________________
(૪) શરીરની આળસ મરડવી. (૫) અવિનયપણે બેસવું (૬) ભીંત વગેરેનો ઓથ લઈને બેસવું (૭) શરીરનો મેલ ઉતારવો (૮) ખરજ ખણવી (૯) પગ ઉપર પગ ચડાવવો (૧૦) કામવાસનાથી અંગ ઉઘાડાં રાખવાં (૧૧) નિદ્રા લેવી (ઊંઘ કરવી) (૧૨) જંતુઓના ઉપદ્રવથી ડરીને શરીરનાં અંગો ઢાંકવાં.
ઉપરના બત્રીસ દોષો સામાયિકમાં ટાળવા જોઈએ. જો દોષી સેવાઈ જાય તો અતિચાર લાગે. માટે દોષો ન લેવાય તે સારું જાગ્રત રહેવું.
સામાયિક લેવા-પાળવામાં આવતાં સૂત્રો પૂરાં થાય છે. હવે જૈનમન્દિરમાં જઈ પ્રભુજીનાં દર્શન કરીને ચૈત્યવદન કરવા માટેના ઉપયોગમાં આવતાં સૂત્રો આવે છે. તે સૂત્રો તથા તેના અર્થો વિચારીએ, તે પહેલાં જૈનમૂર્તિ અને મન્દિર વિષે કંઈક વિચાર કરીએ
સંસારી તમામ જીવો નિમિત્ત પ્રમાણે શુભ-અશુભ થાય છે. સારા નિમિત્તો મળે તો શુભ થાય. અને ખરાબ નિમિત્તો મળે તો અશુભ થાય. સિનેમામાં, કરુણરસનું ચિત્ર દેખે ત્યારે જોનારાઓ રડી પડે. વીર રસનું (લડાઈનું) ચિત્ર દેખે તો જોનારાઓ શૂરાતનમાં આવે. અને અતિશય શૃંગારરસનું ચિત્ર દેખે તો જોનારાઓ વિકાર અને વાસનાવાળા બને. આ વાત જાણીતી છે. તે જ રીતે શાન્તરસથી* ભરેલી વીતરાગમુદ્રાવાળી પ્રભુની મૂર્તિ જોવાથી આત્મા શાન્તરસમાં
૧ ઓથ= ઓઠીંગણ, ટેકો, આધાર, ૨ ટાળવા= ત્યજવા જોઈએ. ૩ અતિચાર- પાપ, દોષ. ૪ શુભ-અશુભ = સારો અને ખરાબ. પવાસનાવાળા = સંસારિક ભોગસુખોવાળા. ૬ શાન્તરસથી= સમતારસથી ભરપૂર. ૭ વીતરાગમુદ્રા = રાગ-દ્વેષ વિનાની આકૃતિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org