________________
પણ બે વસ્તુ એક ધર્મથી સમાન હોય એટલે બધા જ ધર્મથી સમાન હોય એવું નથી બનતું. એક ધર્મથી સમાન હોય તે જ વસ્તુ બીજા ધર્મથી ભિન્ન પણ હોય જ છે. જો બન્ને સમાન જ હોય તો સ્ત્રીમાં ગર્ભધારણ, માસિક, અને સ્તનવૃદ્ધિ છે તે પુરુષમાં કેમ નથી? અને પુરુષમાં દાઢી-મૂછ સબળતા જે છે તે સ્ત્રીમાં કેમ નથી?એટલે જીવત્વનું જ્યારે પ્રયોજન હોય ત્યારે બન્ને સમાન છે પરંતુ સ્ત્રીત્વ અને પુરુષત્વની અપેક્ષાએ ચોક્કસ ભિન્ન જ છે.
સ્ત્રી-પુરુષ એ બે જ ભિન્નભિન્ન છે એમ નહિ પરંતુ સંસારના તમામ પદાર્થો પરસ્પર ભિન્નભિન્ન છે. એક જ ઘરમાં રહેલી માતા અને પત્ની સ્ત્રીપણે સમાન હોવા છતાં માતાપણે અને પત્નીપણે ભિન્ન પણ છે. માતાની સાથે માતાનો વ્યવહાર થાય પણ પત્નીપણાનો વ્યવહાર નથાય, માટે તમામ પદાર્થો જેમ સમાન છે તેમ અસમાન પણ છે જ. તેથી સ્ત્રીઓમાં “તુચ્છા ગારવ બહુલા” ઈત્યાદિ ગાથામાં કહેલા સ્ત્રી જાતિના જાતિસ્વભાવો (ઘણા દોષો) હોવાથી અતિશયવાળાં અધ્યયનો ભણાવવાની શાસ્ત્રોમાં ના કહી છે.
(સુઅદેવતાની સ્તુતિ - ૪૦) સુઅદેવઆએ કરેમિ કાઉસગ્ગ અન્નત્થ. સુઅદેવયા ભગવઇ, નાણાવરણીયકમ્મસંઘાર્યા તેસિં ખલેઉ સચચં, જેસિં સુચસાયરે ભરી II
શ્રુતદેવતાની આરાધના માટે હું કાઉસ્સગ્ન કરું છું. જે મહાત્મા પુરુષોને શ્રુતજ્ઞાન(આગમ)રૂપી સાગરને વિષે અતિશય ભક્તિભાવ પ્રવર્તે છે તેઓનાં જ્ઞાનાવરણીયાદિકર્મોનો સમૂહ ક્ષય કરવામાં ભગવતી એવી શ્રુતદેવી (સરસ્વતી દેવી) સહાયક થજો અર્થાત્ ભગવતી સરસ્વતીદેવી તેઓના કર્મસમૂહનો નાશ કરજો. / ૧ // ૧ સુઅદેવયા = સરસ્વતી દેવી. ૨ ભગવાઈ = પૂજ્ય. ૩ કમ્મસંઘાય = કર્મોનો સમૂહ. ૪ સયકં = સતત, નિરંતર. ૫ જેસિં = જેઓની. ૬ સુયસાયરે = શાસ્ત્રરૂપ સાગર પ્રત્યે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org