________________
લાભકર્તા નથી એટલે ત્યાં છોડવા જેવો છે. આ પ્રમાણે જે વસ્તુ જ્યાં આદરવા જેવી-ઉપકારક હોય ત્યાં તે આદરવી જોઈએ અને જે વસ્તુ
જ્યાં લાભકર્તા ન હોય તે વસ્તુ ત્યાં ત્યજવા જેવી છે. તેવી રીતે આ આત્મા જ્યાં સુધી નિમિત્તવાસી છે. નિમિત્તોના આધારે શુભ-અશુભ થાય છે. ત્યારે તેને અશુભમાંથી શુભ કરવા અલ્પ હિંસા હોવા છતાં અત્તે ત્યજવાનાં હોવા છતાં મૂર્તિ-મદિર જરૂરી છે. અને જ્યારે નિરાલંબન દશાવાળો બને ત્યારે સ્વાવલંબી હોવાથી આવાં પરનિમિત્તો સેવવાનાં હોતાં નથી.
હવે જગચિંતામણિ સૂત્ર સંબંધી કેટલાક વિચારો કરીએ. આ સૂત્ર ભગવાન મહાવીર સ્વામીના પ્રથમ શિષ્ય-પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામીજીએ બનાવ્યું છે. અષ્ટાપદ પર્વત ઉપર જ્યાં ઋષભદેવ પરમાત્માના પુત્ર ભરત મહારાજાએ ચોવીસે ભગવન્તોની પ્રતિમાઓવાળું મંદિર બનાવરાવ્યું છે ત્યાં આ ચૈત્યવંદન બનાવ્યું છે. ગૌતમસ્વામી પોતાની લબ્ધિથી અષ્ટાપદ પર્વત ઉપર ગયા હતા.
(જગચિંતામણિ સૂત્ર-૧૧) ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ? ચૈત્યવદન કરું ? (ગુરુજી કહે કે “કરેહ') ઇછે જગચિંતામણિ, જગનાહ, જનગર, જગરખણ, જગબંધવ, જગસથવાહ, જગભાવવિખણ, અઠ્ઠાવયસંડવિયરૂવ, કમ્મવિણાસણ, ચઉવીસંપિ જિણવર જયંતુ અપડિહય સાસણ I 1 II.
- શબ્દાર્થ :ઇચ્છાકારેણ = ઇચ્છાપૂર્વક સંદિસહક આજ્ઞા આપો ભગવન્= હે ભગવાન ચૈત્યવંદન કરું =ચૈત્યવંદન કરું ? ઇચ્છે= આપની જેવી આજ્ઞા જગચિંતામણિ= જગતમાં ચિંતામણિ=રત્ન જેવા જગનાહક જગતના નાથ જગગુરુ= જગતના ગુરુ જગબંધવ= જગતના બંધુ ૧ ગણધર = ગચ્છના નાયક, પ્રથમ શિષ્ય. ૨ લબ્ધિથી = પોતાની શક્તિથી.
માણી શકો
કt :::
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org