________________
યેષાં =જેઓના, વિકચ =વિસ્વર, ખીલેલ, અરવિંદ =કમળો, રાજ્યા =પંક્તિ વડે, જ્યાય =પ્રશંસનીય, ક્રમ =ચરણ, કમલાવલિ =કમલોની પંક્તિને, દધત્યા =ધારણ કરવા વડે, સંદેશઃ=સરખાઓની સાથે, ઈતિ =આ પ્રમાણે, સંગત =મળવું, પ્રશસ્ય =વખાણવા લાયક, કથિત =કહ્યું છે. જાહેર કર્યું છે, સન્ત =હોજો, શિવાય =કલ્યાણ માટે, તે જિનેન્દ્રા: તે જિનેશ્વર પ્રભુ
તીર્થકર ભગવત્તો કેવળજ્ઞાન પામ્યા પછી જ્યારે જ્યારે ભૂમિ ઉપર ચાલે છે ત્યારે ત્યારે દેવો તેમના પ્રત્યેની અથાગ ભક્તિથી પ્રેરાઈને સોનાનાં ૯ કમળો રચે છે. પ્રથમનાં બે કમળો ઉપર પ્રભુ બે પગ મૂકે છે અને બાકીનાં ૭ સુવર્ણકમળો પાછળ ચાલે છે. તેમાંથી પ્રભુ જેમ પગ ઉપાડી આગળ ચાલે છે તેમ તેમ છેલ્લે છેલ્લું કમળ આગળ આવે છે અને તેના ઉપર પ્રભુ પગ મૂકે છે. એમ સુવર્ણકમળ ઉપર પ્રભુ ચાલે છે. ભગવન્તનાં ચરણો પણ કમળ જેવા કોમળ અને સુગંધિત છે, તથા પગ નીચે દેવોએ ધરેલાં સુવર્ણકમળો પણ કમળો છે એમ સુવર્ણકમળ તથા ચરણકમળ બન્નેની સરખેસરખાની જોડી મળી છે. જે અત્યન્ત પ્રશંસનીયર છે, એમ સુવર્ણકમળો જાણે જાહેર કરતાં હોય તેમ તે પ્રભુઓ હંમેશાં અમારા કલ્યાણ માટે થજો. સુવર્ણકમળો એ દેવોની બનાવેલી રચના છે. તે કંઈ બોલતાં નથી. પરંતુ કવિની આ ઘટના છે.
ગાથાર્થ =સરખે-સરખાની સાથે મળવું તે અત્યન્ત પ્રશંસનીય છે. આ પ્રમાણે જેઓના શ્રેષ્ઠ ચરણકમળની પંક્તિને ધારણ કરનારી, વિકસ્વર કમળોની પંક્તિ વડે જાહેર કરાયું છે તે જિનેશ્વર પ્રભુઓ હંમેશાં અમારા કલ્યાણ માટે થજો. રા.
કષાય =ક્રોધાદિ ચાર કષાયો, તાપsઉગ્રતા, અર્દિત =પીડાયેલા, જજુ =જીવો, નિવૃત્તિ =શાન્તિ, કરોતિ =કરે છે, યો =જે, જૈનમુખ
૧ અથાગ = અપાર-ઘણી. ૨ પ્રશંસનીય = વખાણવા લાયક.
( ૩૬, જૈન સ્તવમકારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org