________________
રાખવાનો આશય એ છે કે આ સ્થાપનાજીમાં મેં કલ્પેલું ગુરુજીપણું હું ઉઠાવી લઉં છું. આવો વ્યવહાર મનને વિવેકી બનાવવા માટે રાખવામાં આવ્યો છે.
આ સૂત્રની પહેલી ગાથામાં ૧૮ ગુણોનું જે વર્ણન છે તે હેયના ત્યાગરૂપ ગુણો છે. અને બીજી ગાથામાં જે ૧૮ ગુણોનું વર્ણન છે તે ઉપાદેયના સ્વીકાર કરવારૂપ ગુણો છે. જેમ કોઈ માણસ બીડી, મદિરા` પીતો હોય, તેનો ત્યાગ કરે તો તે પણ ગુણ કહેવાય છે અને પ્રભુજીનાં દર્શન-વંદન-પૂજન ન કરતો હોય અને કરતો થાય તો તે પણ ગુણ કહેવાય છે. આમ કુટેવો છોડવી અને સુટેવોને સ્વીકારવી એમ બન્ને બાબતને ગુણ કહેવાય. તેવી રીતે આ પંચિંદિય સૂત્રમાં પ્રથમ ૧૮ ગુણો ફુટેવોના ત્યાગરૂપ છે અને પછીની ગાથામાં ૧૮ ગુણો સુટેવોના ગ્રહણ સ્વરૂપ છે. હવે આપણે તે ગુણોનો વિચાર કરીએ.
પાંચ ઈન્દ્રિયોના વિષયને રોકનારા શરીરનાં જે અંગોથી જ્ઞાનપ્રાપ્તિ થાય તેને ઇન્દ્રિય કહેવાય છે. આપણા શરીરમાં આવી પાંચ ઇન્દ્રિયો છે : (૧) સ્પર્શનેન્દ્રિય (ચામડી), (૨) રસનેન્દ્રિય (જીભ), (૩) ધ્રાણેદ્રિય (નાક), (૪) ચક્ષુરિન્દ્રિય (આંખ), (૫) શ્રોત્રેન્દ્રિય (કાન) - આ પાંચે ઇન્દ્રિયોથી અનુક્રમે સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દનું જ્ઞાન થાય છે. આથી સ્પર્શ-રસ વગેરેને વિષયો
કહેવાય છે.
આ પાંચે ઇન્દ્રિયો એવી મોહપાશ છે કે તે ઇન્દ્રિયોને જ્યારે પોતાના મનગમતા પદાર્થો મળે છે ત્યારે અત્યંત રાજી થાય છે, રાગમાં આવી જાય છે. બીજી બાજુ જ્યારે અણગમતા પદાર્થો મળે છે, ત્યારે નારાજ થાય છે એટલે કે દ્વેષ કરે છે. જેમ કાનને સ્વપ્રશંસા સાંભળતાં
૧ મદિરા = દારૂ ૨ કુટેવો = ખરાવ ટેવો, ખરાબ સંસ્કારો. ૩ સુટેવો = સારી ટેવો, સારા સંસ્કારો, ૪ વિષયો – ઇન્દ્રિયોથી જાણવા લાયક ભાવો. ૫ અણગમતા = ન ગમે તેવા.
www
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org