________________
પહેલી ગાથામાં ભગવાન મહાવીર સ્વામીની, બીજી ગાથામાં સમસ્તજિનેશ્વરપરમાત્માની, અને ત્રીજી ગાથામાં જિનેશ્વરભગવન્તોની વાણીની સ્તુતિ છે. દૈવિસક-પષ્મી આદિ સાંજના પ્રતિક્રમણોમાં છ આવશ્યકો નિર્વિને પૂર્ણ થયા પછી તેની નિર્વિઘ્ન પૂર્ણતા થઈ તે માટે હર્ષોલ્લાસ પ્રગટ કરવા રૂપે ચૈત્યવંદન સ્વરૂપે સમસ્ત સંઘ સાથે મળીને આ સ્તુતિ બોલે છે. ઈચ્છામો =અમે ઇચ્છીએ છીએ અણુસદ્ઘિ =ગુરુજીની આજ્ઞાને નમો ખમાસમણાણું =સાધુ ભગવન્તોને નમસ્કાર થાઓ નમોસ્તુ =મારા નમસ્કાર હોજો, વર્ધમાનાય =શ્રી વર્ધમાન સ્વામીને
સ્પર્ધમાનાય કર્મણા =કર્મોની સાથે સ્પર્ધા કરનારા તજ્જયા =તે કર્મોને જીતીને અવાપ્તમોક્ષાય =પ્રાપ્ત કર્યો છે મોક્ષ જેમણે એવા પરોક્ષાય =સમજાય નહિ તેવા, કુતીર્થિનામ્ =કુતીર્થિકોને, મિથ્યાદૃષ્ટિઓને
કર્મોની સાથે સ્પર્ધા કરનારા કર્મો જીતવાથી પ્રાપ્ત ક્ય છે મોક્ષ જેમણે એવા અને મિથ્યાદૃષ્ટિઓને ન સમજાય તેવા શ્રી વર્ધમાન સ્વામીને મારા નમસ્કાર હોજો. આ ગાળામાં પ્રભુશ્રી મહાવીર સ્વામીને નમસ્કાર કરેલ છે. તેઓનાં ત્રણ વિશેષણો છે: (૧) કર્મોની સાથે હરીફાઈ કરનારા, કર્મો સંસારના લગભગ તમામ જીવોને દુઃખ આપે છે. નચાવે છે એટલે બળવાન છે જ, પરંતુ પ્રભુ તો બળવાન એવા પણ તે કર્મોને હરાવનારા છે તેથી જાણે કર્મોની સાથે હરીફાઈ આદરી હોય તેવા; (૨) તે કર્મોને જીતીને તેનો સંપૂર્ણપણે વિનાશ કરીને પ્રાપ્ત કર્યો છે મોક્ષ જેમણે એવા; (૩) મિથ્યાદૃષ્ટિ, અજ્ઞાની એવા જે જીવો છે તેઓને ન સમજાય તેવા ઉત્તમોત્તમ મહાત્મા શ્રી મહાવીર પ્રભુને હું વંદન કરું છું. / ૧ // ૧સ્પર્ધા = હરીફાઈ. રમિથ્યાષ્ટિજીવોને=જેમને ભગવાનના ધર્મ ઉપર રુચિ નથી-પ્રીતિ નથી તેઓને. ૩ ઉત્તમોત્તમ = સર્વથા ઉત્તમ.
( પ્રતિક્રમણ સૂત્ર ૧૭પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org