________________
મહાત્માઓ પણ આ પાંચમા પદમાં સમાવેશ પામે છે. તે સર્વ પ્રકારના શેષ મહાત્માઓના સમૂહ માટે “સબૂ” લખ્યું છે.
પ્રશ્ન : “અરિ એટલે શત્રુઓને અને હંત એટલે હણનારા એવો અર્થ અરિહંતાણં પદનો કરીએ તો સામાન્ય કેવળજ્ઞાની અરિહંત પદમાં આવી શકે કે નહિ ?
ઉત્તર : ઉપર કહેલા અર્થની વિવફા પ્રમાણે આવી શકે, પરંતુ તે વિવેક્ષાકૃત અર્થ છે. જેમ શ્રાવક શબ્દમાં શ્ર-વ-ક જોઈને શ્રદ્ધાવિવેક-ક્રિયા જેમાં હોય તે શ્રાવક કહેવાય એમ અર્થ કરીએ છીએ. પરંતુ તે અર્થ ગોઠવેલો છે. સમજાવવા માટે યોજેલો છે. ધાતુથી થયેલો સાચો અર્થ નથી. શબ્દ પરથી આવો અર્થ ફલિત થતો નથી. તેમ અરિહંત શબ્દનો અર્થ શત્રુઓને હણનારા એ અર્થ શબ્દોથી ગોઠવેલો છે. ધાતુથી સિદ્ધ થયેલો અર્થ નથી, કારણ કે “અરિહંત' શબ્દમાં ધાતુ “અ” છે. તેનો અર્થ ચોત્રીસ અતિશયોને યોગ્ય એવો થાય છે, માટે સામાન્ય કેવલી પરમાત્મા આદિ શેષ બધા પાંચમા પદમાં આવે છે.
પ્રશ્ન : પાંચમા પદમાં લોએ પદ વધારે કેમ રાખવામાં આવ્યું છે ?
ઉત્તર : “સાધુઓ વૈક્રિય અને આહારક લબ્ધિવાળા હોય છે. તથા જંધાચારણ - વિદ્યાચારણ લબ્ધિઓવાળા પણ હોય છે. આવી લબ્ધિવાળા લબ્ધિના બળે અઢીદ્વીપાત્મક મનુષ્યલોકની બહાર ૧ વિવેક્ષાકૃત = સમજાવવા માટે કલ્પેલો. ૨ ધાતુથી સિદ્ધ= ક્રિયાપદ ઉપરથી બનેલો. ૩ વૈક્રિય = જુદી જુદી ક્રિયા કરી શકે છે. ૪ આહારક = પૂર્વધરો જે શરીર બનાવે તે. ૫ અંધાચારણ = આ એક લબ્ધિ છે, જેના બળે કુંડલ, રૂચક અને પાંડુકવન સુધી જઈ શકે. ૬ વિદ્યાચરણ = આ પણ એક લબ્ધિ છે, જેના બળે નંદીશ્વર અને પાંડુકવન જઈ શકે. ૭ અઢીદ્વિીપાત્મક= જંબુદ્વીપ-ધાતકીખંડ અને અર્ધપુષ્કરવરદીપ. ૮ મનુષ્યલોક= મનુષ્યો જેમાં જન્મ અને મરે તે.
.
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org