________________
=જિનેશ્વરપ્રભુનામુખરૂપી, અબુદ=મેઘ, વાદળ, ઉદ્ગતિઃ=નીકળેલો, સઃ =તે, શુક્રમાસ =જેઠમાસ, ઉદ્ભવ =ઉત્પન્ન થયેલો, વૃષ્ટિ =વરસાદ, સન્નિભો =સરખો, દધાતુ =આપો, તુષ્ટિ =પ્રસન્નતા, સંતોષ, મયિ =મારા ઉપર, વિસ્તરો=વિસ્તાર, ગિરામ્ =વાણીનો,
અનંત ઉપકારી તીર્થંકર ભગવન્તોની વાણીનો જે વિસ્તાર ચાર કષાયોના તાપથી પીડાયેલા જીવોને શાન્તિ કરે છે. વળી જે જિનેશ્વરના મુખરૂપી મેઘઘટામાંથી નીકળેલ છે. અને વળી જે જેઠમાસના ઉત્પન્ન થયેલા પ્રથમ વરસાદ તુલ્ય છે તે વાણીનો વિસ્તાર મારા ઉપર હંમેશાં પ્રસન્નતા કરો. જેમ જેઠમાસ એ ચોમાસાનો પ્રારંભ છે તેમાં થયેલો વરસાદ તુરત અનાજરૂપી ફળને આપે છે. તેમ પ્રભુની વાણીનો આ વિસ્તાર મારું કલ્યાણ કરનાર હોજો. ૩ |
શ્રી વિશાલ લોચન સૂર - ૩૯)
“વિશાલ-લોચન-દલ, પ્રોપદંતાં સુકેસરમ્ |
પ્રાતત્વ જિનેન્દ્રસ્ય, મુખપ પુનાતુ નઃ || ૧ II ચેષામભિષેક કર્મ કુવા, મત્તા હર્ષ-ભરાતું સુખ સુરેન્દ્રાઃ | તૃણમપિ ગણચંતિ નૈવ નાકે પ્રાતઃ સન્તુ શિવાચ તે જિનેe In In કલંક-નિર્મુક્તમમુક્તપૂર્ણત, કુતર્કરાહુ-ગ્રસનાં સદોદયું ! અપૂર્વચન્દ્ર જિનચંદ્ર ભાષિત, દિનાગમે નૌમિ નમસ્કૃતમ / ૩ /
આ સૂત્રમાં પહેલી ગાથામાં ભગવાન મહાવીરસ્વામીની, બીજી ગાથામાં સર્વેજિનેશ્વરોની, અને ત્રીજી ગાથામાં જિનેશ્વપ્રભુની વાણીની સ્તુતિ છે. સવારના રાઇઅ પ્રતિક્રમણમાં છ આવશ્યકો પૂર્ણ થયા પછી તેના હર્ષોલ્લાસ રૂપે આ ચૈત્યવંદન બોલાય છે.
વિશાલ =વિકસ્વર, લોચન =નેત્ર રૂપી, દલ =પત્ર છે જેમાં, પ્રોદ્યત્ =ચમકતા. દંત =દાંતોના, અંશુ =કિરણોરૂપી, કેસર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org