________________
છે. તેમ આત્માની નિર્મળતા લાવવા માટે કંઈ નહીં આપનારા પણ વીતરાગ પ્રભુ રખાય છે.
પ્રશ્ન :- પરંતુ જે પ્રભુ હતા તે વીતરાગ હતા. તેઓનાં દર્શનપૂજન કરવાં એ તો વ્યાજબી છે. પરંતુ આ પ્રતિમા તો જડ છે. પથ્થરની બનેલી છે. એકેન્દ્રિય છે. તેના દર્શન-પૂજન-વંદનથી શું લાભ થાય ?
ઉત્તર :- આ પ્રતિમા જડ છે. પથ્થરની બનેલી છે એ વાત સાચી છે. પરંતુ જેમ પથ્થરની ગાય દૂધ ન આપે પરંતુ ગાય કેવી હોય તેનું જ્ઞાન અવશ્ય આપે જેમ પથ્થરનો સિંહ ફાડી ન ખાય, પરંતુ સિંહ કેવો હોય તેનું જ્ઞાન અવશ્ય કરાવે જેમ પથ્થરનો સર્પ ડંખ ન મારે, પરંતુ સર્પ કેવો હોય તેનું ભાન-ભય અવશ્ય કરાવે તેમ પ્રભુની પ્રતિમા પ્રભુને ઓળખાવનારી છે. માટે દર્શનીય છે.
પ્રશ્ન:-પ્રભુની પ્રતિમા એ પ્રતિમા જ છે પ્રભુ નથી એમ માનીએ તો શું? કારણ કે એમાં પ્રભુનો આત્મા ક્યાં છે? ભક્તિ કે આશાતનાથી શું લાભ-નુકસાન ?
ઉત્તર :- જેમ પોતાના માત-પિતાના ફોટા એ ફોટા જ છે. માત-પિતા નથી. પરંતુ તેના ઉપર કોઈ ચૂકે-પગ મૂકે તો દુઃખ થાય છે. ફાડી-તોડી નાખે તો પણ દુઃખ થાય છે. તે બધું શા માટે ! તે ફોટાઓમાં માતા-પિતાનો આત્મા કયાં છે ? છતાં માતા-પિતાના ગુણોનું અને ઉપકારોની સ્મૃતિનું કારણ છે. માટે સેવા-ભક્તિ કરવાનું મન થાય છે. અને આશાતનાથી દુઃખ થાય છે. તેવી રીતે પ્રભુની પ્રતિમા પણ પ્રભુના ગુણોના અને ઉપકારોના સ્મરણનું કારણ છે. પ્રભુની વીતરાગતાને જણાવનારી છે. પોતાના આત્માને પણ તેવા પ્રકારના શાન્ત રસમાં લઈ જનારી છે. માટે માત-પિતાના ફોટાની જેમ દર્શનીય- પૂજનીય છે.
પ્રશ્ન :- જો આ રીતે પ્રભુની પ્રતિમા પૂજનીય હોય તો સાધુમહાત્મા કેમ પૂજતા નથી ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org