________________
શાન્તરસનું નિમિત્તકારણ છે.
પ્રશ્ન :- જો પ્રભુની પ્રતિમાને સ્વીકારીશું તો તેના રક્ષણ માટે મંદિર બનાવવું પડશે અને તેમાં છએ કાયાની હિંસા થશે, વળી દરરોજ જલપૂજા-પુષ્પપૂજા વગેરે કરવામાં પણ જીવોની વિરાધના-હિંસા થશે. અને ભગવાને હિંસા તો ત્યજવાની કહી છે. “અહિંસા પરમો ધર્મ એવું ભગવાનનું કથન છે.
ઉત્તર :- આ વાત તદન સાચી છે કે મંદિર બનાવવામાં, જલપૂજા-પુષ્પપૂજાદિ કરવામાં હિંસા થાય છે. અને આરંભ-સમારંભ થાય છે. પરંતુ આવા શુભ આલંબનોથી શાન્તરસમાં આવી વૈરાગી બની કાયમના માટે હિંસાથી વિરામ પામે છે. સંસારના ત્યાગી થાય છે. છ કાયની હિંસામાંથી સદાને માટે વિદાય લે છે. એટલે થોડું નુકસાન અને ઝાઝો લાભ હોવાથી બાદબાકી કરતાં સરવાળે આત્માને લાભ જ થાય છે.
પ્રશ્ન:- પ્રભુ વીતરાગ છે. ખુશ-નાખુશ થવાના નથી. તો તેમને પૂજવાથી શું લાભ? જેઓ ખુશ થવાના નથી. કંઈ આપવાના નથી. તેમની પૂજા શા માટે કરવી ?
ઉત્તર :-આ પ્રભુ વીતરાગ છે. ખુશ-નાખુશ થતા નથી. એટલે જ પૂજવા જેવા છે. કારણ કે “આપનારા છે માટે પૂજવાના છે” એમ નથી. જે દેવો સેવા-ભક્તિથી ખુશ થઈ શિષ્યો ઉપર આશીર્વાદ વરસાવે તે દેવો આશાતના આદિથી નાખુશ થઈ શ્રાપ પણ આપે. અને આવા તો સંસારી જીવો પણ હોય જ છે. જો પ્રભુ પણ ખુશનાખુશ થાય તો તેઓમાં પ્રભુત્વ શાનું? માટે તેવા દેવો પૂજવા યોગ્ય નથી પરંતુ આ પ્રભુ વીતરાગ છે. એટલે પોતાના આત્માને તેવો વીતરાગ બનાવવા અરીસાની જેમ સેવવાના હોય છે. જેમ પોતાના શરીરની શુદ્ધિ માટે સામે કંઈ નહિ આપતો કાચ (અરીસો) રખાય ૧ નિમિત્તકારણ= કાર્ય કરવામાં સહાયક-મદદગાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org