________________
દ્રોણાચાર્યની મૂર્તિ બનાવી કલ્પનાથી ગુરુ માનીને વિદ્યાભ્યાસ કર્યો, તેવી રીતે નવકાર પચિન્દ્રિય સૂત્રવાળું પુસ્તક મૂકી તે સૂત્રોનું ઉચ્ચારણ કરી ગુરુની કલ્પના કરવામાં આવે છે. જેથી “સામે આ મારા ગુરુજી બેઠા છે” એવો વિવેક આવતાં ધાર્મિક ક્રિયા વિનયપૂર્વક થાય છે અને તેમની સાક્ષી સાથે તથા તેમની આજ્ઞાપૂર્વક ધાર્મિક ક્રિયા આપણે કરીએ છીએ એમ લાગે છે.
સ્થાનકવાસી અને તેરાપંથી સમાજ આ રીતે કલ્પિતગુરુ બનાવવાને બદલે હાલ જે સીમંધર સ્વામી તીર્થંકર પ્રભુ વિચરે છે તેમની એટલે કે સાક્ષાત્ કેવલજ્ઞાની પ્રભુની સ્થાપના કહ્યું છે અને તે પ્રભુ મહાવિદેહ ક્ષેત્રમાં આઠમી વિજયમાં ઈશાન ખૂણામાં વિચરે છે, એટલે ધર્મક્રિયા કરતાં ઈશાનખૂણા તરફ બેસે છે. તેઓનો મત એવો છે કે નિર્જીવની સ્થાપના (કલ્પના) કરવી, તેના કરતાં હાલ વિચરતા સાક્ષાત કેવલજ્ઞાની સજીવ ગુરુજીની કલ્પના કેમ ન કરવી? મૂર્તિપૂજક સમાજ પુસ્તકાદિમાં ગુરુજીની સ્થાપના કરે છે. તેઓનો મત એવો છે કે તીર્થંકર પ્રભુ હાલ વિચરે છે તે વાત સાચી છે, પરંતુ અત્યંત દૂર હોવાથી આપણી દષ્ટિ તેઓની સાથે મેળવી શક્ય નથી અને તેથી ધર્માનુષ્ઠાન કરતી વખતે વિવેકબુદ્ધિ આવવી દુષ્કર છે. આથી આપણામાં વિવેકબુદ્ધિ આવે તેટલા માટે દૃષ્ટિ પહોંચે તેમ કલ્પિત ગુરુ બનાવવા ઉચિત છે.
આ કલ્પિત ગુરુજીની સ્થાપના કરતાં સ્થાપના સન્મુખ હાથ રાખવાનો આશય એ છે કે જાણે આપણે એ સ્થાપનામાં “પંચિદય સૂત્ર' બોલીને ગુરુપણું આરોપીએ છીએ, કલ્પીએ છીએ. તેમાં ઉમેરીએ છીએ અને સામાયિક પાળતી વખતે પોતાના મુખ સન્મુખ હાથ
૧ ઈશાન ખૂણામાં = ઉત્તર અને પૂર્વદિશા વચ્ચેનો ભાગ (નોર્થ અને ઇસ્ટ દિશા વચ્ચેનો ભાગ). ૨ દૃષ્ટિ = નજર. ૩ વિવેકબુદ્ધિ = વિવેક્વાળી બુદ્ધિ. ૪ દુષ્કર = દુઃખે કરી શકાય છે. પ સન્મુખ = સામે, ગુરુજીની સામે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org