પછી નાગદત્ત દીક્ષા સ્વીકારી કેવળજ્ઞાન પામી મોક્ષે પધાર્યા. (૯) મેતાર્યમુનિ એક ચંડાળને ત્યાં જન્મેલાં. પરંતુ કોઈ અગમ્ય કારણસર રાજગૃહીના એક શ્રીમંતને ઘેર ઊછર્યા. પૂર્વભવના મિત્રદેવની સહાયથી અદ્ભુત કાર્યો કરતાં શ્રેણિકરાજાના જમાઈ થયા. બાર વર્ષ ધરવાસમાં પાર્શ્વનાથ પ્રભુના ગણધર હતા. પરદેશી જેવા નાસ્તિક રાજાને બોધ પમાડ્યો હતો. શ્રી ગૌતમસ્વામી સાથે ધર્મચર્ચા કરી પાંચ મહાવ્રતવાળું ભગવાન મહાવીર સ્વામીનું શાસન સ્વીકાર્યું હતું. અતિશય ધર્મારાધન કરી કર્મ ખપાવી કેવળી થઈ સિદ્ધિપદ પામ્યા. (૧૮) રાજર્ષિ કરકંડુ ચંપાનગરીના દધિવાહન રાજાની પદ્માવતી રાણીના પુત્ર હતા. કરકંડુ જ્યારે ગર્ભમાં હતા ત્યારે રાજા-રાણી હાથી ઉપર ફરવા જતાં હતાં ત્યાં હાથી ગાંડો થવાથી રાજા ઊતરી ગયો. પરંતુ રાણી ઊતરી શકી નહિ. હાથી રાણીને જંગલમાં લઈ ગયો. તેનું તોફાન શાન્ત થતાં રાણી ઊતરી નજીકમાં રહેલાં સાધ્વીઓ પાસે ગઈ. તેઓના ઉપદેશથી દીક્ષા લીધી. Page #205 -------------------------------------------------------------------------- ________________ ગર્ભની વાત કરી નહિ. સમય આવતાં બાળકનો પ્રસવ થયો. તેને સ્મશાનમાં મૂકી દીધો. ત્યાં રહેલા ચંડાલે તેને મોટો કર્યો, શરીરે ઘણી જ ખણજ આવતી હોવાથી “કરકંડુ” નામ આપ્યું. યુવાન થતાં તે કંચનપુરનો રાજા થયો. સાધ્વી પદ્માવતીએ પિતા-પુત્રના સંબંધની કરકંડુ અને દલિવાહનને જાણ કરી. પિતાએ વૈરાગ્ય પામી પુત્રને રાજ્ય સોંપી દીક્ષા લીધી. કાળાન્તરે વૃદ્ધ બળદને દુઃખી જોઈ વૈરાગ્ય પામી વિચારણા કરતાં કરતાં જાતિસ્મરણજ્ઞાન પામી કરકંડુએ પણ રાજ્ય છોડી દીક્ષા લીધી અને આત્મકલ્યાણ સાધ્યું. (૧૯૨૦) હલ્લ-વિહલ્લા શ્રેણિકરાજાની ચેલણા રાણીના આ બન્ને પુત્રો હતા. રાજાએ પોતાનો સેચનક હાથી આ બન્ને ભાઈઓને આપ્યો હતો. પરંતુ તે હાથી માટે કોણિકે આ બે ભાઈઓ સાથે યુદ્ધ કર્યું. યુદ્ધ દરમ્યાન હાથી ખાડામાં પડી જવાથી મૃત્યુ પામ્યો તેથી વૈરાગ્ય પામી ભગવાન મહાવીર સ્વામી પાસે દીક્ષા લઈ આત્મકલ્યાણ સાધ્યું. (૨૧) સુદર્શન શેઠ પિતાનું નામ અર્હદાસ, માતાનું નામ અર્હદ્દાસી, સુદર્શન શેઠ પરમધર્મિષ્ઠ, પૂર્ણ બાર વ્રતધારી શ્રાવક હતા. ચોથા વ્રતમાં તેમની ભારે કસોટી થઈ. એક વખત તેઓ પૌષધમાં હતા ત્યારે રાજરાણી અભયાની સૂચના મુજબ દાસી તેમને ઉપાડીને રાજમહેલમાં લઈ આવી. રાણીએ ભોગ માટે ઘણી ઘણી પ્રાર્થના અને ઉપાયો અજમાવ્યા પરંતુ શેઠ ચલિત થયા નહીં. તેથી તેમના ઉપર શીલભંગનો આરોપ મૂક્યો. રાજાએ શૂળીની સજા ફરમાવી. પરંતુ શીયળના પ્રભાવથી શૂળીનું સિંહાસન થવાથી બધી સત્ય હકીકત બહાર આવી. પછી તેઓએ વૈરાગ્ય પામી દીક્ષા લીધી. (૨/૩) શાલ-મહાશાલ બન્ને ભાઈઓ હતા. પરસ્પર ઘણી પ્રીતિવાળા હતા. પોતાના Page #206 -------------------------------------------------------------------------- ________________ ભાણેજગાંગલિને રાજ્ય સોંપી બન્ને ભાઈઓએ દીક્ષા લીધી. પછી ભાણેજ ગાંગલીને તથા તેનાં માતા-પિતાને પ્રતિબોધી દીક્ષા આપી. અનુક્રમે બન્ને ભાઈઓ કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા. (૨૪) શાલિભદ્રજી પૂર્વભવમાં મુનિને આપેલા ક્ષીરના દાનથી રાજગૃહી નગરીના ગોભદ્રશેઠ અને ભદ્રાશેઠાણીને ત્યાં પુત્રરૂપે જન્મ્યા. અતુલસંપત્તિના અને ઉચ્ચકુલની ૩૨ સુંદરીઓના સ્વામી બન્યા. ગોભદ્રશેઠપ્રભુ મહાવીર પાસે દીક્ષા લઈ ઉત્તમ ચારિત્ર પાળી સ્વર્ગમાં ગયા. પુત્રસ્નેહના કારણે ત્યાંથી દિવ્ય વસ્ત્રાદિની દરરોજ ૯૯ પેટી મોકલતા હતા. એક વખત બેંમતી રત્નકાંબળો વેચવા વેપારીઓ રાજગૃહીમાં આવ્યા. જેમાંની એકપણ કાંબળ રાજા ન લઈ શક્યો અને ભદ્રા શેઠાણીએ બત્રીસે ખરીદી લીધી. તે જોઈ શ્રેણિક મહારાજા તેમની સંપત્તિ જોવા શાલિભદ્રને ઘેર આવ્યા. ભદ્રા શેઠાણીએ શાલિભદ્રને રાજાને મળવા ઉપરથી બોલાવ્યા. હા મારા માથે રાજા છે એમ જાણી વૈરાગ્ય પામી પ્રભુ મહાવીર પાસે દીક્ષા લીધી. આત્મકલ્યાણ સાધ્યું. (૨૫) ભદ્રબાહુબવામીજી છેલ્લાચૌદપૂર્વધરથયા. શäભવસૂરિજીના શિષ્યયશોભદ્રસૂરિજી તેમના ગુરુ હતા. આવશ્યકસૂત્ર આદિ દશ સૂત્રો ઉપર પ્રાકૃત ભાષામાં નિર્યુક્તિઓ બનાવી છે. સંઘની વિનંતીથી સ્થૂલિભદ્રજીને અર્થ સાથે ૧૦ અને મૂળ ૪ એમ ૧૪ પૂર્વોનું જ્ઞાન આપ્યું હતું. (૨૬) દશાર્ણભરાજા દશાર્ણપુર નગરના રાજા અત્યન્ત ધર્મિષ્ઠ હતા. એક વખત અભિમાનપૂર્વક બહુ ઋદ્ધિ-ઠાઠમાઠ બતાવવાપૂર્વક ભગવાનને વંદન કરવા ગયા. ઇન્દ્ર અવધિજ્ઞાનથી જાણી તેનું અભિમાન તોડવા દૈવિક વિશિષ્ટ ઠાઠમાઠથી ભગવાનને વંદન કરવા આવ્યા. તે જોઈ પોતાના ગર્વનું ખંડન થયું જાણી વૈરાગ્ય પામી દીક્ષા લીધી. ર Page #207 -------------------------------------------------------------------------- ________________ (૨૭) પ્રસન્નચંદ્ર રાજર્ષિ સોમચંદ્ર પિતા, ધારિણી માતા, પોતાના નાના બાળકપુત્રને રાજ્યગાદી ઉપર બેસાડી પ્રસન્નચંદ્ર દીક્ષા લીધી. તેઓ એક વખત રાજગૃહી નગરીના ઉદ્યાનમાં કાયોત્સર્ગમાં ઊભા રહ્યા. ત્યાં થોડે દૂર ભગવાન પણ સમોસર્યા. લોકો તેમને વંદન કરવા જતા-આવતા, તેમના મુખેથી પ્રસન્નચંદ્ર મુનિએ સાંભળ્યું કે ચંપાનગરીના દધિવાહન રાજાએ પોતાની નગરીને ઘેરો ઘાલ્યો છે અને બાળરાજાને મારીને રાજ્ય લેવા ઇચ્છે છે. એટલે રાજ્ય અને બાળક ઉપરના મોહથી મનથી જ લડાઈ ચાલુ કરી અને સાતમી નરકને યોગ્ય ગતિ-જાતિ આદિ નામ કર્મ બાંધ્યાં. ક્ષણવાર પછી વિચાર પલટાતાં પશ્ચાત્તાપ કરી સર્વ કર્મો ખપાવી કેવળજ્ઞાન મેળવી મોક્ષે પધાર્યા. (૨૮) યશોભદ્રસૂરિ - શ્રી શય્યભવસૂરિજીના શિષ્ય અને ભદ્રબાહુસ્વામીજીના ગુરુ હતા. તેઓએ પણ સુંદર ચારિત્રધર્મ આરાધી આત્મકલ્યાણ સાધ્યું. (૨૯) શ્રી જંબૂસ્વામી અખંડ બાલબ્રહ્મચારી, નિઃસ્પૃહ વાણીથી વૈરાગ્યવાસિત હોવા છતાં પણ માતા-પિતાના આગ્રહથી આઠ કન્યાઓને પરણ્યા. પહેલી જ રાત્રે ધર્મોપદેશ દ્વારા તેમને વૈરાગ્ય પમાડ્યો. તથા તે જ વખતે ચોરી કરવા આવેલો પાંચસો ચોરો સાથેનો પ્રભાવ પણ પ્રતિબોધ પામ્યો. બીજા જ દિવસે સુધર્માસ્વામી પાસે બધાંએ દીક્ષા લીધી. અનુક્રમે તેઓએ કેવળજ્ઞાન મેળવ્યું. આ ભરતક્ષેત્રમાં પાંચમા આરામાં તેઓ છેલ્લા કેવળી થયા છે. (૩૦) કુમાર વંકચૂલ વિરાટ દેશનો રાજકુમાર, તેને નાનપણથી જ જાગાર, ચોરી વગેરે મહાવ્યસનો લાગુ પડ્યાં, પિતાએ કંટાળીને કાઢી મૂક્યો. પોતાની પત્ની તથા એક બહેન સાથે લઈ જંગલમાં રહેવા લાગ્યો એક પલ્લીપતિ બન્યો. એક વખત તે પલ્લીમાં મુનિએ ચાતુર્માસ કર્યું. તે પૂર્ણ થતાં મુનિના ઉપદેશથી તેણે નાના એવા ચાર નિયમો Page #208 -------------------------------------------------------------------------- ________________ લીધા. (૧) અજાણ્યાં ફળ ખાવાં નહિ. (૨) પ્રહાર કરતાં સાત ડગલાં પાછા હઠવું. (૩) રાજાની રાણી સાથે સંસારવ્યવહાર કરવો નહિ. (૪) કાગડાનું માંસ ખાવું નહિ. તેના જીવનમાં ચારે નિયમોની કસોટીઓ આવી. પરંતુ દઢતાપૂર્વક પાલન કર્યું તેથી મરીને બારમા દેવલોક ગયો. (૩૧) ગજસુકુમાલ મુનિ કૃષ્ણમહારાજાના નાના ભાઈ, બાલ્ય વયે વૈરાગ્ય પામ્યા. પરંતુ માતા-પિતાએ આગ્રહથી લગ્ન કરાવ્યાં. જોકે ગજસુકમાલનું મન માનતું ન હોવાથી પ્રભુશ્રી નેમિનાથ પાસે જલ્દી દીક્ષા સ્વીકારી. પ્રભુની સમ્મતિ લઈ સ્મશાનમાં જઈ કાઉસ્સગ્ન કરી ધ્યાનમાં ઊભા રહ્યા. એવામાં તેમના સસરા સોમશર્મા બ્રાહ્મણ “મારી છોકરીનો ભવ બગાડ્યો” એમ સમજી ગુસ્સે થયા. શિક્ષા કરવા માટે પાસે સળગતી ચિતામાંથી ધગધગતા અંગારા લઈને ગજસુકુમાલના માથા ઉપર મૂકયા. મુનિ તેનાથી જરા પણ ક્ષોભ પામ્યા નહિ. કર્મ ખપાવવામાં મદદગાર માની સમતા રાખી અંતગડકેવલી થઈ મોલે પધાર્યા. (૩૨) અવંતિકુમાલા ઉજ્જૈણી નગરી, ભદ્ર પિતા, ભદ્ર માતા, બત્રીસ સ્ત્રીઓના સ્વામી હતા. એ ક વખત આર્ય સુહસ્તિસૂરિજી પાસે “નલિની ગુલ્મવિમાન”ના સ્વરૂપવાળું અધ્યયન સાંભળતાં જાતિસ્મરણ જ્ઞાન પ્રાપ્ત થયું. પૂર્વભવ દેખી વૈરાગ્ય પામી દીક્ષા લીધી. સ્મશાનભૂમિમાં કાઉસ્સગ્ગ ધ્યાને રહ્યા. એક શિયાળે તેમને કરડી ખાધું. પરંતુ તેઓ ધ્યાનથી જરા પણ ડગ્યા નહિ. શુભ ધ્યાનમાં મરણ પામી નલિની ગુલ્મવિમાનમાં ઉત્પન્ન થયા. તેમના મૃત્યુના સ્થાને તેમના માતા-પિતાએ મદિર બનાવી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી. તે જ અવંતી પાર્શ્વનાથ. (૩૩) ધન્યકુમાર પિતા ધનસાર, માતા શીલવતી, બુદ્ધિબળે અખૂટ લક્ષ્મી ઉપાર્જન Page #209 -------------------------------------------------------------------------- ________________ કરી આઠ સ્ત્રીઓ પરણ્યા. શાલિભદ્રના બનેવી થાય. એક વખત શાલિભદ્રની બહેન પોતાનો ભાઈ દીક્ષા લેવાના છે એવા સમાચારથી ધન્યકુમારને સ્નાન કરાવતાં રડતાં હતાં. આંસુ ધન્યકુમાર ઉપર પડતાં ધન્યકુમારે રડવાનું કારણ પૂછયું. “શાલિભદ્ર દરરોજ એકેક પત્નીનો ત્યાગ કરે છે” એવી વાત સાંભળી ધન્યકુમારે કહ્યું કે “શાલિભદ્ર નિર્બળ કહેવાય. ત્યાગ જ કરવો હોય તો પછી એકેકનો ત્યાગ કરવાની શી જરૂર ? બધી સ્ત્રીઓનો એકીસાથે ત્યાગ કરવો જોઈએ”. પત્નીએ કહ્યું કે, “બોલવું સહેલું છે. કરવું ઘણું કઠિન છે.” તે સાંભળી ધન્યકુમાર ઊઠ્યા. આજથી જ આઠેનો ત્યાગ, શાલિભદ્રને ત્યાં જઈ તેમની સાથે દીક્ષા લઈ આત્મકલ્યાણ સાધ્યું. (૩૪) ઇલાચી પુત્ર શ્રેષ્ઠિપુત્ર હોવા છતાં પણ એક નટની પુત્રીમાં મોહિત થયા. તેને પરણવા માટે નટની ઇચ્છાને અનુસારે નટ બન્યા. અદ્ભુત કલાઓથી રાજાને રીઝવો તો નટી પરણાવું. એવું નાયકનું કહેવું જાણી બેનાત નગરે ગયા. વાંસ અને દોરડા ઉપર ચડી રાજાને રીઝવવા માટે મરણિયા ખેલ ખેલે છે. પરંતુ રાજા પણ નટવીમાં મોહિત હોવાથી દાન આપતો નથી. એવામાં દૂર દૂર કોઈના ઘરમાં એકલા મુનિને અને તેને વહોરાવતી સ્ત્રીને જોઈ. સ્ત્રી લોલો કહે છે. મુનિ લેતા નથી. ઊંચી નજરે પણ જોતા નથી. ત્યાગ-વૈરાગ્યનું દશ્ય જોઈ પોતાને વૈરાગ્ય થયો. ભાવના ભાવતાં ત્યાં જ માંચડા ઉપર કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. (૩૫) ચિલાતીપુત્ર - ચિલાતી નામની દાસીનો પુત્ર. એક શેઠને ત્યાં નોકરી કરતો હતો પરંતુ તેને અપલક્ષણવાળો જાણી શેઠે કાઢી મૂકયો જંગલમાં જઈ ચોરોનો સરદાર બન્યો. શેઠની સુષમા નામની છોકરી ઉપર તેને મોહ હતો. એક વખત શેઠને ત્યાં ધાડ પાડી, બીજા ચોરો માલ-મિલકત લઈને ભાગ્યા, ચિલાતીએ સુષમાને ઉપાડી. શેઠ, શેઠના છોકરાઓ, અને સિપાઈઓ પાછળ પડ્યા. બીજા ચોરો મિલકત Page #210 -------------------------------------------------------------------------- ________________ મૂકીને ભાગ્યા. ચિલાતીએ સુષમાને મૂકી નહિ. પકડનાર બહુ જ નજીક આવી પહોંચ્યા એટલે ચિલાતીએ સુષમાનું મસ્તક કાપી નાખ્યું. ધડ ત્યાં રહેવા દઈ મસ્તક હાથમાં લઈ આગળ ચાલ્યો, છોકરીની હત્યા થયેલી જોઈ શેઠ વગેરે રડતા રડતા પાછા ફર્યા. ચિલાતીને આગળ જતાં કાઉસ્સગ્નમાં ઊભેલા મુનિ મળ્યા. ઉપશમ - વિવેક - સંવર એમ ત્રણ પદો બોલી મુનિ આકાશમાર્ગે ઊડી ગયા. ચિલાતી આ પદોનો અર્થ વિચારતાં ત્યાં જ કાઉસ્સગ્નમાં શુભધ્યાનમાં મગ્ન બન્યા, લોહીથી ખરડાયેલું શરીર હોવાથી કીડીઓએ શરીર ચાલણી જેવું કર્યું. છતાં સમભાવે સહન કરી શુભધ્યાનથી મરી સ્વર્ગે ગયા. (૩૬) યુગબાહુમુનિ પાટલીપુત્ર નગર, વિક્રમબાહુરાજા પિતા, મદનરેખારાણી માતા, અત્યન્ત રૂપવાળી અનંગસુંદરી નામની પત્ની, સરસ્વતી અને વિદ્યાધરોની સહાયથી અનેક વિદ્યાઓ મેળવી. જ્ઞાનપંચમીનું આરાધન કરી, દીક્ષા લઈ, કર્મ ખપાવી કેળવજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષે પધાર્યા. (૩૩૮) આર્યમહાગિરિ-આર્યસુહસ્તિગિરિ સ્થૂલિભદ્રજીના આ બન્ને શિષ્યો હતા. તે કાળે જિનકલ્પ વિચ્છેદ ગયો હતો છતાં આર્યમહાગિરિ ગચ્છમાં રહીને જિનકલ્પની તુલના કરતા હતા. અને આર્ય મહાગિરિએ ઉજ્જયિણીનગરીના સંપ્રતિરાજાને પ્રતિબોધી અનેક જૈન મંદિરો બનાવ્યાં અને અનેક મૂર્તિઓની પ્રતિષ્ઠા કરાવી. અનાર્યદેશમાં પણ સાધુઓને વિહાર કરવાની સરળતા કરી આપી હતી. તેઓએ ઘણી શાસનપ્રભાવના કરી હતી. (૩૯) આર્ચરક્ષિતસૂરિ પોતે બ્રાહ્મણ હતા. બ્રાહ્મણોનાં ઘણાં શાસ્ત્રો ભણીને આવ્યા. ગામે મોટો ઓચ્છવ ર્યો. ભારે સામૈયું કર્યું. પરંતુ જૈન ધર્મને પાળનારી માતાને આ ન ગમ્યું. દષ્ટિવાદના અભ્યાસ વિના હિંસાવર્ધક છે તેવી વાત Page #211 -------------------------------------------------------------------------- ________________ અન્ય શાસ્ત્રોથી આત્માને શું લાભ ? તે શાસ્ત્રો તો આત્માને નરકે લઈ જનારાં છે. માતાનું આવું વચન સાંભળી તોસલિપુત્ર આચાર્ય પાસે અધ્યયનો ભણવાની યોગ્યતા મેળવવા માટે દીક્ષા લીધી. તેમની પાસે જેટલું દૃષ્ટિવાદ હતું તેટલું ભણી લીધું. પછી તે વજસ્વામી પાસે ગયા. સાડાનવ પૂર્વનો અભ્યાસ કરી માતા-પિતાદિને પ્રતિબોધ પમાડી દીક્ષા આપી. જૈન શ્રુતજ્ઞાનના દિવ્યાનુયોગ, ચરણકરણાનુયોગ, ગણિતાનુયોગ અને ધર્મકથાનુયોગ એમ ચાર વિભાગો જુદા પાડ્યા. (૪૦) ઉદાયનરાજર્ષિ વીતભય નગરીના રાજા હતા. પોતાના ભાણેજ કેશીને રાજગાદી આપી દીક્ષા લીધી. વિહાર કરતાં તેઓ એક વખત વીતભયનગરમાં પધાર્યા. રાજાના મંત્રી દ્વારા તેમના ઉપર વિષનો પ્રયોગ થયો. દેવની સહાયથી એક વખત બચી ગયા. મંત્રીએ બીજીવાર પણ વિષપ્રયોગ કર્યો. તે સફળ થયો. પોતાને ઝેર અપાયું છે એમ જાણવા છતાં શુભધ્યાનમાં રહ્યા. મરીને સ્વર્ગે ગયા. (૪૧) મનકમુનિ શ્રી શય્યભવસૂરિના શિષ્ય અને પુત્ર, તેમનું આયુષ્ય અતિશય અલ્પ હતું. તેથી સાધુધર્મનું જલ્દી જ્ઞાન થાય તે માટે સૂરિજીએ સિદ્ધાન્તોમાંથી ઉદ્ધરીને દશવૈકાલિક સૂત્ર બનાવ્યું જે આજે સુપ્રસિદ્ધ છે. તેનો અભ્યાસ કરી છ માસ ચારિત્ર પાળી સ્વર્ગે ગયા. (૪૨) કાલિકાચાર્ય શ્રીપુરનગરના પ્રજાપાળ રાજાના પુત્ર પોતાના ભાણેજ બળમિત્ર અને ભાનુમિત્રના આગ્રહથી તેઓ ભરુચમાં ચોમાસું રહ્યા. પરંતુ પૂર્વભવના વૈરી ગંગાધર પુરોહિતે રાજાના કાન ભંભેર્યા. ચોમાસામાં અન્ય સ્થળે વિહાર કરાવ્યો. તેઓ પ્રતિષ્ઠાનપુર નગરમાં આવ્યા. ત્યાંના રાજા શાલિવાહને મહોત્સવપૂર્વક નગર પ્રવેશ કરાવ્યો. પ્રતિમા - ૨૦૦ Page #212 -------------------------------------------------------------------------- ________________ પાસણપર્વ નજીક આવતાં હોવાથી અને સંવચ્છરી-પર્વ પાંચમનું હોવાથી તે જ પાંચમે મોટો ઇન્દ્ર મહોત્સવ થતો હોવાથી પાસણ આગળ-પાછળ કરવાની રાજાએ ઇચ્છા બતાવી. કાલકિાચાર્યે કહ્યું કે વિશિષ્ટ કારણોસર તે આરાધન આગળ થાય. પરંતુ પાછળ ન થાય. ત્યારથી સંવચ્છરી ચોથની થઈ. સરસ્વતી સાધ્વીજીને ગર્દભિલ્લરાજા પાસેથી મૂકાવનાર બીજા પણ કાલિકાચાર્ય થયા છે તથા જિતશત્રુરાજાની ગાદી પચાવી પાડનાર ભાણેજ દત્તને યજ્ઞનું ફળ બતાવનાર દત્તના મામા ત્રીજા કાલિકાચાર્ય પણ થયા છે. સીમંધર સ્વામીએ ઈન્દ્ર મહારાજાને કહ્યા પ્રમાણે નિગોદનું સ્વરૂપ સમજાવનાર ઉપરોક્ત પ્રથમ કાલિકાચાર્ય હતા. (૪૩/૪૪) શાંબ-પ્રદ્યુમ્ન શ્રી કૃષ્ણ મહારાજાની જાંબુવતીના પુત્ર શાંબ અને રુક્મિણીના પુત્ર પ્રદ્યુમ્ન હતા. બાલ્ય અવસ્થામાં અનેક લીલાઓ કરી, યુવાવસ્થામાં વિવિધ પરાક્રમો બતાવી, અંતે વૈરાગ્ય પામી દીક્ષા લઈ, કર્મ ખપાવી કેવલજ્ઞાન પામી શત્રુંજય પર્વત ઉપર મોક્ષે ગયા. (૪૫) મૂલદેવ રાજકુમાર મૂળદેવ સંગીતાદિ કળામાં નિપુણ હતો. પરંતુ બહુ જ જુગારી હતો. પિતાએ તેને દેશવટો આપ્યો હતો. ઉજ્જૈણી નગરીમાં આવીને તે રહ્યો. આ મૂળદેવે સંગીતકળાથી દેવદત્તા નામની ગણિકાનો અને તેના કલાચાર્ય વિશ્વભૂતિનો પરાભવ કર્યો હતો. સંગીતકલાના કારણે વિશાળ રાજ્યનો, અને કલાપ્રિય એવી ચતુર દેવદત્તા ગણિકાનો તે સ્વામી બન્યો હતો. પાછળથી સત્સંગ થતાં વૈરાગ્ય પામી દીક્ષાપાળીને સ્વર્ગે ગયો છે. ત્યાંથી મોક્ષે જશે. (૪૬) પ્રભવસ્વામી પૂર્વે જણાવ્યા મુજબ જંબૂસ્વામીને ત્યાં લગ્નની પહેલી રાતે ૨૦ધ કે છે તેવશકીશ. Page #213 -------------------------------------------------------------------------- ________________ પાંચસો ચોરો સાથે ચોરી કરવા ગયા હતા તે પ્રભવ નામના ચોર, નવપરિણીત આઠ સ્ત્રીઓ સાથે ચાલતો જંબૂસ્વામીનો ધર્મસંવાદ સાંભળી પ્રતિબોધ પામ્યા હતા. બધા જ ચોરોએ સાથે દીક્ષા લીધી હતી. જંબૂસ્વામી પછી શાસનનો સર્વભાર તેમણે સંભાળ્યો હતો. તેઓ ચૌદ પૂર્વના જાણકાર હતા. (૪૦) વિષ્ણકુમાર પક્વોત્તર પિતા, વાલાદેવી માતા, શ્રી મુનિસુવ્રતસ્વામી પાસે દીક્ષા લીધી હતી. તપના પ્રભાવથી અપૂર્વવિદ્યાવાળા બન્યા હતા. એક વખત ધર્મષી એવા નમુચિએ દ્રષબુદ્ધિથી જૈન સાધુઓને રાજ્યની હદ બહાર કાઢી મૂકવાનો હુકમ કર્યો, વિષ્ણુકુમારને આ વાતની ખબર પડતાં સાધુઓની મદદે આવ્યા. નમુચિને ઘણો સમજાવ્યો. છતાં ન સમજવાથી ફક્ત ત્રણ પગલાં જેટલી જમીનની માગણી કરી. નમુચિએ વિચાર્યું કે એટલી જગ્યામાં મુનિઓ ક્યાં સમાવાના હતા ? એમ સમજીને હા પાડી. અત્યન્ત ગુસ્સે થયેલા નમુચિ મુનિને વૈક્રિય લબ્ધિ હોવાથી એક લાખ યોજન ઊંચું વૈક્રિય શરીર બનાવી ૧ પગ જંબૂદ્વીપના પૂર્વ છેડે અને બીજો પગ જંબુદ્વીપના પશ્ચિમ છેડે મૂકી આખી જગ્યા વાપરવા માટે લઈ લીધી. હવે ત્રીજો પગ ક્યાં મૂકું ? એમ નમુચિને પૂછ્યું. ઉત્તર ન મળતાં તેના માથે મૂક્યો. છેવટે તે નમુચિ મરીને ધર્મષના કારણે સાતમી નરકમાં ગયો. ઘણા મનુષ્યો - દેવો અને દેવીઓએ બહુ જ સ્તુતિપ્રાર્થના કરી ત્યારે તે મુનિ શાન્ત થયા. (૪૮) આદ્રકુમાર અનાર્યદેશમાં આર્ટુિકદેશના પોતે રાજકુમાર હતા. તેમના પિતા આર્રિક અને રાજગૃહીના રાજા શ્રેણિકમહારાજાને પરસ્પર ઘણી પ્રીતિ બંધાઈ. એક વખત અભયકુમારે પોતાના મિત્રને જૈનધર્મ પમાડવા Page #214 -------------------------------------------------------------------------- ________________ માટે મોકલેલી જિનપ્રતિમા જોઈને જાતિસ્મરણજ્ઞાન થયું. તેથી વૈરાગ્ય થવાથી આર્યદેશમાં આવી દીક્ષા લીધી. કેટલાંયે વર્ષો બાદ ભોગાવલી કર્મોના ઉદયથી ફરીથી અલ્પ ટાઈમ સંસારમાં આવી પુનઃ દીક્ષા લઈ અનેક જીવોને ધર્મબોધ આપી આત્મકલ્યાણ સાધ્યું. (૪૯) દઢ પ્રહારી યજ્ઞદત્ત નામના બ્રાહ્મણના પુત્ર હતા. કુસંગથી ચોર બન્યા. એક વખત ચોરી કરતાં ગાય, બાહ્મણ, સગર્ભા સ્ત્રી અને બાળક, એમ ચારની હત્યા કરી, તેનાથી તેનું હૃદય દ્રવી ઊડ્યું. વૈરાગ્ય થવાથી દીક્ષા લીધી. પૂર્વે કરેલા પાપના વિનાશ માટે તે જ ગામની ભાગોળે કાઉસ્સગ્ગ ધ્યાનમાં રહ્યા. ગામલોકોએ પથ્થરાદિ મારવા વડે ઘણા ઉપસર્ગો કર્યા. પરંતુ પોતે કર્મો કરેલાં છે એમ સમજી ઘણું સહન કર્યું. સમભાવ રાખી કર્મ ખપાવી કેવળજ્ઞાન પામ્યા. (૫૦) શ્રેયાંસકુમાર શ્રી બાહુબલિના પૌત્ર, અને સોમયશ રાજાના પુત્ર હતા. ઋષભદેવ પ્રભુને એક વર્ષના ઉપવાસના અંતે શેરડીના રસથી પારણું કરાવ્યું. અને અતિશય ભક્તિભાવથી આત્મકલ્યાણ સાધ્યું. આજે પણ તેના અનુકરણરૂપે વર્ષી તપ તથા શેરડીના રસનું પારણું કરાય (૫૧) કુરગડુ મુનિ ધનદત્ત શ્રેષ્ઠીના પુત્ર હતા. આચાર્યશ્રી ધર્મઘોષસૂરિજી પાસે દીક્ષા લીધી. અભુત ક્ષમાગુણ હતો. તપશ્ચર્યા કંઈ પણ કરી શકતા નહિ. એકવાર પ્રાતઃકાળમાં ગોચરી લાવીને વાપરવા બેઠા ત્યાં માસક્ષમણવાળા એક મુનિ આવ્યા. આજે પર્વના દિવસે પણ તું આહાર વાપરે છે ? એમ કહીને તેના ભોજનમાં ઘૂંકયું છતાં ઘણો જ સમભાવ રાખી તમારા જેવા તપસ્વીનો બડખો પણ અમારા Page #215 -------------------------------------------------------------------------- ________________ ભોજનમાં કયાંથી ? એવો તપસ્વી પ્રત્યે અહોભાવ લાવવાથી કર્મ ખપાવી આહાર વાપરતાં વાપરતાં કેવળજ્ઞાન પામ્યા. (૫૨) શય્યભવ સૂરિ શ્રી પ્રભવસ્વામીને પટ્ટધર થયા. પ્રભવસ્વામી પછી જૈનશાસનનો તમામ ભાર તેમના માથે આવ્યો. અપૂર્વશાસન-સેવા કરી. તેમનો બાળ-પુત્ર મનક પણ તેમના પંથે વળ્યો, આયુષ્ય થોડું હોવાથી તેના આત્મહિત માટે શાસ્ત્રોમાંથી ઉદ્ધરીને શ્રી દશવૈકાલિક સૂત્ર બનાવ્યું. જેમાં સંપૂર્ણ સાધુતાની સમાચારી છે. સર્વે સાધુસંતો જેને પ્રથમ કંઠસ્થ કરે છે. (૫૩) મેઘકુમાર શ્રેણિકરાજા, અને ધારિણી રાણીના પુત્ર, ઉચ્ચસંસ્કારવાળી આઠ કન્યાઓને એકી સાથે પરણ્યા હતા. એકદા પ્રભુ મહાવીરની ધર્મદેશના સાંભળી માતા-પિતા- સ્ત્રીવર્ગ આદિની સમ્મતિ લઈને દીક્ષા લીધી હતી. મેઘકુમાર નવદીક્ષિત હોવાથી રાત્રે ઊંઘવા માટેનો સંથારો લાઈનમાં બારણા પાસે છેલ્લો આવ્યો. રાત્રે માતરું કરવા જતાઆવતા સાધુઓના વારંવાર પગ અડવાથી સંથારામાં ધૂળ પડી તથા ઊંઘ આવી નહીં. મનમાં વિચાર કર્યો કે આ સાધુનો વેષ સવારે પ્રભુને પાછો સોંપી ઘેર ચાલ્યો જઈશ. સવારે બધા જ સાધુઓ સાથે મેઘકુમાર પણ પ્રભુને વંદન કરવા ગયા. સર્વજ્ઞ પ્રભુ મહાવીરે તેમણે કરેલું દુર્થાન જણાવી પ્રતિબોધ આપ્યો. તેમનો પૂર્વભવ કહ્યો. હાથીના ભવમાં સસલાને બચાવવા ત્રણ દિવસ સતત એક પગ ઊભો રાખી દયા પાળી હતી. તે જણાવતાં મેઘકુમારનું મન શાન્ત થયું. નિરતિચાર ચારિત્ર પાળી સ્વર્ગે ગયા. ત્યાંથી મહાવિદેહમાં ઉત્પન્ન થઈ મોક્ષે જશે. પ્રતિકમણ મગ - 1 ) Page #216 -------------------------------------------------------------------------- ________________ (૦ સતી સ્ત્રીઓની કથા ) (૧) સુલતા તેમના પતિનું નામ “નાગરથ” હતું તે શ્રેણિકના લશ્કરમાં મુખ્ય રથિક હતા. પ્રથમ તો તેમને કંઈ સંતાન ન હતું. પરંતુ ઉત્તમ ધર્મારાધનાથી પ્રસન્ન થયેલા દેવની સહાયતાથી બત્રીસ પુત્રો થયા હતા. શ્રેણિક રાજાના અંગરક્ષક બન્યા. શ્રેણિક રાજા સુજયેષ્ઠાનું હરણ કરવા ગયા ત્યારે વીરતાથી લડતાં પુત્રો મૃત્યુ પામ્યા. એક સાથે બત્રીસ પુત્રો મૃત્યુ પામવા છતાં સંસારની આવી જ પરિસ્થિતિ હોય છે એમ વિચારી સુલસાએ શોક ન કર્યો તેમજ પોતાના પતિને પણ શોકથી રોક્યા. સુલસા ભગવાન મહાવીરની પરમ શ્રાવિકા હતી. એક વખત ભગવાન મહાવીરે અંબડ પરિવ્રાજક સાથે ધર્મલાભ કહેવરાવ્યો. અંબડ પરિવ્રાજકને મનમાં થયું કે સુલસા એવી તે કેવી શ્રાવિકા ? કે જેને ભગવાન ધર્મલાભ કહેવરાવે ? તેથી પચીસમા તીર્થંકરની ઋદ્ધિ વિકુર્તી સુલસા શ્રાવિકાની પરીક્ષા કરી. પરંતુ સુલસા ધર્મથી જરાપણ ચલિત ન થઈ. તેથી તેને ઘેર જઈ પરિવ્રાજકે ભગવાનનો ધર્મલાભ કહ્યો તથા ધર્મની દઢતાની તેની પ્રશંસા કરી. સુલસા ઉત્તમ ધર્મારાધન કરી કરીને સ્વર્ગે ગઈ. ત્યાંથી મરીને આ જ ભરતક્ષેત્રમાં આવતી ચોવીસીમાં “નિર્મમ” નામે પંદરમા તીર્થંકર થશે. (૨) ચંદનબાળા ચંપાપુરી નગરીમાં દધિવાહન રાજા અને ધારિણી રાણીની પુત્રી, તેનું પ્રથમ નામ વસુમતી. એક વખત કૌશાંબી નગરીના રાજા શતાનિકે ચંપાપુરી ઉપર ચડાઈ કરી, દધિવાહન ભય પામી નાસી છૂટ્યો. સૈનિકોએ તે નગરી લૂંટી, ધારિણી તથા વસુમતીને ઉપાડી, શીયળના રક્ષણાર્થે રસ્તામાં જ જીભ કચરીને ધારિણી મૃત્યુ Page #217 -------------------------------------------------------------------------- ________________ પામી. કૌશાંબી આવ્યા પછી સૈનિકોએ વસુમતીને બજારમાં વેચવા માટે ઊભી રાખી. એક શેઠે વેચાતી લીધી અને તેનું નામ ચંદનબાળા પાડ્યું. આ ચંદનબાળા અતિશય રૂપવાન હતી. તેથી શેઠની પત્ની મૂલાને વહેમ પડ્યો કે તે દિવસે શેઠ એમની સાથે લગ્ન કરશે. એક વખત શેઠ બહારગામ ગયા ત્યારે મૂલાએ ચંદનબાળાના મસ્તકે મુંડન કરાવી, પગમાં બેડી નાખી ભોંયરામાં પૂરી, મૂલા પોતાના પિયર ચાલી ગઈ. ચંદનબાળાને ત્રણ દિવસના ઉપવાસ થયા. ચોથા દિવસે બહારગામથી શેઠ આવ્યા. ત્યારે તેમને ખબર પડી. ભોંયરું ખોલી ઘરમાં તૈયાર હતા તે અડદના બાકળા સૂપડામાં આપી તેને બારણા વચ્ચે બેસાડી પગની બેડી તોડવા લુહારને બોલાવવા ગયા. એવામાં ચંદનબાળા વિચારે છે કે મારે ત્રણ દિવસના ઉપવાસ છે. જો કોઈ મુનિ પધારે તો વહોરાવીને પારણું કરું. એવામાં દસ પ્રકારના અભિગ્રહવાળા પ્રભુ મહાવીર સ્વામી પધાર્યા. પરંતુ “આંખમાં આંસુ” એ એક અભિગ્રહ ન પુરાવાથી પ્રભુ પાછા વળ્યા. તેથી ચંદનબાળા રડી પડયા. અભિગ્રહ પુરાવાથી પ્રભુએ બાકળા વહોર્યા, પ્રભુએ પારણું કર્યું, આકાશમાં દેવદુંદુભિ વાગી, પંચદિવ્યો પ્રગટ થયાં, માથે સુંદર વાળ થયા. પગની બેડી તૂટીને સર્વત્ર દિવ્ય આભૂષણો થયાં. ચંદનબાળાનો જયજયકાર થયો. આખરે પ્રભુ મહાવીર પાસે દીક્ષા લીધી. કેવળજ્ઞાન પામી મોક્ષે ગયાં. (૩) મનોરમા સુદર્શનશેઠની પત્ની, જેના શીયળના પ્રભાવે શૂળીનું સિંહાસન થયું હતું - આ સ્ત્રી પતિવ્રતા તથા અત્યન્ત ધર્મપ્રિય હતી. પતિ પત્ની ઘણાં જ ધર્મિષ્ઠ હતાં. (૪) મદનરેખા મણિરથ રાજાના નાનાભાઈ “યુગબાહુ”ની અત્યન્ત સ્વરૂપવાન સુશીલ પત્ની હતી. તેના રૂપથી મોહિત થયેલા મણિરથે તેને ચલિત કરવા અનેક ઉપાયો કર્યા. પરંતુ મદનરેખા ચલિત ન થઈ. અત્તે : Page #218 -------------------------------------------------------------------------- ________________ મણિરથે યુગબાહુનું ખૂન કરાવ્યું, સગર્ભા એવી મદનરેખા નાસી છૂટી. જંગલમાં પુત્રને જન્મ આપ્યો. જે આગળ જતાં પ્રત્યેક. બુદ્ધ નમિરાજર્ષિ થયા. ત્યારબાદ મદનરેખાએ દીક્ષા લઈ આત્મકલ્યાણ સાવ્યું. (૫) દમયંતી વિદર્ભ દેશના રાજા ભીમરાજાની પુત્રી અને નળરાજાની પત્ની હતી જેને જંગલમાં સૂતી મૂકીને નળરાજા ચાલ્યા ગયા હતા. અંતે બંને મળ્યાં. કથા પ્રસિદ્ધ છે. (૬) નર્મદાસુંદરી. સહદેવની પુત્રી અને મહેશ્વરદત્તની સ્ત્રી, શીયળની રક્ષા માટે અનેક સંકટોનો સામનો કર્યો અત્તે શ્રી આર્યસુહસ્તિસૂરિ પાસે દીક્ષા લઈ આત્મકલ્યાણ સાધ્યું. () સીતાસતી. વિદેહદેશના રાજા જનકરાજાની પુત્રી, શ્રી દશરથનંદન રામચંદ્રજીની પત્ની, પોતાના ઉપર રાવણ સંબંધી આવેલા કલંકને નિવારવા અગ્નિ પરીક્ષા કરી હતી. કથા પ્રસિદ્ધ છે. (૮) નન્દા (સુનદા). શ્રેણિકરાજા કોઈ કારણસર માતા-પિતાથી રિસાઈને બેનાતટ નગરે ચાલ્યા ગયા હતા. ત્યાં ધનપતિ નામના શેઠની પુત્રી નંદાને પરણ્યા હતા. તેનાથી અભયકુમાર નામે પુત્ર ઉત્પન્ન થયો હતો, જે બુદ્ધિચાતુર્યમાં ઘણો જ પ્રસિદ્ધ હતો. નંદાને ઘણાં વર્ષો સુધી પતિનો વિયોગ રહ્યો છતાં શીયળ પાળવામાં અડગ રહી. તેથી સતી સ્ત્રીઓમાં તેની ગણના થઈ. (૯) ભદ્રા શેઠાણી શાલિભદ્રની માતા, ગૌભદ્રશેઠની પત્ની, જૈનધર્મની પરમ અનુરાગિણી હતી, Page #219 -------------------------------------------------------------------------- ________________ (૧૦) સુભદ્રાસતી પિતા જિનદાસ, માતા તત્ત્વમાલિની, તેનાં સાસરિયાં, બૌદ્ધધર્મવાળાં હોવાથી સુભદ્રાને બહુ સતાવતાં હતાં, પરંતુ પોતાના ધર્મથી તે જરાપણ ચલિત ન થતી. એક વખત મુનિની આંખમાં પડેલું તણખલું પોતાની જીભ અડાડવા વડે ઘૂંકથી ખેંચ્યું. તેનાથી તેના ઉપર કલંક આવ્યું. તે દૂર કરવા માટે શાસનદેવીની આરાધના કરી. બીજા દિવસે નગરના દરવાજા બંધ થઈ ગયા અને આકાશવાણી થઈ કે “જે કોઈ સતી સ્ત્રી કાચા સુતરના તાંતણાથી ચાલણી બાંધી તેના વડે કૂવામાંથી પાણી કાઢીને છાંટશે તો તેનાથી ચંપાનગરીના દરવાજા ઊઘડશે. આ અસાધારણ કામ કોઈ સ્ત્રીઓએ કર્યું નહીં અને સતી સુભદ્રાએ કર્યું અન્ને દીક્ષા લઈ કેવળજ્ઞાન પામી બોલે ગઈ. (૧૧) રાજિમતી શ્રી નેમિનાથ પ્રભુ જેને પરણવા ગયેલા, પશુઓના પોકાર સુણીને પાછા વળ્યા. આદરેલાં લગ્ન અધૂરાં રહ્યાં. પરંતુ મનથી નેમિનાથને વરી ચૂકેલી આ રાજિમતીએ નેમનાથ પ્રભુની પાછળ ધર્મારાધન કરવા દીક્ષા ગ્રહણ કરી. મન-વચન-કાયાથી ઉત્તમ વ્રત પાળી, પ્રભુ નેમનાથનાં પ્રથમ સાધ્વીજી બન્યાં, એક વખત ગિરનાર પર્વત ઉપર વરસાદથી ભીંજાયેલાં વસ્ત્ર સૂકવવા તેઓ ગુફામાં ગયાં જે ગુફામાં નેમનાથ ભગવાનના નાના ભાઈ રહનેમિ સાધુ અવસ્થામાં કાઉસ્સગ્ગ ધ્યાનમાં હતા. એકલાં નિર્વસ્ત્ર રાજિમતીને જોઈને તેઓ કામાતુર થયા. પરંતુ રાજિમતીએ ધર્મોપદેશ આપી સ્થિર કર્યા. છેવટે કેવલી થઈ મોક્ષે ગયાં. (૧૨) નષિદના હરિષણ નામના તાપસની પુત્રી, કનકરથ રાજાની રાણી. કર્મના Page #220 -------------------------------------------------------------------------- ________________ ઉદયે અનેક પ્રકારની કસોટીમાંથી તેને પસાર થવું પડ્યું. પરંતુ બધામાં તે પાર ઊતરી. અન્ને દીક્ષા લઈ સિદ્ધિપદ પામી. (૧૩) પદ્માવતી ચંપાનગરની દધિવાહન રાજાની પત્ની, રાજર્ષિ કરકંડુની માતા અત્યન્ત ધર્મપ્રિય સતી સ્ત્રી હતી. (૧૪) અંજના સતી. પવનંજયની પત્ની અને હનુમાનની માતા સતી અંજના. પરણતાં જ પતિનું મન દુઃખાવાથી તરછોડાયેલી તેણીએ પતિના વિરહમાં ૨૨ વર્ષ ગાળ્યાં. એક વખત યુદ્ધ માટે બહાર ગયેલા પવનને ચક્રવાક પક્ષીઓની મૈથુનક્રીડા જોઈને પોતાની સ્ત્રી યાદ આવી. પત્નીને મળવા માટે તે ગુપ્ત રીતે પાછા આવ્યા. એક રાત તે પત્ની સાથે રહ્યા. તેમાં અંજના સગર્ભા બની. પવન આવ્યાની વાત કોઈએ જાણી નહિ. પવને પોતે આવ્યાની સાક્ષી રૂપે વીંટી આપેલી પરંતુ તે કોઈએ માની નહિ. તેથી અંજના કલંકિત બની. સાસુ -સસરાએ કાઢી મૂકી પિતાને ઘેર ગઈ તો કલંક્તિ પુત્રીને પિતાએ પણ સ્થાન ન આપ્યું. છેવટે જંગલમાં ગઈ. અનેક સંકટો સહન કર્યા. પૂર્ણ માસે હનુમાનજી જેવા તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. અંજના શીયળવ્રતમાં અડગ રહી. પતિ પરદેશથી આવતાં બધી વાત બહાર આવી. પતિ અંજનાની શોધમાં નીકળ્યા. અંતે બંને મળ્યાં. છેવટે બન્ને જણ દીક્ષા લઈ કેવળજ્ઞાન પામી મોક્ષે ગયાં. (૧૫) શ્રીદેવી શ્રીધર રાજાની પરમ શીલવતી સ્ત્રી, વારાફરતી બે વિદ્યાધરોએ તેનું અપહરણ કર્યું. ચારિત્રથી ચલિત કરવા કોશિશ કરી. પરંતુ પર્વતની જેમ અતિશય નિશ્ચલ રહી. છેવટે ચારિત્ર લઈ સ્વર્ગ ગઈ. ત્યાંથી મોક્ષમાં જશે. (૧૬) જયેષ્ઠા ચેટકરાજાની પુત્રી, પ્રભુ મહાવીર સ્વામીના મોટાભાઈ નંદિવર્ધનની Page #221 -------------------------------------------------------------------------- ________________ પત્ની, પ્રભુ પાસે લીધેલાં બારે વ્રતો અડગ પણે પાળ્યાં હતાં, શક્રેન્દ્ર પણ દેવસભામાં તેના શિયળની પ્રશંસા કરી હતી. અત્યન્ત ધર્મપરિણામવાળી સતી સ્ત્રી હતી. (૧૦) સુયેષ્ઠા ચેટકરાજાની પુત્રી હતી. કરેલા સંકેત મુજબ શ્રેણિક રાજા તેને લેવા આવ્યો. પરંતુ ભૂલથી તેની બહેન ચેલણાને લઈ ચાલતો થયો. તેથી વૈરાગ્ય પામી દીક્ષા લઈ વિવિધ તપોનું અનુષ્ઠાન કરી આત્મલ્યાણ સાધ્યું (૧૮) મૃગાવતી ચેટકરાજાની પુત્રી, કૌશામ્બીના શતાનીક રાજાને પરણી હતી. એક વખત તેનો અંગુઠો માત્ર જોઈ કોઈ ચિત્રકારે તેની આખી છબી ચીતરી. તે જોઈ શતાનીક રાજા ગુસ્સે થયો અને ચિત્રકારનું અપમાન કર્યું. તેથી ચિત્રકારે તે છબી ઉજ્જયિણી નગરીના રાજા ચંડપ્રદ્યોતનને બતાવી. ચંડપ્રદ્યોતને શતાનીક પાસે મૃગાવતીની માગણી કરી પરંતુ શતાનીકે તે નકારી કાઢી. ચંડપ્રદ્યોતને કૌશામ્બી ઉપર ચડાઈ કરી તે જ રાત્રે તાવથી શતાનીક રાજા મરણ પામ્યો. બુદ્ધિચાતુર્યથી મૃગાવતીએ ચંડપ્રદ્યોતનને પાછો કાઢ્યો. નગરને ફરતો મજબૂત કિલ્લો બનાવી દીધો. પ્રભુ મહાવીર ત્યાં પધાર્યા ત્યારે નગરના દરવાજા ખોલ્યા. મૃગાવતી પ્રભુને વંદન કરવા ગઈ અને ચંડપ્રદ્યોતન રાજા પણ પ્રભુને વંદન કરવા આવ્યો. સમોવસરણમાં જ પોતાના બાળક ઉદયનને ચંડપ્રદ્યોતનના ખોળામાં મૂકી, તેને સમર્પિત કરી તેની સમ્મતિ લઈ પ્રભુ પાસે દીક્ષા લઈ ચંદનબાળાનાં શિષ્યા બની આત્મકલ્યાણ સાધ્યું. ચંડપ્રદ્યોતને તેના બાળ ઉદયનને કૌશામ્બીની ગાદી ઉપર બેસાડ્યો. એક વખત પ્રભુની વાણી સાંભળતાં મોડું થવાથી ઉપાશ્રય આવ્યાં ત્યારે ગુરુજી શ્રી ચંદનબાળાએ મૃગાવતીજીને ઠપકો આપ્યો Page #222 -------------------------------------------------------------------------- ________________ તેની વારંવાર ક્ષમાપના કરતાં મૃગાવતીજીને કેવળજ્ઞાન થયું. ગાઢ અંધારામાં જતા સાપથી બચાવવા સૂતેલાં ચંદનબાળાનો હાથ તેમણે ખસેડ્યો. જાગી ગયેલાં ચંદનબાળાએ મને કેમ જગાડી? એમ પ્રશ્ન કર્યો. ગુરુજીને ખબર પડી કે મૃગાવતીજીને કેવળજ્ઞાન થયું છે. પછી ગુરુજીએ પણ વારંવાર ક્ષમાપના એવી કરી કે તેમને પણ કેવળજ્ઞાન થયું. બન્ને મોક્ષે પધાર્યાં. (૧૯) પ્રભાવતી ચેટકરાજાની પુત્રી, સિન્ધુસૌવીર દેશના છેલ્લા રાજર્ષિ ઉદયનની પત્ની હતી. જિનેશ્વર પ્રભુના ધર્મ પ્રત્યે અતિશય ભક્તિભાવવાળી સતી સ્ત્રી હતી. (૨૦) ચેલ્લણા ચેટકરાજાની પુત્રી, શ્રેણિકરાજાની પત્ની, એક વખત કાઉસ્સગ્ગ ધ્યાનમાં ઊભેલા મુનિને જોઈ તેના ઉપર ભક્તિબહુમાનપૂર્વક ઘેર આવી ચેલ્લાણા સૂઈ ગઈ. રાત્રે એક હાથ ઠંડીમાં બહાર રહી જતાં ઠરી ગયો. તે જોઈ “અહો તે (મુનિ) કેવી રીતે જીવતા હશે ?’ એમ બોલતાં શ્રેણિકને શંકા થઈ. પ્રભુ મહાવીરે તે શંકા દૂર કરી. અખંડ શીયળવ્રતના લીધે તે સતી સ્ત્રી ગણાય છે. (૨૧-૨૨) બ્રાહ્મી-સુંદરી શ્રી ઋષભદેવની બન્ને પુત્રીઓ હતી એક લિપિમાં પ્રવીણ હતી. બીજી ગણિતમાં પ્રવીણ હતી. બન્ને બહેનોએ શ્રી ઋષભદેવ પ્રભુ પાસે દીક્ષા લઈ ઉજ્જળ જીવન જીવ્યું હતું. બાહુબલિને ઉપદેશ આપવા માટે આ બન્ને બહેનો સાથે ગઈ હતી. (૨૩) રુક્મિણી આગળ ૪૦મા નંબરમાં જે કૃષ્ણની પટ્ટરાણી રુક્ષ્મણી આવે છે તેનાથી આ જુદી સતી સ્ત્રી છે. પરંતુ ચરિત્ર બહુ જાણવામાં Page #223 -------------------------------------------------------------------------- ________________ આવ્યું નથી. (૨૪) રેવતી ભગવાન મહાવીર સ્વામીની આ પરમશ્રાવિકા હતી. ગોશાળાએ જ્યારે ભગવાન્ ઉપર તેજોલેશ્યા છોડી ત્યારથી ભગવાનને જે રોગ થયો તે રોગના નિવારણ અર્થે ભક્તિભાવથી કોળાપાક (બીજોરાપાક) પ્રભુને વહોરાવી તીર્થંકર નામકર્મ બાંધ્યું હતું. આવતી ચોવીસીમાં સમાધિ નામના સત્તરમા તીર્થંકર થશે. (૨૫) કુંતી પાંચ પાંડવોની માતા અત્યન્ત ધર્મિષ્ઠ હતી. તેમના પુત્રો શત્રુંજય પર્વત ઉપર મોક્ષે ગયા છે. (૨૬) શિવા ચેટકરાજાની પુત્રી અને ચંડપ્રદ્યોતન રાજાની પત્ની પરમશીલવતી હતી. દેવે કરેલા ઉપસર્ગથી પણ ચલાયમાન થઈ નહિ. ઉજ્જયિણી નગરીમાં જ્યારે જ્યારે અગ્નિ લાગતો ત્યારે આ દેવીના હાથે પાણી છાંટવાથી અગ્નિ શાન્ત થતો. અને દીક્ષા લઈ કેવળજ્ઞાન પામી મોક્ષે ગઈ. (૨૦) જયંતી કૌશામ્બી નગરીના શતાનીક રાજાની બહેન, અને મૃગાવતીની નણંદ, ખૂબ વિદુષી હતી. પ્રભુ મહાવીરને ઘણા તાત્ત્વિક પ્રશ્નો પૂડ્યા હતા. પ્રભુએ અનુપમ ઉત્તરો આપી તેણીને સંતોષ આપ્યો હતો. અન્ને દીક્ષા લઈ કર્મક્ષય કરી કેવળજ્ઞાન પામી મોક્ષે ગઈ. (૨૮) દેવકી વસુદેવની પત્ની, અને શ્રીકૃષ્ણની માતા. તેના ભાઈ કંસને કોઈ જ્ઞાનીના વચનથી ખબર પડી કે દેવકીનું સંતાન તેને હણશે. એટલે દેવકીનાં જન્મેલાં સંતાનો ભદિલપુરમાં નાગશેઠને ત્યાં મોટાં થતાં હતાં. અને તેની જ પત્નીથી જન્મેલાં મૃત બાળકો તેના હાથમાં S Page #224 -------------------------------------------------------------------------- ________________ આવતાં હતાં. છેવટે સાતમું બાળક શ્રીકૃષ્ણ નંદની પત્ની યશોદાને સોંપાયું. આ દેવકી પરમશ્રાવિકા હતી. શ્રાવકનાં બાર વ્રતો બરાબર પાળતી હતી, ધર્મપ્રિય હતી. (૨૯) દ્રૌપદીજી પાંચ પાંડવોની પત્ની. છતાં ક્રમસરના નિયમમાં અડગ હતી. તેથી સતી ગણાય છે. (૩૦) ધારિણી ચેટકરાજાની પુત્રી, ચંપાપુરીના દધિવાહન રાજાની પત્ની અને ચંદનબાળાની માતા હતી. શતાનીક રાજા ચંપાનગરી ઉપર ચડી આવતાં દધિવાહન રાજા ભાગી ગયો. ધારિણી અને વસુમતીને સુભટોએ પકડી. રસ્તામાં અનુચિત માગણી કરતાં ધારિણીએ શીલની રક્ષા માટે જીભ કચરીને પ્રાણનો ત્યાગ કર્યો હતો. (૩૧) કલાવતી શંખરાજાની પરમ શીલવતી સ્ત્રી. ભાઈએ મોકલેલ કંકણોની જોડી પહેરીને પ્રશંસાનાં વાક્યો બોલતી હતી. તેથી રાજાને તેના શીયળ ઉપર શંકા આવી. કંકણ સહિત તેનાં કાંડાં કાપવાનો હુકમ કર્યો. મારાઓએ જંગલમાં લઈ જઈ કંકણ સહિત તેનાં કાંડાં કાપ્યાં પરંતુ શીયળના દિવ્યપ્રભાવે તેના હાથ હતા તેવા થઈ ગયા. જંગલમાં તેણીએ એક પુત્રને જન્મ આપ્યો. આગળ જતાં તાપસના આશ્રમે આશ્રય લીધો. કાળાન્તરે શંકા દૂર થતાં પતિ પસ્તાયો. તે સ્ત્રીની શોધમાં ચાલ્યો. કેટલાંક વર્ષો બાદ બંનેનું મિલન થયું. પરંતુ તાપસના સહવાસથી જીવનનો રંગ પલટાઈ ગયો હતો. છેવટે દીક્ષા લઈ આત્મકલ્યાણ કરી સ્વર્ગે ગઈ. ત્યાંથી ચ્યવીને મોક્ષે ગઈ. (૩ર) પૂષ્પચૂલા પુષ્પચૂલ રાજાની રાણી હતાં. તેમણે અર્ણિકાપુત્રની ધર્મદેશના Page #225 -------------------------------------------------------------------------- ________________ સાંભળી દીક્ષા લીધી હતી. દુકાળ વખતે બીજા કોઈ સાધુઓ ન હોવાથી વૃદ્ધ એવા અર્ણિકાપુત્રની પુષ્પચૂલા સાધ્વીજી સેવા કરતાં કેવળજ્ઞાન પામ્યાં હતાં. (૩૩ થી ૪૦) પદ્માવતી-ગૌરી-ગન્ધારી-લક્ષ્મણા-સુસીમાજંબૂવતી-સત્યભામા-રૂક્ષમણી આ આઠે કૃષ્ણની પટ્ટરાણીઓ હતી. તેમના શીયળની કસોટી જુદા-જુદા વખતે થઈ હતી. પરંતુ તે દરેક પટ્ટરાણીઓ તેમાંથી પાર ઊતરી હતી. છેવટે તે આઠે પટ્ટરાણીઓએ દીક્ષા લઈ આત્મકલ્યાણ કર્યું હતું. (૪૧ થી ૪૭) ચક્ષા-ચક્ષદરા-ભૂતા-ભૂતદત્તા-સેરા-વેણા-રેણા આ સાતે સ્થૂલિભદ્રની બહેનો હતી. તેમની સ્મરણશક્તિ ઘણી તીવ્ર હતી. પહેલાને એકવાર, બીજીને બે વાર એમ સાતમીને સાતવાર સંભળાવવાથી બધું કંઠસ્થ રહેતું હતું. તે સાતે બહેનોએ દીક્ષા લઈ આત્મકલ્યાણ સાધ્યું છે. શ્રી મહ જિણાણ (શ્રાવક-કૃત્ય)ની સજઝાય સૂગ - ૫૦ આ સઝાયમાં શ્રાવકને કરવા યોગ્ય છત્રીસ પ્રકારના ઉત્તમ સદાચારોરૂપ કર્તવ્યો બતાવ્યાં છે. દરેક શ્રાવકે તે કરવામાં યથાશક્તિ ઉદ્યમવંત થવું જરૂરી છે. એકેક કાર્ય પોતાના કલ્યાણનું કરનારું છે તથા શાસનની પ્રભાવના કરનારું છે. “મહ જિણાણે આણં, મિષ્ઠ પરિહર ધરહ સમજું ! છબિહાવરસર્ચ મિ, ઉજનો હોઇ પઇદિવસ / ૧ / (૧) જિનેશ્વર ભગવન્તોની આજ્ઞા તું માન, (૨) મિથ્યાષ્ટિપણાનો તું ત્યાગ કર. (૩) સમ્યગ્દષ્ટિપણાને તું ધારણ કર. (૪થી૯) સામાયિક, ચકવીસત્યો વગરે જે છ આવશ્યક કાર્યો છે તેમાં દરરોજ બહુ Page #226 -------------------------------------------------------------------------- ________________ જ ઉદ્યમ કરવાવાળો થા. / ૧ / પબેસુ પોસહ વર્ચ, દાણ સીલે તવો આ ભાવો આ I સઝાય નમુક્કારો, પરોવચારો આ જયણા આ II ૨ II (૧૦) આઠમ-ચૌદસ, જેવા પર્વના દિવસોમાં તું પૌષધવ્રત કર. (૧૧) ઘેર આવેલા સુપાત્રને તથા ભિક્ષુકાદિને દાન આપ. (૧૨) શીયળવ્રત પાળ. (૧૩) ઉપવાસ-એકાસણું વગેરે બાહ્યઅત્યંતર તપ કર. (૧૪) અનિત્ય-અશરણ વગેરે ૧૨+૪=૧૬ ઉત્તમ ભાવનાઓ ભાવ, (૧૫) સ્વાધ્યાય કર. (૧૬) પંચ પરમેષ્ઠી આદિ મહાપુરુષોને તું નમસ્કાર કર. (૧૭) તારી શક્તિ પ્રમાણે પણ તું બીજાનો ઉપકાર કર, બીજાનું ભલું કર. (૧૮) પૃથ્વીકાય-અકાય આદિ છ પ્રકારના જીવોનું તું રક્ષણ કર. જયણા પાળ. || રા' “જિણપૂઆ જિણધૂણણ, ગુરુથુઆ સાહસ્મિઆણ વચ્છલ્લેT વવહારસ ચ સદ્ધિરહત્તા Oિજરા ય | રા . (૧૯) જિનેશ્વર ભગવન્તોની પૂજા કર. (૨૦) જિનેશ્વર ભગવન્તોની તું સ્તુતિ કર. (૨૧) ગુરુભગવન્તોની સ્તુતિ કર. (૨૨) સાધર્મિકભાઈઓનું તું વાત્સલ્ય કર, અંદર અંદર ઘણી પ્રીતિ ધારણ કર. (૨૩) લેવડ-દેવડનો વ્યવહાર બહુ જ ચોખ્ખો રાખ. (૨૪) રથયાત્રા = વરઘોડા વગેરે કર કે જેથી ઈતરલોકો પણ ધર્મ પામે. (૨૫) યથાયોગ્ય તીર્થયાત્રાદિ પણ કર. જે જે તીર્થો હોય, કલ્યાણકભૂમિઓ હોય ત્યાં દર્શનાદિ કર. | કા ઉવસમ વિવેગ સંવર, ભાસા સમિઇ છે જીવ કરુણા ય T પસ્મિઅ જણ સંસમ્મો, કરણ દમો ચરણ પરિણામો | ૪ | (૨૬) ક્રોધાદિના પ્રસંગો આવે તો તું બહુ જ શાન્તભાવ = ઉપશમભાવ રાખ તથા (૨૭) કોઈ પણ કાર્યો કરવામાં ઘણી જ વિવેકમર્યાદા રાખ. (૨૮) જીવનમાં પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ ૧ સાધર્મિક = પરસ્પર સમાન ધર્મ જેમનો હોય તે. ૨ વાત્સલ્ય = પ્રીતિ-સ્નેહ ૩ ઈતરલોકો = સિવાયના બીજા લોકો. Page #227 -------------------------------------------------------------------------- ________________ વગેરે સંવરભાવ રાખ. (૨૯) બોલવામાં પ્રિય, પથ્ય' અને તથ્ય બોલવારૂપ ભાષાસમિતિ રાખ. (૩૦) પૃથ્વીકાયાદિ છએ કાયા ઉપર કરુણા (લાગણી-દયા) રાખ. (૩૧) ધાર્મિક = ધર્મપ્રિય આત્માઓનો તું સંસર્ગ રાખ. (૩૨) ચક્ષુ-શ્રોત્ર વગેરે પાંચે ઇન્દ્રિયોનું તું દમન કર. (૩૩) સર્વવિરતિ ચારિત્ર લેવાનો તું ભાવ રાખ. ॥ ૪॥ “સંઘોવરિ બહુમાણો, પુત્શયલિહણં પભાવણા તિર્થે । સઢાણ કિચ્ચમેઅં, નિસ્યં સુગુરુવઐસેણં || ૫ || (૩૪) સાધુ-સાધ્વી-શ્રાવક અને શ્રાવિકા એમ ચતુર્વિધ શ્રીસંઘ ઉપર હૈયાનું તું ઘણું જ બહુમાન રાખ. (૩૫) તારી પોતાની શક્તિને અનુસારે પણ પુસ્તકો લખ અને લખાવ. તથા લખતાને મદદગારસહાયક થા. (૩૬) જૈનશાસન બીજા લોકો પણ કેમ પામે એમ તું પ્રભાવના કર. આ પ્રમાણે ગુરુજીના ઉપદેશને અનુસારે કરવા લાયક એવાં ૩૬ કાર્યો શ્રાવકોનાં છે. || પા આ સજ્ઝાયમાં બતાવેલાં તમામ કર્તવ્યો સમજાય તેવાં છે. શ્રાવકજીવનમાં સંપૂર્ણ આરંભ-સમારંભનો ત્યાગ ન હોવાથી સ્વપરનું કલ્યાણ થાય એવાં કાર્યો અવશ્ય કરવાં. આ કાર્યો જીવને ધર્મમાં જોડે છે, ધર્મમાં પ્રેરે છે, પામેલા ધર્મમાં વધાર ને વધારે સ્થિર કરે છે. આપણા સહવાસથી બીજા જીવો પણ ધર્મમાં જોડાય છે. પા શ્રીસકલતીર્થ-વંદના સૂત્ર - ૫૧ આ સૂત્રમાં ઊર્ધ્વલોક-અધોલોક તથા તિńલોકમાં જે કોઈ અરિહંત પરમાત્માઓનાં જિનમંદિરો તથા જિનમૂર્તિઓ છે તેઓને તથા આ ભૂમિ ઉપર અશાશ્વત જિનબિંબો છે તેમને તથા ધર્મગુરુ આદિ તમામ ઉપકારી દેવ-ગુરુને નમસ્કાર કરવામાં આવ્યો છે. જીવવિજયજી મહારાજે આ સૂત્ર રચ્યું છે. સરળ ગુજરાતી ભાષામાં જ છે. ૧ સંવરભાવ = આવતાં કર્મો રોકાય તેવો ભાવ. ૨ પ્રિય = મીઠું બોલવું. ૩ પથ્ય = હિતકારક–ફાયદાકારક. ૪ તથ્ય = સાચું, યથાર્થ. ૫ દમન કર = કંટ્રોલ કર ૬ ક્તવ્યો = કરવાલાયક કામો. પ્રતિક્રમણ મોદી Page #228 -------------------------------------------------------------------------- ________________ દેવગતિમાં જન્મ પામનારા દેવોના ચાર ભેદો છે. (૧) ભવનપતિ, (૨) વ્યંતર, (૩) જ્યોતિષ્ક, (૪) વૈમાનિક. પ્રથમના બે જાતના દેવો આપણી નીચે પાતાળમાં વસે છે. જ્યોતિષ્ક દેવો મનુષ્યલોકથી ઉપ૨ ૭૯૦ થી ૯૦૦ યોજનની વચ્ચે વસે છે. અને વૈમાનિક દેવો અસંખ્યાત યોજન ઊંચે દેવલોકમાં વસે છે. વૈમાનિક દેવોને રહેવા માટે (૧) સૌધર્મ, (૨) ઈશાન, (૩) સનન્કુમાર, (૪) માહેન્દ્ર, (૫) બ્રહ્મલોક, (૬) લાન્તક, (૭) મહાશુક્ર, (૮) સહસ્રાર, (૯) આનત, (૧૦) પ્રાણત, (૧૧) આરણ, (૧૨) અચ્યુત એમ ઉપર બાર દેવલોકો છે. તેની ઉપર નવગૈવેયક દેવો અને તેનાથી પણ ઉપર પાંચ અનુત્તર વાસી દેવો છે. આ ૧૨ દેવલોકો, ૯ ત્રૈવેયકો અને પાંચ અનુત્તરો ઊર્ધ્વલોકમાં આવેલા છે. સાત નારકીઓ નીચે અધોલોકમાં આવી છે. આપણે જે ધરતી ઉપર છીએ તે ધરતીના પડમાં ભવનપતિ અને વ્યંતર દેવો વસે છે. આ વિષયને બતાવતું ચૌદ રાજલોકનું ચિત્ર આ સાથે પાછળના પાનામાં આપેલ છે. અસંખ્યાતા યોજનનો એક રાજ થાય છે. એવા ચૌદ રાજ ઊંચો આ લોક છે. પહોળાઈમાં ઠેઠ નીચે સાત રાજ છે. મધ્યમાં ઘટતો ઘટતો એક રાજ છે. ઉપર વધતો વધતો પાંચમા દેવલોક પાસે પાંચ રાજ અને ઠેઠ ઉપર ફક્ત એક રાજ છે. તેથી તેનો આકાર બે પગ પહોળા કરી કેડે હાથ ટેકાવી ઊભેલા મનુષ્ય જેવો થાય છે. ઉપરના વૈમાનિક દેવોમાં એકેક દેવલોકમાં જેટલાં દેવવિમાનો છે તેટલાં જ શાશ્વત જૈનદેરાસરો ત્યાં છે. એકેક દેવવિમાનમાં એકેક દેરાસર છે. એકેક દેરાસરમાં ૧૨૦ પ્રતિમાજી છે. તે તમામ દેરાસરોને પશ્ચિમ સિવાયની બાકીની ત્રણે દિશામાં ત્રણ દરવાજા છે. દરેક દરવાજામાં પ્રવેશ કરતાં જ એકેક ચૌમુખજી ભગવાન છે. એટલે ૩ દરવાજા × ૪ ચૌમુખજી = ૧૨ મૂર્તિ ત્રણ દિશામાં છે. અને વિશે Page #229 -------------------------------------------------------------------------- ________________ | ૐ | n ૧૨ ૧૧ ૧૦ ૯ ૮ 9 ૪ 3 כוופ ઊર્ધ્વ કણ Be વ્યંતર ભવનપતિ (Elen ► Folly (RIGU S --- ગસનાડી લૉ 5 * પ .૯ વેચત બિકિ વરકર હાિવિક ઘર-સ્થિર જ્યોતિક દ્વીપ સમુદ્ર મધ્યલોક 0259 બરક ..બિક્વિક ટોટાંતિકે પ્રતિક ત્ર - ૨૨૫ નરકર બરફ પ બક રાક Page #230 -------------------------------------------------------------------------- ________________ પશ્ચિમ દિશામાં ગભારો છે. ત્યાં ૧૦૮ પ્રતિમાજી છે. એમ મળીને દેરાસરમાં કુલ ૧૦૮+૧૨=૧૨૦ ભગવાન છે. તથા બાર દેવલોકમાં દેવો તથા ઇન્દ્રોને રાજ્યવ્યવસ્થા ચલાવવા માટે મોટી પાંચ સભાઓ છે. સભા એટલે હૉલ, મોટા રૂમ, વ્યાખ્યાન ખંડ એવા વિશાળ પાંચ ખંડો છે. તે દરેક ખંડો પણ ત્રણ ત્રણ દરવાજાવાળા છે. તેથી પ૪૩=૧૫ કુલ પંદર દરવાજા થાય છે. અને દરેક દરવાજે એકેક ચૌમુખજી મૂર્તિ છે. એટલે ૧૫*૪=૬૦ મૂર્તિઓ પાંચ સભામાં છે. ૧૨૦ મૂર્તિઓ મંદિરમાં અને ૬૦ મૂર્તિઓ પાંચ સભામાં, એમ મળીને સભાની મૂર્તિઓ સહિત એકેક વિમાનમાં ૧૮૦-૧૮૦ ભગવાન છે. નવરૈવેયક અને પાંચ અનુત્તર વિમાનોના દેવો અહમિન્દ્ર છે. તેથી ત્યાં રાજ્યવ્યવસ્થા નથી. પાંચ સભાઓ પણ નથી તેથી તે દેરાસરોમાં પાંચ સભાની ૬૦ મૂર્તિઓ નથી. ફક્ત દેરાસરની ૧૨૦/૧૨૦ મૂર્તિઓ જ છે. અધોલોકમાં જે ભવનપતિ દેવો વસે છે તેના એકેક ભવનમાં એકેક દેરાસર અને પાંચ-પાંચ સભાઓ છે. તેથી ૧૨૦૬૦=૧૮૦/૧૮૦ ભગવાન છે જ. વ્યંતર અને જ્યોતિષ્ક દેવો અગણિત (અસંખ્ય) છે. તેથી તેની સંખ્યા કહી શકાતી નથી. દેરાસરો પણ અગણિત મનુષ્યલોકમાં જે શાશ્વત દેરાસરો છે તેમાં ૬૦ દેરાસરો ચાર દરવાજાવાળાં છે. પર નંદિશ્વર દ્વીપમાં, ૪ કુંડલ દ્વીપમાં અને ૪ રુચકદ્વીપમાં, એમ પર+૪+૪=૬૦. દેરાસરોમાં રાણકપુરના દેરાસરની જેમ ચારે દિશામાં ચાર દરવાજા છે. એકેક દરવાજે ચૌમુખજી છે. વચ્ચે ગભારો છે. તેમાં ૧૦૮ ભગવાન છે. એટલે કુલ ૪૮૪ = ૧૬ + ૧૦૮ = ૧૨૪ ભગવાન છે. બાકીનાં તિચ્છલોકનાં દેરાસરોમાં ત્રણ દરવાજા હોવાથી ૧૨૦/૧૨૦ ભગવંતો છે. આ પ્રમાણે આ સૂત્રની સામાન્ય રૂપરેખા સમજાવી. હવે આપણે ગાથા પ્રમાણે અર્થ Page #231 -------------------------------------------------------------------------- ________________ વિચારીએ : “સકલ તીર્થ વંદું કર જોડ, જિનાવર નામે મંગલકોડ ! પહેલે સ્વર્ગે લાખ બત્રીસ, જિનવર ચૈત્ય નમું નિશદિશાના બીજે લાખ અઠ્ઠાવીસ કહ્યાં, ત્રીજે બાર લાખ સહ્યાં ! ચોથે વર્ગે અડ લખ ધાર, પાંચમે વંદું લાખ જ ચાર આશા સર્વે તીર્થોને બે હાથ જોડીને વંદના કરું છું, કારણ કે જિનેશ્વર ભગવન્તના નામે કરોડો મંગળ થાય છે. પહેલા દેવલોકમાં બત્રીસ લાખ દેરાસરો છે. તેમાં રહેલા જિનેશ્વરોને હું રાતદિવસ નમસ્કાર કરું છું. બીજા દેવલોકમાં અઠ્ઠાવીસ લાખ, ત્રીજા દેવલોકમાં બાર લાખ, ચોથા દેવલોકમાં આઠ લાખ, અને પાંચમા દેવલોકમાં ચાર લાખ દેરાસરોને ૬ (તેમાં રહેલી મૂર્તિઓને) હું પ્રણામ (નમસ્કાર) કરું છું. એ રા “છક્કે વર્ગે સહસ પચાસ, સાતમે ચાલીસ સહક્સ પ્રાસાદ II આઠમે વર્ગ છ હજાર, નવ દસમે વંદું શત ચાર III અગ્યાર બારમે ત્રણસેં સાર, નવ ઝવેચકે ત્રણસેં અટાર ! પાંચ આનુવર સર્વે મળી, લાખ ચોરાસી અધિકાં વળી II છઠ્ઠા દેવલોકમાં પચાસ હજાર, સાતમા દેવલોકમાં ચાલીસ હજાર જિનપ્રાસાદો છે. આઠમા દેવલોકમાં છ હજાર, નવમા તથા દસમા એમ બને દેવલોકમાં મળીને ચારસો જિનમંદિરો છે. તથા અગ્યારમા અને બારમા દેવલોકમાં ત્રણસો જિનમંદિરો છે. નવ રૈવેયકમાં ત્રણસો અઢાર જિનમંદિરો છે, અને સૌથી ઉપર પાંચ અનુત્તરવાસી દેવોમાં પાંચ જિનમંદિરો છે. હવે વૈમાનિક દેવલોકના ૧૨ દેવલોક, ૯ રૈવેયક અને પાંચ અનુત્તર એમ સર્વેમાં મળીને કુલ દેરાસરો કેટલાં છે ? તે કહે છે કે ચોર્યાસી લાખથી અધિક. જા Page #232 -------------------------------------------------------------------------- ________________ ‘“સહસ સત્તાણું ત્રેવીશ સાર, જિનવરભવનતણો અધિકાર । લાંબા સો જોજન વિસ્તાર, પચાસ ઊંચા બહોતેર ધાર પા (કુલ ચોર્યાશી લાખથી અધિક ) સત્તાણું હજાર અને ત્રેવીસ (૮૪૯૭૦૨૩) દેરાસરો ઊર્ધ્વલોકમાં છે. તે એકેક દેરાસર ૧૦૦ યોજન લાંબું છે, ૫૦ યોજન પહોળું છે અને ૭૨ યોજન ઊંચું છે. આટલાં વિશાળ શાશ્વત દેરાસરો ઊર્ધ્વલોકમાં છે. “એકશો એંશી બિંબ પ્રમાણ, સભા સહિત એક ચૈત્યે જાણ 1 સો ક્રોડ બાવન ક્રોડ સંભાળ, લાખ ચોરાણું સહસ ચૌંઆલ IIII સાતસે ઉપર સાઠ વિશાલ, સવિબિંબ પ્રણમું ત્રણ કાલ સાત ક્રોડ ને બહોતેર લાખ, ભવનપતિમાં દેવળ ભાખ llo]] સભાવાળાં જે (બાર દેવલોકનાં) દેરાસરો છે તેમાં ૧૮૦ ૧૮૦ ભગવાન છે (અને સભા વિનાનાં ૯ ત્રૈવેયક તથા પાંચ અનુત્તરવાસીનાં જે દેરાસરો છે તેમાં ૧૨૦/૧૨૦ બિંબો છે ) એમ ૮૪૯૭૦૨૩ દેરાસરોની કુલ મૂર્તિઓ સો ક્રોડ =એટલે એક અબજ બાવન ક્રોડ, ચોરાણું લાખ, ચુમ્માલીસ હજાર, સાતસો અને સાએઠ પ્રતિમાજી કુલ છે ૧,૫૨,૯૪,૪,૭૬૦ પ્રતિમાજી ઉપરોક્ત મંદિરોમાં છે. તે સર્વે પ્રતિમાજીને ત્રણે કાળે હું વંદન-નમસ્કાર કરું છું. તથા અધોલોકમાં જે ભવનપતિ દેવો છે તેઓનાં સાત ક્રોડ અને બહોંતેર લાખ દેરાસરો છે. કારણ કે ભવનપતિનાં તેટલાં ભવનો અન્ય ગ્રંથોમાં કહ્યાં છે. એકેક ભવનમાં એકેક જિનમંદિર છે. એટલે સર્વે ભવનોનાં ૭,૭૨,0,0,00 જિનમંદિરો છે. IF/૭॥ એકસો એંશી બિંબ પ્રમાણ, એક એક ચૈત્યે સંખ્યા જાણ 1 તેરશે ક્રોડ નેવ્યાશી ક્રોડ, સાઠ લાખ વંદું કર જોડ તા બત્રીસે ને ઓગણસાઠ, તિતિલોકમાં ચૈત્યનો પાઠ | ત્રણ લાખ એકાણું હજાર, ત્રણનેં વીશ તે બિંબ જુહાર લા ભવનપતિના એકેક ભવનમાં (સભાઓ હોવાના કારણે) ૧૮૦ જૈન તત્ત્વપ્રકાશ " Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ પ્રતિમાજી છે તેથી ૭,૭૨,૦૦૦૦૦×૧૮૦ ૧૩,૮૯,૬૦,૦૦૦૦૦ એટલે કે તેરસો ક્રોડ (તેર અબજ) નેવ્યાસી ક્રોડ અને સાએઠ લાખ પ્રતિમાજીને હું વંદના કરું છું. હવે તિńલોકમાં એટલે મનુષ્યલોકમાં ૩૨૫૯, બત્રીસો ઓગણસાએઠ દેરાસરો છે. તેમાંથી (સાએઠ દેરાસરોમાં ચાર દરવાજા હોવાથી એકસો ચોવીસ અને બાકીનામાં ત્રણ દરવાજા હોવાથી એકસોવીસ ૬૦×૧૨૪ + ૩૧૯૯૪૧૨૦=૩૯૧૩૨૦ ત્રણ લાખ એકાણું હજા૨ ત્રણસો વીસ પ્રતિમાજી છે. તેમને પ્રણામ કરું છું. ૮/૯૫ વ્યંતર જ્યોતિષીમાં વળી જેહ, શાશ્વતા જિન વંદું તેહ । ૠષભ ચંદ્રાનન વારિષણ, વર્ધમાન નામે ગુણગેહ ||૧૦|l સમેતશિખર વંદું જિન વીશ, અષ્ટાપદ વંદું ચોવીશ II વિમલાચલ ને ગઢ ગિરનાર, આબુ ઉપર જિનવર કુર 119911 વ્યંતર દેવોનાં નગરો, તથા જ્યોતિષ્ક દેવોનાં વિમાનો અસંખ્યાતા છે. તે નથી ગણી શકાતાં કે નથી કહી શકાતાં, તેથી તેમાં જે કોઈ શાશ્વતી પ્રતિમાઓ છે તે સર્વને હું પ્રણામ કરું છું. આ સર્વ મન્દિરોમાં ઋષભદેવ, ચંદ્રાનન, વારિષણ તથા વર્ધમાન એ ચાર નામવાળી જે શાશ્વત પ્રતિમાઓ છે તેને હું ભાવથી પ્રણામ કરું છું. હવે પ્રસંગ વંદનાનો ચાલે છે માટે આ મૃત્યુલોક ઉપર પ્રસિદ્ધ એવાં તીર્થોને પણ વંદના કરે છે કે સમેતશિખર પર્વત ઉપર વીસ ભગવાન મોક્ષે ગયા છે માટે હું સમેતશિખરજીને પ્રણામ કરું છું. તથા અષ્ટાપદ પર્વત ઉપર ભરત મહારાજાએ ૪-૮-૨-૧૦ = એમ ચોવીસ પ્રતિમાઓ સ્થાપિત કરી છે. તેથી અષ્ટાપદ ઉપર બિરાજમાન ૨૪ ભગવંતોને હું પ્રણામ કરું છું તથા વિમલાચલ (શત્રુંજય), ગિરનાર પર્વત તથા આબુ પર્વત ઉપર જે જિનચૈત્યો છે તે સર્વેને હું પ્રણામ કરું છું. I|૧૦|૧૧|| સિંહ ની = Page #234 -------------------------------------------------------------------------- ________________ શંખેશ્વર કેસરીયો સાર, તારંગે શ્રી અજિત જુહાર | અંતરૂિખ વર કાણો પાસ, જીરાવલો ને થંભણ પાસ ગામ નગર પુર પાટણ જેહ જિનવર ચૈત્ય નમું ગુણગેહ I વિહરમાન વડું જિન વીશ, સિદ્ધ અનંત નમું નિશદિશ II૧૩ શંખેશ્વર પાર્શ્વનાથ, કેસરીયા તથા તારંગામાં શ્રી અજિતનાથ પ્રભુ, અંતરિક્ષ અને વરકાણા, પાર્શ્વનાથ, જીરાવલાજી તથા સ્વૈભણ પાર્શ્વનાથ પ્રભુ એમ અશાશ્વત તીર્થોને પણ હું પ્રણામ કરું છું. આ સાથે સામે હિન્દુસ્થાનમાં પ્રસિદ્ધ તીર્થોનું ચિત્ર આપેલ છે. (નાનું ગામડું હોય તે) ગામ, (તાલુકાનું ગામ હોય તે) નગર, (જિલ્લાનું ગામ હોય તે) પુર, અને (રાજધાનીનું જે ગામ હોય તે) પાટણ એમ ક્રમસર વિશાળ વિશાળ નગરોમાં જે જે જિનેશ્વરોનાં ચૈત્યો છે તે સર્વેને હું પ્રણામ કરું છું. તથા હાલ મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા વિસ વિહરમાન ભગવન્તો તથા મોશે પહોંચી ગયેલા અનંત સિદ્ધભગવન્તોને હું રાત્રિદિવસ પ્રણામ કરું છું. I/૧૨/૧૩ અરીદ્વીપમાં જે આણગાર, અટાર સહક્સ શીલાંગના ધાર ! પંચ મહાવત સમિતિ સાર, પાલે પલાવે પંચાચાર ll૧૪ll બાહ્ય અભ્યતર ૫ ઉજમાલ, તે મુનિ વડું ગુણમણિમાલ ! નિતનિત ઊઠી કીર્તિ કરું જીવ કહે ભવસાગર તરું II૧૫ - ૧ જંબૂદ્વીપ, ૨ ધાતકીખંડ, ૩ અર્ધા પુષ્કરવર દ્વીપ, એમ આ અઢી દ્વીપની અંદર અઢાર હજાર શીલાંગરથને ધારણ કરનારા, પાંચ મહાવ્રત પાળનારા, પાંચ સમિતિને ધારણ કરનારા, પાંચ આચારોને પાળનારા અને પળાવનારા, છ પ્રકારના બાહ્યતપને અને છ પ્રકારના અત્યંતર તપને કરવામાં ઉજમાલ એવા ગુણોરૂપી મણિઓની માલાતુલ્ય જે અણગાર (સાધુ ભગવન્તો) વિચરે છે તે મુનિઓને સવારે પ્રભાતે ઊઠીને દરરોજ પ્રણામ કરું છું. અને આવા ભાવથી પ્રણામ કરવા વડે આ સૂત્રના કર્તા જીવવિજયજી મહારાજ કહે છે કે હું ભવસાગર તરી જાઉં છું. I૧૪/૧૫ આ સૂત્રમાં ઊર્ધ્વલોક-અપોલોક તથા તિર્થાલોકમાં કેટલાં S Page #235 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત જિનમંદિરો અને કેટલી જિનમૂર્તિઓ છે ? તેની સંખ્યા લખી વંદના કરી છે. અને જગચિંતામણિ સૂત્રમાં છેલ્લી બે ગાથાઓમાં કુલ દેરાસરો અને કુલ પ્રતિમાઓ ત્રણે લોકની કેટલી છે તેની સંખ્યા આપેલી છે. આ સૂત્રમાં બતાવેલી સંખ્યાનું કોષ્ટક આ પ્રમાણે ત્રણે લોકનાં દેરાસરો અને મૂર્તિઓની સંખ્યાનું કોષ્ટક ઊદ્ગલોક જિનમંદિરો જિનમૂર્તિઓ પહેલા સ્વર્ગમાં ૩૨,00,000x૧૮૦ = ૫૭,૬૦,00000 બીજા સ્વર્ગમાં ૨૮,૦૦,૦૦૦૪૧૮૦ = ૫૦,૪૦,00000 ત્રીજા સ્વર્ગમાં ૧૨,૦૦,૦૦૦x૧૮૦ = ૨૧,૬૦,૦૦૦૦૦ ચોથા સ્વર્ગમાં ૮,૦૦,૦૦૦૪૧૮૦ = ૧૪,૪૦,૦OO૦૦ પાંચમા સ્વર્ગમાં ૪,૦૦,૦૦૦૪૧૮૦ = ૭,૨૦,OOOOO છઠ્ઠા સ્વર્ગમાં ૫૦,૦૦૦૪૧૮૦ = ૯૦,00000 સાતમા સ્વર્ગમાં ૪૦,૦૦૦૪૧૮૦ = ૭૨,OOOOO આઠમા સ્વર્ગમાં ૬OOOx૧૮૦ = ૧૦,૮૦,૦૦૦ ૯/૧૦મા સ્વર્ગમાં ૪૦૦x૧૮૦ = ૭૨,૦૦૦ ૧૧/૧૨મા સ્વર્ગમાં ૩૦૦૪૧૮૦ = પ૪,000 નવ રૈવેયકમાં (૩૧૮૮૧૨૦ = ૩૮૧૬૦ પાંચ અનુત્તરમાં ૫x૧૨૦ = ૬૦) ઊર્ધ્વલોકમા ૮૪,૯૭,૦૨૩ ૧,૫૨,૯૪,૪૪,૭૬૦ અધોલોકમાં ૭,૭૨,૦૦,૦૦૦૪૧૮૦ = ૧૩,૮૯,૬૦,૦૦,૦૦૦ તિચ્છલોકમાં ૩૧૯૯ ૮૧૨૦ = ૩,૮૩,૮૮૦ + ૬૦ x ૧૨૪ = ૭,૪૪૦ ત્રણે લોકનાં કુલ મંદિરો તથા મૂર્તિઓ ૮,૫૭,૦૦,૨૮૨ ૧૫,૪૨,૫૮,૩૬,૦૮૦ Page #236 -------------------------------------------------------------------------- ________________ જ ટ પ્રસિદ્ધ એવાં અશાશ્વત તીર્થોની ટૂંકી સમજ તીર્થસ્થળ મૂળનાયક ભગવાન સ્ટેશન (અથવાતાલુકો) ગુજરાત ૧ પાનસર. મહાવીરસ્વામી પાનસર ૨ ભોયણી મલ્લિનાથ ભોયણી ૩ માતર સાચા સુમતિનાથ મહેમદાવાદ સેરિસા પાર્શ્વનાથ કલોલ તારંગાજી અજિતનાથ તારંગાહિલ ૬ શંખેશ્વરજી પાર્શ્વનાથ વીરમગામ ૭ આબુ આદીશ્વર તથા તેમનાથ આબુરોડ ઈડર શાન્તિનાથ ઇડર ૯ ઝઘડિયાજી આદિનાથ ઝઘડિયાજી * (અંકલેશ્વર) ૧૦ ગાન્ધાર પાર્શ્વનાથ-મહાવીરસ્વામી ભરૂચ ૧૧ કાવિ ઋષભદેવપ્રભુ-ધર્મનાથ પાર્શ્વનાથ કાવિ ૧૨ ભીલડિયાજી પાર્શ્વનાથ ભીલડી ૧૩ મહેસાણા સીમંધરસ્વામી મહેસાણા ૧૪ ભોરલ નેમનાથ વાવ કાઠિયાવાડ ૧૫ શ્રી શત્રુંજયગિરિ શ્રી આદિનાથ દાદા પાલિતાણા ૧૬ રોહિશાળા શ્રી આદિનાથ દાદા પાલિતાણા ૧૭ તળાજા શ્રી નેમનાથ પાલિતાણા ૧૮ ઘોઘાબંદર નવખંડા પાર્શ્વનાથ પ્રભુ ભાવનગર ૧૯ કદંબગિરિ શ્રી આદીશ્વર પ્રભુ પાલિતાણા ૨૦ અજારા શ્રી પાર્શ્વનાથ વેરાવલ ૨૧ ગિરનાર શ્રી નેમિનાથ જૂનાગઢ ક , ' ' Page #237 -------------------------------------------------------------------------- ________________ ધાર ૨૨ મહુવાબંદર શ્રી નેમિનાથ-મહાવીરસ્વામી મહુવા રાજસ્થાન ૨૩ કેશરીયાજી આદિનાથ પ્રભુ ઉદેપુર ૨૪ નાદીયા મહાવીર સ્વામી શિરોહીરોડ રપ સાચોર મહાવીર સ્વામી ડીસા , ૨૬ માંડવગઢ શ્રી સુપાર્શ્વનાથ ૨૭. રાણકપુર શ્રી ઋષભદેવપ્રભુ ફાલના ૨૮ જીરાવલા શ્રી પાર્શ્વનાથ ડીસા ૨૯ જેસલમેર શ્રી પાર્શ્વનાથ બાડમેર ૩૦ લોઢવા શ્રી પાર્શ્વનાથ બાડમેર ૩૧ મુંછાળા મહાવીરશ્રી મહાવીર સ્વામી ફાલના ૩૨ વરકાણા શ્રી પાર્શ્વનાથ રાણી કચ્છ ૩૩ અંજાર શ્રી મહાવીરસ્વામી અંજાર ૩૪ ભદ્રેશ્વર શ્રી મહાવીરસ્વામી અંજાર મહારાષ્ટ્ર ૩૫ કુલપાકજી આદિનાથપ્રભુ આલેર ૩૬ કુમ્ભોજગિરિ જગવલ્લભ પાર્શ્વનાથ હાથકલંગડા ૩૭ ભદ્રાવતી પાર્શ્વનાથ ભાદક ૩૮ સિરપુર અંતરીક્ષ પાર્શ્વનાથ આકોલા બિહાર ૩૯ સિંહપુરી શ્રેયાંસનાથ : સારનાથ ૪૦ ચંદ્રપુરી ચંદ્રપ્રભુ શાન્તિનાથ સારનાથ ૪૧ અયોધ્યા આદિનાથ અયોધ્યા ૪ર અષ્ટાપદ આદિનાથ નિર્વાણ અયોધ્યા ૪૩ બિહાર-શરીફ શ્રી આદિનાથ બિહાર-શરીફ ૪૪ સૌરીપુર શ્રી નેમિનાથ સિકોહા ૪૫ ક્ષત્રિયકુંડ શ્રી મહાવીર સ્વામી લખીસરાઈ-જાસુઈ Page #238 -------------------------------------------------------------------------- ________________ ૪૬ હસ્તિનાપુર શ્રી મહાવીર સ્વામી મીરજ ૪૭ ઋજાવાલિકા શ્રી મહાવીર સ્વામી ગિરડી ૪૮ શ્રી સમેતશિખર શ્રી પાર્શ્વનાથ પ્રભુ ગિરડી ૪૯ શ્રી ચંપાપુરી શ્રી વાસુપૂજ્ય સ્વામી ભાગલપુર ૫૦ શ્રી પાવાપુરી શ્રી મહાવીરસ્વામી બિહાર-શરીફ ૫૧ કુંડલપુર શ્રી ગૌતમસ્વામી નાલંદા પર રાજગૃહી શ્રી મુનિસુવ્રત સ્વામી રાજગીર પ૩ ગુણિયાજી શ્રી મહાવીર સ્વામી નવાદ ૫૪ કાકંદી શ્રી સુવિધિનાથ લખીસરાઈ-જાસુઈ મધ્યપ્રદેશ-માળવા પ૫ શ્રી નાગેશ્વર શ્રી પાર્શ્વનાથ પ્રભુ રતલામ પ૬ શ્રી ઉજૈન શ્રી અવન્તિ પાર્શ્વનાથ ઉજ્જૈન પ૭ શ્રી મોહનખેડા શ્રી આદિનાથપ્રભુ રાજગઢ ૫૮ ઇન્દોર શ્રી આદિનાથ પ્રભુ ઈન્દોર ૫૯ લક્ષ્મણીજી શ્રી પદ્મપ્રભુજી વડોદરા(રતલામ) માગનુસારીના ૩૫ ગુણો (૧) ન્યાય સંપન્ન વૈભવ :- ન્યાયથી ધન મેળવવું, સ્વામીનો, મિત્રનો, કે ભાગીદારનો દ્રોહ કરવો નહિ. વિશ્વાસુને ઠગવો નહિ. ચોરી કરવી નહિ, થાપણ ઓવવી નહિ. નિંદવાયોગ્ય કામો કરી ધન કમાવવું નહિ. : (૨) શિષ્ટાચાર પ્રશંસા - ઉત્તમ પુરુષોનાં આચરણો વખાણવાં. સરખા કુળાચારવાળા પરંતુ અન્યગોત્રી સાથે લગ્નાદિ કરવાં. પાપથી તથા પાપનાં કાર્યોથી, તથા પાપી માણસોથી કાયમ દૂર રહેવું. - પ્રસિદ્ધ દેશાચાર પ્રમાણે વર્તવું. કોઈનો અવર્ણવાદ બોલવો નહિ. કોઈની નિંદા કરવી નહિ. જે ઘર ઘણા દરવાજાવાળું હોય, અતિગુપ્ત હોય, અતિશય જાહેર હોય અને પાડોશી સારા ન હોય એવા ઘરમાં વસવું પર છે. તેના Page #239 -------------------------------------------------------------------------- ________________ નહિ. (૮) સારા આચારવાળા પુરુષોની સોબત કરવી. (૯) માતા તથા પિતાની સેવા કરવી. તેમને પ્રસન્ન રાખવાં. (૧૦) ઉપદ્રવવાળાં સ્થાનો ત્યજી દેવાં, લડાઈ, દુકાળ અને તકલીફવાળાં સ્થાનો છોડી દેવાં (૧૧) નિંદિત કામમાં ન પ્રવર્તવું. (૧૨) આવક પ્રમાણે ખર્ચ રાખવું. (૧૩) પોતાના ધનને અનુસારે પોશાક તથા વર્તન રાખવાં. (૧૪) શાસ્ત્રો સાંભળવામાં, મનન કરવામાં મન લગાવવું. (૧૫) ધર્મ નિત્ય સાંભળવો. બુદ્ધિ નિર્મળ રાખવી. (૧૬) પહેલું કરેલું ભોજન પચી જાય પછી જ બીજું ભોજન કરવું. (૧૭) જ્યારે ખરી ભૂખ લાગે ત્યારે જ ખાવું. (૧૮) ધર્મ-અર્થ-કામને બરાબર સાધવા. (૧૯) અતિથિને તથા ગરીબને અન્નપાનાદિ આપવાં. (૨૦) આગ્રહ વિનાના રહેવું. કોઈનો પરાભવ કરવાનો વિચાર મનમાં ન લાવવો. (૨૧) ગુણી પુરુષોનો પક્ષપાત-બહુમાન કરવું. (૨૨) રાજા અને લોકોએ જે દેશ-કાળનો નિષેધ કર્યો હોય ત્યાં ન જવું. (૨૩) પોતાની જેટલી શક્તિ હોય તેટલું જ કામકાજ આરંભવું. (૨૪) પોષણ કરવા યોગ્ય એવા પોતાના પરિવારાદિનું સારી રીતે પોષણ કરવું. (૨૫) વ્રતધારી-સંયમી એવા. જ્ઞાની પુરુષોની સેવા કરવી. (૨૬) દીર્ઘદર્શી થવું. કોઈપણ કાર્યનું પોતાને શું લાભ-નુકસાન થશે તે વિચારીને કાર્ય કરવું. (૨૭) કૃતજ્ઞ થવું. આપણા ઉપર જેમણે ઉપકાર કે અપકાર કર્યો હોય તેના જાણકાર થવું. (૨૮) લજ્જાળુપણું. લાજમર્યાદાવાળા બનવું. (૨૯) દયાળુ થવું. દુઃખી માણસો ઉપર કરુણા રાખવી. પ્રતિમણ સત્ર - ૨૩૫ Page #240 -------------------------------------------------------------------------- ________________ (૩૦) સુંદર આકૃતિવાળા થવું. એટલે મોઢા ઉપર ક્રૂરતાદિ બીભત્સાકૃતિ-ઓનો ત્યાગ કરવો. (૩૧) પરોપકારી થવું. બની શકે તેટલો બીજાનો ઉપકાર કરવો. (૩૨) અંદરના શત્રુઓ કામ-ક્રોધ-લોભ-માન વગેરેને જીતનારા બનવું. (૩૩) વશીકૃતેન્દ્રિયગામી-પાંચે ઇન્દ્રિયોને વશ રાખવી. શ્રાવકજીવનના ૨૧ ગુણો (૧) તુચ્છ સ્વભાવ ન રાખવો, (૨) રૂપવાન્ હોવું. (૩) શાન્ત પ્રકૃતિ હોવી. (૪) લોકપ્રિય (૫) ક્રૂરતા વિનાનો સ્વભાવ (૬) પાપભીરુતા (૭) અશઠ (લુચ્ચાઈ વિનાનું જીવન) (૮) દાક્ષિણતા એટલે પોતાનું જતું કરીને પણ બીજાનું ભલું કરવું (૯) લજ્જાળુતા (૧૦) દયાળુતા (૧૧) માધ્યસ્થ=સૌમ્યદૃષ્ટિ (૧૨) ગુણાનુરાગીપણું (૧૩) સત્કથાખ્ય ઉત્તમ પુરુષોની કથા કરવી. (૧૪) સુપક્ષયુક્ત=હંમેશાં સાચો અને સારો પક્ષ સ્વીકારવો, (૧૫) દીર્ઘદર્શી=લાંબો વિચાર કરીને કામકાજ કરવું (૧૬) વિશેષજ્ઞ ઝીણી ઝીણી વસ્તુના પણ જાણકાર બનવું. (૧૭) વૃદ્ધાનુગામી= વડીલોને અનુસરવું (૧૮) વિનયવાળા બનવું (૧૯) કૃતજ્ઞ=જેણે ઉપકાર કર્યો હોય તેને વફાદાર રહેવું (૨૦) પરોપકારી થવું. (૨૧) લબ્ધલક્ષ=લક્ષ્યને પ્રાપ્ત કરવાવાળા થવું. દૈવસિક પ્રતિક્રમણની વિધિ : (૧) પ્રથમ સામાયિક લેવાની વિધિ પ્રમાણે સામાયિક લેવું. (૨) ત્યારબાદ પાણી વાપર્યું હોય તો મુહપત્તિ પડિલેહવી. (૩) ત્યારબાદ આહાર વાપર્યો હોય તો બે વાંદણાં દેવાં. બીજા વાંદણામાં આવસ્તિઆએ” એ પદ ન બોલવું. ત્યારબાદ યથાશક્તિ દિવસચરિમંનું પચ્ચક્ખાણ કરવું. પછી, તત્ત્વાકા (૪) = Page #241 -------------------------------------------------------------------------- ________________ (૫) એક ખમાસમણ આપી, ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ‘ચૈત્યવંદન કરું ?' એમ ગુરુજીને પૂછી, ગુરુજી “કરેહ” કહે, ત્યારબાદ “ઇચ્છું” એમ કહી યોગમુદ્રાએ બેસી ગમે તે પ્રભુનું ચૈત્યવંદન કહેવું. ત્યારબાદ જંકિંચિ સૂત્ર કહેવું. (૬) નમ્રુત્યુર્ણ કહી ઊભા થઈને “અરિહંત ચેઈયાણું-અન્નત્થ” કહી એક નવકારનો કાઉસ્સગ્ગ કરી. પાળીને “નમોર્હત્ બોલીને પહેલી થોય કહેવી. ત્યારબાદ (૭) ‘“લોગસ્સ'' કહેવો, પછી “સર્વીલોએ અરિહંત ચૈઇયાણું' કહીને એક નવકારનો કાઉસ્સગ્ગ કરી, પાળીને બીજી થોય કહેવી. ત્યારબાદ (૮) “પુક્ષ્મરવરદી” સૂત્ર બોલી, “સુઅસ્સ ભગવઓ કરેમિ કાઉસ્સગ્ગ કહી વંદણત્તિએ વગેરે પાઠ બોલી અન્નત્થ કહીને એક નવકારનો કાઉસ્સગ્ગ કરી પાળી ત્રીજી થોય કહેવી. (૯) ત્યારબાદ ‘‘સિદ્ધાણં બુદ્ધાણં“ કહી વેયાવચ્ચગરાણં કહી, અન્નત્થસૂત્ર બોલી એક નવકારનો કાઉસ્સગ્ગ કરી પાળીને નમોર્હત્ કહી ચોથી થોય કહેવી. પછી (૧૦) યોગમુદ્રાએ બેસીને નમ્રુત્યુણં કહેવું. પછી (૧૧) ચાર ખમાસમણાં આપવાપૂર્વક અનુક્રમે ‘‘ભગવાનહં, આચાર્યહં, ઉપાધ્યાયહં, અને સર્વસાધુહં કહીને થોભવંદન કરવું પછી “ઇચ્છકારી સમસ્ત શ્રાવકને વાંદું” એમ પણ કહેવું. ત્યારબાદ ',, (૧૨) ઇચ્છાકારેણ દેવસિઅ પાડિક્કમણે ઠાઉં' વચ્ચે ગુરુજી “ઠાએહ” કહે. પછી “ઇચ્છું” કહી જમણો હાથ ચરવળા પ્રતિક્રમણ સૂત્ર - ૨૩૭ Page #242 -------------------------------------------------------------------------- ________________ કે કટાસણા ઉપર થાપીને “સદ્ગુરૂવિ દેવસિએ” કહેવું. (૧૩) ત્યારબાદ ઊભા થઈ “કરેમિ ભંતે, ઈચ્છામિ ઠામિ કાઉસ્સગ્ગ, તસ્સ ઉત્તરી” તથા અન્નત્થ સૂત્ર બોલી “નાણશ્મિસૂત્રન પંચાચારની આઠ ગાથાનો કાઉસ્સગ્ન કરવો. (૧૪) અને જો “નાણમિ” ન આવડે તો તેને બદલે આઠ નવકારનો કાઉસ્સગ્ન કરવો. (૧૫) ત્યારબાદ પ્રગટ લોગસ્સ કહી, મુહપત્તિ (ત્રીજા આવશ્યક)નું પડિલેહણ કરી બે વાંદણાં દેવાં. (૧૬) પછી ઊભા થઈ “ઇચ્છાકારેણ દેવસિએ આલોઉં” કહીને સાત લાખ તથા અઢાર વાપસ્થાનક સૂત્રો બોલી તે પાપોની આલોચના કરી “સબૂસ્તવિ દેવસિઅ” કહેવું. ત્યારબાદ બેસીને જમણો ઢીંચણ ઊભો કરી એક નવકાર ગણી, કરેમિ ભંતે, તથા ઈચ્છામિ પડિક્કમિઉં, કહીને (૧૮) “વંદિતુ” કહેવું. તેમાં “તસ્ય ધમ્મસ્સ” ગાથા આવે ત્યારે ઊભા થઈ વંદિતુ સૂત્ર પૂરું કરી પછી બે વાંદણાં દેવાં. પછી (૧૯) “અભુહિં અભિંતર દેવસિએ” સૂત્ર બોલી ફરીથી બે વાંદણાં દેવાં, પછી ઊભા થઈ “આયરિય ઉવઝાયે” સૂત્ર કહેવું (૨૦) પછી “કરેમિ ભંતે, ઈચ્છામિ કામિ કાઉસ્સગ્ગ, જો કે દેવસિઓ, તસ્ય ઉત્તરી, અને અન્નત્ય સૂત્ર બોલી બે લોગસ્સનો કાઉસ્સગ્ન કરવો, લોગસ્સ ન આવડે તો આઠ નવકાર ગણવા. (૧૭) છે. Page #243 -------------------------------------------------------------------------- ________________ (૨૩) શિs (૨૧) પછી પ્રગટ લોગસ્સ કહી, “સવ્વલોએ અરિહંત ચેઇઆણં” કહી અન્નત્થ સૂત્ર બોલી એક લોગસ્સ અથવા ચાર નવકારનો કાઉસ્સગ્ન કરવો. (૨૨) ત્યાર બાદ “પુકુખરવરદી, સુઅસ ભગવઓ કરેમિ કાઉસ્સગ્ગ, અન્નત્થ” કહી એક લોગસ્સ અથવા ચાર નવકારનો કાઉસ્સગ્ન કરવો. સિદ્ધાણં બુદ્ધાણં કહી, સુઅદેવયાએ કરેમિ કાસ્સિર્ગ કહી વંદણવત્તિઓએ તથા અન્નત્થ સૂત્ર બોલી એક નવકારનો કાઉસ્સગ્ન કરી પાળીને નમોહંત બોલી સુય દેવયાની થોય કહેવી. સ્ત્રીઓએ “કમલદલ”ની સ્તુતિ કહેવી. (૨૪) “ખિત્ત દેવયાએ કરેમિ કાઉસ્સગ્ગ” કહીને એક નવકારનો કાઉસ્સગ્ન કરી પાળીને નમોહત્ કહીને “જિસે ખિત્તે સાહુ”ની સ્તુતિ બોલવી. આ સ્તુતિ સ્ત્રીઓ તથા પુરુષો બન્ને બોલી શકે છે. (૨૫) પછી પ્રગટ એક નવકાર બોલી, બેસીને છઠ્ઠા આવશ્યકની મુહપત્તિનું પડિલેહણ કરીને બે વાંદણાં દેવાં. (૨૬) ત્યારબાદ “સામાયિક, ચકવીસત્યો, વંદન, પ્રતિક્રમણ, કાઉસ્સગ્ન અને પચ્ચકખાણ કર્યું છે જ” એમ બોલી છે આવશ્યક સંભાળવાં. ત્યારબાદ (૨૭) “ઇચ્છામો અણુસદ્ધિ, નમો ખમાસમણાણ” કહીને બેસીને પુરુષોએ “નમોસ્તુ વર્ધમાનાય” સૂત્ર બોલવું અને સ્ત્રીઓએ તેને બદલે “સંસાર દાવાની” ત્રણ ગાથા કહેવી. ત્યારબાદ નમુત્થણે બોલી સુંદર ભાવવાહી સ્તવન બોલવું. ખિસ કાઉસગ્ગ કરી કાઉસ્સગ્ગ , Page #244 -------------------------------------------------------------------------- ________________ (૨૮) પછી “વરકનકશંખ” એ ગાથા બોલી ભગવાનહ આદિ ચાર થોભ વંદન કરવાં (૨૯) પછી જમણો હાથ કટાસણા ઉપર થાપી “અઠ્ઠાઇજેસુ” સૂત્ર બોલવું. પછી (૩૦) ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! દેવસિઅપાયચ્છિત્ત - વિરોહણë કાઉસ્સગ્ન કરું ? ગુરુ કહે “કરેહ” પછી ઇચ્છે કહી દેવસિઅ પાયચ્છિત્ત વિસોહણë કરેમિ કાઉસ્સગ્ગ કહી અન્નત્થ બોલી ચાર લોગસ્સનો અથવા ન આવડે તો સોળ નવકારનો કાઉસ્સગ્ન કરવો. (૩૧) કાઉસ્સગ્ન પાળી, પ્રગટ લોગસ્સ બોલી, બે ખમાસમણ બોલવાપૂર્વક સજજાયના આદેશ માગી, સક્ઝાય બોલવી. ત્યારબાદ તે પાળી પ્રગટ લોગસ્સ કહેવો. પછી બે ખમાસમણાં દેવાપૂર્વક સઝાય સંદિસાહુ અને સક્ઝાય કરું એમ બે આદેશ માગી એક નવકાર ગણી સારી સઝાય કહેવી. પછી એક નવકાર કહેવો. (૩૨) પછી ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! દુઃખખિય, કમ્મફખય નિમિત્ત કાઉસ્સગ્ન કરુ ! ગુરુ કહે “કરે” કહી ઇચ્છે” કહેવું. પછી દુઃખખય, કમ્મફMય નિમિત્ત કરેમિ કાઉસ્સગ્ગ કહી, અન્નત્થ સૂત્ર બોલી, ચાર લોગસ્સ સંપૂર્ણ, અને ન આવડે તો સોળ નવકારનો કાઉસ્સગ્ન કરવો. (૩૩) પછી કાઉસગ્ગ એક વ્યક્તિએ પાળીને “લઘુશાન્તિ” કહેવી. પછી લોગસ્સ કહેવો. (૩૪) ત્યારબાદ સામાયિક પાળવાની વિધિથી સામાયિક પાળવું. લોગસ્સ સુધી બોલ્યા પછી એક ખમાસમણ આપી ચઉક્કસાયસૂત્ર બોલવું. પછી નમુત્થણ, જાવંતિ બે, નમોહંતુ, જયવીયરાય કહી મુહપત્તિ પડિલેહવી. (૩૫) પછી ખમાસમણ આપી સામાયિક પાળવાની બાકીની વિધિ પ્રમાણે સામાયિક પાળવું. વિશેષ સ્પષ્ટ વિધિ ગુરુગમથી Page #245 -------------------------------------------------------------------------- ________________ સમજવો. રાઇઅ પ્રતિક્રમણની વિધિ (૧) સામાયિક લેવાની વિધિપૂર્વક પ્રથમ સામાયિક લેવું. પછી (૨) ખમાસમણ આપી, ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! કુસુમિણ દુસુમિણ ઉડ્ડાવણી રાઇયપાયચ્છિત્ત વિસોહણથંકરેમિ કાઉસ્સગ્ગ કહીને અન્નત્થ સૂત્ર બોલી સાગરવરગંભીરા સુધીનો ચાર લોગસ્સનો કાઉસ્સગ્ગ કરવો. લોગસ્સ ન આવડે તો સોળ નવકાર ગણવા. પછી (૩) (૪) (૬) પ્રગટ લોસ્સ કહેવો. ત્યારબાદ એક ખમાસમણ આપી ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! ચૈત્યવંદન કરું ! ગુરુ કહે “કરેહ” પછી ઇચ્છું કહીને જગચિંતામણિનું ચૈત્યવંદન કહી નમુન્થુણં, બે જાવંતિ, નમોર્હત, ઉવસગ્ગહરં કહી પૂર્ણ જયવીયરાય સુધી કહેવું. પછી (૫) પછી બે ખમાસમણાં આપવાપૂર્વક સજ્ઝાયના બે આદેશ માગી એક નવકાર ગણી ભરહેસરની સજ્ઝાય કહીને એક નવકાર ગણવો. (૭) ચાર ખમાસમણાં આપવાપૂર્વક ભગવાનહં વગેરે ચાર થોભવંદન કહેવાં. પછી ‘ઇચ્છાકાર સુહરાઇ'' નો પાછ કહવો. પછી ઇચ્છાકારેણ સંદિસહ ભગવત્ રાઇઅ પડિક્કમણેઠાઉં ! ગુરુ કહે ઠાએહ, પછી ઇચ્છું કહી જમણો હાથ ચરવળા અથવા કટાસણા ઉપર થાપીને ‘સવ્વસ્સવિ રાઇઅ દુચિંતિઅ’ કહેવું. પછી નમ્રુત્યુણ, કરેમિ ભંતે, ઇચ્છામિ ઠામિ કાઉસ્સગ્ગ, તસ ઉત્તરી અને અન્નત્થ કહી એક લોગસ્સ, ન આવડે પ્રતિ પણ સુત્ર - ૨૪૧ Page #246 -------------------------------------------------------------------------- ________________ તો ચાર નવકારનો કાઉસ્સગ્ગ કરવો. પાળી પ્રગટલોગસ્સ બોલી, સવ્વલોએ અરિહંત ચેઇઆણં, અન્નત્ય કહી એક લોગસ્સ અને ન આવડે તો ચાર નવકારનો બીજો કાઉસ્સગ્ગ કરવો. (૮) ત્યારબાદ પુખ્ત૨વ૨દી, સુઅસ ભગવઓ, વંદણવત્તિઆએ, અન્નત્થ સૂત્ર બોલી ‘નાણમ્મિ’”ની આઠા ગાથા, ન આવડે તો આઠ નવકારનો કાઉસ્સગ્ગ કરવો. (૯) પછી સિદ્ધાણં બુદ્ધાણં બોલી ત્રીજા આવશ્યકની મુહપત્તિનું પડિલેહણ કરવું. (૧૦) પછી બે વાંદવા આપીને, ઇચ્છાકારેણ સંદિસહ ભગવત્ રાઇઅં આલોઉં ? ઇચ્છું. આલોએમિ જો મે રાઇઓ. કદી સાતલા અઢાર પાપસ્થાનક, સવ્વસવિ, વંદિત્તુ, બે વાંદણાં, બે અભુઢિઓ, બે વાંદણા, અને આયરિય ઉવજ્ઝાયે આટલા સૂત્રો દેવસિ પ્રતિક્રમણની જેમ જ બોલવાં ફક્ત જ્યાં દેવસિઅં પદ આવે ત્યં રાઇઅં બોલવું. (૧૧) આયરિય ઉવજ્ઝાયે બોલ્યા પછી કરેમિ ભંતે, ઇચ્છામિ ઠામિ, તસ્સ ઉત્તરી અને અન્નત્થસૂત્ર બોલી તપચિંતામણનો કાઉસ્સગ્ગ કરવો. તપચિંતામણી ન આવડે તો સોળ નવકારનો કાઉસ્સગ્ગ કરવો. (૧૨) તે કાઉસ્ટંગ્ય પાળી પ્રગટ લોગસ્સ બોલી છઠ્ઠા આવશ્યકની મુહપત્તિ પડિલેહવી. (૧૩) પછી બે વાંદણાં દેવાં, પછી સકલતીર્થ સૂત્ર બોલવું પછી ઇચ્છકારી ભગવાન્ પસાય કરી પચ્ચક્ખાણનો આદેશ દેજોજી એમ કહી યથા શક્તિ નવકારશી આદિ પચ્ચક્ખાણ કરવું. (૧૪) પછી ‘“સામાયિક, ચવીસત્થો, વંદન, પ્રતિક્રમણ, કાઉસ્સગ્ગ, Page #247 -------------------------------------------------------------------------- ________________ (૧૬) અને પચ્ચકખાણ કર્યું છે જી” એમ કહી છે આવશ્યક સંભાળવાં. પછી ઇચ્છામો અણુસ િનમો ખમાસમણાણું કહી નમોહંત બોલી પુરુષો વિશાલ લોચન અને સ્ત્રીઓ સંસારદાવાની ત્રણ ગાથા બોલે. (૧૫) પછી નમુત્થર્ણ, અરિહંત ચેઇઆણં, અન્નત્થ સૂત્ર બોલી એક નવકારનો કાઉસ્સગ્ન કરી નમોહંતુ પછી કલ્યાણ કંદની પહેલી થોય કહેવી. પછી લોગસ્સ સવલોએ અરિહંત ચેઈઆણે અન્નત્ય કહી કલ્યાણકંદની બીજી થોય કહેવી. ત્યારબાદ પુખરવરદી, સુઅસ્ત ભગવઓ. અન્નત્ય કહી ત્રીજી ગાથા કહેવી. પછી સિદ્ધાણં બુદ્ધાણં વેયાવચ્ચગરાણ અન્નત્ય કહીને ચોથી થોય કહેવી. ત્યારબાદ બેસીને નમુસ્કુર્ણ કહી ચાર ખમાસમણાં દેવાપૂર્વક ભગવાન વિગેરે ચાર થોભવંદન કરવાં, પછી જમણો હાથ ચરવળા ઉપર થાપી અઢાઇજેસુ બોલવું. (૧૭) પછી ખમાસમણ આપી શ્રી સીમંધરસ્વામીના ઓછામાં ઓછા ત્રણ દુહા બોલી તેઓનું ચૈત્યવંદન નમુત્થણ, બે જાવંતિ, તેઓનું સ્તવન, જયવીયરાય, અરિહંતચેઇઆણં અન્નત્થ બોલી એક નવકારનો કાઉસ્સગ્ગકરી પાળી સીમંધરસ્વામીની ૧ થોય કહેવી. (૧૮) પછી એકેક ખમાસમણ આપવાપૂર્વક “એકેફ ડગલું ભરે” ઇત્યાદિ સિદ્ધાચલના દુહાઓ કહી સિદ્ધાચલજીનું ચૈત્યવંદન બોલી નમુસ્કુર્ણ, બે જાવંતિ, સિદ્ધાચલજીનું સ્તવન, જયવીયરાય અરિહંત ચેઇઆણં, અન્નત્થ કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરી સિદ્ધાચલજીની થોય કહેવી. (૧૯) ત્યારબાદ સામાયિક પાળવાની વિધિ પ્રમાણે સામાયિક પાળવું. છે : Page #248 -------------------------------------------------------------------------- ________________ અમારાં લખાયેલ પ્રકાશિત થયેલ પુસ્તકો (૧) યોગવિંશિકા :- ઉપાધ્યાયજી કૃત ટીકાના અનુવાદ સાથે. ગુજરાતી સરળ વિવેચન. (૨) યોગશતક :- સ્વોપજ્ઞ ટીકા તથા ટીકાના અનુવાદ સાથે. ગુજરાતી સરળ વિવેચન. (૩) શ્રી જૈન ધર્મના મૌલિક સિદ્ધાન્ત :- નવકા૨થી સામાઇયકવયજુત્તો સુધીના સૂત્રો ઉપર વિવેચન, નવતત્ત્વ, ચૌદ ગુણસ્થાનકો, કર્મના ૧૫૮ ભેદો, સાત નયો, સપ્તભંગી અને કાલાદિ પાંચ સમવાયી કારણો ઉપ૨ સ૨ળ ગુજરાતી વિવેચન. (૪) શ્રી જૈન તત્ત્વ પ્રકાશ :- દેવસી-રાઇઅ પ્રતિક્રમણનાં સૂત્રો ઉપર સરળ ગુજરાતી વિવેચન. (૫) જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ :- જૈનશાસ્ત્રોમાં વારંવાર વપરાતા પારિભાષિક ધાર્મિક શબ્દોના અર્થો. ધાર્મિક શબ્દકોશ. (૬) જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માલા :- પ્રૌઢ સ્ત્રી-પુરુષોને ઉપયોગી ચારસો પ્રશ્ન-ઉત્તરોનો સુંદર સંગ્રહ. (૭) પ્રથમ કર્મગ્રંથ (કર્મવિપાક) :- સરળ ગુજરાતી વિવેચન. (૮) દ્વિતીયકર્મગ્રંથ (કર્મસ્તવ) :- સરળ ગુજરાતી વિવેચન. (૯) તૃતીયકર્મગ્રંથ (બંધસ્વામિત્વ) :- સરળ ગુજરાતી વિવેચન. (૧૦) ચતુર્થકર્મગ્રંથ (પડશીતિ) :- સરળ ગુજરાતી વિવેચન. (૧૧) પૂજાસંગ્રહ સાર્થ :- પંચકલ્યાણક, અંતરાયકર્મનિવારણ, પિસ્તાલીસ આગમની પૂજા આદિ પૂજાઓ સુંદર ભાવવાહી અર્થ સાથે. (૧૨) સ્નાત્રપૂજા સાર્થ :- પૂ. વીરવિજયજી કૃત સ્નાત્રપૂજા અર્થ સહિત. (૧૩) સમ્યક્ત્વના સડસઠ બોલની સજ્ઝાય :- ઘણી જ રોચક કથાઓ સાથે તથા સમ્યક્ત્વસઋતિકાની ગાથાઓ સાથે સડસઠ ગુણોનું વર્ણન. Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૪૫ (૧૪) નવસ્મરણ :- મૂળ ગાથાઓ, ગુજરાતીમાં ગાથાઓના સરળ અર્થ, ઇંગ્લીશમાં મૂળ ગાથાઓ અને ઇંગ્લીશમાં તે ગાથાઓના અર્થ. (૧૫) રત્નાકરાવતારિકા (ભાગ પહેલો) :- પ્રમાણનયતત્ત્વાલક ઉપરની પૂ. રત્નપ્રભાચાર્ય રચિત ટીકા તથા તે ટીકાનો સરળ ગુજરાતી અર્થ. (પરિચ્છેદ ૧-૨) (૧૬) રત્નાકરાવતારિકા (ભાગ બીજો) :- પૂ. વાદિદેવસૂરિજી રચિત પ્રમાણ નયતત્તાલોક ઉપરની પૂ. રત્નપ્રભાચાર્ય રચિત ટીકા તથા તે ટીકાનો સરળ ગુજરાતીમાં અર્થ. (પરિચ્છેદ ૩-૪-૫) (૧૭) આઠ દૃષ્ટિની સઝાય - પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ. સા. કૃત આઠ દૃષ્ટિની સઝાયના સરળ ગુજરાતી અર્થો. (૧૮) યોગદૃષ્ટિ સમુચ્ચય :- પૂ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી કૃત સ્વપજ્ઞા ટીકા સાથે ટીકાનું અતિશય સરળ ગુજરાતી વિવેચન. (૧૯) શતકનામા પંચમકર્મગ્રંથ :- પૂ. દેવેન્દ્રસૂરીશ્વરજી કૃત પાંચમા કર્મગ્રંથનું સરળ ગુજરાતી વિવેચન. (૨૦) તત્ત્વાર્થાધિગમસૂત્ર - સરળ, બાલભોગ્ય ભાષાયુક્ત, પરિમિત વિવેચન. હાલ છપાતા ગ્રંથો N (૧) રત્નાકરાવતારિકા (ભાગ ત્રીજો) :- પ્રમાણ નયતત્તાલોક ઉપરની ટીકાના પરિચ્છેદ ૬-૭ અને ૮નું સરળ ગુજરાતી વિવેચન. નીચેના ગ્રંથોના અર્થો લખવાની ભાવના છે. (૧) દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ - પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી કૃત (૨) સમ્મતિતર્ક :- પૂ. શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી કૃત. (૩) જૈન દર્શન પરિચય - જૈન દર્શનને માન્ય તત્ત્વો, આચારસંહિતા, આત્મવિકાસક્રમ, ક્ષેત્રવિચાર આદિ વિષયોનો સુંદર પરિચય. લિ. ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા Page #250 -------------------------------------------------------------------------- ________________ ૦ પ્રકાશક ૦ જૈન ધર્મ પ્રસારણ ટ્રસ્ટ ૭૦૨, રામસા ટાવર્સ, રાંદેર રોડ, ગંગા-જમના એપાર્ટમેન્ટ પાસે, અડાજણ પાટિયા, સુરત. પીન નં. : ૩૯૫૦0૯ ફોન નં. : ૬૮૮૯૪૩ WWW.jainelibrary.org