________________
ઉત્તર :- સાધુને સંસારનો રોગ દૂર થયેલો છે. જેને રોગ થયો હોય તે દવા લે છે. ડૉક્ટર સાહેબ દર્દીને દવા આપે છે. પરંતુ પોતે લેતા નથી. તેમ સાધુઓ સંસારના દર્દથી મુક્ત થયેલા છે. માટે પૂજા કરવારૂપ દવા લેતા નથી. વળી આરંભ-સમારંભના સર્વથા ત્યાગી છે. માટે ઊંચા ગુણઠાણે હોવાથી નીચા ગુણઠાણાનાં આલંબન તેઓ સેવતા નથી. છતાં ડૉકટર પોતે જો માંદા પડે તો દવા લે જ છે. તેમ સાધુ પોતે જો પતિત થાય તો અવશ્ય પૂજા કરે જ. આ રીતે દર્દીને દવા જેમ ઉપકારી છે તેમ સંસારી જીવોને પ્રભુની પ્રતિમાની પૂજા આલંબન સ્વરૂપે ઉપકારી અને ઉપયોગી છે. અને સંત-યોગી થયેલા અને નિરાલંબન અવસ્થાને પામેલા મહાત્માઓને આ તજવા લાયક છે. તેવી દશા આવે ત્યારે અંતે છોડવા લાયક છે.
પ્રશ્ન :- જ્યારે નિરાલંબન અવસ્થા આવે ત્યારે અંતે જે છોડવા લાયક છે તે ખરેખર છોડવા લાયક જ બને, તો પ્રથમથી જ શા માટે છોડવી ન જોઈએ? જે અંતે (છેવટે) પણ છોડવાનું જ છે તે પ્રથમથી જ છોડવું જોઈએ.
ઉત્તર :- એવો નિયમ નથી કે “જે અંતે છોડવા જેવું હોય તે પ્રથમથી છોડવું જોઈએ. જેમ પગમાં વાગેલા કાંટાને કાઢવા માટે નખાતી સોય અંતે કાઢવા જેવી છે છતાં પ્રથમથી નખાય છે. બીજા દિવસે છોડી દેવા જેવો શરીરના ઘા ઉપરનો પાટો પહેલા દિવસે છોડી દેવાતો નથી. જિંદગીના છેડે અવશ્ય કરવાનું છે જ તેથી પહેલા દિવસે મરવાનું કાર્ય કરાતું નથી. માટે એવો નિયમ નથી કે જે અંતે છોડવાનું હોય તે પહેલેથી છોડવું જોઈએ, પરંતુ એવો નિયમ છે કે જે લાભકર્તા હોય છે તે સ્વીકારવા જેવું છે અને જે નુકસાનકર્તા છે અથવા લાભર્તા નથી તે ત્યજવા જેવું છે” એટલે જેમ એક ગામથી બીજા ગામ જવા માટે ઘોડો લાભકર્તા છે એટલે સ્વીકારવા જેવો છે. અને બહારગામ પહોંચ્યા પછી મકાનની અંદર જવામાં કે માળ ઉપર ચડવામાં ઘોડો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org