________________
આ ગાથામાં ભગવાનના આગમને (શાસ્ત્રને) ચંદ્રની સાથે સરખાવ્યું છે. પરંતુ ચંદ્રમાં જે જે ખામીઓ છે તે તે ખામીઓ ભગવાનના આગમમાં નથી. તેથી ભગવાનનું આગમ સંસારના ચંદ્ર કરતાં જુદી જાતનો અપૂર્વ ચંદ્ર છે તે આ પ્રમાણેઃ (૧) સંસારનો આકાશમાં ફરતો ચંદ્ર (હરણના ડાઘરૂપ) કલંકથી યુક્ત છે. ભગવાનનું આગમ કલંકથી મુક્ત છે. (૨) આકાશનો ચંદ્ર ફક્ત પૂનમના દિવસે જ પૂર્ણતા ધારણ કરે છે. શેષ દિવસોમાં પૂર્ણતાને ત્યજે છે. જ્યારે ભગવાનનું આગમ સદા પૂર્ણતાને ધારણ કરે છે. કદાપિ પોતાની પૂર્ણતાને ત્યજતું નથી.(૩) આકાશનો ચંદ્ર ગ્રહણ વખતે રાહુઓથી ગળી જવાય છે જ્યારે ભગવાનનું આગમ કુતર્કોરૂપી રાહુઓને જ ગળી જાય છે. પરંતુ રાહુઓથી તે ગળાતું નથી. (૪) આકાશનો ચંદ્ર ફક્ત શુક્લપક્ષમાં જ ઊગે છે. અને તે પણ રાત્રે જ ઊગે છે જ્યારે ભગવાનનું આગમ સદા=શુક્લ-કૃષ્ણ એમ બન્ને પક્ષોમાં અને રાત્રે તથા દિવસે એમ સદાકાળ ઉદય પામે છે. આવું અપૂર્વચંદ્ર સરખું પ્રભુનું આગમ છે કે જે પંડિતો વડે નમસ્કાર કરાયેલું છે. તેને પ્રભાત સમયે હું નમસ્કાર કરું છું. || ૩ |
આ નમોસ્તુવર્ધમાનાય અને વિશાલલોચનની ગાથાઓ પૂર્વોમાંથી ઉધૃત કરેલી છે. અને પૂર્વે ભણવાનો સ્ત્રીઓને નિષેધ છે. માટે સ્ત્રીઓ વડે નથી બોલાતી. તેને બદલે ભગવાન મહાવીર સ્વામીની સ્તુતિરૂપ સંસારદાવાની ત્રણ ગાથા બોલાય છે.
પ્રશ્ન : શાસ્ત્રોમાં સ્ત્રીઓને પૂર્વો ભણવાનો નિષેધ કેમ કર્યો છે? સ્ત્રી કે પુરુષ જીવપણે તો બન્ને સમાન જ છે. તો પછી આવો ભેદભાવ કેમ? બન્નેનો સમાન હક્ક હોવો જોઈએ.
ઉત્તર: સ્ત્રી અને પુરુષ “જીવપણાની અપેક્ષાએ જરૂર સમાન છે. પરંતુ સ્ત્રીત્વ અને પુરુષત્વ ધર્મની અપેક્ષાએ બન્ને ભિન્ન પણ છે. કોઈ
૧ યુક્ત = સહિત. ૨ શુક્લપક્ષ = અજવાળિયું. ૩ કૃષ્ણપક્ષ = અંધારિયું.
- પ્રતિ મણ જુન ૧૭૮
tity
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org