________________
જગસત્યવાહ=જગતમાં સાર્થવાહ તુલ્ય જગભાવવિઅખ્ખણ
=
જગતનાભાવો જાણવામાં વિચક્ષણ અઠ્ઠાવય'સંઠવિય રૂવ= અષ્ટાપદપર્વત ઉપર જેમની પ્રતિમાઓ
સ્થાપન કરી છે એવા
કમ્મદ વિણાસણ =આઠ કર્મોનો વિનાશ કરનારા જિણવર જિનેશ્વર ભગવન્તો જયંતુ = જય પામો અડિહય સાસણ = જેમની આજ્ઞા કોઈનાથી ન હણાય તેવા છે તે
=
આ પહેલી ગાથામાં ચોવીસે જિનેશ્વર ભગવન્તોની સ્તુતિ છે. ભગવાનને ચિંતામણિરત્નતૂલ્ય, ત્રણ જગતના નાથ, ત્રણ જગતના ગુરુ, ત્રણ જગતનું પાપોથી રક્ષણ કરનારા, જગતના બંધુ, જગતના સાર્થવાહતુલ્ય, ત્રણે જગતના ત્રણે કાળના ભાવોને જાણવામાં વિચક્ષણ, અષ્ટાપદપર્વત ઉપર જેમની મૂર્તિઓ સ્થાપિત થઈ છે એવા તથા જ્ઞાનાવરણીયાદિ આઠે કર્મોનો નાશ કરનારા હે જિનેશ્વરભગવન્તો ! તમે જય પામો કે જેમની આજ્ઞા અખંડિત છે. આવા પ્રભુને મારા નમસ્કાર હોજો.
=
કમ્મભૂમિહિં કમ્મભૂમિહિં પઢમસંઘયણી ઉક્કોસય સત્તરિસય જિણવરાણ વિહરંત લબ્બઇ નવકોડિહિં કેવલિણ કોડિ સહસ નવ સાહુ ગઇ, સંપઇ જિણવર વીસમુણિ બિહું કોડિહિં વરનાણ સમણહ કોડિ સહસ દુઅ થુણિTM નિચ્ચવિહાણિ || ૨ || -ઃ શબ્દાર્થ:કમ્મભૂમિહિં = અસિ-મસિ અને કૃષિનો જ્યાં ઉપયોગ છે એવાં ક્ષેત્રો કમ્મભૂમિહિં = પાંચ ભરતક્ષેત્રો, પાંચ ઐરાવત ક્ષેત્રો, અને પાંચ મહાવિદેહ ક્ષેત્રો
પઢમસંઘયણી = પહેલા સંયણવાળા ઉક્કોસય = ઉત્કૃષ્ટ, વધુમાં વધુ સત્તરિસય =એકસો સિત્તેર, ૧૭૦ જિણવરાણ = જિનેશ્વર ભગવંતો ૧ અઠ્ઠાવય = અષ્ટાપદ પર્વત ઉપર. ૨ સંઠવિય= સ્થાપિત કર્યાં છે. ૩. કમ્મ૪= આઠ કર્મોનો. ૪ અપ્પડિહય = અપ્રતિહત-અસ્ખલિત,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org