________________
=કેસરાઓ છે જેમાં એવું, પ્રાતઃ =પ્રભાત સમયે વીરજિનેન્દ્રસ્ય =વીરભગવાનનું, મુખપત્તું =મુખરૂપી કમળ, પુનાતુ =પવિત્ર કરો, વઃ =તમને
:
પ્રભાતના સમયે શ્રી વીર ભગવન્તનું મુખરૂપી કમળ તમને (અમને) પવિત્ર કરો. તે મુખરૂપી કમળ કેવું છે ? તેનાં બે વિશેષણો છે : (૧) વિશાળ એવાં બન્ને નેત્રોરૂપી છે પાંખડી જેમાં એવું, તથા દાંતના કિરણો રૂપી કેસા છે જેમાં એવું મુખકમળ (અમને) તમને પવિત્ર કરો. ॥ ૧ ॥ યેષાં –જેઓના, અભિષેક =સ્નાત્રાભિષેકનું, કર્મ =કામ, કૃત્વા =કરીને, મત્તા =મસ્ત થયેલા, હર્ષભરાત્ =હર્ષના સમૂહથી, સુખં =સુખપૂર્વક, સુરેન્દ્રા =દેવેન્દ્રો, તૃણમપિ =ધાસતુલ્ય પણ, ગણયન્તિ ન એવ =ગણતા નથી જ, નાક =સ્વર્ગને, પ્રાતઃ =પ્રભાતસમયે, સન્તુ =થજો, શિવાય =કલ્યાણ માટે, તે જિનેન્દ્રાઃ તે જિનેશ્વરભગવન્તો જે જિનેશ્વર પરમાત્માઓના સ્નાત્રાભિષેકની ક્રિયા સુખપૂર્વક કરીને હર્ષોલ્લાસના અતિરેકથી મસ્ત થયેલા દેવેન્દ્રો સ્વર્ગને તૃણસમાન પણ ગણતા નથી તે જિનશ્વર પરમાત્માઓ પ્રભાત સમયે હંમેશાં અમારાતમારા કલ્યાણ માટે થજો. ।। ૨ II
કલંક =કલંક, નિર્યુક્તમ્ =મુકાયેલા, અમુક્ત =નથી ત્યજી દીધી, પૂર્ણતાં =પૂર્ણતા જેણે, કુતર્ક =ખોટા ખોટા તર્કો દલીલોરૂપી, રાહુ =ગ્રહોને, ગ્રસનું =ગળી જનાર, સદોદય =હંમેશાં ઉદય પામનારું, અપૂર્વચન્દ્ર =દુનિયાના ચંદ્ર કરતાં જુદી જાતના ચંદ્રતુલ્ય, જિનચંદ્ર =જિનેશ્વર પ્રભુઓ વડે, ભાસિતં =કહેવાયેલા, દિનાગમે =પ્રભાતના સમયે, નૌમિ =હું નમસ્કાર કરું છું, બુધૈ: =પંડિતો વડે, નમસ્કૃતમ્ =નમસ્કાર કરાયેલું.
૧ સ્નાત્રાભિષેક – મેરુપર્વતના શિખર ઉપર નવરાવવાની ક્રિયા. ૨ અતિરેક = અત્યન્ત અધિક . ૩ મસ્ત થયેલા = તન્મય થયેલા, એકાગ્ર બનેલા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org