________________
નંદીશ્વર, કુંડલ, રૂચક વગેરે દ્વીપોમાં પણ દર્શનાર્થે આવતા-જતા હોય છે. વળી ઊંચાઈમાં મેરુપર્વતના પાંડુકવનમાં તીચ્છલોકથી ઘણા ઊંચે પણ આવ-જા કરે છે. વળી દેવતાઓ રાગ-દ્વેષથી મુનિઓનું સંહરણ કરી અકર્મભૂમિઓમાં પણ લઈ જાય છે, એટલે લોકના કોઈપણ ભાગમાં વિચરતા મુનિઓને નમસ્કાર કરવા માટે “લોએ” પદ લખ્યું
શેષ ચાર પદોવાળા મહાત્માઓને આવો વ્યવહાર પ્રાયઃ અસંભવિત છે. સર્વે તીર્થકર ભગવન્તોના કાળે ગણધરભગવન્તો સૂત્રોની રચના કરે છે. તેમાં અર્થો એના એ જ રહે છે, પરંતુ શબ્દરચના બદલાય પણ છે. જ્યારે નવકારમંત્રમાં શબ્દરચના પણ તેની તે જ રહે છે, માટે તેને શાશ્વત કહેવાય છે.
નવકારમંત્રનાં નવ પદોનો અર્થ સંક્ષેપમાં સમાપ્ત કરીએ છીએ. આવો મહાન આ મંત્ર ગણવાથી અમરકુમાર, કમઠના કાષ્ઠમાં બળતો નાગ તથા સમળીવિહાર જ્યાં બંધાવવામાં આવ્યું છે ત્યાં સમળી વગેરે જીવો આપત્તિમાંથી ઊગર્યા હતા અને કલ્યાણ પામ્યા છે. માટે શ્રી નમસ્કાર મહામંત્ર સતત સ્મરણીય છે.
નમસ્કાર મહામંત્રનો મહિમા અપરંપાર છે.
સંસારરૂપી સમરાંગણમાં રહેલા આત્માઓને એ શરણરૂપ છે. અસંખ્ય દુઃખોનો એ ક્ષય કરે છે. અને કલ્યાણ-કલ્પતરુ છે. આથી ઉપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજશ્રીએ કહ્યું છે કે -
“રતન-તણી જિમ પેટી, ભાર અલ્પ બહુમૂલ્ય, ચૌદ પૂરવનો સાર છે, મંત્ર એ તેહને તુલ્ય.”
રિત્નની પેટીનું વજન થોડું અને મૂલ્ય ઘણું હોય છે, તે રીતે માત્ર ૬૮ અક્ષરપ્રમાણ આ મંત્રનું મૂલ્યફળ ઘણું જ છે અને તે ચૌદ
૧ સંહરણ = ગુપ્ત કરી નાખવું તે. ૨ અકર્મભૂમિ - યુગલિક ભૂમિઓ. ૩ અસંભવિત અકલ્પનીય, ન સંભવે તે. ૪ શબ્દરચના = શબ્દોની ગોઠવણી. ૫ શાશ્વત = કાયમ
રહે તેવું.
NI
Ra Na :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org