________________
આવે અને સંસારથી કંઈક પણ વૈરાગવાળો બને. જેમ સુગન્ધિત તેલ અને અત્તર વગેરેના સંયોગથી આ કપડું સુગંધિત બને અને વિષ્ટામળ-મૂત્રાદિના સંયોગથી આ જ કપડું દુર્ગન્ધિત બને. તથા સારા મિત્રોના સહવાસથી માણસ સારો બને અને દુષ્ટ મિત્રોની સોબતથી માણસ દુષ્ટ બને. તેની જેમ પ્રભુની મૂર્તિના નિમિત્તથી આ આત્મા શુદ્ધ બને છે. સંસારના રાગ-દ્વેષને ભૂલે છે, છોડે છે. અને પવિત્ર બને છે. તેથી આલંબનરૂપે પ્રભુદર્શન-પૂજન કરવાં જોઈએ. અને જે જે આત્માઓ ધીમે ધીમે સ્વયં અધ્યાત્મી બન્યા હોય, આત્માને વગર આલંબને વૈરાગમાં રાખી શકતા હોય, સંસારના બહુધા ત્યાગી હોય, યોગી હોય, સંત હોય, નિરાલંબન બન્યા હોય તેવા મહાત્માઓને તે અવસ્થામાં પ્રતિમાનાં દર્શન-વંદન-પૂજન કરવાનાં હોતાં નથી. પોતાના સ્થાનમાં રહી આત્મધ્યાનથી પણ કર્મો તોડી શકે છે અને કલ્યાણ પામી શકે છે.
પગ થાકેલા હોય, ભાગેલા હોય ત્યારે લાકડીના અવલંબનથી ચલાય છે. અને ચાલતાં ચાલતાં પગ સારા થઈ જાય ત્યારે લાકડી છોડી દેવાની હોય છે. જેની આંખ કાચી હોય છે તેને ચશ્માંનો સહારો લેવો પડે છે. જેને પોતાની આંખો સારી હોય છે. તેને આ આલંબન નથી લેવું પડતું, નદી કે સમુદ્રમાં માણસને સ્વયં તરતા આવડતું હોય તો પાટિયાનું આલંબન લેવાનું નથી હોતું. અને જેને તરતાં નથી આવડતું તેને પાટિયાનું આલંબન લેવાનું હોય જ છે. તેવી રીતે આપણા જેવા જીવો (પ્રાથમિક જીવો) આલંબન વિના શાન્ત રસમાં નથી આવે તેમ, મોહની સંજ્ઞા અનાદિની વળગેલી છે. અને ધર્મસંજ્ઞા" તાજી પ્રાપ્ત થયેલી છે. માટે આવું શુભ આલંબન સેવવું જોઈએ. અને યોગીમહાત્મા-સંત થાય ત્યારે છોડી દેવું જોઈએ. પ્રભુની પ્રતિમા એ ૧ અધ્યાત્મી= આત્મા તરફની દૃષ્ટિ. ૨ બહુધા= ઘણું કરીને. ૩ નિરાલંબન= નિમિત્ત વિના અધ્યાત્મમાં રહે. ૪ મોહની સંજ્ઞા= મોહના સંસ્કાર. ૫ ધર્મસંજ્ઞા= ધર્મના સંસ્કારો.
.#:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org