________________
(૨) સુષમા આરો : ત્રણ કોડા-કોડી સાગરોપમ પ્રમાણનો હોય
(૩) સુષમા-દુષમા આરો : બે કોડા-કોડી સાગરોપમ પ્રમાણનો હોય
(૪) દુષમા સુષમા આરો : એક કોડા-કોડી સાગરોપમમાં ૪૨૦૦૦
વર્ષ ન્યૂન હોય છે. (૫) દુષમા આરો : ૨૧000 વર્ષનો હોય છે. (૬) દુષમાં દુષમા આરો : ૨૧૦૦૦ વર્ષનો હોય છે.
આ કાળમાપ અવસર્પિણી કાળના છ આરાનું સમજવું તથા ઉત્સર્પિણી કાળના છ આરાનું માપ તેનાથી ઊલટા ક્રમે સમજવું. એક ક્રોડને એક ક્રોડે ગુણવાથી જે આંક આવે તે કોડાકોડી કહેવાય છે. તેને ચારે ગુણવાથી ચાર કોડાકોડી કહેવાય છે. એમ ત્રણ કોડાકોડી વગેરે સમજવાં.
ભરત-ઐરાવત ક્ષેત્રોમાં અવસર્પિણી કાળમાં ત્રીજા-ચોથા આરામાં કુલ ર૪ તીર્થકર ભગવંતો થાય છે. એવી રીતે ઉત્સર્પિણીમાં પણ સમજવું. અવસર્પિણીના ત્રીજા આરામાં ૧ ભગવાન અને ચોથા આરામાં ૨૩ ભગવાન થાય છે ત્રીજા આરાનાં ૮૯ પખવાડિયાં બાકી રહે ત્યારે પહેલા ભગવાન મોક્ષે જાય છે, અને ચોથા આરાનાં ૮૯ પખવાડિયાં બાકી રહે ત્યારે ચોવીસમા ભગવાન મોક્ષે જાય છે. એવી રીતે ઉત્સર્પિણી કાળમાં ત્રીજો આરો શરૂ થયા પછી નેવ્યાસી પખવાડિયાં જાય ત્યારે પહેલા ભગવાન જન્મે છે. અને ચોથા આરાનાં ૮૯ પખવાડિયાં જાય ત્યારે ચોવીસમા ભગવાન જન્મે છે. એમ કુલ ૨૪-૨૪ ભગવંતો થાય છે. આ સૂત્રમાં આ અવસર્પિણી કાળમાં થયેલા ઋષભદેવથી મહાવીર સ્વામી સુધીના ચોવીસ તીર્થકર ભગવંતોને નમસ્કાર કરવામાં આવ્યા છે. ચોવીસે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org