________________
પૂર્વના સારરૂપ છે.]
ઉપદેશતરંગિણી' ગ્રંથમાં કહ્યું છે કે ભોજન સમયે, શયન સમયે, જાગવાના સમયે, પ્રવેશ સમયે, ભય કે કષ્ટના સમયે અને સર્વ સમયે નવકારમંત્રનું સ્મરણ કરવું જોઈએ. વળી મૃત્યુવેળાએ જેઓ આ મહામંત્રનું સ્મરણ કરે છે, તેની ભવાંત્તરને વિશે સદ્ગતિ થાય છે. અંતે “શ્રાદ્ધદિનકૃત્ય સૂત્રની” એક ગાથાથી આપણી વાત સમાપ્ત કરીએ. આ ગ્રંથમાં કહ્યું છે –
नवकारओ अन्नो सारो, मंतो न अत्थि तियलोए ॥ तम्हा हु अणुदिणं चिय, पढियव्वो परमभत्तीए ॥
ત્રણ લોકમાં નવકારથી સારભૂત અન્ય કોઈ મંત્ર નથી; તેટલા માટે તેને પ્રતિદિન પરમ ભક્તિથી ભણવો જોઈએ.”
(પંચિંદિય સૂત્ર - ૨ પંચિંદિય સંવરણો
પંચ મહન્વય જુવો તહ નવ-વિહ બંભચેર-ગત્તિધરો, પંચવિહાયાર પાલણસમલ્યો ચઉવિહ કસાયમુક્કો
પંચસમિઓ તિગુત્તો ઇઅ અઢારસ ગણેહિં સંજાનો છવીસ ગુણો ગુરુ મઝ
સર્વ ધાર્મિક અનુષ્ઠાનો વિનય – વિવેકપૂર્વક કરવાં જોઈએ. આથી આ ધર્મકાર્યો કરતી વખતે ગુરુની હાજરી અનિવાર્ય છે. આપણે આપણા અનુભવથી સમજી શકીએ છીએ કે જ્યારે ભણાવનાર શિક્ષક સામે હાજર હોય, ત્યારે આપણી બેસવા, ઊઠવા અને બોલવાની બધી રીત વિવેકપૂર્ણ હોય છે. અને શિક્ષક ન હોય તો આ બધું અવ્યવસ્થિત અને અવિવેકવાળું હોય છે. આમ ધર્મગુરુની હાજરી અનિવાર્ય છે, પરંતુ સર્વ ઠેકાણે ગુરુની ઉપસ્થિતિ સાંપડતી નથી. આથી ગુરુ હાજર હોય તો પણ અને ગુરુ હાજર ન હોય તો પણ ગુરુના છત્રીસ ગુણો બતાવતું ઉપરનું “પંચિંદિય સૂત્ર” બોલીને ગુરુની સ્થાપના કરવામાં આવે છે. અર્થાત્ કલ્પિતગુરુ બનાવવામાં આવે છે.
જેમ એકલવ્યને દ્રોણાચાર્ય વિદ્યાદાનની ના પાડતાં તેણે - ૧ અનુષ્ઠાનો = ધર્મક્રિયાઓ. ૨ અનિવાર્ય = અવશ્ય. ૩ કલ્પિતગુરુ = મનથી માનેલા ગુરુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org